કાળી દ્રાક્ષ
કાળી દ્રાક્ષ આપણા શરીરમાં હૃદયની તંદુરસ્તી માટે ખૂબ જ સારી છે. કાળી દ્રાક્ષ શરીરને થતા કોઈપણ રોગમાંથી ઝડપથી સાજા થવામાં પણ મદદ કરે છે. કાળી દ્રાક્ષમાં રહેલા રેઝવેરાટ્રોલ અને ક્વેર્સેટિન શરીરને તંદુરસ્તી અપાવે છે. આ બંને સંયોજનો શરીરમાં કોલેસ્ટ્રોલથી થતા નુકસાનને દૂર કરે છે. કાળી દ્રાક્ષમાં રહેલા પોટેશિયમ અને ફાઈબર્સ પણ વધુ માત્રામાં હોય છે જે શરીરમાં થતી બ્લડ પ્રેશરની બીમારી માટે ખૂબ જ ફાયદાકારક છે.
કાળી દ્રાક્ષનું સેવન કેવી રીતે કરવું?
આ કાળી દ્રાક્ષના બધા જ ફાયદા માટે તમે કાળી દ્રાક્ષનું સેવન નિયમિત રીતે દૂધમાં નાખીને ઉકાળી અથવા ગરમ દૂધ સાથે લઈ શકાય છે. આ સિવાય કાળી દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી સવારે તેનું સેવન કરી શકાય છે. આ રીતે કાળી દ્રાક્ષનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
Black Grapes
આપણે સૌ જાણીએ છીએ કે દ્રાક્ષની મૌસમ જાન્યુઆરી મહિનામાં શરૂ થઈ જાય છે અને એપ્રિલ- મે મહિના સુધી ચાલે છે. આ સમય દરમિયાન બજારમાં તમને ત્રણ પ્રકારની દ્રાક્ષ જોવા મળે છે. લીલી દ્રાક્ષ, લાલ રંગની રતાસ પડતી દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ. આપણે સૌ આ બધી જ દ્રાક્ષ બજારમાં મળતી જોઈએ છીએ અને ખરીદીને ખાઈએ પણ છીએ. હવે, જ્યારે પણ તમે દ્રાક્ષની મૌસમમાં દ્રાક્ષ ખરીદવા જાઓ છો, ત્યારે તમે જોયું હશે કે ત્યાં લીલા રંગની દ્રાક્ષની સાથે કાળા રંગની દ્રાક્ષ આ વધારે પડતી સાથે વેચાય છે. આપણે સૌ ઘણીવાર આ કાળા રંગની દ્રાક્ષની કિંમત લીલી દ્રાક્ષ કરતાં વધુ હોય છે, જેને કારણે આપણે સૌ લીલી દ્રાક્ષ ખરીદતા હોય છે. જો કે તેનો સ્વાદ પણ થોડો અલગ હોય છે. પરંતુ, સવાલ પણ એ છે કે આ કાળા રંગની દ્રાક્ષમાં એવું શું ખાસ છે કે તેની કિંમત ઘણી વધારે છે. તો આવો જાણીએ કે વધુ કિંમતનું કારણ શું છે? સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ જોઈએ કે કયા રંગની દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.
કાળી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
કાળી દ્રાક્ષ એ એન્ટી ઑકિસડન્ટ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોવાથી તે વધારે જાણીતી છે, જેના કારણે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખનારા લોકો જે લોકો ડાયટ પ્લાન કરતા હોય તે આ કાળી દ્રાક્ષને વધુ ખરીદે છે. જેના કારણે પણ કાળી દ્રાક્ષની માંગ વધુ હોય છે. આ કાળી દ્રાક્ષ ખાવાથી શરીરનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. કાળી દ્રાક્ષ આંખોની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આંખોની રોશની વધારવામાં તમને મદદ કરે છે. કાળી દ્રાક્ષમાં પોટેશિયમ વધારે હોય છે તેથી, તે હૃદય માટે પણ ફાયદાકારક છે. કાળી દ્રાક્ષમાં વિટામિન “ઈ” જોવા મળે છે જે તમારા વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. આ કાળી દ્રાક્ષ ત્વચાને ચમકાવવામાં પણ મદદ કરે છે. આ સિવાય કાળી દ્રાક્ષના ઘણા ખરા ફાયદા છે.
કાળી દ્રાક્ષ કિંમતમાં મોંધી હોય છે
જો આપણે સૌ કાળી દ્રાક્ષની કિંમત મોંઘી હોવાના કારણ વિશે વાત કરીએ તો તેના ઘણા ખરા કારણો હોઈ શકે છે. સૌપ્રથમ, તો આ કાળી દ્રાક્ષને ઉગાડવાની પ્રક્રિયા સામાન્ય દ્રાક્ષ કરતા અલગ હોય છે. કાળી દ્રાક્ષના વિકાસ માટે ખાસ શરતોની જરૂર હોય છે, જેમાં કાળી દ્રાક્ષની લાંબી વૃદ્ધિની મોસમ, ચોક્કસ જમીન અને આબોહવા, યોગ્ય માત્રામાં સિંચાઇ આ વગેરે પરિસ્થિતિઓનો તેમાં સમાવેશ થાય છે. આ સ્થિતિમાં જો જમીન અને આબોહવા અનુકુળ ન હોય તો એવું કહી શકાય કે કાળી દ્રાક્ષ બહુ ઓછી જગ્યાએ ઉગાડવામાં આવે છે અને તેના ઉત્પાદનની કિંમત ઘણી વધારે છે. જ્યાં કાળી દ્રાક્ષ ઉગાડવામાં આવે છે ત્યાં ઠંડીનું તાપમાન ઓછું ન હોવું જોઈએ અને ગરમી પણ વધારે ન હોવી જોઈએ. આ સાથે કાળી દ્રાક્ષની કટીંગ વગેરેની ખાસ કાળજી લેવી પડે છે. આ કારણે તે ખૂબ જ ખર્ચાળ પડે છે.
આ કાળી દ્રાક્ષ મોટી માત્રામાં સપ્લાય થતી નથી અને તેનો પુરવઠો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય છે. આ ટેબલ ફ્રુટ તરીકે ઓળખાતી કાળા રંગની દ્રાક્ષની માંગ ખૂબ જ વધુ છે. તેના કારણે પણ કાળી દ્રાક્ષમાં અનેક ગણો ભાવ વધારો જોવા મળે છે. કાળી દ્રાક્ષ મોટાભાગે હાથથી તોડવામાં આવે છે, જેની કાપણી મશીન દ્વારા કરતાં વધુ સમય લે છે અને તેની પ્રક્રિયા ખર્ચાળ હોઈ શકે છે. આ સાથે કાળી દ્રાક્ષનું પેકિંગ પણ ખૂબ જ અલગ રીતે કરવું પડે છે, જેના કારણે તેની કિંમત પણ વધી જાય છે. આથી, કાળી દ્રાક્ષ કિંમતમાં આપણને મોંઘી પડે છે.
કાળી દ્રાક્ષની તાસીર ઠંડી હોય કે ગરમ
કાળી દ્રાક્ષની તાસીર ઠંડી હોય છે. આ દ્રાક્ષમાં સૌથી વધારે પાણીની માત્રા હોય છે. આ સિવાય કાળી દ્રાક્ષમાં કેટલાક ફ્લેવોનાઇડ્સ, પોટેશિયમ, રેઝવેરાટ્રોલ અને ક્વેર્સેટિન, ફાઈબર્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા તત્વો હોય છે. જે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. આમ, જોતમે ખોટા સમય પર આ કાળી દ્રાક્ષનું સેવન કરો છો તો તે તમારા શરીર માટે શરદી-ઉધરસ સહિત અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે.
કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા
કાળી દ્રાક્ષમાં કેલરી ઓછી અને ફાયબર વધારે પ્રમાણમાં હોય છે. કાળી દ્રાક્ષ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તેથી, કાળી દ્રાક્ષ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે.
કાળી દ્રાક્ષમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ઉપરાંત, વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે.
કાળી દ્રાક્ષ ફાઈબરથી ભરપૂર હોય છે. જેના સેવનથી પાચન ક્રિયા સુધરે છે અને કબજિયાતની દૂર થાય છે.
કાળી દ્રાક્ષ પોષક તત્વોથી ભરપૂર હોય છે જેનું સેવન હાર્ટને હેલ્ધી બનાવે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે.
કાળી દ્રાક્ષ ખાવાથી આંખોની રોશની વધારવા માટે ખૂબ જ ફાયદો થાય છે.
કાળી દ્રાક્ષ પોટેશિયમથી ભરપૂર હોય છે, જે ખાવાથી હૃદયનું સ્વાસ્થ્યનું પણ સારું રહે છે. તેમાં સાયટોકેમિકલ્સ હોય છે. જે હૃદયની મજબૂતી માટે પણ જરૂરી છે.
આ કાળી દ્રાક્ષમાં હાજર ‘વિટામિન E’ તમારા શરીરની ત્વચા અને વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
કાળી દ્રાક્ષમાં રહેલા વિટામિન ઈની જેમ ત્વચા અને વાળ માટે વિટામિન સી પણ ખૂબ જ ફાયદાકારક છે. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
જે લોકો ડાયટ પ્લાન કરતા હોય,જે લોકો વજન ઘટાડવા માંગતા હોય, તેમના સૌના માટે આ ફળ કાળી દ્રાક્ષ શ્રેષ્ઠ છે. કારણ કે, તે ખાવાથી સરળતાથી શરીરમાં રહેલી વધારાની ચરબી બર્ન કરે છે.
કાળી દ્રાક્ષ ખાવાથી કિડનીના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે. આ યુરિન ટ્રેકને સાફ કરે છે અને તમારા શરીરને ડિટોક્સ કરે છે.
Benefits of eating Black Grapes
નાના બાળકો હોય કે મોટાં માણસો સૌને, કાળી દ્રાક્ષ ખાવી ખૂબ જ ગમતી હોય છે. કાળી દ્રાક્ષ બહુ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ બહુ ઉપયોગી સાબિત થઈ છે. જો કાળી દ્રાક્ષની વાત કરવામાં આવે તો તેમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો હોય છે. કાળી દ્રાક્ષમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી6, પ્રોટીન, કેલ્શિયમ, ફૉસ્ફરસ અને મેગ્નેશિયમ જેવાં પોષકતત્વોથી ભરપુર હોય છે. કાળી દ્રાક્ષ ખાવાથી શરીરમાં સ્વાસ્થ્યને અનેક ઘણા ફાયદા મળે છે. જો તમે નિયમિત રીતે કાળી દ્રાક્ષનું સેવન કરો તો તમે સ્વાસ્થ્યને અનેક સમસ્યાઓથી છૂટકારો મળે છે. આજે અહીં જુઓ, કાળી દ્રાક્ષ ખાવાથી સ્વાસ્થ્યને મળતા ફાયદા..
શરીરમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે
કાળી દ્રાક્ષનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં કરવામાં મદદ મળે છે. રિસર્ચ અનુસાર કાળી દ્રાક્ષમાં એવા ઘણા ઔષધીય ગુણ હોય છે. જે કોલેસ્ટ્રોલ લેવલની ઘટાડે છે. આ સિવાય કાળી દ્રાક્ષ શરીરના રક્તમાં રહેલા ફેટને પણ ઓછું કરવામાં મદદ કરે છે.
શરીરમાંથી એનિમિયા દૂર કરે છે
કાળી દ્રાક્ષ ખાવાથી શરીરમાં રક્તની ઉણપ થતી નથી. જે લોકોને શરીરમાં રક્તની ખામી હોય તેમણે કાળી દ્રાક્ષનું સેવન દરરોજ કરવું જોઈએ. કાળી દ્રાક્ષનું સેવન કરવાથી શરીરમાંથી એનિમિયા દુર થાય છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે.
શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે
કાળી દ્રાક્ષ ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. કાળી દ્રાક્ષમાં રહેલા પોષક તત્વો શરીરના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. કાળી દ્રાક્ષ વિટામીન સી યુક્ત હોય છે જેથી તે શરીરની ઇમ્યુનિટીને વધારે છે.
શરીરના હાડકા મજબૂત થશે
કાળી દ્રાક્ષનું સેવન કરવાથી શરીરના હાડકા મજબૂત થાય છે. કાળી દ્રાક્ષમાં રહેલા બોરોન મિનરલ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરના હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જે લોકોને હાડકા મજબૂત કરવા હોય તેમણે કાળી દ્રાક્ષ દરરોજ ખાવી જોઈએ.
શરીરમાં ત્વચા માટે ફાયદાકારક
કાળી દ્રાક્ષ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કાળી દ્રાક્ષમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ ગુણ હોય છે જે ત્વચામાં નિખાર લાવવાનું કામ કરે છે. કાળી દ્રાક્ષ ખાવાથી ત્વચાના ઇન્ફેક્શનથી પણ બચી જવાય છે. તેમજ ત્વચા સુંદર લાગે છે.
Black Raisins Benefits | કાળી કિશમિશના ફાયદા
જો તમે દરરોજ સવારે પલાળેલી કિશમિશ ખાવ છો તો તમારા શરીરને ખૂબ જ ફાયદાકરક છે. હવે, દરરોજ સવારે તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરો છો તે તમારા પર અને તમારા સ્વાસ્થ્ય પર નિર્ભર હોય છે. આથી દરરોજ સવારે ખાલી પેટ કિશમિશનું સેવન ખૂબ જ લાભદાયક હોય છે. તો હવે તમે જુઓ કિશમિશ ખાવાના થોડા ફાયદા વિશે જે નીચે મુજબ છેઃ
શરીરની પાચક્રિયામાં સુધારો
આપણા દેશમાં રહેતા ઘણા લોકોને પાચન સંબંધિત ઘણી સમસ્યા હોય છે. તેઓ કંઈ પણ ખાય છે તો તમને શરીરમાં પાચન થતું નથી અને તેના કારણે શરીરમાં એસિડિટી, પેટમાં દુખાવો જેવી તકલીફ થતી હોય છે. આ શરીરમાં થતી સમસ્યાથી બચવા માટે રોજ સવારે કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ.
શરીરમાં થતી ઉધરસમાં રાહત
આપણે ત્યાં ઘણા લોકો એવા હોય છે જેમને વારંવાર ઉધરસ થતી હોય છે. આ લોકોને જો સૂકી ઉધરસ થઈ જાય તો તે ઝડપથી મટતી નથી. આ લોકોએ દરરોજ સવારે ખાલી પેટ કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. કાળી દ્રાક્ષની તાસીર ગરમ હોય છે તેનું દરરોજ સેવન કરવાથી ઉધરસ સહિતના જે વાયરલ ઇન્ફેક્શન હોય છે તે પણ ઝડપથી મટે છે.
શરીરનું વજન ઘટાડવામાં મદદરૂપ
રાત્રે પાણીમાં પલાળેલી કાળી કિશમિશને સવારે ખાવાથી અને તેનું પાણી પીવાથી તમારું વજન ઘટાડવામાં મદદ થાય છે.આ પલાળેલી કાળી દ્રાક્ષ દરરોજ સવારે ખાવાથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે.
શરીરનું સંતુલન
કાળી દ્રાક્ષ ખાવાથી બોડી ડિટોક્ષ થાય છે. કાળી દ્રાક્ષ દરરોજ સવારે નરણા કોઠે ખાવાથી મહિલાઓમાં આયરનની ઉણપ દૂર થાય છે. તેથી દરેક મહિલાઓએ ખાસ પોતાના ડાયટ પ્લાનમાં કાળી દ્રાક્ષનો સમાવેશ કરવો જોઈએ.
આપણે બધા સમજીએ છીએ કે કાળી ખજુરની તાસીર ગરમ હોય છે પરંતુ, એવું કંઈ હોતું નથી. કાળી ખજૂરની તાસીર અત્યંત ઠંડી અને શરીરને એનર્જી પૂરી પાડે છે અને પિત્ત વિકૃતિઓ માટે તે શ્રેષ્ઠ કાર્ય કરે છે. આમ, કાળી ખજૂર નાના બાળકો, મોટેરાઓ અને વૃદ્ધો માટે તેનું સેવન ઉત્તમ તરીકે કરવામાં આવે તો તે દરેક વ્યક્તિ માટે શ્રેષ્ઠ સાબિત થાય છે.
Disclaimer: આ આર્ટિકલમાં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. અહીં મુખ્ય હેતુ વાંચકોની જાગૃતિ વધારવાનો છે. આ આર્ટિકલ કોઈપણ યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે ડોકટરની સલાહ લેવી. ધન્યવાદ…
1 thought on “કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા | Benefits of eating Black Grapes”