ચોમાસામાં ગુજરાતમાં જોવાલાયક સ્થળો અને ધોધ| A waterfall worth visiting in monsoons

પ્રસ્તાવના

આપણા ગુજરાતમાં ચોમાસાની ઋતુની શુરુઆત થઈ ગઈ છે. તો આ ઋતુમાં ઘણા લોકો (weekend) શનિ – રવિની રજામાં બહાર ફરવા માટે જતા હોય છે. આ મોસમમાં વરસાદમાં પલળવાની કુદરતી વાતાવરણ માણવાની મજા જ કંઈક અલગ હોય છે. આ મોસમમાં લોકો વહેતા ઝરણા અને ઊંચાઈએથી પડતો ધોધ જોવામાં અને આ સ્થળોએ ફરવામાં વધુ મજા આવતી હોય છે. તો આપણે, આ સ્થળ અને ધોધ વિશે નીચે મુજબ જાણીશું.

ચોમાસા દરમિયાન ફરવા લાયક સ્થળો અને ધોધ

  • ડાંગ જિલ્લામાં ગીરધોધ
  • પંચમહાલ જિલ્લામાં હાથણીમાતા ધોધ
  • નર્મદા જિલ્લામાં ઝરવાણી ધોધ
  • નર્મદા જિલ્લામાં નિનાઈ ધોધ
  • દહેગામ – ગાંધીનગર જિલ્લામાં ઝાંઝરી ધોધ
  • સાબરકાંઠા જિલ્લામાં પોલો ફોરેસ્ટ
  • હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્ય
  • સૌરાષ્ટ્રમાં કિલેશ્વર (બરડો હિલ)
  • વલસાડમાં પારનેરા
  • મહેસાણામાં તારંગા જૈન મંદિર
  • વિલ્સન હિલ્સ

ચોમાસામાં ગુજરાતમાં ઘણાં ફરવાલાયક સ્થળો અને ધોધ છે, જ્યાં તમે ફરી શકો છો અને પ્રકૃતિનો આનંદ માણી શકો છો.

1.ડાંગ જિલ્લામાં ગીરાધોધ

ડાંગ-જલ્લામાં-ગીરધોધ

ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાના વઘઇ થી પાંચ કિલોમીટર ના અંતરે ગીરાધોધ આવેલો છે. અને સાપુતારા થી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. ગીરાધોધ એ અંબિકા નદી કિનારે આવેલો છે. તેની લગભગ 75 ફૂટની ઊંચાઈએથી નદીમાં પડે છે. ગીરા ધોધ એ કુદરતી સૌંદર્ય અને લીલાછમ ઝાડ ની વચ્ચે જોવા મળે છે. ગીરા ધોધ એ ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ છે. ડાંગએ ગુજરાતનો એવો જિલ્લો છે, જ્યાં ફરવાલાયક ઘણા બધા મનમોહક સ્થળો છે. તેમાં પણ જ્યારે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ડાંગ સ્વર્ગ સમાન લાગે છે.

ગીરાધોધ માં સવારના સમયે ધુમ્મસ અને મેઘધનુષથી છવાયેલું વાતાવરણ જોવા મળે છે. ગીરાધોધમાં વરસાદી પાણી ઝરણા, નદી , પર્વત છે . ગુજરાતના આ ધોધમાં સૌથી વધુ પ્રવાસીઓ ગીરાધોધ જોવા આવે છે. વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ જ વધતો હોય છે માટે અહીંયા ખૂબ જ મજા આવે છે.

ગીરા નદીના નામ પરથી જ આ ધોધનું ગીરાધોધ નામ પડ્યું છે. ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા માટે ચેકડેમ પણ ત્યાં બનાવવામાં આવ્યો છે. ૩૦ મીટરની ઊંચાઈએથી પડતા આ ધોધની ગર્જના દૂર દૂર સુધી સંભળાય છે.

ગીરાધોધની મુલાકાત માટે ચોમાસાની ઋતુ સૌથી ઉત્તમ ગણાય છે. તો ચોમાસામાં તમે કોઈપણ સમયે ધોધની સુંદરતાને માણી શકો છો. તેની આજુબાજુનો સુંદર કુદરતી નજારો મન મોહી લે તેવો તમે માણી શકો છો .આ ચોમાસામાં એકવાર જરૂરથી ગીરાધોધની મુલાકાત લેજો.

2.પંચમહાલ જિલ્લામાં હાથણીમાતા ધોધ:

પંચમહાલ-જિલ્લામાં-હાથણીમાતા-ધોધ

ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ની બાજુમાં હાથણી માતાનો ધોધ આવેલો છે. જાંબુઘોડા થી 16 કિલોમીટર અને ધોધંબા થી 18 કિલોમીટર દૂર સરસવા ગામ પાસે હાથણીમાતાનો ધોધ આવેલો છે.આ સિવાય આ સ્થળે જવા માટે હાલોલ થી પાવાગઢ અને શિવરાજપુર થઈને પણ જવાય છે. ગોધરાથી આ ધોધનું અંતર 56 કિલોમીટર જેટલું છે અને વડોદરાથી 80 કિલોમીટર જેટલું દૂર છે.

ચોમાસામાં ભક્તો શિવના દર્શન કરવા અને કુદરતી સૌંદર્ય માણવા માટે આ ધોધની મુલાકાત લે છે. આ ધોધ આગળ ખૂબ ઊંચી ટેકરીઓ આવેલી છે એમાંથી એક ટેકરી પરથી આવતું પાણી ટેકરી ની ઉભી કરાર પર થઈને ધોધરૂપે નીચે પડે છે. સામે ઊભા રહીને ટેકરીના વાંકાચૂકા ખડકો પરથી ઉછળતો અને નીચે પડતો આ ધોધ જોવાની ખૂબ જ મજા આવે છે. તેની આજુબાજુ વૃક્ષો અને ગીચ ઝાડીઓ છે. જ્યાં ધોધ પડે છે ક્યાં એક ગુફા આવેલી છે તેમાં હાથણી ના આકાર નો મોટો પથ્થર છે એટલે આ ધોધને “હાથણી માતાનો” ધોધ કહેવામાં આવે છે.

લોકો આ ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે અને આ જ મંદિરમાં શિવજીનું શિવલિંગ પણ છે. આ ગુજરાતનું હિલ સ્ટેશન છે. પહેલો વરસાદ પડતાં જ આ વહેણ ખૂબ જ સુંદર સ્વરૂપ ધારણ કરી લે છે.

હાથણી માતાના ધોધે શિવભક્તોની આસ્થાનું પ્રતિક અને સહેલાણીઓને ફરવા નો ખુબ જ સરસ સ્થળ છે. એકવાર મિત્રો આ સ્થળની જરૂરથી મુલાકાત લેજો.

3.નર્મદા જિલ્લામાં ઝરવાણી ધોધ:

નર્મદા-જિલ્લામાં-ઝરવાણી-ધોધ

ગુજરાતના નર્મદા જીલ્લામાં ઝરવાણી ધોધ આવેલો છે. ઝરવાણી ધોધ જોવા માટે રાજપીપળાથી કેવડિયા કોલોનીની બાજુમાં 28 કિલોમીટરના અંતરે જવું પડે છે . થાવડાયા ચેકપોસ્ટ સાત કિલોમીટર દૂર આવેલો છે. અને વડોદરા શહેર થી 90 કિલોમીટર ના અંતરે આવેલો છે.

કુદરતી સૌંદર્યથી ભરેલો આ ઝરવાણી ધોધ બારેમાસ વહે છે. પરંતુ ચોમાસામાં ઝરવાણી ધોધ જોવાની અનેરી મજા છે. ઝરવાણી ધોધ જંગલમાં આવેલો હોવાના કારણે તેની આજુબાજુ ખુબજ વૃક્ષો અને વનસ્પતિઓ જોવા મળે છે. ઝરવાણી ધોધનો વહેતું પાણી ખૂબ જ સ્વચ્છ છે ત્યાં નાહવાની ખૂબ જ મજા આવે છે. ઝરવાણી ધોધનું પાણી ખૂબ ઉંચાઈએથી વહે છે. ઝરવાણી ધોધ યુવાનો માટે ખાસ સ્થળ છે. તેની બાજુમાં સુરપાણેશ્વર વાઇલાઇફ અભયારણ્ય આવેલું છે. તે પ્રાણીઓનું ઘર છે તેમાં રીંછ, હરણ, ચિતા, વાંદરાઓ અને પક્ષીઓ જોવા મળે છે.

આ ધોધ કુદરતના ખોળે આવેલું અદભુત નજારો છે આખા વર્ષ દરમિયાન તમે ગમે ત્યારે આ ધોધની મુલાકાત લઈ શકો છો. ઝરવાણી ધોધ જોવા માટે યુવાનો સૌથી વધારે આવે છે ત્યાં ફોટા અને સેલ્ફી પાડવાની ખૂબ જ મજા આવશે આ એક ખુબ જ સુંદર જગ્યા છે.જો તમે ઝરવાણી ધોધ જોવા ના ગયા હોય તો એકવાર આ સ્થળની મુલાકાત જરૂરથી લેજો. તમને ખૂબ જ મજા આવશે.

4.નર્મદા જિલ્લામાં નિનાઈ ધોધ

નર્મદા-જિલ્લામાં-નિનાઈ-ધોધ

નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં નિનાઈ ધોધ આવેલો છે. ડેડીયાપાડા થી આશરે 35 કિલોમીટર અને સુરતથી 143 કિલોમીટર આ નિનાઈ ધોધ દૂર છે. તેની ઊંચાઈ 20 ફૂટથી વધુ છે. રમણીય જંગલોની વચ્ચેથી આ નિનાઈ ધોધ વહે છે. ચોમાસામાં આ ધોધનો નજારો અવિસ્મરણીય છે. નિનાઈ ધોધ શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય ઉપરાંત દેડિયાપાડાની સુંદર વન રેન્જમાં છે.

આ સ્થળ લોકોમાં વધુ જાણીતું ન હોવાથી અહીં મુલાકાતીઓ ઓછા જોવા મળે છે. નીચાણવાળા વિસ્તારમાં લોકો નાહવાની મજા અહીં માણે છે. હજારો લોકો માટેનું આ ફરવાનું સુંદર સ્થળ છે.

5.દહેગામ – ગાંધીનગર જિલ્લામાં ઝાંઝરી ધોધ

દહેગામ-ગાંધીનગર-જિલ્લામાં-ઝાંઝરી-ધોધ

ચોમાસામાં ફરવા લાયક ધોધની વાત કરીએ એટલે આપણો ઝાંઝરી ધોધ. ઝાંઝરી ધોધ અમદાવાદથી 74 કિલોમીટરના અંતરે ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે આવેલો છે અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામની બાજુમાં વાત્રક નદીના કિનારે આવેલો છે. બાયડ થી આશરે 12 કિલોમીટર દૂર છે. ઝાંઝરી ધોધ બારે માસ માટે નથી હોતો પરંતુ ચોમાસામાં તે નો નજારો ખૂબ જ નયનરમ્ય હોય છે.

આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ વધી જાય છે તેથી ત્યાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર પડે છે. પરિવાર અને મિત્રોની સાથે આ જવા જેવી જગ્યા છે ફોટોગ્રાફી માટે પણ આ સુંદર સ્થળ છે.

ગાંધીનગર અને અમદાવાદના પ્રવાસીઓ શનિ – રવિની રજાઓમાં અહીં ફરવા માટે આવે છે. ફોટોગ્રાફી અને સેલ્ફીની મજા લોકો અહી માણે છે.

6.સાબરકાંઠા જિલ્લામાં પોલો ફોરેસ્ટ

સાબરકાંઠા-જિલ્લામાં-પોલો-ફોરેસ્ટ

ચોમાસાનું સ્વર્ગ એટલે પોલો ફોરેસ્ટ. જે ગુજરાતનું મીની કાશ્મીરના નામથી જાણીતું છે . પોલો ફોરેસ્ટ અમદાવાદ થી લગભગ 156 કિલોમીટર દૂર આવેલ 420 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું જંગલ અરાવલી પહાડીમાં ઉપસ્થિત છે.પોલો ફોરેસ્ટ એ સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. પોલો ફોરેસ્ટ ગુજરાતના ખૂબ જ સુંદર ફરવા લાયક પર્યતનો સ્થળોમાનું એક માનવામાં આવે છે.

આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન જ મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તે જંગલ વિસ્તાર હોવાથી શાંત અને શાંતિપૂર્ણ એકાંતનો અનુભવ કરાવે છે.

પ્રાચીન પોલો સીટીએ હરણાવ નદીની આજુબાજુમાં બાંધવામાં આવ્યું હતું. તેની સ્થાપના 10મી સદીમાં ઇડરના પરિહાર રાજાઓ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 15મી સદીમાં મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા તેને જીતવામાં આવ્યું હતું. તેનું આ નામ મારવાડી શબ્દ પોલ પરથી ઉતરી આવ્યું છે. જેનો અર્થ “ગેટ” થાય છે. આ જંગલ વિસ્તાર હોવાને લીધે તે ચોમાસામાં અહીં ફરવાની ખૂબ જ મજા આવે છે.

7.હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્ય

હિંગોળગઢ-નેચર-એજ્યુકેશન-અભયારણ્ય

હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્યએ રાજકોટની નજીક આવેલું એક નાનું પરંતુ નોંધપાત્ર વન્યજીવ અભયારણ્ય છે. તે ચારે બાજુથી શુષ્ક જમીનથી ઘેરાયેલું છે.ગીર ફાઊન્ડેશન સંચાલીત હીંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્ય આવેલું છે. આસપાસના સુકા વિસ્તારની થી તદ્દન જુદો પડતો હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્યનો આ લીલોતરી ધરાવતો ટુકડો એકદમ અલગ તરી આવે છે. સુકા પાનખર વૃક્ષો વાળું આ જંગલ વરસાદના સમય દરમ્યાન હરીયાળીની ચાદર વડે ઢંકાઇ જાય છે. 

આ અભયારણ્યને 1980માં આરક્ષિત વન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. જે 654 ચોરસ કિલોમીટરના વિસ્તાર સુધી ફેલાયેલો છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં લીલુંછમ આવરણ દેખાય છે. અભયારણ્યનું શૈક્ષણિક અને મનોરંજક મૂલ્ય ઘણું ઊંચું છે. જેથી તે અહીં આવનાર પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ બની રહે છે.

પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી જેનું પ્રબંધન કાર્ય ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી ગીર ફાઊન્ડેશન નામની સંસ્થાને સોંપવામાં આવ્યું.

અભયારણ્યના વિસ્તારમાં ભીમકુઇ નામની પ્રસિદ્ધ જગ્યા આવેલી છે. અહીયાં યોજાતી પ્રકૃતિ શિક્ષણ શિબિરોમાં ભાગ લેવા આવતા શિબિરાર્થીઓ માટે કાયમી તંબુઓનો સમુહ ઉભો કરવામાં આવેલો છે. અભયારણ્યમાંથી એક ચોમાસુ ઝરણું પણ વહે છે.

8.સૌરાષ્ટ્રમાં કિલેશ્વર (બરડો હિલ)

સૌરાષ્ટ્રમાં-કિલેશ્વર-(બરડો-હિલ)

સૌરાષ્ટ્રમાં કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. બરડો હિલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના નૈઋત્ય ભાગમાં પોરબંદર જિલ્લામાં આવેલી એક ડુંગરમાળા છે. બરડો હિલ સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતોમાંનો એક ગણાય છે. બરડા હિલની ડુંગરમાળા કુલ ૪૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. બરડાની ટેકરીઓ ગોળ મથાળાં ધરાવે છે.

જો તમે ચોમાસા દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશની મુસાફરી કરી રહ્યા હોવ તો આ સ્થળની મુલાકાત લેવી જ જોઈએ. ગુજરાતના બરડો ટેકરી મનોહર અને ઓછું જાણીતું સ્થળ છે. જન્માષ્ટમી દરમિયાન મોટાભાગે આ સ્થળની મુલાકાત લેવા વધુ મુલાકાતીઓ આવે છે.

9.વલસાડમાં પારનેરા

વલસાડમાં-પારનેરા

પારનેરા એ વલસાડ શહેરની નજીક આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. પારનેરા ડુંગર ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ તરીકેનું મહત્વ ધરાવે છે. આ ડુંગર પર આશરે પંદરમી સદીમાં બનાવેલો કિલ્લો જોવા લાયક છે. જે ચોમાસામાં ગુજરાતમાં ફરવા લાયક સ્થળો પૈકી એક છે. પારનેરા નામએ પાર નદી પરથી ઉતરી આવેલું છે. આ સ્થળનું નામ પારનેરા એ એડવેન્ચર પ્રેમી માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. કારણ કે, અહીં આજુબાજુમાં ઘણા ટ્રેકિંગ પોઈન્ટ આવેલા છે.

આ ઉપરાંત આ સ્થળ ધાર્મિક યાત્રીઓ માટે પ્રસિદ્ધ યાત્રાધામ પણ છે. ટેકરીની ઉંચાઈ અંદાજે 300 મીટર છે. અહીં ભૂતકાળના અવશેષો ધરાવતી ઘણી બધી જગ્યાઓ પણ છે. પાનેરાનો નજારો તેને ચોમાસા દરમિયાન ફરવા માટેના શ્રેષ્ઠ છે.

10.મહેસાણામાં તારંગા જૈન મંદિર

મહેસાણામાં-તારંગા-જૈન-મંદિર

મહેસાણા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ તારંગા લાખો જૈન સંપ્રદાયના લોકોની આસ્થાનું કેન્દ્ર હોવા ઉપરાંત પિકનિક સ્થળ તરીકે પણ વિખ્યાત છે.મહેસાણા જિલ્લાના એક શિખર પર તારંગા જૈન મંદિર આવેલું છે. તારંગા જૈન મંદિરએ એક એવું સ્થળ છે, જે એડવેન્ચર પ્રેમીઓને ટ્રેકિંગનો અનુભવ કરાવે છે.
આ મંદિર જૈનો માટે મહત્વનું તીર્થસ્થાન છે. તારંગા ટેકરી પર એક પ્રાચીન કિલ્લો અને એક ગુફા પણ આવેલા છે. જેને જોગીદાની ગુફા કહેવામાં આવે છે. અહીં લોકો એક જ સાથે ટ્રેકિંગ, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ જોવા મળે છે. કુદરતી મનોરમ્ય અને પહાડી વિસ્તારમાં આવેલ આ સ્થળે શ્વેતામ્બર અને દિગંબર પંથના આરાઘ્યદેવ અજિતનાથ અને આદિશ્વરની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવેલી છે.

11.વિલ્સન હિલ્સ

વિલ્સન-હિલ્સ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની નજીક આવેલ વિલ્સન હિલ્સની નજીક રહેતા વ્યક્તિ માટે આનંદ માણવાનું સુંદર સ્થળ છે.વિલ્સન હિલ્સએ અંદાજે 2500 ફૂટની ઉંચાઈ પર આવેલું એક ભવ્ય સ્થળ છે. જે વરસાદની ખૂબ જ આનંદનો એહસાસ કરાવે છે.
પંગરબારી વન્યજીવન અભયારણ્ય ધરાવતાં લીલાછમ વન વિસ્તારથી આચ્છાદિત હિલ સ્ટેશન તેની ટોચ પરથી વિશાળ સમુદ્રનો અદ્ભુત નજારો આપે છે. તે વિશ્વની અમુક ટેકરીઓમાંની એક છે જ્યાંથી સમુદ્ર દેખાય છે. ચોમાસામાં ગુજરાતમાં ફરવા માટે વિલ્સન હિલ્સ શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે.

વારંવાર પુછાતા પ્રશ્નો

(1) વિલ્સન હિલ્સ ક્યાં આવેલું છે?

વિલ્સન હિલ્સ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા પાસે આવેલું છે.

(2) હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્ય કયાં આવેલું છે?

હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્ય રાજકોટ નજીક આવેલું છે.

(3) પોલો ફોરેસ્ટ ક્યાં આવેલું છે?

પોલો ફોરેસ્ટ સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે.

(4) કિલેશ્વર (બરડો હિલ) ક્યાં આવેલું છે?

કિલેશ્વર (બરડો હિલ) સૌરાષ્ટ્રમાં આવેલું છે.

(5) ઝાંઝરી ધોધ ક્યાં આવેલો છે?

ઝાંઝરી ધોધ દહેગામ – ગાંધીનગર જિલ્લામાં આવેલો છે.

2 thoughts on “ચોમાસામાં ગુજરાતમાં જોવાલાયક સ્થળો અને ધોધ| A waterfall worth visiting in monsoons”

Leave a comment