Chandra Grahan 2024 | ચંદ્ર ગ્રહણ 2024

આપણા હિંદૂ ધર્મમાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બંનેનું ખાસ મહત્વ હોય છે. આ ગ્રહણને વૈજ્ઞાનિક રીતે અને ધાર્મિક રીતે એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આ બંને ગ્રહણની સીધી અસર લોકોના જીવન પર પડતી હોય છે. અહીં આ તમને ગ્રહણ સાથે સંબંધિત અમુક ઉપાય કરવાની પણ સલાહ આપવામાં આવે છે. 

Chandra Grahan 2024

આ વર્ષ 2024 માં કુલ 5 ગ્રહણ થશે. તેમાં 2 સૂર્ય ગ્રહણ અને 3 ચંદ્ર ગ્રહણ છે. અહી, અંબાલાલ પટેલની આગાહી મુજબ કુલ 5 ગ્રહણ થશે. આ વર્ષ 2024 માં પહેલું ગ્રહણ ચંદ્ર ગ્રહણ થશે. આ ગ્રહણ 100 વર્ષ પછી થશે. જે હોળી પર 25 માર્ચે સોમવારે થશે. આ દિવસે પૂર્ણિમાની તિથિ એટલે કે પૂનમનો દિવસ છે. 

આ ચંદ્ર ગ્રહણનો સમય સવારે 10:24 વાગ્યાથી લઈને બપોરે 3:01 મિનિટ સુધી ચંદ્ર ગ્રહણ રહેશે. આમ, આપણે જોઈએ તો અહી ચંદ્ર ગ્રહણનો સમયગાળો 4.36 કલાલ અને મિનિટ સુધીનો છે. પરંતુ,આ ચંદ્ર ગ્રહણ આપણા ભારત દેશમાં જોવા નહીં મળે અને આજ તો તેનું મોટું કારણે ભારતમાં ચંદ્ર ગ્રહણ જોવા ન મળે તો સૂતક પણ કોઈપણ રીતે માન્ય નહીં હોય. પરંતુ આપણી દરેક 12 રાશિઓ પર તેની ખૂબ જ અસર પડશે. 

ચંદ્રગ્રહણ 2024

આ હોળી પર , 25 માર્ચને સોમવાર, 2024ના રોજ એક પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્ર ગ્રહણને નરી આંખે જોઈ શકાશે, કારણ કે તેનો ચંદ્રનો 95.57% ભાગ પૃથ્વીની છાયામાં ડૂબી જશે.

પેનમ્બ્રલ ગ્રહણ

Chandra Grahan 25 March 2024

આ વર્ષે 2024ની હોળીનો તહેવાર 24- 25 માર્ચના, રોજ ઉજવવામાં આવશે. અહીં હોલિકા દહન 24 માર્ચે કરવામાં આવશે અને 25 માર્ચે ધુળેટી રંગોનો તહેવાર રહેશે. આપણા હિંદુ કેલેન્ડર મુજબ, ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે એટલે કે પૂનમના દિવસે જ હોલિકા પ્રગટાવવામાં આવે છે અને તે પછીના બીજા દિવસે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે અહીં, વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવા જઈ રહ્યું છે.

આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ 25 માર્ચે સવારે 10:24 વાગ્યે શરૂ થશે અને બપોરે 3:01વાગ્યા સુધી ચાલશે. આ ગ્રહણ લગભગ 4:36 કલાક જેટલું ચાલશે. પરંતુ,3 આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ, જ્યારે પણ આવી કોઈ ખગોળીય ઘટના બને છે, ત્યારે તેની અસર સમગ્ર બ્રહ્માંડ પર પડે છે. તેથી બધી રાશિઓ પર કોઈને કોઈ રીતે તેની અસર રહેશે.આવો જાણીએ તમામ રાશિ પર કેવી રહશે ચંદ્ર ગ્રહણની અસર.

હોળિકા દહન ક્યારે છે? 2024

આ વર્ષે હોળી પર ચંદ્ર ગ્રહણ થશે. જે આપણા ભારત દેશમાં જોવા નહી મળે. જેથી ધાર્મિક કાર્યોમાં આપણને ભારતીય લોકોને સૂતક કાળ પણ નહી લાગે. આ સમયમાં હોલિકા દહન પર ચંદ્ર ગ્રહણની કોઈ અસર પડશે નહીં. ચંદ્ર ગ્રહણ પર પણ હોલિકા દહન પૂર્ણિમા તિથિ શરૂ થશે, એટલે કે 24 માર્ચ રાત્રે જ હોલિકા દહન થશે. એટલે કે હોળિકા દહન પર તેની કોઈ અસર નહીં થાય. 

વર્ષ 2024નું પહેલું ચંદ્ર ગ્રહણ 

અહીં વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 25 માર્ચે છે. ચંદ્ર ગ્રહણ સવારે 10.24 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 3.01 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્ર ગ્રહણ 4:36 કલાક સુધી ચાલશે. તો ચંદ્ર ગ્રહણ વાળા દિવસે સાંજે ચંદ્રોદયનો સમય સાંજે 6.44 વાગ્યે છે. હવે, ચંદ્ર ગ્રહણનો સુતક કાળ 9 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે. 

આ સૂતક કાળના સમયમાં કોઈ પણ શુભ-માંગલિક કાર્ય પૂજા-પાઠ વગેરે કરવામાં આવતા નથી. આ સમયે મંદિરોના પટ એટલે કે દરવાજા પણ બંધ રહે છે. પરંતુ,આ વખતે ચંદ્ર ગ્રહણ દિવસમાં હોવાના કારણે આપણા ભારત દેશમાં તે જોવા નહીં મળે. એટલે કે સુતક કાળ પણ અહીં માન્ય નહીં રહે. 

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે થશે

આ વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થશે. પરંતુ, આ ચંદ્ર ગ્રહણ દિવસનું હોવાથી તે આપણા ભારત દેશમાં જોવા નહીં મળે. તેથી, આ ચંદ્ર ગ્રહણ દરમિયાનનો સુતકનો સમયગાળો પણ અહીં માન્ય રહેશે નહીં. તેથી તમે નિશ્ચિંત થઈને હોળીની તૈયારીઓ કરી શકો છો અને હોળીના તહેવારનો આનંદ માણી શકો છો, તમે તમારી પરંપરાગત રીતે હોળીનો તહેવાર ઉજવી પણ શકો છો. આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ બહારના દેશોમાં જેવા કે, અમેરિકા, જાપાન, રશિયાના કેટલાક ભાગો, સ્પેન, ઈટાલી, પોર્ટુગલ, આયર્લેન્ડ જેવા દેશોમાં અને તેમના શહેરોમાં જોઈ શકાશે.

 આ વર્ષે હોળી પર થનારા ચંદ્રગ્રહણની તમામ રાશિઓ પર અમુક ચોક્કસ અસર પડશે. પરંતુ, કેટલાક લોકો પર તેની ખાસ અસર પડશે. જે આ રાશિ ધરાવતા મિથુન, મકર, સિંહ અને ધન રાશિના લોકો પર ચંદ્રગ્રહણની શુભ અસર પડશે. આ ચંદ્રગ્રહણની શુભ અસર મેળવવા માટે બાકીના અન્ય લોકોએ શ્રી હરિ વિષ્ણુ, મહાદેવ અને ચંદ્રના બીજ મંત્રનો જાપ કરવો પડશે.

ચંદ્ર ગ્રહણ કયા દેશોમાં દેખાશે?

આ વર્ષનું ચંદ્રગ્રહણ આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, હોલેન્ડ, બેલ્જિયમ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, ઈટલી, જર્મની, ફ્રાન્સ, અમેરિકા, જાપાન, રશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક અને એન્ટાર્કટિકાના અન્ય ભાગોમાં પણ દેખાશે.

25 માર્ચે જ ચંદ્રગ્રહણ થશે

હા, અહીં જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ 25 માર્ચે થશે. ચંદ્ર ગ્રહણનો સમય સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને બપોરે 3:02 વાગ્યા સુધી ચાલશે. આ ચંદ્ર ગ્રહણ લગભગ 4:36 કલાક સુધી ચાલશે. જો કે, આ ચંદ્રગ્રહણ આપણા ભારત દેશમાં દેખાશે નહીં. પરંતુ, જ્યારે પણ આવી કોઈ ખગોળીય ઘટના બને છે, ત્યારે તેની પૂરી અસર સમગ્ર બ્રહ્માંડ પર પડે છે. તે જ સમયે, તે ગ્રહણ બધી રાશિઓ પર કોઈને કોઈ રીતે અસર કરશે. તમામ રાશિના લોકો પર, એટલે કે વ્યક્તિઓ પર પણ આ ચંદ્ર ગ્રહણની ચોક્કસ અસર પડશે.

ચંદ્ર ગ્રહણનો સમય

આપણા ભારત દેશમાં સૂર્ય ગ્રહણ હોય કે ચંદ્ર ગ્રહણ –આ ગ્રહણને સારી ઘટના માનવામાં આવતી નથી કારણ કે આ સ્થિતિમાં ચંદ્રમા પીડિત અવસ્થામાં હોય છે. અહીંયા આપણા ભારત દેશમાં 2024નું જે પ્રથમ ચંદ્ર ગ્રહણ છે તે 25 માર્ચે હોળીના દિવસે સવારે 10:24 થી બપોરે 03:01 સુધી ચાલશે. આ ગ્રહણ લગભગ 4:36 કલાક જેટલું ચાલશે.

આ હોળીનો તહેવાર આપણા આખા ભારત દેશમાં ખૂબ જ આનંદ ઉલ્લાસ થી ઉજવવામાં આવે છે. રંગ, ખુશી, ઉલ્લાસ, ભાઈચારાના આ હોળીના તહેવાર પર આ વર્ષે ચંદ્ર ગ્રહણ લાગશે. અહીં હકીકતમાં વર્ષ 2024નું પહેલું ચંદ્ર ગ્રહણ ફાગણ મહિનાની પૂનમ પર લાગી રહ્યું છે. આ ફાગણ મહિનાની પૂનમની રાત્રે આપણે સૌ દ્વારા હોળીકા દહન કરવામાં આવે છે. 

આ હોળીના તહેવારને અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક માનવામાં આવે છે. તેના બીજા દિવસે રંગોનો તહેવાર ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે હોળિકા દહનના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાના કારણે હોળિકા દહન થશે કે નહીં અથવા ક્યારે થશે તેને લઈને ઘણાં લોકોના મનમાં શંકા છે. પરંતુ, આપણા ભારત દેશમાં આ જે ચંદ્ર ગ્રહણ થવાનું છે તે અહી દેખાય નહિ. તેથી આપણા દેશવાસીઓને કોઈપણ જાતનું સૂતક લાગશે નહિ. હવે, નીચેની તારીખ મુજબ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થશે.

વર્ષ 2024ના ગ્રહણ

ચંદ્ર ગ્રહણના દિવસે ધ્યાનમાં રાખવાની બાબતો

આપણા ભારત દેશના લોકોમાં ચંદ્રગ્રહણને લઈને અનેક પ્રકારની માન્યતાઓ છે. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે છે. 25મી માર્ચે ચંદ્ર ગ્રહણ થશે. તો આવો ચલો જાણીએ આ ચંદ્ર ગ્રહણ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણનું ઘણું વિશેષ મહત્વ છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. વિજ્ઞાન ક્ષેત્રમાં તેને ખગોળીય ઘટના માનવામાં આવે છે. જ્યારે પૌરાણિક માન્યતાઓમાં આ ગ્રહણને રાહુ-કેતુ સાથે જોડવામાં આવે છે.

આ વખતે ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે એટલે કે 25મી માર્ચે થશે. આ દિવસે હોળી ઉજવવામાં આવશે. હોળીના દિવસે ચંદ્રગ્રહણનો આ સંયોગ લગભગ 100 વર્ષ પછી બન્યો છે.

આ ચંદ્રગ્રહણ સવારે 10:24 થી બપોરે 03:01 સુધી ચાલશે. આ ગ્રહણ લગભગ 4:36 કલાક સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થશે. આ ગ્રહણને પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય.

ભારતમાં આ ચંદ્ર ગ્રહણ ન દેખાય તેના કારણે આ ચંદ્રગ્રહણ પર અહીંયા કોઈ સૂતક નહિ લાગે અને તેની હોળી પર કોઈ અસર નહીં થાય. જો કે, ગ્રહણ તમામ રાશિઓને અસર કરે છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ ઘરની બહાર ન નીકળવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ આ સમયે કોઈપણ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તેમજ ગ્રહણ દરમિયાન ખાવાનું પણ ટાળવું જોઈએ.

ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ ના કરવો જોઈએ. આ દિવસે પૂજા પાઠ ન કરવા. આ ગ્રહણ સમાપ્ત થયા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.

ચંદ્રગ્રહણના સમયે કોઈ પણ વસ્તુ બનાવવાનું અને ખાવાનું ટાળવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે ગ્રહણના સમયે ખોરાક અશુદ્ધ થઈ જાય છે. જો ભોજન પહેલેથી જ તૈયાર હોય તો તેમાં તુલસીના પાન નાખીને ભગવાનને ભોગ ધરાવી ખાવું. ચંદ્રગ્રહણની રાત્રે સ્મશાન અથવા નકારાત્મક સ્થળોએ જવાનું ટાળવું જોઈએ.

આ ચંદ્રગ્રહણ દરમિયાન સૂવું વર્જિત માનવામાં આવે છે. તેથી, ગ્રહણ ચાલતું હોય તે સમય દરમિયાન બિલકુલ ઊંઘશો નહીં, ઊંઘવાથી તેની શરીર પર નકારાત્મક અસર થાય છે. તો આ ગ્રહણ કાળ દરમિયાન વાળ, નખ કે દાઢી કાપવા અશુભ માનવામાં આવે છે.

1 thought on “Chandra Grahan 2024 | ચંદ્ર ગ્રહણ 2024”

Leave a comment