હોળીનો તહેવાર 2024 | Holi Festival 2024

હોળી

હોળી, જેને રંગોનો તહેવાર કહેવામાં આવે છે, તે આપણા ભારત દેશમાં લોકો દ્વારા ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પુનમના દિવસે આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. હોળી એટલે રંગોનો તહેવાર.

હોળી રંગોનો તહેવાર

હોળીનો તહેવાર 2024

આપણે સૌ બે દિવસ હોળીનો તહેવાર મનાવીએ છીએ. હોળીના તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ મહિનાની પુનમનાં દિવસે ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલન્ડર મુજબ હોળીનો તહેવાર માર્ચ મહિનામાં આવે છે. આ હોળીના દિવસે સાંજે ગામનાં પાદર, ભાગોળ કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં, તુવેર કે કપાસના સૂકા પૂડા, જારના પૂરા વગેરે એકઠું કરીને ‘હોળી’ સળગાવવામાં આવે છે. ત્યાર પછી હોળીની સાંજે ગામના બધાં લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં સૌ એકઠા થઈ થાય છે અને હોળીની પૂજા કરીને પછી તે પ્રગટાવવામાં આવે છે. હિંદુ ધર્મમાં લોકો હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ખજૂર, ધાણી, મગફળી વગેરે પવિત્ર મનાતી જેવી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે.

જો કે આપણા ભારત દેશમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતથી કરવામાં આવે છે. પરંતુ, દરેક જણની ભાવના તો એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. આપણી સાદી ભાષામાં કહીએ તો બુરાઈ પર અચ્છાઈની જીત. હિંદુ ધર્મમાં આને લગતી “હોળીકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.

આ હોળી અને ધુળેટીનો તહેવાર માત્ર આપણા ભારત દેશમાં જ નહીં, પરંતુ, અન્ય દેશોમાં પણ આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’ના નામથી ઓળખવામાં આવે છે. હોળીનો બીજો દિવસ ‘પડવો’ જેને “ધુળેટી” કહેવામાં આવે છે. 

હોળી રંગો સાથે કેવી રીતે શરૂ થઈ?

પૌરાણિક કથાઓ અને પુરાણો મુજબ રંગોથી હોળી રમવાનો સૌથી પુરાનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ અને વ્રજની કિશોરી રાધા રાણી સાથે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, શ્રી કૃષ્ણે ગોવાળો સાથે હોળી રમવાની પ્રથા શરૂ કરી હતી. આ જ કારણ છે કે, આજે પણ વ્રજમાં હોળીનો તહેવાર ધામધૂમથી રમવામાં આવે છે.

Holi Festival 2024

હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે. હોળી એક એવો તહેવાર છે, જેમાં લોકો એકબીજા પ્રત્યે વેર-ઝેર, મનમોટાવ, દ્વેષ મટાડીને લોકોને ગળે લગાવવાનો તહેવાર છે. આપણા હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર આવતાની સાથે જ લોકોમાં ખુબ આનંદ-ઉત્સાહ વધી જાય છે. આખા વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. આ સમયે ખેતરો પાકથી લહેરાતાં હોય છે. યુવાનોના હૈયાં વસંત ઋતુની સાથે ખીલી ઉઠે છે. લોકો દ્વારા ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન અને નર-નારીઓ જોવા મળે છે. એટલે તો હોળીને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હોળીના બીજા દિવસે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ધુળેટીના દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબિલ,ગુલાલ, પાણી તેમજ કેસુડાનાં રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો આનંદ અને ઉત્સાહ વ્યક્ત કરે છે.  કેટલાક લોકો આ દિવસે ભગવાન શિવની પ્રાર્થના,પૂજા અને અર્ચના કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે. ફિલ્મી દુનિયામાં બોલીવુડની જાણીતી મોટી હસ્તીઓ પણ ધુળેટીના રંગોમાં રંગાવાથી બાકી રહેતી નથી. ”રંગબરસે,ભીગે ચુનરવા” જેવાં હિન્દી ફિલ્મોના ગીતો ગાઈને આનંદ માણતી જોવા મળે છે. 

હોળી દહન ક્યારે છે? 2024

આપણા વૈદિક પંચાગ અનુસાર ફાગણ સુદ પૂનમના દિવસે 24 માર્ચે સવારે 9:54 વાગ્યે શરૂ થાય છે, જે 25 માર્ચે બપોરે 12:29 વાગ્યે સમાપ્ત થાય છે. આ સમયમાં 24 માર્ચે હોલિકા દહનની ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ 25 માર્ચે રંગો સાથે હોળી એટલે કે ધુળેટી રમવામાં આવશે.

હોલિકા દહનનું શુભ મુહૂર્ત 2024

આપણા વૈદિક પંચાગ અનુસાર હોલિકા દહન 24 માર્ચે રાત્રે 11.13 વાગ્યા સુધી ચાલશે. હોલિકા દહન થોડા સમય માટે ભદ્રકાળની છાયામાં રહેશે, અને 25 માર્ચે બપોરે 12.23 વાગ્યે સમાપ્ત થશે. આ વર્ષે હોલિકા દહન માટે તમને કુલ 1 કલાક અને 14 મિનિટનો સમય મળશે.આ સમય દરમિયાન તમે કોઈપણ અવરોધ વિના હોલિકા દહન કરી શકો છો.

હોલિકા દહનની સામગ્રી

રૂની દિવેટ, ઘીનો દીવો, ચોખા, છાણા, ગોળ, ફૂલો, હાર, નાડાછડી, ગુલાલ, હળદર, પાણીનો લોટો, નાળિયેર, પતાશા, ઘઉંનો ડોડો, શેરડી, છાણાનો હાર, ખજૂર, ધાણી વગેરે વસ્તુઓને લઈ જઈને હોળીની પૂજા કરી હોલિકા દહનમાં વધાવવી અને પાણીનો લોટો લઈને હોળીની પ્રદક્ષિણા કરવી.

હોલિકા પૂજા મંત્ર

હોલિકા માટે મંત્ર – ઓમ હોલિકાઈ નમ:।

ભક્ત પ્રહલાદ માટે મંત્ર: ઓમ પ્રહલાદાય નમ:।

ભગવાન નરસિંહ માટે મંત્ર: ઓમ નૃસિંહ નમ: ઓમ નૃસિંહ નમ:।

હોળીમાં ખવાતા ધાણી, ચણા અને ખજૂર

ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનામાં વાવેલા ચણા હોળીના તહેવાર દરમિયાન પાકીને તૈયાર થઈ જાય છે. આ સમયમાં ખજૂર પણ પાકી જાય છે તેથી તે તાજી મળે છે. ખજૂર પૌષ્ટિક હોવાની સાથે અન્ય પોષકતત્વોથી ભરપૂર હોવાથી તે શરીરની ઈમ્યુનીટી વધારવામાં પણ મદદ કરે છે. આયુર્વેદિકq દ્રષ્ટિએ શેકેલા ચણા ખાવાથી કફ, વાયુ, પિત્ત અને થાક મટે છે. જો તમને છાતીમાં કફ જામી ગયો હોય, સળેખમ હોય, તે લોકો શેકેલા ચણા ખાય તો તે ફાયદો થાય છે. ચણા કફ આંતરડા વાટે પચી અને શરીરની બહાર નકામો કચરો કાઢે છે. જો તમને કફને કારણે જીભનો સ્વાદ બગડી ગયો હોય, ભૂખ ન લાગતી હોય તેઓ ચણામાં સિંધવ મીઠું, મરી, લીંબુ ઉમેરીને ખાઈ શકાય છે. શેકેલા ચણા સરળતાથી પચે તેવો પૌષ્ટિક ખોરાક ગણાય છે. હોળીના પર્વ પર ધાણીને આગમાં શેકી અને ફોડવામાં આવે છે. ધાણીમાં રૂક્ષતાનો ગુણ હોવાથી તે સરળતાથી પચે છે અને તમને થતા કફને પણ મટાડે છે.

હોલિકા દહનની પૂજા વિધી

ગામડાં અને શહેરોમાં દરેક જગ્યાએ રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. આ પહેલા હોળીમાં હોલિકા માતાની પૂજા કરવામાં આવે છે. આ હોળીના દિવસે સૂર્યાસ્ત સમયે બધા કામથી નિવૃત્ત થઈ સ્નાન કરી સ્વચ્છ નવા વસ્ત્ર ધારણ કરવા. આ પછી, હોલિકા દહન જ્યાં કરવાના હોય તે સ્થળે જવું. આ પછી સૌથી પહેલા ફૂલ, હાર, નડાછડી, ચોખા, ઘઉંની બુટ્ટી, શેરડી અને ચણાના ઝાડ, મગની દાળ અને ભોગ સાથે જળ ચઢાવવું સાથે હોલિકા દહનની ફરતે લોટામાં થોડું પાણી લઈને ચઢાવવું. આ પછી ત્યાં ઘીનો દીવો પ્રગટાવવો અને હોલિકાની આસપાસ કાચું સૂતર અને ધુમાડો લો અને 5 ફેરા ફરો અથવા પરિભ્રમણ કરો. આ પછી, પોતાના માટે તેમજ પરિવારની સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરો. હોળીની રાત્રે હોલિકા દહનના સમયે સુખ-સમૃદ્ધિની કામના કરતા સમયે હોલિકા દહનમાં અક્ષત અર્પિત કરો.

ધૂળેટી ક્યારે છે? 2024

હોલિકા દહનના બીજા દિવસે એટલે કે 24 માર્ચે હોળી અને તેના બીજા દિવસે 25 માર્ચના રોજ ધુળેટી એટલે કે રંગોત્સવ અથવા તો રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે.

હોળીની ઉજવણી 2024

 હોળીનો તહેવાર પૂરા દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં હિન્દુ ધર્મમાં આ તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે કારણ કે તેને આપણે સૌ રંગોથી ઉજવીએ છે. આ હોળીનો તહેવાર આખા ભારતદેશમાં ઉજવવામાં આવે છે. પરંતુ, કેટલીક એવી ખાસ જગ્યાઓ છે જ્યાં હોળી વિશ્વભરમાં પ્રખ્યાત છે. તો ચલો જાણીએ આપણા ભારતદેશના આવા પ્રખ્યાત શહેરો વિશેની માહિતી, જ્યાં ભવ્ય સ્વરૂપથી હોળી રમાય છે….

વૃંદાવન

ભગવાન કૃષ્ણની નગરી એટલે વૃંદાવન. જે હોળી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ હોળીના રંગોના તહેવારની ઉજવણી માટે વૃંદાવનને એક ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. આ વૃંદાવન શહેર તેના “ફૂલોની હોળી” માટે જાણીતું છે અને હોળીની મુખ્ય ઉજવણી બાંકે બિહારી મંદિરમાં થાય છે.

મથુરા

મથુરા, શ્રી કૃષ્ણનું જન્મસ્થળ છે, મથુરા હોળીના તહેવાર માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. અહીંયા ભગવાન કૃષ્ણ અને રાધાના પોશાક પહેરીને બાળકો દ્વારકાધીશ મંદિરમાં ગુલાલ ઉડાડે છે, રંગોની ઉજવણી કરે છે. હોળીની ઉજવણી કરવા માટે મથુરાને દે પણ ભારતના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક ગણવામાં આવે છે.

ઉદયપુર

ઉદયપુર તેના તળાવથી પ્રખ્યાત છે. જ્યાં લોકો હોળી રમવા માટે જતા હોય છે. તો તમે હોળીના દિવસે તળાવોના શહેર ઉદયપુર જઈ શકો છો. હોળીના દિવસે ત્યાં શહેર અને તેની શેરીઓ રંગોમાં રંગાઈ જાય છે, જે આ હોળીના તહેવારની ઉજવણીમાં ઉમેરો કરે છે.

પુષ્કર

આપણું પ્રાચીન શહેર પુષ્કર જેની હોળીના તહેવાર દરમિયાન મુલાકાત લેવા માટે યોગ્ય સ્થળ છે. આ શહેર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વધુ આકર્ષે છે અને અહીંયા હોળી તેમજ બીજા ઘણા લોકપ્રિય તહેવારોની ઉજવણી કરે છે. જ્યાં હોળીમાં લોકો રંગોમાં રંગાઈ જાય છે.

બરસાના

રાધા રાણીનું શહેર એટલે બરસાના. આ શહેર હોળી માટે પણ ખૂબ પ્રખ્યાત છે. આ શહેર તેની પ્રખ્યાત લઠ્ઠમાર હોળી માટે જાણીતું છે, જ્યાં હોળી પર મહિલાઓ દ્વારા પુરુષોને લાકડીઓ વડે મારવામાં આવે છે.

હોળીની આયુર્વેદની દ્રષ્ટિએ ઉજવણી

હોળીના દિવસે ‘પ્રહલાદ અને હોલિકા’ સાથે જોડાયેલી કથા જે અસત્ય પર સત્યના વિજયની કથાને અનુલક્ષીને આ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીના દિવસે લોકો ગામને પાદરે સાંજે લાકડા, છાણાનો ઢગલો ચાર રસ્તા કે ચોક પર કરી અને હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીની અગ્નિને ચણા, ધાણી, ખજૂર, નારિયેળ હોમી, પાણી રેડી તેની ચોફેર પ્રદક્ષિણા કરવામાં આવે છે. મોટા પરિવારોમાં જન્મેલા નાના બાળકોની પ્રથમ હોળી હોય, તેઓને હોળીના દર્શન કરાવાય છે. સવારથી સાંજ સુધી મોટેરાઓ અને બાળકો માત્ર ધાણી-ચણા અને ખજૂર ખાતા હોય છે. આ બધા સાંજે હોળીના દર્શન બાદ મિષ્ટાન્ન યુક્ત ભોજન કુટુંબીજનો અને મિત્રોની સાથે કરવામાં આવે છે. હોળીની પ્રદક્ષિણા દરમિયાન અગ્નિના તાપ આપણા શરીરમાં લાગવાથી ખાસ કરીને ફેફસાં, સાયનસમાં જમા થયેલો કફ પીગળી અને સહેલાઈથી બહાર આવી શકે છે. સામાજિક મેળાના વાતાવરણમાં આનંદદાયક વાતાવરણની મનોદૈહિક સારી અસર થાય તે પણ સ્વાભાવિક છે.

હોળીની પૌરાણિક કથાઓ

હોળી સાથે ઘણી પૌરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા પ્રમાણે, હિરણ્યકશ્યપ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઇપણથી તે મૃત્યુ પામશે નહીં’. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો હતો અને તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું હતું. આથી તે વધારે ક્રૂર, અભિમાની અને અત્યાચારી બની ગયો હતો. તેથી તેને સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ તેને હાહાકાર મચાવી દીધો હતો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, હિરણ્યકશ્યપનો પોતાનો દિકરો, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો પરમભક્ત હતો. ભક્ત પ્રહલાદને કંઈ કેટલાંય પ્રલોભનોથી ઈશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ, પ્રહલાદ પોતાની ભક્તિથી ડગ મગ્યો નહીં અને પોતાની ભક્તિ કરવાનું ચાલુ રાખ્યું. તેણે પ્રહલાદને મારવા માટે પણ ઘણા ઉપાય કર્યા હતા. પરંતુ ઈશ્વરકૃપાથી તે દરેક રીતે તેના ઉપાયો નિષ્ફળ રહ્યા હતા.

અંતે, પ્રહલાદને મારી નાખવાનાં હેતુથી હિરણ્યકશ્યપે પ્રહલાદને, પોતાની બહેન હોળીકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો હુકમ કર્યો હતો. હોળીકાની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે, ઓઢે અથવા તો પહેરે તો તેનાથી તેને અગ્નિ પણ બાળી શકે નહીં. હવે, ભક્ત પ્રહલાદે પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી હતી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી,ત્યારે પેલી ઓઢણી પવન આવવાથી હોલિકાનાં માથા પરથી ઉડી અને ભક્ત પ્રહલાદને વીંટાઈ ગઈ. આ રીતે, હોળીકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ, હોળીકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની જાય છે. ભક્ત પ્રહલાદ જીવ્યો તેની ખુશીમાં ધુળેટીનો ઉત્સવ ઉજવાય છે.

બીજી કથામાં ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા કહેવામાં આવે છે, જેમાં ભગવાન વિષ્ણુએ નૃસિંહનો અવતાર ધારણ કરી અને બરાબર સંધ્યાના સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો. આ રીતે, આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનું આ પર્વ એટલે હોળીનો તહેવાર છે. આ ઉપરાંત, અન્ય કથાઓ પણ પ્રચલિત છે.

હોળીનું ધાર્મિક મહત્વ

પરંપરાનું પ્રાગટય એટલે હોળી…આમ,તહેવાર તો એક પરંતુ રંગ અનેક…હોલીકાદહન..ધુલીકા વંદના…ધૂળેટીનું પર્વ એટલે રંગોત્સવ અને મોજમસ્‍તીનું પર્વ…

આપણી સંસ્કૃતમાં હિન્‍દુ ધર્મમાં દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસને “હોળીનો તહેવાર” તરીકે ઉજવામાં આવે છે. બીજા દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિવસને “ધૂળેટી”તરીકે રંગેચંગે રંગોત્સવ ઉજવામાં આવે છે. હવે, આ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે. આ સમયને “પાનખર ઋતુ” કહેવામાં આવે છે. ઝાડનાં ખરી ગયેલા જુના પાન, ફળ, ફુલના સ્‍થાને નવી નવી નવાકુરિત કુંપળો, ફુલો, ફળોથી વનરાજી ખીલી ઉઠે છે અને જાણે ધરતી માતા અત્‍યંત સોહામણા લીલી સાડી પહેરી હોય એમ લાગે છે. વસંતનું મનભાવન આગમન આ ફાગણ માસથી પ્રારંભિત થાય છે.

હોળી ધુળેટીનો તહેવાર ભારતભરના વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે આ હોળીના પર્વની વૈવિધ્‍યપુર્ણ ઉજવણી થાય છે. આ હોળીનો પર્વ આદીવાસીઓના જીવનની કલ્‍પના પણ ન કરી શકાય. ખરેખર તો મનુષ્‍યએ પણ એકતાથી સતત આંચ ઓઢી રાખી છે. જે હોળી ધુળેટી જેવા ઉત્‍સવનું નિમીત છે. આ આદિવાસી સમાજના લોકો ઉમંગ ઉત્સાહ અને આનંદભેર નાચ ગાન સાથે આ હોળીના ઉત્સવની ઉજવણી કરે છે. હોળીના ઉત્‍સવનું જો કોઈ શ્રેષ્ઠ પાસુ હોય તો તે ગીત સંગીત અને નૃત્‍ય છે. જે આદિવાસી લોકો દ્વારા કરવામાં આવે છે. હોળીનો સીધો સંબધ વસંતઋતુ સાથે પણ છે અને આ વસંત એટલે આનંદોલ્લાસ પ્રકૃતિનો વૈભવ અને ગીત સંગીત નૃત્‍ય પહેલા વસંતોત્‍સવ મહોત્‍સવ રૂપે ઉજવાતો હતો. રાધા કૃષ્‍ણના હોળી રમવામાં હજારો પદ મળી આવે છે. હોળી પર્વ એ કવિઓ અને સંગીતકારોને ખુબ જ પ્રેરણા આપી છે. વૈષ્‍ણવ મંદીરોમાં પણ ગીત સંગીત સાથે જ હોળી ઉજવાય છે.

આ હોળી-ધુળેટી પર્વનો ઉત્‍સવએ ખરેખર ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંતોત્‍સવમાં પણ સંયમની દિક્ષા આપતો તહેવાર છે. હોળી એ એકતા અને સંઘ નિષ્‍ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવમનમાં અને માનવ સમાજમાં રહેલી કૃવૃતિને બાળવાનો સંદેશ આપનારો ઉત્‍સવ છે.

 હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.

હોળીનું વૈજ્ઞાનિક મહત્વ

હોળીના તહેવારનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું પ્રતિક છે કે દરેક માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગમાં સળગાવી દે. તેમજ સારા વિચારોનું આવરણ કરે. આમ કરવાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ તમારા વિચારો પણ નિખરીને નીકળશે.

વસંત ઋતુ આવવાની ખુશીમાં ઝાડના સુકાયેલ પાંદડા અને લાકડાઓને એકઠાં કરીને સળગાવી દેવાનો જ તેનો મુખ્ય હેતુ રહ્યો હશે. પરંતુ, અત્યારે તો લોકો દ્વારા મોંઘા લાકડાને ખરીદી લાવીને સળગાવવામાં આવે છે. આ હોળીનું વિકૃત સ્વરૂપ છે. બીજા દિવસે હોળીની અગ્નિમાં ઘઉંના ડુંડા શેકવાનો રિવાજ છે. આનું કારણ એ છે કે આ હોળીના દિવસોમાં ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે. નવા પાકને અગ્નિના દેવતાને સમર્પિત કરવાની સાથે સાથે આ વખતનો પાક કેવો છે?તે પણ સાબિત થાય છે. હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. આ દિવસે લોકો એકબીજાને ગુલાલ લગાવીને અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ દિવસે લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે.

હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. જે દરેક લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી દૂર થતાં નથી. પરંતુ, હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે પોતે સ્વતંત્ર બની જાય છે. તેમજ તે હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધા જ હોળીના આનંદમાં જુમે છે. આ રીતે વ્યક્તિ પોતાના તન-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. હોળીમાં રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તમને તે સંકેત આપે છે કે હવે, ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો શરૂ થઈ ગયાં છે.

હોળીમાં ભરાતા આદિવાસી મેળાઓના નામ

Disclaimer : આ આર્ટિકલમાં આપેલ આ માહિતી વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને અમે તમારા સુધી પ્રસ્તુત કરવામાં આવી છે. અમારો મુખ્ય હેતુ માહિતી તમારા સુધી પ્રસારિત કરવાનો છે, આથી તમે અમારો આ લેખ માત્ર માહિતી તરીકે જ ઉપયોગમાં લેવો જોઈએ.

1 thought on “હોળીનો તહેવાર 2024 | Holi Festival 2024”

Leave a comment