Akshaya Tritiya 2024
આપણા હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખુબ અનોખું મહત્વ હોય છે. આપણી પૌરાણિક માન્યતા છે કે આ અક્ષય તૃતીયના દિવસે આપણે સૌ સોંનુ ખરીદવાથી લઈને લગ્ન, સગાઈ અથવા કોઈ પણ શુભ કાર્ય કરવું ખુબ શુભ માનવામાં આવતું હોય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ અક્ષય તૃતીયના દિવસે જે લોકો સોંના-ચાંદી અથવા લગ્ન સબંધિત કોઈ પણ શુભ કાર્ય કરે છે તો તે લોકો પર માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે. આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર, ‘અક્ષય તૃતીયા’ ને “અખાત્રીજ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
અખાત્રીજ 2024
આપણા ભારત દેશમાં હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ જોવા મળે છે, ‘ અખાત્રીજ ‘ ને “અક્ષય તૃતિયા” પણ કહેવાય છે. આ અખાત્રીજનો તહેવાર આપણા ભારત દેશમાં દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ અખાત્રીજનો દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે એટલે કે તમે કોઈ પણ મુહૂર્ત જોયા વગર આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો. આ અખાત્રીજના દિવસે સોના, ચાંદી અને કોઈ પણ નવી વસ્તુ ખરીદવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આ વર્ષે અખાત્રીજ ક્યારે ઉજવવામાં આવશે? તો આવો જાણીએ શુભ મુહૂર્ત અને તારીખ.
અખાત્રીજ ક્યારે છે?
આપણા વૈદિક કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ આ વર્ષે 2024માં 10 મેના રોજ છે.
અક્ષય તૃતીયાની શુભ શરૂઆત
અક્ષય તૃતીયા તિથિનો પ્રારંભ | 10 મે, 2024 સવારે 04:17 વાગ્યે |
અક્ષય તૃતીયા તિથિ સમાપ્ત | 11 મે, 2024 ના રોજ સવારે 02:50 વાગ્યે |
અક્ષય તૃતીયા પૂજા મુહૂર્ત | 05:49 AM થી 12:23 PM |
અવધિ | 06 કલાક 35 મિનિટ |
અખાત્રીજની તારીખ 2024
આપણા વૈદિક પંચાગ અનુસાર અખાત્રીજ 10 મેના રોજ શુક્રવારે સવારે 4.17 વાગ્યે શરૂ થશે અને તે 11 મેના રોજ સવારે 2.50 વાગ્યે સમાપ્ત થશે. તેથી આ વર્ષે અખાત્રીજ 10 મેના રોજ ઉજવવામાં આવશે. આ જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે આ અખાત્રીજના દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે.
અખાત્રીજનું શુભ મુહૂર્ત 2024
વૈદિક પંચાંગ અનુસાર, અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ આ વર્ષે 10મી મેના રોજ સવારે 4.17 કલાકે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 11મી મેના રોજ સવારે 2.50 કલાકે સમાપ્ત થશે. આ અખાત્રીજની પૂજાનો શુભ મુહૂર્ત સવારે 5:33 થી બપોરે 12:18 સુધીનો રહેશે. આ શુભ મુહૂર્ત દરમિયાન તમે સૌ શુભ કાર્ય કરી શકો છો. તેમજ સોંંનુ અને ચાંદી પણ ખરીદી શકો છો.
અખાત્રીજનું શુભ મુહૂર્ત (સમય) 10 મેના રોજ સવારે 5.49 વાગ્યાથી શરૂ થશે અને જે બપોરે 12.23 વાગ્યા સુધી રહેશે. અહીં, માન્યતા અનુસાર માનવામાં આવે છે કે અખાત્રીજના શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવેલા કોઈપણ શુભ પ્રસંગ, લગ્ન પ્રસંગ કે દરેક કરવામાં આવતા શુભ કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે. આ સાથે જ અખાત્રીજના દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે, જે સમયે આ રવિ યોગના શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી તમને બમણું ફળ મળે છે.
Read more
અખાત્રીજનો શુભ સંયોગ
અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે સોંનુ અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જ્યોતિષના મત અનુસાર અક્ષય તૃતીયાના દિવસે શુભ અને મંગલકારી સુકર્માનો યોગ બની રહ્યો છે. અહીં અખાત્રીજના દિવસે સુકર્મા યોગ ઉપરાંત, અનેક શુભ યોગો પણ રચાઈ રહ્યા છે. હવે, તમને જ્યોતિષના મત અનુસાર જણાવી દઈએ કે સુકર્મા યોગ અખાત્રીજના દિવસે બપોરે 12.08 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 11 મેના રોજ સવારે 10.03 વાગ્યે સમાપ્ત થશે.
આ અખાત્રીજના દિવસે રવિ યોગ અને સુકર્મા યોગનો શુભ સંયોગ થશે. આ સુકર્મા યોગના શુભ સમયે તમારા સૌના માટે સોંનુ ખરીદવું ખૂબ જ શુભ રહેશે. આ જ્યોતિષાચાર્ય મુજબ તમને જણાવી દઈએ કે આ દિવસે રોહિણી અને મૃગાશિરા નક્ષત્રનો સંયોગ પણ થશે. આ ઉપરાંત, તૈતિલ અને કરણનું સંયોજન હશે. અહીં, ગર કરણની પણ શક્યતા રહેશે. એટલે કે એકંદરે આ વર્ષની અક્ષય તૃતીયા સોનાની ખરીદી માટે ખૂબ જ શુભ રહેશે.
ગુજરાતમાં અક્ષય તૃતીયા કયા નામે પ્રસિદ્ધ છે?
આપણા ગુજરાતમાં ‘અક્ષય તૃતીયા’ ને “અખાત્રીજ” ના નામે ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયા ગુજરાતમાં “અખાત્રીજ” ના નામે પ્રસિદ્ધ છે. તો છત્તીસગઝમાં ‘ અખાત્રીજ ‘ “અક્તી” નામે ઓળખાય છે. આ અખાત્રીજના દિવસે સૂર્ય અને ચંદ્ર પોતાની ઉચ્ચ સ્થિતિમાં હોય છે. તેથી જ અક્ષય તૃતીયાને “અબુઝ મુહૂર્ત” કહેવામાં આવે છે. ‘અક્ષય તિથિ’ એટલે કે એવી તિથિ જેનો ક્યારેય ક્ષય થતો નથી.
24 વર્ષ પછી આ અખાત્રીજે લગ્ન નહી થાય?
અક્ષય તૃતીયાને આપણા હિન્દુ ધર્મમાં “અબુઝ મુહૂર્ત” તરીકે માનવામાં આવે છે. તેમજ અખાત્રીજના દિવસે પંચાંગ જોયા વગર કોઈપણ શુભ કાર્યો કરી શકાય છે. આવો સંયોગ, આ વખતે લગભગ 24 વર્ષ પછી બની રહ્યો છે, જ્યારે આ વર્ષે મે અને જૂનમાં લગ્નનું એક પણ શુભ મુહૂર્ત કે દિવસ શુભ રહેશે નહીં. તેનું મુખ્ય કારણ આ બંને મહિનામાં ગુરુ-શુક્રની સારી સ્થિતિ ન હોવાનું કહેવાય છે. શુક્ર ગ્રહની સ્થિતિ જુલાઈ મહિનામાં શુભ બનશે ત્યારે ફરીથી લગ્નોની શરૂઆત થશે.
આ પહેલાં પણ વર્ષ 2000ની સાલમાં આવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પણ મે અને જૂન મહિનામાં લગ્નના શુભ મુહૂર્ત ન હતા. આ વખતે પણ 2024ની સાલમાં મે અને જૂન મહિનામાં એક પણ દિવસ લગ્ન કરવા માટે શુભ નથી. હવે, અક્ષય તૃતીયાને મહામુહૂર્ત માનીને, શુભ અનુષ્ઠાન કરવામાં આવશે.
અક્ષત તૃતીયાને “અબુઝ મુહૂર્ત” કહેવામાં આવે છે, આ અખાત્રીજના દિવસે મુહૂર્ત વિના પણ લગ્ન નક્કી કરવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતીયાના દિવસે ગુરુ અને શુક્ર શુભ સ્થિતિમાં ન હોવાને કારણે લગ્ન વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવશે નહીં. લગ્નના મુહૂર્ત અને શુભ સમય માટે જુલાઈ મહિના સુધી રાહ જોવી પડશે. કોઈપણ લગ્નના મુહૂર્ત માટે ગુરુ અને શુક્રના નક્ષત્રોની સ્થિતિ સારી હોવી ખૂબ જરૂરી છે. દર વર્ષે અક્ષય તૃતીયાને “અબુઝ મુહૂર્ત” માનવામાં આવતું હોવાથી આ અખાત્રીજના દિવસે યુવક-યુવતીઓના લગ્ન કોઈપણ મુહૂર્ત વિના પણ કરવામાં આવે છે. તેમના નવા જીવનની શુરુઆત કરવામાં આવે છે. પરંતુ, આ માટે ગુરુ અને શુક્ર બે ગ્રહો ઉદિત હોવા જરૂરી છે.
અખાત્રીજનું મહત્વ
અખાત્રીજ પર માં દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રો અનુસાર આ અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. આ અખાત્રીજના દિવસે કૃષ્ણજીએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું. જે અક્ષય પાત્રમાં ભોજન ક્યારેય પણ સમાપ્ત થતું ન હતું. આ અખાત્રીજના દિવસે દાન પુણ્ય કરવાથી અક્ષય પૂણ્યની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ આપણા શાસ્ત્રોમાં આ અખાત્રીજના દિવસને સદાબહાર મુહૂર્ત કહેવામાં આવ્યું છે. એટલે કે આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, વાહન ખરીદી, સગાઈ કે અન્ય કોઈપણ શુભ કાર્ય વગર મુહૂર્ત જોયે કરી શકાય છે. આ અખાત્રીજના દિવસે એકાક્ષી નારિયેળ, દક્ષિણાવર્તી શંખ અને પારદ શિવલિંગ ખરીદીને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
અક્ષય તૃતીયાના દિવસે અબુજા મુહૂર્ત હોય છે. આ અખાત્રીજના પવિત્ર દિવસે કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરી શકાય છે.
આ અખાત્રીજના શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમને વિશેષ બમણું ફળ મળે છે.
આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે થયો હતો.
અક્ષય તૃતીયાના દિવસે આપણા પિતૃઓથી સંબંધિત કોઈપણ કામ કરવામાં આવે તો પણ એ શુભ માનવામાં આવે છે.
આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર આ અખાત્રીજના દિવસે દાન-પુણ્ય કરવાનું પણ ખૂબ મહત્વ છે.
અક્ષય તૃતીયાના શુભ દિવસે આપણા પૂર્વજો દ્વારા સોનું ખરીદવાની પરંપરા પણ છે. એવું માનવામાં આવે છે કે આ અખાત્રીજના દિવસે સોનું ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે.
અખાત્રીજની પૂજા વિધિ
આ અખાત્રીજના શુભ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. ત્યારબાદ સ્નાન કર્યા પછી સ્વચ્છ સુંદર કપડાં પહેરવા. આ પછી આપણા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો અને આપણા કુળદેવી- દેવતાઓનું ધ્યાન ધરવું. આ દેવી-દેવતાઓને તેમની મૂર્તિઓને ગંગા જળથી અભિષેક કરવો. આ એક અખાત્રીજના શુભ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ત્યાર બાદ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસાદ અવશ્ય ચઢાવવો. આપણે સૌ એ ધ્યાનમાં રાખવું કે ભગવાનને ફક્ત સદ્ગુણી વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે. હવે, ભગવાનની આરતી કરવી અને આ અખાત્રીજના દિવસે બને એટલું અથવા તો શક્ય હોય એટલું ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ.
અખાત્રીજ પર પવિત્ર સ્નાનની પરંપરા
આપણા ધાર્મિક શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને “અબુઝ મુહૂર્ત” કહેવાયું છે તેથી આ અખાત્રીજના દિવસે માતા અન્નપૂર્ણા અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ અખાત્રીજના દિવસે સવારે ગંગા, યમુના, ગોદાવરી વગેરે પવિત્ર નદીઓમાં પવિત્ર સ્નાન કરવાની પરંપરા છે.
ખેતીમાં સારી ઉપજ થવાની કામના
અખાત્રીજના દિવસે પૂજા કર્યા બાદ સવારે ઠાકુર દેવ અને શીતળા માતાને ધાન, અનાજ અથવા તો અન્ય કોઈ પાત્રમાં ડાંગર અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પૂજા અખાત્રીજના દિવસે કરવાથી ઠાકુર દેવતા પાસેથી સારા પાકની ઈચ્છા પૂર્ણ થાય છે.
Read more
Disclemer: અહીં આપેલ આ અખાત્રીજ વિશેની માહિતી સામાન્ય રીતે આપવામાં આવેલ છે. તેનો મુખ્ય હેતુ વાચકોની રુચિ વધારવાનો છે. કોઈપણ માહિતી કે ધારણા પર અમલ કરતા પહેલા એ સબંધિત નિષ્ણાત વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.