મહાકુંભ મેળો એ આપણી ભારતીય સંસ્કૃતિનો ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ છે. જે અહીં દર 12 વર્ષે ચોક્કસ સ્થળે યોજાય છે. આ કુંભ મેળો મુખ્ય ચાર સ્થળોએ જેમ કે, પ્રયાગરાજ (અલ્હાબાદ), હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. આ વખતે આ મહા કુંભ મેળો પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) ત્રિવેણી સંગમ ખાતે યોજાશે. એવું માનવામાં આવે છે કે આ કુંભ મેળા દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. આ કુંભ મેળાની સાથે અનેક દંતકથાઓ અને માન્યતાઓ જોડાયેલી છે.
કુંભ મેળો 2025
કુંભ મેળો એ હિંદુ ધર્મની અનોખી પરંપરાઓ અને સંસ્કૃતિમાં સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો આ પવિત્ર ત્રિવેણી સંગમ છે. જેથી આ કુંભ મેળો આપણા ભારતીય ઉપખંડમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.
આ કુંભ મેળો બાર વર્ષે એક જગ્યાએ યોજાય છે અને દર ત્રણ વર્ષે અલગ-અલગ સ્થાન પર યોજાય છે. તેમાં મુખ્ય સ્થાન હરિદ્વાર, ઉતરાખંડ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ,નાસિક અને મહારાષ્ટ્રનો સમાવેશ પણ થાય છે. આ સ્થળોએ કુંભ મેળો લગભગ 44 દિવસ સુધી ચાલે છે. જે કુંભ મેળામાં આપણા ભારત દેશ અને દુનિયાભરમાંથી લાખો લોકોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પવિત્ર નદીનાં પાણીમાં સ્નાન કરીને પોતાને ધન્ય અનુભવે છે. પરંતુ, આ કુંભ મેળામાં સાધુ -સંતોને પહેલા પવિત્ર નદીમાં સ્નાન કરવાનો અધિકાર દેવતાઓ દ્વારા આપવામા આવ્યો છે. આ કુંભ મેળામાં ભક્તિ ભાવભર્યું અને પવિત્ર વાતાવરણ બની જાય છે. અહીં, ઘણા શ્રધ્ધાળુઓ આ કુંભ મેળો ચાર મહિના સુધી ચાલે ત્યાં સુધી તેઓ તંબુઓ તાણીને ત્યાં રહે છે. આ ચાર મહિનાના સમયગાળાને “કલ્પવાસ” કહે છે, જેથી ત્યાં રહેવાવાળાને લોકોને “કલ્પવાસી” કહેવાય છે.
કુંભ મેળાનું પૌરાણિક મહત્વ
કુંભ મેળો યોજવાનો મુખ્ય આશય એક પૌરાણિક કથા અનુસાર છે. જેમાં એકવાર દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યુ હતુ. જે સમુદ્રમાંથી અલગ-અલગ પ્રકારનાં ચૌદ રત્નો મળી આવ્યા હતાં. જેમાં સૌથી છેલ્લે જે રત્ન મળ્યો હતો તે અમૃતકુંભ મળી આવ્યો હતો. જેમાં અમૃત ભર્યુ હતુ અને તે જે પીવે તેને અમરત્વ મળી જાય. તેથી દેવતાઓ ઈચ્છતા ન હતા કે, તે અમૃતનું પાન દાનવો કરે. જો આવુ બને તો દાનવો આ સમગ્ર સૃષ્ટિ ઉપર બધા લોકોને માટે જીવવાનું હરામ કરી નાખે છે. હવે, તે સમયે એવુ બન્યું હતું કે, ઈન્દ્રનો પુત્ર જયંત અમૃતકુંભ લઈને ભાગવા લાગ્યો હતો. આ માટે દેવતાઓ અને દાનવો તેની પાછળ દોડવા લાગ્યા હતા. આ અમૃતકુંભ લેવાની ખેંચાખેંચમાં કુંભમાંથી અમૃતનાં અમુક બિંદુઓ જે સ્થાન પર પડ્યાં હતાં તે ચાર સ્થાન પર એટલે કે નગરીઓનાં સ્થાને કુંભમેળાઓ દર બાર વર્ષે યોજાય છે. જેથી સાધુ સમાજ દ્વારા તેમજ લોકોમાં આ સ્થાને સ્નાન કરવાનું અનોખું મહત્વ છે.
પ્રયાગરાજ કુંભ મેળો 2025
આ પ્રયાગ કુંભ મેળાને “મહા કુંભ મેળા” તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ અને ભારતના ત્રિવેણી સંગમ ખાતે યોજાતો આ મહા કુંભ મેળો છે. આ કુંભ મેળો 13 જાન્યુઆરી 2025 ના રોજ શરૂ થાય છે અને 26 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થાય છે. 12 વર્ષમાં એક વખત આ કુંભ મેળો યોજાય છે. જે લગભગ 44 દિવસ ચાલે છે. તે કુંભ મેળાની મુલાકાતે લગભગ 400 મિલિયન જેટલા મુલાકાતીઓને આકર્ષે તેવી અપેક્ષા કરતા હોય છે. આપણા હિંદુ ધર્મમાં 12 વર્ષના સમયગાળામાં એક વાર તેનું વિશેષ મહત્વ હોય છે કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન અને દાનવો વચ્ચે અમૃતની લડાઈ 12 વર્ષ સુધી ચાલી હતી. આ કુંભ મેળાનો કાર્યક્રમ હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં પણ યોજાય છે.
પ્રયાગરાજ મહાકુંભ મેળો 2025
તારીખ | 13 જાન્યુઆરી – 26 ફેબ્રુઆરી 2025 |
અવધિ | 44 દિવસ |
સ્થળ | ત્રિવેણી સંગમ |
સ્થાન | પ્રયાગરાજ |
તરીકે પણ ઓળખાય છે | મહાકુંભ મેળો |
પ્રકાર | સામાજિક વ્યવહાર |
થીમ | ઉત્સવની ઘટનાઓ |
આશ્રયદાતા | તપસ્વીઓ, સંતો, સાધુઓ, સાધ્વીઓ, કલ્પવાસીઓ અને યાત્રાળુઓ |
આયોજન | પ્રયાગરાજ કુંભ મેળાની ઓથોરિટી |
વેબસાઈટ | kumbh.gov.in |
કુંભ મેળો દર કેટલા વર્ષે યોજાય છે?
અહીં, જે સંપૂર્ણ કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે, જ્યારે તે જ સ્થળે લગભગ 6 વર્ષ પછી અર્ધ મેળો એટલે કે અડધો મેળો યોજાય છે.
કુંભ મેળો ક્યાં ભરાય?
૧૮૫૦નો પહેલો કુંભ મેળો – હરિદ્વારમાં ભરાયો હતો, આ મેળો બાર વર્ષે એક જગ્યાએ યોજાય છે અને દર ત્રણ વર્ષે અલગ-અલગ સ્થાન પર યોજાય છે. તેમાં હરિદ્વાર, ઉતરાખંડ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ અને નાસિક, મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે.
ભારતમાં કુંભ મેળો ક્યાં ભરાય છે?
ભારતમાં પ્રયાગ કુંભ મેળો, જેને પ્રયાગરાજમાં (અલ્હાબાદ) કુંભ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ધાર્મિક મેળો, જે હિંદુ ધર્મના લોકો સાથે સંકળાયેલો છે. ભારતના પ્રયાગરાજ શહેરમાં, ગંગા , યમુના અને સરસ્વતી નદીના પૌરાણિકના સંગમ સ્થાને આ મેળો ત્રિવેણી સંગમ ખાતે યોજાય છે.
કુંભ મેળાનું મહત્વ
આ મહા કુંભ મેળાને દાનવો પર દેવોના વિજયનું પ્રતિક ગણાય છે. આ કુંભ મેળો 12 વર્ષ પછી 13 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાય છે. કુંભ મેળો આ મુખ્ય ચાર શહેરોમાં યોજાશે. જે કુંભ મેળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં તે દર 12 વર્ષે યોજાય છે. કારણ કે એવું માનવામાં આવે છે કે અમૃતના કુંભ માટે ભગવાન અને દાનવો વચ્ચે 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું. તે અમૃત કુંભમાંથી દેવો અને દાનવોની ખેંચતાણમાં અમૃત આ ચાર સ્થળો પર પડ્યું હતું. તે સમયથી દર 12 વર્ષે કુંભ મેળો યોજાય છે. કુંભ મેળાના વિસ્તારમાં અમુક પ્રવૃત્તિઓ ઉત્તર પ્રદેશના રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલા છે. જે કુંભ મેળાના વહીવટી અધિકારીઓ દ્વારા અખાડાઓની જમીનની ફાળવણી સાથે શરૂ થઈ હતી.
કુંભ મેળામાં શાહી સ્નાન
કુંભનું આયોજન હરિદ્વારમાં મોટા પાયે થાય છે. સાધુ-સંતો આ મહાન તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વખતે આ મહાકુંભ મેળો 13 મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે અને તે 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. હવે, પ્રયાગરાજમાં શરૂ થવા જઈ રહેલા મહાકુંભ મેળાનું વિશેષ મહત્વ છે. કારણ કે ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ પ્રયાગરાજમાં મળે છે. આ ત્રિવેણી સંગમ પૂરા વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે.
આપણા હિન્દુ ધર્મમાં ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભ મેળામાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે અને તે તેના જીવનના તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે. આ શાહી સ્નાન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે. પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન ત્રિવેણી સંગમના કિનારે સ્નાન કરવાનું વિશેષ અને અનોખું મહત્વ હોય છે. આ ત્રિવેણી સંગમ પર સ્નાન કરવું એ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આ ઉપરાંત, અહીં આ મહા કુંભ મેળા દરમિયાન ત્રિવેણી સંગમમાં શા માટે શાહી સ્નાન કરવામાં આવે છે? તો ચાલો શાહી સ્નાનના મહત્વ વિશે જાણીએ.
સંગમનો અર્થ શું છે?
સંગમનો અર્થ એટલે મિલન. આ ત્રિવેણી સંગમ એ એક એવી જગ્યા છે જ્યાં પાણીના બે અથવા વધુ પ્રવાહો ભેગા મળીને સંગમ થાય છે. જે ત્રણ નદીઓના ભેગા મળેલા પ્રવાહને સંગમ કહે છે.
શાહી સ્નાન એટલે શું?
આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર કુંભ મેળામાં દર્શાવવામાં આવેલી અમુક તિથિઓએ બ્રહ્મમુહુર્ત દરમિયાન દેવતાઓ સ્વયં પૃથ્વી પર આવે છે. તે દેવતાઓ ગંગા નદીમાં સ્નાન કરે છે અને તમામ પ્રકારના જીવોને પાપોમાંથી મુક્ત કરે છે. કુંભ મેળામાં દેવતાઓના સ્નાન પછી નાગા સાધુઓ શાહી સ્નાન કરે છે.
આ નાગા સાધુઓ આપણા હિન્દુ ધર્મના તપસ્વીઓ છે અને તેઓ એકાંત તપસ્વી જીવન જીવે છે. તેઓ નગ્ન રહે છે અને કઠોર તપસ્યા કરે છે. કુંભમેળામાં નાગા સાધુઓનું વિશેષ મહત્વ હોય છે. કુંભ મેળામાં સાધુ સંતો અને નાગા સાધુઓની શાહી હાજરી હોય છે તેથી આ સ્નાનને ‘શાહી સ્નાન‘ કહેવામાં આવે છે. કુંભમેળામાં શાહી સ્નાન કરવા માટે સાધુ સંતો મોટી સંખ્યામાં આવે છે. નાગા સાધુઓના સ્નાન કર્યા બાદ સામાન્ય ભક્તો ગંગા નદીમાં સ્નાન કરી શકે છે.
શાહી સ્નાનનું મહત્ત્વ
પ્રયાગરાજનો સંગમ આપણા હિંદુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પ્રયાગરાજમાં તે ગંગા, યમુના અને સરસ્વતી એમ આ ત્રણેય નદીઓનો સંગમમાં થાય છે. પ્રયાગરાજના સંગમમાં ગંગા, સરસ્વતી અને યમુના આ ત્રણેય નદીઓનું મિલન જોઈ શકાય છે. અહીં, એક એક ધાર્મિક માન્યતા છે કે મહા કુંભ, કુંભ અને અર્ધ કુંભના મેળાના સમય દરમિયાન આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ મળે છે અને પોતાના દરેક પાપોમાંથી મુક્તિ મેળવે છે. તેમજ શાહી સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
કુંભ મેળા દરમિયાન આ શાહી સ્નાનનું મહત્વ ખૂબ જ વિશેષ રહેલું છે. આ કુંભ મેળા દરમિયાન શાહી સ્નાન માટે સાધુ-સંતો મોટી સંખ્યામાં સ્નાન કરવા માટે આવે છે. જે શાહી સ્નાન કરવાથી તેમને મોક્ષ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. મહા કુંભ મેળા દરમિયાન ત્રિવેણી સંગમમાં સાધુ-સંતો આદરપૂર્વક સ્નાન કરે છે. આ પહેલું સ્નાન સાધુ સંતો કરવાના કારણથી તેને શાહી સ્નાન તરીકે ઓળખાય છે. પહેલા સાધુ-સંતો પછી ભક્તો કુંભ મેળા દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે.
કુંભ મેળા 2025 દરમિયાન શાહી સ્નાન
1. | 13 જાન્યુઆરી 2025 | પોષ પૂર્ણિમા |
2. | 14 જાન્યુઆરી 2025 | મકરસંક્રાંતિ |
3. | 29 જાન્યુઆરી 2025 | મૌની અમાવસ્યા |
4. | 3 ફેબ્રુઆરી 2025 | વસંત પંચમી |
5. | 12 ફેબ્રુઆરી 2025 | માઘ પૂર્ણિમા |
6. | 26 ફેબ્રુઆરી 2025 | મહાશિવરાત્રી |
મહા કુંભ કેટલા વર્ષે આવે છે?
મહા કુંભનું આયોજન 12 વર્ષે એક કુંભ મેળો ભરાય છે, એમ 12 પૂર્ણ કુંભ મેળા થયા પછી થાય છે. એમ, 144 વર્ષ બાદ આવેલો કુંભનો મેળો આ પૂર્ણ કુંભને ‘મહા કુંભ’ કહેવાય છે.
144 વર્ષ પછી મહાકુંભ મેળો 2025
આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે પણ ઉજ્જૈન, નાસિક, પ્રયાગરાજ અને હરિદ્વારમાં 12 પૂર્ણ કુંભ મેળાઓનું આયોજન કરાય છે. ત્યારે આ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવે છે. તેથી આપણે જો ગાણિતિક રીતે જોઈએ તો દર 144 વર્ષે ‘મહાકુંભ મેળો’ યોજાય છે.
આ વખતે લોકો અને સંતોનો મેળાવડાનો ઉત્સવ કુંભ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. અને આ કુંભ મેળાની તિથિ 144 વર્ષ પછી આવશે. તેથી એવું કહેવામાં આવે છે કે જે ભક્તો આ પ્રસંગે કુંભમેળામાં જવાનું અને કુંભસ્નાન કરવાનું ચૂકી જાય તો કદાચ તેમને જીવનમાં ફરીથી આ પુણ્ય સારી તક મળે નહીં.
Read more: https://takshlifes.com/lord-shivas-mantr-meaning/
કુંભ મેળામાં 6 વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે. ત્યારે દરેક રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભાવિભક્તો મહાકુંભ મેળાની મુલાકાત લેવા માટે ઉત્સુક હોય છે. રેલવે વિભાગ દ્વારા ભાવિભક્તો અને શ્રદ્ધાળુઓની આવવા જવાની સુવિધાને ધ્યાનમાં રાખીને અલગ અલગ રાજ્ય અને શહેરોમાંથી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ માહિતી અનુસાર પશ્ચિમ રેલવે વિભાગે મહાકુંભ મેળા દરમિયાન વધતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને 6 જેટલી વન વે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. જે ટ્રેન સાબરમતી- પ્રયાગરાજ, ઉધના- પ્રયાગરાજ ટ્રેન દોડાવાશે. આ ઉપરાંત, વલસાડ- પ્રયાગરાજ, ભાવનગર- ટર્મિનસ પ્રયાગરાજ સહિતની ટ્રેનો સ્પેશિયલ એટલે સુપરફાસ્ટ ચલાવવામાં આવશે.
કુંભ મેળામાંથી કઈ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ?
માટી
પ્રયાગરાજ એ ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેયનું સંગમ સ્થાન છે. તેથી આ શહેરને ત્રિવેણી સંગમ શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રિવેણી સંગમના કિનારે યોજાતા કુંભમેળાનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. જો તમે મહાકુંભ મેળાની મુલાકાતે જાવ છો તો અહીંથી આ ત્રિવેણી સંગમની માટી તમારા ઘરે ચોક્કસથી લાવવી જોઈએ. આ સંગમની માટીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ ત્રિવેણી સંગમની માટી પૂજાસ્થાન અથવા ઘરના મુખ્ય સ્થાન પર રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
શિવલિંગ
આ મહાકુંભ મેળામાંથી શિવલિંગને ઘરે લાવવું પણ અત્યંત ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ સિવાય તમે જો પારસનો પથ્થર પણ ઘરે લાવી શકો છો તો તેને ઘરમાં લાવીને રાખવાથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
ગંગાજળ
ગંગાજળ ખૂબ જ પવિત્ર હોય છે અને પ્રયાગરાજમાં તો ત્રિવેણી સંગમ છે. તેથી આ ત્રણેય પવિત્ર નદીઓનું જળ ઘરમાં અવશ્ય લાવવું જોઈએ. ગંગાજળને લાવીને પૂજા ઘરમાં કોઈ સ્વચ્છ જગ્યાએ મૂકવું જોઈએ. ગંગાજળથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે. આ ગંગાજળના પાણીનો છંટકાવ ઘરમા કરવો શુભ માનવામાં આવે છે.
મહાકુંભમાં સ્નાન કરવાના નિયમો
મહાકુંભમાં માન્યતા પ્રમાણે દેવતાઓ પહેલું સ્નાન કરતા હોય છે. આ પછી નાગા સાધુઓ સ્નાન કરે છે અને ત્યાર પછી જ અન્ય લોકો સ્નાન કરી શકે છે. તેથી ભૂલથી પણ નાગા સાધુઓની સમક્ષ ડૂબકી લગાવવી જોઈએ નહીં. આમ કરવું એ નિયમોનું ઉલ્લંઘન છે.
ગૃહસ્થ એટલે સંસારી લોકોએ મહાકુંભમાં 5 વાર ડૂબકી લગાવવી જોઈએ. જો ગૃહસ્થ લોકો મહાકુંભમાં પાંચ વાર ડૂબકી લગાવી છે તો તેમને કુંભ સ્નાનું પૂર્ણ ફળ મળે છે.
મહાકુંભમાં સ્નાન કર્યા પછી બંને હાથોથી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ. કુંભ મેળાનું આયોજન સૂર્ય ભગવાનની વિશેષ સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. કુંભમેળા દરમિયાન જો સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવામાં આવે તો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે.
કુંભ મેળામાં સ્નાન કર્યા પછી ભક્તોએ હનુમાનજી અને નાગવાસુકી મંદિરની મુલાકાત લેવી જોઈએ. માન્યતા અનુસાર આ મંદિરોની મુલાકાત લીધા પછી જ ભક્તોની ધાર્મિક યાત્રા પૂર્ણ થાય છે.