Health Benefits of Ginger | આદુ ખાવાના ફાયદા

આદુ

આદુ એ આપણા રસોડાના મસાલાઓમાં વપરાતું વિશ્વમાં સૌથી વધારે લેવાતો પાક છે. આદુ એ કદાચ વિશ્વનું સૌથી વધુ ઉપયોગી અને પૂરાવા આધારિત સ્વસ્થ્યવર્ધક ઉપચારક છે. આદુ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને તેથી આપણા માનવ શરીરમાં થતી બીમારીઓ જેવી કે શરદી અને ઉધરસને રોકવામાં મદદ કરે છે. આદુનું સેવન આપણા શરીરમાં થતા રોગોમાં ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આદુમાં રહેલા પોષકતત્ત્વોમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી જેવા ગુણો સંધિવાના દર્દીઓને રાહત આપી શકે છે. આદુનું સેવન માનસિક તણાવ ઘટાડવામાં અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે.

Table of Contents

આદુની ખેતી

આદુ એ ભારતીય ઉપખંડમાં જોવા મળતી એક વનસ્પતિ છે, જે વનસ્પતિનાં મૂળમાં થતી ગાંઠનો ઉપયોગ આપણા આહારમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા સૌથી વધુ આદુની ખેતી જોવા જઈએ તો ભારતમાં થાય છે.

દુનિયામાં આદુની ખેતીમાં મળતા ઉત્પાદનમાં સૌથી વધુ ભારતનો ૩૦% જેટલો ભાગ છે. ત્યાર બાદ બીજા બધા દેશોમાં ચીન, ઇન્ડોનેસિયા, નેપાળ, નાઇજેરિયા, બાંગ્લાદેશ, જાપાન , થાઈલેન્ડ , ફીલીપૈન્સ અને શ્રીલંકા ખાતે પણ આદુની ખેતી કરવામાં આવે છે.

આદુને અલગ – અલગ નામથી વિવિધ પ્રદેશો અને ભાષાઓમાં ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં વિશ્વોષધ, અંગ્રેજી ભાષામાં જીંજર, ઇન્ડોનેસિયા દેશમાં જાહે, નેપાળમાં અદુવા અને ફીલીપીનસમાં લુયા જેવા નામોથી આદુ ઓળખવામાં આવે છે. વિશ્વમાં આદુનો ઉત્પાદિત અડધો અડધ જથ્થો આપણું ભારત સપ્લાય કરે છે. આપણો આ ભારત દેશ આદુના વાવેતરમાં મોખરે છે અને દુનિયામાં ઉત્‍૫ન્ન થતા આદુનું અડધા કરતા વધુ ઉત્‍પાદન અહીંયા થાય છે. આપણા ભારત દેશમાં હળવા આદુની ખેતી મુખ્યત્વે અમુક પ્રદેશોમાં થાય છે જેમ કે, કેરળ, ઓરિસ્સા, આસામ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં થાય છે.

આદુ એ આમ જોવા જઈએ તો મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય પ્રદેશનો પાક છે. આદુ શબ્દ છે એ સંસ્કૃત ભાષાના સ્ટ્રિંગવેરા નામ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે શિંગડા અથવા બાર શિંગડા જેવું શરીર. આદુનો ઉપયોગ પ્રાચીન સમયથી આપણા આહારમાં મસાલા, તાજા શાકભાજી અને દવા તરીકે કરવામાં આવે છે.

આપણા ભારત દેશમાં ખેતીનું નામ સાંભળતા જ સામાન્ય રીતે ખેડૂત લોકોના મનમાં સૌથી પહેલી વસ્તુ ડાંગર અને ઘઉં આવે છે. એ ખેડૂત લોકો માને છે કે ડાંગર અને ઘઉંની સાથે કઠોળ અને તેલીબિયાં એવા પાક છે, જેની દરેક ખેડૂતો મોટા પાયે ખેતી કરે છે અને સમૃદ્ધ પણ બને છે. પરંતુ અમારું માનવું છે કે આ પાકો સિવાય પણ બીજી ઘણા પ્રકારની ખેતી કરી શકાય છે, જેના દ્વારા ખેડૂતો સારી એવી આવક મેળવી શકે છે અને આમાં ખર્ચ પણ ઓછો થાય છે. આજે આપણે આદુની ખેતી વિશે વાત કરીએ તો આદુ એક એવો પાક છે જેની ખેતી સમગ્ર ભારત દેશમાં થાય છે. આદુનો ઉપયોગ શાકભાજીથી લઈને ચા બનાવવા માટે થાય છે. શાકભાજીમાં લસણની સાથે આદુની પેસ્ટ નાખવાથી તેનો સ્વાદ અદ્ભુત બને છે. આદુ એ ઔષધિ તરીકે મુખ્ય કાર્ય કરે છે.

સૂકા આદુનો સૂંઠ તરીકેની ઔષધિના રૂપમાં ઉપયોગ થાય છે. આદુનો ઉપયોગ દવાઓ, સૌંદર્ય ઘટક, ચા બનાવવા અને મસાલા તરીકે થાય છે. આ સાથે આદુનું સ્વાદિષ્ટ અથાણું પણ બનાવવામાં આવે છે. શરદી અને ઉધરસની સ્થિતિમાં આદુની કડક ચા પીવાથી વ્યક્તિને શરદી જુખમમાં રાહત મળે અને શરીર સ્વસ્થ બને છે. આ સિવાય સૂકા આદુના રૂપમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે, કાચું આદુ અને સૂકા આદુનો પણ ચટણી, જેલી, શાકભાજી, શરબત, લાડુ દાળ – શાક અને ચાટમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ આપણા મસાલામાં આદુનો તીખો સ્વાદ તેમાંથી મળતા તેલ રેઝીનને આભારી છે.

આદુનો છોડ

આદુનો છોડ એ પાંદડાવાળી દાંડી અને પીળાશ વાળા લીલા ફૂલો ધરાવે છે. આદુ એ છોડના મૂળિયાની ગાંઠોને જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે. આદુ એ અમુક દેશો જેવા કે, ચીન, જાપાન અને ભારત જેવા એશિયાના ગરમ ભાગોમાં ઉગાડવામા આવે છે. પરંતુ, હવે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના કેટલાક ભાગોમાં આદુની ખેતીનો વિકાસ થયો છે. આદુ પણ હવે દવા તરીકે અને ખોરાકમાં મસાલા તરીકે ઉપયોગ કરવા મધ્યપૂર્વમા ઉગાડવામાં આવે છે.

સૂંઠ બનાવવાની રીત

કુદરતી રીત

આદુની ગાંઠોને જમીનમાંથી ખોદીને તેને તડકે સૂકવી તેના ઉ૫રની માટી સાફ કરી લેવી. આદુની ભરાવદાર અને તાજી મોટી ગાંઠોને માટી સાફ કરીને તેને એક દિવસ પાણીમાં ૫લાળી રાખો. આમ, કરવાથી આદુની છાલ સહેલાઈથી ઉખાડી શકાય છે. આદુની છાલ કાઢયા બાદ આ ગાંઠોને ફરીથી ધોઈ નાખો, હવે આદુ સાફ કરી તડકામાં ત્રણ થી ચાર દિવસ સૂકવવી રાખો. ત્યારબાદ આદુના કાતરાને હાથ વડે ઘસવા જેથી આદુની બધી છાલ છુટી ૫ડી જાય અને ૫છી તેને ત્રણ થી ચાર દિવસ સુધી તા૫માં સૂકવી ફરીથી હાથ વડે ઘસીને સાફ કરવું. ત્યારબાદ આદુને જાડા ક૫ડા સાથે ઘસવું જેથી બાકી રહેલા બધી જ છાલ નીકળી જશે. આદુમાંથી સૂંઠ બનાવવાની આ ધીમી રીત છે. ૫રંતુ, આ રીતમાં આદુની મહેક અને બીજાં તત્વો પણ સચવાયી રહે છે.

કૃત્રિમ રીત

આ રીતમાં આદુને કુત્રિમ રીતે ગરમી આપીને આદુ સૂકવીને સૂંઠ બનાવી શકાય છે. આ રીતમાં પણ આદુની ગાંઠોની માટી બરાબર સાફ કર્યા ૫છી તેને 2 ટકા ચૂનાના દ્રાવણમાં 6 થી 8 કલાક બોળી રાખો. આદુ ઉ૫ર ચૂનાનો ૫ટ ચઢે ત્યાર૫છી આદુને બહાર કાઢી લઈ વાંસની ટો૫લીમાં ભરી લેવું. આ આદુ ભરેલી ટો૫લીઓને ગોઠવી પ્રથમ વખત 4 કલાક બીજી વખત 12 કલાક અને ત્રીજી વખત 6 કલાક એમ ત્રણ વખત ગંધકની સારવાર આ૫વાથી સૂંઠ તૈયાર થાય છે. લીલા આદુમાંથી આશરે 17 થી 20 ટકા જેટલી સૂંઠ બને છે.

આદુના પ્રાચીન ઉપયોગો

પ્રાચીન સમયથી ભારતમાં અને ચીનમાં આદુ મસાલા તરીકે અને ઔષધ તરીકેના ઉપયોગ માટે વપરાય છે. આદુની ખેતી ભારત તેમજ ચીન દેશમાં થાય છે. આ બન્ને દેશોના ચિકિત્સા ગ્રંથોમાં આદુ અને સૂંઠની મસાલા તરીકે અને ઔષધ તરીકેના વપરાશની માહિતી આપવામાં આવી છે.

ઇ.સ પૂર્વે ચોથી સદીના ચીનના ગ્રંથોમાં આદુને પેટની સમસ્યાઓ, ઉબ્કા, કૉલેરા, દાંતના દુ:ખાવા, રક્ર્સ્રાવ અને સંધિવા જેવી વગેરે બીમારીઓમાં રાહત આપવા આદાને મુખ્ય તરીકે વર્ણવવામાં આવ્યું છે. ચીનમાં પ્રાકૃતિક ચિકિત્સકો તેમજ મુખ્ય દવાખાનામાં પણ આદુની દવાઓ બનાવીને કફ અને શરદીની સાથે શ્વસનતંત્રને લગતી તમામ બીમારીઓમાં આદુ વપરાય છે. પાંચમી સદીમાં ચીનના સરહદી સૈનિકો આદુનો ઉપયોગ વિટામિન સીની ઉણપ માટે કરતા હોય છે. સરહદી લાંબી સફરમાં સૈનિકો સરફ દરમિયાન વિટામિન સીની ઉણપ વખતે આદુનો ઉપયોગ કરતા હતા.

ભારત દેશના આયુર્વેદિક ગ્રંથોમાં આદુને ઉપલબ્ધ ઔષધિઓમાંનું સૌથી અગત્યનું એક ઔષધ ગણવામાં આવે છે. ભારત દેશના લોકો આદુનું વર્ણન કરતા એ હદ સુધી કહે છે કે આદુ એકલું જ આપણા આહારમાં સંપૂર્ણ ઔષધ તરીકેના ઉપયોગ માટે વપરાય છે. આયુર્વેદિક ચિકિત્સકો તેમજ વૈદ આદુને તે શરીરની પાચશક્તિ મજબૂત કરતું હોવાથી, શરીરની પાચકાગ્નિને પ્રદીપ્ત કરતું હોવાથી, શરીરમાં ભૂખ વધારતું હોવાથી, શરીરમાં સૂક્ષ્મ-રુધિરાભિસરણ માર્ગોને સ્વચ્છ કરતું હોવાથી તેને શક્તિશાળી પાચક તરીકે વર્ણવવામાં આવ્યું છે. આદુ એ શરીરમાં ઇજા પામેલી માંસપેશીઓ, પોષકતત્ત્વોના ગ્રહણ અને પરિવહન સુધારવામાં ખૂબ મદદ કરે છે. આદુ આયુર્વેદમાં સાંધાના દુ:ખાવા, ઉબ્કા, ઉલ્ટી અને પ્રવાસમાં ગતિને કારણે થતી સમસ્યા(મોશન સિકનેસ)માટે ઔષધ તરીકે કાર્ય કરતું હોવાથી તે ઉપયોગમાં વધુ લેવાય છે.

આદુના સૌથી વધારે મહત્ત્વપૂર્ણ ફાયદાઓ

Health Benefits of Ginger

આદુ એ આપણા રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આદુંની મસાલા તરીકેની મદદથી આપણે અનેક પ્રકારની વાનગીઓનો સ્વાદ વધારી શકીએ છીએ. પરંતુ, આ આદું કોઈપણ આયુર્વેદિક ઔષધિથી કમ નથી. જો આપણે આદુંને કાચું ચાવીએ, તેનો રસ પીવીએ અથવા હર્બલ ટી આદુ નાખી બનાવી તેનું સેવન કરીએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આદુમાં જીંજરોલ નામનું કમ્પાઉન્ડ હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય આદુમાં વિટામિન B3, વિટામિન B6, વિટામિન C, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, ફોલેટ વગેરે પોષકતત્ત્વો હોય છે. આ ઉપરાંત, આદુમાં ફોલેટ, રિબોફ્લેવિન અને નિયાસિન જેવા પોષક તત્વો પણ મળી આવે છે. તો ચાલો આવો જાણીએ આદુના ફાયદા વિશેની જાણકારી મેળવીએ.

Read More : હળદરના ફાયદા | Benefits of Turmeric

આદુ ખાવાના ફાયદા

શરીરમાં પાચનમાં સુધારો થશે

આદુમાં રહેલા ઉત્સેચકો આપણા શરીરના પાચનને સુધારવામાં મદદ કરે છે. જેથી તમારું પેટ યોગ્ય રીતે કામ કરે છે. આદુ ખાવાથી ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત થાય છે. આદુનું પાણી પીવાથી શરીરમાં ડાયજેસ્ટીવ જ્યુસ વધે છે. જેથી શરીરમાં ખાવાનું ડાયજેસ્ટ કરવામાં મદદ થાય છે. જેથી તમારા પાચનતંત્રમાં સુધારો થાય છે.તેમજ તમારું શરીર સ્વસ્થ રહે છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે

આદુમાં વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેનાથી શરીરમાં રોગો સામે લડવાની તાકાત વધે છે. તેમજ શરીર સ્વસ્થ રહે છે.

શરીરમાં બ્લડ પ્રેશર અને ડાયાબિીસને નિયંત્રિત કરશે

આદુમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ અને કુદરતી મૂત્રવર્ધક પદાર્થો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આ આદુનું સેવન ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

શરીરની ત્વચાને સ્વસ્થ રાખશે

આદુમાં રહેલા હાજર એન્ટીઓક્સીડેન્ટ હોવાથી તે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. તેમજ ત્વચા પરના દાગ ધબ્બા દૂર કરે છે. તેમજ ત્વચાની સુંદરતા વધે છે.

શરીરનું વજન ઓછું થશે

આદુ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે, તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટો ચરબી બર્ન કરે છે. દરરોજ જો તમે આદુના પાણીનું સેવન કરો છો તો તમારું વજન ઘટાડવા તેમજ શરીરના થતાં મોટાપાથી રાહત મળશે. આદુનું સેવન કરવાથી તમારા શરીરમાં મેટાબોલીઝમની માત્રા વધે છે, જે તમારા પેટની ચરબી ઉતારવામાં રાહત મળે છે.

માનસિક તણાવ ઓછો કરશે

આદુનું સેવન માનસિક તણાવ ઘટાડવામાં અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. આદુની સેવન મગજને ફ્રેશ રાખવામાં મદદરૂપ થાય છે. જેથી મગજ ફ્રેશ તો માનસિક તણાવ દૂર થાય છે.

શરદી અને ઉધરસથી બચાવ

આદુ ગરમી ઉત્પન્ન કરે છે અને તેથી શરદી અને ઉધરસને રોકવામાં મદદ કરે છે. આદુવાળી ચા પીવાથી શરદી જુખામમાં રાહત મળે છે. વધારે પડતી ઉધરસમાં આદુંના ટુકડા કરીને મોંઢામાં ચૂસવાથી ગળામાં રાહત થાય છે.

સંધિવાના દર્દીઓ માટે ફાયદાકારક

આદુમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો સંધિવાના દર્દીઓને રાહત આપી શકે છે. આદુ ગરમ હોવાથી તે શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ સારી રીતે થાય છે. જેથી શરીરમાં લોહી ગંઠાવવાની સમસ્યા દૂર થાય છે.

શરીરમાં થતા કેંસરથી બચાવ 

આદુના સેવનથી કેંસર જેવી ભયાનક બીમારીઓમાંથી શરીરને બચાવી તંદુરસ્ત રાખવાના ગુણો હોય છે. આદુમાં કેંસરની એંટી પ્રોપર્ટી હોય છે. આદું ખાવાથી જે કેંસર પેદા કરવાવાળા શરીરમાં વધતા જતાં સેલ્સને નષ્ટ થાય છે. આ આદુનું સેવન કરવાથી તમે લંગ્સ, પ્રોટેસ્ટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્ટ, સ્કીન તથા પોન્ફ્રિએટીક કેંસરથી બચી શકાય છે.

એસિડિટી, હાર્ટ બર્ન(હૃદય દાહ)થી અપાવશે રાહત

જો તમારા શરીરમાં જમ્યા બાદ એસિડિટી તથા હાર્ટ બર્નની સમસ્યા હોય તો આદુનું પાણી પીવું ખૂબ જ જરૂરી છે. આ આદુનું પાણી પીવાથી શરીરમાં એસીડની માત્રાને કંટ્રોલ કરે છે. છાતીમાં થતી બળતરા દૂર કરે છે. આ માટે જમ્યા બાદ 10 મિનિટ બાદ એક કપ આદુનું પાણી પીવું શરીર માટે ફાયદાકારક છે.

માથામાં દુખાવાથી રાહત

આદુનું પાણી પીવાથી માથામાં થતાં દુખાવાથી પણ દરેકને રાહત મળે છે. આદુનું પાણી પીવાથી તમારા માથાના બ્રેન સેલ્સ રીલેક્સ થાય છે, જેથી માથું ભારે થતું નથી તેમજ માથાનો દુખાવો દૂર થાય છે.

આદુનું પાણી બનાવો

આપણે સૌથી પહેલા એક કપ પાણી લઈને તેમાં એક નાનો આદુનો ટુકડો નાંખીને 5 મિનિટ સુધી તેને ઉકળવા દઈએ. ત્યાર બાદ તેને ઠંડું કરી નવશેકું પાણી થાય ત્યારે તેનું સેવન કરવું જોઈએ.

આદુની ઉપચારાત્મક વાનગીઓ

૧. આદુના રસના પીણાઓ

શરીરના લોહીના શુદ્ધિકરણમાં મદદરૂપ

આદુને છીણીને તેને નીચવી નાખીને રસ કાઢી લેવો. આ આદુના રસને એક કાચના વાસણમાં ૧૫ મિનિટ સુધી રહેવા દેવો.

કાચના વાસણમાં તળિયે બેસી ગયેલું દ્રવ્ય રહેવા દેવું અને સ્વચ્છ રસને ફ્રીજમાં 5-6 દિવસ રાખવો.

2 ચમચી આદુના રસમાં 2 ચમચી મધ સાથે ભેળવી દેવું અને દરરોજ સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવું જોઈએ.

આ આદુનો રસ અને મધનું સેવન દર 6 મહિનામાં એકસાથે 48 દિવસ સુધી કરી શકાય છે.

શરીરના પાચનમાં મદદરૂપ

તાજુ આદુ લઈ તેને ધોઈને તેની છાલ કાઢો નાખો.

આદુને સાફ કરીને તેના નાના ટુકડાઓમાં સમારી દેવું અને તેને એક મોટા મોઢાના કાચના વાસણમાં મધમાં પલાળીને રાખો.

આ આદુના વાસણને એક પાતળા, સફેદ, સુતરાઉ કપડા વડે ઢાંકો અને તેને 12 દિવસ સુધી તડકે મૂકો.

દરરોજ સવારે અને સાંજે આદુના 2-4 ટુકડાઓ ખાઓ અને શરીરમાં થતી કોઈ પણ પ્રકારની પાચનની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવો.

શરીરમાં તાવનું જોખમ ઘટાડે છે

આદુનો 4 ચમચી રસ, 4 ચમચી મધ અને 2 ચમચી લીંબુના રસને એક કપ હૂંફાળા ગરમ પાણીમાં મેળવીને લેવું. ત્યારબાદ આ હુંફાળુ પાણી સવારે અથવા સાંજે પીવું. આ તમારા તાવના જોખમને ઘટાડવા માટે ઉત્તમ ઔષધિ છે.

આદુ-લીંબુની ચા

આ સ્વાસ્થ્યવર્ધક ચા તમારા શરીરને કોઈ પણ પ્રકારના કૅફિનની આડઅસર વિના તાજો અને સ્ફૂર્તિલો અનુભવ કરાવશે.

તમે ગેસ પર તપેલીમાં 4-5 કપ પાણી ઉકાળવા મૂકો.

આ પાણી ઉકળે ત્યાં સુધીમાં 2-ઈંચ જેટલા તાજા આદુના ટુકડાને 25-30 તુલસીના પાંદડાઓ સાથે વાટી લો.

આ વાટેલા મિશ્રણને ઉકળતા પાણીમાં ઉમેરી દેવું, તેમાં 2 ચમચી સૂકા ધાણા પણ નાખી શકાય છે.

આ મિશ્રણને 2-3 મિનિટ સુધી ઉકાળો.

ચાને કપમાં કાઢીને તેમાં એક ચમચી લીંબુના રસ અને તેમાં સ્વાદાનુસાર ગોળ ઉમેરો. આ રીતે તૈયાર થયેલી ચા ગરમાગરમ પીરસો! પીવો!

આદુનું સેવન

આદુનું ભોજન મસાલા તરીકે ઉપરાંત આદુના ટૂકડાને ઉકાળીને તમે તેની ચા તરીકે પણ પી શકો છો, આદુની ઉકાળેલી ચામાં મધ અથવા લીંબુ નાખવાનું ન ભૂલવું.

આ સિવાય આદુની ચટણી કે આચાર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

આદુના ટૂકડા સૂકવવાથી તેના વિટામિન, મિનરલ્સ અને અન્ય પોષકતત્વોની માત્રા વધી જાય છે.

તાજુ આદુ સૌથી સારું હોય છે, કારણ કે તેનાથી જરૂરી તમામ પોષકતત્વો શરીરમાં સરળતાથી પાચન થઇ જાય છે.

તાજા આદુને પીસીને તેનો જ્યૂસ કાઢી લેવું અને ભોજન કરતાં પહેલા પીવું.

ભૂખ્યા પેટે આદુનો રસ પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને પેટને લગતી તમામ બીમારીઓ દૂર થાય છે.