લીંબુ ખાવાના ફાયદા | Benefits of eating lemon

લીંબુ

લીંબુ એ સિટ્રસ પ્રજાતિનું એક ખાટ્ટા સ્વાદવાળું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ “Citrus limon” દ્વારા ઓળખવામાં આવે છે. આ લીંબુ ફળ તેની તીવ્ર સુગંધ, ખાટાશ અને રસ માટે ખૂબ પ્રખ્યાત છે.

Table of Contents

લીંબુનું સેવન એ આપણા આરોગ્ય માટે એક ખૂબ જ ગુણકારી અને પ્રાકૃતિક ઉપાય છે. લીંબુ એ વિટામિન C, એન્ટીઓક્સિડન્ટ્સ અને અન્ય પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેથી, લીંબુ આપણને અનેક શારીરિક અને માનસિક લાભ આપે છે. હવે, નીચે મુજબ લીંબુના ફાયદાઓ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો એનું વિસ્તૃત વર્ણન આપ્યું છે.

લીંબુ શું છે?

વિકટલીંબુ એ એક ખૂબ જ લોકપ્રિય અને સર્વને ઉપયોગી ફળ છે. લીંબુ સ્વાદમાં ખાટું હોય છે અને તે લીંબુમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ લીંબુનો ઉપયોગ આપણે સૌ આપણા ખોરાક અને રોજિંદા જીવનમાં અનેક રીતે કરતા હોય છે.

લીંબુમાં કયું એસિડ હોય છે?

લીંબુ એ આખી દુનિયામાં લગભગ દરેક જગ્યાએ મળી આવતું આ એક અતિ સામાન્ય ફળ છે. લીંબુ સાઇટ્રિક ઍસિડ હોય છે. આ લીંબુ સાઇટ્રિક એસિડથી ભરેલું હોવાથી સ્વાદમાં ખૂબ ખાટું હોય છે.

લીંબુના ફૂલ એટલે શું?

લીંબુનાં ફૂલ એટલે સિટ્રિક ઍસિડ. આ લીંબુનાં ફૂલને ખરેખર લીંબુના છોડ કે લીંબુના વૃક્ષ પર ઊગતા ફૂલ સાથે કોઈ જ સંબંધ એટલે કે લેવાદેવા હોતો નથી. આ લીંબુના ફૂલ સફેદ રંગના, પાસાદાર, કરકરી ચમકદાર દળેલી ખાંડ જેવાં દેખાતાં હોય છે. આ લીંબુના ફૂલ સિટ્રિક ઍસિડનું ઘન સ્વરૂપ છે.

લીંબુની ખેતી

લીંબુની ખેતી સૌથી વધુ લોકપ્રિય ખેતી છે. લીંબુ આખા વર્ષ દરમિયાન બજારમાં વેચાતા હોવાથી વેપારીઓ માટે ખૂબ જ નફાકારક હોય છે. આપણે સૌ લીંબુનો ઉપયોગ ખોરાકમાં રસ, ખાદ્ય પદાર્થો અને વિવિધ પ્રકારની દવાઓ બનાવવામાં થાય છે. જો તમે લીંબુની ખેતી કરતા હોવ તો આ માર્ગદર્શન તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

લીંબુની જાતો

લીંબુની અલગ-અલગ જાતો નીચે મુજબ આપેલ છે:

કાગડી લીંબુ: આ લીંબુ સૌથી સામાન્ય જાતનું હોય છે અને આનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે.

જાફરી લીંબુ: આ જાતના લીંબુ કદમાં મોટા અને વધુ પડતાં રસાળ હોય છે.

રૂસો લીંબુ: આ જાતના લીંબુ વધારે પ્રમાણમાં ખાટા હોય છે અને આ લીંબુનો ઉપયોગ મુખ્યત્વે રસ બનાવવામાં થાય છે.

લીંબુની ખેતી માટે જમીન

લીંબુની ખેતી માટે પોચી હળવી અને સારી નિકાલવાળી જમીન યોગ્ય હોય છે. જમીનમાં પૂરતા પ્રમાણમાં કાર્બનિક ખાતર હોવું જરૂરી છે.

લીંબુના છોડની કલમ

લીંબુના છોડને બીજ અથવા કલમ દ્વારા પણ ઉગાડી શકાય છે. આ લીંબુની કલમ દ્વારા ઉગાડેલા છોડ ઝડપથી લીંબુનું ફળ આપવા લાગે છે.

લીંબુના છોડની સંભાળ

પાણી: લીંબુના છોડને નિયમિત રીતે પૂરતા પ્રમાણમાં પાણી આપવું જરૂરી છે. ગરમીના દિવસોમાં લીંબુના છોડને પાણીની વધુ જરૂર પડે છે.

ખાતર: લીંબુના છોડને નિયમિત રીતે પૂરતું ખાતર આપવું જરૂરી છે. તમે લીંબુના છોડમાં કાર્બનિક ખાતર અથવા રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો.

છંટણી: લીંબુના છોડની નિયમિત છંટણી કરવી જરૂરી છે. આ છંટણી કરવાથી છોડ વધુ સ્વસ્થ રહે છે અને વધુ પડતાં ફળ આપે છે.

લીંબુની લણણી: લીંબુ સામાન્ય રીતે 9-12 મહિનામાં તૈયાર થતા હોય છે. આ  લીંબુને પીળા થયા પછી તોડવામાં આવતા હોય છે.

રોગ અને જીવાત: લીંબુના છોડ પર ઘણા પ્રકારના રોગ અને જીવ-જંતુઓ થતા હોય છે. આ લીંબુના છોડ પર નિયમિત રોગ અને જીવ-જંતુઓની દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે.

લીંબુની ખેતીમાં થતી સમસ્યાઓ

જીવાત: મેલીબગ, એફિડ વગેરે.

રોગ: ગુલાબી રોગ, કાળી ફૂગ વગેરે.

લીંબુની ખેતીના ફાયદા

લીંબુની ખેતી ખૂબ જ નફાકારક હોય છે.

લીંબુનો ઉપયોગ ઘણા પ્રકારના ખાદ્ય પદાર્થો અને દવાઓની બનાવટમાં થાય છે.

લીંબુની ખેતી માનવ માટે અને પર્યાવરણ માટે ખૂબ જ હિતકારી છે.

Read more: https://takshlifes.com/benefits-of-eating-cumin/

લીંબુના લક્ષણો

આકાર અને રંગ

લીંબુ સામાન્ય રીતે ગોળાકાર અથવા ઊંડા ગોળ આકારનું હોય છે. લીંબુની છાલ પાતળી અને તેનો રંગ હળવો પીળો અથવા લીલો-પીળો રંગ હોય છે. લીંબુ પાકા થઈ ગયા પછી વધુ તેજસ્વી પીળા રંગના દેખાય છે.

સ્વાદ અને સુગંધ

લીંબુ એ સ્વાદમાં ખૂબ જ ખાટું અને હળવી તીખાશ ધરાવતું હોય છે. લીંબુનો રસ આપણા શરીર માટે ખૂબ જ તાજગી, સ્ફૂર્તિ અને સુગંધિત હોય છે.

અંદરનો ભાગ

લીંબુના અંદર 8-10 રેશા જેવા વિભાગો (સેક્શન) હોય છે, જે રસયુક્ત એટલે કે રસથી ભરપુર હોય છે. લીંબુમાં નાના, સફેદ અથવા ભૂખરા રંગના બીજ હોય છે.

લીંબુના ઉપયોગો

લીંબુનો ઘરગથ્થુ ઉપયોગ

લીંબુનો ઉપયોગ કુદરતી ક્લીનર તરીકે કામ કરે છે. લીંબુ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. લીંબુના સેવનથી શરીરનો નકામો કચરો દૂર થાય છે. લીંબુના નિયમિત સેવનથી શરીરનું વજન ઘટાડવા મદદ કરે છે. આ ઉપરાંત, લીંબુનું સેવન ત્વચા પરના ડાઘ દૂર કરવા અને માથાના વાળ માટે ખૂબ ફાયદાકારક છે. લીંબુ કપડાં પર લાગેલા દાગ ધબ્બા દૂર કરે છે. રસોડામાં ઉપયોગમાં લેવામાં આવેલ ચિપચિપા ચીકણાં વાસણો સાફ કરવાના ઉપયોગમાં પણ લેવાય છે.

ઔષધિય ગુણધર્મો

લીંબુમાં વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. લીંબુ એ પાચન માટે સારું અને જઠર સંબંધિત તકલીફો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ મળે છે.

આહાર અને પાનમસાલા

લીંબુનો ઉપયોગ રસ, શરબત, લીમોનેડ, સલાડ અને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં ખાટાશ માટે થતો હોય છે. લીંબુ પકાવવાની પ્રક્રિયામાં સંરક્ષક તરીકે પણ કામ કરે છે.

સુંદરતા અને ચમક માટે

લીંબુનું સેવન અને તેનો ઉપયોગ ત્વચાને તેજસ્વી, નિર્મળ, સ્વસ્થ,ચમકદાર અને તંદુરસ્ત બનાવે છે. લીંબુનો વિવિધ પ્રકારના ખોરાકમાં અને દાંત સાફ અને સફેદ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

લીંબુનું ઉત્પાદન અને ખેતી

લીંબુનું ઉત્પાદન અને ખેતી એ ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ પ્રદેશમાં વધુ પ્રમાણમાં થાય છે. લીંબુના ઉત્પાદન માટે ભારત, મેક્સિકો, આર્જેન્ટીના અને બ્રાઝિલ તેની મુખ્ય ઉત્પાદક દેશો છે. લીંબુના ઉત્પાદન માટે સારી ફળદ્રુપ જમીન અને પર્યાપ્ત પાણી મળી રહેતું હોવાથી તે વધુ સારી ઉપજ આપે છે. લીંબુ એ માત્ર રસોઈમાં જ નહીં, પરંતુ આપણા શરીરના સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

લીંબુના મુખ્ય પોષક તત્ત્વો

લીંબુ ખાવાના ફાયદા

લીંબુનું સેવન એક પ્રાકૃતિક દવા સમાન છે. જે આપણા આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. જો આ લીંબુને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે લેવામાં આવે, તો તે શરીર માટે ઉત્તમ છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે

લીંબુમાં વધારે પ્રમાણમાં વિટામિન C હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. લીંબુનું સેવન શરદી, ખાંસી, વાઇરલ ઈન્ફેક્શન અને અનેક પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

લીંબુ પાણી શરીરમાંથી અનાવશ્યક વધતી ચરબી ઘટાડવામાં મદદ કરે છે. લીંબુનું સેવન કરવાથી મેટાબોલિઝમ ઝડપથી કાર્ય કરે છે અને તમારા શરીરનું વજન નિયંત્રણમાં રાખે છે. ગરમ પાણીમાં લીંબુ અને મધ ઉમેરી પીવાથી તમારા શરીરનું વજન ઘટાડવા વધુ મદદ મળે છે.

પાચન શક્તિ સુધારે

લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ તમારા શરીરમાં પાચનતંત્રને મજબૂત બનાવે છે. લીંબુનું સેવન તમને થતાં ગેસ, એસિડિટી, અપચો અને પેટના દુખાવામાં રાહત આપે છે. નિયમિત સવારમાં લીંબુ પાણી પીવાથી તમારું પેટ સાફ રહે છે.

ત્વચા માટે ઉત્તમ

લીંબુ એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોવાથી ત્વચાને સ્વસ્થ, ચમકદાર અને સુંવાળી બનાવે છે. લીંબુનું સેવન ત્વચા પરના કાળા ડાઘ અને શરીર તેમજ ચહેરા પરના દાગ-ધબ્બા ઘટાડે છે. લીંબુ પાણી પીવાથી ત્વચામાં તાજગી અને સ્ફૂર્તિ રહે છે.

હૃદય માટે લાભદાયક

લીંબુમાં રહેલું પોટેશિયમ શરીરમાં વધતા હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે. લીંબુનું સેવન વધતા કોલેસ્ટ્રોલના પ્રમાણને સતુંલિત રાખે છે અને શરીરમાં થતા હૃદયરોગના જોખમને ઘટાડે કરે છે.

શરીર શુદ્ધ કરે (ડિટોક્સિફિકેશન)

લીંબુનું સેવન શરીરમાં લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને લીંબુ શરીરમાંથી ઝેરી તત્ત્વોને દૂર કરે છે. લીંબુ પાણી શરીરમાં લીવર (યકૃત) માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. લીંબુ તમારી રોજબરોજની દિનચર્યા દરમિયાન પેટના અજાણ્યા ઝેર, નકામા કચરાને અને ટોક્સિન્સને બહાર કાઢે છે.

શરીરમાં ઉર્જા વધારવા માટે

લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા અને તાકાત વધારવામાં મદદ કરે છે. લીંબુનું સેવન શરીરથી થાક અને કમજોરી દૂર કરે છે અને માનસિક તાજગી અને મન સ્ફૂર્તિલું બનાવે છે.

કિડનીમાં થતી પથરી માટે લાભદાયક

લીંબુનો રસ નાળિયેર પાણી સાથે સવારે નરણાં કોઠે પીવાથી કિડનીમાં થતી પથરી દૂર થાય છે અને નવી પથરી થવાની શક્યતા ઓછી થાય છે. લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ પથરીના થતા નિર્માણને અટકાવે છે.

મોઢાની દુર્ગંધ દૂર કરે

લીંબુના રસના સેવનથી મોઢામાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે, જે દુર્ગંધનું કારણ બનતા હોય છે. દર નિયમિત સવારે લીંબુ પાણી પીવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય અને આરોગ્ય સુધરે છે.

હાડકાં અને સાંધાના દુખાવા માટે

લીંબુમાં રહેલું વિટામિન C અને કેલ્શિયમ તમારા શરીરના હાડકાંને મજબૂત બનાવે છે. શરીરમાં થતા સાંધાના દુખાવા અને ગઠિયાના દર્દીઓ માટે લીંબુ પાણી ખૂબ જ ફાયદાકારક હોય છે.

Read more: https://takshlifes.com/benefits-of-eating-carrot/

લીંબુ પાણીના ફાયદા

ઉનાળામાં ગરમીની ઋતુમાં આપણા માનવ શરીરને પ્રવાહીની વધારે જરૂર પડે છે. આથી લોકો પોતાનું મનપસંદ પીણું લીંબુ શરબત પીતા હોય છે. લીંબુ પાણીનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં અનેક પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ અને તાજગીભર્યું બનાવે છે. સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું એ શરીર માટે ફાયદાકારક હોય છે. આ લીંબુ પાણી પીવાથી પેટ સાફ થઈ જાય છે, પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ ઉપરાંત, સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.

શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે

લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ વધુ હોય છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. નિયમિત સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.

પાચનતંત્ર મજબૂત બનાવે

લીંબુ પાણીનું સેવન ખોરાક પાચનમાં મદદ કરે છે. નિયમિત દરરોજ સવારે લીંબુ પાણી પીવાથી સમગ્ર દિવસની તમારી પાચન ક્રિયા મજબૂત બને છે. આ લીંબુ પાણી પીવાથી એસિડિટીમાંથી પણ કાયમ માટે છૂટકારો મેળવી શકાય છે.

ત્વચા માટે ફાયદાકારક

નિયમિત દરરોજ સવારે લીંબુ પાણીનું સેવન કરવાથી તમારી ત્વચામાં નિખાર,ચમક અને સુંવાળી બને છે. દરરોજ લીંબુ પાણીના સેવનથી ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર થાય છે. લીંબુ પાણીથી તમારી વધતી ઊંમરની કરચલીઓને દૂર કરી શકાય છે. ત્વચાની ચમક માટે લીંબુ પાણી પીવું જરૂરી છે.

લીંબુ પાણી તાજગી લાવે

ઉનાળાની ઋતુમાં લીંબુનો આ ગુણ સૌથી વધારે મહત્વનો ગણવામાં આવે છે. આપણે સૌ ગરમીથી કંટાળીને થાકી ગયા બાદ જો શરીરમાં ફરીથી તાજગી, સ્ફૂર્તિ લાવવી હોય તો તે માટે લીંબુ પાણી રામબાણ ઈલાજ છે. નિયમિત દરરોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ આવી જાય છે. લીંબુ પાણી પીવાથી તમારું મન પ્રસન્ન થઈ જાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

આપણે સૌ વધતા વજનથી પરેશાન હોઈએ છીએ તો આ લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ. આમ, હકિકતમાં લીંબુમાં રહેલા પોષક તત્વો પેક્ટિન ફાઈબર જે આપણા શરીરને ભૂખનો અુનુભવ કરવા દેતા નથી. જેથી વ્યક્તિ વધારે પડતો ખોરાક ખાઈ શકતો નથી અને જન નિયંત્રણ કરવામાં મદદ મળે છે.

લીંબુ કેવી રીતે અને ક્યારે લેવું?

સવારે ખાલી પેટે

ગરમ પાણી + લીંબુ + મધ – વજન ઘટાડવા માટે

ગરમ પાણી + લીંબુ – પાચનશક્તિ સુધારવા માટે

ભોજન સાથે

તમે ભોજનમાં લીંબુ ઉમેરીને ખાવ છો તો તમારી પાચનશક્તિ સુધરે છે. કાચી શાકભાજી, સલાડ, કચુંબર કે કોઈપણ સબ્જી પર લીંબુ નિતારીને ખાવાથી તમારો સ્વાદ વધે છે અને તમારું આરોગ્ય પણ સુધારે છે.

રાત્રે

દરરોજ રાત્રે લીંબુ પાણી પીવાથી પાચનતંત્ર અને આરોગ્ય સ્વસ્થ રહે છે. પરતું, અતિશય માત્રામાં લીંબુ પાણી પીવું ટાળવું જોઈએ. લીંબુ પાણી વધારે પ્રમાણમાં પીવાથી ગેસ, અપચો અને એસિડિટી વધારી શકે છે.

લીંબુ સેવન વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

ખાલી પેટે વધારે પ્રમાણમાં લીંબુ પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનું વધુ પડતું સેવન એસિડિટીને વધારે છે.

દાંત પર સીધું લીંબુ ન લગાવવું જોઈએ, કારણ કે લીંબુમાં રહેલું એસિડ દાંત માટે નુકસાનકારક થઈ શકે છે.

લોહીની ઊણપો ધરાવતા લોકો એ લીંબુ પાણી સાથે આયરન ખોરાકમાં ભરપૂર પ્રમાણમાં લેવું જોઈએ. જેથી શરીર સારું અને સ્વસ્થ રહે છે.

જો તમારી ત્વચા સંવેદનશીલ હોય છે, તો લીંબુનો રસ સીધો ચહેરા પર લગાવતાં પહેલાં તેને પાણી સાથે મિક્સ કરી લગાવવો જોઈએ.

લીંબુનો રસ કઈ રીતે પીવો જોઈએ?

સવારમાં નરણાં કોઠે ગરમ પાણીમાં લીંબુનો રસ પીને દિવસની શરૂઆત કરવી જોઈએ. નિયમિત દરરોજ ભોજનમાં લીંબુનો રસ ઉમેરીને તેનો લાભ લઈ શકાય છે. લીંબુ પાણી સાથે મધ ઉમેરીને પીવાથી શરીરનું આરોગ્ય સ્વસ્થ અને વધુ સારું રહે છે.

લીંબુ પાણી કઈ રીતે પીવું?

તાજા લીંબુનો રસ ઉમેરીને ભેળવેલું નોર્મલ પાણી સવારમાં ખાલી પેટે પીવું જોઈએ. શરીરને વધુ સ્વસ્થ અને એનર્જી વધારવા માટે લીંબુ પાણીમાં મધ ઉમેરવું જોઈએ. તમને જો વધારે એસિડિટી ન થાય તે માટે દરરોજ 1-2 ગ્લાસ સુધી લીંબુ પાણી પીવું મર્યાદિત રાખવું જોઈએ.

લીંબુને મધ સાથે પીવાના ફાયદા

કેટલાક લોકો શરીરનું વજન ઘટાડવા માટે લીંબુને મધ અને ગરમ પાણી સાથે મિક્સ કરીને પીવે છે. લીંબુ અને મધ મિક્સ કરેલું હુંફાળું પાણી ડીટોક્ષ ડ્રિન્ક ગણવામાં આવે છે. તે પીવાથી વજન ઓછું થાય છે.

લીંબુ અને મધ બંને શરીરમાં વધતી ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેથી, જ્યારે તમે કસરત કરો છો ત્યારે તમારા ડાયટમાં લીંબુ અને મધ પાણી જરૂરથી પીવાનું રાખો.

લેમન જ્યુસ પીવાથી પેટમાં રહેલા સોજાની સમસ્યા દૂર થાય છે. તથા જો તમને પેટ ભારે લા હોય તો છુટકારો મેળવવામાં ફાયદો થાય છે.

લીંબુ અને મધ ગરમ પાણીમાં ભેળવીને પીવો છો ત્યારે પાણી વધારે પડતું ગરમ ન હોવું જોઈએ, કારણ કે વધારે ગરમ પાણીમાં મધ ઉમેરવામાં આવે તો મધ ઝેરી બની જાય છે.

હુંફાળા પાણીમાં એક ચમચીથી વધારે મધ નાખવું જોઈએ નહીં કારણ કે વધારે પડતું મધ શરીરને નુકસાનકારક સાબિત થઈ શકે છે.

જો તમને ગળામાં કફ જામી ગયો હોય તો લીંબુ અને મધ હુંફાળા પાણીમાં મિક્સ કરીને પીવાથી રાહત થાય છે. મધમાં બેક્ટેરિયલ તત્વ રહેલા હોય છે. તે શરીરમાંથી બેક્ટેરિયા અને જીવાણુઓનો નાશ કરે છે.

લીંબુની છાલ ખાવાના ફાયદા

લીંબુની છાલ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. છાલમાં પણ લીંબુ જેટલું વિટામિન સી હોય છે. લીંબુની છાલમાં ફાઈબર, કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર હોય છે. જે તમારા શરીરના સ્વાસ્થ્ય માટે કોઈ ખજાનાથી કમ નથી. આ લીંબુની છાલમાં ફ્લેવોનોઈડ્સ અને લિમોનીન જેવા તત્વો પણ ભરપૂર હોય છે, જે કેન્સરના કોષોને યરોકી શકે છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો

લીંબુની છાલમાં વિટામીન સી વધુ પ્રમાણમાં હોય છે, જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. લીંબુની છાલમાં રહેલું વિટામિન સી તમારા શરીરને ચેપ સામે લડવામાં અને વાયરસને દૂર રાખવામાં મદદ કરે છે. આપણે આપણા આહારમાં લીંબુની છાલનું સેવન કરવું જોઈએ. જ્યારે શરદી અને ફ્લૂની ઋતુમાં ખાસ કરવું જોઈએ.

પાચન સુધારે

લીંબુની છાલમાં હાજર રહેલ ફાઇબર આંતરડાને મદદ કરે છે. આ લીંબુની છાલનું સેવન કરવાથી આંતરડામાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. જે તમને અપચો, કબજિયાત, એસિડિટી અને તમામ પ્રકારની પાચન સબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.

ત્વચા માટે ફાયદાકારક

લીંબુની છાલ તેના વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ જેવા ગુણધર્મોથી પ્રખ્યાત છે, જે ત્વચાને લગતા રોગોને દૂર કરે છે. લીંબુની છાલમાં રહેલ વિટામિન સી કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે, જે તમારી ત્વચાને ચુસ્ત અને યંગ બનાવે છે. લીંબુની છાલમાં હાજર રહેલ એન્ટીઓક્સીડેન્ટ ત્વચાના કોષોને સૂર્યના હાનિકારક કિરણો અને વાતાવરણના પ્રદૂષણથી થતા નુકસાનથી તમને બચાવે છે.

હૃદય રોગ માટે ફાયદાકારક

લીંબુની છાલમાં હાજર રહેલ ફાઈબર, પોટેશિયમ અને ફ્લેવોનોઈડ હૃદયના સ્વાસ્થ્યમાં ખૂબ સારો ફાળો આપે છે. લીંબુની છાલમાં રહેલ ફાઈબર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. લીંબુની છાલમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. લીંબુની છાલમાં હાજર ફ્લેવોનોઈડ્સ શરીરમાં થતા બળતરા ઘટાડવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

લીંબુની છાલમાં પેક્ટીન નામનું તત્વ રહેલું હોય છે. જે ફાઇબરનો એક પ્રકાર છે, જે તમારું લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ ફાઇબર તમારા પાચનને ધીમું કરે છે, જે તમને વધુ પડતું ખાવાની ઇચ્છા ઘટાડે છે. આ લીંબુની છાલમાં હાજર રહેલ લિમોનીન ફેટને બર્ન કરવામાં મદદ કરે છે.

લીંબુની છાલ કેવી રીતે ખાવી?

લીંબુની છાલને તમે છીણીને તમારી હર્બલ ટીમાં મિક્સ કરીને પી શકો છો. તમે છીણેલી લીંબુની છાલને પાણીમાં ઉકાળીને તેનું જ્યુસ અથવા તો બફલા જેવું પીણું બનાવી પી શકો છો. લીંબુની છાલ અને આદુને મિક્સ કરીને તેનું અથાણું બનાવી શકાય છે, જેને પાચન માટે ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુની છાલ એકઠી કરીને અને તેને સૂકવીને પાવડર તૈયાર કરીને વાપરી શકાય છે.

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ પ્રકારની માહિતી સામાન્ય જ્ઞાન અને ઘરેલુ નુસખા પર આધારિત છે. જેની વધુ ઉંડાણપૂર્વક માહિતી મેળવવા માટે યોગ્ય તજજ્ઞની મુલાકાત લેવી.

Leave a comment