સરગવો
સરગવો એ અનેક પ્રકારના અલગ અલગ રોગોનું ઉત્તમ ઔષધ ગણાય છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણો ધરાવે છે. આ સરગવાના વરસમાં બે વખત ફાલ આવતા હોય છે. આ સરગવા પર વરસમાં બે વાર શીંગો લાગતી હોય છે.

સરગવાના મુખ્ય બે પ્રકાર છે: 1. સફેદ ફુલવાળો અને 2. લાલ ફુલવાળો.
આપણા સૌ માટે આ સરગવાનાં મૂળથી લઈને એનાં પાન, ફૂલ અને એને લાગતી શીંગો પણ ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો, સરગવાની દાંડીઓ, પાંદડાં, છાલ, ગુંદર, ફૂલો, શીંગો અને અન્ય તેના ઘણા ભાગોનો ઉપયોગ આપણે સૌ વિવિધ રીતે કરતા હોઈએ છીએ. આ સરગવો મોટાભાગે લોકો માટે 300થી વધુ રોગોની દવા છે.
સરગવાની શીંગ, ફૂલ અને પાન ગુણકારી
આ સરગવો સ્વાદ અને પોષણથી ભરપૂર હોય છે. આ સરગવો એ માત્ર પૌષ્ટિક ખોરાક જ નથી. પરંતુ, સરગવાનાં ફૂલો, પાંદડાં, મૂળ, છાલ, ગુંદર અને તેને લગતા ફળો એટલે કે શીંગો એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સરગવાનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો વ્યક્તિ હંમેશાં શરીરને સ્વસ્થ અને યુવાન રહે છે. આ સરગવો ઔષધીય ગુણોથી ભરપૂર એવો આ શાકભાજીનો ઉપયોગ વિવિધ પ્રકારના અનેક રોગોની સારવાર માટે કરવામાં આવે છે. આ સરગવામાં રહેલા તત્વો એન્ટીફંગલ, એન્ટીવાઈરસ, એન્ટીડિપ્રેસન્ટ અને એન્ટીઈન્ફ્લેમેટરી જેવા ગુણ હોય છે. આ સરગવામાં પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને ઝિંક જેવાં ઘણાં પોષકતત્ત્વો રહેલાં હોય છે, જે આપણા માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

સરગવાને ડાયટમાં સામેલ કરો
સરગવાની શીંગ, ફૂલ અને પાન આ ત્રણનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. સરગવાની શીંગને બાફીને તેનું શુપ બનાવી પી શકાય છે. સરગવાની શીંગનું શાક બનાવીને ખાઈ શકાય છે. સરગવાની શીંગનો સંભાર બનાવામાં ઉપયોગ થાય છે. સરગવાના ફૂલની ભાજી, મુઠીયા અને થેપલા બનાવીને ખાઈ શકાય છે. સરગવાના પાનને કાચાં અથવા તો તેનો પાઉડર બનાવીને, કે સરગવાના પાનનો રસ કાઢીને જ્યુસ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ સરગવાનાં પાનને પાણીમાં ઉકાળીને એ પાણીમાં મધ અને લીંબુ ભેળવીને પણ પી શકાય છે. સરગવાનાં પાનનો ઉપયોગ સૂપ બનાવવામાં કરી શકાય છે. અહીં, દર્દીઓને દરરોજ 2 ગ્રામ સરગવાનો યોગ્ય ડોઝ ડૉક્ટરની સલાહથી આપવો જોઈએ. આ સરગવો અનેક પ્રકારના ઔષધીય ગુણોથી ભરપૂર છે. જે સરગવાનું સેવન બ્લડશુગર લેવલને કંટ્રોલ કરે છે. જેથી ડાયાબિટીસના દર્દીએ દરરોજ સરગવોનું સેવન કરવું જોઈએ.
સરગવો ખાવાથી શું ફાયદો થાય?
સરગવામાં રહેલા પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, સોડિયમ, પોટેશિયમ જેવા ઘણાં પોષકતત્ત્વો હોય છે. સરગવામાં મલ્ટિવિટામિન્સ અને ઘણા એન્ટીઑકિસડન્ટ જેવા ગુણો પણ રહેલા હોય છે. સરગવો ખાવાથી તમને ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી બીમારીઓ દૂર થાય છે. સરગવો ખાવાથી શરીરના હાડકાં મજબૂત થાય છે. તેમજ ત્વચા પણ તંદુરસ્ત રહે છે.

સરગવાને અંગ્રેજીમાં શું કહેવાય?
સરગવો બોટનિકલ નામ:- મોરિંગા ઓલિફેરા અંગ્રેજી નામ Drumstick Tree, Benzolive tree, Horse Redish Tree કુળ મોરિંગાસી ઉત્તર ભારતમાં સરગવો એ સહજન અને મોંગાના નામે વધુ જાણીતો છે.
સરગવો અમૃત સમાન છે
આપણા આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. સરગવો એ 300થી વધુ રોગોની દવા માનવામાં આવે છે. સરગવાના પાંદડાં, ફૂલ અને ફળ (શીંગ)નો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, ફૂલો અને તેના લીલાં પાંદડા અને સૂકાં પાંદડાંમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે, જે તમારા શરીરમાં બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. સરગવાનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. અહીં, દક્ષિણ ભારતમાં સરગવાનો ઘણો ઉપયોગ થાય છે.
સરગવો ખાવાનાં ફાયદા
સરગવાનો ઉપયોગ આપણે મોટે ભાગે શાક બનાવવા માટે કરતા હોય છે. આ સરગવાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે. સરગવાનું શાક અલગ અલગ ઘણી બધી રીતે બનાવી શકાય છે. આ સરગવાની શીંગો ખાવાથી આપણા શરીરને અનેક ઘણાં ફાયદા થાય છે. સરગવામાં રહેલા પ્રોટીન, એમિનો એસિડ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા ખૂબ જ શરીરને ઉપયોગી એવા પોષક તત્વો હોય છે. આ સરગવો ખાવાના ફાયદા નીચે મુજબ છે:

પાચન શક્તિ સુધારે
સરગવાની સિંગોનું શાક બનાવીને ખાવાથી તમારા શરીરની પાચનશક્તિ સુધરે છે. જે લોકોને અવાર-નવાર ગેસ-વાયુ કે એસિડિટીની જેવી સમસ્યા રહેતી હોય તે લોકોને સરગવો ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.
શરીરને વિટામિન સી પૂરું પાડે
સરગવામાં વિટામીન સી ખૂબ જ સારી માત્રામાં જોવા મળે છે. વિટામીન સી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ મહત્વનું છે. જો તમારે ખોરાકમાં નિયમિત સરગવાના સેવનનો સમાવેશ કરવો જોઈએ. સરગવાના સેવનથી શરીરની સામાન્ય બીમારીઓ શરદી ઝુકામમાંથી બચી શકાય છે.

શરીરના હાડકાને મજબૂત બનાવે
સરગવામાં શરીરના હાડકાની મજબૂતાઈ માટે જરૂરી એવું કેલ્શિયમ ખૂબ જ સારી માત્રામાં જોવા મળે છે. સરગવાની શીંગોનું ઋતુ મુજબ શાક ખાવાથી પગના સાંધા મજબૂત બને છે અને સાંધામાં થતા ઘસારાથી બચી શકાય છે. આ ઉપરાંત, સરગવામાં રહેલા આયર્ન, મેગ્નેશિયમ અને સિલીયમ જેવા પોષક તત્વો હોય છે જે આપણા શરીરને અનેક રીતે ફાયદાકારક છે.
શરીરનું વજન ઉતારવામાં મદદ કરે
જો સરગવાની શીંગોમાંથી બનાવેલો સુપ પીવામાં આવે તો પેટમાં જમા થતો નકામો કચરો દૂર થઈ જાય છે. સરગવો ખાવાથી શરીરમાં થતી કબજિયાતની સમસ્યા કાયમ માટે દૂર થાય છે. તેમજ તમારું પેટ સાફ થઈ જાય છે, જેથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી. આ ઉપરાંત, સરગવામાં રહેલા ડાયયુરેટિક ગુણના લીધે તે શરીરની કોશિકાઓમાં જમા થયેલ વધારાનું કચરા સાથે પાણી દૂર કરે છે, જે શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.
થાઈરોઈડની સમસ્યામાં ફાયદો થાય
જે લોકોને થાઇરોઈડની સમસ્યા હોય તે લોકોએ સરગવાની શીંગોનો ઉપયોગ ખાવામાં અવશ્ય કરવો જોઈએ. જે લોકોને હાઈપર થાઇરોઈડિઝમ થતો હોય એટલે કે થાઈરોઇડ વારંવાર વધવાની સમસ્યા રહેતી હોય, તે લોકો જો નિયમિત સરગવાનો ઉપયોગ કરે તો થાઈરોઈડનું શરીરમાં વધતું લેવલ ઓછું થાય છે.
સરગવો ખાવાનાં ફાયદા

પોષક તત્વોથી ભરપૂર
સરગવાના પાંદડા, ફૂલ, ફળો અને ગુંદર પ્રોટીન, વિટામિન્સ, વિટામિન A, C, E અને ખનિજોથી ભરપૂર હોય છે. જેમ કે, સરગવામાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, અને મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા હોય છે.
એન્ટિ-ઓક્સિડન્ટ ગુણધર્મો
એન્ટિ-ઓક્સિડન્ટ તત્વો જેવી કે ફ્લેવનોઇડ્સ અને પોલિફિનોલ્સ શરીરમાં વધતા ફ્રી રેડિકલ્સને ઘટાડવામાં મદદ કરે છે. જે તમારા શરીરમાં જૂની બિમારીઓ અને વૃદ્ધાવસ્થા સામે તમને રક્ષણ આપે છે.
ડાયાબિટીસ નિયંત્રણ કરે
સરગવાનું નિયમિત રીતે સેવન કરવાથી રક્તમાં સુગરનું સ્તર નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખૂબ ફાયદકારક છે.
Read more: https://takshlifes.com/benefits-of-eating-cashews/
હાડકાંને મજબૂત બનાવે
સરગવામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ઘણી ઉંચી માત્રામાં હોય છે. જે શરીરના હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
હૃદય સ્વાસ્થ્ય માટે લાભદાયક
સરગવો ખાવાથી શરીરમાં વધતા જતા કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. જે સરગવાના સેવનથી શરીરમાં હૃદયરોગના જોખમને પણ ઘટાડી શકાય છે.
સૂઝન ઓછી કરવા
સરગવાનું સેવન સૂઝન અને ઈન્ફ્લેમેશનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. જેથી પગના સાંધા અને મસ્લસની પીડામાં રાહત મળે છે.
પાચનતંત્ર માટે લાભદાયક
સરગવામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. જે સરગવો તમારી પાચનશક્તિ સુધારવામાં મદદ કરે છે અને કબજિયાત, ગેસ એસિડિટી જેવી તકલીફોને દૂર કરે છે.
ત્વચા અને વાળ માટે લાભદાયક
સરગવામાં રહેલ વિટામિન A અને E ત્વચાને નરમ બનાવે છે. આ ઉપરાંત, સરગવો ખાવાથી વાળની વૃદ્ધિમાં પણ સુધારો થાય છે.

સરગવાના આરોગ્યલક્ષી ફાયદા
સરગવો ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
સરગવાનું સેવન શરીરની અંદર કિડનીમાં થતી પથરીને બહાર કાઢે છે.
સરગવો ખાવાથી શરીરમાં વધતા કોલેસ્ટેરોલ લેવલને ઓછું કરે છે.
સરગવો હાઈ બ્લડપ્રેશર સામાન્ય રાખે છે.
સરગવો ખાવાથી શરીરની પાચનક્રિયામાં સુધારો થાય છે.
સરગવાનું સેવન દાંતને થતા પોલાણથી બચાવે છે.
સરગવો ખાવાથી પેટના કીડાઓથી છુટકારો મળે છે.
સરગવાના સેવનથી સાયટિકા, આર્થરાઇટિસમાં ફાયદાકારક છે.
સરગવાના સેવનથી શરીરમાં પેટની સમસ્યામાં રાહત મળે છે.
સરગવો ખાવાથી શરીરમાં લિવરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
સરગવાનાં ફૂલના ફાયદા
સરગવાનાં ફૂલ જેને મોરિંગા ફૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરગવાના ફૂલ તમારા આરોગ્ય માટે અનેક ફાયદા આપે છે. સરગવાના ફૂલ આપણા આયુર્વેદમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને તેનામાં રહેલા પોષક તત્વો સરગવાને એક “સુપરફૂડ” બનાવે છે. અહીં સરગવાનાં ફૂલના કેટલાક ફાયદા બતાવવામાં આવ્યા છે:

પોષક તત્વોથી ભરપૂર
સરગવાનાં ફૂલમાં વિટામિન A, C, અને E હોય છે. તેમજ સરગવામાં રહેલા પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, પ્રોટીન અને એન્ટી ઓક્સીડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે.
પાચનતંત્ર માટે ફાયદાકારક
સરગવો ખાવાથી તમારી પાચનશક્તિમાં સુધારો થાય છે. તમારા શરીરમાં થતા ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓમાં તમને રાહત મળે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
સરગવાના ફૂલમાં વિટામિન C અને એન્ટી ઓક્સીડન્ટ્સ હોવાથી તે શરીરની ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત બનાવે છે. શરીરને થતા અનેક ઇન્ફેક્શન સામે તમને રક્ષણ આપે છે.
હૃદયનું આરોગ્ય સુધારે
સરગવો એ એન્ટી ઓક્સીડન્ટ ગુણધર્મોથી ભરપૂર હોય છે. તે શરીરમાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત રાખે છે. જે તમારા હૃદયના આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
હાડકાંનું આરોગ્ય સ્વસ્થ રાખે
સરગવાના ફૂલમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોવાથી તે હાડકાંને મજબૂત બનાવે છે. તેમજ શરીરને ઓસ્ટિઓપોરોસિસ જેવી સમસ્યાઓથી દૂર રાખે છે.
બ્લડ શુગર નિયંત્રણમાં રાખે
સરગવાનાં ફૂલ ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ જ લાભકારી છે. તે ફૂલ બ્લડ શુગર લેવલનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે.

વજન ઘટાડવા માટે
સરગવાના ફૂલમાં કેલરી અને હાઈ ફાઈબર હોવાથી, તે શરીરને ખોરાકની ત્રુપ્તિની ભાવના આપે છે અને જે તમને વધારે પડતાં ખાવાની ઈચ્છાને નિયંત્રિત કરે છે. જે તમારા શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.
ચામડી અને વાળ માટે ફાયદાકારક
સરગવામાં રહેલા વિટામિન E અને એન્ટી ઓક્સીડન્ટ્સ તમારી સ્કિનને ગ્લો આપે છે. જે ત્વચામાં નિખાર લાવે છે. તેમજ તમારા માથાના વાળને ખરતા અટકાવે અને મજબૂત બનાવે છે.
આંખોના આરોગ્ય માટે
સરગવામાં વિટામિન A ભરપૂર હોવાથી તે તમારી આંખોના આરોગ્યને સંરક્ષણ આપે છે અને તે તમારી આંખોની નજર તીવ્ર બનાવે છે.
સોજામાં રાહત આપે
સરગવાના ફૂલમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી નામનો ગુણ હોય છે. જે શરીરમાં થતી ગાંઠ, પગના સોજા અને સાંધાના દુખાવામાં મદદ કરે છે.

સરગવાના ફૂલનો ઉપયોગ
સરગવાનાં ફૂલનો ઉપયોગ શાક, સૂપ, ચટણી, ભાજી કે ચા બનાવવામાં કરી શકાય છે.
સરગવાનાં ફૂલોમાં પ્રોટીન અને ઘણાં પ્રકારનાં વિટામિન્સ અને અનેક પોષકતત્ત્વો હોય છે.
સરગવાના ફૂલના સેવનથી સ્ત્રીઓમાં યુરિન ઈન્ફેક્શનની સમસ્યા દૂર થાય છે. આ માટે સરગવાનાં ફૂલોની ચા બનાવીને પીવી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
સરગવાના ફૂલ સૂકવીને તેનો પાઉડર બનાવી બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ પાણી સાથે લેવો જોઈએ. સરગવાના ફૂલનો ઉકાળો બનાવીને પણ પી શકાય છે.
સરગવાનાં ફૂલનો ઉપયોગ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરવામાં આવે છે. જેને તમે શાક, ચા અથવા તો કોઈપણ રીતે કરી શકો છો.
સરગવાનાં ફૂલોનું સેવન કરવાથી તમારા શરીરનું વજન ઘટાડી શકાય છે.
સરગવાનાં ફૂલોના સેવનથી તમારા માથાનાં વાળ ખરતા અટકે છે.
સરગવાનાં પાનનાં ફાયદા
સરગવાનાં પાનનાં ફાયદા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે. સરગવાનાં પાનમાં વિટામિન્સ, મિનરલ્સ, અને એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના કેટલાક મુખ્ય ફાયદા નીચે મુજબ છેઃ

પોષક તત્ત્વોથી ભરપૂર
સરગવાના પાનમાં રહેલા પોષક તત્વો જેવા કે, વિટામિન A, C, અને E આ ઉપરાંત, કૅલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, અને મેગ્નેશિયમ તથા પ્રોટીન અને ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે.
એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો
સરગવાનાં પાનમાં એન્ટીઓક્સિડન્ટ્સ જેવા ગુણધર્મો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે તમારા શરીરમાં ફ્રી રેડિકલ્સને નિયંત્રિત કરીને તમારા શરીરને રોગમુક્ત બનાવે છે.
પાચનતંત્ર મજબૂત બનાવે
સરગવાના પાનમાં ફાઈબર ઊંચી માત્રામાં હોય છે. જે તમારા શરીરની પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાતમાં રાહત આપે છે.
Read more: https://takshlifes.com/green-leafy-vegetables/
રોગપ્રતિકારક શક્તિ વધારવા
સરગવાના પાનની રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા શરીરને અનેક પ્રકારના રોગોથી બચાવે છે.
હૃદયના આરોગ્ય માટે
સરગવાના પાનનું સેવન કરવાથી શરીરમાં બ્લડ પ્રેશર ઘટે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ડાયાબિટીસ કંટ્રોલમાં કરે
સરગવાનાં પાનમાં રહેલ ઇન્સુલિન સેંનસેનિવિટી વધારનાર તત્ત્વો છે. જે તમારા શરીરમાં વધતા ડાયાબિટીસમાં લાભદાયક છે.
હાડકાંને મજબૂત બનાવે
સરગવાના પાન કૅલ્શિયમ અને ફોસ્ફોરસથી ભરપૂર હોવાથી શરીરના હાડકાંઓને મજબૂત બનાવે છે. તે હાડકાંના આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે.
ત્વચા અને વાળ માટે
સરગવાના પાનમાં રહેલ વિટામિન C તમારી ત્વચાને ગ્લો આપે છે અને માથાનાં વાળની વૃદ્ધિમાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદ
સરગવાના પાનમાં ઓછી કૅલરી અને વધુ પોષક તત્ત્વો હોવાથી તે વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે ઉત્તમ છે.
સોજો અને દુખાવામાં રાહત
સરગવાના પાનમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી નામના ગુણધર્મો હોય છે. જે તમારા શરીરમાં ગાંઠ અને પગના સાંધાના દુખાવામાં રાહત આપે છે.

સરગવાના પાનનો વપરાશ
સરગવાનાં પાનનું શાક, સૂપ, ચટણી, ભાજી અથવા ચા બનાવવામાં આવે છે.
આ પાનનો પાવડર બનાવીને તેને શેક, જ્યુસ અથવા પાણીમાં ઉમેરીને પી શકાય છે.
સરગવાનાં પાનમાં પ્રોટીન, બીટા-કેરોટીન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણો રહેલા હોય છે. આ ઉપરાંત, તેમાં એસ્કોર્બિક એસિડ, ફોલિક એસિડ અને ફિનોલિક પણ હોય છે, જેથી શરીરને લગતી તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય છે.
સરગવાનાં પાનના અર્કમાં એન્ટીઓક્સિડન્ટ નામનો ગુણ રહેલો હોય છે. જે શરીરમાં વધતા શુગરનાં લક્ષણોને ઘટાડે છે. તે તમારા શરીરમાં ઇન્સ્યુલિનના લેવલને કંટ્રોલ કરે છે, જેથી ડાયાબિટીસના દર્દીને ફાયદો થાય છે.
સરગવાનાં પાનનો ઉપયોગ કરવાથી કેન્સરનાં લક્ષણોને ઓછાં કરવામાં મદદ કરે છે.
Disclaimer: આઆર્ટિકલમાં આપવામાં આવેલ તમામ પ્રકારની માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત છે. જેની વિસ્તૃત ઊંડાણ પૂર્વક માહિતી માટે યોગ્ય તજજ્ઞની મુલાકાત લેવી.