ચા વિશે માહિતી | Information about Tea

આપણા બધા લોકોના દિવસની શરૂઆત ચાની ચૂસકીની સાથે શરૂ થાય છે. આ ચા પીવાથી જાણે કે આપણું શરીર જાણે આળસ ખંખેરીને ઉભું થતું હોય તેમ લાગે છે. આમ, જોવા જઈએ તો જાણે અજાણે ચા આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. ચા વિના જાણે કે આપણા દિવસની શરૂઆત જ ન થતી હોય તેવું લાગે છે. તેથી આપણને ઘરે ઘરે ચાના રસીયા લોકો જોવા મળી જાય છે. 

ચા

ચા એ “કેમેલીઆ સીનેસીસ” છોડના પાંદડાઓ અને તેની કુમળી કુંપળોની ખેતી કરવામાં આવે અને જે પેદાશ થાય તે ચા છે. આ ચાને જુદી જુદી પદ્ધતિઓથી બનાવવામાં આવે છે અને તેની માવજત પણ સારી રીતે કરવામાં આવે છે. જેથી ચા નું સારા એવા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. ‘ચા’, એક પીણું તરીકે વપરાય છે, ચા ના છોડનાં પાંદડાઓને ગરમ અથવા ઊકળતાં પાણીમાં નાખીને તૈયાર કરવામાં આવેલું એક પ્રકારનું સુગંધીદાર પીણું છે. જેને આપણે સૌ લોકો હોંશે હોંશે પી એ છે.

પૂરા વિશ્વભરમાં પાણી પછી સૌથી વધારે વ્‍યાપકપણે વપરાતું પીણું એટલે ચા છે. ચા નો સ્‍વાદ ઠંડો, થોડોક મીઠો, કડક ચા બનાવો તો થોડો કડવો, અને તૂરો હોય છે જેનો આનંદ આપણે સૌ લોકો ઉઠાવીએ છે.

“ચા” એટલે શું ?

આ “ચા” એક એવું પીણું છે. જે પ્રેમથી એકબીજાને પીવડાવવામાં આવતું પીણું એટલે ‘ચા’. આપણા સૌ માટે પાણી પછી માનવી દ્વારા પીણા તરીકે ઉપયોગમાં લેવામાં આવતું પીણું એટલે ‘ચા’. ચા એટલે ચાનાં તૈયાર કરેલાં પાન ગરમ પાણીમાં ઉકાળી જરૂર પ્રમાણે તેમાં દૂધ અને ખાંડ નાખી ઉકાળીને બનાવવામાં આવતું પીણું. આ ચા એક એવું પીણું છે જે કે ચા સૌ કોઈને ભાવે. એકબીજાની પાસે લોકો સામેથી માગીને પીએ. એકબીજાને સામેથી પીવડાવે પણ ખરા. આપણે સૌ લોકોને એકબીજાની સાથે મળીને ચાની ચુસકી ભરતાં ગામ-ગપાટા, પોલીટીક્સ, પોલ્યુશનની અને એવી ઘણી બધી વાતો કરવાનું ગમે એવી “સામાજિકીકરણ” માટેની કડી એટલે ‘ચા’. આ ચા માટે તો જેટલું લખવું હોય તેટલું લખાય પણ આજે ચા વિશેની થોડી માહિતી અને તેનાથી થતા અનેક ફાયદા અને થોડાક જ ગેરફાયદાની વાતો લખવી છે.

ચાની શોધ કોણે કરી?

ચાની શોધ ચીનમાં થઈ હોવાનું મનાય છે એવું કહેવાય છે કે ચાની શોધ 2737 BC માં ચીનના સમ્રાટ શેન નાંગ દ્વારા કરવામાં આવી હતી.

ચા માં કયું તત્વ હોય છે?

ચા એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. પરંતુ, સામાન્ય રીતે જે ચા બનાવવામાં આવે છે તે હાનિકારક છે. ચામાં ટેનિન નામનું જે તત્વ હોય છે તે આપણા શરીર માટે સારૂં નથી.

ચાનો ઈતિહાસ

બોટનીની ભાષામાં ‘કેમેલીઆ સીનેસીસ’ નામના છોડના પાંદડાને જુદી જુદી રીતે પ્રક્રિયા કરીને અનેક જાતની ચા બનાવવામાં આવે છે અને તે ચાના અનેક અલગ અલગ નામ પણ આપેલાં છે. 16મી સદીમાં પ્રથમવાર ચીનમાં આ ચાનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચીનના હકીમો દર્દીઓને શક્તિ આપવા, તેમને જુસ્સો ચઢાવવા માટે ચા આપતા હતા. 17મી સદીમાં બ્રિટનમાં ચાનો વપરાશ શરૂ થયો હતો, ત્યાંથી ભારતમાં ચાનું આગમન થયું હતું. હવે, અત્યારના સમયમાં ચાના છોડને આસામ અને કુર્ગ-તામીલનાડુનું હવામાન ખૂબ અનુકૂળ આવી ગયું છે. આ પહેલાં ચા ચીનથી આવતી અને ત્યાર પછી બ્રિટનથી આવતી હતી. પરંતુ, અત્યારના સમયમાં આખી દુનિયામાં ભારતની ચા જાય છે. અને આખી દુનિયાની ઉત્પન્ન થતી ચામાં 32ટકા ભારતની ચા છે. આ ચાનો બિઝનેસ લગભગ 10,000 કરોડનો છે.

ચાની જાત અને પ્રકાર

આ પહેલા આગળ જણાવ્યા મુજબ ચા છોડના પાંદડામાંથી બનાવવામાં આવે છે. તે ચા જે અલગ અલગ દેશમાંથી આવે છે તે પ્રમાણે આપણે ચાના પ્રકાર ગણીએ તો ….

અહીં ઉપરના બે મુખ્ય પ્રકાર છે. અને ત્રીજો પ્રકાર જુદા જુદા દેશોમાંથી બનાવવાના આવતો હોવાથી તે અલગ ગણાય છે. આ ત્રણ પ્રકારની ચાને જુદા જુદા પ્રકારની પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. એ પ્રમાણે ગણતાં ચાની મુખ્ય જાતો…

બ્લેક ટી

આ ચા નો દેખાવ અને રંગ કાળો અથવા આછા સફેદ છાંટવાળી ચા એટલે બ્લેક ટી. ચાની ઘણી બધી જાતો કરતાં આ બ્લેક ટી આપણી આખી દુનિયામાં સૌથી વધારે એટલે 90 ટકા જેટલી વપરાય છે. આ ચાના લીલા પાંદડાને સૌથી વધારે પ્રમાણમાં ઓક્સીડાઈઝ કરીને કાળી ચા બનાવવામાં આવે છે. ચાનાં લીલાં પાંદડાંને ફેક્ટરીમાં કામ કરતા મજુરો ફેકટરીની રૂમોમાં અભરાઈ પર પાથરી દે છે. આ ચાના પાંદડાં સુકાઈ જાય પછી તેને રોલરથી નાના ટુકડા કરવામાં આવે છે અને ત્યારબાદ રૂમમાં પાથરી દેવામાં આવે છે. આ કારણે ચાનાં પાંદડાં હવામાંનો ઓક્સીજન ખેંચી શકે છે. આ પ્રક્રિયાથી ચાનો સ્વાદ અને સુગંધ થોડો બદલાય છે. ત્યાર પછી આ ચા ઉપર પંખાથી ગરમ દવા નાખવામાં આવે છે જેથી તેનો રંગ કાળો અને બ્રાઉનીશ બ્લેક એટલે કે લીલાશ પડતો કાળો થાય છે. બીજી બધી ચા કરતાં બ્લેક ટીમાં કોફીનનું પ્રમાણ વધારે હોય છે. બ્લેક ટી એ પોતાનો સ્વાદ અને સુગંધ વર્ષો સુધી જાળવી રાખે છે. આથી પૂરી દુનિયામાં બ્લેક ટી નો વપરાશ વધારે પ્રમાણમાં થાય છે.

ગ્રીન ટી

ચાના લીલા પાંદડાંને ચૂંટીને એકઠા કરીને તેને ખુલ્લાં રાખી ‘ઓક્સીડાઈઝ’ કરવાને બદલે તેને ઓવનમાં રાખીને તેને ‘ડીહાઈડ્રેટ’ કરવામાં આવે છે. પછી તેને સ્ટોર કરવામાં આવે છે. ત્યારે તે ગ્રીન ટી બને છે. આ ડીહાઈડ્રેશનની ક્રિયા કરવાથી ચાના લીલા પાંદડાંમાં રહેલા પોલીફેનોલ્સ કેટેથીન્સ અને ફલેવેનોઈડઝ નાશ પામતી નથી. આ પ્રક્રિયાથી ગ્રીન ટી તૈયાર કરવામાં આવે છે. આ કારણે ગ્રીન ટી એટલે કે લીલી ચા પીવાથી આરોગ્યના ઘણા ફાયદા થાય છે. ગ્રીન ટી એક વર્ષમાં વાપરી નાખવી જોઈએ. જો આ ગ્રીન ટી ને લાંબા સમય સુધી રાખી મૂકી તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનો સ્વાસ્થ્યને કોઈ ફાયદો થતો નથી.

વ્હાઈટ ટી

દરેક પ્રકારની ચા કરતા સૌથી ઓછામાં ઓછી જાણીતી, તેમજ સૌથી ઓછી વપરાતી વ્હાઈટ ટી એટલે કે સફેદ ચાના છોડના પાંદડાં પૂરા ખુલે તે પહેલાં તેના ‘બડઝ’ની ઉપર સફેદ રંગના તાંતણા થતાં હોય છે આથી તેને વ્હાઈટ ટી તરીકે ઓળખવામાં આવે છે. આ ચામાં કેફીનનું પ્રમાણ એકદમ ઓછું છે. પરંતુ આ ચા માં એન્ટીઓક્સીડન્ટ વધારે પ્રમાણમાં છે.

હર્બલ ટી

ચાના છોડના કોઈ પણ ભાગ, ફૂલ, થડ, ડાળી, મૂળ, બી અને પાંદડાંને સૂકવી નાખવામાં આવે છે. આ સિવાય ઉકળતું પાણી નાખીને પણ હર્બલ ટી બનાવવામાં આવે છે. આ પ્રકારની ચાનો મોટા ભાગે દવા તરીકે ઉપયોગ થાય છે. આ ચામાં તુલસી, મરી, આદુ, ફુદીનો પણ ઉમેરાય છે. આ ચા ઔષધિ તરીકે મુખ્ય કાર્ય કરે છે.

ઓલોંગ ટી

આ પ્રકારની ચાને “ચાઈનીઝ ટી” પણ કહે છે. જે ખાસ પ્રકારની પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. પહેલાં ચાના પાંદડાંને એકઠા કરીને તડકામાં સૂકવી નાખવામાં આવે છે. ત્યાર બાદ આ ચાને ઓક્સીડાઈઝ કરવામાં આવે છે. આ પ્રકારની ચા તેના ચાના ખાસ છોડ ‘કલ્ટીવાઝ’માંથી બનાવવામાં આવે છે.

દૂધવાળી ચા પીવાના ફાયદા

આપણા શરીરને દૂધમાથી પૂરતા પ્રમાણમાં કેલ્શીયમ મળે છે. આ કેલ્શિયમ એક અગત્યનુ ખનિજ છે. જે આપણા શરીરમાં મજબૂત હાડકાં અને હાડપિંજર ને મજબૂત બનાવવા માટે ખૂબ જરૂરી છે. દૂધએ શોષિત થયેલા કેલ્શિયમનો સમૃદ્ધ સ્રોત છે. જે હાડકાની મજબુતાઈમાં વધારો કરે છે અને હાડકાંના ફ્રેક્ચર અને તૂટવાની સંભાવના ઘટી જાય છે.

દોસ્તો સાથે ચાની ચૂસકીના જુદા-જુદા બહાના

આપણા ભારત દેશમાં ચા માત્ર એક પીણું જ નથી. પરંતુ, એક સેલિબ્રેશન છે. આપણા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે, જ્યારે મિત્રો સાથે ટપરી પર જઈને ચા પીવી હોય ત્યારે, ઓફિસમાં કોઈ કારણસર મૂડ ફ્રેશ કરવું હોય ત્યારે, શરીરમાં એનર્જી વધારવી હોય તો, ભૂખ મટાડવી હોય તો આ બધા માટે એક કપ ચા ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ શું તમે જાણો છે કે આ એક કપ ચા તમારા માટે કોઈ ધીમા ઝેરથી ઓછી નથી હોતી.

ચાની ખેતી

ચીન વિશ્વમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કરે છે. આપણો ભારત દેશ વિશ્વમાં ચાના ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે. ચા નો સૌથી મોટો નિકાસ કરતો દેશ શ્રીલંકા છે. ભારતમાં, દાર્જિલિંગ , આસામ, કોલુક્કુમલાઈ, પાલમપુર, મુન્નાર, નીલગીરી ચાની ખેતી માટે લોકપ્રિય છે. અહીંથી ચાની ખેતી માટે યોગ્ય આબોહવા, જમીન, તેમાં થતા રોગો વિશે માહિતી મેળવો.

અનુકૂળ વાતાવરણ

ચાની ખેતી માટે ગરમ ભેજવાળી આબોહવા શ્રેષ્ઠ છે.

ચા 10 થી 35 ડિગ્રી તાપમાનમાં સારી ઉપજ આપે છે.

ચાના બગીચાઓમાં સારી ક્યારાની વ્યવસ્થા હોવી જોઈએ.

ચા માટે હળવી એસિડિક જમીન તેની ખેતી માટે સારી યોગ્ય માનવામાં આવે છે.

ચાના બગીચાઓમાં છોડ રોપવા માટે ઓક્ટોબર-નવેમ્બર શ્રેષ્ઠ સમય છે.

ચા ની ખેતીમાં વરસાદ દ્વારા સિંચાઈ થાય છે. જો વરસાદ ઓછો કે આછો હોય ત્યારે દરરોજ કૃત્રિમ છંટકાવ પદ્ધતિથી સિંચાઈ કરવામાં આવે છે.

ચા ના વાવેતરના લગભગ એક વર્ષ પછી પાંદડા લણણી માટે તૈયાર થાય છે.

ખેડૂતો ચા ની ખેતી વર્ષમાં 3 વખત ચા ના છોડના પાંદડા કાપીને પાક મેળવી શકાય છે.

ચા ના પાકમાં મુખ્યત્વે લાલ જંતુ, શેવાળ, ઓર્ગન મેરી, ગુલાબી રોગ, ફોલ્લો, કાળો સડો વગેરે જેવા રોગો થાય છે.

ચા ની ખેતીમાં સલ્ફેટનો છંટકાવ કરીને આપણે આ રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ.

આશરે 1800 થી 2500 કિગ્રા પ્રતિ હેક્ટર ચાના વાવેતરમાંથી પ્રતિ હેક્ટર ચા મેળવી શકાય છે.

આપણા ભારત દેશમાં ચાની સૌથી સુંદર ખેતી બે રાજ્યોમાં વધુ જોવા મળે છે, જે દાર્જિલિંગ અને આસામમાં જોવા મળે છે. ચાની ખેતી માટે મહત્તમ તાપમાન 24 થી 35 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું ખૂબ જરૂરી છે. આ તાપમાનનો તે જ સમયે, તેની સારી ઉપજ અને ઉચ્ચ ગ્રેડના પાક માટે લોમી માટી અથવા માટીની જમીન જરૂરી છે. વિશ્વમાં થતી ચાનો લગભગ 27 ટકા હિસ્સો ભારત જ બનાવે છે.

ચા પીવાના ફાયદા

જો તમે દરરોજ નિયમિત નિયંત્રિત માત્રામાં ચાનું સેવન કરો છો તો તેના તમારા શરીરને કેટલાક ફાયદા પણ થઈ શકે છે જે નીચે મુજબ દર્શાવેલ છે: 

શરીરનો થાક દૂર કરે છે.

તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

શરીરમાં સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ થાય છે.

શરીરમાં માઈગ્રેનની સમસ્યા ઘટાડે છે. 

ચા પીવાથી શરીરમાં આયર્નની ઉણપને દૂર કરે છે અને પાચનતંત્રમાં સુધારો કરે છે. 

ગરમ ચા પીવાથી મોસમી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

ચામાં કૈફીન અને ટૈનિન તત્વ હોય છે જેનાથી શરીરમાં તાજગીનો અનુભવ થાય છે. 

ચામાં રહેલ અમીનો એસિડ મગજને વધારે અલર્ટ અને શાંત રાખે છે. 

ચામાં એંટીજેન હોય છે જે એંટી બેક્ટીરિયલ ક્ષમતા આપે છે.

ચા તમારા વૃદ્ધાવસ્થાની રફતારને ઓછું કરે છે અને શરીરને ઉંમરની સાથે થતા નુકશાનથી બચાવે છે. 

ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીડા લાગવાથી પણ રોકે છે. 

ઘણા લોકોના ઘણા સમયની શોધમાં આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને દિલના રોગોમાં ફાયદાકારી ગણાય છે. 

ચા પીવાથી થતું નુકસાન

આખા દિવસમાં ત્રણ કપથી વધારે ચા પીવાથી તમને એસિડીટીની સમસ્યા થઈ શકે છે. 

ચામાં રહેલ કેફીનથી તમને બ્લ્ડ પ્રેશર વધી શકે છે અને ચા પીવાથી ચાની ટેવ લાગી જાય છે. 

ચા વધારે પ્રમાણમાં પીવાથી દિલના રોગ, ડાયાબિટીસ અને વજન વધવાની પણ શકયતા રહે છે. 

ચા પીવાથી તમારી પાચનક્રિયાને નબળી બનાવે છે.

ચા વધારે પીવાથી તમારા દાંત પણ સડી જાય છે તેમજ તે લાંબા ગાળે પડી પણ જાય છે.

.

Leave a comment