રક્ષાબંધન પર્વની ઉજવણી | Raksha Bandhan 2024

પ્રસ્તાવના:

રક્ષાબંધન (રાખી) એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે, જે આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે . આ તહેવારને “રાખી” તહેવાર પણ કહેવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આખા ભારતમાં આ દિવસનું મહત્વ જ કંઇક અલગ જોવા મળે છે, આ એક ખાસ દિવસ છે જે ભાઈ-બહેનો માટે ઉજવાય છે.

રક્ષાબંધન એ ભાઈ – બહેનોના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. આની જેમ, ભારતમાં ભાઈ – બહેનોમાં પ્રેમ અને ફરજની ભૂમિકા વ્યક્ત કરવાનો એક દિવસ નથી. પરંતુ રક્ષાબંધનના historical ઈતિહાસિક અને ધાર્મિક મહત્વને લીધે આ દિવસ ખૂબ મહત્વનો બની ગયો.

રક્ષાબંધનની-વિશેષતા,
રક્ષાબંધન પર્વની ઉજવણી

રક્ષાબંધન ક્યારે આવે છે?

દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે.

ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે.

રક્ષાબંધન પર આપણે શું કરીએ?

આ દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધી છે. ફૂલો કુમકુમ, દીયા, ચોખા, ચોકલેટ,મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળીને શણગારે છે. તે ભાઈઓના કપાળ પર તિલક કરે છે. તેના કાંડા પર રાખડી બાંધી છે. તે ભાઈઓને મીઠાઇ ખવડાવે છે અને શુભેચ્છા પાઠવે છે. ભાઈઓ બહેનને ભેટમાં કપડાં- પૈસા પણ આપે છે અને હંમેશાં તેમનું રક્ષણ કરવાનું વચન આપે છે.

રક્ષાબંધન શા માટે ઉજવાય છે?

રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને “નારિયેળી પૂનમ” પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક દિવસ છે જે “ભાઈ-બહેનો” માટે બનેલો છે.

રક્ષાબંધન પર રાખડી શા માટે બાંધવામાં આવે છે?

રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે.અને ભાઈને મીઠાઈ ખવડાવે છે. બીજી બાજુ, ભાઈઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમની બહેનોની રક્ષા કરે. તેમને વિશ્વની તમામ બુરાઈઓથી બચાવે છે.

આ તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. લોકો આ તહેવારની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરી દે છે. બજારો રંગબેરંગી રાખડીઓથી શણગારેલી જોવા મળે છે.

રક્ષાબંધન-પર્વની-ઉજવણી, Raksha-Bandhan-2023

રક્ષાબંધનનો ઈતિહાસ શું છે?

ભાઈ બહેનોનો સંબંધ અમૂલ્ય છે. શ્રાવણ મહિનો આવતાની સાથે જ દુનિયાભરના ભારતીયો રાખીની પ્રશંસા જાણવા આતુર થઈ જાય છે. રાખને કોઈ સગપણ ન હોવા છતાં ભાઈ – બહેનનો સંબંધ જાળવવાની તક મળે છે. આપણે મહાભારતનાં જમાનાથી રાખીને ઇતિહાસ જોયો છે.

ભગવાન શ્રીકૃષ્ણ ક્રોધથી પોતાનું સુદર્શન ચક્ર છોડી રહ્યા હતા, ત્યારે તેમની આંગળીમાં ઈજા થઈ હતી . કૃષ્ણની આજુબાજુના લોકો ઘા પર બાંધવા કંઈક શોધવા માટે દોડવા લાગ્યા, પણ ત્યાં જ ઉભેલી દ્રૌપદીએ કંઇ વિચાર્યા વિના તેની સાડીનો ખૂણો-છેડો ફાડીને નાખીને તેને કૃષ્ણના ઘા પર લપેટ્યો. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, “આભાર પ્રિય બહેન, તમે મારા સમયમાં મને ટેકો આપ્યો”.

તેથી હું તમને તમારા ટેકો આપવાનું વચન પણ આપું છું કે “એમ કહીને શ્રી કૃષ્ણે દ્રૌપદીને તેની રક્ષા આપવાની ખાતરી આપી અને આ ઘટનાએ રક્ષાબંધનનો આરંભ કર્યો. પાછળથી, જ્યારે કૌરવોએ સમગ્ર રાજ્યસભામાં દ્રૌપદીની સાડી દરેકની સામે ખેંચી, ત્યારે કૃષ્ણે દ્રૌપદીને અપમાનથી બચાવવા પોતાનું વચન પાળ્યું. શ્રીકૃષ્ણએ તે સમયે સાડીનું કપડું જે બાંધ્યું હતું તેમાં જેટલા તાર હતા તેટલી સાડીઓ ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીની લાજ બચાવવા પૂરી પાડી. તે સમયથી બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે અને બદલામાં ભાઈઓ જીવનભર બહેનનું રક્ષણ કરવાનું વચન આપી રહ્યા છે. રાખી સિવાય કેટલાક અન્ય તહેવારો પણ શ્રાવણ મહિનાની પૂર્ણિમાને ઉજવવામાં આવે છે.

આ દિવસે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક લોકો રાધા અને કૃષ્ણની મૂર્તિઓને પારણામાં રાખીને ઝૂલાવતા હોય છે. તેથી, આ દિવસને “ઝુલન પૂર્ણિમા” પણ કહેવામાં આવે છે . ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં, આ દિવસે ઘઉંના બીજ વાવવામાં આવે છે, તેથી આ દિવસને “ગજરી પૂર્ણિમા” તરીકે ઓળખવામાં આવે છે.

કેરળ અને મહારાષ્ટ્રના લોકો પણ આ દિવસને “નરલી પૂર્ણિમા” કહે છે . આ દિવસે, તેઓ સમુદ્ર દેવની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘણા તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ તેમાંથી લોકપ્રિય અને મુખ્ય એક “રક્ષાબંધન” છે.

રક્ષાબંધનની વિશેષતા

રક્ષાબંધનનો તહેવાર ખાસ કરીને ભાવનાઓ અને સંવેદનાઓનો તહેવાર હોય છે એક બંધન જે બે લોકોને સ્નેહના દોરા સાથે જોડે છે રક્ષાબંધન રક્ષણ આપવાના વચનનું પ્રતીક છે. તહેવારનું મહત્વ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે ભાઈ – બહેનના સંબંધોને મજબૂત બનાવે છે તેથી આ રાખડીનો દોરો પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે તેની બહેનને કરેલા વચનની યાદ અપાવે છે કે તે તેના છે મૃત્યુ સુધી રક્ષા કરશે.

રક્ષાબંધન એ ખાસ દિવસ છે. આ એક એવો તહેવાર છે જ્યાં ભાઈ-બહેન એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. આ દિવસે, ભાઈના રક્ષણ માટે તેમના કાંડા પર બહેન એક ખાસ દોરો બાંધે છે અને સ્વસ્થ અને સુરક્ષિત રહેવા માટે પ્રાર્થના કરે છે. અમે આ દિવસે દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ.

રક્ષાબંધન-પર્વની-ઉજવણી

રક્ષાબંધનની શુભેચ્છા સંદેશ

  1. રક્ષાબંધનના વધામણાં
    આ રક્ષાની દોરી આ ફક્ત દોરી નથી
    આ તો બહેનનો ભાઈ ને અને
    ભાઈનો બહેનને
    હદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.
    રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા!!
  1. માનેલા ભાઈ બહેન નો સબંધ પણ અનોખો હોય છે
    લોહી એક નથી પણ સબંધ એટલો જ મજબૂત હોય છે
    રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ !!
  1. રક્ષાબંધનનો તહેવાર છે,
    સર્વત્ર ખુશીઓની રેલમછેલ છે,
    એક ધાગામાં બંધાયેલો,
    ભાઈ-બહેન નો પ્રેમ છે.
    રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા !!
  1. ચંદનનુ તિલક અને રેશમી રાખડી,
    શ્રાવણની સુગંધ, વરસાદનો આનંદ,
    ભાઈની રક્ષા, બહેનનો પ્રેમ
    તમને રક્ષાબંધનની શુભકામના!!
  1. કંકુ ચોખા કેરે ચાંદલે,
    “બેનડી”લેતી વીરને મીઠડાં વારણાં.
    એવા અંખડ તાંતણે ગૂંથ્યા,
    ભાઈબહેનના હેતભર્યા તાણાંવાણાં.
    !! રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ !!

હિન્દીમાં ગવાતું ગીત રક્ષાબંધન પર

ભૈયા મેરે, રાખી કે બંધન કો નિભાના
ભૈયા મેરે, છોટી બહન કો ન ભુલાના
દેખો યે, નાતા હે નિભાના, નિભાના
ભૈયા મેરે….


યે દિન યે ત્યોહાર ખુશી કા, પાવન જેસે નીર નદી કા
ભાઈ કે ઉજલે માથે પે, બહન લગાયે મંગલ ટીકા
ઝૂમે યે સાવન સુહાના, સુહાના
ભૈયા મેરે….


બાંધ કે હમને રેશમ દોરી, તુમસે વો ઉમિદ હે જોડી
નાજુક હે વો સાંસ કે જેસી, પર જીવનભર જાય ન તોડી
જાણે યે સારા જમાના, જમાના
ભૈયા મેરે….


સાયદ વો સાવન ભી આયે, જો બહના કા રંગ n લાયે
બહન પરાયે દેશ બસી હો, અગર વો તુમ તક પહુંચ ન પાયે
યાદ કા દીપક જલાના, જલાના
ભૈયા મેરે…..

ઉપસંહાર

 આજની રેસભરી જિંદગીની આ ભાગદોડમાં દરેક જણ પોતાના કામમાં વ્યસ્ત છે. પરંતુ રક્ષાબંધન જેવા તહેવારો આપણને આ ભાગદોડમાંથી મુક્તિની થોડી ક્ષણો આપીને આપણા પ્રિયજનોને મળવાની તક પૂરી પાડે છે. તેથી જ રક્ષાબંધન એ સૌનો સૌથી પ્રિય ઉત્સવ ગણાય છે.