કેરી
કેરીને આપણા ભારત દેશનું રાષ્ટ્રીય ફળ ગણવામાં આવે છે. આ કેરીનું ફળ ભારત દેશના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ કેરીનું ફળ આંબાના ઝાડ પર થાય છે. આ કેરી જ્યારે કાચી હોય ત્યારે સ્વાદમાં તે ખાટી લાગે છે, અને જ્યારે તે બરાબર પાકી જાય ત્યારે તે સ્વાદમાં મીઠી લાગે છે. આ કેરીને ચૂસીને, તેને કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે.
કેરીના ફળને “ફળોના રાજા” તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં આપણને આ કેરી દરેક જગ્યાએ મળી આવે છે. કેરી એ આપણા સૌ માટે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. ઉનાળાની ઋતુ દરમિયાન પાકી કેરી જેટલી ખવાય છે એટલી જ કાચી કેરી પણ ખવાય છે. આ પાકી કેરી અને મીઠી મીઠી કેરીનો સ્વાદ માણવાની સાથે લોકો કાચી કેરીના અથાણા, ચટણી, મુરબ્બો, કેરીનું શાક સહિત અનેક પ્રકારની વાનગીઓ પણ બનાવીને સ્વાદ માણે છે. આ કાચી કેરી માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ, આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખાવી જોઈએ. આ ઉનાળાની ઋતુ દરમિયાન કાચી કેરી ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે.
આ કાચી કેરી ઘણા બધા પોષક તત્વોથી ભરપુર હોય છે. ઉનાળાની ગરમીના દિવસોમાં કાચી કેરી ખાવાથી અથવા તો તેનું શરબત બનાવી પીવાથી શરીરને આ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા હોય છે. કેરી ખાવાથી શરીરને ઘણી બધી સમસ્યાઓમાં રાહત મળે છે. તો ચાલો આપણે જાણીએ ઉનાળામાં કાચી કેરી ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
કેરી ખાવાના ફાયદા
પોષક તત્વોનો ખજાનો
કેરીમાં રહેલા વિટામિન A, C, અને E ભરપૂર પ્રમાણમાં હોય છે. આ વિટામિન શરીરમાં ત્વચામાં નિખાર લાવે છે અને આંખોની રોશની વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કેરીમાં એન્ટી ઓક્સિડન્ટથી હોય છે, જે આપણા શરીરને ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે.
શરીરમાં પાચનક્રિયા સુધારે
કેરીમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરની પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ છે. કેરીનું સેવન કબજિયાતને ઘટાડે છે અને ખોરાકને પાચનમાં સરળ બનાવે છે.
શરીરમાં ત્વચાના આરોગ્ય માટે
કેરીનું સેવન તમારી ત્વચાને સુંદર, ચમકદાર અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. કેરી ત્વચામાં નિખાર લાવે છે. કેરીમાં રહેલા વિટામિન અને એન્ટી ઓક્સીડન્ટ્સ જેવા તત્વો તમારી ત્વચાને કોમળ, મુલાયમ અને તાજી રાખે છે.
શરીરમાં હૃદયના આરોગ્ય માટે
કેરીમાં રહેલા તત્વો પોટેશિયમ અને મેગ્નેશિયમ જે હૃદય માટે ફાયદાકારક હોય છે, જેનું સેવન હૃદયની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. કેરીનું સેવન બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે
કેરીમાં વિટામિન C હોય છે, જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. કેરી ખાવાથી શરીરને સામાન્ય ઠંડી અને સંક્રમણોથી રક્ષણ આપે છે.
કાચી કેરી ખાવાના ફાયદા
જો તમે લોકો કાચી કેરી ખાટી હોવાને કારણે ખાતા નથી તો તે ખોટું છે. ઉનાળાની ઋતુમાં મળતી આ કાચી કેરી આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો કાચી કેરી ખાવાના ફાયદા વિશે જાણીએ.
કાચી કેરીમાં ફાઈબર વધુ માત્રામાં હોય છે, જે તમારી પાચન ક્રિયાને મજબૂત બનાવે છે. કાચી કેરીનું સલાડ ખાવાથી કબજિયાત, અપચો અને પેટ ફુલવા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
વિટામીન સીથી ભરપૂર કાચી કેરી ખાવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. કાચી કેરીના સેવનથી શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. કાચી કેરીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે. ઉનાળાની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી શરીરના વધતા જતા વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
વિટામીન એ અને સીથી ભરપૂર આ કાચી કેરી ખાવાથી સ્કીન અને વાળને બનેમાં ફાયદો થાય છે. કાચી કેરીના સેવન તમારી ત્વચા હાઈડ્રેટ રહે છે. કાચી કેરી ખાવાથી ચહેરા પરના ખીલ, ધાગ-ધબ્બા અને વાળ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
ઉનાળાની ગરમીમાં લૂનો પ્રકોપ વધારે જોવા મળે છે. જ્યારે કાચી કેરીનું સેવન કરવાથી તમારા શરીરને લુ લાગતી નથી. કાચી કેરી ખાવાથી તેમાં રહેલા ગુણ શરીરને ગરમીના પ્રકોપથી બચાવવામાં મદદ કરે છે. દરરોજ કાચી કેરીનું સેવન કરવાથી શરીર ઠંડુ અને હાઇડ્રેટ રહે છે.
કાચી કેરી કેટલી માત્રામાં ખાવી જોઈએ?
દરેક વ્યક્તિએ કાચી કેરીનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. જો તમે વધારે પડતાં પ્રમાણમાં કાચી કેરીનું સેવન કરો તો તેનાથી તમારા પેટમાં દુખાવો અને તમારા શરીરને એલર્જી પણ થઈ શકે છે. દરરોજ તમે કેરી આખા દિવસ દરમિયાન 100 ગ્રામ જેટલી કાચી કેરી ખાઈ શકો છો, તેનાથી વધારે કાચી કેરી ખાવી નહીં. આ સિવાય ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યામાં ડોક્ટરની સલાહ લીધા પછી જ કાચી કેરીનું સેવન કરવું જોઈએ.
કાચી કેરીના ફાયદા
ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ કાચી કેરી બજારમાં આવી જાય છે. પ્રાચીન સમયમાં લોકો કાચી કેરીમાંથી વિવિધ વાનગીઓ બનાવતા હતા. હાલમાં, અત્યારના સમયમાં પણ લોકો કેરીની વિવિધ વાનગીઓ બાનવતા હોય છે. લોકોને ચટણીથી લઈને અથાણાં, મુરબ્બા અને પન્ના બધું જ પસંદ હોય છે. કાચી કેરી પણ જીરું મીઠું નાખીને સાદી ખાવામાં આવતી હોય છે. પરંતુ, આજના સમયમાં લોકોને કાચી કેરી બહુ પસંદ નથી. જો તમે પણ કાચી કેરી વધુ ખાટી હોવાથી ખાવાથી ડરતા હોય તો જાણી લો શરીરના સ્વાસ્થ્ય માટે તે કેટલી ફાયદાકારક છે.
કાચી કેરી દરેક પ્રકારની વાનગીનો સ્વાદ વધારે
કાચી કેરી ખાટી હોવાથી માત્ર તે અથાણાં અને ચટણીમાં જ ઉપયોગમાં લેવાતી નથી. પરંતુ, કેરી તેના ખાટા સ્વાદ માટે અને તેને અલગ – અલગ વાનગીઓ બનાવવામાં પણ ઉમેરવામાં આવે છે. કાચી કેરીનો મીઠો અને ખાટો સ્વાદમાં જ્યારે ગોળ અથવા તો ખાંડ ઉમેરવામાં આવે છે, ત્યારે તે કોઈપણ વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે.
શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
જો કાચી કેરી ખાટી હોય અને તેને ખાવામાં આવે તો તેનાથી મોઢાના ચાંદા અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. કાચી કેરીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ મોઢામાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરે છે. કેરી ખાવાથી દાંતની સમસ્યાઓમાં રાહત મળે છે.
કાચી કેરી લૂ થી બચાવે
કાચી કેરીને શેકીને ખાવાથી ગરમીમાં થતા લૂ થી બચવામાં મદદ મળે છે. કાચી કેરીમાં ખાવાથી શરીરને ઠંડકની અસર થાય છે જેનું સેવન શરીરને ગરમીથી બચાવે છે. કાચી કેરીમાંથી બનાવેલ પન્ના-બાફલો પીવાથી માથાનો દુખાવો, બેહોશી, ચક્કર અને ઉલ્ટી જેવી બિમારીઓ મટે છે.
શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે
જો કાચી કેરીમાંથી બનાવેલું પીણું શરબત કે બાફલો પીવામાં આવે તો તે ઉનાળામાં તમને થતી શરીરમાં બેચેની અને તરસ દૂર કરે છે. આ ઉપરાંત, કાચી કેરીમાં ઓછી કેલરી અને ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે. જે તમને અતિશય આહાર લેવામાં નિયંત્રિત કરે છે જેથી તમારા શરીરનું વજન ઘટે છે. કાચી કેરીમાં રહેલું ફાઈબર ભૂખ ઘટાડે અને સંતુષ્ટિનો અનુભવ કરે છે.
શરીરનું તાપમાન નિયંત્રિત કરે
ઉનાળાની ઋતુમાં સૂર્યપ્રકાશ અને તીવ્ર ગરમીથી પણ શરીરનું તાપમાન ખૂબ જ વધી જાય છે. જેના કારણે થતી શરીરની નર્વસનેસ, બેચેની અને બેભાન જેવી સમસ્યાઓ થવા લાગે છે. કાચી કેરી ખાવાથી શરીરને ઠંડક અને શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે. શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે આ કેરી એ ઉનાળાનું શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે
કાચી કેરીમાં રહેલ વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે. આ કાચી કેરી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત, શરીરને વિટામિન A અને E પણ મળે છે. બીટા કેરોટીન જેવા તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને વધે છે. જો કાચી કેરીને રોજ ખાવામાં આવે તો તે મોસમી રોગોથી તમને બચાવે છે અને ચેપથી પણ બચાવે છે.
Read more:
ભારતમાં થતી કેરીની જાતો
1. | કેસર |
2. | હાફુસ |
3. | કાગડા |
4. | લંગડો |
5. | રાજાપૂરી |
6. | તોતાપૂરી |
7. | દશેરી |
8. | પાયરી |
9. | સરદાર |
10. | નીલમ |
11. | આમ્રપાલી |
12. | બેગમપલ્લી |
13. | વનરાજ |
14. | નિલ્ફાન્સો |
15. | જમાદાર |
16. | મલ્લિકા |
17. | રત્ના |
18. | સિંધુ |
19. | બદામ |
20. | નિલેશ |
21. | નિલેશાન |
22. | નિલેશ્વરી |
23. | વસી બદામી |
24. | દાડમીયો |
આપણા ભારત દેશમાં હાલમાં આંબાનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે.
કેરીના વિવિધ પ્રકારો
હાફુસ (આલ્ફોન્સો)
હાફુસ કેરી તેની મીઠાશ માટે ખૂબ જ જાણીતી છે. આ હાફુસ કેરી સામાન્ય રીતે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.
કેસર
કેસર કેરી તેની મીઠી સુગંધ અને મીઠા સ્વાદ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. કેસર કેરી સામાન્ય રીતે ગુજરાતમાં જ મળી આવે છે.
હેમ્સાગર
હેમ્સાગર કેરી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વધારે પડતી ઉગાડવામાં આવે છે. હેમ્સાગર કેરી તેની મીઠાશ અને મજાની ટેક્સચર માટે ખૂબ જાણીતી છે.
લંગડા
લંગડા કેરી ઉત્તર પ્રદેશ અને બિહારમાં વધારે પડતી ઉગાડવામાં આવે છે. લંગડા કેરી મીઠી અને રસદાર કેરી હોય છે.
દશેરી
દશેરી કેરી ઉત્તર પ્રદેશમાં વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તે દશેરી કેરીનો દેખાવ મધ્યમ કદની અને મીઠી કેરી હોય છે.
ભારતમાં પ્રખ્યાત જુદા જુદા પ્રકારની કેરી
ઉનાળાની ઋતુમાં આવતી કેરી એ એક એવું ફળ છે જે દરેકને વ્યક્તિને ભાવે છે. અથાણું, છૂંદો કે રસ કાઢીને અથવા કાચી કેરીનો શબરત બનાવીને કે મીઠું-મરચું જીરું પાઉડર ભભરાવીને કાચી કેરી ખાવ કે છાલ કાઢીને મીઠી-મીઠી કેરીનો આનંદ લેતા હોય છે. આ કેરીનું ફળ એવું છે જેને ઘણા બધા પ્રકારે અલગ રીતે ખાઈ શકાય છે એટલે જ તો કેરીને “ફળોનો રાજા” કહેવાય છે. સ્વાદની સાથે કેરીમાં અનેક ગુણ રહેલા છે.
તોતાપુરી
આ કેરી સ્વાદમાં ઓછી ગળી અને લીલા રંગની દેખાવમાં પોપટની ચાંચ જેવી દેખાય છે. આ કેરી કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થાય છે. બીજા કેરીની જેમ આ કેરી વધારે પ્રમાણમાં ગળી નથી હોતી. જો કે, આ કેરી વિવિધ પ્રકારની બનાવટ માટે જેમ કે, અથાણાં અને સલાડ માટે ખૂબ સારી છે. હવે, આ કેરીને તમે કેવી રીતે ઓળખશો? પાકી ગયેલી કેરી લીલા રંગની હોય છે અને તેનો દેખાવ પોપટની ચાંચ જેવા રંગનો હોય છે.
હાફૂસ
આ હાફૂસ કેરી મુખ્યત્વે મહારાષ્ટ્રમાં પાકતી હતી. હવે, આ કેરી ગુજરાત અને કર્ણાટકના કેટલાક ભાગમાં પણ પકવામાં આવે છે. આ હાફૂસ કેરીનો વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતો હોવાથી તે સૌથી મોંઘી કેરી છે. હવે, આ હાફૂસ કેરીને કેવી રીતે ઓળખશો? તો આ કેરીની અલગ જ સુગંધ અને કેસરિયો રંગ હાફૂસની ઓળખ છે.
લંગડો
આ કેરી વારાણસી અને ઉત્તરપ્રદેશમાં વધુ પાકતી લંગડો કેરીનો એક જાણીતો પ્રકાર છે. લંગડો નામ કેવી રીતે પડ્યું તમે જાણો છો? સૌપ્રથમ વખત આ કેરી પગ વિનાના એક વ્યક્તિના ખેતરમાં ઉગી હતી તેથી જ તેનું નામ લંગડો પડ્યું હતું. આ કેરીનો સમય જુલાઈથી ઓગસ્ટમાં પાકે છે. હવે, આ કેરીને કેવી રીતે ઓળખશો? આ કેરીનો લંબગોળ આકાર હોય છે અને પાકી જાય તો પણ તેનો રંગ લીલો જ રહે છે.
કેસર
અહીં આ કેરી સૌથી મોંઘી છે, આ ઉપરાંત, આ પૈકીની એક કેસરના પલ્પનો રંગ કેસરી હોય છે. આ કેસર કેરી મોટેભાગે અમદાવાદ અને ગુજરાતમાં પાકે છે. 1931માં જૂનાગઢના નવાબે સૌપ્રથમ આ કેરી ઉગાડી હતી અને 1934માં તે કેરીને કેસર નામ આપવામાં આવ્યું હતું. હવે, તમે કેવી રીતે ઓળખશો? આ કેરીનો રંગ એકદમ કેસર જેવો હોય છે અને આ જ તેની સૌથી મોટી ઓળખ કે ખાસિયત છે.
રત્નાગીરી
આ પ્રખ્યાત રત્નાગીરી કેરી મહારાષ્ટ્રના રત્નાગીરી, દેવગઢ, રાયગઢ અને કોંકણમાં વધારે પ્રમાણમાં પાકે છે. અહીં, રસપ્રદ અને મુખ્ય બાબત એ છે કે દરેક કેરીનું વજન 150 થી 300 ગ્રામ જેટલું હોય છે. હવે, આ કેરીને કેવી રીતે ઓળખશો? આ કેરીની ટોચ પર લાલ રંગની છાંટ હોય છે. જે રત્નાગીરી હોય છે.
સિન્ધુરા
આ કેરી ગળી અને થોડી ખાટી હોય છે. આ સિંધુરા કેરીની સુગંધ લાંબા સમય સુધી ખાવા વાળાના મોંમા રહે છે. મિલ્કશેક બનાવવા માટે આ કેરી સૌથી સારી છે. કેરીનો પલ્પ એકદમ પીળા રંગનો હોય છે. હવે, આ કેરીને કેવી રીતે ઓળખશો? આ કેરીનો રંગ અંદરથી પીળા રંગની હોય છે.
બંગનપલ્લી
આ કેરી હાફૂસ કેરી કરતાં દેખાવમાં મોટી આ કેરી આંધ્રપ્રદેશના કુન્નુરના બંગનપલ્લેમાં વધુ પાકે છે. આ કેરી લંબગોળ આકારની આ સુગંધિત કેરીની છાલ એકદમ કોમળ હોય છે અને તેની લંબાઈ 14 સેમી જેટલી હોય છે. હવે, તમે કેવી રીતે ઓળખશો? આ કેરીનો આકાર લંબગોળાકાર રંગ આછો પીળો હોય છે અને ઉપર થોડા ધબ્બા જોવા મળતા હોય છે.
ચોસા
આ ચોસા કેરી બિહાર અને ઉત્તર ભારતમાં ખૂબ જ વધારે લોકપ્રિય છે. 16મી સદીમાં શેર શાહ સૂરીએ આ કેરીને પોતાના પ્રદેશમાં ઉગાડવાની શરૂઆત કરી હતી. અહીં બિહારના એક શહેરના નામ પરથી આ કેરીનું નામ પડ્યું છે. આ કેરી સ્વાદમાં એકદમ ગળી હોય છે અને તેની છાલ ભભકાદાર પીળા રંગની છે. હવે, તમે કેવી રીતે ઓળખશો? આ કેરીનો રંગ પીળો-સોનેરી હોય છે જે તેની ઓળખ છે.
રસપુરી
આ કેરીનું ઉત્પાદન મોટાભાગે કર્ણાટકના મૈસૂરમાં થાય છે અને આ કેરી સૌથી વધારે પ્રમાણમાં ખવાય પણ અહીં જ છે. આ રસપુરી કેરીને ભારતમાં “કેરીઓની રાણી” કહેવાય છે. મે મહિનાથી જૂનના અંત સુધી આ કેરી બજારમાં મળે છે. યોગર્ટ, સ્મૂધી કે જામ બનાવવા માટે આ કેરીનો વધુ ઉપયોગ થાય અને તે શ્રેષ્ઠ છે. હવે, આ કેરીને કેવી રીતે ઓળખશો? આ કેરી લંબગોળ આકારની અને 4-6 ઈંચ લંબાઈ ધરાવતી હોય છે.
પાયરી
સફેદા એ એક કેરીનો પ્રકાર છે, જેમ પાયરી પણ બજારમાં વેચાતી આ કેરીનો એક પ્રકાર છે. આ કેરીની છાલ રાતા રંગની હોય છે અને તેનો સ્વાદ ખાટો હોય છે. હવે, તમે આ કેરીને કેવી રીતે ઓળખશો? આ કેરીનો રાતો રંગ હોય છે અને એકદમ વધારે રસીલી હોય છે.
હિમસાગર
આ કેરી મીઠી સુંગધની હોય છે. આ કેરી પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સ્પેશિયાલિટી છે. મધ્યમ કદની કેરીનું વજન 250-350 ગ્રામ જેટલું હોય છે. આ કેરીનો ઉપયોગ મીઠાઈ અને શેક બનાવવા માટે થાય છે. હવે, તમે આ કેરીને કેવી રીતે ઓળખશો? આ મધ્યમ કદની કેરીનો રંગ લીલો અને પલ્પ પીળો હોય છે.
નીલમ
આ કેરી આપણા ભારત દેશના દરેક ભાગમાં ઉગે છે. આ કેરી ખાસ કરીને જૂન મહિના જોવા મળે છે. આ કેરીની છાલ કેસરી રંગની હોય છે અને અન્ય કેરીની સરખામણીમાં કદમાં તે નાની હોય છે. હવે, આ કેરીને કેવી રીતે ઓળખશો? આ કેરીની કેસરી રંગની છાલ હોય છે અને કદમાં તે નાની હોય છે.
માલગોવા
આ કેરી લીલા-પીળા રંગની હોય છે, અને તેનો આકાર ગોળ હોય છે. આ કેરી પીળા પલ્પની હોય છે અને તે મે અને જૂન મહિનામાં જોવા મળે છે. હવે, આ કેરીને તમે કેવી રીતે ઓળખશો? આ તે કેરીનું ગોળાકાર વજન 300-500 ગ્રામ જેટલું હોય છે.
માલદા
બિહારમાં માલદા કેરીને “કેરીનો રાજા” કહેવામાં આવે છે. આ કેરીની ખાસ કરીને ચટણી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આ કેરી સ્વાદમાં ખાટી-મીઠી હોય છે. તેમજ તે પલ્પી અને સ્વાદિષ્ટ પણ હોય છે. હવે, આ કેરીને તમે કેવી રીતે ઓળખશો? આ કેરીની છાલ અન્ય કેરી એટલે કે બીજી જાતની કેરીની સરખામણીમાં જાડી હોય છે. તેમજ તેની મીઠી સુગંધ આવે છે.
કેરીનો ઉપયોગ
કાચી કેરી
કાચી કેરી ઉનાળામાં આપણને ઠંડક આપે છે. તેને ચાટ મસાલા અથવા તો જીરા – મીઠા સાથે ખાઈ શકાય છે.
કેરીની ચટણી
આપણે સૌ ઉનાળામાં કેરીની ચટણી બનાવતા હોય છે. આ કેરીની ચટણી એક મસાલેદાર અને સ્વાદિષ્ટ ડીશ છે, જે આપણા રોજિંદા સામાન્ય ભોજનને મજેદાર બનાવે છે.
કેરીની આઈસ્ક્રીમ
કેરીની આઈસ્ક્રીમ ઉનાળાની ગરમીમાં આપણા શરીરને શાંત પાડે છે. કેરીની આઈસ્ક્રીમ મીઠી અને સ્વાદિષ્ટ હોય છે. મેંગો ફ્લેવરની આઈસ્ક્રીમ બાળકોને વધુ પસંદ હોય છે.
કેરીની લસ્સી
કેરીની લસ્સી પીવાથી આપણા શરીરને ઠંડક અને મીઠાશ માટે ખૂબ જ લોકપ્રિય છે. કેરીની લસ્સી એ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પીણું છે.
કેરીનું અથાણું
કેરીનું અથાણું આપણે સૌ ઉનાળાની ઋતુમાં નાખતા હોઈએ છીએ. જે દરેક વ્યક્તિને ભાવતું સ્વાદિષ્ટ હોય છે. કેરીનો મુરબ્બો પણ બનાવવામાં આવે છે.
બાફલો પીવાના ફાયદા | Summer Drink Mango Panna
કાચી કેરીનું સરબત આપણા શરીરના સ્વાસ્થને ખુબ જ ફાયદાકારક છે. આ સરબત પીવાથી શરીરને પાણીની સાથે ગરમીની અસરથી પણ સુરક્ષિત રાખે છે. કાચી કેરીમાં રહેલા ગુણો જેવા કે, કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન A, વિટામિન B-1 અને B-2, વિટામિન C, આયર્ન, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલેટ, કોલિન અને પેક્ટીન હોય છે. જે કાચી કેરીનું સરબત ઉનાળાની ગરમીને કારણે શરીરને લાગતો થાક દૂર કરે છે અને શરીરમાં ત્વરિત ઊર્જા પ્રદાન કરે છે.
કેરીના પનાના ફાયદા
કેરીના પના કે કાચી કેરીનો બાફલો તમને ઉનાળામાં ગરમીના કારણે લાગતી લૂ થી બચાવશે.
ઉનાળામાં ગરમીના દિવસોમાં કાચી કેરીનો બાફલો પીવાથી અથવા તો કાચી કેરીનો દરરોજ ખાવામાં ઉપયોગ કરવાથી પેટની સમસ્યાઓ દૂર થશે અને પાચનક્રિયાને તંદુરસ્ત રાખવામાં પણ મદદ મળશે.
કાચી કેરી વિટામિન સી થી ભરપૂર હોવાને કારણે આ કેરી તમારી પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે અને ઘણી સ્વાસ્થય સમસ્યાઓથી પણ તમારા શરીરની રક્ષા કરે છે.
કાચી કેરી ટીબી, એનિમિયા, જેવા રોગો માટે પણ ફાયદાકારક છે. આ સાથે જ શરીરમાં પરસેવામાંથી નિકળનારી સોડિયમ અને જિંકનો સ્તર પણ બનાવી રાખે છે.
Read more:
ઉનાળામાં કેરીનો રસ પીવાથી મળતા ફાયદાઓ
કેરી એ એક એવું ફળ છે જે લગભગ દરેક વ્યક્તિનો મનપસંદ હોય છે. લોકો પ્રેમથી તે કેરીનું સેવન કરતા હોય છે. આ કેરીને તેના ગુણોને કારણે “ફળોનો રાજા” કહેવામાં આવે છે. કેરીમાં રહેલા પોષક તત્વો જેવા કે, કેરોટીન, આયર્ન, પોટેશિયમ, વિટામિન સી, બીટા અને અન્ય ઘણા પોષક તત્વો પણ એક મળી આવે છે. જે શરીરમાં લાગતા ચેપ સામે લડવામાં અને શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
કેરીના રસથી મળતા ફાયદાઓ
કેરીના રસમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં જોવા મળે છે જે શરીરમાં થતા બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કેરીનો રસ પીવાથી કાર્ડિયો વેસ્ક્યુલર સિસ્ટમ પર દબાણ પડતું નથી. જેના કારણે તમને શરીરમાં થતા સ્ટ્રોક, હાર્ટ એટેક અને અન્ય બીમારીઓ સામે રક્ષણ મળે છે.
કેરીમાં વિટામિન સી વધુ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરમાં લો ડેન્સિટી લિપોપ્રોટીન ઘટાડવામાં મદદ કરે છે. શરીરમાં લિપોપ્રોટીનને બેડ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે, કારણ કે તે નસોમાં ફરતાં લોહીને બ્લોક કરવાનું કામ કરે છે. તે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ખરાબ કરે છે જેથી આપણા શરીરમાં હૃદય સંબંધિત રોગોની શક્યતા વધી જતી હોય છે. કેરીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
કેરીમાં રેચક ગુણ હોય છે, જે શરીરમાં આંતરડાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે અને સ્ટૂલને આગળ ખસેડે છે. જેનાથી તમારા શરીરની પાચનક્રિયા સુધરે છે. આ ઉપરાંત, શરીરમાં ગેસ, એસિડિટી, કબજિયાત અને પેટ ખરાબ થવાની સમસ્યાથી કાયમ માટે છુટકારો મળે છે.
કેરીના રસમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ, તે આયર્ન શરીરમાં લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને શરીરમાં થતા એનિમિયાના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. કેરીના રસનું સેવન તમને પેટની સમસ્યા, સ્નાયુઓની નબળાઈ અને થાક દૂર કરે છે.
કેરીના રસમાં વિટામિન સી ભરપૂર હોય છે. જેના સેવનથી શરીરમાં લગભગ 60 ટકા જેટલી વિટામિન સી ની જરૂરિયાતને પૂરી કરી શકાય છે. કેરીના રસનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. કેરીના રસમાં હાજર રહેલ એન્ટી-ઓક્સીડેન્ટ વ્યક્તિને શરીરમાં થતા ઈન્ફેક્શનથી દૂર કરે છે.
કેરીના રસમાં વિટામિન એ અને કેરોટીનોઈડ્સ વધારે પ્રમાણમાં હોય છે. જે તમને આંખોની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન A શરીરમાં એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે જ્યારે રેટિનાના ઓક્સિડેટીવ મગજના સ્ટ્રેસને દૂર કરે છે. કેરીના રસનું સેવન કરવાથી આંખોમાં મોતિયો થતો ઘટી જાય છે.
કેરીનો રસ પ્રકૃતિરૂપમાં આલ્કલાઇન હોય છે. કેરીના રસનું સેવન આંતરડાના એસિડિટી લેવલને સંતુલિત રાખે છે. જો તમારા પેટમાં વધારે એસિડ બનતો હોય, તો તે એસિડ રીફ્લક્સ રોગ અને તમારા શરીરમાં પોષક તત્ત્વોની ઉણપનું કારણ પણ બની શકે છે. પરંતુ, આ કેરીનું સેવન શરીરના પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે.
Disclaimer: અહીં આ આર્ટિકલમાં આપેલ તમામ પ્રકારની માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત છે. જે શરીરને થતાં સામાન્ય રોગ માટેના નુસખા માટે ઉપયોગી છે. આ માટે વધુ માહિતી કે જાણકારી માટે ચોક્કસ તજજ્ઞની સલાહ લેવી.