ગાજર ખાવાના ફાયદા | Benefits of eating Carrot

ગાજર

ગાજર એ શિયાળામાં બજારમાં વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. આજકાલ તે આખા વર્ષ દરમિયાન પણ જોવા મળે છે. ગાજર એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ગાજર ખાવાથી શરીરને અદ્ભુત ફાયદા થાય છે. આ ગાજરનું સેવન કરવાથી તમે તમારા સ્વાસ્થયને સ્વસ્થ રાખી શકો છો.

Table of Contents

ગાજર એક એવું ફળ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પહેલાના સમયમાં તે માત્ર શિયાળામાં જ મળતું હતું, પરંતુ, હવે તે આખા વર્ષ દરમિયાન બજારમાં જોવા મળે છે. આ ગાજરમાં વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. ગાજરને ખાવાથી આંખો, લીવર, કિડની અને શરીરના અન્ય અંગોને પણ અનેક ઘણો ફાયદો થાય છે. તો ચાલો ગાજર ખાવાના ફાયદા વિશે જાણીએ.

ગાજર ખાવાથી શું ફાયદો?

ગાજરને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે, કારણ કે ગાજરમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. ગાજરમાં એન્ટી ઑકિસડન્ટ જેવા ગુણધર્મો હોય છે, જે તમને ફ્રી રેડિકલથી બચાવે છે. ગાજરનું સેવન આંખો, ડાયાબિટીસ, બીપી, હૃદય અને કેન્સર જેવા રોગો માટે ફાયદાકારક હોય છે. ગાજર ખાવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

ગાજર માં કયું વિટામિન હોય છે?

ગાજરમાં વિટામીન A, C અને K ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ગાજરમાં આયર્ન, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ અને કોપર જેવા જરૂરી મિનરલ્સ તત્વો પણ હોય છે.

ગાજર ખાવાના ફાયદા

ગાજરમાં એન્ટી ઑકિસડન્ટ જેવા ગુણધર્મો રહેલા હોય છે, જે તમારા શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે. ગાજરનું સેવન કરવાથી આંખો, ડાયાબિટીસ, હૃદય અને કેન્સર જેવા રોગો દૂર થાય છે. ગાજર ખાવાથી જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે દૂર થાય છે. ગાજરમાં રહેલા વિટામિન A, K, C, આયર્ન, કેલ્શિયમ, ફાઇબર અને પોટેશિયમ જેવા તમામ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.

પાચન ક્રિયા સુધારે

ગાજરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે તમારા પાચનને મજબૂત બનાવે છે. તે તમારા શરીરના આંતરડાની ગતિને સરળ બનાવે છે. જે લોકોને હંમેશા કબજિયાતની સમસ્યા રહેતી હોય તે લોકોએ ગાજરનું સેવન કરવું જોઈએ.

હાઈ બીપીને કંટ્રોલ કરે

ગાજર એ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. જે હાઈ બીપીના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગાજરનું સેવન હાઈ બીપીને સામાન્ય રાખે છે. ગાજર ખાવાથી શરીરમાંથી ખરાબ કોલસ્ટ્રોલ દૂર થાય છે. જેથી ગાજર ખાવાથી શરીરમાં જીવલેણ રોગોનો ખતરો ઘટે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

ગાજરમાં બે પ્રકારના ફાઈબર મળે છે: જે દ્રાવ્ય અને અદ્રાવ્ય હોય છે. ગાજરને ખાધા પછી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે. જેથી તમે વધુ પડતો ખોરાક ખાઈ શકતા નથી. જેથી તમારા શરીરનું વજન ઘટે છે. તમે તમારા દરરોજના ડાયટ પ્લાનમાં પણ ગાજરનો ઉપયોગ કરી શકો છો.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે

ગાજરમાં રહેલા પોષક તત્વો જેવા કે પોટેશિયમ, વિટામિન – કે, ફોસ્ફરસ અને એન્ટી-એક્સિડન્ટ ગુણો રહેલા હોય છે. જે તમારા શરીરની રોપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ગાજરમાં રહેલા ગુણો શરીરને હાનિકારક બેક્ટેરિયા, વાયરસ અને શરીરમાં થતા બળતરાથી બચાવે છે.

ત્વચા માટે ફાયદકારક

ગાજરમાં બીટા કેરોટિન, લ્યુટીન, લાઈકોપીન એવા ઘણા પોષક તત્વો મળી આવે છે. જે તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ગાજર ખાવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. કાચા ગાજર ખાવાથી શરીરના સ્વાસ્થ્યને ખૂબ લાભ થાય છે.

આંખોની રોશની વધારે

ગાજરમાં રહેલ વિટામિન-A અને લાઈકોપીન તમારી આંખોની રોશની વધારે છે. તેમજ તમારી આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે.

ઓર્ગેનિક ગાજરના ફાયદા

ઓર્ગેનિક ગાજર કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા હોય છે. ગાજર ઉગાડતી વખતે તેમાં કોઈપણ જાતના રસાયણો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. જ્યારે બિન-ઓર્ગેનિક ગાજર પરંપરાગત રીતે ઉગાડવામાં આવે છે અને જંતુનાશકોનો ઉપયોગ જંતુઓના ઉપદ્રવ અને થતા રોગોને રોકવા માટે થાય છે.

આંખો માટે ફાયદાકારક

ગાજરને આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગાજરમાં બે કેરોટીનોઈડ હોય છે: 1. વિટામીન A અને આલ્ફા કેરોટીન અને 2. બીટા કેરોટીન હોય છે. ગાજરમાં માત્ર એક જ પોષક તત્વ નથી, તે અનેક પોષક તત્વોથી ભરપુર છે. ગાજરનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાજરમાં જોવા મળતા તત્વો જેવા કે એન્ટી ઓક્સીડેન્ટ, લ્યુટીન અને ઝેક્સાન્થિન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગાજરનું સેવન આંખના રેટિના અને લેન્સ માટે ખૂબ સારું છે. દરરોજ એક ગાજર ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

વજન નિયંત્રણમાં રાખે

ગાજરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં 88 % જેટલું પાણી હોય છે. ગાજરમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય ​​છે. જેના કારણે ગાજર ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેથી તમારા શરીરનું વજન નિયંત્રણમાં રહે છે. જો તમે દરરોજ એક ગાજર ખાવાનું રાખો છો, તો તમે તમારા શરીરમાં લગભગ 80% જેટલી કેલરીનો વપરાશ થાય છે. જેના કારણે તમે તમારું લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. આ ગાજરનું સેવન વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, ગાજરનું સેવન તમારા શરીરમાં વધતા બ્લડ સુગર અને ઇન્સ્યુલિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. કાચા ગાજર અથવા તો સહેજ રાંધેલા ગાજરમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ બહુ ઓછા પ્રમાણમાં હોય છે. જે બ્લડ સુગરના સંતુલનમાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજરનું સેવન ખૂબ ફાયદાકારક છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે

જે લોકોને બીપી હાઈ રહેતું હોય છે તે લોકોએ દરરોજ 1 ગાજર ખાવું જોઈએ. ગાજરમાં પોટેશિયમ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જે તમારા શરીરમાં વધતા બીપીને સંતુલિત કરવાનું કામ કરે છે. ગાજરનું સેવન શરીરમાં સોડિયમના સ્તરને પણ સંતુલિત કરે છે. જેના કારણે તમારું બીપી કંટ્રોલમાં રહે છે. તથા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ગાજર ખૂબ જ સારું છે.

Read more:https://takshlifes.com/benefits-of-eating-cumin/

ગાજર કેવી રીતે ખાવું?

ગાજરને કાચું અથવા સલાડ બનાવીને ખાવું જોઈએ.

ગાજરનો રસ અથવા જ્યુસ બનાવીને પીવું જોઈએ.

ગાજરને શાકભાજીમાં ઉમેરીને પણ ખાઈ શકાય છે.

ગાજરનો ઉપયોગ સૂપમાં પણ કરી શકાય છે.

નિયમિત જો ગાજરનું સેવન કરવામાં આવે તો તમારું આરોગ્ય સુધરે છે અને શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

ગાજરની તાસીર કેવી હોય છે?

ગાજરની તાસીર ગરમ અને ઠંડી બંને પ્રકારે હોય છે. ગાજર એ પૂરી રીતે ગરમ પણ નથી હોતા અને તે પૂરી રીતે ઠંડા પણ હોતા નથી. એટલે કે ગાજર બંને તાસીરવાળું ફળ અથવા તો શાકભાજી છે.

ગાજર ક્યાં ઉગે છે?

ગાજર એ ઠંડા અને સમશીતોષ્ણ હવામાનવાળા પ્રદેશમાં સારી રીતે ઉગે છે.
આપણા ભારત દેશમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં ગાજરને વધુ ઉગાડવામાં આવે છે.

ગાજર ખાવાના ફાયદા

ગાજર એ એક પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ફળ ગણાય છે. ગાજરનું સેવન આપણા શરીર માટે ઘણા ફાયદા આપે છે. ગાજર ખાવાના મુખ્ય ફાયદા નીચે મુજબ આપેલા છે:

પાચનતંત્ર માટે ઉત્તમ

ગાજરમાં ફાઇબર (આહાર રેસા)ભરપૂર પ્રમાણમાં હોય છે, જે તમારા શરીરની પાચનક્રિયાને સુધારે છે અને શરીરમાં કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.

આંખો માટે ફાયદાકારક

ગાજરમાં વિટામિન A અને બિટા-કેરોટિન નામના તત્વો હોય છે, જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. જે લોકોને રાત્રિ અંધપણ હોય તે દૂર કરવામાં ગાજરનું સેવન ખૂબ ઉપયોગી થાય છે.

હૃદય માટે લાભદાયક

ગાજરનું સેવન શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગાજર ખાવાથી હૃદયરોગ અને કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે. ગાજરનું સેવન હૃદય માટે ખૂબ લાભદાયક છે.

હાડકાં માટે ફાયદાકારક

ગાજરમાં કેલ્શિયમ અને વિટામિન K જેવા તત્વો રહેલા હોય છે. જે શરીરના હાડકાંને મજબૂત બનાવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

ગાજરમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે, જે તમારા શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. ગાજર ખાવાથી પેટ ભરેલું લાગે છે, જેથી તમને વધુ ખોરાક ખાવાની ઇચ્છા થતી નથી.

ડાયાબિટીસ માટે લાભદાયક

ગાજરમા શુગરનું પ્રમાણ ઓછું હોય છે. ગાજરનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે.

માથાના વાળ માટે ફાયદાકારક

ગાજરમાં વિટામિન E રહેલું હોય છે. જે વાળના વૃદ્ધિ માટે ફાયદાકારક છે. ગાજર ખાવાથી માથાના વાળ ખરતા અટકે છે. ગાજરના સેવનથી વાળ લાંબા, કાળા અને મુલાયમ બને છે.

ચામડી માટે ફાયદાકારક

ગાજર એન્ટી ઓક્સિડન્ટ્સથી ગુણોથી ભરપૂર હોય છે, જે તમારી ત્વચાને તંદુરસ્ત, સુંદર અને ચમકદાર બનાવે છે. ગાજર ખાવાથી ચહેરા પર ખીલ-ફોલીઓ નહીં થાય અને ત્વચા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે

ગાજરમાં વિટામિન C હોય છે, જે શરીરની ઈમ્યુનિટી વધારે છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવે છે.

કેન્સર સામે રક્ષણ આપે

ગાજરમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા તત્વો શરીરને કેન્સર જેવી ગંભીર અને ભયંકર બીમારીઓ સામે રક્ષણ આપે છે.

ગાજરનાં ઉપયોગો

ગાજર આહારમાં

ગાજરને રોજના આહારમાં કાચા ગાજર, રસ, સૂપ, શાક, હલવો, સલાડ અને આચાર તરીકે ઉપયોગમાં લેવાય છે.

ગાજર દવાઓમાં

આપણા આયુર્વેદમાં ગાજરનો ઉપયોગ દવા તરીકે પાચન સુધારવા અને આંખોની દ્રષ્ટિ વધારવા માટે કરવામાં આવે છે.

જૈવિક કૃષિમાં

ગાજરનો છોડ અમુક પ્રકારની જમીન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જે ગાજરનો ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગ થાય છે.

ગાજરની વિશેષતાઓ

ગાજરમાં ઉંચા પ્રમાણમાં બિટા-કેરોટીન નામનું તત્વ હોય છે. જે ગાજરનું સેવન કરવાથી તે શરીરમાં વિટામિન A માં ફેરવાય જાય છે.

ગાજરનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને હૃદય માટે લાભદાયક હોય છે.

ગાજર એ ઓછું કૅલોરીયુક્ત અને વધારે પોષક તત્વો ધરાવે છે. જેથી ગાજરનું સેવન શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.

ઉપસંહાર

ગાજર એ માત્ર એક ફળ કે શાકભાજી જ નથી. પરંતુ, તે આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. ગાજરને આપણે સૌ રોજિંદા આહારનો ભાગ બનાવીએ છીએ, તો આંખોની દ્રષ્ટિ, ત્વચા, પાચન અને હૃદય સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ કાયમ માટે દૂર થાય છે.

Leave a comment