Winter Season Fruits | મૌસમી તાજા ફળો

શિયાળાની ઋતુ દરમિયાન મળતા ફળોનું બજારમાં આગમન થઈ ચુકયું છે. શિયાળાની ઠંડીમાં ઔષધીય ફળો શરીરમાં થતા રોગ પર કાબુ મેળવવા માટે ફાયદાકારક સાબિત થાય છે. આથી, માત્ર શિયાળામાં જોવા મળતા ફળો બજારમાં આવી ગયા છે. આ ફળોનું બજારમાં ધુમ વેચાણ થઈ રહ્યું છે. તેમજ લોકો આનંદથી ખરીદી રહ્યા છે. આપણા આયુર્વેદ મુજબ ફળોથી શરીરમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ વગેરે તત્વોનો યોગ્ય માત્રામાં ફાયદો થાય છે.

મૌસમમાં ફળો લેવાનું શા માટે સારું છે?

આ વર્ષના બધા સમય દરમિયાન ખાવા માટે ઘણી બધી જાતના ફળો મળતા હોય છે. જો કે સામાન્ય બાબત એ છે કે ઉનાળાના સમયમાં ફળો વિશે વધુ વિચારવું પડે છે કારણ કે ફળો શરીર માટે વધુ પ્રેરણાદાયક અને રસદાર હોય છે. જો કે, ઠંડી ઋતુના મહિના દરમિયાન આપણે ઘણા પ્રકારના ફળોનો પણ આનંદ લઈ શકીએ છીએ. આ વર્ષની ઠંડી ઋતુમાં શિયાળાના સમયે, સુપર માર્કેટ્સ તેમજ બજારમાં ઘણાં બધાં ફળો જોવા મળતા હોય છે જે, વધુમાં ખાવામાં આવે તો હવે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

આપણી પ્રકૃતિનું પોતાનું આગવું જીવન ચક્ર હોવાથી, તે શિયાળાની ઋતુ વિશે ભૂલી જતું નથી તે સ્પષ્ટ છે. શિયાળાની ઠંડી ઋતુ અનુસાર ફાળો થતા હોય છે તે જ રીતે સાચું છે કે ગરમ એટલે કે ઉનાળાની ઋતુના મહિનામાં આપણે તરબૂચ અથવા તરબૂચ જેવા કેટલાક જાતના તાજા ફળ મેળવવા માંગીએ છીએ. પરંતુ શિયાળામાં પણ ફળ ખાવાનું શરીર માટે એટલું જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેના ગુણધર્મો આપણા શરીર માટે આખા વર્ષ દરમિયાન સારા રહે છે.

ફળોના ગુણધર્મો

ફળોના ગુણધર્મો વિશેની વાત કરવામાં આવે છે, તે છે આપનું શરીર સારી રીતે હાઇડ્રેટેડ રહેવા માટે ઠંડીમાં તે ભૂલી જવું સરળ છે કે, આપણે વધુ સારી રીતે હાઇડ્રેટ કરવું પડશે, ફળોમાં ભરપૂર વિટામિન અને ફાઇબરનો પણ સ્રોત હોય છે. જે લોકો આહાર પર નિર્ભર છે, ફળોમાં કેલરી ઓછી હોય છે, પરંતુ માનવ શરીરને સ્વસ્થ રાખવા માટે સંતૃપ્ત છે.

આપણા દેશમાં વધતી- જતી તકનીકઓ અને ઉત્પાદનમાં થયેલા વધારાને જોતાં, આપણે પણ આખા વર્ષમાં ઉપલબ્ધ કોઈપણ ફળના ઉત્પાદનનું સંશોધન કરવું જોઈએ. જો કે, દરેક ફળની ઋતુના પણ આધારે તેની શ્રેષ્ઠ સિઝન હોય છે. જો આપણે મોસમી ફળ ખાઈએ, તો આપણી પાસે સ્વાદની દ્રષ્ટિએ ઘણી વધુ ગુણવત્તા જોવા મળશે, તે ફળો સસ્તા થશે અને અમને તેમના બધા પોષક તત્વોનો લાભ મળશે. આ ઉપરાંત, અમે સ્થાનિક નિર્માતાને અમારા પ્રદેશમાંથી વધુ કુદરતી ઉત્પાદનો ખરીદવામાં મદદ કરીશું. તેમજ દરેકને મૌસમ અનુસાર ફળો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા પ્રયત્નો કરીશું.

શિયાળાની ઋતુમાં થતા ફળ

શિયાળાની ઋતમાં ઘણા પ્રકારના ફળો થતાં હોય છે. જે ખાવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. તેમજ ફળો ખવાથી શરીર બીમારીઓથી બચે છે.

સીતાફળ

આમળા

બોર

જામફળ

સફરજન

મોસંબી

શિયાળાની ઋતુમાં આપણે વિવિધ પ્રકારના ફળ ખાવા જોઈએ. શિયાળામાં મળતા કેટલાક ફળનું સેવન કરવાથી બીમારી પણ દૂર રહે છે.

1. સીતાફળ

સીતફળ એ એક મીઠું સરસ બહુ બીજ ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. આ ફળનું શાસ્ત્રીય નામ “એનોના સ્ક્વોમાસા” કહેવાય છે. આ સીતાફળ મૂળ અમિરિકાના ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રનું મનાય છે. ભારત , બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ફીલીપાઈન્સમાં આ ફળ ઉગાડવામાં આવે છે. આ સીતાફળની ઉત્પતિનું ચોક્ક્સ સ્થળ તો જાણી શકાયું નથી. તેમ છતાં તેને જેમૈકા કે કેરેબિયન ક્ષેત્રનું મનાય છે. વિશ્વના અમુક ક્ષેત્રોમાં સીતાફલને “કસ્ટર્ડ ઍપલ” તરીકે ઓળખાય છે.

સીતાફળની ખેતી

સીતાફળ એક ઔષધીય વનસ્પતિ તરીકે કામ કરે છે. તેની ખેતી કરીને ખેડૂતો સારો નફો મેળવી શકે છે. સીતાફળની ખેતી ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે. દેશના ઘણા મોટા ભાગના ખેડૂતો તેની ખેતી કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે.

સીતાફળના છોડની ખેતી કોઈપણ પ્રકારની જમીન પર કરી શકાય છે. ઘર આંગણે અથવા તો ઘરના વાડામાં પણ તેને ઉગાડી શકાય છે.જો કે, સારી ડ્રેનેજવાળી ચીકણી માટી તેની વૃદ્ધિ અને ઉપજ વધારી શકે છે. નબળી અને પથરાળ જમીન પર પણ તેની સારી રીતે ખેતી થઈ શકતી નથી.

સીતાફળનો છોડ રોપ્યાના બે થી ત્રણ વર્ષ પછી સીતાફળના ઝાડ ફળ આપવા લાગે છે. જ્યારે તેઓ સંપૂર્ણ પાકેલા અને સખત હોય ત્યારે જ તેમના ફળોની લણણી કરવામાં આવે છે. તેના એક વિકસિત છોડમાંથી 100 થી વધુ ફળો મળવા લાગે છે. બજારમાં આ ફળોની લગભગ 40 થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાય કિંમત હોય છે, જો તમારી પાસે એક એકરમાં 500 છોડ હોય તો તમે સરળતાથી ત્રણથી ચાર લાખ સુધીની કમાણી કરી શકો છો અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો.

સીતાફળ ખાવાના ફાયદા

આ ફળ પોષક તત્વોથી ભરપુર સીતાફળમાં વિટામિન C અને એન્ટી ઓક્સીડેન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે. એક્સપર્ટ્સ અનુસાર, તેનાથી કેન્સર જેવી ગંભીર બિમારીઓનો સામનો કરવો પડતો નથી તેમજ ખતરો ઓછો થાય છે. સીતાફળમાં હાજર વિટામિન C, વિટામિન A, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વોના કારણે તેને ખાવું પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ખાસ વધારે ફાયદાકારક માનવામાં આવે છે.

વિટામિન બી કોમ્પલેક્સથી ભરપૂર આ સીતાફળ મગજને પણ ઠંડક પ્રદાન કરે છે.

સીતાફળનું સેવન દાંત માટે પણ ખૂબ લાભદાયી છે. નિયમિત ખાવાથી મોંઢાના દાંતમાં પેઢામાં થતા દુખાવાથી રાહત મળે છે.

શરીરમાં રક્ત કે હેમોગ્લોબિનની ઊણપ હોય તો સીતાફળનું સેવન ગુણકારી નીવડે છે.

સીતાફળ આંખમાટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી અને રિબોફ્લોવિનનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે. જે આંખ માટે લાભદાયી નીવડે છે. સીતાફળનું નિયમિત સેવન ચશ્માના વધુ નંબરને ઓછા કરે છે.

સીતાફળમાં સોડિયમ અને પોટિશિય સંતુલિત માત્રામાં હોય છે, જેનાથી શરીરમાં રક્ભ્રમણ અને બ્લડપ્રેશરમાં અચાનક થનારા બદલાવ નિયંત્રિત રીતે થાય છે.

બન્ને પ્રકારની શુગરને સંતુલિત રાખવામાં સીતાફળું સેવન મદદગાર છે. તેનામાં શરીરમાં થનારી સુગરને શોષી લેવાનો ગુણ છે અને આ રીતે તે શરીરમાંના સુગર લેવલને સામાન્ય . સ્તર પર લાવી શકે છે.

સીતાફળ ખાવાથી ત્વચા અને વાળને સ્વસ્થ બનાવામાં સહાય કરે છે. તેનામાં સમાયેલ વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર હોય છે. જે ત્વચાની ચમક અને નરમીને જાળવી રાખે છે.

સીતાફળમાં ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે. જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.

2.આમળા

આમળાના ફળોનો મહીમા પૂરા ભારત વર્ષમાં પ્રાચીન સમયથી જાણીતો છે. આમળામાં વિવિધ પ્રકારની ઘણી જ બનાવટો બનાવી શકાય છે. આમળાની સૌથી મોટી ખુબી એ છે. આમળા એ ભારતનું એક ઔષધીય ફળ માનવામાં આવે છે.

આમળાં એ એક નાનાં કદનું તથા લીલા રંગ ધરાવતું ફળ છે. આ ફળનો સ્વાદ ખાટો હોય છે. આયુર્વેદમાં આ ફળને અત્યંત સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવેલું છે. આમળાંમાં વિટામિન ‘સી’ ભરપૂર હોય તે મેળવવા માટેનો સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્રોત છે.

આમળાની ખેતી

આપણા દેશમાં આમળાની ખેતી શિયાળા અને ઉનાળા બંને ઋતુમાં થાય છે. સંપૂર્ણ વિકસિત આમળાના ઝાડમાં 0 થી 46 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનને સહન કરવાની ક્ષમતા હોય છે. એટલે કે, તેના ઝાડને ગરમ વાતાવરણ ફૂલની કળીઓ નીકળવામાં મદદ કરે છે.

આમળાના ઉછરતા છોડને જરૂરીયાત પ્રમાણે ઉનાળામાં ૧૦–૧ર દિવસે અને શિયાળામાં ૧પ–ર૦ દિવસના અંતરે પાણી પિયત આપવુ જોઈએ. પુખ્તવયના ફળાઉ ઝાડને એપ્રિલથી જુન સુધી ર૦–રપ દિવસના અંતરે ર–૩ પાણી આપવામાં આવે તો તેમાં ફુલ બેસવામાં વધારો થાય છે. ચોમાસામાં વધારે સુકો સમય હોય તો પણ પાણી આપવુ જોઈએ. ચોમાસા બાદ ર–૩ પાણી આપવાથી આમળાના ફળનો વિકાસ સારો થાય છે.

આમળાના ફાયદા

સામાન્ય રીતે આંમળાનું સેવન વાળને કાળા, અને ગ્રોથ વધારવા માટે કરવામાં આવે છે.

આમળા ઈમ્યુનિટી વધારે છે.

આમળા હૃદય માટે ફાયદાકારક છે.

આમળા ત્વચાને સુંદર બનાવે છે.

આમળા બળતરા ઘટાડે છે.

આમળા ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.

આમળા વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

3. બોર

બોર એ વનસ્પતિશાસ્ત્રમાં ઝીઝીફસ પ્રજાતિના ક્ષુપનું એક ફળ છે. બોર ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે. વિશ્વમાં આ ફળ રેડ ડેટ, ચાયનીઝ ડેટ, કોરિયન ડેટ કે ઈંડિયન ડેટ તરીકે પણ ઓળખાય છે. બોરને અંગ્રેજીમાં “જુજુબા” કહે છે, જે આ બોરનું નામ ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યું છે. તેના વૃક્ષો મોટેભાગે છાયા માટે વાવમાં આવે છે તેના ફળ પણ ઉપયોગી છે.

શિયાળાની (Winter) ઋતુમાં આવતા ફળો અને શાકભાજીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ કેટલાક ખોરાક એવા છે જેના ફાયદા અને પોષક તત્ત્વો સંપૂર્ણ રીતે સમજી શકતા નથી અને તેના કારણે તેનું સેવન ઓછું થઈ જાય છે. આવું જ એક ફળ બોર છે. બોરને સામાન્ય રીતે ઓછું પૌષ્ટિક માનવામાં આવે છે અને લોકો તેના સેવનથી દૂર રહે છે કારણ કે ઘણા લોકોને બોર ખાધા પછી શરદી ખાસી થાય એવા વહેમ રાખતા હોય છે.

બોરની ખેતી

સામાન્ય રીતે બોર બધાજ પ્રકારની જમીનમાં ઉછેરી શકાય છે. આમ છતાં રેતાળ, ગોરાડુ અને સારા નિતારવાળી જમીન બોર માટે વધુ માફક આવે છે. જમીનનો આમ્લતા આંક ૭.૦ થી ૭.પ હોય તેવી જમીન વધુ અનુકૂળ છે. બોરનો પાક સાધારણ ક્ષારવાળી જમીનમાં પણ થઈ શકે છે. પરંતુ ભારે ચીકણી અને કાળી જમીન બોરના ઝાડના વિકાસ માટે ઓછી અનુકૂળ છે.

બોરના ફાયદા

બોર ખાવાથી સારી ઉંઘ આવે છે.

બોર કાયમી કબજિયાતમાં રાહત રહે છે.

બોર ટ્રેસ તેમજ વ્યગ્રતાને ઓછી કરે છે.

બોરમાં વિટામિન Cનો ખજાનો છે.

બોર બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે છે.

બોર ખાવાથી હાડકાને મજબૂત થાય છે.

બોર બ્લડ સર્ક્યુલેશનને રેગ્યલેટ કરે છે.

4.જામફળ

શિયાળો શરીરને સ્વસ્થ બનાવવા માટે સર્વોત્તમ ઋતુ ગણવામાં આવે છે. જામફળ એ શિયાળામાં આવતું અમૃત ફળ છે. વિટામિન સીથી ભરપૂર એવા આ ફળના અનેક સ્વાસ્થ્યને લાભ થાય છે. આ ફળ શરીર માટે શક્તિવર્ધક માનવામાં આવે છે, જામફળનું સેવન શરીરનું પાચનતંત્ર સારું કરે છે, માનસિક તણાવ દૂર કરે છે. જમવાની સાથે જામફળની ચટણી અને ભોજન પછી જામફળનો મુરબો ત્રણ મહિના સુધી ખાવાથી હૃદય રોગ જેવી બીમારીમાં લાભ થઈ શકે છે.

જામફળનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકાર શક્તિ વધે છે. જો તમને વારંવાર શરદી કે ઉધરસ થતા હોય તો જામફળ ખાવાનું શરૂ કરવાથી તેમાં રાહત મળે છે. તમારી તકલીફ દુર થઈ જશે. જામફળમાં વિટામિન એ અને ઈ હોય છે જે સ્વાસ્થ્ય અને ત્વચાને નિખારવા ફાયદાકારક કરે છે. તેનાથી આંખ અને ત્વચાને પોષણ મળે છે.

પેટની બીમારીઓ માટે જામફળ ચમત્કારી ઔષધિ સમાન સાબિત થાય છે. જામફળનું સેવન નિયમિત કરવાથી કબજિયાત, ગેસ, અપચો જેવી તકલીફો દૂર થઈ જાય છે. શરીરમાં પાચન સંબંધી સમસ્યા જેને હોય તેમણે રોજ જામફળનું સેવન કરવું જોઈએ. બાળકો માટે પણ જામફળ ખૂબ લાભકારી સાબિત થાય છે.

જામફળની ખેતી

જામફળ એ બાગાયતી પાકોમાં મહત્વનું પાંચમું સ્થાન ધરાવે છે. જામફળનો પાક ઉષ્ણ અને સમશીતોષણ કટિબંધ વિસ્તારમાં –સારો થાય છે. અનુકૂળ વાતાવરણમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફળ મળે છે. મુખ્યત્વે જામફળની ખેતી ભારતમાં ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધુ થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે ભાવનગર, ધોળકા, મહેસાણા, ખેડા અને ભરૂચ જિલ્લામાં ખુબ પ્રમાણમાં થાય છે.

જામફળ એ ભારતનું લોકપ્રિય ફળ છે, જેને અંગ્રેજીમાં “Guava” તરીકે ઓળખવામાં આવે છે. બાગાયતમાં જામફળનું આગવું મહત્વ છે. જામફળ ફાયદાકારક, સસ્તું અને દરેક જગ્યાએ ઉપલબ્ધ હોવાને કારણે તેને ગરીબોનું સફરજન પણ કહેવામાં આવે છે. જામફળમાં વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસની ભરપૂર માત્રામાં હોય છે.

જામફળના ફાયદા

જામફળ એક એવું ફળ છે, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે  સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તેમાં કેલેરી ઓછી હોય છે અને તેમાં ફાઈબર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ભરપૂર હોય છે, તેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

જામફળના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જામફળમાં વિટામિન સીની પૂરતી માત્રા હોય છે, જે ઘણા રોગોમાં ફાયદાકારક છે.

જામફળ વિટામીન સી થી ભરપુર છે, બીજા ઘણાં ફળોની તુલનામાં જામફળમાં ચાર ગણું વિટામિન સી હોય છે. જો આપના સ્વાસ્થ્ય સાથે ત્વચાની સુંદરતાને પણ વધારે છે.

જો તમે નિયમિત રીતે જામફળનું સેવન કરો છો તો બ્લડ શુગર પણ નિયંત્રિત રહે છે. આ સિવાય ફાઇબરથી ભરપૂર જામફળ શર્કરાના પાચનમાં સહાયક થાય છે અને ઇંસુલિનની માત્રાને વધારે છે.

5. સફરજન

સફરજન એક એવું ફળ છે. જે દુનિયાના ઘણા દેશોમા પ્રાપ્ય છે. આપણા ભારત દેશમાં સફરજન કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ તેમ જ સિક્કિમ જેવાં ઠંડી તેમ જ ઉંચાઇવાળી ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા રાજ્યોમાં વધારે પાકે છે. આથી આપણા દેશમાં આ ફળ થોડું મોંઘુ પરંતુ સર્વત્ર જગ્યાએ પ્રાપ્ય છે.

સફરજન એ એક રસાયન ઔષધ છે. રોજનું એક સફરજન ખાવાથી શરીરની તંદુરસ્તી સારી રહે છે. એમાં રહેલું તીવ્ર એન્ટી ઑક્સીડંટ શરીરના કોષોને નાશ પામતા અટકાવવામાં મદદરુપ થાય છે. લાલ છાલવાળા સફરજનમાં લીલી છાલવાળા કરતાં એન્ટી ઑક્સીડન્ટ વધારે માત્રામાં હોય છે.

સફરજન હૃદય, મગજ, લીવર અને હોજરીને બળ આપે છે, શરીરમાં ભુખ લગાડે છે, લોહી વધારે છે અને શરીરની સ્વસ્થતા વધારે છે. સફરજનને બાફીને કે સુપ બનાવીને પણ નાના બાળકો ખાઈ શકાય છે.

સફરજનની ખેતી

સફરજન વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવતા ફળોમાં ચોથા ક્રમે આવે છે. આખા વર્ષ દરમિયાન સૂકા તાપમાનવાળો પ્રદેશ સફરજનની ખેતી માટે ખૂબ જ અગત્યનો છે.

સફરજનની ખેતીમાં વિવિધતા જે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં જોવા મળે છે. પરંતુ હવે તેનું દેશના મેદાની વિસ્તારોમાં પણ સરળતાથી ઉત્પાદન કરી શકાય છે. વાસ્તવમાં, બિહારના કેટલાક ખેડૂત ભાઈઓએ ખેતીમાંથી નફો મેળવવા માટે સફરજનની ખેતી કરવાનું વિચાર્યું અને પછી તેઓએ તેમના ખેતરમાં સફરજનની ખેતી કરવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોએ સફરજનની આવી શ્રેષ્ઠ વેરાયટી તૈયાર કરી છે, જે હળવા ગરમ વિસ્તારોમાં સરળતાથી ઉગી શકે છે. સફરજનની આ જાતનું નામ “હરિમન 99” છે, જે બિહારની આબોહવા અનુસાર સારી રીતે વધે છે અને ફળ આપે છે.

સફરજનના ફાયદા

રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે:

સફરજનમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. તેેનાથી શરીરમાં થતા વિવિધ પ્રકારના ઇન્ફેક્શન અને રોગો સામે લડવામાં મદદ મળે છે.

દાંત માટે ફાયદાકારકઃ

સફરજનનો રસ મોઢામાં થતાં બેક્ટેરિયાને મારે છે. તે દાંતને ઇન્ફેક્શનથી તો બચાવે જ છે સાથે તેને મજબૂત પણ કરે છે. સફરજનનાં સેવનથી દાંતમાં સડો થતો અટકે છે.

વજન ઓછું કરે છે:

જો તમે વજન ઓછું કરવા માટે જો તમે ડાયટિંગ કરવાનું વિચારી રહ્યાં છો. તો તમારા ડાયટમાં સફરજનને સામેલ કરી શકો છો. કારણ કે સફરજનના સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે.

કેન્સરથી બચાવ :

વિવિધ સંશોધનમાં હવે એ વાત પણ સાબિત થઇ ચૂકી છે કે સફરજનમાં એવાં અનેક તત્વો છે. જે કેન્સરના કોષોને રોકવામાં મદદ કરે છે. સફરજનને હંમેશાં છાલ સાથે જ ખાવું શરીર માટે ફાયદાકારક છે.

હૃદય માટે ફાયદાકારક :

દરરોજ સફરજનનું સેવન કરવાથી શરીરની ધમનીઓ સારી રીતે કાર્ય કરી શકે છે. સફરજનમાં ફાઇબરનો બહુ મોટો સ્રોત છે. જે કોલેસ્ટ્રોલના ગઠ્ઠા થતાં રોકે છે. આનાથી હૃદય સ્વસ્થ બને છે.

6. મોસંબી

મોસંબી એ ખાટું-મીઠું રસાળ ફળ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. “સાઈટ્રસ લાઈમેટ્ટા” એ આનું શાસ્ત્રીય નામ છે. ભારતમાં આ ફળ મોસંબી, મૌસંબી કે મુસંબી, સાતકુડી તરીકે જાણીતું છે. આ ફ્રૂટની ખાસિયત એ છે કે સિટ્રસ ફેમિલીનું હોવા છતાં એ એસિડિક નથી અને માટે જ એને “સ્વીટ લાઇમ” કહેવામાં આવ્યું છે. આ ફ્રૂટ ફાઇબરયુક્ત હોવાથી પેટ, સ્કિન અને વાળ માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. 

મોસંબીની ખેતી

મોસંબી એ લોક્લ ભાષમાં નારંગીઁ તરીકે પણ આળખાય છે. મોસંબી એ શરીરને તાજગી અને સ્ફૂર્તિનો સ્ત્રોત આપે એવું આ એક મહત્વનું ફળ છે. દેશના અન્ય ભાગોમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ અને કર્ણાટક જેવા રાજ્યોમાં મોસંબીની ખેતી જ પ્રચલિત છે. ગુજરાત રાજ્યમાં પણ સુરત, વલસાડ, વડોદરા, અમદાવાદ વગેરે જિલ્લાઓમાં મોસંબીની ખેતી કરવામાં આવે છે. પરંતુ, અન્ય રાજ્યોની સરખામણીમાં તેના ઉત્પાદન હેઠળનો વિસ્તાર ઓછો છે.

ખેતીમાં દિન પ્રતિદિન હવે યુવા પેઢી જોડાઈ રહી છે. જેની સાથે હવે ખેતીમાં નવું પરિવર્તન આવ્યું છે. ઓછા ખર્ચે વધુ વળતર મળી શકે અને મહેનત ઓછી લાગે તે માટે ભાવનગર જિલ્લાના ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે. જ્યારે આ મોસંબી ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં મોસંબી સંતરાનું વાવેતર કરવામાં આવ્યું છે તેઓ દ્વારા પોતાના બે વીઘા ખેતરમાં આ વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતે આ મોસંબીના મહારાષ્ટ્ર ખાતેથી લાવવામાં આવ્યા હતા અને આ રોપનું વાવેતર કરાયું હતું. અત્યારે તે ખેડૂત સંતરા-મોસંબીની કલમ બનાવી વેચાણ પણ કરે છે. પિયતની સગવડ હોય તો વરસાદની ખાસ અગત્યતા રહેતી નથી પરંતુ, હવામાનમાં રહેલી આદ્રતાની મોટી અસર મોસંબીની વૃદ્ધિ ઉપર પડે છે.

મોસંબીના ફાયદા

મોસંબીના જ્યૂસમાં સારી માત્રામાં કોપર હોય છે. જેથી રોજ તેને પીવાથી વાળ લાંબા અને કાળા થાય છે.

મોસંબીમાં ફાયબર હોય છે. જેથી મોસંબીનો જ્યૂસ પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, શરીરને એનર્જી મળે છે અને વજન ઘડાડવામાં મદદ મળે છે.

રોજ મોસંબીનો જ્યૂસ પીવાથી બોડીના ટોક્સિન્સ નીકળી જાય છે. જેનાથી સ્કિનમાં નિખાર આવે છે અને શરીરમાં ત્વચાની સુંદરતા વધે છે.

મોસંબીનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. જેનાથી હ્રુદય રોગની બીમારી સામે રક્ષણ મળે છે. હાર્ટ એટેક જેવી બીમારીઓનો ભય તળે છે.

મોસંબીના જ્યૂસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે બોડીની ઈમ્યૂનિટી વધારીને બીમારીઓથી બચાવે છે.

મોસંબીના જ્યૂસમાં પોટેશિયમ હોય છે. જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

મોસંબીના જ્યૂસમાં લિમોનોઈડ્સ હોય છે. જે કેન્સર સામે રક્ષણ કરે છે.

મોસંબીના જ્યૂસમાં એન્ટીબેકટેરિયલ ગુણ હોય છે. જે ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે.

મોસંબીના જ્યૂસમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે. જેથી તેને પીવાથી બાળકોનો વિકાસ યોગ્ય રીતે થાય છે. બાળકો સ્વસ્થ રહે છે.

7. દાડમ

દાડમ મીઠા રસદાર દાણાવાળું એક ફળ છે. દાડમ લીલાં તેમ જ સૂકાં પણ વેચાય છે, એટલે તેનો લીલા દાડમ ફ્રૂટ તરીકે તેમજ સૂકા દાડમનો મેવામાં સમાવેશ થાય છે. દાડમના ઝાડ ભારતમાં સર્વત્ર થાય છે. પરંતુ, અરબસ્તાનમાં આવેલ મસ્ક્તનાં દાડમ ઉત્તમ મનાય છે. તે દાડમમાં બી ઓછાં હોય છે, પણ રસ ઘણો હોય છે. દાડમનાં ઝાડ બે અઢી માથ જેટલા ઊંચાં થાય છે. ધોળકા, કાબુલી, ભાવનગરી, દેશી એમ દાડમની જુદી જુદી જાતની દાડમ થાય છે.

દાડમની ખેતી

ફળના ઉત્પાદનમાં દાડમનું સ્થાન ખૂબ જ મહત્વનું રહ્યું છે.  દાડમના ફળમાં વિટામિન એ, સી અને ઇ અને ખનિજ ક્ષાર જેવા કે ફોસ્ફરસ, કેલ્શિયમ અને પોટેશિયમ વગેરેની માત્રા વધારે હોવાને કારણે, આ દાડમનું ફળ શરીર માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. દાડમના ફળોનો ઉપયોગ તાજા ફળ, જ્યૂસ અને ફ્રૂટ પ્રોસેસિંગ ઉદ્યોગોમાં થાય છે.

દાડમ મુખ્યત્વે શુષ્ક અને અર્ધ-શુષ્ક પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. દાડમના છોડ ખારા અને ક્ષારયુક્ત માટીને પણ સહન કરી શકે છે. દાડમના પાકમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે રેતાળ લોમ માટી તેના માટે શ્રેષ્ઠ છે. દાડમના છોડમાંથી નિયમિત ફળ મેળવવા માટે, છોડને સમય સમય પર કાપણી કરાવવી જરૂરી છે.  દાડમના ત્રણ – ચાર વર્ષ જૂના છોડમાં ફૂલો અને ફળો બનતા રહે છે.  દાડમના છોડની આડા અવળી ડાળીઓને સમયસર કાપી નાખવામાં આવે છે. ત્યારે દાડમનું ઉત્પાદન વધારે માત્રામાં જોવા મળે છે.

દાડમના બગીચામાં રોપાઓના વાવેતર કર્યા પછી તરત જ સિંચાઈ કરવી જોઈએ. શિયાળાની ઋતુમાં 10 દિવસના અંતરે, સિંચાઈ કરવામાં આવે છે. સિંચાઈની ડ્રોપ-બાય-ડ્રોપ પદ્ધતિ દાડમની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

દાડમના ફાયદા

દાડમનો રસ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અમૃત સમાન કામ કરે છે.

દાડમનો રસ પીવાથી ડાયાબિટીસની સારવારમાં ઇન્સ્યુલિન ઘટાડવામાં મદદ મળે છે અને બ્લડ સુગર ઓછું થાય છે.

કેન્સરના દર્દીઓ માટે પણ દાડમનો રસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દાડમનો રસ પ્રોસ્ટેટ કેન્સરના કોષોને રોકવામાં ખૂબ જ મદદરૂપ છે.

દાડમનો રસ આંતરડાની બળતરા ઘટાડે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. જો કે, દાડમનો રસ ઝાડાનાં દર્દીઓને ન આપવો જોઈએ.

દાડમના દાણા અલ્ઝાઈમરને આગળ વધતા અટકાવવા અને યાદશક્તિ જાળવી રાખવા માટેનો રામબાણ ઉપાય છે.

શરીરમાં થતા હૃદય રોગ માટે પણ દાડમનો રસ વરદાનથી ઓછો નથી.

આમ, આ ઉપર બતાવેલ ફળોની માહિતી, ખેતી કઈ રીતે થાય છે, તે ફળો ખાવાના ફાયદા શું છે? તેમજ કઈ બીમારીઓની સામે કયા ફળો ઔષધીઓનું કામ કરે છે. તે અહી ટૂંકમાં સમજાવ્યું છે. આપણે દરેક વ્યક્તિએ પોતાના શરીરને સ્વસ્થ રાખવા, નિરોગી બની રહેવા માટે આ ફળોનું સેવન કરવું ખૂબ જરૂરી છે.