શિયાળામાં આપણે સૌ જુદી જુદી વસ્તુઓનું સેવન કરતા હોઈએ છીએ. જેમાંથી ઉત્તમ એક જે છે તલનું સેવન કરવું જોઈએ. તલ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આપણા ભારત દેશમાં વૈદિક કાળથી તલ અને તલના તેલને ઔષધી સમાન માનવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં ચરક સંહિતામાં તો તલના તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળામાં જ્યારે ખોરાકમાં તલ અને તલનું તેલ આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. કાળા તલનો ઉપયોગ તો આપણે ધાર્મિક વિધિઓમાં પણ કરીએ છીએ. તો આ તલ ખાવાના ફાયદાઓ વિશે જાણીએ.
તલ (sesame)
તલ એક તેલીબિયાં વર્ગની મહત્વપૂર્ણ વનસ્પતિ ગણાય છે, જે તલને વનસ્પતિશાસ્ત્ર અનુસાર સિસેમમ ગોત્રમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ભારત અને આફ્રિકામાં આ તલની અનેક જંગલી જાતિઓ પણ જોવા મળે છે. આ તલ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં સારી રીતે થાય છે, જ્યાં આ તલની ખેતી માટે અનુકૂળ જમીન અને પરિસ્થિતિઓ હોય છે.
હવે, આપણા ભારત દેશમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. અહીં, આપણને સૌને ઠંડીનો અહેસાસ પણ થવા લાગ્યો છે. આ શિયાળાની ઠંડીમાં આપણે શરીરને ગરમ રાખવા માટે અનેક નવા નુસખા અપનાવતા હોય છે. આ શિયાળાની ઠંડીમાં તલના વસાણાં પણ લોકો ખુબ જ પ્રેમથી ખાય છે. આ શિયાળાની ઋતુમાં તલનું કચરિયું પણ લોકો ઘણું વધારે ખાતા હોય છે. આ ગુણકારી તલ ખાવાના અનેક ફાયદા છે. આ શિયાળાની ઋતુમાં શરીરને ઉર્જા મેળવવા પણ તલનું સેવન અનેક રીતે ફાયદાકારક છે.
તલની ખેતી
આ તલ એ એક તેલીબીયા વર્ગની વનસ્પતિ છે. જેને અંગ્રેજીમાં sesam કહેવાય છે અને તેનું વૈજ્ઞાનિક નામ sesamum indicum છે. જેની ખેતી ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં તલ સારી રીતે ઉગાડવામાં આવે છે. આ તલની ખેતીમાં 3000 વર્ષથી પણ વધુ સમયથી તલની ખેતી અને માવજત થતી હોવાનું જાણવા મળ્યું છે. આ તલની ખેતી સૂકા વિસ્તારમાં એ સારી રીતે થઈ શકે છે. જે વિસ્તારમાં બીજો કોઈપણ પાક થઈ ન શકતો હોય એ વિસ્તારમાં પણ આ તલ સારી રીતે ઉગી શકે છે. એ માટે તલને અંગ્રેજીમાં સરવાઇવર ક્રોપ તરીકે ઓળખવામાં આવે છે.
અનેક તેલીબીયા વર્ગની વનસ્પતિ કરતાં આ તલમાં સૌથી વધારે પ્રમાણમાં તેલ હોય છે. તલનું તેલ સ્વાદમાં મીઠું હોય છે. તેથી દુનિયાના બધા ભાગોમાં તલનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. ભારત અને આફ્રિકામાં તલની અસંખ્ય જંગલી જાતો જોવા મળે છે.
2010 ની સાલમાં સમગ્ર વિશ્વમાં તલનું સૌથી વધુ ઉત્પાદન 38.4 લાખ ટન થયું હતું. જે માટે મ્યાનમાર (બર્મા) એ સૌથી મોટો તલનો ઉત્પાદક દેશ હતો. તે સમયે, આપણો ભારત દેશ સૌથી મોટો નિકાસકર્તા અને જાપાન સૌથી મોટો આયાતકર્તા દેશ હતો.
તલ ત્રણ પ્રકારના – કાળા, સફેદ અને લાલ.
પરંતુ, આમાંથી કાળા તલ શરીર માટે ખુબ જ શ્રેષ્ઠ હોય છે. આ તલની અંદર પ્રોટીન, કેલ્શિયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ તલના સેવનથી જે લોકોને માનસિક તણાવ હોય તે દૂર થાય છે. 50g ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.
તલના આયુર્વેદિક ફાયદા:
કબજિયાત માટે: 50g ગ્રામ તલ પીસીને તેમાં થોડો ગોળ ઉમેરીને મિક્સ કરીને ખાવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.
બાળકના પેશાબની સમસ્યામાં : કાળા તલ પીસીને ગોળમાં મિક્સ કરીને તેના લાડુ બનાવીને, દરરોજ રાત્રે એક લાડુ બાળકને ખવડાવાથી તેની પેશાબની સમસ્યામાં રાહત મળે છે.
ખાંસી માટે: ખાંસી જે લોકોને રોજ રહેતી હોય તેમણે તલ અને સાકર ઉકાળીને તેનું પાણી પીવાથી રાહત મળે છે.
પેટના દુખાવા માટે: એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવશેકુ પાણી પીવાથી રાહત મળે છે.
તલના આરોગ્યલક્ષી ફાયદા:
દાંત માટે: દરરોજ જમ્યા પછી મુખવાસમાં એક મોટી ચમચી તલ ખાવાથી તમારા દાંત મજબૂત બને છે.
વાળ માટે: જો તમારી ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગે અથવા તો ખરવા લાગે, તો તમારે તલનું નિયમિત સેવન કરવું જોઈએ.
શરીરના આરોગ્ય માટે: દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવાથી અને પછી ઠંડું પાણી પીવાથી શરીરને અનેક ઘણા ફાયદા થાય છે, તેમજ મસા પણ ઠીક થાય છે.
દાઝવા માટે: તલને પીસી, શુદ્ધ ઘી અને કપૂર સાથે ભેળવીને તમે જે જગ્યા પર દાઝ્યા હોવ ત્યાં લેપ કરવાથી રાહત મળે છે.
તલના ઘરગથ્થુ ઉપચાર:
ફાટેલી એડીઓ માટે:
ગરમ તલના તેલમાં સિંધાલુણ અને મીણ ભેળવીને મિશ્રણ બનાવીને એડી પર લગાવવાથી ફાટેલી એડીઓમાં રાહત મળે છે.
ચહેરાની ત્વચા માટે:
તલને પીસીને, તેને માખણ સાથે ભેળવીને પેસ્ટ બનાવી નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી ચહેરાનો રંગ ગોરો થાય છે. ચહેરા પરના ખીલ તથા કાળા ડાઘ દૂર થાય અને નિખાર આવે છે.
તલના તેલના આરોગ્યલક્ષી ફાયદા:
સાંધા અને કમરના દુખાવા માટે:
આ તલના તેલમાં જો હીંગ અને સુંઠ નાંખીને તેને ગરમ કરીને બનાવેલા, તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને શરીરના અંગ જકડાઈ જવું આ બધી સમસ્યાઓમાં રાહત મળે છે.
મોઢાના ચાંદાના ઉપચાર માટે:
તલના તેલમાં થોડીક સિંધાલુણ ભેળવી મોઢામાં પડેલા ચાંદાની અંદર લગાવવાથી તે ઝડપથી મટી જાય છે.
કુદરતની ભેટ – તલ
કુદરત આપણને સૌને ભેટ તરીકે અનેક આરોગ્યલક્ષી વસ્તુઓ આપતી હોય છે, અને તેમાંથી તલનું સેવન કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે ખાલી પેટે જો તલનું સેવન કરવામાં આવે તો તે આપણા શરીરના આરોગ્ય માટે અનેક રીતે લાભદાયક સાબિત થાય છે.
એક દિવસમાં કેટલા તલ ખાવા જોઈએ?
તંદુરસ્ત શરીર ધરાવતા લોકોએ નિયમિતપણે 50 થી 70 ગ્રામ તલનું સેવન કરવું જોઈએ. મહિલાઓ અને બાળકોએ તલનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
શેકેલા તલ ખાવાના ફાયદા
સવારે ખાલી પેટે શેકેલા તલ ચાવવાથી તમારું લિવર અને પાચનતંત્ર ઉત્તેજિત થાય છે. જે તલનું સેવન ગેસ્ટ્રાઇટિસમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. તલનું સેવન પાચનક્ષમતા વધારવામાં સહાય કરે છે અને હાડકાં, દાંત તથા વાળને મજબૂત બનાવે છે. તલમાં રહેલા વિવિધ પોષક ગુણધર્મો જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેને દૂર કરવામાં મદદ કરે છે. સુકી ઉધરસમાં પણ તલ ચાવવાથી રાહત મળી શકે છે.
દાંત મજબૂત થાય
સવારે શેકેલા તલ ચાવવાથી દાંત મજબૂત થાય છે અને પેઢા સ્વસ્થ રહે છે. તલમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે ખાવાથી દાંત અને પેઢાં માટે ફાયદાકારક છે.
મેટાબોલિઝમ (ચયાપચય) વધારે
પોતાના શરીરના સારા સ્વાસ્થ્ય માટેના અનેક ઉપાયોમાં એવી કેટલીક વસ્તુઓ હોય છે, જે ખાવાથી મેટાબોલિઝમ વધે છે. આમ, તો મેટાબોલિઝમ વધારવાની ઘણી રીતો હોય છે. પરંતુ, જો શેકેલા તલ ચાવવામાં આવે એ એવો જ એક અસરકારક ઉપાય છે. જે માત્ર શરીરમાં પાચન જ નહીં, પરંતુ દાંત અને પેઢાંને પણ મજબૂત બનાવે છે.
તલ ખાવાથી શું વજન વધે છે?
જો તમને સૌને એવું લાગતું હોય છે કે તલ ખાવાથી શરીરનું વજન વધે છે તો તે બાબતમાં તમે ખોટું વિચારી રહ્યા છો. ખરેખર, સાચી હકીકત એ છે કે તલના સેવનથી શરીરના વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે. તલની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જે તલ ખાવાથી શરીરને એનર્જી આપવાની સાથે વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
તલ ખાવાના ફાયદા
આપણને સૌને કુદરત પાસેથી એવી ઘણી બધી કુદરતી વસ્તુઓ મળી છે. જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ બધામાં એક કુદરતી વસ્તુ તલ પણ છે. જો આ તલનું સવારે ખાલી પેટે સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક ગણાય છે.
હાડકાં મજબૂત થાય
તલના સેવનથી શરીરના હાડકાં મજબૂત થાય છે. તલમાં રહેલું સેસમીન એ એન્ટીઑકિસડન્ટ છે, જે આપણા શરીરમાં કેન્સરના કોષોના વધતા રોકવામાં મદદ કરે છે.
બ્લડપ્રેશર નોર્મલ રહે
તલમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે, જે હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તલના તેલમાં હાજર રહેલ સેસમીન અને પોલીઅન સેચ્યુરેટેડ ફેટ આ સંયોજનો છે. જે બ્લડપ્રેશરના લેવલને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે. જો તમે ડાયટ પ્લાનમાં તલનો સમાવેશ કરો તો બ્લડપ્રેશરને સામાન્ય રાખવામાં મદદ મળે છે. દરરોજ કાળા તલ ખાવાથી લોહીનું પરિભ્રમણ બરાબર રહે છે.
માનસિક તણાવ દૂર થાય
તલમાં એવાં ઘણાં પોષક તત્ત્વો જોવા મળતા હોય છે. જે માનસિક તણાવ અને ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે પણ તમે માનસિક તણાવ અનુભવો છો ત્યારે પણ તમે તલનું સેવન કરી શકો છો. કાળા તલમાં ભરપૂર માત્રામાં રહેલાં પોષકતત્ત્વો માનસિક તણાવ ઘટાડવામાં અસરકારક મદદ કરે છે. દરરોજ કાળા તલ ખાવાથી માનસિક મગજને લગતી સમસ્યાઓથી છુટકારો મળે છે.
Read more: https://takshlifes.com/benefits-of-eating-cashews/
કાળા તલની તાસીર
કાળા તલની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળાની ઋતુમાં કાળા તલનું સેવન કરવાથી તે શરીરને અંદરથી ગરમ રાખે છે. આ ઉપરાંત, કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નીશિયમ, ફેટી એસિડ, કોપર અને મેંગનીઝ જેવા કેટલાય પોષક તત્વો રહેલા છે. શિયાળામાં કાળા તલના સેવનથી શરીરની ઈમ્યૂનિટી વધે અને મજબૂત થાય છે. કાળા તલનું સેવન શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે.
કાળા તલના ફાયદા
શિયાળાની ઋતુમાં કાળા તલનું સેવન કરવાની સલાહ પણ લોકો દ્વારા આપવામાં આવે છે. આપણે સૌ હિન્દુ ધર્મમાં કાળા તલનો ઉપયોગ મોટાભાગે પૂજા પાઠમાં કરતા હોય છે. પરંતુ, કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને ફાઈબર જેવા ગુણો હોય છે. જેથી કાળા તલનું સેવન કરવાથી ઠંડીની ઋતુમાં ફાયદો થાય છે.
પાચન માટે ફાયદાકારક
કાળા તલમાં ઉચ્ચ પ્રમાણમાં ફાઈબર હોય છે, જેને કારણે એનું સેવન તમને કબજિયાતમાં રાહત આપે છે. આ તલમાંથી મળતું તેલ આંતરડાંને લુબ્રિકેટ કરે છે અને ફાઈબર આંતરડાંની ગતિમાં મદદ કરે છે.
શરીરના હાડકાં મજબૂત રહે
કાળા તલમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે શરીરના હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે. જો તમે ડાયટ પ્લાનમાં કાળા તલનો ઉપયોગ કરો છો તો તે કરવાથી ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.
શરીરની નબળાઈ દૂર કરશે
કેટલાક લોકોમાં પોષક તત્ત્વોની ઉણપ હોવાને કારણે તે ખૂબ જ ઝડપથી શરીરમાં નબળાઈ અને થાક અનુભવવા લાગે છે. થોડું કામ કરીને તેમનું શરીર થાક અનુભવ લાગે છે. તો આ સમયે કાળા તલનું સેવન શરૂ કરી દેવું જોઈએ. આ સ્થિતિમાં કાળા તલનું સેવન કરવાથી શરીરમાં પ્રોટીનમળે છે.
પાઈલ્સની સમસ્યાથી છુટકારો મળે
કાળા તલનું સેવન પાઈલ્સ જેવી બીમારીઓથી છુટકારો મેળવવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કાળા તલનું દરરોજ ઠંડા પાણી સાથે સેવન કરવામાં આવે તો તમે પાઈલ્સની સમસ્યાથી હમેશાં માટે છુટકારો મેળવી શકો છો.
સફેદ તલ ખાવાના ફાયદા
સફેદ તલનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે રામબાણની માફક કામ કરે છે. આ તલનું નિયમિત સેવન કરવાથી શરીરની કેટલીય બીમારીઓ કાયમ માટે ખતમ થઈ જાય છે. આ તલનો દેખાવ ભલે નાનો હોય, પરતું તેના ફાયદા ખૂબ જ ચમત્કારિક છે. સફેદ તલના ખાવા શરીરમાં વધતા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકાય છે. આ સફેદ તલમાં 15% સેચ્યુરેટેડ ફૈટ, 41% પોલીઅનસેચુરેટેડ ફેટ અને 39% મોનોઅનસેચુરેટેડ ફેટ હોય છે. તો ચાલો આપણે સફેદ તલના ફાયદા વિશે જાણીએ…
હાડકા મજબૂત બનાવે
સફેદ તલમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જે શરીરમાં માંસપેશિઓને તંદુરસ્ત રાખવાની સાથે સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે. તલમાં રહેલા પોષક તત્વો કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેગ્નિઝ અને ઝિંકનો સારો એવો સ્ત્રોત જોવા મળતો હોય છે. આ તલમાં રહેલા તમામ પ્રકારના પોષક તત્વ હાડકાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત, સફેદ તલમાં પ્રોટીન અને એમિનો એસિડ પણ હોય છે.
શરીરમાં સોજાને ઘટાડે
સફેદ તલમાં એન્ટી ઈંફ્લોમેટરી ગુણ હોવાથી તે સોજો ઘટાડે છે. સફેદ તલનું સેવન કરવાથી શરીરની કોશિકાઓની અંદરનો સોજો ઘટાડે છે અને કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આ તકલીફોથી બચવા માટે દરરોજ સફેદ તલનું સેવન કરવું જરૂરી છે.
કેન્સર સામે લડવામાં સક્ષમ
શરીરમાં કેન્સરના ખતરાને રોકવા માટે સફેદ તલનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સફેદ તલમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે કેન્સરના સેલ્સને વધતા રોકવાની ક્ષમતા ધરાવે છે. આ સફેદ તલનો ઉપયોગ ખાસ કરીને લંગ કેન્સર, પેટનું કેન્સર, લ્યૂકેમિયા વગેરેમાં કેન્સર કોશિકાઓને ખતમ કરવા માટે થાય છે.
ત્વચા માટે લાભદાયક
ત્વચા માટે સફેદ તલનું સેવન કરવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સફેદ તલ ખાવાથી ત્વચાને જરૂરી એવા પોષક તત્વો મળે છે. સફેદ તલ કુદરતી તેલને બનાવવામાં મદદ કરે છે. જે તેલના ઉપયોગથી શરીર તંદુરસ્ત રહે છે. તલના તેલના ઉપયોગથી સ્કીન પરની કરચલીઓ પણ દૂર થાય છે.
માનસિક તણાવ ઘટાડે
સફેદ તલનું નિયમિત સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. સફેદ તલમાં એન્ટી ઓક્સીડેન્ટ્સનો સારો એવો સ્ત્રોત હોય છે. સફેદ તલનું સેવન જરૂર કરવું જોઈએ.
સફેદ તલના પોષક તત્વો
સફેદ તલમાં રહેલા અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. સફેદ તલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળો આવતા જ અમુક ખાસ વસાણું ખાવાનું લોકો શરૂ કરે છે. તે સાથે જો સફેદ તલનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. સફેદ તલ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે.
સફેદ તલની તાસીર
સફેદ તલની તાસીર ગરમ હોય છે. તેથી જ તેને શિયાળાની ઠંડી ઋતુમાં વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે. શિયાળામાં દરરોજ સફેદ તલનું સેવન કરી શકાય છે. જેથી શરીર તંદુરસ્ત રહે અને લોહીનું પરિભ્રમણ સારું રહે છે. ઉનાળામાં સફેદ તલનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં રોજ સફેદ તલનું સેવન ન કરવું જોઈએ.
સફેદ તલ કેવી રીતે ખાવા જોઈએ?
શેકેલા સફેદ તલ અને ગોળના લાડુ બનાવીને અથવા બરફીના રૂપમાં ખાઈ શકાય છે. તલનું સેવન ગોળ સાથે કરવામાં આવે તો તે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સફેદ તલની મુખવાસ બનાવીને 1 ચમચી જમ્યા પછી ખાવી જોઈએ.
સફેદ તલ સાથે સંબંધિત બાબતો
જો તલને બદામ સાથે ખાવામાં આવે તો તે પગના સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેમજ દાંત પણ મજબૂત થાય છે.
સફેદ તલનું સેવન કરવાથી શરીરના હાડકા મજબૂત બને છે.
રાત્રે સૂતા પહેલા સફેદ તલનું સેવન મુખવાસ તરીકે કરી શકાય છે. આમ, કરવાથી આંખની દષ્ટિ સારી રહે છે.
તલનું તેલના ફાયદા
શિયાળામાં તલ તથા તલના તેલનો મહત્તમ ઉપયોગ કરવાથી આપણું શરીર તંદુરસ્ત અને ઊર્જાવાન બને છે. તલનું તેલ માત્ર ખાદ્યપદાર્થ જ નહીં, પરંતુ એક ઉત્તમ પ્રકારની ઔષધી સમાન ગણાય છે. તલના તેલનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો શરીરનો કાયાપલટ થઈ શકે છે અને શરીરને અનેક પ્રકારના રોગોથી રક્ષણ મળી શકે છે. તલના તેલનો ઉપયોગ આંતરિક તેમજ બાહ્ય બંને સ્વરૂપે કરી શકાય છે, જેનાથી અનેક શારીરિક તકલીફોમાં આરામ મળે છે અને તે રામબાણ ઈલાજ ગણાય છે.
પેટની સમસ્યાઓમાં રાહત
શિયાળાની ઋતુમાં તલનું તેલ ખાવાથી શરીરમાં ગરમાટો આવે છે. તલનું તેલ ખાવામાં શરીર માટે સૌથી ઉત્તમ હોય છે, બધા પ્રકારના ખાદ્યતેલો વાપરવાની જગ્યાએ તલનું તેલ વાપરવાથી તમારી પાચનક્રિયા સુધરે છે. તલના તેલમાં દરેક પ્રકારના રોગોને દૂર કરવાની ક્ષમતા છે. તલનું તેલ ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. તલના તેલમાં એવા ગુણો છે કે જે શરીરમાં ચરબીને વધતી અટકાવે છે. તલનું તેલ આપણી ન્યુરોલોજીકલ સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે. આપણા નિયમિત આહારમાં તલના તેલનો ઉપયોગ કરવાથી ગેસ, એસીડીટી અને પાચનશક્તિને લગતી તમામ સમસ્યાઓથી બચી શકાય છે.
હાડકાને મજબૂત બનાવે
તલના તેલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન ઈ બી કોમ્પલેક્ષ, ઝીંક, સેલેનિયમ, પ્રોટીન, ફાઈબર વગેરે જેવા પોષક તત્વો રહેલા હોય છે. 100 ગ્રામ તલમાં અંદાજે 18 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે, જે શરીરના હાડકાને મજબૂત બનાવે છે. દૂધ અને બદામની તુલનામાં પણ તલના તેલમાં ઘણું વધારે કેલ્શિયમ જોવા મળે છે. તલના તેલમાં રહેલો એમિનો એસિડ શરીરના મસલ્સને સ્ટ્રોંગ બનાવે છ. તલના તેલના ગુણો વાળની સુંદરતા માટે પણ ઉપયોગી છે. તલનું તેલ શરીરમાં વધતા ગ્લુકોઝના સ્તરને નીચું લાવવામાં મદદ કરે છે. જે લોકોને સાંધાનો સતત દુખાવો થતો હોય તે વ્યક્તિઓએ તલનું તેલ ખાવું જોઈએ અને તેના તેલથી માલિશ પણ કરવી જોઈએ.
હૃદયને લગતી બીમારીઓ દૂર થાય
નિયમિત તલના તેલનું સેવન કરવાથી બ્લડ પ્રેશર અને હૃદયને લગતી તમામ પ્રકારની બિમારીઓ દૂર થાય છે. આ ઉપરાંત, કિડની અથવા પિતાશયમાં પથરી હોય તો તલનું તેલ ખાવાથી તે પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. તલનું તેલ ખાવાથી જે લોકોને લોહીની ઉણપ હોય તે દૂર થાય છે.
ત્વચામાં નિખાર લાવે
તલના તેલના સેવનથી શરીરના દરેક ભાગને લાભ થાય છે. તલના તેલમાં એન્ટી ઓક્સીડેન્ટ્સનો ગુણધર્મ હોય છે જે તમારી વધતી જતી ઉંમરને અટકાવે છે. તલના તેલથી ત્વચામાં નિખાર આવે છે. તલનું તેલ ઠંડીની ઋતુમાં વાયરલ અને ઋતુમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલ તમામ પ્રકારની માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે. જેની વધુ માહિતી માટે યોગ્ય તજજ્ઞની મુલાકાત લેવી.