Site icon takshlifes.com

ચોમાસામાં ગુજરાતમાં જોવાલાયક સ્થળો અને ધોધ| A waterfall worth visiting in monsoons

પ્રસ્તાવના

આપણા ગુજરાતમાં ચોમાસાની ઋતુની શુરુઆત થઈ ગઈ છે. તો આ ચોમાસાની ઋતુમાં ઘણા લોકો (weekend) શનિ – રવિની રજામાં બહાર ફરવા માટે જતા હોય છે. આ મોસમમાં વરસાદમાં પલળવાની અને કુદરતી વાતાવરણ માણવાની મજા જ કંઈક અલગ હોય છે. આ મોસમમાં લોકો વહેતા પાણીના ઝરણા અને ઊંચાઈએથી પડતો ધોધ જોવામાં અને આવા કુદરતી સ્થળોએ ફરવામાં વધુ મજા આવતી હોય છે. તો ચાલો આપણે, આ સ્થળ અને ધોધ વિશે નીચે મુજબ જાણીશું.

ચોમાસા દરમિયાન ફરવા લાયક સ્થળો અને ધોધ

ચોમાસામાં ગુજરાતમાં ઘણાં ફરવાલાયક સ્થળો અને ધોધ છે, જ્યાં તમે વરસાદની ઋતુમાં ફરી શકો છો અને પ્રકૃતિનો આનંદ માણી શકો છો.

1.ડાંગ જિલ્લામાં ગીરાધોધ

ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાના વધઈથી પાંચ કિલોમીટરના અંતરે ગીરાધોધ આવેલો છે. તે સાપુતારા થી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગીરાધોધ એ અંબિકા નદીના કિનારે આવેલો છે. ગીરાધોધ લગભગ 75 ફૂટની ઊંચાઈએથી નીચે નદીમાં પડે છે. આ ગીરાધોધ એ આપણને કુદરતી સૌંદર્ય અને લીલાછમ ઝાડની વચ્ચે જોવા મળે છે. ગીરાધોધ એ ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ છે. આપણા ગુજરાતમાં ડાંગએ એવો જિલ્લો છે, જ્યાં ઘણા બધા મનમોહક ફરવાલાયક સ્થળો છે. તેમાં પણ જ્યારે ચોમાસાની ઋતુમાં ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ડાંગ સ્વર્ગ સમાન લાગે છે.

આ ગીરાધોધ આગળ સવારના સમયે ધુમ્મસ અને મેઘધનુષથી છવાયેલું વાતાવરણ જોવા મળે છે. ગીરાધોધમાં વરસાદી પાણી ઝરણા, નદી, પર્વત છે. ગુજરાતના લોકો સૌથી વધુ પ્રવાસીઓ આ ગીરાધોધ જોવા માટે આવતા હોય છે. વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ જ વધતો હોય છે, માટે લોકોને પાણીમાં નાહવાની અહીંયા ખૂબ જ મજા આવતી હોય છે.

ગીરા નદીના નામ પરથી જ આ ધોધનું નામ “ગીરાધોધ” પડ્યું છે. ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તે ધોધના પાણીને રોકવા માટે ત્યાં ચેકડેમ પણ બનાવવામાં આવ્યો છે. ૩૦ મીટરની ઊંચાઈએથી પડતા આ ગીરાધોધની ગર્જના દૂર દૂર સુધી સંભળાય છે.

ગીરાધોધની મુલાકાત માટે ચોમાસાની ઋતુને સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. તો તમે ચોમાસામાં કોઈપણ સમયે આ ગીરાધોધની સુંદરતાને માણી શકો છો. આ ગીરાધોધની આજુબાજુનો સુંદર એવો કુદરતી નજારો તમારું મન મોહી લે તેવો હોય છે તેને તમે માણી શકો છો. આ ચોમાસાની ઋતુમાં એકવાર જરૂરથી ગીરાધોધની મુલાકાત લેજો.

2.પંચમહાલ જિલ્લામાં હાથણીમાતા ધોધ:

આપણા ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાની બાજુમાં હાથણી માતાનો ધોધ આવેલો જે ખૂબ જ જાણીતો છે. આ ધોધ જાંબુઘોડાથી 16 કિલોમીટર અને ઘોઘંબાથી 18 કિલોમીટર દૂર સરસવા ગામ પાસે હાથણીમાતાનો ધોધ આવેલો છે. આ સિવાય આ ધોધના સ્થળે જવા માટે હાલોલથી પાવાગઢ અને શિવરાજપુર થઈને પણ જવાનો રસ્તો છે. ગોધરાથી જોવા જઈએ તો આ ધોધનું અંતર 56 કિલોમીટર જેટલું છે અને આ ધોધ વડોદરાથી 80 કિલોમીટર જેટલો દૂર છે.

ચોમાસાની ઋતુમાં ભક્તો ભગવાન શિવના દર્શન કરવા અને કુદરતી સૌંદર્ય માણવા માટે આ ધોધની મુલાકાત લેતા હોય છે. આ ધોધની આગળ ખૂબ ઊંચી ટેકરીઓ આવેલી છે, એમાંથી એક ટેકરી પરથી આવતું પાણી આ ટેકરીની ઉભી કરાર પર થઈને ધોધરૂપે નીચે પડતું હોય છે. જે સામે ઊભા રહીને આપણે સૌને ટેકરીના વાંકાચૂકા ખડકો પરથી ઉછળતો અને નીચે પડતો આ ધોધ જોવાની ખૂબ જ મજા આવે છે. ધોધની આજુબાજુ વૃક્ષો અને ગીચ ઝાડીઓ છે. જ્યાં ધોધ પડે છે, ત્યાં એક ગુફા આવેલી છે, તે ગુફામાં હાથણીના આકારનો મોટો પથ્થર દેખાય છે એટલે આ ધોધને “હાથણી માતાનો” ધોધ એવું નામ આપવામાં આવ્યું છે.

અહીં, લોકો આ ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે અને આ જ મંદિરમાં ભગવાન શિવજીનું શિવલિંગ પણ છે. આ હાથણીમાતાના ધોધ એ ગુજરાતનું હિલ સ્ટેશન ગણવામાં છે. પહેલો વરસાદ પડતાં જ આ ધોધ પરનું વહેણ ખૂબ જ સુંદર સ્વરૂપ ધારણ કરી લે છે.

હાથણી માતાનો ધોધ એ ભગવાન શિવના ભક્તોની આસ્થાનું પ્રતિક અને સહેલાણીઓને ફરવાનો ખુબ જ સુંદર નજારો એટલે કે સરસ સ્થળ છે. એકવાર તમે સર્વે મિત્રો આ સ્થળની જરૂરથી મુલાકાત લેજો.

3.નર્મદા જિલ્લામાં ઝરવાણી ધોધ:

આપણા ગુજરાતના નર્મદા જીલ્લામાં ઝરવાણી ધોધ આવેલો છે. આ ઝરવાણી ધોધ જોવા માટે આપણે રાજપીપળાથી લઈને કેવડિયા કોલોનીની બાજુમાં 28 કિલોમીટરના અંતરે જવું પડે છે. અહીંથી થાવડાયા ચેકપોસ્ટ સાત કિલોમીટર દૂર આવેલો છે અને વડોદરા શહેરથી 90 કિલોમીટરના અંતરે આવેલો છે.

કુદરતી સૌંદર્યથી ભરેલો આ ઝરવાણી ધોધ બારેમાસ એટલે કે દરેક ઋતુમાં વહે છે. પરંતુ, ચોમાસામાં ઝરવાણી ધોધ જોવાની મજા જ કંઈક અનેરી હોય છે. ઝરવાણી ધોધ જંગલમાં આવેલો હોવાના કારણે તેની આજુબાજુ ખુબ જ વૃક્ષો, વનસ્પતિઓ અને જંગલો જોવા મળે છે. ઝરવાણી ધોધનું વહેતું પાણી ખૂબ જ સ્વચ્છ હોય છે, ત્યાં નાહવા જવાની ખૂબ જ મજા આવે છે. ઝરવાણી ધોધનું પાણી ખૂબ જ ઉંચાઈએથી પડે છે. આ ઝરવાણી ધોધ યુવાનો માટે ફરવા લાયક ખાસ સ્થળ છે. આ ધોધની બાજુમાં સુરપાણેશ્વર વાઇડલાઇફ અભયારણ્ય આવેલું છે. તે અભ્યારણ્યમાં પ્રાણીઓનું ઘર છે, તેમાં રીંછ, હરણ, ચિતા, વાંદરાઓ અને પક્ષીઓ જોવા મળે છે.

આ ધોધ કુદરતના ખોળે આવેલું એક અદભુત નજારો છે. આખા વર્ષ દરમિયાન તમે ગમે ત્યારે આ ધોધની મુલાકાત લઈ શકો છો. આ ઝરવાણી ધોધ જોવા માટે યુવાનો સૌથી વધારે આવે છે, ત્યાં લોકોને ફોટા અને સેલ્ફી પાડવાની ખૂબ જ મજા આવતી હોય છે. આ ઝરવાણી ધોધ એક ખુબ જ સુંદર જગ્યા છે.જો તમે ઝરવાણી ધોધ જોવા ના ગયા હોય તો એકવાર આ સ્થળની મુલાકાત જરૂરથી લેજો. તમને ખૂબ જ મજા આવશે.

4.નર્મદા જિલ્લામાં નિનાઈ ધોધ

નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં નિનાઈ ધોધ આવેલો છે. આ નિનાઈ ધોધ ડેડીયાપાડાથી આશરે 35 કિલોમીટર અને સુરતથી 143 કિલોમીટર દૂર છે. આ ધોધની ઊંચાઈ 20 ફૂટથી પણ વધુ છે. રમણીય જંગલોની વચ્ચેથી આ નિનાઈ ધોધ પડે છે. ચોમાસામાં આ નિનાઈ ધોધનો નજારો અવિસ્મરણીય લાગે છે. નિનાઈ ધોધ, શૂલપાણેશ્વર, વન્યજીવ અભયારણ્ય આ દરેક સ્થળ ડેડિયાપાડાની સુંદર વન રેન્જમાં આવે છે.

આ નિનાઈ ધોધનું સ્થળ લોકોમાં વધુ જાણીતું ન હોવાથી અહીં, લોકો મુલાકાત માટે ઓછા જોવા મળે છે. આ સ્થળ એ નીચાણવળા વિસ્તારમાં લોકો નાહવાની મજા અહીં માણે છે. આ હજારો લોકો માટેનું આ ફરવાનું સુંદર સ્થળ છે.

5.દહેગામ – ગાંધીનગર જિલ્લામાં ઝાંઝરી ધોધ

ચોમાસામાં ફરવા લાયક ધોધની વાત કરીએ એટલે આપણો ઝાંઝરી ધોધ આપણને યાદ આવે. આ ઝાંઝરી ધોધ અમદાવાદથી 74 કિલોમીટરના અંતરે ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે આવેલો છે. તે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામની બાજુમાં વાત્રક નદીના કિનારે આવેલો છે. બાયડથી આશરે તે 12 કિલોમીટર દૂર છે. ઝાંઝરી ધોધ બારે માસ માટે નથી હોતો પરંતુ, ચોમાસામાં તેનો નજારો જોવો ખૂબ જ નયનરમ્ય હોય છે.

આ ધોધ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ વધી જાય છે. તેથી ત્યાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર પડે છે. પરિવાર અને મિત્રોની સાથે આ સ્થળ પર જવા જેવું છે, ફોટોગ્રાફી માટેનું પણ આ સુંદર સ્થળ છે.

ગાંધીનગર અને અમદાવાદના પ્રવાસીઓ શનિ – રવિની રજાઓમાં અહીં ફરવા માટે આવે છે. લોકો ફોટોગ્રાફી અને સેલ્ફીની મજા અહી માણે છે.

6.સાબરકાંઠા જિલ્લામાં પોલો ફોરેસ્ટ

આપણા ગુજરાતમાં ચોમાસાનું સ્વર્ગ એટલે પોલો ફોરેસ્ટ. જેને ગુજરાતનું મીની કાશ્મીરના નામથી ઓળખવામાં આવે છે. આ પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 156 કિલોમીટર દૂર આવેલું છે. જે પોલો ફોરેસ્ટ 420 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું આ જંગલ અરાવલી પહાડીમાં ઉપસ્થિત છે.પોલો ફોરેસ્ટ એ સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. આ પોલો ફોરેસ્ટને ગુજરાતમાં ખૂબ જ સુંદર ફરવા લાયક પર્યટન સ્થળોમાનું એક માનવામાં આવે છે.

આ પોલો ફોરેસ્ટના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન જ મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર એવો વધારો જોવા મળ્યો છે. તે પોલો ફોરેસ્ટ જંગલ વિસ્તાર હોવાથી લોકોને શાંત અને શાંતિપૂર્ણ એકાંતનો અનુભવ કરાવે છે.

પહેલાના જમાનામાં પ્રાચીન પોલો સીટી એ હરણાવ નદીની આજુબાજુમાં બાંધવામાં આવ્યું હતું. તે પોલો સીટીની સ્થાપના 10મી સદીમાં ઇડરના પરિહાર રાજાઓ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 15મી સદીમાં મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા તે પોલો સીટીને જીતવામાં આવ્યું હતું. તેનું આ નામ મારવાડી શબ્દ “પોલ” પરથી ઉતરી આવ્યું છે. જેનો અર્થ થાય છે “ગેટ”. આ પોલો ફોરેસ્ટ એ જંગલ વિસ્તાર હોવાને કારણે તે ચોમાસામાં લોકોને અહીં ફરવાની ખૂબ જ મજા આવે છે.

7.હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્ય

હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્યએ રાજકોટની નજીક આવેલું છે. તે એક નાનું પરંતુ નોંધપાત્ર એવું વન્યજીવ અભયારણ્ય છે. તે હિંગોળગઢ નેચર ચારે બાજુથી શુષ્ક જમીનથી ઘેરાયેલું છે. આ ગીર ફાઊન્ડેશન સંચાલીત દ્વારા હીંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્ય આવેલું છે. અહીં, આ આસપાસના સુકા વિસ્તારથી તદ્દન જુદો પડતો હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્યનો આ લીલોતરી ધરાવતો ટુકડો એકદમ જ અલગ તરી આવે છે. અહીં સુકા પાનખર વૃક્ષો વાળું આ જંગલ વરસાદના સમય દરમ્યાન હરીયાળીની લીલી ચાદર વડે જાણે ઢંકાઈ જાય છે. 

આ હિંગોળગઢ અભયારણ્યને 1980માં આરક્ષિત વન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતું. જે અભ્યારણ્ય 654 ચોરસ કિલોમીટરના વિસ્તાર સુધીમાં ફેલાયેલું છે. આ ચોમાસાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં લીલુંછમ વાતાવરણમાં લીલોતરી જોવા મળે છે. આ અભયારણ્યનું શૈક્ષણિક અને મનોરંજક મૂલ્ય ઘણું ઊંચું છે. જેથી તે અહીં, આવનાર પ્રવાસીઓ માટે તે એક લોકપ્રિય સ્થળ બની રહે છે.

અહીં, પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. જેનું પ્રબંધન કાર્ય ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી ગીર ફાઊન્ડેશન નામની સંસ્થાને સોંપવામાં આવ્યું હતું.

આ હિંગોળગઢ અભયારણ્યના વિસ્તારમાં ભીમકુઈ નામની એક પ્રસિદ્ધ જગ્યા આવેલી છે. અહીયાં યોજાતી દરેક પ્રકૃતિ શિક્ષણ શિબિરોમાં ભાગ લેવા આવતા શિબિરાર્થીઓ માટે કાયમી તંબુઓનો સમુહ ઉભો કરવામાં આવેલો હોય છે. આ અભયારણ્યમાંથી એક ચોમાસુ ઝરણું પણ વહે છે.

8.સૌરાષ્ટ્રમાં કિલેશ્વર (બરડો હિલ)

સૌરાષ્ટ્રમાં કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અને બરડો હિલના નામથી પણ ઓળખવામાં આવે છે. આ બરડો હિલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના નૈઋત્ય ભાગમાં પોરબંદર જિલ્લામાં આવેલી એક ડુંગરમાળા છે. આ “બરડો હિલ” સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતોમાંનો એક ગણાય છે. બરડો હિલની ડુંગરમાળા કુલ ૪૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. આ બરડો હિલની ટેકરીઓ ગોળ મથાળાં ધરાવે છે.

જો તમે ચોમાસા દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશની મુસાફરી કરી રહ્યા છો. તો આ બરડો હિલ સ્થળની મુલાકાત લેવી જ જોઈએ. ગુજરાતના બરડો ટેકરી એક મનોહર અને ઓછું જાણીતું સ્થળ છે. આ જન્માષ્ટમી દરમિયાન મોટાભાગે આ સ્થળની મુલાકાત લેવા વધુ મુલાકાતીઓ આવે છે.

9.વલસાડમાં પારનેરા

પારનેરા ડુંગર એ વલસાડ શહેરની નજીક આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. પારનેરા ડુંગર એ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ તરીકેનું મહત્વ ધરાવે છે. આ ડુંગર પર આશરે પંદરમી સદીમાં બનાવેલો એક અદ્ભુત કિલ્લો જોવા લાયક છે. જે ચોમાસામાં ગુજરાતમાં ફરવા લાયક સ્થળો પૈકી એક ગણાય છે. પારનેરા ડુંગરનું નામ એ ‘પાર’ નદી પરથી ઉતરી આવેલું છે. આ સ્થળનું નામ પારનેરા એ “એડવેન્ચર પ્રેમી” માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. કારણ કે, અહીં આજુબાજુમાં ઘણા ટ્રેકિંગ પોઈન્ટ પણ આવેલા છે.

આ ઉપરાંત, આ પારનેરા સ્થળ ધાર્મિક યાત્રીઓ માટે પ્રસિદ્ધ યાત્રાધામ પણ છે. આ પારનેરા ટેકરીની ઉંચાઈ અંદાજે 300 મીટર છે. અહીં, ભૂતકાળના અવશેષો ધરાવતી ઘણી બધી જગ્યાઓ પણ આવેલી છે. આ પારનેરાનો નજારો તેમને ચોમાસા દરમિયાન ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.

10.મહેસાણામાં તારંગા જૈન મંદિર

મહેસાણા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ છે. જે તારંગા જૈન મંદિર લાખો જૈન સંપ્રદાયના લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. આ ઉપરાંત, તે પિકનિકના સ્થળ તરીકે પણ વિખ્યાત પામેલ છે. મહેસાણા જિલ્લાના એક શિખર પર તારંગા જૈન મંદિર આવેલું છે. આ તારંગા જૈન મંદિરએ એક એવું સ્થળ છે, જે “એડવેન્ચર પ્રેમી” ઓને ટ્રેકિંગનો અનુભવ કરાવે છે.
આ તારંગા મંદિર જૈનો માટે મહત્વનું તીર્થસ્થાન છે. તારંગા ટેકરી પર એક પ્રાચીન કિલ્લો અને એક ગુફા પણ આવેલા છે. જેને “જોગીદાની ગુફા” કહેવામાં આવે છે. અહીં, લોકોને એક જ સાથે ટ્રેકિંગ, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ જોવા મળે છે. કુદરતી મનોરમ્ય અને પહાડી વિસ્તારમાં આવેલ આ સ્થળે શ્વેતામ્બર અને દિગંબર બંને પંથ છે. આ બંને પંથના આરાઘ્યદેવ અજિતનાથ અને આદિશ્વરની બંનેની પ્રતિમાઓની સ્થાપના અહીં કરવામાં આવેલી છે.

11.વિલ્સન હિલ્સ

ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની નજીક આવેલ વિલ્સન હિલ્સ આવેલી છે. આ વિલ્સન હિલ્સની નજીક રહેતા વ્યક્તિ માટે આનંદ માણવાનું આ સુંદર સ્થળ છે.વિલ્સન હિલ્સએ અંદાજે 2500 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. આ એક ભવ્ય સ્થળ છે. જે વરસાદ ઋતુમાં તમને ખૂબ જ આનંદનો એહસાસ કરાવે છે.
પંગરબારી વન્યજીવન અભયારણ્ય પણ ત્યાં આવેલું છે. આ લીલાછમ વન વિસ્તારથી આચ્છાદિત હિલ સ્ટેશન તેની ટોચ પરથી વિશાળ સમુદ્રનો અદ્ભુત નજારો તમને જોવા મળે છે. વિલ્સન હિલ્સ વિશ્વની અમુક ટેકરીઓમાંની એક ગણાય છે. જ્યાંથી તમને સમુદ્ર જોવા મળે છે. ચોમાસામાં ગુજરાતમાં ફરવા માટે “વિલ્સન હિલ્સ” શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક ગણાય છે.

વારંવાર પુછાતા પ્રશ્નો

(1) વિલ્સન હિલ્સ ક્યાં આવેલું છે?

વિલ્સન હિલ્સ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા પાસે આવેલું છે.

(2) હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્ય કયાં આવેલું છે?

હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્ય રાજકોટની નજીક આવેલું છે.

(3) પોલો ફોરેસ્ટ ક્યાં આવેલું છે?

પોલો ફોરેસ્ટ સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે.

(4) કિલેશ્વર (બરડો હિલ) ક્યાં આવેલું છે?

કિલેશ્વર (બરડો હિલ) સૌરાષ્ટ્રમાં આવેલું છે.

(5) ઝાંઝરી ધોધ ક્યાં આવેલો છે?

ઝાંઝરી ધોધ દહેગામ – ગાંધીનગર જિલ્લામાં આવેલો છે.

Exit mobile version