લીલા ધાણાના ખાવાના ફાયદા | Benefits of Eating Green Coriander

લીલા ધાણા

લીલા ધાણાનો ઉપયોગ આપણા દરેક ભારતીય રસોડામાં દરરોજ થતો હોય છે. લીલાં ધાણાના પાંદડા અને સૂકા ધાણાનો પાઉડર લગભગ દરરોજ આપણા રસોડામાં વપરાતો હોય છે. લીલા ધાણા રસોઈની વાનગીઓમાં ખાવાનો સ્વાદ તો વધારે જ છે. પરંતુ, આ ધાણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ધાણાનું બીજું નામ કોથમીર છે. તો ચાલો લીલા ધાણા ખાવાના ફાયદા વિશે જાણીએ.

Table of Contents

લીલાં ધાણાની ખેતી

આપણા ભારત દેશમાં લીલા ધાણાની ખેતી અમુક પ્રદેશોમાં બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં મુખ્ય રીતે કરવામાં આવે છે. લીલાં ધાણાના લીલા પાંદડાની સાથે તેના બીજનો પણ મસાલા તરીકે આપણા રસોડામાં ઉપયોગ કરવામાં આવે છે. જો કે તમે ધાણાની ખેતી કરવા માંગો તો તેને અનુકૂળ જમીન, આબોહવા, વાવણી, સિંચાઇ, લણણી અને ઉપજ વગેરેની જાણકારી હોવી જરૂરી છે.

ધાણાની ખેતી માટે આબોહવા અને જમીન

ધાણાની ખેતી મુખ્યત્વે લીલા પાંદડાના હેતુથી કરવામાં આવે છે. આ ધાણાને તેની ચોક્કસ ઋતુ મુજબ ઉગાડવામાં આવતા હોય છે. જેથી ધાણાની ઉચ્ચ ઉપજ તમે મેળવી શકો છો. ધાણાની ખેતી શુષ્ક અને ઠંડી આબોહવામાં ઉગાડવામાં આવે છે, ત્યારે તેનું ઉત્પાદન વધુ સારી ગુણવત્તામાં મળે છે. આપણે ત્યાં લગભગ તમામ પ્રકારની જમીનમાં પિયત પાક સિંચાઇની સગવડ તરીકે ખેતી કરી શકાય છે.

ધાણાની ખેતી માટેની જમીનની માટીમાં લોમ માટી, માટીની માટી અને કાંપવાળી જમીનને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ધાણાના સારા ઉત્પાદન પાક માટે શુષ્ક અને ઠંડુ હવામાન ખૂબ જ જરૂરી છે. તમે જ્યારે ધાણાની ખેતી કરવા માટે ખેતરની પસંદગી કરતી વખતે યોગ્ય ખેતરની જમીનમાં પૂરતા પ્રમાણમાં જૈવિક પદાર્થ અને સારી પાણી ધારણ કરવાની ક્ષમતા હોવી જોઈએ.

ધાણાની ખેતી માટે જમીનની તૈયારી

આપણે ત્યાં વરસાદની ઋતુ પહેલા ખેતરમાં 3 થી 4 વાર ખેડાણ કરવામાં આવે છે. આ પછી, ખેતરમાં જમીનને સપાટ અને પાણીની ધારિયા જેવી નાની નહેરો બનાવવામાં આવે છે. આ ધાણા જેવા પિયત પાકની ખેતી માટે, જમીનને 2 કે 3 વખત ખેડવામાં આવે છે અને ત્યાર પછી જમીનને સપાટ અને પાણીની ધારિયા જેવી નાની નહેરો બનાવવામાં આવે છે.

ધાણાની વાવણીનો સમય

ધાણાની વાવણી માટેનો યોગ્ય સમય 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સૌથી યોગ્ય છે. આ સિવાય નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પણ ધાણાનું વાવેતર કરી શકાય છે. ધાણાના વાવેતરમાં બીજનો જથ્થો અને બીજની માવજત ખૂબ જ જરૂરી છે. આમ, જોવા જઈએ તો એક એકર ખેતરમાં 6 થી 8 કિલો બિયારણની જરૂર પડે છે. ધાણાના બીજની સારવાર કરતી વખતે, સૌથી પહેલા આપણે, ધાણાના બીજને 2 ભાગોમાં વહેંચી દેવા જોઈએ. આ પછી બીજને 2 ગ્રામ બાવિસ્ટિન પ્રતિ કિલો બીજ સાથે માવજત કરવામાં આવે છે. આ ઉપરાંત, 3 ગ્રામ કાર્બેન્ડાઝીમ પ્રતિ કિલોગ્રામ બીજની પણ માવજત કરવામાં આવે છે. આ રીતે ટ્રીટ કરેલા બીજને 24 કલાક પાણીમાં પલાળી રાખવામાં આવે છે. આ ધાણાના અંકુરણને સરળ બનાવવામાં મદદ કરે છે. કાર્બેન્ડાઝીમ સિવાય આ ધાણાના બીજને થિરામથી પણ માવજત આપી શકાય છે.

ધાણાની ખેતી માટે સિંચાઈ

ધાણાની વાવણીના 3 દિવસ પછી પ્રથમ પાણી પિયત તરીકે આપવામાં આવે છે. આ પછી, જમીનમાં રહેલા ભેજને આધારે, ધાણાની ખેતીમાં 10 થી 15 દિવસના અંતરે પિયત આપવામાં આવે છે.

ધાણાની ખેતી માટે લણણી અને ઉપજ

ધાણાની ખેતીમાં વિવિધતા અને વધતા મોસમના આધારે ધાણાનો પાક સામાન્ય રીતે લગભગ 90 થી 110 દિવસમાં લણણી માટે તૈયાર થઈ જાય છે. કોઈપણ પાકમાં ફળો સંપૂર્ણ પાકે અને લીલાથી ભૂરા રંગના થઈ જાય પછી લણણીને ધ્યાનમાં લેવામાં આવે છે. પાક પાકો થઈ જાય ત્યારે લણણીની પ્રક્રિયામાં કરવા છોડને કાપી કે ખેંચવામાં આવે છે. આ રીતે લણણી કરીને અનાજના ખેતરમાં નાના-નાના ઢગલા કરી રાખવામાં આવે છે. જેથી તે પાકના દુંન્ડાને લાકડીઓ અથવા હાથ વડે ઘસી શકાય છે.

આપણે બીજી તરફ, જ્યારે તેની ઉપજની વાત કરવામાં આવે છે. ત્યારે વરસાદ આધારિત પાક તરીકે ધાણાની સરેરાશ ઉપજ 400 થી 500 કિગ્રા/હેક્ટરની વચ્ચે હોય છે. જ્યારે સિંચાઇ દ્વારા થતો પિયત પાકની ઉપજ 600 થી 1200 કિગ્રા/હેક્ટરની વચ્ચે હોય છે.

લીલા ધાણા પોષક તત્વોથી ભરપૂર

લીલાં ધાણામાં પ્રોટીન, વસા, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, મિનરલ જેવા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત, લીલા ધાણામાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, આયરન, કૈરોટીન, થિયામીન, પોટેશિયયમ અને વિટામીન સી પણ જોવા મળે છે. 

દરરોજ રસોઈમાં લીલા ધાણાનો ઉપયોગ

કોઈપણ વાનગીની સુગંધ અને સ્વાદને વધારવા માટે લીલા ધાણાનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. વાનગીમાં લીલા ધાણા નાખવાથી તમારી દરેક ડિશ ખૂબ જ ટેમ્પટિંગ લાગે છે. આ લીલા ધાણા સાથે ડીશ તમને સર્વ કરવામાં આવે તો તેનો દેખાવ પણ ઘણો સુંદર હોય છે. કોઈપણ વાનગી બનાવી તેના પર લીલા ધાણાથી સજાવવામાં આવે તો પણ તે ખૂબ સુંદર લાગે છે. લીલાં ધાણા ખાવામાં સ્વાદ વધારનાર છે. લીલાં ધાણાની ચટની પણ સરસ બનાવવામાં આવે છે.આ ધાણાના મેજિક પાનના ફાયદા પણ ભરપૂર છે. તો આવો ચાલો જાણીએ તેના ફાયદા…

લીલાં ધાણા ખાવાના ફાયદા

આંખોની રોશની વધારે

લીલા ધાણા ખાવાથી આંખોની રોશની વધે છે. લીલા ધાણામાં વિટામિન A ભરપૂર પ્રમાણમાં હોય છે. લીલાં ધાણામાં આયરન અને વિટામીન ઈથી ભરપૂર માત્રામાં હોય છે. જે આપણી આંખોની રોશની સારી કરે છે. લીલાં ધાણાનું નિયમિત રીતે સેવન આહારમાં સામેલ કરવાથી આંખોની રોશની સારી રહે છે અને આંખમાંથી પાણી પડવું અને દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.

શરીરને પોષણ પૂરું પાડે છે

લીલા ધાણા શરીરને પોષણ આપવામાં ખૂબ જ મદદરૂપ છે. લીલા ધાણાના પાંદડામાં મહત્વના પોષક તત્વો જેવા કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ વગેરે હોય છે. જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

શરીરમાં પાચન સુધારે છે

લીલા ધાણા ખાવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. લીલા ધાણામાં રહેલા તત્વો જેવા કે ફાઈબર અને એન્ટીઓક્સિડેંટ્સની માત્રા વધારે હોય છે. લીલાં ધાણાનો રોજિંદા આહારમાં સામેલ કરવાથી તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. તેમજ તમારા શરીરમાં થતા રોગોમાં જેવા કે ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. તમારું પાચનતંત્ર મજબૂત બનાવે છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

લીલા ધાણા ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધુ મજબૂત બને છે. લીલા ધાણામાં રહેલા હાજર વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકાનો ભાગ ભજવે છે. જે તમારા શરીરને કોઈપણ પ્રકારના વાયરસથી બચાવવામાં મદદ કરે છે. તમારા શરીરની ઇમ્યુનીટી વધારે છે.

શરીરને હ્દયની બિમારીથી બચાવે

વ્યક્તિની ઉંમર વધવાની સાથે હ્દયમાં થતી અનેક બિમારીઓ પણ વધવા લાગે છે. હ્રદયની બીમારી હોય એ લોકોએ વિટામિન્સ અને પ્રોટીન્સથી ભરપૂર ખાવાનું ખાવુ ખૂબ જ જરૂરી છે. સંશોધનમાં મુજબ જાણવા મળ્યું કે લીલા ધાણા રોજ ખાવાથી હ્દય સાથે જોડાયેલી દરેક બિમારીઓથી તમને છૂટકારો મળે છે. તેમજ બ્રેન સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થઈ જાય છે. જે તમારું બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ પણ કન્ટ્રોલમાં રાખે છે.

શરીરમાં થતા ડાયાબિટીશમાં રાહત

“ખોરાક રસાયણશાસ્ત્ર” માં પ્રકાશિત રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, લીલા ધાણામાં ખાસ પોષક તત્વો હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા ધાણા દેશી ઔષધિ જડીબુટ્ટીની જેમ કામ કરે છે. જે તમારા શરીરના બ્લડમાં ગ્લૂકોઝનું નિયંત્રણ કરવામાં મદદ કરે છે. લીલા ધાણા આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે રામબાણ ઈલાજ છે. આ શરીરમાં બ્લડ શુગર હટાવનારા એંજાઈમ્સને સક્રિય કરે છે. આવી રીતે આપના ગ્લૂકોઝ લેવલને નિયંત્રિત કરે છે.

પેટની બીમારીમાં રાહત

લીલા ધાણા પેટને લગતી બીમારીઓ દૂર કરવામાં લાભકારી છે. એ ઉપરાંત, લીલા ધાણા તમારી પાચનશક્તિને પણ મજબૂત બનાવે છે. પેટની સમસ્યાઓ જેવી કે પેટમાં દુ:ખાવો થવો, ત્યારે આના ઈલાજ માટે એક અડધા ગ્લાસ પાણીમાં બે ચમચી ધાના નાખીને પીવાથી પેટના દુ:ખાવામાં તમને રાહત મળે છે. 

એનીમિયાથી રાહત

લીલાં ધાણા તમારા શરીરમાં લોહીની ઉણપને વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે. લીલાં ધાણામાં આયરન ભરપૂર હોય છે. તેથી તમારા શરીરમાં થતા એનીમિયાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. લીલાં ધાણામાં ઘણાં પોષક તત્વો જેવા કે એંટીઓક્સીડેંટ, મિનરલ, વિટામિન એ અને સીથી ભરપૂર હોવાને કારણે તમને કેંસર જેવી મોટી બીમારીમાં પણ રાહત આપે છે. 

માનસિક તણાવ હળવો કરે

લીલા ધાણા પાંદડાવાળા ખાવાથી પાચનક્રિયા સુધારે છે. આ સાથે આપણા શરીર પર થતું માનસિક તણાવ ઓછુ કરે છે. લીલાં ધાણાના લીલા પાંદડા પાચનતંત્રના માધ્યમથી તમારા માનસિક તણાવને દૂર કરી તમને હળવાશ આપે છે. લીલાં ધાણામાંથી મળી આવતા ઓક્સિડેટિવ માનસિક તણાવને દૂર કરવામાં મદદ કરે છે.

શરીરમાં કોલેસ્ટ્રોલન ઘટાડે

લીલા ધાણા ખાવાની સુગંધ વધારે છે. તે જ રીતે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનુ લેવલ પણ ઘટાડે છે. લીલા ધાણામાં એવા ઘણાં પોષક તત્વો જોવા મળે છે, જે શરીરમાં વધતા જતા કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ માટે જે વ્યક્તિને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું હોય તે વ્યક્તિને ધાણાના બીજને ઉકાળીને તેનુ હુંફાળુ પાણી પીવડાવવુ તેના માટે ફાયદાકારક છે. 

શિયાળામાં ધાણાનું સેવન

આપણે સૌ એ ડાયાબિટીસ, કબજિયાત, આંખોની તકલીફ, ત્વચા, એનિમિયા જેવી ઘણીં બધી બીમારીઓાથી ઘેરાયેલા છે. તો આવી બીમારીઓથી દૂર રહેવા માટે રોજ ભોજનમાં સૂકા ધાણાનો ઉપયોગ કરવો જરૂરી છે. આખા ધાણામાં ઘણાં પોષક તત્વો જેવા કે મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ ,આયર્ન, વિટામિન B1 અને વિટામિન A રહેલા હોય છે. ધાણા શરીરના ઘણા રોગોને દૂર કરવામાં આ મદદ કરે છે. તો ચાલો ધાણા ખાવાથી થતા કેટલાક લાભો વિશે માહિતી મેળવીએ.

પેશાબની તકલીફ

જે વ્યક્તિને આ પેશાબની તકલીફ હોય તે દૂર કરવા માટે 4 ભાગની સાકળ અને એક ભાગના આખા ધાણા વાટી લેવા. આ મિશ્રણને તૈયાર કરીને એક સ્વચ્છ શીશીમાં ભરી લેવું. દરરોજ આ મિશ્રણને એક એક ચમચી બે વખત પાણી સાથે લેવાથી અમ્લપિત્તમાં બહુ ફાયદો થાય છે. આ પ્રયોગ કરવાથી પેશાબ પણ તમને ખુલીને થવા લાગશે.

સંધિવા

લીલાં ધાણામા પુષ્કળ માત્રામાં એન્ટિઇન્ફ્લેમેટરી નામનું ગુણતત્વ રહેલું હોય છે. જો ધાણાના બનેલા તેલથી તમારા ગોઠણ પર દરરોજ માલિશ કરવામા આવે છે તો તમને સંધિવાની સમસ્યામાંથી રાહત મળી શકે છે. આ સાથે તમારા હાડકામા આવતી કમજોરીઓને પણ દૂર કરે છે. તમારા શરીરમાં કેલ્શિયમનું ઉણપને દૂર કરે છે.

જો તમને સંધિવાની બીમારી છે તો તે માટે 12 ગ્રામ ધાણાના દાણા, 25 ગ્રામ સૂંઠ, 12 ગ્રામ મરી, 12 ગ્રામ લવિંગ, 12 ગ્રામ અજમા અને 5 ગ્રામ સિંધવ નમક આ બધી દરેક વસ્તુને એકઠી કરી લેવી. ત્યારબાદ તેને બધુજ સાથે મિક્સ પણ કરી લેવું. આ રીતે તૈયાર કરેલા ચૂર્ણને તમે ગરમ હુંફાળા પાણી સાથે મિક્સ કરી તેનુ દરરોજ સેવન કરો. આમ, કરવાથી તમારા સાંધાના દુઃખાવામાં તમને ઝડપથી રાહત મળે છે.

હેડકી

 જો તમને વારંવાર હેડકી આવતી હોય તો ધાણા ખાવાથી આમાં ઝડપથી રાહત મેળવી શકાય છે. જો તમે આ આખા ધાણાના અમુક દાણા મોઢામા રાખી તેને થોડા ચાવીને તેના રસને ચૂસો તો હેડકીની સમસ્યામા રાહત થાય છે.

પેટની સમસ્યાઓમાં રાહત

આ ધાણાનું સેવન જે લોકોને ગેસની સમસ્યા હોય તો તેમાં છુટકારો અપાવવા માટે ખુબ જ લાભદાયક છે. આ સિવાય ધાણા તમારા શરીરમાં પાચનતંત્રને નિયમિત કરવા માટે ફાયદાકારક છે. ધાણાની ચા પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. બે કપ પાણી લઈ તેમા જીરુ અને કોથમીરના પાન, ચા ની ભુક્કી તેમજ વરિયાળી ઉમેરીને બે મિનિટ સુધી ઉકાળો.

તેને બે મિનિટ ઉકાળ્યા પછી તેમા જરૂર મુજબ સાકર ભેળવો. આમ, કરવાથી ધાણાની ચા તૈયાર થઈ જાય છે. આ રીતે બનેલી ચા અથવા તો આ મિશ્રણનું સેવન કરવાથી તમારા પેટની બધી જ નાની મોટી બીમારીઓમા તમને રાહત મળે છે.

મસામાંથી છુટકારો

મસાના બે પ્રકાર હોય છે. એક વાયુવાળા મસા અને બીજા લોહીવાળા મસા. લોહીવાળા મસા એટલે કે મસામાથી લોહી નીકળે છે. લોહીવાળા મસા મુખ્યત્વે કબજિયાતની સમસ્યાના કારણે થતા હોય છે. આ એક ખુબ જ ગંભીર બીમારી છે. જે શરીરને નુકસાનકારક છે.

આ સમસ્યાના નિદાન માટે વેસેલિનમા વાટેલો કાથો, આખા ધાણા 100 ગ્રામ, 10 ટીપા કેરોસીન અને સત્યાનાશી છોડના મૂળ આ બધી જ વસ્તુઓને વાટીને ચાળીને વેસેલિનમા મિક્સ કરી લેવી જોઈએ. આ બનેલા મલમને મસા પર લગાવવાથી મસાની સમસ્યામા રાહત મળે છે.

ખીલ

તમારા ચહેરા પર વારંવાર થતા ખીલની સમસ્યાથી તમે પરેશાન થઈ ગયા છો. તો 2 ચમચી ધાણાનો પાવડરને 1/2 ચમચી ગ્લિસરીનમા મિક્સ કરી ચહેરા પર લગાવવામા આવે તો ચહેરા પરના ખીલની સમસ્યા દૂર થાય છે.

આ સિવાય તમે તાજા કોથમીરના થોડા પાંદડા લઈ તેને વાટીને તેમાં એક ચપટી હળદર પાઉડર મિક્સ કરી લેવો. આ તૈયાર થયેલા લેપને દિવસમા બેથી ત્રણ વાર તમારા ચહેરા પર લગાવો. આ રીતે નિયમિત તેનો ઉપયોગ કરવાથી થોડાક જ સમયમાં ખીલ તેમજ તેના ખીલના કારણે પડેલા ચહેરા પરના દાગ-ધબ્બા દૂર થઈ જશે.

 

4 thoughts on “લીલા ધાણાના ખાવાના ફાયદા | Benefits of Eating Green Coriander”

Leave a comment