દ્રાક્ષ ખાવાના ફાયદા | Benefits of Grapes

દ્રાક્ષ

દ્રાક્ષ એ એક ઠળીયા વિનાના રસાળ ફળ છે. દ્રાક્ષ ખૂબ જ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ફળ છે. આ દ્રાક્ષનું ફળ એક લાકડા જેવી કઠણ અને હંમેશા લીલી રહેતી વેલ પર ઉગે છે. દ્રાક્ષને વેલથી તોડીને સીધી ખાઈ શકાય છે. આ દ્રાક્ષ સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. આપણે સૌ દ્રાક્ષનું નામ સાંભળતા જ દરેક વ્યક્તિના મોઢામાં પાણી આવી જતું હોય છે. આ દ્રાક્ષ એક એવું મોસમી ફળ છે, જેનું સેવન મોટાભાગના લોકો કરતા હોય છે. આ દ્રાક્ષ દરેકને પસંદ હોય છે. આ દ્રાક્ષ ખાવામાં જેટલી મીઠી હોય છે તેટલી જ તે શરીરને ફાયદાકારક પણ હોય છે. આ ઉપરાંત, દ્રાક્ષનો જામ, રસ, જેલી, વિનેગર, વાઇન, બીજ અર્ક, સૂકી દ્રાક્ષ (કિસમિસ), ગોળની રસી/ કાકવી(મોલાસીસ), દ્રાક્ષ બીજનું તેલ વગેરે પદાર્થો બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. આ દ્રાક્ષની ખેતી હજારો વર્ષોથી માણસો દ્વારા કરવામાં આવે છે. હવે દ્રાક્ષને પૂરા વિશ્વમાં ઉગાડવામાં આવે છે.

Table of Contents

દ્રાક્ષની ખેતી

આપણા ભારત દેશમાં દ્રાક્ષને એક મહત્વનું ફળપાક ગણવામાં આવ્યું છે. પૂરી દુનિયાભરમાં દ્રાક્ષ એ લીબું તેમજ કેળા પછી ત્રીજા ક્રમે સૌથી વધુ ઉગાડવામાં આવતું ફળ પાક છે. દુનિયામાં સૌથી વધુ દ્રાક્ષનું ઉત્પાદન કરતાં દેશોમાં પ્રથમ સ્થાન પર ચીનનું 13 % ઉત્પાદન, બીજા સ્થાન પર ઈટાલીનું 12 % ઉત્પાદન અને ત્રીજા સ્થાન પર અમેરિકાનું 9 % ઉત્પાદન આવે છે. દ્વાક્ષના ઉત્પાદનમાં દુનિયાના કુલ ઉત્પાદનમાં ભારત માત્ર 2 % હિસ્સો ધરાવે છે. ભારત દેશમાં સૌથી વધુ દ્રાક્ષ પકવતા પ્રદેશોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તામીલનાડુ અને આંધ્રપ્રદેશ મુખ્ય પ્રદેશો છે. ગુજરાતમાં અમુક છુટાછવાયા વિસ્તારમાં દ્રાક્ષનું વાવેતર થાય છે. પરંતુ, આમાં ખેડુતો કયાંક કયાંક જ સફળ થયા છે ખાસ કરીને ગુજરાત રાજયમાં કચ્છ અને સાબરકાંઠા જિલ્લામાં દ્રાક્ષનું વાવેતર થાય છે.

દ્રાક્ષને મહત્વનો રોકડીયો પાક ગણવામાં આવે છે. દ્રાક્ષની વાવણી પછી તેના પર ત્રણ વર્ષે ફળ બેસે છે. આપણા ભારત દેશમાં લીલી, કાળી અને સફેદ એમ ત્રણ પ્રકારની દ્રાક્ષ જોવા મળે છે. સફેદ દ્રાક્ષ મધુર હોવાથી તે કિંમતમાં મોંધી હોય છે. આમ, દ્રાક્ષ એ ઘણું જ પૌષ્ટિક અને સુપાચ્ય ફળ છે. તેમજ દ્રાક્ષનો ફળાહારમાં, સુકવણી કરીને, દારૂ બનાવવા જેવા ઘણા ઉપયોગ થાય છે. આ રીતે દ્રાક્ષના વિવિધ ઉપયોગો હોવાથી તેની આધુનિક ખેતી વિશે જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.

દ્રાક્ષ ક્યાં થાય છે?

આપણા ભારતમાં દ્રાક્ષના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિળનાડુ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં વત્તાઓછા પ્રમાણમાં દ્રાક્ષની ખેતી થાય છે. ભારત દેશમાં દ્રાક્ષની ખેતીમાં પ્રદેશમાં મહારાષ્ટ્રનું સ્થાન મોખરે છે (6400 હેક્ટર), ત્યારબાદ કર્ણાટક (5700 હેકટર) આવે છે.

દ્રાક્ષની ખેતી કેવી રીતે કરવી ?

દ્રાક્ષ ખૂબ જ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ફળ છે. ખાવા માટે દ્રાક્ષની લોકપ્રિયતા કરતાં ખેડૂતો માટે તે વધુ સારો વ્યવસાયિક વિકલ્પ છે. તાજા ફળો ઉપરાંત, દ્રાક્ષનો ઉપયોગ કિસમિસ, જ્યુસ, જામ બનાવવામાં થાય છે.

દ્રાક્ષની ખેતીનો યોગ્ય સમય

દ્રાક્ષનો પાક તૈયાર કરવા માટેનો યોગ્ય સમય ડિસેમ્બર મહિનાથી લઈને જાન્યુઆરી મહિના સુધીમાં રોપવામાં આવે છે.

દ્રાક્ષની ખેતી માટે જમીન અને આબોહવા

દ્રાક્ષનો પાક વિવિધ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. આમ, ખાસ કરીને જોવા જઈએ તો ગોરાડુ, મધ્યમ કાળી અને લાલ જમીન આ પાકને વધુ અનુકુળ છે. દ્રાક્ષની ખેતી માટે સારી રીતે નિકાલવાળી રેતાળ, ચીકણી માટી યોગ્ય જોવા મળી છે. આવી જમીન પર દ્રાક્ષની ખેતી સફળતાપૂર્વક કરી શકાય છે. બીજી તરફ, જોવા જઈએ તો વધુ માટીવાળી જમીન દ્રાક્ષની ખેતી માટે યોગ્ય નથી. વાતાવરણમાં ગરમ, સૂકો અને લાંબો ઉનાળો દ્રાક્ષની ખેતી માટે વધુ અનુકૂળ છે. દ્રાક્ષને પાકતી વખતે વરસાદ કે વાદળોનું આવરણ ખૂબ નુકસાનકારક છે. આવા વાતાવરણના કારણે કર્નલો ફાટી જાય છે અને ફળોની ગુણવત્તામાં ખૂબ જ ખરાબ અસર પડે છે.

દ્રાક્ષના પોષક તત્વો, ઉપયોગો અને ફાયદા

દ્રાક્ષ એક સ્વાદિષ્ટ રસાળ ફળ છે. ભારતમાં દ્રાક્ષ મોટાભાગે તાજી ખાવામાં આવે છે, તેમજ સૂકી દ્રાક્ષનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે, આપણે સૌ દ્રાક્ષનો ખોરાક તરીકે ઘણો ઉપયોગ કરીએ છે. દ્રાક્ષને ફળ તરીકે ખાવા ઉપરાંત તેમાંથી ઘણી વસ્તુઓ જેવી કે, કિસમિસ, જ્યુસ, જામ અને જેલી વગેરે પણ બનાવવામાં આવે છે. આ સિવાય દ્રાક્ષનો ઉપયોગ વાઇન બનાવવામાં પણ થાય છે. દ્રાક્ષમાં ઘણા પોષક તત્વો, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરીયલ તત્વો જોવા મળે છે. જે શરીરની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. દ્રાક્ષનું સેવન આપણા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં હાજર રહેલા તત્વો પોલી-ફેનોલિક ફાયટોકેમિકલ સંયોજન આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ સિવાય દ્રાક્ષનું સેવન આપણને શરીરમાં થતાં અનેક રોગોમાં ફાયદાકારક છે. દ્રાક્ષ કેન્સર જેવા રોગના કોષોને વધતા અટકાવે છે. શરીરમાં આવતા હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. દ્રાક્ષનો ઉપયોગ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક હોવાનું સાબિત થયું છે. આ સિવાય દ્રાક્ષ ખાવાથી કબજિયાતની ફરિયાદને દૂર કરી શકાય છે. દ્રાક્ષ એ આંખો માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

Benefits of Grapes

આપણે ત્યાં બજારમાં બે પ્રકારની દ્રાક્ષ જોવા મળે છે: 1. કાળી દ્રાક્ષ અને 2. લીલી દ્રાક્ષ. આપણે દરેક જણ મૌસમ પ્રમાણે કાળી અને લીલી દ્રાક્ષ ખાઈએ છીએ. આ બંને દ્રાક્ષ શરીરમાં સ્વાસ્થ્યની સાથે સાથે જીભના સ્વાદ માટે પણ ખુબ જ સારી છે. એક તરફ કાળી દ્રાક્ષમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન સીના ઘણા સારા સ્ત્રોત જોવા છે. તો બીજી તરફ, આ દ્રાક્ષમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન સી અને વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે.

કાળા કિસમિસનું સેવન કેવી રીતે કરવું?

કાળી કિસમિસને પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારું શરીર સ્વસ્થ રહે છે. મીઠી વાનગીઓની બનાવટમાં, રસોડામાં રાખો, શેક બનાવવા, મીઠાઈઓમાં ઉમેરવા. દૂધ સાથે પણ લઈ તેને ખાઈ શકાય છે. કાળી સુકી દ્રાક્ષ આખી ખાઈ શકો છો. તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે પણ તેનું સેવન કરી શકો છો.

કાળી દ્રાક્ષના ફાયદા

કાળી દ્રાક્ષ ખાવાથી શરીરમાં સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. કાળી દ્રાક્ષ ખાવાથી ઘણી બધી બીમારીઓમાં રાહત થાય છે. કાળી દ્રાક્ષમાં રહેલા ઘણા પોષક તત્વો આપણા સ્વાસ્થ્યને ખૂબ લાભદાયી છે. કાળી દ્રાક્ષમાં રહેલા પોષક તત્વો જેવા કે, ગ્લુકોઝ, મેગ્નેશિયમ, સાઇટ્રિક એસિડ, વિટામિન સી, વિટામિન ઇ, એનર્જી, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન વગેરે હોય છે. આ ઉપરાંત, દ્રાક્ષમાં એન્ટીઓક્સીડેન્ટ પણ જોવા મળે છે.

એવું માનવામાં આવે છે કે આ મીઠા ફળો ખાવાથી આપણને ઘણી બીમારીઓથી છુટકારો મળે છે. ઘણા લોકો શરીરમાં થતાં રોગોને દૂર કરવા ફળો ખાય છે. તો ચાલો આપણે કાળી દ્રાક્ષ ફાયદા વિશે જાણીએ.

Black Grapes Benefits

શરીરમાં શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે

કાળી દ્રાક્ષ ખાવાના ઘણા ફાયદા છે. તેમાંનો એક ફાયદો શુગર લેવલને કંટ્રોલમાં રાખવું છે. કાળી દ્રાક્ષ ખાવી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે લોકો ડાયાબિટીસના દર્દી છે એ રોજ સંતુલિત માત્રામાં કાળી દ્રાક્ષ ખાય તો તેમનું શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

શરીરમાં હૃદય માટે ફાયદાકારક

કાળી દ્રાક્ષ સેવન હૃદય રોગના દર્દીઓ માટે એક પ્રકારનો રામબાણ ઈલાજ છે. કાળી દ્રાક્ષ ખાવી હૃદયના દર્દીઓ માટે અમૃત સમાન ગણાય છે. આવું દાક્તરોનું માનવું છે કારણ કે કાળી દ્રાક્ષનું સેવન કરવાથી આપણા શરીરમાં હૃદય સ્વસ્થ રહે છે અને કોલેસ્ટ્રોલ લેવલ માપનું રહે છે. હૃદય રોગ જેવી મહાન બીમારી શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને કારણે થાય છે. જેને ઘટાડવા માટે આપણે સૌ એ કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ.

શરીરમાં બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદરૂપ

શરીરમાં બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કાળી દ્રાક્ષ ખાવી ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેથી, બ્લડ પ્રેશરના દર્દીઓને ઘણીવાર ડૉક્ટરો આહારમાં કાળી દ્રાક્ષનું નિયમિત સેવન કરવાની સલાહ આપતા હોય છે.

શરીરમાં ત્વચાની સુંદરતા વધારે

કાળી દ્રાક્ષ ખાવાથી શરીરમાં સ્વાસ્થ્ય માટે તેમજ ત્વચાની સુંદરતા માટે ખૂબ જ જરૂરી છે. કાળી દ્રાક્ષમાં વિટામિન સી વધારે માત્રામાં હોય છે. જેના કારણે ત્વચા પર ગ્લો આવે છે અને સાથે જ ત્વચામાં કરચલીઓ પણ પડતી નથી. તેમજ ત્વચાને તંદુરસ્ત રાખે છે.

શરીરમાં થતા કેન્સર સામે કરે રક્ષણ

કાળી દ્રાક્ષમાં રહેલા પોષક તત્વો જેવા કે ગ્લુકોઝ, મેગ્નેશિયમ અને  સાઈટ્રિક એસીડ હોય છે. જે ટી.બી, કેન્સર, બી.પી., બ્લડ ઈન્ફેક્શન જેવી બીમારીમાં પણ ફાયદો અપાવે છે. આ ઉપરાંત, દ્રાક્ષમાં  ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, લોહતત્વ, ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે, જે તમને સ્વસ્થ રાખે છે.

લીલી દ્રાક્ષના ફાયદા

ફળોને ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર ખૂબ સારી અસર પડે છે. કેમ કે, આ ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે. ફળોમાં આપણે દ્રાક્ષની વાત કરીએ તો તે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દ્રાક્ષના ખાવાથી ઘણી શરીરની બીમારીઓ પણ દૂર થાય છે. દ્રાક્ષમાં મળતા તત્વો જેવા કે વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, બીટા કેરોટીન વગેરે મળી આવે છે. આ ઉપરાંત, દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આથી દ્રાક્ષ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

આંખો માટે ફાયદાકારક

લીલી દ્રાક્ષ ખાવાથી આંખોને ખૂબ જ ફાયદાકારક થાય છે. કારણ કે દ્રાક્ષમાં રહેલા વિટામીન A ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જો તમે દ્રાક્ષ ખાતા હોય તો તેનાથી તમારી આંખોની રોશની વધે છે. તેમજ આંખને લગતી ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.

શરીરમાં હાડકાંને મજબૂત છે

લીલી દ્રાક્ષ ખાવી હાડકા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીલી દ્રાક્ષમાં કેલ્શિયમ ઘણી માત્રામાં જોવા મળે છે. જો તમે દ્રાક્ષનું ખાવાનું રાખો છો તો તેનાથી તમારા શરીરના હાડકાં મજબૂત થાય છે. તેમજ પગના સાંધાના દુખાવામાં પણ ઘણી રાહત મળે છે.

શરીરમાં કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય સંબંધિત ઘણી બીમારીઓ થઈ શકે છે. આથી શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. લીલી દ્રાક્ષ ખાવાથી શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલ પ્રમાણ ઘટે છે. જે વ્યક્તિઓના શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય તો તેમને દરરોજ દ્રાક્ષ ખાવી જોઈએ.

શરીરમાં કબજિયાત દૂર થાય છે

દ્રાક્ષ ખાવી પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. દ્રાક્ષમાં ફાઈબર ઘણી સારી માત્રામાં જોવા મળે છે. આથી જે કોઈ વ્યક્તિ દરરોજ દ્રાક્ષ ખાવાનું રાખે તો કબજિયાતની ફરિયાદ દૂર થઈ જાય છે.

શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે

શરીરમાં બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ દ્રાક્ષનું ખાવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકો બ્લડ પ્રેશરના દર્દી છે તેઓ દ્રાક્ષ ખાવાનું દરરોજ શરૂ કરે તો તેનાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

શરીરમાં ત્વચા માટે ફાયદાકારક

લીલી દ્રાક્ષ ખાવી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. દ્રાક્ષમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણ જોવા મળે છે. જે કોઈ વ્યક્તિ દરરોજ દ્રાક્ષનું ખાવાનું રાખે છે તો તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર થાય છે તેમજ ત્વચાની સુંદરતા વધે છે.

શરીરમાં હૃદય માટે ફાયદાકારક

લીલી દ્રાક્ષ ખાવી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે કોઈ વ્યક્તિ દરરોજ દ્રાક્ષ ખાવાનું રાખે છે, તો તે પોતાના હૃદયને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત, હૃદય સંબંધિત કોઈપણ પ્રકારના રોગથી બચી શકાય છે.

કાળી સૂકી દ્રાક્ષના ફાયદા

સામાન્ય રીતે આપણે સૌ બ્રાઉન, લાલ, લીલી કે સોનેરી સુકી દ્રાક્ષનું વધારે પ્રમાણમાં ખાતા હોઈએ છીએ. પરંતુ, જો તમે કાળી સુકી દ્રાક્ષ ન ખાતા હોવ તો તેને તમારા ડાયટ પ્લાનમાં સામેલ કરવી જરૂરી છે. જે લોકો માટે અમુક સમસ્યાઓ જેવી કે એનિમિયા, વધુ પડતા વાળ ખરવા, ત્વચા સંબંધિત કોઈપણ સમસ્યા હોય વગેરેમાં આ દ્રાક્ષ ખૂબ ફાયદાકરક છે. આ સિવાય પણ કાળી સુકી દ્રાક્ષના ઘણા શરીરના સ્વાસ્થ્ય માટે લાભ છે. આ કાળી સુકી દ્રાક્ષમાં રહેલા પોષક તત્વો અને તેનાથી થતા શરીરને ફાયદા વિશે જાણીએ.

કાળી સુકી દ્રાક્ષમાં રહેલા પોષક તત્વો

કાળી સુકી દ્રાક્ષમાં રહેલા પોષક તત્વોમાં આયર્ન, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, એનર્જી, પ્રોટીન, શુગર, કેલ્શિયમ, સોડિયમ, વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ, એમિનો એસિડ વગેરે મુખ્ય પ્રમાણમાં જોવા મળે છે.

કાળી સુકી દ્રાક્ષ ખાવાના ફાયદા

શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે

જો તમારે શરીરને સ્વસ્થ રાખવું હોય તો કાળી સુકી દ્રાક્ષ ખાવી ખૂબ જ જરૂરી છે. કાળી સૂકી દ્રાક્ષમાં એવા પદાર્થો છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેમજ તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે.

શરીરમાં થતા એનિમિયાથી બચાવે છે

આ કાળી સુકી દ્રાક્ષમાં આયર્નનું પ્રમાણ ખૂબ વધારે માત્રામાં હોય છે. જે શરીરમાં રહેલા લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. જેથી એ શરીરમાં થતા અનીમિયથી અટકાવે છે. આ દ્રાક્ષ દરરોજ ખાવાથી શરીરમાં લોહતત્વની કમી પૂરી થાય છે.

શરીરમાં થતાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે

કાળી સૂકી દ્રાક્ષમાં એવા ઘણા ગુણધર્મો છે જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. આ દ્રાક્ષમાં એન્ટી-કોલેસ્ટ્રોલ કમપાઉન્ડ પણ હોય છે, જે શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયની સાથે-સાથે શરીરને પણ તંદુરસ્ત રાખે છે.

શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે

શરીરમાં થતા હાઈ બ્લડ પ્રેશરને કારણે ઘણા લોકોને ગંભીર શારીરિક તકલીફો થઈ શકે છે. આવા સમયમાં, બીપીને સામાન્ય રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાળી સુકી દ્રાક્ષમાં પોટેશિયમ વધુ હોય છે, તેથી શરીરમાં સોડિયમની માત્રા ઘટાડવા માટે તેને દરરોજ દ્રાક્ષ ખાવાથી ફાયદો થાય છે. શરીરમાં વધારે સોડિયમથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે.

શરીરમાં થતા કબજિયાતથી ફાયદો

દરરોજ કાળી સુકી દ્રાક્ષ ખાવાથી કબજિયાત મટે છે. દ્રાક્ષમાં ડાયટરી ફાઈબર હોય છે, જે ઝાળાને ઢીલા કરે છે અને આંતરડાની ગતિમાં સુધારો કરે છે. આ કારણે, મળ આસાનીથી પસાર થઈ જાય છે. તેમજ તમારા પાચનતંત્રને પણ સાફ રાખે છે, જેનાથી પેટનું ફૂલવું, અપચો, ગેસ જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

શરીરના હાડકાંને મજબૂત બનાવે છે

કાળી સૂકી દ્રાક્ષ ખાવાથી હાડકાં મજબૂત બને છે, કારણ કે દ્રાક્ષમાં કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે. જેમાં સૂક્ષ્મ પોષકતત્વો પણ છે. દરેક વ્યક્તિએ દરરોજ 8-10 દાણા કાળી સુકી દ્રાક્ષ ખાવી જોઈએ. હાડકાની અનેક પ્રકારની બીમારીથી બચી શકાય છે.

શરીરમાં ઊર્જા સ્તર વધારવા

જો તમને થોડા દિવસોથી શરીરમાં કમજોરી લાગે છે તો કાળી સુકી દ્રાક્ષ ખાવાનું શરૂ કરો. ઉનાળાની ઋતુમાં જો તમને નિસ્તેજ, કમજોરી અથવા ઉર્જાનો અભાવ લાગે છે, તો શરીરમાં ઊર્જા શક્તિ મેળવવા માટે કાળી સુકી દ્રાક્ષ પાણીમાં પલાળીને ખાવી તે શરીર માટે ખૂબ જરૂરી છે.

શરીરમાં કિડનીને સ્વસ્થ રાખે

કાળી સુકી દ્રાક્ષ ખાવાથી કિડનીમાં પથરી બનતી અટકે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. જો તમને પથરી હોય તો વધુ માત્રામાં પાણી પીઓ અને સાથે સાથે ઓછા કોલેસ્ટ્રોલવાળા ખોરાક ખાવો. જેથી તમારી કિડનીમાં રહેલી પથરી બહાર નીકળી શકે છે.

શરીરમાં ત્વચાને નિખારે

કાળી સુકી દ્રાક્ષમાં ઘણા પ્રાકૃતિક ગુણ હોય છે. જે શરીરમાં લોહીની શુદ્ધતા વધારે છે. આ કારણે શરીરમાંથી હાનિકારક પ્રવાહી, ટૉક્સિન, ગંદકી વગેરે બહાર નીકળે છે. આ બધી વસ્તુઓ ત્વચાના રોગનું કારણ છે. જેમ કે મોંઢા પર ખીલ, કરચલીઓ, ડાઘ વગેરે થાય છે. લોહીના શુદ્ધિકરણને કારણે ત્વચા સાફ સુધરી, ચમકદાર અને સુંવાળી બને છે. ત્વચામાં નિખાર આવે છે.

વાળને મજબૂત બનાવે છે

જો તમારા માથામાં કાળા, જાડા અને મજબૂત વાળ જોઈએ છે તો તમે કાળી સુકી દ્રાક્ષનું ખાવાનું રાખો. દ્રાક્ષમાં રહેલું આયર્ન શરીરમાં તેમજ વાળના ફોલિકલ્સમાં લોહીના પરિભ્રમણને સારી રીતે કરે છે. આ લોહીનું પરિભ્રમણ વાળનો ગ્રોથ વધારે છે.

આમ, તમને જણાવતા દ્રાક્ષની પણ ઘણી જાતો હોય છે. પરંતુ, તેમાં લીલી દ્રાક્ષની લોકપ્રિયતા બજારોમાં અને લોકોમાં ઘણી વધારે જોવા મળે છે. લોકો વધુ પ્રમાણમાં લીલી દ્રાક્ષનું વધુ સેવન કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ શું તમે જાણતા હોય તો કાળી દ્રાક્ષ એ લીલી દ્રાક્ષ કરતાં વધારે ગુણકારી ગણાય છે.

 

 

4 thoughts on “દ્રાક્ષ ખાવાના ફાયદા | Benefits of Grapes”

Leave a comment