વડોદરાનો ઇતિહાસ
વડોદરા એ નામ સંસ્કૃત શબ્દ વટોદરા પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે – (વટવૃક્ષ)વડના હૃદયમાં. આ વડોદરા શહેરના રહેવાસી તથા ૧૭મી સદીના ગુજરાતી કવિ પ્રેમાનંદ ભટ્ટ આ શહેરને તેના અન્ય નામ, વીર ક્ષેત્ર અથવા વીરવટી (લડવૈયાઓની ભૂમિ) તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના પ્રારંભિક અંગ્રેજી મુસાફરો અને વેપારીઓ દ્વારા તેનો “બ્રોડેરા” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પરથી તેનું અંગ્રેજી ઉચ્ચારણ “બરોડા” પડ્યું હતું.
ગુજરાતમાં આવા અનેક જિલ્લાઓ આવેલા છે. જે પ્રાચીન સમયમાં રજવાડા તરીકે જાણીતા હતા. વડોદરા પણ તેમાંનું એક શહેર છે. વડોદરા આ પહેલા “બરોડા” તરીકે પણ ઓળખાતું હતું અને આજે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં તેને “બરોડા” કહેવામાં આવે છે. વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. રાજ્યના સમૃદ્ધ શહેરોમાંનું એક, આ શહેર દિલ્હી, મુંબઈ અને દેશના અન્ય મોટા શહેરો સાથે જોડાયેલું છે. એવું કહેવાય છે કે આ શહેરનું નામ ‘વડ’ના વૃક્ષ પરથી પડ્યું છે.
વડોદરામાં ફરવું છે?
આ વડોદરા શહેર જે આપણી સંસ્કારી નગરી અને કલાનગરી તરીકે પૂરા દેશભરમાં જાણીતું છે. આ વડોદરામાં વિવિધ પોળો, શેરીઓ, વિવિધ શિલ્પ સ્થાપત્ય, મહેલો અને ભવનો, બાગ બગીચાઓ, તળાવો, બજારો આવેલા છે. આ વડોદરામાં શાંતિ ભર્યા શહેરમાં ઘણા બધા જોવાલાયક સ્થળો આવેલા છે.
આપણા ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરા, ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં સૌથી વધુ લોકપ્રિય સપ્તાહાંત રજાઓમાંથી એક છે. વડોદરા એ ઐતિહાસિક સ્થળો, હિલ સ્ટેશનો અને વન્યજીવ અભયારણ્યનું સંપૂર્ણ મિશ્રણ જોવા મળે છે. તેમજ વડોદરા નજીકના પર્યટન સ્થાનો પ્રવાસીઓ અને સાહસ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ સ્થાનો ગણાય છે. જો તમે રજાઓમાં વડોદરા આવવાનું વિચારી રહ્યા છો, તો અમે સુચવીએ છીએ કે તમારે આ રજાઓમાં વડોદરાની મુલાકાત લેવી જોઈએ. અહીંની જગ્યાઓની માહિતી વિશે નીચે મુજબ જાણો.
- લક્ષ્મી વિલાસ પેલેસ
- મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમ
- સયાજી બાગ પ્રાણીસંગ્રહાલય
- વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી
- ઇએમઇ મંદિર – દક્ષિણામૂર્તિ મંદિર
- કિર્તી મંદિર
- ઇસ્કોન મંદિર
- માંડવી ગેટ
- સુરસાગર
- મકરપુરા પેલેસ
- મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા
- અકોટા બ્રિજ
- આજવા ગાર્ડન
આ સ્થળોની માહિતી વિશે થોડું વધારે વિસ્તારથી જાણીશું.
લક્ષ્મી વિલાસ પેલેસ
લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે. આ ભવ્ય મહેલનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા 1890માં કરવામાં આવ્યું હતું. આપણા ભારતની સૌથી ભવ્ય રચનાઓમાંની એક લક્ષ્મી વિલાસ પેલેસ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું ખાનગી નિવાસસ્થાન હતું. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મુર્તીઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે.
વડોદરાનો આ ભવ્ય મહેલ 700 એકર જમીનમાં ફેલાયેલો છે. જે આજે પણ વડોદરાના ગાયકવાડના રાજવી પરિવારનું ઘર છે. લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતના વડોદરામાં આવેલું છે. જેની દરેક પ્રવાસીએ મુલાકાત લેવી આવશ્યક છે.
લક્ષ્મી વિલાસ પેલેસમાં 170 રૂમ છે, જે ફક્ત બે લોકો એટલે કે મહારાજા અને મહારાણી માટે બનાવવામાં આવ્યા હતા. મેજર ચાર્લ્સ માંટેને આ મહેલના આર્કિટેક્ટ તરીકે રાખવામાં આવ્યા હતા.
લક્ષ્મી વિલાસ પેલેસના પ્રવેશદ્વારમાં આકર્ષક ફુવારાઓથી સુશોભિત કરવામાં આવેલ પ્રાંગણ છે. મહેલના આંતરિક ભાગને આકર્ષક બનાવવા માટે અહી ઘણી માર્બલ ટાઇલ્સ અને અન્ય કલાકૃતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ મહેલમાં ઘણાબધા બગીચા પણ છે, જેની ડિઝાઇન પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી સર વિલિયમ ગોલ્ડિંગ દ્વારા કરવામાં આવી હતી.
લક્ષ્મી વિલાસ પેલેસ પ્રખ્યાત: ભવ્ય સ્થાપત્ય અને કલાકૃતિઓનો વિશાળ સંગ્રહ.
સ્થાન: ગેટ નંબર 2, લક્ષ્મી વિલાસ પેલેસ એસ્ટેટ, જેએનમાર્ગ, વડોદરા, ગુજરાત 390001
સમય: બુધવારથી સોમવાર – સવારે 9.30 થી સાંજે 5 વાગ્યા સુધી; મંગળવારે બંધ.
પ્રવેશ ફી: વ્યક્તિ દીઠ INR 200
મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમ
વિશાળ લક્ષ્મી વિલાસ પેલેસ એસ્ટેટની અંદર આવેલું, મ્યુઝિયમ પ્રતિષ્ઠિત મરાઠા પરિવારની કલાકૃતિઓનું પ્રદર્શન કરે છે. ગુજરાત રાજ્યના વડોદરા શહેરના રાજમહેલ વિસ્તારમાં લક્ષ્મી વિલાસ મહેલના પ્રાંગણમાં મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમ આવેલો છે. આ મ્યુઝિયમમાં ભારતીય, ગ્રીક, રોમન ચાઈનીઝ, જાપાનના ચિત્રકલાના પ્રાચીન નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. આ કળાનો મોટાભાગનો ભાગ મહારાજાએ પોતે જ રચ્યો હતો. અહીં જુદા જુદા દેશોની કલાકૃતિઓ બે માળ પર ફેલાયેલી છે અને બહારના બગીચામાં રાજકુમાર માટે સંપૂર્ણ રીતે કાર્યરત રમકડાની ટ્રેન (વિશ્વનું સૌથી નાનું એન્જિન) તમારા સમય માટે યોગ્ય છે.
આ મ્યુઝિયમમાં વડોદરા શહેરના પુર્વકાલિન મહારાજા તેમજ શાહી પરિવાર દ્વારા બહોળા પ્રમાણમાં એકત્ર કરવામાં આવેલ છે. વિવિધ કલાના ઉત્તમ નમુના અહી સંગ્રહિત કરવામાં આવેલ છે. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં ફક્ત ભારતીય કલાના નહિ, પરંતુ ચાઇનીઝ, જાપાનીઝ, રોમન વગેરે સંસ્કૃતિના પણ માહીર કલાકારોની કલાકૃતિ સાચવવામાં આવેલ છે. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમને જાહેર જનતા નજીવા શુલ્કની ચુકવણી કરી જોઈ શકે છે.
સયાજી બાગ પ્રાણીસંગ્રહાલય
સયાજી બાગ બરોડા મ્યુઝિયમ, સયાજી બાગ વડોદરા શહેર આ લીલાછમ બગીચાઓ માટે જાણીતું છે. જેમાં 90 થી વધુ જાહેર બગીચાઓ ધરાવતું વડોદરા શહેર છે. તેમાં આવેલા સયાજી બાગને “કમાટીબાગ” નામે પણ દેશ વિદેશમાં સૌથી વધુ જાણીતું છે. આ કમાટી બાગમાં ઘણા જોવાલાયક સ્મારકો અને પ્રતિમાઓ છે. જેમ કે, બેન્ડસ્ટેન્ડ, વ્હાઇટ હાઉસ, બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી, પ્રાણી સંગ્રહાલય, ક્લોક, જોય ટ્રેન, એક્વેરિયમ, પ્લેનેટોરિયમ, ચિડિયાઘર, વગેરે. અહીં, આકર્ષણરૂપ બગીચો ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરના સંસ્મરણોને પણ સાચવી રહ્યો છે.
45 હેક્ટર જમીનમાં ફેલાયેલા આ બગીચાને વડોદરાના મહાન મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. વડોદરાના પ્રખ્યાત જોવાલાયક સ્થળોમાંના એક ગણાતા આ પાર્કમાં 98 પ્રકારના વૃક્ષો, બે મ્યુઝિયમ, એક પ્રાણી સંગ્રહાલય, એક પ્લેનેટોરિયમ, એક ફૂલ ઘડિયાળ, બાળકો માટે (સયાજી એક્સપ્રેસ) જોય ટ્રેન અને માછલી ઘર આવેલું છે.
આ સયાજી બાગ વડોદરા શહેરમાં રેલ્વે મથકથી પૂર્વ દિશામાં જતાં કાલાઘોડા સર્કલ પાસે આવેલો છે. એક ખૂબ જ મોટો તેમજ જુનામાં જુનો આ બગીચો છે. આ સયાજી બાગ વિશ્વામિત્રી નદીને કિનારે આશરે ૧૧૩ એકર જમીનમાં ફેલાયેલ છે. આ સયાજી બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯ની સાલમાં બનાવ્યો હતો.
બગીચો: બધા દિવસો – સવારે 9:30 થી સાંજે 6 વાગ્યા સુધી
મ્યુઝિયમ અને ફોટો ગેલેરી: બધા દિવસો – 10:30 AM થી 5 PM
તારામંડળ: સાંજે 4 PM થી 4:30 PM (ગુજરાતી), સાંજે 5 PM થી 5:30 PM (અંગ્રેજી), અને સાંજે 6 PM થી 6:30 PM (હિન્દી)
ઇએમઇ મંદિર – દક્ષિણામૂર્તિ મંદિર
આપણા વડોદરામાં નોંધપાત્ર સમકાલીન સ્થાપત્ય દ્વારા વર્ગીકૃત થયેલ શહેર, EME મંદિર એ વડોદરાના પ્રવાસન સ્થળોનું ગૌરવ છે. સર્વોચ્ચ શિક્ષક તરીકે શિવના સ્વરૂપ ભગવાન દક્ષિણામૂર્તિને આ સમર્પિત છે, આ મંદિર લશ્કરી સ્થાપત્ય દર્શાવે છે. આ મંદિરની એલ્યુમિનિયમ ઇમારત એક બગીચાથી ઘેરાયેલી છે, જેમાં 6ઠ્ઠીથી 16મી સદીના સમયગાળાની 106 પ્રાચીન મૂર્તિઓનો સમૃદ્ધ સંગ્રહ છે.
પ્રખ્યાત: પ્રાચીન સ્થાપત્ય
સ્થાન: મંદિર માર્ગ, ફતેહગંજ, વડોદરા, ગુજરાત 390002
સમય: સોમવારથી શનિવાર – સવારે 6.30 થી સાંજે 8.30 સુધી
કિર્તી મંદિર
વડોદરામાં વિશ્વામિત્રી બ્રિજ પાસે સ્થિત, કીર્તિ મંદિર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પરિવારના સભ્યોની યાદમાં બનાવ્યું હતું અને તેમના વહીવટની ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરવા માટે બનાવવામાં આવ્યું હતું. અહીં બાલ્કનીઓ, ડોમ્સ અને ટેરેસ ધરાવતી, ગુજરાતની આ પ્રખ્યાત સાઇટની મુલાકાત ઘણા પ્રવાસીઓ દ્વારા લેવામાં આવે છે. જેઓ અહીં પ્રદર્શિત આર્કિટેક્ચરનું ભવ્ય કાર્ય જોવા માટે આવે છે. કિર્તી મંદિર વડોદરામાં ફરવા માટેનું પ્રખ્યાત સ્થળ છે.
પ્રખ્યાત: ઐતિહાસિક મહત્વ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ 3ના પરિવારના સભ્યોની યાદમાં બાંધવામાં આવ્યું.
સ્થાન: કીર્તિ મંદિર, કોઠી રોડ, ડાક બંગલો, સયાજીગંજ, વડોદરા, ગુજરાત 390001
સમય: સવારે 10 થી સાંજે 6
ઇસ્કોન મંદિર
આ સમગ્ર ભારતમાં ફેલાયેલા ઈસ્કોન મંદિરો વિશે તમે સાંભળ્યું જ હશે. ઠીક છે, તમને વડોદરામાં પણ આ એક મંદિર જોવા મળશે. જે તેની ભવ્ય રચનાને કારણે વિશાળ વિસ્તારને આવરી લે છે. આ મંદિરની શોધખોળ કરતી વખતે, તમે જોશો કે મંદિરની અંદરની બાજુ પરંપરાગત કલાથી શણગારવામાં આવી છે. વડોદરાના આ મંદિરની મુલાકાત લીધા પછી, તમે ગોવિંદાના સ્વાદિષ્ટ, શાકાહારી ભોજનનો સ્વાદ માણી શકો છો.
આ માટે પ્રખ્યાત: જાજરમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મંત્રમુગ્ધ કરનાર આંતરિક.
સ્થાન: હરે કૃષ્ણ ભૂમિ, ચાર રસ્તા, હરિનગર પાસે, પાણીની ટાંકીની સામે, હરિ નગર, વડોદરા, ગુજરાત 390021
સમય: 24 કલાક ખુલ્લું.
માંડવી ગેટ
માંડવી ગેટનું વડોદરા માટે મોગલ કાળથી ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં, એવું માનવામાં આવે છે કે આ દરવાજા પર વેપારીઓ પાસેથી પહેલાના સમયમાં ટોલ વસૂલવામાં આવતો હતો. આ દરવાજો શહેરની મધ્યમાં સ્થિત છે અને તે તહેવારો પર રોશનીથી ઝળહળી ઉઠે છે. જે સ્થાપત્યની સુંદરતામાં વધારો કરે છે. જો તમે આ સ્થળે રજાઓ ગાળવાનું આયોજન કરી રહ્યા હોવ તો ખાતરી કરો કે તમે તમારા પ્રવાસ કાર્યક્રમમાં માંડવી ગેટનો પણ સમાવેશ કરશો, કારણ કે તે વડોદરાના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક છે.
પ્રખ્યાત: મુઘલ કાળથી ઐતિહાસિક મહત્વ.
સ્થાન: માંડવી સર્કલ, સુલેમાની પોલ, માંડવી, વડોદરા, ગુજરાત 390001
સમય: સવારે 10 થી સાંજના 10 વાગ્યા સુધી.
સુરસાગર
આ વડોદરા શહેરની મધ્યમાં આવેલું છે, સુરસાગર તળાવ ઉનાળામાં વડોદરા નજીક ફરવા માટેના લોકપ્રિય સ્થળોમાંનું એક ગણાય છે, કારણ કે તે ગરમ હવામાનમાંથી સંપૂર્ણ રાહત આપે છે. ચાંદની રાતોમાં લોકો દ્વારા બોટિંગનો આનંદ માણી શકાય છે, અને તમારા પ્રિયજનો સાથે આરામદાયક સાંજનો આનંદ પણ માણી શકાય છે. 18મી સદીમાં પત્થરના કાંઠા પર બનેલ અને સ્થપાયેલ આ તળાવ આખું વર્ષ પાણીથી ભરેલું રહે છે.
સુરસાગરમાં સુવર્ણ મઢીત સર્વેશ્વર મહાદેવની શિવજીની પ્રતિમા છે. જે 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સુવર્ણ મઢીત કરવામાં આવી છે.
આ માટે પ્રખ્યાત: ચાંદનીમાં નૌકાવિહાર.
સ્થાન: શહેરનું કેન્દ્ર, વડોદરા, ભારત.
સમય: 8:00 AM થી 9:00 PM
પ્રવેશ ફી: વ્યક્તિ દીઠ INR 20
મકરપુરા પેલેસ
મકરપુરા પેલેસ ઉનાળામાં વડોદરામાં ફરવા માટેનું એક આદર્શ સ્થળ છે. આ મહેલ શરૂઆતમાં 1870માં ગાયકવાડ માટે “સમર પેલેસ” તરીકે સેવા આપવાના હેતુ સાથે બાંધવામાં આવ્યો હતો. અહી સ્થાપત્યના ઇટાલિયન સ્પર્શ સાથે, તેનું નિર્માણ થયાના વર્ષો પછી તેનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું. જો કે, આ પેલેસ હવે તાલીમ શાળા તરીકે સેવા આપે છે અને ભારતીય વાયુસેના દ્વારા ચલાવવામાં આવે છે.
પ્રખ્યાત: ઇટાલિયન શૈલી આર્કિટેક્ચર.
સ્થાન: પાણીગેટ રોડ, છીપવાડ, વડોદરા, ગુજરાત 390006
સમય: બધા દિવસો – સવારે 9 થી સાંજે 6
પ્રવેશ ફી: વ્યક્તિ દીઠ INR 125
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા
આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી *મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી* પહેલા “બરોડા વિશ્વવિદ્યાલય” તરીકે પ્રખ્યાત છે. મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. જેમાં અનેક પ્રકારના અલગ અલગ કોર્સ થાય છે. જે મહારાજા ગાયકવાડે તેમના સમયમાં અંગ્રજી માધ્યમમાં આ યુનિવર્સિટીની શુરુઆત કરી હતી.
આ યુનિવર્સિટી 275 એકર જમીન પર બાંધવામાં આવી છે, અને તેમાં કલા, વાણિજ્ય, શિક્ષણ અને મનોવિજ્ઞાન, કુટુંબ અને સમુદાય વિજ્ઞાન, લલિત કલા, પત્રકારત્વ અને સંદેશાવ્યવહાર, કાયદો, વ્યવસ્થાપન અભ્યાસ, દવા, પફોર્મિંગ આર્ટ્સ, વિજ્ઞાન, સામાજિક કાર્ય સહિત 14 ફેકલ્ટીનો સમાવેશ થાય છે. તેમાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજ પણ છે.
ગુજરાતીમાં મુદ્રાલેખ – સત્યમ્ શિવમ્ સુંદરમ્
સ્થાપના – ૧૮૮૧
સ્થાન – વડોદરા, ભારત
અકોટા બ્રિજ
વડોદરા શહેરમાં ગુજરાતનો પ્રથમ ઓવર બ્રિજ “રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ” અકોટા-દાંડિયા બજાર પૂલ (Akota Dandia Bazar bridge) ઉપર કાર્યરત છે. આ સોલર પાવર પ્લાન્ટે નવ મહિનામાં જ રૂ. 50 લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કર્યું છે. અકોટા બ્રિજ ઉપર લગાવેલી સોલાર પેનલે નવ માસ દરમિયાન કૂલ 7,92,000 યુનિટ ઊર્જા ઉત્પન્ન કરી છે.
ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ વીજળીની સંકલ્પનાને સાકાર કરતા અકોટા-દાંડિયા બજાર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટમાં ‘આમ કે આમ ઔર ગુટલી ઓ કે ભી દામ’ કહેવત જેવો આ ફાયદો થયો છે.
આજવા ગાર્ડન
આજવા ગાર્ડનને ટુરિસ્ટ સ્થળ તરીકે વધુ સારી રીતે વિકસાવવા માટે રાજય સરકારે પહેલ કરી છે અને તેના માટે પ્લાન પણ તૈયાર કરાવ્યો છે. સંસ્કારી નગરી વડોદરાની આગવી ઓળખમાં આજવા ગાર્ડનનુ અનેરુ મહત્વ છે. આજવા ખાતે આજવા જળાશયના પ્રાંગણમાં 70 એકર જમીનમાં આજવા ગાર્ડન બનાવાયું હતું. આજવા ખાતે વર્ષે 5 લાખથી વધુ સહેલાણીઓ ત્યાં મુલાકાત લઈ શકે છે અને ત્યાં ડાન્સીંગ ફુવારા એક આકર્ષણનુ મુખ્ય કેન્દ્ર છે. આ સ્થિતિમાં, આજવા ગાર્ડનમા થીમ પાર્ક અને એન્ટર-ટેઇનમેન્ટ ઝોન એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. આજવા ગાર્ડનમાં ફુવારા, બાળકો માટે રમતગમતના સાધનો, રાઇડસ, લેસર શો સહિતના આકર્ષણના કેન્દ્રો પણ ઉભા કરેલા છે.
આજવા સરોવર જેનું 132મુ વર્ષ ચાલી રહ્યું છે, એવુ આ આજવા સરોવર, જે એક સમયે આખું વડોદરું એના પાણીથી તરસ છીપાવતું હતું. આ આજવા સરોવરમાં 62 દરવાજા આવેલા છે. આ દરવાજા 211 ફૂટની ઊંચાઈ સુધી ચોમાસાં પહેલા સ્થિર કરી દેવામાં છે. આ તળાવમાંથી હજુ આજે પણ નગરજનોને પાણીનો પુરવઠો મળે છે. મહારાજા સયાજીરાવ તો આજે જીવંત નથી, પરંતુ તેઓની દીર્ઘ દ્રષ્ટિથી બનેલું તળાવ હજુ આજે તેમની સ્મૃતિને જીવંત રાખી રહ્યું છે. આજવા સરોવરની સાથે આજવા નિમેટા ગાર્ડન પણ આવેલો છે. જે પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે.
4 thoughts on “વડોદરામાં જોવાલાયક સ્થળો | Place To Visit In Vadodara”