ગોળ
ગોળને આપણા ભારત દેશના ઘણા ભાગોમાં શુભ પ્રસંગની શરૂઆતમાં માંગલિક ગણવામાં આવે છે. ગોળને કોઈપણ સારા કાર્યના આરંભમાં કે કોઈપણ મહત્વના કાર્યની શરૂઆત પહેલા ગોળને સૌને પ્રસાદ તરીકે વહેચવામાં આવે છે. આ ગોળને અહીં કુદરતી ખાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં, ઘણા ડોકટરો પણ ખાંડને બદલે ગોળનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. આપણા ભારત દેશમાં શિયાળામાં ગોળનો વપરાશ સૌથી વધુ પ્રમાણમાં થાય છે.
ગોળ એ શેરડીના રસનું ઘટ્ટ સ્વરૂપ છે. જેમાં ગોળની રસી અને સ્ફટિકોને અલગ કરવામાં આવતા નથી અને ગોળનો રંગ સોનેરી બદામી કે ઘેરો બદામી તેમ અલગ અલગ હોઈ શકે છે. ગોળમાં બનાવા માટે 50% સુધી શેરડીની ખાંડ હોય છે, 20% સુધીની વિપરીત ખાંડ, તથા 20% સુધીનો ભેજ હોય છે, અને બાકી રહેલ 10% હિસ્સો અન્ય પીગળે નહી તેવા જડદ્રવ્યો હોય છે. જેમ કે રાખ, પ્રોટીન અને શેરડીના કૂચાના ફાઇબર્સમાંથી બનાવામાં આવે છે.
ગોળનું ઉત્પાદન
આ ગોળ એ શેરડી અને પાલ્મ વૃક્ષો એમ બંન્નેમાંથી બનાવવામાં આવે છે. પાલ્મ વૃક્ષની ખારેકના રસમાંથી બનાવામાં આવે છે. આ પાલ્મમાંથી બનતી ખાંડનો ભાવ વધારે હોવાથી તે જે પ્રદેશમાં બને છે તે બહાર સામાન્યરીતે તે દરેક જગ્યાએ ઉપલબ્ધ પણ નથી હોતી. આ પાલ્મ વૃક્ષના સાબુદાણા અને નાળિયેર પામ બનતા ગોળનું ઉત્પાદન હવે દક્ષિણ ભારત, પાકિસ્તાન, અને શ્રીલંકામાં કરાય છે. આ તમામ પ્રકારની ખાંડ જથ્થાઓમાં જોવા મળે છે અને તે કઠણ સંકેન્દ્રિત ઘટ્ટ પ્રવાહી ખાંડ સ્વરૂપે આવે છે. જે ખાંડની ચાસણીને બનાવવા માટે તેને 200° સેલ્શિયસની ગરમી પર ગરમ કરવામાં આવે છે. આ પારંપરિક રીતે, આ ચાસણીને મેળવવા માટે કાચી શેરડીનો રસ કે પામ રસને વિશાળ એવા છીછરા ગોળ તળિયાવાળા વાસણમાં ગરમ કરવામાં આવે છે.
ગોળ કઈ રીતે બને છે?
શેરડીના રસને ઉકાળીને અને તેને ઠંડો કરીને ગોળ બનાવવામાં આવે છે. શેરડીના રસ પર વધુ પ્રક્રિયા કરીને તેમાંથી ખાંડ બનાવવામાં આવે છે. ખજૂરમાંથી પણ ગોળ તૈયાર કરવામાં આવે છે.
ગોળ ખાવાથી શું ફાયદા?
ગોળ ખાવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ સારા પ્રમાણમાં બને છે. ગોળમાં વિટામિન-c હોવાને કારણે તે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગોળ ખાવાથી લિવર તંદુરસ્ત રહે છે, તેમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, કારણ કે તેમાં સૂક્ષ્મ પોષક તત્વો હોય છે, જે એન્ટી ટોક્સિન ઇફેક્ટ્સ ધરાવતા હોય છે. શરીરમાં લોહીની ઉણપ હોય તે દૂર થાય છે, તેથી ગોળ ખાવાથી શરીરમાં લોહી બને છે.
શિયાળાની કડકડતી ઠંડીમા લોકો વહેલી સવારે પોતાના સારા આરોગ્ય માટે યોગ-પ્રાણાયમ કરતા હોય છે. તેમજ લીલા શાકભાજી અને ફળો ખાતા હોય છે. શિયાળાના સમયમાં ગોળ ખાવાથી અને ગોળના બનેલા લાડુ ખાવાથી પણ અનેક ફાયદા થાય છે. આ શિયાળના ઠંડા વાતાવરણમાં ખાલી પેટે ગોળ અને સૂકું કોપરું ખાવાથી ઘણા ફાયદા થાય છે.
ગોળ ખાવાના ફાયદા
આ શિયાળાની ઋતુના ચાર મહિનામાં જે લોકો સ્વાસ્થ્યવર્ધક ગોળના આહારનું સેવન કરીને પોતાના શરીરને મજબૂત બનાવે છે તેમને પછીના આઠ મહિનામાં ઉનાળા અને ચોમાસાની ઋતુમાં બીમારી ઓછી થાય છે. આપણા પુરખો દ્વારા કહેવાયું છે કે શિયાળામાં ગોળનું જ ગળપણ વાપરવું શરીર માટે હિતાવહ છે. ગોળ એ કુદરતી પોષક તત્વોથી ભરપૂર હોય છે. હવે, મીઠો ગોળ અનેક લોકોનો ભાવતો હોય છે. કેમ કે, તે સ્વાદની સાથે સાથે શરીરના આરોગ્ય વિષયક ફાયદા પણ અનેક છે. તો ચાલો જાણી લઈએ ગોળના ફાયદા…
બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક
કોઈ પણ મીઠાઈ કે ઠંડીમાં ખવાતા પાક પચવામાં ભારે હોય છે. પરંતુ, જો એ મીઠાઈ કે પાક ગોળ નાખીને બનાવવામાં આવે તો તે સહેલાઈથી પચી શકે છે. ગોળ પાચન માટે ઉત્તમ છે. તેથી તે બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક છે.
બ્લડ પ્રેશરને દૂર કરે
ગોળમાં જરૂરી એવા કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન સહિત અનેક પોષક તત્વો મળી આવે છે. આ સિવાય ગોળ એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણોથી પણ ભરપૂર હોય છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. રોજ સવારે ખાલી પેટે ગોળ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. ગોળને પોટેશિયમનો સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે.
હાડકાં મજબૂત બને
ગોળમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના સેવનથી તમારા શરીરના હાડકા મજબૂત થાય છે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. ગોળ ખાવાથી હાડકા સંબંધિત કોઈ પણ બીમારીથી રાહત મળે છે.
એનિમિયાની ઉણપ દૂર કરે
ગોળમાં આયર્ન અને ફોલેટ જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે લોકોના શરીરમાં એનિમિયાની ઉણપ હોય તેમણે રોજ સવારે ખાલી પેટે ગોળનું સેવન કરવું જોઈએ. ગોળના સેવનથી શરીરમાં આયર્નની ઉણપ પણ દૂર થાય છે.
પેટ સંબંધિત રોગો દૂર કરે
દરરોજ ગોળ ખાવાથી પેટ સંબંધિત બીમારીઓ દૂર થાય છે. જેમ કે, શરીરમાં અપચો, કબજિયાત, પેટનો દુખાવો વગેરે દૂર થાય છે. આ ગોળ અને તેનું વસાણું બનાવી શિયાળામાં સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત, શરીરને ગરમી પણ મળે છે.
આળસ દૂર
ગોળમાં રહેલ કાર્બોહાઈડ્રેટ શરીરમાંથી આળસ અને થાક દૂર કરે છે. ગોળનું સેવન શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. રોજ સવારે ખાલી પેટે ગોળ ખાવાથી દિવસભર શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.
ગોળના પ્રકાર
ગોળ તો ખાવામાં બહુ સારો એવું માનતાં પહેલાં આપણે બજારમાં મળતા ગોળ અને એના પ્રકાર વિશે જાણવું જરૂરી છે. અહીં, બજારમાં બે પ્રકારના ગોળ વધુ ઉપલબ્ધ હોય એટલે કે વેચાતા હોય છે: 1. શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો ગોળ અને 2. એકદમ ઘેરા ચૉકલેટી રંગ જેવો ગોળ. આ બન્ને ગોળના સ્વાદમાં પણ તફાવત હોય છે. ઘેરા રંગનો પ્રાકૃતિક, ઑર્ગેનિક અથવા દેશી ગોળ તરીકે ઓળખાતો આ ગોળ થોડો મોળો અને ખારાશવાળો હોય છે, જ્યારે પીળા રંગના ગોળમાં ગળપણ વધુ હોય છે, તેથી તે નૉન-ઑર્ગેનિક હોય છે.
શિયાળામાં આપણે સૌ શરીરને ગરમાટો મળે તેવી વસ્તુઓનું વસાણું બનાવીને સેવન કરતા હોઈએ છીએ. જેમાં ગોળ (Jaggery)નો સમાવેશ મુખ્ય હોય છે. આ ગોળમાંથી તલ-ગોળના લાડુ, ગોળ-લોટના લાડુ, હલવો, ગોળ મેથીના લાડુ ગોળ અદદિયું વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે, તમે આ બધામાં કયા પ્રકારનો ગોળનો ઉપયોગ કરો છો? તો આજે આ અહીં અમે તમને ત્રણ અલગ-અલગ પ્રકારના ગોળ વિશે જણાવશું.
પાલ્મ ગોળ
પાલ્મ ગોળને ખજૂરના ગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગોળને અર્કમાંથી બનાવવામાં આવે છે. આ ગોળનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. અન્ય ગોળની તુલનામાં આ ગોળ કાળો હોય છે અને તેનો સ્વાદ અને ગંધ પણ થોડી અજીબ હોય છે. પરંતુ, આ ગોળ આપણા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. ખાંડની તુલનામાં તેમાં ખનિજનું પ્રમાણ વધારે હોય છે.
નારિયેળમાંથી બનાવેલ ગોળ
દક્ષિણ ભારતમાં નારિયેળમાંથી બનાવેલ ગોળ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. અનફર્મેટેડ રસમાંથી બનાવેલ આ ગોળમાં આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા ભરપૂર હોય છે. નારિયેળમાંથી બનાવેલ આ ગોળ થોડો કડક હોય છે, કારણકે તે ક્રિસ્ટલાઈન ફોર્મમાં હોય છે. આ ગોળ ખાંસી-કફ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં તે ખૂબ જ ફાયદાકારક ગણાય છે.
મરયૂર ગોળ
કેરળનો મરયૂર ગોળ ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ ગોળનું નામ કેરળના ઈડુક્કી જિલ્લાના એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તે ગોળને મથુઆ જનજાતિના ખેડૂતો દ્વારા બનાવવામાં આવે છે. અન્ય ગોળની તુલનામાં આ ગોળ વધારે પડતો ગળ્યો હોય છે. સૌથી વધારે આ ગોળને દક્ષિણ ભારતના લોકો દ્વારા ખાવામાં આવે છે. અન્ય ગોળની જેમ જ આ ગોળ પણ ખાંડ માટેનો બહુ સારો વિકલ્પ છે.
જમ્યા પછી ગોળ ખાવાના ફાયદા
ગોળનું મહત્વ આપણા ભારત દેશમાં ઘણુ વધારે છે. તેમજ ગોળનો ઉપયોગ શુભ કાર્યોની શરૂઆતમાં કરવામાં આવે છે. આ ઉપરાંત, ગોળને એક પ્રાકૃતિક મિઠાઈ પણ કહેવામાં આવે છે. મોટાભાગના લોકો આજે પણ રોજ સવારે ઉઠીને ગોળનું પાણી પીતા હોય છે. ગોળનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ નિયમિત ગોળનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. આ ગોળમાં કેટલાક પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. ગોળમાં આયરન, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને કેટલાક વિટામિન જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી, અમુક નિષ્ણાતો પણ જમ્યા પછી ગોળ ખાવાની સલાહ આપતા હોય છે.
બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ગોળ એક રામબાણ ઈલાજ છે. ગોળનું દરરોજ સેવનથી કરવાથી હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિતમાં કરી શકાય છે.
હાડકાંને મજબૂત બને
જમ્યા પછી રોજ ગોળ ખાવાથી શરીરમાં હાડકાં મજબૂત થાય છે. ગોળમાં ઘણા પ્રકારના પોષક તત્વો જેમ કે, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, વિટામિન વગેરે પૂરતી માત્રામાં રહેલા હોય છે. જેનું સેવન શરીરમાં હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.
પાચનતંત્રને મજબૂત કરે
ગોળ ખાવાથી શરીરની પાચનશક્તિ મજબૂત બને છે. તેમજ ગોળના સેવનથી ગેસ, પેટનું ફૂલવું, અપચો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
વજન ઘટાડવામાં મદદ કરે
જમ્યા પછી રોજ ગોળ ખાવાથી શરીરમાં હાડકાં મજબૂત થાય છે. ગોળમાં ઘણા પ્રકારના પોષક તત્વો જેમ કે, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, વિટામિન વગેરે પૂરતી માત્રામાં રહેલા હોય છે. જેનું સેવન શરીરમાં હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય
જમ્યા પછી દરરોજ ગોળ ખાવાથી શરીરની એનર્જીમાં વધારો થાય છે. ગોળના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જમ્યા પછી ગોળ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને શરીરની કમજોરી દૂર થાય છે.
ઘી ગોળ ખાવાના ફાયદા
આપણા દરેકના ઘરમાં દાદી-નાનીના સમયથી ઘી-ગોળ ખાવાનું ચલણ જોવા મળે છે. ઘી અને ગોળ બંને નેચરલ ખોરાક છે. જે બંને અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઘીમાં હેલ્ધી ફેટ, વિટામીન એ, વિટામિન ડી અને ખનીજ તત્વો હોય છે. જ્યારે ગોળમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ અને ખનીજ તત્વો હોય છે. આ બંને વસ્તુ ઘીગોળને એકસાથે મિક્સ કરીને ખાવાથી શિયાળામાં આપણા શરીરને અનેક ઘણા ફાયદા થાય છે.
શરીરને એનર્જી મળે
ઘીમાં કેલેરીની માત્રા ઓછી હોય છે એ સાથે જ તે શરીરમાં એનર્જી લેવલને વધારવામાં મદદ કરે છે. જેથી શરીરમાં કમજોરી દૂર થાય છે. ગોળમાં કાર્બોહાઈડ્રેટની માત્રા પણ સારા પ્રમાણમાં હોય છે જે શરીરને ઊર્જા આપે છે. શિયાળામાં ગોળ-ઘી ખાવાથી શરીરમાં થાક, ચક્કર, અશકિત અને કમજોરી દૂર થાય છે.
સાંધાના દુખાવામાં રાહત
ઘીમાં કેલ્શિયમ અને વિટામિન ડી સારી માત્રામાં હોય છે. જે શરીરના હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. શિયાળામાં નિયમિત ઘી ગોળ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે અને પગના સોજાને પણ દૂર કરવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધે
ગોળ અને ઘી એન્ટી ઓક્સિડન્ટ ગુણ ધરાવે છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ કરે છે. ગોળમાં રહેલું આયરન જે શરીરમાં રક્તની ઉણપને દૂર કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શિયાળામાં ગોળ ઘી ખાવાથી શરદી-ઉધરસ સહિતના સંક્રમણથી આપણા શરીરનો બચાવ થાય છે.
પાચન સુધરે
ઘીમાં લેક્સિટીવ ગુણ હોય છે જે તમારા શરીરની પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. ગોળમાં ફાઇબર હોય છે એ પણ તમારા શરીરની પ્રાચનક્રિયાને સુધારે છે. ઘી અને ગોળનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા કાયમ માટે દૂર થાય છે.
સ્કીન હેલ્ધી રહે
ઘીમાં વિટામિન એ અને વિટામિન ઈ ભરપૂર હોય છે. જે આપણી ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ આવશ્યક છે. ઘી અને ગોળનું સેવન કરવાથી ત્વચાને ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી બચાવ થાય છે. ઘી અને ગોળનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ, ચમકદાર અને સુંદર બને છે.
ઘી-ગોળ ખાવાનો સમય
શિયાળામાં ઘી અને ગોળ ખાવાનો બેસ્ટ સમય સવારનો નાસ્તો છે. સવારના નાસ્તા સાથે તમે ઘી ગોળ ખાઈ શકો છો. તમે દૂધમાં ઘી ગોળ ઉમેરીને પણ પી શકો છો. આ સિવાય ઘી ગોળને તમે નાસ્તાની સાથે પણ ખાઈ શકો છો. આ સવારના સમયમાં ઘી ગોળ ખાવાથી સૌથી વધુ લાભ થાય છે. શિયાળામાં સવારના સમયમાં તમે ઘી ગોળનું મિશ્રણ કરીને બનાવેલું વસાણું અથવા તો મેથીના લાડુનું સેવન કરવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે.
Read more: https://takshlifes.com/benefits-of-aloevera-juice/
ગોળનું પાણી પીવાના ફાયદા
ગોળ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગોળનું સેવન કરવાથી શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ગોળનું સેવન કરવાથી આપણા શરીરને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. જો તમે ખાલી પેટ ગોળના પાણીનું સેવન કરો છો તો તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે.
ગોળનું પાણી પીવાથી સૌથી મોટો લાભ એ થાય છે કે તમારી પાચનક્રિયામાં સુધારો થાય છે. આ સાથે જ અન્ય ઘણી શરીરને લગતી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ મળે છે. તો ચાલો આજે તમને ગોળનું પાણી પીવાના ફાયદા વિશે જાણીએ…
સવારે ખાલી પેટ ગોળનું પાણી પીવાથી થતાં ફાયદા
સવારે ખાલી પેટ ગોળના પાણીનું સેવન કરવાથી શરીરનું એનર્જી લેવલ વધે છે. સવારે ખાલી પેટ આ ગોળનું પાણી પીવાથી તમે શરીરમાં તાજગીનો ભરપૂર અનુભવ કરી શકો છો.
દરરોજ સવારે ખાલી પેટ ગોળના પાણીનું સેવન કરવાથી તમારા શરીરની ત્વચાને પણ ફાયદા થાય છે. ગોળમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયસ ગુણ હોય છે. જે ત્વચાને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ગોળનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ, ચમકદાર અને સુંદર બને છે.
દરરોજ સવારે ખાલી પેટ ગોળના પાણીનું સેવન હાઈ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ગોળનું નિયમિત સેવન ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ગોળના પાણીનું સેવન પાચન તંત્ર માટે પણ ખૂબ જ સારું ગણવામાં આવે છે. ગોળનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ મળે છે. ગોળનું પાણી શરીરમાં એકત્ર થયેલા ટોક્સિનને દૂર કરવામાં પણ મદદ કરે છે.
દરરોજ ગોળના પાણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગોળમાં એન્ટીઓકિસડન્ટસનો સારો એવો સ્ત્રોત હોય છે. જે આપણા શરીર માટે ફાયદાકારક છે. ગોળનું સેવન કરવાથી શરીરને થતા ઈન્ફેકશનથી બચાવ થાય છે.
ગોળના પાણીથી મળતા ફાયદા ( Jaggery Water Benefits)
ગોળને આપણા માનવ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ગોળમાં કેલ્શિયમ, ઝિંક અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. દરરોજ સવારે ખાલી પેટે ગોળનું પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાલી પેટે ગોળનું સેવન કરવાથી તેના અનેક ઘણા ફાયદાઓ પણ વધી જાય છે. ગોળ પાચનક્રિયાને સ્વસ્થ રાખવાની સાથે શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તો જાણો ગોળનું પાણી પીવાના ફાયદા…
રોગપ્રતિકારક શક્તિ વધે
ગોળના પાણીમાં એન્ટીઑકિસડન્ટોનો સારો સ્ત્રોત હોય છે. જે ગોળ શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. આ ગોળના પાણીનું સેવન શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવે છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક
ગોળના પાણીનું સેવન બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. ગોળનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.
શરીરનું એનર્જી લેવલ વધારે
ગોળના પાણીનું સેવન કરવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે. ગોળના સેવનથી શરીર સ્વસ્થ અને તાજગી ભરપૂર અનુભવાય છે.
શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે
ગોળના પાણીનું સેવન શરીરમાં લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સાથે તે શરીરની અંદર એકઠા થયેલા ટોક્સિન્સને દૂર કરે છે. ગોળના પાણીનું સેવન પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ગોળનો ઉપયોગ શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.
ત્વચા માટે ફાયદાકારક
ગોળમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે. જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગોળનું પાણી પીવાથી ત્વચા સ્વસ્થ, ચમકદાર અને સુંદર બને છે.
ગોળ ચણા ખાવાના ફાયદા
ગોળ અને શેકેલા ચણામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર પ્રમાણમાં હોવાથી તેને “પાવર હાઉસ” તરીકે ઓળખવામાં આવે છે. શિયાળામાં ગોળ અને ચણા ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરની પાચનક્રિયા સુધારવાની સાથે ગોળ અને ચણા ખાવાથી શરીરને ઉર્જા મળે છે. ગોળ અને ચણા ખાવાથી શરીરની કમજોરી અને થાક પણ દૂર થાય છે.
ચણાની સાથે ગોળ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ગોળ અને ચણા બંને વસ્તુઓનું નિયમિત સેવન ખૂબ જ ફાયદાકારક છે. ગોળ અને ચણા ખાવાથી શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે. તો ચાલો ગોળ અને ચણા ખાવાના ફાયદા…
લોહી
જો તમારું શરીર એનિમિયાની સમસ્યાથી પરેશાન છે, તો ગોળ અને ચણાનું સેવન તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ગોળમાં ઘણું આયર્ન હોય છે, જ્યારે ચણામાં ઘણું પ્રોટીન હોય છે. આ ગોળ અને ચણા બંને વસ્તુઓને એકસાથે ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને શરીરની માંસપેશીઓ પણ મજબૂત થાય છે.
પાચન
ગોળ અને ચણા એકસાથે ખાવાથી પાચનતંત્ર સુધરે છે. અમુક ઘણીવાર લોકો જમ્યા પછી ગોળ ખાવાનું પસંદ કરતા હોય છે. ગોળ ગરમ હોવાની અસર સાથે પાચનની ગતિ પણ વધારે છે. ગોળ અને ચણા ખાવાથી પાચનક્રિયા સુધારે છે.
ઈમ્યુનિટી બુસ્ટર
ગોળ અને ચણા એકસાથે ખાવાથી આપણા શરીરની ઈમ્યુનિટી વધે છે. ગોળ અને ચણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનું સેવન દાંતને પડતા અટકાવે છે. ગોળ અને ચણા બંનેમાં પુષ્કળ પ્રમાણમાં ઝીંક પણ હોય છે. તેથી ગોળ અને ચણાનું નિયમિત સેવન ત્વચાના સ્વાસ્થ્યને સુધારે છે. જેથી ચહેરા પર ચમક અને નિખાર આવે છે.
ઉર્જા સ્તર
ગોળ અને ચણાનો ઉપયોગ સદીઓથી સ્વદેશી નાસ્તા તરીકે કરવામાં આવે છે. ગોળ અને ચણા ખાવાથી શરીરમાં ઉર્જા વધે છે. જો તમારું શરીર નબળાઈ, થાક, અશક્તિ અને કમજોરી અનુભવે છે, તો તમે તમારા આહારમાં ગોળ ચણાનો ઉપયોગ કરો. ગોળ-ચણા શરીરમાં એનર્જી લેવલ વધારે છે એ સાથે શરીરને ઘણી શક્તિ આપે છે.
શ્વાસ સંબંધી રોગ
દેશી શેકેલા ચણા ખાવાથી શ્વસનતંત્રને લગતા રોગોમાં ખૂબ ફાયદો થાય છે. જો શેકેલા ચણાને રાત્રે સૂતા પહેલા ખાવામાં આવે અને તેના ઉપર નવશેકું દૂધ પીવામાં આવે તો તે ખૂબ ફાયદો આપે છે. આ સિવાય ગોળ અને ચણા ખાવાથી પણ શરીરની ચરબી ઓછી થાય છે.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલ તમામ પ્રકારની માહિતી સામાન્ય જ્ઞાન અને ઘરેલુ નુસખા આધારિત છે. આ વિશે વધુ જાણકારી મેળવવા તજજ્ઞની સલાહ લેવી.
1 thought on “ગોળ ખાવાના ફાયદા | Benefits of eating Jaggery”