જીરું
જીરું એ એક સપુષ્પીય વર્ગની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનિક નામ (ક્યુમીનમ સાયમીનમ) Cuminum cyminum છે. હવે, વરિયાળી જેવા જ દેખાતા જીરાના દાણા અને તે જીરુંનો પાવડર સૂકા મસાલા તરીકે વ્યાપક પ્રમાણમાં વપરાય છે. આપણા આ ભારતીય ઉપખંડમાં આખા જીરુંના દાણાનો વઘારમાં ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, જીરુને દળીને બનાવેલા જીરા પાવડરનો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓમાં સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે.

આપણા ગુજરાત રાજ્યમાં જીરાની ખેતી મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં થાય છે. જેમાં મહેસાણા, પાટણ, બાનસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાના ખેડૂતો માટે આ જીરું ઉત્પાદનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં મહેસાણા અને પાટણ આ બે જિલ્લા જીરાની ખેતી માટે જાણીતા છે, જ્યાં સૌથી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળું જીરું ઉગાડવામાં આવે છે.
જીરું કેટલા દિવસે પાકે?
જીરુંના પાકવાનો સમયગાળો 100 થી 120 દિવસનો હોય છે.
જીરું ખાવાના ફાયદા
જીરું ખાવાથી આપણને અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. જીરુંમાં રહેલા પોષક તત્વો એન્ટી ઑકિસડન્ટ અને ફ્લેવોનોઈડ હોય છે. જેનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જીરું એ એન્ટીઑકિસડન્ટ અને ફ્રી રેડિકલ એવા અનેક ગુણોથી ભરપૂર છે. આ જીરુંનું સેવન આપણે અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે
જીરુંમાં એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા ગુણ રહેલા હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરમાં થતી અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે.
શરીરમાં પાચન સુધારે
જીરુંનું સેવન કરવાથી તે તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે. શરીરમાં થતો અપચો, ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાઓને કાયમ માટે દૂર કરે છે.
શરીરનું વજન ઘટાડે
જીરુંનું સેવન આપણા શરીરમાં ચયાપચયની ક્રિયાને વધારે છે. આ ઉપરાંત, શરીરમાં પાચનક્રિયાને મજબૂત બનાવે છે. તેથી, આપણા શરીરમાં ભૂખ ઓછી લાગે છે, જે આપણું વજન ઘટાડવામાં મદદ કરે છે.
શરીરમાં ઊર્જા વધારે
જીરું ખાવાથી શરીરમાં ઊર્જાનું સ્તર વધે છે. જેથી શરીરમાં થાક, અશકિત અને કમજોરી થાય છે.
ત્વચા માટે ફાયદાકારક
જીરુંનું સેવન કરવાથી તે તમારી ત્વચાને ચમકદાર બનાવે છે. તેમજ ચહેરા પરના ખીલ, ફોલ્લીઓ, દાગ ધબ્બા અને અન્ય ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે.
રક્ત પરિભ્રમણ સુધારે
જીરુંનું સેવન કરવાથી શરીરમાં રક્તનું પરિભ્રમણ સુધરે છે. જીરું હૃદયને પણ સ્વસ્થ રાખે છે. જીરુંના સેવનથી લોહીની ઉણપ પણ દૂર થાય છે.
વાળ માટે ફાયદાકારક
જીરુંનું સેવન તમારા વાળના મૂળને મજબૂત બનાવે છે. જો યોગ્ય રીતે જીરુંનું સેવન કરવામાં આવે તો વાળ ખરતા અટકાવે છે.
જીરુંનો ઉપયોગ

જીરુંનો ઉપયોગ વઘાર તરીકે દાળ, શાક, સૂપ, ચટણી, અને અન્ય ઘણા ખોરાકમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.
જીરુંનું તેલ બનાવીને શરીરના કોઈ ભાગમાં દુખાવો થતો હોય ત્યાં માલિશ માટે અને વાળની માવજત માટે વપરાય છે.
આયુર્વેદમાં જીરુંને ઘણા રોગોના ઉપચાર માટે વપરાય છે.
જીરુંને તમે દરરોજ સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે પી શકો છો.
જીરુંની ચા પણ બનાવીને પણ પી શકાય છે.
આયુર્વેદમાં જીરુંનો ઉપયોગ
આપણી ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં જીરુંનું ખૂબ વિશેષ મહત્વ છે. આ આયુર્વેદ અનુસાર, જીરું એ સ્વાદમાં તીખું, પચ્યા પછી પણ તીખું, તાસીરમાં ગરમ, તીક્ષ્ણ અને રુચિકારક હોય છે. જીરું જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર અને પિત્ત વધારનાર છે.
જીરુંનું પાણી પીવાના ફાયદા
જીરુનું પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જીરું પાણીમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. જેનું સેવન આપણા શરીરને અનેક રીતે ફાયદો કરે છે.

પાચન સુધારે
એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરૂ નાખીને આખી રાત પલાળી રાખવું. આ પાણી બીજા દિવસે સવારે ઊઠીને પીવું. આમ, કરવાથી પેટ સાફ થાય છે. જીરાનું પાણી પીવાથી આપણું પાચનતંત્રને મજબૂત બને છે આ ઉપરાંત, એસિડિટી, અપચો, ગેસ, પેટ ફૂલવાની સમસ્યાઓ દૂર કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
જીરું પાણીમાં એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણ રહેલો હોય છે જેનું સેવન તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તમારા શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
જીરું પાણી શરીરમાં ચયાપચયની ક્રિયાને વધારે છે જેથી, ભૂખ ઓછી લાગે છે. અને આ શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. જીરું પાણીમાં રહેલા ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.
શરીરમાં ઊર્જા વધારે
જીરુંનું પાણી પીવાથી શરીરમાં ઊર્જાનું સ્તર વધે છે. શરીરમાં થાક અને કમજોરી દૂર થાય છે. જીરું પાણીનું નિયમિત સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
ત્વચા માટે ફાયદાકારક
જીરુંનું પાણી તમારી ત્વચાને ચમકદાર, સુંવાળી અને સુંદર બનાવે છે. તમારા ચહેરા પરના ખીલ, દાગ ધબ્બા, ફોલ્લીઓ અને અન્ય ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરે છે. શરીરમાં કોઈ પણ ત્વચા સબંધિત સમસ્યા હોય તે દૂર થાય છે.
રક્ત પરિભ્રમણ સુધારે
જીરું પાણીનું સેવન શરીરમાં રક્ત પરિભ્રમણ સુધારે છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થવાથી હૃદય પણ સ્વસ્થ રહે છે. શરીરમાં રક્તનું પરિભ્રમણ હૃદયને સ્વસ્થ રાખે છે.
વાળ માટે ફાયદાકારક
જીરુંનું પાણી પીવાથી વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળ ખરવા અટકાવે છે. નિયમિત જીરુંનું પાણી પીવાથી વાળ કાળા લાંબા અને મુલાયમ થાય છે.
પીરિયડ્સના દુખાવામાં રાહત
જીરું પાણીમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી જેવા ગુણધર્મો હોય છે, જે પીરિયડ્સ દરમિયાન થતાં સતત દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. જીરું પાણી પીવાથી આ દુખાવામાં રાહત મળે છે.
જીરાનું પાણી કેવી રીતે બનાવવું?
એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું નાખી આખી રાત પલાળી રાખો. સવારે આ પાણી ગાળીને ખાલી પેટ પી લેવું. આમ, આ પાણી સવારમાં પીવાથી શરીરનો નકામો કચરો બહાર નીકળી જાય છે અને પેટ સાફ થઈ જાય છે.
જીરુંનું પાણી બનાવવાની રીત
દરરોજ રાતે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું પલાળી દેવું. સવારે આ પાણીને ઉકાળી નવશેકું રહે એટલે ગાળીને પીવો.
જીરું પાણીમાં તમારી પસંદગીના શાકભાજી મિક્સ કરીને તેને ઉકાળીને સૂપ જેવું બનાવીને પણ તમે પી શકો છો. ભાત બનાવતી વખતે તેમાં જીરાનું પાણી મિક્સ કરી દો. આમ, કરવાથી ભાતનો ટેસ્ટ સારો લાગે છે અને તમારા શરીરનું પાચન પણ સારું રહે છે. જીરાનું પાણીમાં છાશ મિક્સ કરી પીવાથી ગરમીને કારણે થતી પેટની તકલીફોમાં ખૂબ જ આરામ મળે છે.
Health Benefits Of Cumin Water
જીરું પાણી પીવાથી કસરત કર્યા વગર તમારું વજન ઘટે છે. આપણા રસોડામાં રહેલું જીરું અને જીરું પાણીનું સેવન કરવાથી તમને અનેક પ્રકારના ફાયદા થાય છે. જીરુંનું પાણી પીવાથી માત્ર શરીરનું વજન ઓછું થતું નથી, પરંતુ તે એકંદર આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ જીરું પાણી બનાવવું પણ ખૂબ જ સરળ છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું નાખીને રાત ઢાંકી દો અને તેને સવારમાં પીવો અથવા તો ઉકાળો અને પીવો. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે જીરું પાણી પીતા હોય છે. આપણા સ્વાસ્થ્ય માટે જીરુંનું પાણી ખૂબ જ લાભકારી છે. આ જીરું પાણીનું સેવન શરીરની ઘણી તકલીફોને દૂર કરે છે. તો જુઓ જીરું પાણીના ફાયદા…

પાચનતંત્રને સ્વસ્થ રાખે
જીરું પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન અને મિનરલ્સ જેવા પોષક તત્વો હોય છે. જે શરીરમાં પાચનમાં ફાયદાકારક છે. જીરું પાણીનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત, જીરું પાણી પીવાથી ઉલ્ટી, ઝાડા, મોર્નિંગ સિકનેસ, ગેસ અને કબજિયાતમાં રાહત મળે છે. જીરું પાણી શરીરમાં એન્ઝાઇમ ઉત્પન્ન કરે છે જે કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી અને ગ્લુકોઝને તોડીને તેને પચાવવામાં મદદ કરે છે.
પ્રેગ્નેન્સીમાં લાભદાયક
આપણાં સ્વાસ્થ્ય માટે ઘણી એવી સામાન્ય વસ્તુઓ હોય છે, જેમ કે જીરું. જીરું પાણીમાં રહેલાં એન્ટી ઓક્સીડેન્ટ્સ અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ જે શરીર માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. દરરોજ સવારે ખાલી પેટ જીરુંનું પાણી પીવાથી પ્રેગનેંસીમાં સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
એન્ટી ઑકસીડેન્ટથી ભરપૂર
જીરું પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે આપણા શરીરમાં એકઠા થતા ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. આ જીરું પાણીના સેવનથી આંતરિક અંગો સારી રીતે કામ કરે છે. જીરું પાણીનું સેવનથી શરીરમાં રહેલા લીવરમાં પિત્તનું ઉત્પાદન વધે છે. જેથી તમને એસિડિટી અને ગેસમાં રાહત મળે છે. પિત્ત એ એક પ્રવાહી છે, જે શરીરમાં યકૃત દ્વારા ઉત્પન્ન થાય છે. જે શરીરમાં નકામી ચરબીને પચાવવાનું કામ કરે છે. જેથી શરીરનું વજન ઘટે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
જીરું પાણી પીવાથી શરીરમાં આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત થાય છે. શરીરમાં આયર્નની હાજરીમાં જ રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ જીરું પાણીમાં વિટામિન A અને વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે અને આ બંનેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલો હોય છે. દરરોજ જીરુંનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહે છે.
હાર્ટ એટેકમાં રાહત
દરરોજ જીરુંનું પાણી પીવાથી શરીર રહેલા ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટે છે. તેમજ હાર્ટ એટેક સબંધિત સમસ્યાઓ સામે રક્ષણ મળે છે.
ડાયાબિટીસમાં રાહત
ડાયાબિટીસના દર્દીઓ જીરું પાણીનું સેવન દરરોજ કરી શકે છે. જીરું પાણી શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. જેથી, ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે દરરોજ સવારે ખાલી પેટ જીરું પાણી પીવું જોઈએ.
પેટના રોગો માટે વરદાન
જો તમે દરરોજ સવારે જીરુંનું પાણી પીઓ છો તો તમને પેટ સંબંધિત અનેક રોગો દૂર થાય છે. જીરુંનું પાણી એસિડિટી, ગેસ અને અપચા જેવી બીમારી માટે રામબાણ ઈલાજ છે.
લોહીનું પ્રમાણ વધે
જીરું પાણીમાં અનેક પ્રકારના ન્યૂટ્રિઅન્ટ્સ રહેલાં હોય છે. પરંતુ, જીરું પાણીમાં આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત જોવા મળે છે. દરરોજ જીરું પાણી પીવાથી શરીરમાં આયર્નની કમી દૂર થાય છે. તેમજ લોહીનું પ્રમાણ વધે છે.જે લોકોને શરીરમાં હીમોગ્લોબિનની કમી રહેતી હોય તો દરરોજ જીરુંનું પાણી પીવાથી તે દૂર થાય છે.
Read more: https://takshlifes.com/benefits-of-eating-fennel-seeds/
જીરુંની તાસીર
જીરુંની તાસીર ગરમ હોય છે. જે આયુર્વેદમાં જીરું એ ત્રિદોષ છે: જે વાત, પિત્ત, કફ એમ ત્રણ પ્રકારે હોય છે. જેમાંથી તે પિત્ત અને કફને શાંત કરવામાં મદદરૂપ છે.

જીરુંની તાસીર ગરમ હોવાના ફાયદા
જીરું આપણા શરીરના પાચનતંત્રને મજબૂત બનાવે છે. જેથી અપચો, ગેસ અને પેટ ફૂલવા જેવી અનેક સમસ્યાઓને દૂર કરે છે.
જીરુંનું સેવન શરીરમાં ચયાપચયની ક્રિયાને વધારે છે. જેના કારણે તમને ભૂખ ઓછી લાગે છે, જે તમારા શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.
જીરુંમાં એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા ગુણ રહેલા હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને અનેક પ્રકારની બિમારીઓથી બચાવે છે.
જીરું ખાવાથી શરીરમાં ઊર્જાનું સ્તર વધે છે. શરીરમાં લાગતા થાક અને કમજોરીને દૂર કરે છે.
જીરુંનું સેવન શરીરમાં રક્ત પરિભ્રમણ સુધારે છે. શરીરમાં હૃદયને પની સ્વસ્થ રાખે છે.
જીરુંની તાસીર ગરમ હોવાથી સાવધાની રાખવી

પિત્ત પ્રકૃતિના લોકો
પિત્ત પ્રકૃતિના લોકોએ જીરુંનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. આ જીરુંની ગરમ તાસીર શરીરમાં પિત્તને વધારી શકે છે.
એસિડિટી અને અલ્સરના દર્દીઓ
આ એસિડિટી અને અલ્સરના દર્દીઓને જીરુંનું સેવન ડૉક્ટરની સલાહ લીધા પછી જ કરવું જોઈએ. જીરુંનું સેવન ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ.
ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ
ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ જીરુંનું સેવન ખૂબ જ ઓછું અને મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ.
જીરુંના ગેરફાયદા
જીરું એ એક ખૂબ જ લોકપ્રિય અને શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મસાલો છે. પરંતુ, કોઈપણ વસ્તુની જેમ જ જીરુંનો પણ વધુ પડતો ઉપયોગ કરવાથી આપણા શરીરને કેટલાક ગેરફાયદા થઈ શકે છે.

પાચન સંબંધિત સમસ્યાઓ
જીરું પાચનમાં સુધારો કરે છે. પરંતુ, જીરુંનું વધુ પડતું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને ઝાડા જેવી શરીરને અનેક સમસ્યાઓ થઈ શકે છે.
બ્લડ શુગરનું સ્તર
જીરુંનું સેવન બ્લડ શુગરનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ, ડાયાબિટીસના દર્દીઓએ તેનું વધુ પડતું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
દવાઓ સાથે પ્રતિક્રિયા
જો તમે કોઈપણ પ્રકારની દવા લઈ રહ્યા હોવ તો જીરુંનું વધુ પ્રમાણમાં સેવન કરતા પહેલા તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ જીરુંનું સેવન કેટલીક દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે.
ત્વચાની એલર્જી
અમુક લોકોને જીરું ખાવાથી એલર્જી થતી હોય છે. જે જીરુમાં વધુ પડતાં સેવનથી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને સોજો આવી શકે છે.
ગર્ભાવસ્થા અને સ્તનપાન
ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ જીરુંનું સેવન ઓછું અને મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. જીરુંના વધુ પડતાં સેવનથી ગર્ભપાત કે બાળકમાં એલર્જી થવાની શક્યતા રહે છે.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ પ્રકારની માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે. જેની વિસ્તૃત જાણકારી માટે યોગ્ય તજજ્ઞની સલાહ લેવી.