લીલાં પાંદડાંવાળી ભાજી
આ દરેક લીલા પાંદડાંવાળી ભાજી ખાવાથી તે શરીરમાં થતા કફથી બચાવે છે. શિયાળાની ઋતુમાં મેથી, પાલક, તાંદલજો, સુવા અને લીલી ડુંગળીની ભાજી આ લીલાં પાંદડાંવાળી ભાજી બજારમાં વધુ મળે છે. આ ભાજીમાં વિટામિન A, E, K, ફોલિક એસિડ, આયન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવાં અનેક પોષકતત્ત્વ વધુ પ્રમાણમાં હોય છે. તમારે આહારમાં આ ભાજીનું કોઈપણ સ્વરૂપે સેવન કરવુ જોઈએ.
અહીં શિયાળાની ઋતુમાં માર્કેટ, શાકબજાર, લારીઓ અને શેરીઓ વિવિધ જગ્યાએ લીલાં પાંદડાવાળી ભાજી વધુ જોવા મળે છે. આપણે સૌ બગીચામાં ફરવા આવતા લોકો વિવિધ ભાજીઓ બેગમાં ઘરે લઈને જતાં હોય છે. આ ભાજીમાંથી ઘણી અલગ અલગ વાનગી સૂપ, મૂઠિયાં, પરાઠા, સબ્જી અને અન્ય ઘણી વાનગીઓ બનાવી શકાય છે.
આ ભાજીઓ ખાવી શરીર માટે ખૂબ જરૂરી છે: મેથી, પાલક, તાંદળજો, સુવા અને લીલી ડુંગળીનું પલુર વગેરે લોકોની પસંદીદા ભાજી છે. આ બધી ભાજીનું સેવન તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે કેમ કે તે ઓછી કેલરી ધરાવે છે. દરેક પ્રકારની લીલાં પાંદડાંવાળી ભાજીમાં ફેટ, ઓછી કેલેરી, ડાયેટરી ફાઈબર વધારે અને ભરપૂર પ્રમાણમાં ફોલિક એસિડ, વિટામીન C, પોટેશિયમ અને મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો હોવાના કારણે કેન્સરનું જોખમ ઘટાડે છે.
શિયાળાની ઋતુમાં લીલાં પાંદડાંવાળી ભાજી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શિયાળાના દિવસો એટલે ભરપૂર લીલોતરી. જોકે પાલકની ભાજી બીજી ઋતુમાં પણ મળે છે. પરંતુ, એ શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. માત્ર પાલક જ નહીં, મેથી, પાલક, તાંદળજો સહિત બધી જ ભાજી શાકમાર્કેટમાં સરળતાથી મળે છે.
લીલાં પાંદડાંવાળી ભાજી પોતે એક ડાયટ છે. તેમાં એક તરફ વિટામિન્સ અને મિનરલ્સ અને બીજી તરફ ચરબી અને ઓછી કેલરી હોય છે. આ ભાજીમાં વિટામિન B6, વિટામિન B12, ફોલેટ્સ અને આયર્ન વધુ પ્રમાણમાં હોય છે. જે આપણા શરીરમાં ન્યુરોટ્રાન્સમીટરની રચના અને પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.
પાલક
આ પાલક ઘાટી લીલી હોય છે જેમાં ઘણું બધું ફોલેટ રહેલું છે. જે શરીરમાં લાલ રક્તકણોમાં વધારો કરે છે. પાલકમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન A, વિટામીન K સારી માત્રામાં જોવા મળે છે. પાલક વિવિધ પ્રકારનાં શાક સાથે સહેલાઈથી મિક્સ થઈ જાય છે.
પાલક ખાવાથી તમારી સ્કિન અને મગજને પણ ઘણો ફાયદો થાય છે. આ પાલકમાં કોલેજનની માત્રા વધારે હોય છે, જે તમારી સ્કિનની ચમકને જાળવી રાખે છે. આ પાલકનું જ્યૂસ બનાવીને પીવાથી શરીરને વધારે ફાયદા થાય છે. આ પાલકના નિયમિત સેવનથી મગજ સ્વસ્થ રહે અને તેની સાથે જોડાયેલી બીમારીઓ પણ દૂર થાય છે.
લીલાં પાંદડાંવાળી પાલકની ભાજીમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, આયર્ન અને અન્ય વિટામિન્સ, ખનિજો અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ હોય છે. આથી પાલક ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. પાલકનું સેવન ઠંડીમાં શરીરમાં પાણીની કમી દૂર કરે છે. આ પાલક અનેક રીતે આપણા શરીરને ફાયદાકારક છે.
પાલકના ફાયદા…
પાલકનું સેવન શરીરમાં ઊર્જા વધારે છે
પાલક શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે
પાલક ખાવાથી શરીરના વજનમાં ઘટાડો થાય છે
પાલક ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે
પાલકનું સેવન હાડકાંને મજબૂત બનાવે છે
પાલકની સેવન ગર્ભાવસ્થામાં ફાયદાકારક છે
પાલક ખાવાથી આંખોની રોશની વધે છે
પાલક શરીરમાં પાણી અને લોહીની ઉણપ દૂર કરે છે
મેથી
લીલાં પાંદડાંવાળી મેથીની ભાજી શિયાળામાં શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક ગણાય છે. મેથીની ભાજી શરીરમાં પાચનને સુધારવાથી લઈને પેટને લગતી મોટાભાગની તમામ સમસ્યાઓથી છુટકારો આપે છે. મેથીની ભાજીનું સેવન શરદી અને અનેક રોગો સામે રક્ષણ આપે છે. મેથી ખાવાથી ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓમાં પણ ફાયદો થાય છે. મેથીમાં રહેલા આયર્ન, સોડિયમ, પોટેશિયમ, વિટામિન B6, મેગ્નેશિયમના સારા સ્રોતના ઘણા ફાયદા પણ છે.
મેથીમાં કેલ્શિયમ, સેલેનિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, વિટામિન એ અને વિટામિન સી જેવા ભરપૂર પોષક તત્વો હોય છે. મેથીની ભાજીને શાક તરીકે ડાયાબિટીસના દર્દીઓ ખાતા હોય છે અને તેઓ મેથીનો રસ પણ પી શકે છે. મેથીમાં એમિનો એસિડ હોય છે. જેનું સેવન બ્લડશુગરને કંટ્રોલ કરે છે. મેથીની ભાજીનું શાક ખાવાથી અપચો દૂર થાય છે.
મેથીની ભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. મેથીની ભાજીમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ હોય છે. મેથીની ભાજીમાં કેલ્શિયમ પણ વધારે હોય છે, મેથીનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. મેથીનાં પાનને પીસીને વાળમાં લગાવવાથી વાળ કાળા અને ઘટ્ટ બને છે, તેમજ વાળમાં ચમક વધે છે.
મેથીના અઢળક ફાયદા…
મેથીની ભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે.
મેથીની ભાજી ખાવાથી કે મેથીના પાંદડાને પીસીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે તેમજ વાળ મજબૂત બને છે.
મેથીનું સેવન પાચનતંત્રમાં સુધારો કરે છે.
મેથીની ભાજી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
મેથીની ભાજીનું સેવન વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.
મેથીની ભાજી ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રહે છે.
મેથીની ભાજીનું સેવન ત્વચાની સંભાળ માટે ખૂબ આવશ્યક છે.
મેથીની ભાજી ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.
તાંદળજો
ઉનાળાની ઋતુમાં તાંદળજાની ભાજી શરીર માટે ફાયદાકારક હોય છે. તાંદલજામાં રહેલા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન એ અને આયર્ન જેવા પોષક તત્વો શરીરમાં વિટામિનની ઉણપને દૂર કરે છે. તાંદલજાની ભાજી ખાવાથી પેટના અનેક રોગોને દૂર થાય છે. આ ઉપરાંત, તમને ત્વચા, વાળની સમસ્યાથી પણ છુટકારો મળે છે.
તાંદળજાની ભાજીમાં પ્રોટીન અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે આપણા શરીરની ઈમ્યૂનિટીને વધારે છે અને તમને બિમારીના સંક્રમણનો ખતરો પણ ઓછો કરે છે. ડોક્ટરો પણ શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન અને વિટામિન સી યુક્ત ભાજી ખાવાની સલાહ આપતા હોય છે.
તાંદલજાની ભાજીમાં રહેલાં પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ ભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે તમને શરદી-ખાંસીના વાયરલ ઇન્ફેક્સનથી બચાવે છે. તાંદળજાની ભાજીમાં “લાયસિન” નામનું એમિનો એસિડ હોય છે. જે તમારી વધતી ઉંમરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. આ ભાજી ખાવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. તાંદલજાની ભાજીમાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને અન્ય ઘણાં વિટામિન હોય છે. આ ભાજી ખાવાથી શરીરમાં કફ અને પિત્તની સમસ્યા પણ દૂર થાય છે.
તાંદળજાની ભાજી ગુણધર્મમાં ઠંડી હોય છે અને તે ખાવાથી શરીરને ઠંડક મળે છે. તેથી જ આ ઋતુમાં તાંદળજાની ભાજી ખાવી ખૂબ જરૂરી છે. તાંદળજાની ભાજીમાંથી તમને વિટામિન, મિનરલ્સ, ફાયબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જે આપણાં શરીરના સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારક છે. આ ભાજીમાં કેલરીની માત્રા ઓછી હોય છે. જેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
તાંદલજાની ભાજીમાં ફાયબર વધારે પ્રમાણમાં હોય છે. તે ખાવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે, શરીરનું વજન કંટ્રોલ કરે છે. તે ભાજીનું સેવન બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને સાંધાઓના દુખાવામાં આરામ આપે છે. તાંદળજાની ભાજી ખાવાથી એસિડિટી, પેટનો દુખાવો વગેરેમાં રાહત મળે છે. જે લોકોને માથું ગરમ રહેતું હોય તેમને તાંદળજાની ભાજી ખાવાથી મગજ શાંત રહે છે. તાંદલજાની ભાજી ખાવાથી આંખોની તકલીફ પણ દૂર થાય છે.
તાંદળજાની ભાજીના ફાયદા…
તાંદલજાની ભાજી ખાવાથી ત્વચાની સમસ્યા દૂર થાય છે.
તાંદલજાની ભાજી ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થશે.
તાંદલજાની ભાજીના સેવનથી યુરિન ઇન્ફેક્શનમાં રાહત મળે છે
તાંદલજાની ભાજી ખાવાથી પેટની બીમારીઓથી છુટકારો મળે છે.
તાંદલજાની ભાજી ખાવાથી વાળની સમસ્યાઓથી છુટકારો મળે છે
તાંદલજાની ભાજીનું સેવન બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ માટે ફાયદાકારક છે.
તાંદલજાની ભાજી ડિલિવરી પછી મહિલાઓમાં દૂધની ઉણપને પૂરી કરે છે
તાંદળજાની ભાજી માનવ શરીર માટે ઔષધ સમાન છે
તાંદળજાની ભાજી શરીરની ઈમ્યૂનિટી વધારે છે
તાંદળજાની ભાજીનું સેવન શરીરની ગરમી દૂર કરે છે
Read more: https://takshlifes.com/benefits-of-eating-cashews/
સૂવાની ભાજી
શિયાળામાં પાલક, મેથી, તાંદળજો, સરસવ, કીલની ભાજીની જેમ સૂવાની ભાજી પણ માર્કેટમાં વેચાતી જોવા મળે છે. સૂવાની ભાજી દેખાવમાં લીલીછમ, રેસા આકારના પાન ધરાવતી આ ભાજી વિશિષ્ટ એવી તીવ્ર સુગંધ ધરાવે છે. આ તેની તીવ્ર સુગંધને કારણે સૂવાની ભાજીનું શાક તુવેર દાળ સાથે અથવા ચણાનો લોટ ભેળવીને બનાવવામાં આવે છે. આ ભાજી સ્વાદની વિશિષ્ટતા ઉપરાંત, તેના ગુણો ખૂબ આરોગ્યપ્રદ છે.
સૂવાની ભાજી અને સૂવા દાણામાં વિટામીન C, વિટામીન A, કેલ્શિયમ, મેંગેનિઝ, આયર્ન, પોટેશિયમ, ફોલેટ, રીબોફલેવીન જેવા અનેક વિટામિન્સ અને ક્ષારો રહેલાં હોય છે. આ સૂવા દાણાને આપણે વરિયાળી, તલ વગેરે સાથે ભેળવી મુખવાસ બનાવીને ઉપયોગમાં લઈએ છીએ.
સુવાની ભાજીનું સેવન કરવાથી પેટના તમામ પ્રકારના દુખાવામા રાહત મળે છે. આ સૂવાની ભાજી અગ્નિવર્ધક, પોષકતત્વો આપનાર છે. જે અનેક રીતે શરીરના સ્વાસ્થ્યના લાભદાયક છે.
સૂવાની ભાજીના ફાયદા…
સુવાની ભાજી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
સુવાની ભાજી પેટના દુ:ખાવા માટે લાભદાયક હોય છે.
સૂવાની ભાજી ખાવાથી પેટમાં થતા કૃમિઓનો નાશ થાય છે.
સૂવાની ભાજી એ બ્લડ પ્રેસર અને ડાયાબિટીસને કન્ટ્રોલ કરનાર આ કુદરતી ઔષધિના અનેક ફાયદા છે.
સુવાની ભાજીનું સેવન શરીરના અંદરના ઘાવ ભરી દે છે.
સુવાની ભાજી ખાવાથી અનેક પ્રકારના સંક્રમણ બચાવ થાય છે.
સુવાની ભાજીનું સેવન શરીરના હાડકાંને મજબૂત બનાવે છે.
લીલી ડુંગળી
શિયાળામાં લીલી ડુંગળીનું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદા થાય છે. આ ડુંગળીના સેવનમાં જોઈએ તો 100 ગ્રામ જેટલી લીલી ડુંગળીમાં 32 ગ્રામ કેલરી જ હોય છે. જે ખાવાથી લોકોનું વજન ઓછું થાય છે, વજન ઘટાડવા માટે લીલી ડુંગળી ખૂબ જ લાભકારી છે. લીલી ડુંગળી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. જે લીલી ડુંગળી ખાવાથી હાર્ટ સંબંધી બીમારીઓ સામે રક્ષણ મળે છે. લીલી ડુંગળીનું સેવન ડાયાબિટીસમાં લાભ કરે છે.
લીલી ડુંગળીમાં રહેલા વિટામિન સી, બી12 અને થાયમિન સારી એવી માત્રામાં હોય છે. લીલી ડુંગળીમાંથી વિટામિન એ, કે, કોપર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ક્રોમિયમ, મેગનીઝ અને ફાયબર જેવા પોષક તત્વો ભરપૂર મળી રહે છે. લીલી ડુંગળીમાં રહેલું સલ્ફર તમને થતા બ્લડપ્રેશરને હમેશાં કંટ્રોલમાં રાખે છે. તમે લીલી ડુંગળીનો ઉપયોગ શાક, સલાડ, સૂપ એમ ઘણી રીતે કરીને અનેક ફાયદા મેળવી શકાય છે.
આમ, તો આ લીલી ડુંગળી આખું વરસ મળતી હોય છે. પરંતુ, આ શિયાળા દરમિયાન લીલી ડુંગળી સારી ક્વોલિટી સાથે ઘણા જથ્થામાં મળતી હોય છે. આ લીલી ડુંગળીનો ઉપયોગ પંજાબી દાળ, સલાડ, કઢી અથવા સબ્જી અનેક રીતે થાય છે. આ લીલી ડુંગળીમાં પોષણની દૃષ્ટિએ ડુંગળી અને તેની લીલાશના અનેક ફાયદા થાય છે. લીલી ડુંગળી વિટામિન K, C અને વિટામિન A નો પણ ઉત્તમ સ્ત્રોત છે.
લીલી ડુંગળીના ફાયદા…
લીલી ડુંગળીમાં વિટામિન એ હોવાથી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
લીલી ડુંગળીમાં રહેલ પેક્ટિન નામનું તત્વ જે કેન્સર સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
લીલી ડુંગળીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી શરદી-ખાંસીમાં રાહત આપે છે.
લીલી ડુંગળીના સેવનથી ડાયાબિટીસના દર્દીઓમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે
લીલી ડુંગળી ખાવાથી બીપી કંટ્રોલ રહે છે.
લીલી ડુંગળીમાં રહેલ વિટામિન સી શરીરને ભરપૂર એનર્જી આપે છે.
લીલી ડુંગળીમાં ફાયબર સારા પ્રમાણમાં હોવાથી ડાઈજેશન પ્રક્રિયાને સુધારે છે.
લીલી ડુંગળીમાં કેલરી ઓછી માત્રામાં હોવાથી તે વજન ઉતારવામાં મદદ કરે છે.
મૂળાની ભાજી
મૂળાની ભાજીમાં રહેલા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ક્લોરિન, સોડિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે. આ મૂળાની ભાજીમાં રહેલા પોષક તત્વો શરીરને અનેક ઘણી સમસ્યાઓથી બચાવે છે.
શિયાળાની ઋતુમાં લોકો મૂળા ખાવાનું ખૂબ વધારે પસંદ કરતા હોય છે. કેટલાક લોકો જ્યારે મૂળા ખરીદતા હોય તે વખતે તેના પાન એટલે કે ભાજી લેતા નથી, જો કદાચ ભૂલથી મૂળાના પાન આવી જાય તો તેને ફેંકી દેતા હોય છે. પરંતુ, મૂળાના પાન આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
મૂળાનું શાક બનાવાય અને કચુંબર તરીકે પણ ખાવામાં આવે છે. આ લીલાં પાંદડાંવાળી શાકભાજીમાં વપરાતા આ મૂળા એક ઉત્તમ અને ઘરગથ્થૂ ઔષધ પણ છે. અહીં આયુર્વેદમાં મૂળાના ઔષધિય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. મોટાભાગના લોકો મૂળાને સલાડ તરીકે ખાતા હોય છે. જો કે બહુ ઓછા લોકોને મૂળાના ગુણો અને ફાયદા વિશેની જાણકારી હોય છે. મૂળાની ભાજી ખાવાથી સ્વાસ્થ્ય અને શરીરને ઘણા ફાયદા થાય છે.
મૂળા ખાવાના ફાયદા…
મૂળા ખાવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે.
મૂળા વિટામિન એથી ભરપૂર હોવાથી તેને ઠંડીમાં સલાડ તરીકે ખાવાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે.
શિયાળામાં રોજ મૂળાનું સેવન કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે.
મૂળા ખાવાથી એસિડિટી, સ્થૂળતા, ગેસની સમસ્યામાં રાહત મળે છે.
મૂળાનું સેવન કરવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે.
શિયાળામાં મૂળા ખાવાથી કફ, શરદી-ખાંસીની સમસ્યામાં રાહત મળે અને શરીરની ઈમ્યૂનિટી પણ વધે છે.
મૂળા ખાવાથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
મૂળામાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોવાથી તેનુ સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે.
મહત્વનો મુદ્દો
જો આ લીલાં પાંદડાવાળા શાકભાજી આપણે સૌ ખાતાં હોઈએ છીએ. પરંતુ, આપણે સૌ એ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની જરૂર છે. આ લીલાં પાંદડામાં ઘણા અન-હાઇજિનિક કંપાઉંડ રહેલા હોય છે, જેને શરીરમાંથી બહાર કાઢવા ખૂબ જરૂરી છે. તેથી, શિયાળાની ઋતુમાં આપણા શરીરની જરૂરિયાત મુજબ પાણી પ્રમાણમાં વધુ પીવું જોઈએ.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જ્ઞાન આધારિત છે. જેની વધુ જાણકારી માટે યોગ્ય તજજ્ઞની મુલાકાત લેવી.