ઈંડા
ઈંડા એ એક સુપરફૂડ છે. ઈંડામાં રહેલા પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન એ, બી ભરપૂર માત્રામાં હોય છે. ઈંડા ખાવાથી આપણા માનવ શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.
ઈંડામાં રહેલા ગુણધર્મોને કારણે તેને કુદરતી રીતે મલ્ટી વિટામિન માનવામાં આવે છે. ઈંડા એ વિટામીન Aનો ખજાનો છે. ઈંડામાં બધા જ 9 જરૂરી એમિનો એસિડ જોવા મળે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઈંડામાં ઘણા બધા વિટામિન્સ, ફોસ્ફરસ, સેલેનિયમ, કેલ્શિયમ, ઝિંક, હેલ્ધી ફેટ સહિત ઘણા જરૂરી પોષકતત્વો જોવા મળે છે. ઈંડા સંપૂર્ણ ખોરાક તરીકે ઓળખાય છે. ઈંડામાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું છે, જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ઈંડા એટલે શું?
ઈંડા એ તેના નામ મુજબ જોવા જઈએ તો અંડાકાર ના જોવા મળે છે. જેમાં રક્ષણાત્મક, અંડાકાર ઈંડાનું શેલ, ઈંડાનો સફેદ ભાગ, ઈંડાની જરદી અને વિવિધ પાતળા પટલનો સમાવેશ થાય છે. આ ઈંડાનો દરેક ભાગ ખાદ્ય છે, ઈંડાને પ્રોટીન અને કોલિનનો સ્ત્રોત માનવામાં આવે છે. ખોરાક માટે વપરાતા ઈંડા સર્વતોમુખી ઘટકોમાનું એક છે.
ઈંડા ખાવાથી શું ફાયદો થાય?
ઈંડામાં ઘણાં બધા વિટામિન્સ હોય છે, ઈંડામાં વિટામિન ડી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ઈંડા ખાવાથી જે લોકોને વિટામિન D અને વિટામિન B12 ની ઉણપ હોય તે દૂર થાય છે. વિટામિન ડી શરીરના હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે, ઈંડાનું સેવન શરીરમાં થતા હાડકાના દુખાવામાં રાહત આપે છે.
ઈંડાના અલગ અલગ ભાગ
1. | ઈંડા |
2. | બાફેલા ઈંડા |
3. | ઈંડાનો સફેદ ભાગ |
4. | ઈંડાનો પીળો ભાગ |
5. | તળેલા ઈંડા |
6. | સખ્ત બાફેલા ઈંડા |
7. | સીઝવેલા ઈંડા |
8. | હલકા બાફેલા ઈંડા |
ઈંડાની બનાવટ
આપણા ભારતીય લોકો ઈંડાની બનાવટમાં ઈંડાનો ઉપયોગ કરીને ઈંડા ભુરજી, ઈંડા પુલાવ, ઈંડા બિરયાની, ઈંડાનો આમલેટ, ઈંડાના પરાઠા, ઈંડા રોલ, ઈંડાની કેક, ઈંડા કળી વગેરે જેવી વાનગીઓ બનાવતા હોય છે.
Benefites of eating Eggs
આપણા સૌના ખોરાકમાં અમુક નિષ્ણાતો દ્વારા ઘણીવાર ઈંડા ખાવાનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને સવારના નાસ્તામાં ઈંડા ખાવાનું કહેવામાં આવ્યું છે. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. ઈંડામાં વિટામિન ડી પણ સારી માત્રામાં હોય છે. જો સવારના નાસ્તામાં ઈંડા ખાવામાં આવે તો દિવસભર શરીર ઉર્જાવાન બની રહે છે. આ રીતે ઈંડાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, એટલું જ નહીં પણ શરીરના વજનમાં પણ ઘટાડો થાય છે. બાફેલા ઈંડા સવારના નાસ્તામાં ખાઈ શકાય, ઈંડામાંથી ભુજિયા કે ઓમેલેટ જેવી બીજી પણ ઘણી વસ્તુ બનાવી શકાય છે. જેમ કે, ઈંડાની સેન્ડવીચ પણ આપણા માટે એક હેલ્ધી ઓપ્શન છે. અહીં ઈંડાને સવારના નાસ્તામાં ભાગ બનાવવાથી શરીર પર તેની શું અસર થાય છે અને સ્વાસ્થ્યને શું ફાયદો થાય છે, તે વિશે વિગતે જાણીશું.
વ્યક્તિને વારંવાર ભૂખ ન લાગવી
ઈંડામાં ઉચ્ચ પ્રોટીનનો સારો એવો સ્ત્રોત હોય છે, જેના કારણે ઈંડાને ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ ઈંડામાં ઘણા પ્રમાણમાં એમિનો એસિડ પણ હોય છે, જે શરીર પોતે ઉત્પન્ન કરી શકતું નથી. આવી સ્થિતિમાં, જો સવારના નાસ્તામાં જે લોકો ઈંડા ખાતા હોય, તો એ લોકોને વારંવાર ભૂખ લાગતી નથી. તે લોકોનું ઈંડા ખાવાથી સમય અનુસાર ખોરાક ઓછો થાય છે અને તેમનું વજન ઘટવાની અસર શરીરમાં દેખાવા લાગે છે.
માથામાં તંદુરસ્ત વાળ બને
જો તમારા માથામાં વાળને આંતરિક રીતે પોષણ મળે તો માથામાં વાળનું સ્વાસ્થ્ય બાહ્ય રીતે પણ ખૂબ સારું રહે છે. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા તત્વો હોય છે. ઈંડામાં રહેલા વિટામિન્સ અને ખનિજો, જેમ કે બાયોટિન અને સેલેનિયમ, તંદુરસ્ત ત્વચા, વાળ અને નખમાં ફાળો આપી શકે છે. આ સ્થિતિમાં, ઈંડાનું સેવન માથામાં વાળ માટે સારું સાબિત થાય છે અને તે વાળની રચનાને સુધારવામાં પણ અસરકારક છે.
આંખોની દૃષ્ટિ વધે
ઈંડામાં લ્યુટીન અને ઝેક્સાન્થિન હોય છે. જે વ્યક્તિની વધતી ઉંમરને કારણે નબળી પડી ગયેલી આંખોની દૃષ્ટિ વધારવામાં મદદ કરે છે. ગાજરની જેમ ઈંડા પણ આંખો માટે ખૂબ ફાયદાકારક ખોરાક છે. જે વય-સંબંધિત મેક્યુલર ડિજનરેશન અને મોતિયાના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
Read more
શરીરના હાડકાં મજબૂત બને
ઈંડા વિટામિન ડીથી ભરપૂર હોવાને કારણે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયા છે. વિટામિન ડી એ કેલ્શિયમ અને ફોસ્ફરસને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે. આ સિવાય વિટામિન ડી એ મુખ્ય રીતે સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામિન છે અને ઘણા લોકો ખાસ કરીને શિયાળામાં વિટામિન ડીની ઉણપથી પીડાતા હોય છે. આ સ્થિતિમાં ઈંડાને ખોરાકનો ભાગ બનાવીને શરીરમાં વિટામિન ડીની ઉણપને પૂરી કરી શકાય છે. તેમજ શરીરમાં પૂરતા વિટામિનથી શરીરના હાડકાં મજબૂત થાય છે. ઈંડા વિટામિન ડી પ્રદાન કરે છે, જે કેલ્શિયમ શોષણ અને હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.
ઈંડા બ્રાઉન કે વ્હાઈટ કયા સારા છે?
ઈંડા બે પ્રકારના હોય છે: બ્રાઉન અને વ્હાઈટ. આ બંને પ્રકારના ઈંડા પર ઘણાં રિસર્ચ થઈ ચૂક્યા છે. જેમાં, આ બંને પ્રકારના ઈંડામાં કોઈ ખાસ અંતર ખબર પડી નથી. બંને પ્રકારના ઈંડાના ફાયદા, ક્વોલિટી, આકાર ઘણી હદ સુધી એક સરખાં રહ્યા છે. ઈંડાના બંને પ્રકારોમાંથી પોષણ પણ લગભગ સમાન જ મળતું હોય છે. પરંતુ, બ્રાઉન પ્રકારના ઈંડામાં ઓમેગા-3 ફેટી એસિડ થોડું વધારે પ્રમાણમાં હોય છે અને બ્રાઉન પ્રકારના ઈંડાની તાસીર પણ વ્હાઈટ પ્રકારના ઈંડા કરતાં વધુ ગરમ હોય છે.
બ્રાઉન કે વ્હાઈટ ઈંડામાં શું ફરક છે?
ઈંડા બે પ્રકારના હોય છે: દેશી અને પોલ્ટ્રી. ‘દેશી ઈંડા’ બ્રાઉન રંગના હોય છે. જ્યારે ‘પોલ્ટ્રી ઈંડા’ સફેદ રંગના હોય છે. બ્રાઉન ઈંડા, વ્હાઈટ ઈંડા કરતાં વધુ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. આ જ કારણથી લોકો વધુ બ્રાઉન ઈંડા ખાવાનું વધુ પસંદ કરે છે. બ્રાઉન ઈંડામાં પ્રોટીન, કોલેસ્ટ્રોલ અને કેલરીની માત્રા પણ વધુ હોય છે. આ જ કારણથી દેશી ઈંડા કિંમતમાં પણ થોડાં વધુ મોંઘા હોય છે. બધાં ઈંડામાં લગભગ સમાન વિટામિન, મિનરલ, પ્રોટીન અને કેલરી હોય છે. ઈંડાના રંગથી તેના પૌષ્ટિક તત્વો પર કોઈ અસર થતી નથી.
ઈંડા કેટલા ખાવા જોઈએ?
મોટાભાગનાં ડૉક્ટરો દરેક માણસને ભોજનમાં ઈંડાને સામેલ કરવાની સલાહ આપતા હોય છે. કારણ કે, ઈંડામાં પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.
ઈંડામાં વિટામીન એ,ડી,બી અને બી12 સિવાય લૂટિન અને ઝેક્સાન્થિન જેવાં પોષકતત્વ ભરપૂર હોય છે. આ તત્વ આંખોની દૃષ્ટિ માટે ખૂબ ફાયદાકારક હોય છે. એક દિવસમાં નાસ્તામાં એક કે બે ઈંડા ખાઈ શકાય છે.
ઈંડા કઈ રીતે અને ક્યારે ખાવા જોઈએ?
દરરોજ બે બાફેલાં ઈંડા સવારના નાસ્તામાં ખાવાથી તમે શરીરને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે. સવારે નાસ્તામાં ઈંડા ખાવાથી શરીરને સૌથી વધુ ફાયદા મળે છે. આ સિવાય જે લોકો જિમ જાય છે અને શરીરની મજબૂતાઇ બનાવવા માગે છે તેમણે દૂધમાં કાચું ઈંડુ મિક્સ કરીને પીવું જોઈએ. આ ઈંડાનો પીળો ભાગ પણ તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
ઈંડામાં ઘણાં પ્રકારના વિટામિન હોય છે, ઈંડામાં વિટામિન ડી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ઈંડા ખાવાથી વિટામિન D અને વિટામિન B12 ની ઉણપ પણ દૂર થાય છે. વિટામિન ડી એ આપણા શરીરના હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે. ઈંડાનું સેવન તમારા શરીરમાં હાડકાના દુખાવામાં રાહત આપે છે.
ઈંડા પોષક તત્ત્વોથી ભરપૂર
ઈંડામાં ઉચ્ચ-ગુણવત્તાવાળા પ્રોટીન, વિટામિન્સ અને ખનિજો સહિત આવશ્યક પોષક તત્વો હોય છે. તેઓ વિટામિન B12, B6, રિબોફ્લેવિન અને પેન્ટોથેનિક એસિડ તેમજ આયર્ન, ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા ખનિજોનો ઉત્તમ સ્ત્રોત છે.
ઈંડા એ સંપૂર્ણ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, ઈંડામાં સ્નાયુઓના વિકાસ અને સમારકામ સહિત વિવિધ કાર્યો માટે શરીરને જરૂરી તમામ આવશ્યક એમિનો એસિડ હોય છે.
ઈંડામાં કોલિન ભરપૂર માત્રામાં હોય છે, જે એક આવશ્યક પોષક તત્વ છે. જે મગજના સ્વાસ્થ્ય, ચયાપચય અને યકૃતના કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ઈંડા ખાવાના ફાયદા
ઈંડા એ અત્યંત પૌષ્ટિક ખોરાક છે, અને જ્યારે સંતુલિત આહારના ભાગ રૂપે તેનું સેવન કરવામાં આવે છે ત્યારે તે સ્વાસ્થ્ય લાભોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. આવો જાણીએ ઈંડા ખાવાના કેટલાક મુખ્ય ફાયદાઓ
શરીરમાં ઈમ્યૂનિટી વધારે
દરરોજના ડાયટ પ્લાન જે લોકો કરતાં હોય છે એ લોકોએ ખોરાકમાં ઈંડા સામેલ કરવાથી શરીરની ઈમ્યૂનિટી વધે છે. આ સાથે જ ઈન્ફેક્શન, શરદી, ખાંસી જેવી સમસ્યાઓ સામે પણ શરીરને રક્ષણ મળે છે.
આંખો અને મગજ માટે ફાયદાકારક
ઈંડામાં કોલિન નામનું પોષક તત્વ હોય છે. જે તમારા મગજની સમજણ શક્તિ વધારે છે, એ સાથે જ ઈંડામાં રહેલું કેરોટીનોઈડ્સ આંખોની રોશની વધારવામાં પણ ખૂબ મદદ કરે છે.
શરીરને એનિમિયાથી છૂટકારો
એનિમિયાના દર્દીઓ માટે ઈંડાનું સેવન બહુ જ ફાયદાકારક હોય છે. ઈંડામાંથી ભરપૂર પ્રમાણમાં વિટામિન બી મળે છે. ઈંડા ખાવાથી શરીરમાં લોહીની કમીની સમસ્યા દૂર થાય છે.
શરીરનું વજન કંટ્રોલ કરે
દરરોજ સવારે નાસ્તામાં ઈંડા ખાવાથી તમારું પેટ આખો દિવસ ભરેલું રહે છે. આ કારણે તમે વધારે ખોરાક ખાવાથી બચી શકાય છે. ઈંડામાં રહેલાં પોષક તત્વો વજન ઓછું કરવામાં મદદ કરે છે.
Read more
હૃદય માટે બેસ્ટ
દરરોજ બે ઈંડા ખાવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સારો કોલેસ્ટ્રોલ શરીરમાં વધવા લાગે છે. ઈંડા ખાવાથી હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
બ્રેસ્ટ કેન્સર
ઈંડામાં રહેલું ફોલિક એસિડ અને વિટામિન બી12 મહિલાઓને બ્રેસ્ટ કેન્સરથી બચાવવામાં પણ ખૂબ મદદ કરે છે. જેથી દરેક મહિલાઓએ પણ રોજ ઈંડા ખાવા જોઈએ.
બાફેલા ઈંડા ખાવાના ફાયદા
દરેક વ્યક્તિ માટે દરરોજ બાફેલા બે ઈંડાનું સેવન શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
હવે, બાફેલું ઈંડું એવા લોકોએ ખાવું જોઈએ, કે જેમને માનસિક તણાવ વધુ હોય છે. આ વધારે પડતો માનસિક તણાવ તમારા શરીરમાં હાઈ બ્લડ પ્રેશરનું કારણ પણ બની શકે છે. આ બાફેલા ઈંડા દરરોજ ખાવાથી માનસિક તણાવની સાથે હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં કરી શકાય છે.
જો તમને શરીરમાં વારંવાર થતા સોજાની સમસ્યા હોય તો તમે બાફેલા ઈંડાનું સેવન કરી શકો છો. ડાયાબિટીસ, હૃદયરોગ, ચેપ, માસ-પેશીઓની ઈજા વગેરે રોગોને કારણે શરીરમાં બળતરા થઈ શકે છે. ઈંડામાં રહેલું એક ખાસ પ્રકારનું વિટામિન A સંયોજન લ્યુટીન છે. જે શરીરને ખૂબ જ અસરકારક બળતરા વિરોધી તત્વ છે, જે શરીરમાં થતા બળતરાને દૂર કરી શકે છે.
જો તમારા ચહેરા ઘણા બધા ખીલ છે, તો પછી તમે બાફેલા ઈંડા દરરોજ સવારે નાસ્તામાં ખાવાનું રાખો. ઈંડામાં રહેલો પીળો ભાગ એટલે કે જરદી ભાગ તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તમારા ચહેરા પર થતા ખીલ અટકાવે છે. ઈંડાની જરદીમાં ખીલ વિરોધી તત્ત્વો હોય છે, જે તમારા ચહેરા પર ખીલ પેદા કરતા બેક્ટેરિયાને હમેશાં માટે ખતમ કરે છે.
શું બાફેલા ઈંડા ખાવાથી વજન ઘટે છે?
જો તમારે તમારા શરીરનું વજન ઓછું કરવું હોય તો બાફેલા ઈંડાને તમારા ડાયટ પ્લાનમાં સામેલ કરો. જ્યારે તમે દરરોજ સવારે બે બાફેલા ઈંડા ખાશો, તો તમને લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે અને શરીરને સંપૂર્ણતાનો અહેસાસ થાય છે. આ બાફેલા ઈંડાનું સેવન તમને અતિશય વધારે પડતા ખોરાક ખાવાથી બચાવે છે. બાફેલા ઈંડામાં પ્રોટીનની માત્રા સૌથી વધુ પ્રમાણમાં હોય છે. ઈંડામાં રહેલું પ્રોટીન તેના સેવનથી તમારા શરીરની ભૂખને પણ નિયંત્રિત કરે છે. એક સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે, ઈંડા ખાવાથી શરીરનું વજન ઘટે છે. ઈંડા ખાવાથી વજન તો ઘટે જ છે, પરંતુ તે સાથે ઈંડા ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે.
Read more
Disclaimer : આ અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં તેમજ વધુ માહિતી માટે એક્સપર્ટ તબીબની સલાહ લેવી આવશ્યક છે.
1 thought on “ઈંડા ખાવાના ફાયદા | Benefits of eating Eggs”