બિલીપત્ર વિશે માહિતી
દરરોજ સવારે અથવા તો શ્રાવણ માસમાં ખાસ કરીને શિવલિંગ પર ગંગાજળની સાથે બિલીપત્ર (Bel Patra) ચઢાવવાથી ભગવાન મહાદેવ આપણી ઉપર જલદી પ્રસન્ન થાય છે. ભગવાન શિવની કૃપા આપણા સૌ પર બની રહે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી તમારી અધૂરી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ બિલીપત્રને સંસ્કૃતમાં ‘બિલ્વપત્ર’ કહે છે.
અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ પવિત્ર મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમના દરેક ભક્તો વિવિધ પ્રકારની પૂજા-અર્ચના કરે છે. દરેક ભક્તો ભગવાન શિવજીની પૂજામાં વાપરવામાં આવતી દરેક પ્રકારની સામગ્રીનું ખાસ ધ્યાન રાખે છે. ભગવાન ભોલેનાથને બિલીપત્ર સૌથી વધુ પ્રિય હોય છે, તેથી, જે બીલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ (Lord Shiva) તેમના પોતાના ભક્તો પર કૃપા કરે છે. પરંતુ, આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર, બિલીપત્ર તોડવાના પણ કેટલાક નિયમો હોય છે, જેનું આપણે સૌ એ પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ આર્ટિકલમાં અમે તમને બિલીના પાન તોડવાના નિયમો, બિલીને શિવજીને અર્પણ કરવાના નિયમો અને બિલીના પાનનું મહત્વ વિશે જણાવીશું.
આ તિથિઓમાં બિલીપત્રના પાન ન તોડવા
જ્યારે તમે બિલીપત્ર તોડો ત્યારે તે વખતે ભગવાન શિવની પૂજા હૃદયમાં કરવી જોઈએ. આ તિથિઓમાં ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસ તિથિ પર બિલીપત્રના પાન ન તોડવા જોઈએ. તેમજ આ તિથિઓ અને સોમવારે પણ બિલીપત્રના પાન ન તોડવા જોઈએ. હવે, જ્યારે બી આ પાન તોડો ત્યારે બિલીપત્રને તેની ડાળીની સાથે ક્યારેય ન તોડવું જોઈએ. આ સિવાય ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરતી વખતે ત્રણ પાંદડાની સાથે પાછળથી થોડી દાંડી તોડીને ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ.
બિલીપત્રના પાન વાસી હોતા નથી
બિલીપત્ર એ એક એવું પાન છે, જે ક્યારેય વાસી થતું નથી. તેમજ ભગવાન શિવની પૂજામાં તેનો વિશેષ રીતે ઉપયોગમાં કરવામાં આવે છે. આ બિલિપત્રના પવિત્ર પાન વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો નવું બિલીપત્ર તમને ઉપલબ્ધ ન હોય તો, કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ભગવાન શિવને ચઢાવવામાં આવેલ બિલીપત્રને પણ ઘણી વખત ધોઈને તેનો પૂજામાં ઉપયોગમાં લઈ શકાય છે.
બિલીપત્ર અર્પણ કરવાના નિયમો
આ બિલિપત્રને સુંવાળી સપાટી તરફ બાજુને સ્પર્શ કરતી વખતે હંમેશા ભગવાન શિવને ઊંધી બિલીપત્ર ચઢાવવી. તમારા હાથથી અનામિકા, અંગૂઠો અને મધ્ય આંગળીની મદદથી હંમેશા ભગવાન શિવને બિલીપત્ર ચઢાવો. ભગવાન શિવને બિલીપત્રના પાન અર્પણ કરવાની સાથે જ જળની ધારા પણ અવશ્ય અર્પણ કરો. હવે, ભગવાન શિવને જળ અર્પણ કરતી વખતે કાળજી રાખો કે પાંદડા ફાટી ન જાય.
બિલીપત્રનું મહત્વ
શિવપુરાણ અનુસાર આ પવિત્ર શ્રાવણ માસમાં સોમવારે શિવલિંગ પર બિલીપત્રના પાન ચઢાવવાથી એક કરોડ કન્યા દાન કર્યા સમાન ફળ તમને મળે છે. બિલીપત્રના પાનથી શિવલિંગની પૂજા કરવાથી દુઃખ, દરિદ્રતા દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ પવિત્ર શ્રાવણ માસમાં માત્ર ભગવાન શિવ જ નહીં. પરંતુ, તેમના અંશાવતાર બજરંગબલી હનુમાનદાદા પણ બિલીપત્રથી ખૂબ પ્રસન્ન થાય છે.
શિવપુરાણ અનુસાર ઘરમાં અથવા તો ઘરના વાડામાં બિલ્વનું ઝાડ રોપવાથી આખો પરિવાર વિવિધ પ્રકારના પાપોના પ્રકોપ, પ્રભાવથી મુક્ત થઈ જાય છે. જ્યાં બિલ્વ વૃક્ષ ઊગેલું હોય છે તે જગ્યા, સ્થળને કાશી તીર્થ જેવું પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. આવા પવિત્ર સ્થળે પૂજા અને સાધના કરવાથી દરેક વ્યક્તિ પુણ્યક્ષમ પુણ્યની પ્રાપ્તિ કરે છે.
શિવપુરાણમાં બિલીપત્રના વૃક્ષને શિવજીનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ બિલીપત્રના વૃક્ષને “શ્રીવૃક્ષ” પણ કહેવામાં આવે છે. “શ્રી દેવી” માતા લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. જેના કારણે બિલીપત્રના વૃક્ષની પૂજા કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે. આ બિલીપત્રના વૃક્ષની જડમાં ગિરિજા, મૂળમાં મહેશ્વરી, ડાળીમાં દક્ષાયની, પાનમાં પાર્વતી, ફૂલમાં ગૌરી અને ફળમાં દેવી કાત્યાયની આમ, અનેક માતા વાસ કરે છે. આ કારણે આ બિલીપત્રના વૃક્ષનું પૌરાણિક મહત્ત્વ ખૂબ જ વધારે છે.
Read more: https://takshlifes.com/lord-shivas-mantr-meaning/
બિલીપત્રનું શિવજી માટે મહત્ત્વ
આપણા પૌરાણિક ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું વિશેષ મહત્ત્વ વધાર્યું છે. એક વખત ફરતાં ફરતાં દેવી પાર્વતીના લલાટ ઉપર ગરમીમાં પ્રસ્વેદ બિંદુ આવ્યું એટલે કે ગરમીમાં પરસેવો થયો. દેવી પાર્વતીએ તે હાથ વળે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને તે બિંદુમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું, ઊગ્યું. હવે, તે વૃક્ષ બિલીપત્રના નામથી ઓળખાયું.
અન્ય એક પૌરાણિક કથા મુજબ એવી પણ સમજણ છે કે આ વૃક્ષના મૂળમાં શિવપાર્વતી, છાલમાં ગૌરી, પુષ્પોમાં ઉમાદેવી, પત્રોમાં પાર્વતી તથા ફળમાં કાત્યાયની માતા વસે છે. ટૂંકમાં, કહીએ તો આ બિલીપત્રના સમગ્ર વૃક્ષમાં પાન થી લઈને મૂળ સુધી દેવી-દેવતાઓનો જુદા જુદા સ્વરૂપે વાસ છે. તેથી, ભગવાન શિવજીના પૂજનમાં બિલીપત્રનું અનોખું જ મહત્ત્વ છે.
આપણી સંસ્કૃતિની જાળવણી પૌરાણિક માન્યતા મુજબ એમ કહેવાય છે કે બિલીપત્રનું વૃક્ષ એ મહાદેવનું જ રૂપ છે અને દેવી-દેવતાઓ પણ એની સ્તુતિ કરે છે. બિલીપત્રનું વૃક્ષ એક તાત્ત્વિક સમજણ છે કે તે હંમેશા ત્રિદલ હોય છે અને તેના ત્રણ પાંદડા જ્ઞાન, કર્મ અને ભકિતનું પ્રતીક માનવામાં આવે છે.
બિલીપત્ર એટલે ધાર્મિક તેમજ આર્યુવેદિક મહત્વ ધરાવતી એક પ્રકારની વનસ્પતિ જે બીલીનાં પાંદડાં, ફળ , થડ, ડાળ વગેરે છે. આ બિલીપત્રનું પાન ત્રણ પાંદડાનું ઝુમખું હોય છે. જે બિલીપત્રના પાનને ભગવાન શિવના પુજનમાં બિલીપત્ર તરીકે ચઢાવવામાં આવે છે.
Benefits of Bel Patra
આપણા ભારત દેશમાં હિન્દુ ધર્મના લોકોમાં બિલીપત્રના પાનનું ખૂબ જ વિશેષ મહત્વ રહ્યું છે. બિલીપત્રના પાન અને અજમો ખાવાથી તેમજ આ બિલીપત્રના પૂજાથી લઈને આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બિલીપત્રના પાનમાં રહેલ વિટામિન A, C, B1 અને B6 મળી આવે છે. બિલીપત્ર અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ઉપરાંત, બિલીપત્રમાં કેલ્શિયમ અને ફાઈબર જેવા પોષકતત્ત્વો પણ હોય છે, જે આપણા શરીરને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
દરરોજ સવારે ખાલી પેટે બિલીપત્ર ખાવાથી તમારા શરીરને અગણિત ફાયદા મળી શકે છે. બિલીપત્રનું નિયમિત રીતે સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં ઘણી રાહત મળે છે. બિલીપત્ર હૃદયના સ્વાસ્થ્ય અને લીવર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ખાલી પેટે બિલીપત્ર ખાવાથી આપણું શરીર તેના પોષક તત્વોને સરળતાથી શોષી લે છે. એટલા માટે રોજ સવારે ખાલી પેટે બિલીપત્ર ખાવાથી શરીરમાં સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થાય છે.
ખાલી પેટ બિલીપત્ર ખાવાના ફાયદા
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
બિલીપત્રમાં રહેલા હાજર ફાઈબર અને અન્ય પોષક તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે. સવારે ખાલી પેટે બિલીપત્ર ખાવાથી તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમે દરરોજ સવારે ખાલી પેટે બિલીપત્રનું સેવન કરી શકો છો.
હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
બિલીપત્રમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે તમારા શરીરને હૃદયને અનેક રોગોથી બચાવે છે. બિલીપત્ર ખાવાથી તમારું હૃદય મજબૂત બને છે. જેથી તમારા શરીરમાં હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ ઘટે છે. સવારે ખાલી પેટે બિલીપત્ર ખાવામાં આવે તો હૃદયની બીમારીઓનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે
બિલીપત્રમાં વિટામિન સી હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. દરરોજ સવારે ખાલી પેટે બિલીપત્રનું સેવન કરવાથી શરદી અને ઉધરસ જેવા રોગ મટે છે તેમજ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
પેટની સમસ્યામાં રાહત
બિલીપત્રમાં ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે. તે આપણા પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ સવારે બિલીપત્રનું સેવન કરવાથી શરીરમાં થતા ગેસ, એસિડિટી અને અપચાથી છુટકારો મળે છે. બિલીપત્રને ખાવાથી શરીરમાં થતી કબજિયાત મટે છે. ખાલી પેટે બિલીપત્ર ખાવાથી પાઈલ્સની સમસ્યામાં રાહત મળે છે. બિલીપત્ર આપણા શરીરના પાચનતંત્રને મજબૂત બનાવે છે. બિલીપત્ર ખાવાથી પેટની તમામ સમસ્યાઓમાં રાહત મળે છે.
શરીરને ઠંડક આપે
બિલીપત્રની તાસીર ઠંડી હોય છે. બિલીપત્રના સેવનથી તમારું શરીર દિવસભર ઠંડુ રહે છે. જો તમારા મોઢામાં છાલા હોય તો પણ રોજ સવારે ખાલી પેટે બિલીપત્રનું સેવન કરવાથી ઘણો ખરો ફાયદો થાય છે. ઉનાળાની ઋતુમાં બિલીપત્રનું સેવન કરવું શરીર માટે વધુ ફાયદાકારક છે. તેના સેવનથી શરીરને ઠંડક મળે છે.
ખાલી પેટ બિલીપત્રનું સેવન કેવી રીતે કરવું?
રોજ સવારે ખાલી પેટે બિલીપત્રનું સેવન કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. બિલીપત્રને તમે ઘણી અલગ-અલગ રીતે ખાઈ શકો છો.
બિલીપત્રને તમે મધમાં ભેળવીને મધ સાથે પણ ખાઈ શકો છો. મધ અને બિલીપત્ર એકસાથે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
બિલીપત્રનું સેવન હૃદય, પેટ સહિત આપણા આખા શરીર માટે ખૂબ જરૂરી છે. બિલીપત્રનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
બિલીપત્રને સવારે નરણા કોઠે ચાવીને પણ ખાઈ શકાય છે. આમ, કરવાથી અનેક ફાયદા થાય છે.
બિલીપત્રનો ઉકાળામાં ઉપયોગ કરીને તેને અનેક રૂપમાં લઈ શકાય છે. બિલીપત્રને પાણીમાં ઉકાળીને અને પછી તેને ગાળીને પણ પી શકાય છે.
બિલાં ખાવાથી શું ફાયદા થાય?
હવે, બિલાંને પાકા ખાવામાં આવે છે. આ પાકાં બીલાં ગળ્યા લાગે છે, જેનો લોકો ખાવાના વધુ ઉપયોગ કરે છે. અમુક લોકો વળી, બિલાંનું શરબત પણ બનાવીને પીતાં હોય છે. જે ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. પાકાં બિલાંની અંદર રહેલો ગર્ભ ઝાડા અને મરડામાં ઔષધી તરીકે વપરાય છે. બિલાં શરીર માટે ઘણા જ પૌષ્ટિક અને ગ્રાહી છે.
બિલીપત્ર ક્યારે ન તોડવા?
બિલીપત્ર તોડવાના નિયમ હોય છે.
હિન્દુ ધર્મમાં માન્યતા અનુસાર તિથિમાં જોવા જઈએ તો ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાવસ્યા તિથિ, સંક્રાંતિ અને સોમવારે બિલીપત્ર ન તોડવા જોઈએ.
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ l
ત્ર જન્મં પાપ સંહારં એક બીલ્વ પત્રં શિવાર્પણમ્ ll
આ મંત્ર બોલીને બિલીપત્ર ભગવાન શિવજીને અર્પણ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.
Read more: https://takshlifes.com/sravan-mahinanu-mahatva/
બિલ્વપત્રની ઉત્પત્તિ કથા
બિલ્વ વૃક્ષની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય કથા અહી વર્ણવી છે.
એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ આવ્યું હતું, તે બિંદુને હાથ વડે લૂછીને તેને જમીન પર નાખ્યું હતું. હવે, આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેઘૂર નામનું વૃક્ષ ઉત્પન્ન થયું હતું. એક દિવસ એક સમયે ફરતા-ફરતા દેવી ગિરિજાએ તે વૃક્ષને જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે, આ વૃક્ષને જોઈને મારું હ્રદય પુલકિત બની ઉઠે છે.
સખી જયાએ કહ્યું “દેવી! આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે…” અને ત્યારે ગિરિજા દેવી એ આ વૃક્ષનું નામ “બિલ્વ” રાખ્યું હતું.
આપણા હિન્દુ ધર્મમાં બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. અહીં, એક માન્યતા એવી પ્રવર્તે છે કે, બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામ સ્વરૂપ છે. બિલ્વના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે.
બિલ્વના ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ ક્યારેય બેસતા નથી, પરંતુ, સીધાં જ ફળ બેસે છે. એવું કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં હોય છે. આ બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે.
ભગવાન શ્રી વિષ્ણુએ આ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે મહાદેવના શિવલિંગનું પૂજન કર્યું હતું. ત્યારે તે સમયે આ બિલ્વનું વૃક્ષ લક્ષ્મીજીની હથેળીમાં ઊગેલું! જે આજે “શ્રીવૃક્ષ” તરીકે ઓળખાયું છે.
બિલીપત્રના ત્રણ પાંદડા આપણને ત્રણ અંગોનું સૂચન કરે છે. તે ત્રણ પાંદડા સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. એ ઉપરાંત તે ત્રણે શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે.
મુનિ યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બિલીપત્ર દ્વારા પોતાના હ્રદયની સરળતા, સહજતા અને સિદ્ધિથી એકાગ્ર મને કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને પ્રાપ્ત કરે છે. અને ભક્તની મનોકામના પણ પરિપૂર્ણ કરે છે, અને તેને મુક્તિ પણ પ્રાપ્ત થાય છે.
બિલીપત્રો કેટલીક વખત મળતા હોતા નથી. ત્યારે ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બિલીપત્રો આપવામાં પણ ઘણું મોટું પુણ્ય મળે છે.
બિલ્વનું વૃક્ષ આપણને અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે. આથી બિલીપત્રોનો મહિમા ઘણો અપરંપાર છે.
Disclaimer: અહી આ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ પ્રકારની માહિતી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર કે વિકલ્પ હોતો નથી.