ડુંગળી ખાવાના ફાયદા | Benefits of Eating Onion

ડુંગળી

આપણા દરેકના ઘરના રસોડામાં ડુંગળી મળી આવે છે. ડુંગળીની આપણે સૌ અલગ અલગ પ્રકારની વાનગી બનાવીએ છીએ. તેમજ દરેક શાકમાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. ડુંગળી બે પ્રકારની હોય છે: 1. સૂકી ડુંગળી અને 2. લીલી ડુંગળી. જો આ બંને ડુંગળીને તમે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ખાવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આપણે સૌ રોજ જમતી વખતે કાચી ડુંગળીને કચુંબર તરીકે ખાઈએ છે તેના પણ ઘણા ફાયદા છે. ડુંગળી એક ઔષધિ તરીકેનું કામ કરે છે.

Table of Contents

ડુંગળીને એક પ્રકારની ઉગ્ર વાસવાળું શાકભાજી કંદમૂળ છે. ડુંગળીને આકારમાં જોઈએ તો તે ઉપરાઉપરી વીંટાયેલાં એક કોમળ પડની ગાંથ જેવું એક પ્રકારની શાકભાજી કંદમૂળ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ડુંગળીની વધારે પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. ડુંગળીનો શાકમાં, ભજીયામાં, સંભારમાં તેમજ દરેક પ્રકારની વાનગી બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. 

ડુંગળી ખાવાથી શું ફાયદો થાય?

ડુંગળી એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન સીથી ભરપૂર હોય છે. લીલી ડુંગળીનું રોજ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને બ્લડ ક્લોટિંગ નિયંત્રણમાં રહે છે. ડુંગળીમાં રહેલા વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. લીલી ડુંગળી ખાવાથી કોલેજન વધે છે. લીલી ડુંગળી ખાવાથી ત્વચાની ચમક, ત્વચામાં નિખાર આવે છે. જ્યારે લાલ ડુંગળીમાં સલ્ફર ભરપૂર માત્રામાં હોય છે, લાલ ડુંગળી ખાવાથી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. વાળ મજબૂત થાય અને ખરતા અટકે છે.

ડુંગળીનું વૈજ્ઞાનિક નામ Alliumcepa છે.

ડુંગળીમાં ક્યો એસિડ હોય છે?

ડુંગળીની તીખાશ એમાં રહેલ અલીલ પ્રોપીલ ડિસલ્ફાઇડ નામના તત્વને આભારી છે. જ્યારે આ ડુંગળીના કંદમૂળ ઉપરની બહારની છાલનો રંગ તેમાં રહેલ ‘ ક્રક્વીસેટીન’ નામના તત્વને આભારી છે.

શિયાળામાં કઈ ડુંગળી ખાવી જોઈએ?

ડુંગળી એ આપણા રસોડાનો એક મહત્ત્વનો ભાગ છે. પરંતુ, જો આપણે લાલ ડુંગળી એટલે કે સૂકી ડુંગળી અને લીલી ડુંગળી આ બંને ડુંગળીના પોતપોતાના અલગ અલગ ફાયદા હોય છે. આમ, આપણે જોવા જઈએ તો શિયાળામાં બજારમાં લીલી ડુંગળીનું વેચાણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેથી આ શિયાળાની ઋતુમાં લીલી ડુંગળી ખાવાનો લાભ લેવો જોઈએ. લીલી ડુંગળી પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આપણા સ્વસ્થ શરીર માટે આપણે સૌ એ સૂકી ડુંગળી અને લીલી ડુંગળી બંને ડુંગળીને આપણા રોજિંદા આહારમાં સામેલ કરવી જોઈએ.

લીલી ડુંગળીમાં વિટામિન સી, બી12 અને થાયમિન જેવા અનેક પોષક તત્વો ઘણી વધારે માત્રામાં હોય છે. આ સાથે જ ડુંગળીમાંથી વિટામિન એ, કે, કોપર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ક્રોમિયમ, મેગનીઝ અને ફાયબર પણ મળી રહે છે. આ ડુંગળીમાં રહેલું સલ્ફર તત્વ બ્લડપ્રેશરને હમેશાં કંટ્રોલમાં રાખે છે.

લીલી ડુંગળી શું રોગો સામે રક્ષણ આપે છે?

લીલી ડુંગળી એ પોષક તત્ત્વોથી ભરપૂર છે લીલો ડુંગળીના પલુરના ભજીયા, પરાઠા, થેપલા વગેરે વાનગી બનાવીને તેને ખાઈ શકાય છે. લીલી ડુંગળીથી લીલા શાકભાજી ખાતા હોય એવો સંતોષ મળે છે. લીલી ડુંગળી શરીરમાં કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, તણાવ, સોજો, શરીરનું વધેલું વજન અને બળતરાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે.

Read more

ડુંગળીના પ્રકાર

આપણા રસોડામાં ડુંગળીનો ઉપયોગ દરેક પ્રકારની વાનગી બનાવવામાં ખૂબ સામાન્ય રીતે થાય છે. પરંતુ, જે લોકો પોતાના રોજિંદા આહારમાં ડુંગળીનો સમાવેશ કરતા હોય છે તેમને મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે ડુંગળીના અલગ અલગ અનેક પ્રકાર હોય છે.

લાલ ડુંગળી

આ લાલ ડુંગળીનો ઉપયોગ આપણે સૌ સામાન્ય રીતે આપણા રોજિંદા આહારમાં કરતા હોઈએ છે. આ ડુંગળીની છાલ થોડી જાંબલી રંગની હોય છે. આ લાલ રંગની ડુંગળી છોલી લીધા પછી, આ ડુંગળી અંદરથી પણ જાંબલી રંગની દેખાય છે. આ ડુંગળીનો ઉપયોગ આપણે સૌ સલાડ, સેન્ડવીચ અને બર્ગર બનાવવામાં કરતા હોય છે. આ લાલ ડુંગળીમાં ફોલેટ, વિટામિન B6 અને વિટામિન B જેવા ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે.

લીલી ડુંગળી

આ લીલી ડુંગળીને લોકો દ્વારા ‘સ્પ્રિંગ ઓનિયન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડુંગળી લીલા રંગના રૂપમાં હોય છે, જે લીલી ડુંગળીના પાંદડા પણ શાકભાજી તરીકે વપરાય છે. લીલી ડુંગળીના પાંદડા ખાસ કરીને ચાઈનીઝ વાનગીઓ બનાવવામાં અને સૂપમાં વધારે પડતાં ઉપયોગમાં લેવાય છે. આ લીલી ડુંગળી ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. લીલી ડુંગળીમાં રહેલા પોષક તત્વો જેવા કે એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી પ્લેટલેટ, એન્ટી ડાયાબીટીક, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી માઈક્રોબાયલ આ ભરપૂર ગુણ હોય છે.

પીળી ડુંગળી

આ પીળી ડુંગળીની ઉપરની છાલનો રંગ પીળો હોય છે. પરંતુ, આ ડુંગળીની છાલ ઉતાર્યા બાદ તે અંદરથી સફેદ રંગની હોય છે. પીળી ડુંગળીનો સ્વાદ ખૂબ જ મજબૂત હોય છે અને આ પીળી ડુંગળીનો ઉપયોગ મોટાભાગે સૂપ બનાવવામાં થાય છે. પીળી ડુંગળી હાડકાંને મજબૂત બનાવે છે, પાચનતંત્રને સુધારે છે અને બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરે છે.

સફેદ ડુંગળી

આ સફેદ ડુંગળીનો દેખાવ ઉપરથી સંપૂર્ણપણે સફેદ રંગ હોય છે. સફેદ ડુંગળીની છાલ પણ સફેદ રંગની હોય છે, સફેદ ડુંગળી અંદરથી સફેદ અને હળવા લીલા રંગની દેખાય છે. આ સફેદ ડુંગળીમાં જરૂરી પોષક તત્વો જેવા કે કેલરી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર અને સુગર ખૂબ સારી માત્રામાં હોય છે.

બ્રાઉન ઓનિયન

આ ડુંગળીનો દેખાવ થોડોક બ્રાઉન રંગનો હોય છે. આ ડુંગળી સ્વાદમાં જરાય તીખી હોતી નથી, પરંતુ, બ્રાઉન ડુંગળીનો સ્વાદ થોડો મીઠો છે. આ જ તેનું મુખ્ય કારણ છે કે આ બ્રાઉન ડુંગળીને મીઠી ડુંગળી તરીકે ઓળખવામાં આવે છે.

લીલી ડુંગળી ખાવાના ફાયદા

શિયાળામાં રોજ દરેક વ્યક્તિએ લીલી ડુંગળી ખાવી જોઈએ. લીલી ડુંગળી ખાવાથી શરીરમાં લોહીના ગંઠાવાની અને હાડકાં નાજુક થવા સંબંધિત સમસ્યા રહેતી નથી. લીલી ડુંગળીના પાનમાં વિપુલ પ્રમાણમાં મળતા સલ્ફર, ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર અને મેંગેનીઝ જેવાં અનેક પોષક તત્ત્વો હોય છે. શરીરમાં આ પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરવામાં લીલી ડુંગળી મદદ કરે છે. લીલી ડુંગળી ખાવાથી આંખના નંબર અને મોતિયો આવવા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે અને આંખોની રોશનીમાં સુધારો થાય છે. લીલી ડુંગળી એન્ટિ ઓક્સિડન્ટ્સ અને વિટામિન સી થી ભરપૂર હોય છે. વિટામિન સી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લીલી ડુંગળી ખાવાથી ત્વચામાં નિખાર આવે છે.

શરીરને શરદી અને ફ્લૂથી બચાવે

લીલી ડુંગળી એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણોથી ભરપૂર હોય છે. તેથી, લીલી ડુંગળી વાયરલ અને ફ્લૂ સામે લડવામાં રક્ષણ આપે છે. આ ઉપરાંત, લીલી ડુંગળી શરીરમાં કફ બનવાની પ્રક્રિયાને રોકે છે.

શરીરમાં ઇમ્યુનિટી વધારે

લીલી ડુંગળી ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે. શિયાળાની ઋતુમાં લીલી ડુંગળીના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવા લાગે છે. જો તમને શરદી અને એલર્જીની સમસ્યા વધવા લાગે, તો લીલી ડુંગળીનું તમે રોજ સેવન કરો તો તે તમારા શરીરની ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે.

અસ્થમાથી રાહત આપે

અસ્થમાના દર્દીઓ માટે લીલી ડુંગળીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. લીલી ડુંગળીમાં રહેલા એન્ટી હિસ્ટામાઈન પૌષ્ટિક તત્વો હોય છે. જે અસ્થમાની બિમારીની સમસ્યામાં રાહત આપે છે અને તેમના શરીરના ફેફસાં માટે પણ ફાયદાકારક છે.

શરીરના હાર્ટ સામે રક્ષણ

લીલી ડુંગળીનું સેવન હાર્ટની હેલ્થ માટે ખૂબ જ સારુ છે. લીલી ડુંગળીમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ ડીએનએને ડેમેજ થતા અટકાવે છે. લીલી ડુંગળીમાં રહેલું વિટામિન સી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેનાથી હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે. જો લીલી ડુંગળીનું રોજ નિયમિત સેવન કરવામાં આવે તો હૃદય-ધમનીના રોગનું જોખમ ઓછું થાય છે.

શરીરમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે

લીલી ડુંગળીમાં રહેલું સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે જે તમારા શરીરમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લીલી ડુંગળીમાં રહેલું વિટામિન સી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

શરીરમાં થતા ડાયાબિટીસને કંટ્રોલ કરે

લીલી ડુંગળીમાં ક્રોમિયમ ભરપૂર માત્રામાં હોય છે, તે આપણા માનવ શરીરના લોહીમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. લીલી ડુંગળીમાં રહેલું ક્રોમિયમ શરીરમાં વધતા ગ્લુકોઝ લેવલમાં પણ સુધારો કરે છે. લીલી ડુંગળીનું સેવન ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે.

કેન્સરમાં રક્ષણ આપે

લીલી ડુંગળીમાં સલ્ફરની માત્રા વધુ હોય છે, જે કેન્સરના જોખમને ઘટાડે છે. લીલી ડુંગળીમાં પેક્ટીન નામનું તત્વ હોય છે. જે તત્વ એક પ્રકારનું ફ્લુઇડ્સ કોલોઇડલ કાર્બોહાઇડ્રેટ છે, જે તમારા શરીરમાં થતા પેટના કેન્સરને ઠીક કરે છે.

શરીરમાં પાચન સુધારે

લીલી ડુંગળીનું સેવન પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે. લીલી ડુંગળી ખાવાથી પેટના દુખાવામાં રાહત મળે છે. લીલી ડુંગળીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જે તમારા શરીરમાં પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લીલી ડુંગળી ભૂખમાં પણ પાચનમાં સુધારો કરે છે અને શરીરના મેટાબોલિઝમને પણ કંટ્રોલ કરે છે.

કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે

કોલેસ્ટ્રોલને લેવલને કંટ્રોલ કરવા માટે મોટાભાગના ડોકટરો લીલી ડુંગળીનું સેવન વધુ અથવા તો લીલી ડુંગળીનું શાક ખાવાની સલાહ આપતા હોય છે. લીલી ડુંગળીના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને શરીરનું વજન પણ ઓછું થાય છે.

આંખો માટે ફાયદાકારક

લીલી ડુંગળીમાં વિટામીન Aની ભરપૂર માત્રામાં હોય છે. લીલી ડુંગળી ખાવાથી આંખોની રોશની સુધરે છે અને આંખની કોઈપણ સમસ્યામાં રાહત મળે છે. લીલી ડુંગળી ખાવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ પણ દૂર થાય છે.

લીલી ડુંગળીનો ઉપયોગ

લીલી ડુંગળીનો ઉપયોગ ઘણી બધી વાનગીઓ બનાવવા માટે થાય છે. લીલી ડુંગળીનો ઉપયોગ ભેલપુરી, સેવ ઉસળ, ચાઈનીઝ સૂપ, ફ્રાઈડ રાઇસ અને નૂડલ્સ વગેરે બનાવવામાં કરવામાં આવે છે. સૂકી લાલ ડુંગળી અને લીલી ડુંગળીના પલુરના પરાઠા પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.

આપણા શરીરના સ્વાસ્થ્ય માટે લીલા પાંદડાવાળી શાકભાજી આવશ્યક છે અને તેમાંય લીલી ડુંગળી એટલે શરીરને ખૂબ જ ફાયદો આપે છે. આ લીલી ડુંગળીનું સેવન સલાડ અથવા તો શાક તરીકે વધુ વાપરવામાં આવે છે. લીલી ડુંગળીને કાચી અથવા તો તેની કોઈપણ વાનગી બનાવી કોઈપણ સ્વરૂપમાં તેને ખાઈ શકાય છે. લીલી ડુંગળીમાં ઉચ્ચ પ્રકારના પોષક તત્વો હોવાને કારણે તે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક ગણાય છે.

લાલ ડુંગળી ખાવાના ફાયદા

લાલ ડુંગળીમાં સલ્ફર ભરપૂર માત્રામાં હોય છે, જે માથાના વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળીનો રસ માથામાં લગાવવાથી વાળ કાળા થાય અને ઝડપથી વધે છે.

જો તમે વારંવાર ચહેરા થતા ખીલથી પરેશાન છો તો ડુંગળીનો રસ ચહેરા પર લગાવવાથી તે દૂર થાય છે. લાલ ડુંગળીનો રસ પિમ્પલ્સથી રાહત આપે છે. લાલ ડુંગળીનો રસ ચહેરા પર દેખાતા ડાગ ધબ્બા, વૃદ્ધત્વના ચિન્હો અને કરચલીઓ દૂર કરે છે.

લાલ ડુંગળીમાં રહેલા હાજર એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન સી ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે, ત્વચામાં કોલેજન વધારે છે, જેનાથી ત્વચામાં નિખાર આવે છે અને ત્વચા સુંદર દેખાય છે.

જો નાના બાળકને પેટમાં કરમિયા થયા હોય, તો તે બાળકને દિવસમાં બે વખત ડુંગળીના રસના 2 ટીપાં પીવડાવો. આ પ્રયોગ સતત એક અઠવાડિયા સુધી કરો, તો નાના બાળકને કરમિયાથી રાહત મળશે.

Read more

Benefits of Eating Onion

જો તમને ઉનાળાના તડકામાં ઉનવા બળતો હોય અથવા તો બળતરા થતો હોય તો કાચી ડુંગળી ખાવાથી આરામ મળે છે. જે લોકો તડકામાં કામ કરતા મજૂરો અથવા ગામડાઓમાં રહેતા ખેડૂતો બપોરના ભોજનમાં રોજ રોટલીની સાથે કાચી ડુંગળી ખાતા હોય છે. જે કાચી ડુંગળી ખાવાના કારણે તેમને હીટસ્ટ્રોક થતો નથી. તેમજ ગરમીના કારણે જે લોકોને ઝાડા – ઊલટી કે નાકમાંથી લોહી પડતું હોય તે લોકોને કાચી ડુંગળી ખાવાથી ખૂબ ફાયદો થાય છે.

જેમ દરેક પ્રકારનો ખોરાક આપણા માનવ શરીર માટે જરૂરી છે. તે જ રીતે ડુંગળી પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. ડુંગળીમાં સલ્ફર વધુ માત્રામાં હોય છે. આથી ઉનાળામાં પણ હીટસ્ટ્રોકથી બચવા માટે કાચી ડુંગળી ખાવાની મોટાભાગના ડોકટર સલાહ આપતા હોય છે. આ કાચી ડુંગળી ખાવાથી શરીરમાં સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. ડુંગળીનું શાક બનાવવાથી કે તેની બીજી કોઈ વાનગી બનાવી ખાવાથી ડુંગળીનો સ્વાદ વધી શકે છે. પરંતુ, ડુંગળીનું ભરપૂર તત્વ તેને કાચી ખાવાથી જ મળે છે. ડુંગળીમાં રહેલા ગુણો જેવા કે એન્ટીઑકિસડન્ટ છે, જે એકંદર આપણા શરીરના આરોગ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તો આવો જાણીએ કાચી ડુંગળી ખાવાના ફાયદાઓ વિશે…

કાચી ડુંગળી ખાવાના ફાયદા

કાચી ડુંગળી અનેક પોષક તત્વો અને ગુણોથી ભરપૂર હોય છે. કાચી ડુંગળીમાં ફાઇબર વધુ માત્રામાં હોય છે. ઉનાળાની ગરમીમાં ખાસ કરીને જો તમે કાચી ડુંગળીનું સેવન કરો છો તો તે પાચનતંત્રને ફાયદાકારક છે. આ કાચી ડુંગળીનું સેવન શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે.

શરીરના હાડકાં માટે ફાયદાકારક

કાચી ડુંગળીમાં કેલ્શિયમનો સ્ત્રોત વધારે હોય છે, જે હાડકાં અને દાંતની મજબૂતાઇ જાળવવા માટે જરૂરી છે. શરીરમાં કેલ્શિયમ ઓસ્ટીયોપોરોસીસના જોખમને ઘટાડે છે, જે હાડકાંના થતા નુકશાન અને અસ્થિભંગનું જોખમ વધારે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે

કાચી ડુંગળીમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે તંદુરસ્ત શરીર અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. વિટામિન સી શ્વેત રક્તકણોનું ઉત્પાદન વધારે છે, જે ચેપી રોગો અને અન્ય રોગો સામે લડે છે. કાચી ડુંગળી ખાવાથી શરદી, ફ્લૂ અને અન્ય શ્વસનને લગતા રોગો સામે રક્ષણ મળે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરે

કાચી ડુંગળીમાં એલિલ પ્રોપીલ સલ્ફાઇડ નામનું સંયોજન હોય છે, જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમનામાં બ્લડ સુગરનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. એલિલ પ્રોપીલ ડિસલ્ફાઇડ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે કામ કરે છે, જેનાથી લોહીમાં સુગરના લેવલને નિયંત્રિત કરે છે.

કેન્સરનું જોખમ ઘટે

કાચી ડુંગળીમાં ઓર્ગેનોસલ્ફર નામનું તત્વ હોય છે, જે પેટનું કેન્સર અને કોલોન કેન્સર સહિત અન્ય ઘણા પ્રકારના કેન્સરના જોખમને ઘટાડે છે. ઓર્ગેનોસલ્ફર નામનું સંયોજન કેન્સરના કોષોને વધતા અટકાવે છે.

ડુંગળી શરીરને ઠંડક આપે

ડુંગળીની તાસીર ઠંડી હોય છે. જેના કારણે ઉનાળાની ગરમીમાં ડુંગળીનું સેવન કરવાની મોટાભાગના ડોકટરો દ્વારા સલાહ આપવામાં આવે છે. ડુંગળીનું સેવન શરીરને અંદરથી ઠંડક આપવાનું કામ કરે છે. ડુંગળી ખાવાથી તમે અનેક પ્રકારના રોગોથી બચી શકો છો.

Read more

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલ માહિતી સામાન્ય જાણકારી મુજબ આપવામાં આવી છે. આથી કોઈપણ પ્રકારની વધુ માહિતી માટે તબીબની સલાહ લેવી.

2 thoughts on “ડુંગળી ખાવાના ફાયદા | Benefits of Eating Onion”

Leave a comment