14 એપ્રિલ આંબેડકર જયંતિ | 14th April Ambedkar Jayanti

14 એપ્રિલ આંબેડકર જયંતિ

બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે 14મી એપ્રિલે આપણા સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર કે જેઓ પૂરા દેશમાં “બાબાસાહેબ આંબેડકર” તરીકે પણ ઓળખાય છે. ડો આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ થયો હતો. આપણા ભારત દેશમાં તેમની મહેનત અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણા સૌ દ્વારા દર વર્ષે 14મી એપ્રિલને આંબેડકર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

Table of Contents

14 એપ્રિલ આંબેડકર જયંતિ અને પરિચય 

ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. આ 14 એપ્રિલ, 2024 સે તેમની 133 મી જન્મજયંતિ છે. આંબેડકરના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ડો.આંબેડકર બાળપણથી ખૂબ જ ગુણવાન અને બુદ્ધિમાન હતા. ડો.ભીમરાવ આંબેડકરને નીચ જ્ઞાતિના ભેદભાવના કારણે ઘણુ બધુ સહન કરવુ પડ્યુ હતુ. શાળામાં તેમને સમાન હક મળતો ન હતો, તેમને વર્ગની બહાર ઉભા રહીને ભણવું પડતું હતું, ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ પણ આભડછેટ રાખતા હતા અને તેમની પાસે કે સાથે બેસવું ખરાબ માનતા હતા. એટલુ જ નહીં, ભીમરાવ આંબેડકરને શાળામાં પાણી પીવાનો પણ અધિકાર ન હતો. આવા પોતાના કડવા અનુભવોએ ડૉ. આંબેડકરના બાળ મન પર ઊંડી અસર છોડી હતી. ભીમરાવ આંબેડકરને નીચી જાતિના હોવાને કારણે ઘણું બધુ સહન કરવું પડ્યુ હતું. પરંતુ, ભીમરાવ આંબેડકરે ક્યારેય પોતે હાર ન માની હતી અને તે પોતાનું લક્ષ્ય હાસીલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. ડૉ.આંબેડકરના બાળ લગ્ન થયા હતા. સન એપ્રિલ,1906 માં જ્યારે ડૉ. ભીમ રાવ આંબેડકરની ઉંમર 15 વર્ષની હતી, ત્યારે તેમના લગ્ન રમાબાઈ સાથે થયા હતા. ત્યારે રમાબાઈની ઉંમર માત્ર 9 વર્ષની જ હતી.

ડો.આંબેડકરના પિતા એક સૈનિક હતા. તેમના પિતાજી 1894માં નિવૃત્ત થયા અને બે વર્ષ પછી ડૉ. આંબેડકરની માતાનું પણ અવસાન થયું હતું. આ સ્થિતિમાં બાળકોની સાર-સંભાળની સમસ્યા ઊભી થઈ, ડો આંબેડકર અને તેમના ભાઈ બહેનની સંભાળ પછી તેમની કાકીએ તમામ બાળકોની સંભાળ લીધી હતી.જો કે આ સમય દરમિયાન રામજી સકપાલના ત્રણ પુત્રો બલરામ, આનંદરાવ અને ભીમરાવના અને બે પુત્રીઓ મંજુલા અને તુલસા પણ આ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થયા હતા. હવે, આ બધા જ તેમના ભાઈઓ અને બહેનોમાં માત્ર ડૉ. આંબેડકર જ શાળામાં શિક્ષણ મેળવી શક્યા હતા.

ડો. આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ એ 14 એપ્રિલે ભારતીય નાગરિક અધિકાર કાર્યકર્તા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં મનાવવામાં આવતો વાર્ષિક તહેવાર છે. ડો. આંબેડકરે જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો, તેથી તેમના જન્મદિવસને ભારતમાં ‘સમાનતા દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ દિવસને “આંતરરાષ્ટ્રીય સમાનતા દિવસ” તરીકે જાહેર કરવાની માંગ સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવી છે.

14 એપ્રિલ આંબેડકર જયંતિ

આંબેડકર જયંતિનો ઈતિહાસ

જનાર્દન સદાશિવ રણપિસે આંબેડકરના પ્રખર અનુયાયી અને સામાજિક કાર્યકર હતા. તેમણે સૌ પ્રથમ પૂણેમાં 14 એપ્રિલ, 1928ના રોજ પ્રથમ વખત ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી હતી. તેમણે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરી હતી અને ત્યારથી આપણા ભારત દેશમાં દર વર્ષે 14 મી એપ્રિલે આંબેડકર જયંતિની જાહેર રજા હોય છે.

આંબેડકરનું સંઘર્ષોથી ભરેલું જીવન

ડો. ભીમરાવ આંબેડકરનું પોતાનું સમગ્ર જીવન સંઘર્ષમય રહ્યું હતું. આપણા ભારત દેશની આઝાદી પછી તેમણે પોતાના દેશના બંધારણના નિર્માણમાં પોતે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. ભીમરાવ આંબેડકર જીવનભર કમજોર, ગરીબ, દલિત અને પછાત લોકોના અધિકારો માટે લડ્યા હતા.

ડો. ભીમરાવ આંબેડકર એક રાજકારણી, અર્થશાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક અને સમાજ સુધારક હતા. આંબેડકરે જાતિ પ્રથાની નાબૂદી સામે અવાજ ઉઠાવ્યો હતો અને દલિત સમુદાયના લોકોના અધિકારો માટે લડ્યા હતા. ડૉ. આંબેડકર શિક્ષણ દ્વારા સમાજના કમજોર, મજદૂર અને મહિલા વર્ગને સશક્ત બનાવવા માંગતા હતા.

આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો

ડો. આંબેડકરે 14 ઓક્ટોબર 1956 ના રોજ નાગપુર શહેરમાં તેમના હજારો સમર્થકો સાથે ઔપચારિક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ડૉ. આંબેડકરે બૌદ્ધ સાધુ પાસેથી ત્રણ રત્નોની પરંપરાગત પદ્ધતિ અને પંચશીલ સિદ્ધાંત અપનાવીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

ડો. ભીમરાવ આંબેડકર બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. 1950 માં, ભીમરાવ આંબેડકર એક બૌદ્ધ પરિષદમાં ભાગ લેવા માટે શ્રીલંકા ગયા હતા. જ્યાં તેઓ બૌદ્ધ ધર્મના વિચારોથી એટલા પ્રભાવિત થયા કે તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું અને પોતાને બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત કર્યાં હતા, આ પછી તે ભારત પાછો ફર્યા હતા.

Read more

ડૉ. બાબાસાહેબ આંબેડકરનું યોગદાન

ભારત રત્ન ડૉ.ભીમરાવ આંબેડકરે તેમના 65 વર્ષના જીવનમાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક, ધાર્મિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, ઔદ્યોગિક, બંધારણીય અને વિવિધ ક્ષેત્રોમાં અનેક કાર્યો કરીને આપણા રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય ફાળો ભજવ્યો, અનોખું યોગદાન આપ્યું હતું.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુસ્તકો

પ્રથમ પ્રકાશિત લેખમાં : ભારતમાં જાતિઓ: તેમની પદ્ધતિ, ઉત્પત્તિ અને વિકાસ

બ્રિટિશ ભારતમાં પ્રાંતીય નાણાંકીય વિકાસ

જાતિનો નાશ

શુદ્રો કોણ હતા?

અસ્પૃશ્યતા: અસ્પૃશ્યતાની ઉત્પત્તિ પર થીસીસ

પાકિસ્તાન પર વિચારો

બુદ્ધ અને તેમનો ધર્મ

બુદ્ધ અથવા કાર્લ માર્ક્સ

ડૉ. બાબાસાહેબ આંબેડકર માહિતી

ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ આપણા ભારત દેશના મધ્ય પ્રદેશમાં થયો હતો. બાબાસાહેબનો જન્મ 14મી એપ્રિલ, 1891ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોર નજીક આવેલા મહુ ગામ ખાતે રામજી માલોજી સકપાલ અને ભીમાબાઈને ત્યાં થયો હતો. જ્યારે આંબેડકરનો જન્મ થયો ત્યારે તેમના પિતા ભારતીય સેનામાં સુબેદાર હતા અને ઈન્દોરમાં પોસ્ટેડ હતા. તેથી તેઓ ઇન્દોર કામ કરતા હતા. 1894 માં 3 વર્ષ પછી, તેમના પિતા રામજી માલોજી સકપાલ નિવૃત્ત થયા હતા અને સમગ્ર પરિવાર મહારાષ્ટ્રના સતામાં સિફ્ટ થયો હતો. ભીમરાવ આંબેડકર તેમના માતા-પિતાના 14મા અને છેલ્લા સંતાન હતા. તે તેમના પરિવારનો સૌથી નાનો સભ્ય હોવાને કારણે તે બધાને પ્રિય હતો.

ભીમરાવ આંબેડકર મહારાષ્ટ્રના એક પરિવારથી હતા અને તેમનું મૂળ વતન રત્નાગિરી જિલ્લામાં આંબવાડે છે, મહાર જાતિના હોવાના કારણે તેમની સાથે સામાજિક અને આર્થિક રીતે ભેદભાવ કરવામાં આવ્યો હતો. પરંતુ, દલિત હોવાને કારણે તેમને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તમામ મુશ્કેલીને પાર કરીને વિશ્વ સમક્ષ પોતાની જાતને સાબિત કરી બતાવી હતી.

ડૉ. બાબાસાહેબ આંબેડકરનું શિક્ષણ

બાબાસાહેબ આંબેડકરના પિતા સૈન્યમાં હોવાથી તેમને તેમના બાળકો માટે શિક્ષણના વિશેષ અધિકારનો લાભ મળ્યો હતો. પરંતુ, તે દલિત જાતિના હોવાને કારણે તેમણે શાળામાં જાતિના ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. શાળાના છાપરાશીઓ તેમને હાથ પર પાણી રેડીને પીવાડાવતા હતા. જો છાપરાશી રજા પર હોય તો આ બાળકોને તે દિવસે પાણી પણ પીવા દેવામાં આવતું ન હતું. આ બધા અન્યાય સહન કરવા છતાં બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના વિદ્વાન બન્યા હતા. બાબાસાહેબે તેમનું પ્રાથમિક શિક્ષણ દાપોલીમાં મેળવ્યું હતું અને ત્યાર બાદ મુંબઈની એલ્ફનિસ્ટન હાઈસ્કૂલમાં જોડાયા હતા. આ પ્રકારનું શિક્ષણ મેળવનાર આંબેડકર પ્રથમ દલિત સમાજની વ્યક્તિ બન્યા હતા. તેમણે 1907માં મેટ્રિકની ડિગ્રી મેળવી હતી. બાબાસાહેબે બરોડા નરેશ સયાજી રાવ ગાયકવાડની ફેલોશિપ મેળવ્યા પછી તેમનું આગળનું શિક્ષણ ચાલુ રાખ્યું હતું.

બાબાસાહેબ આંબેડકરને નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ રસ હતો. તેમજ તેઓ તેજસ્વી અને તીક્ષ્ણ મનના વિદ્યાર્થી હતા, તેથી તેઓ દરેક પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થયા હતા. 1908માં ડૉ. ભીમરાવ આંબેડકરે એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ લઈને ફરી ઈતિહાસ રચ્યો હતો. ઉચ્ચ શિક્ષણ માટે કોલેજમાં પ્રવેશ લેનાર તેઓ પ્રથમ દલિત સમાજની વ્યક્તિ બન્યા હતા. તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી 1912માં ડિગ્રીની પરીક્ષા પાસ કરી. સંસ્કૃત શીખવાનો વિરોધ હોવાથી તેઓ ફારસીમાંથી પાસ થયા. તેમણે કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનની ડિગ્રી સાથે સ્નાતક થયા.

કોલંબિયા યુનિવર્સિટી

વર્ષ 1915 માં, આંબેડકરએ કોલંબિયા યુનિવર્સિટી, યુએસએમાંથી સમાજશાસ્ત્ર, ઇતિહાસ, તત્વજ્ઞાન, માનવશાસ્ત્ર સાથે અર્થશાસ્ત્રમાં તેમની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આ પછી તેમણે ‘કોમર્સ ઓફ એન્સિયન્ટ ઈન્ડિયા’ પર સંશોધન કર્યું હતું. 1916માં આંબેડકરે અમેરિકાની “કોલંબિયા યુનિવર્સિટી”માંથી પીએચ.ડી. કરી હતી. તેમના થીસીસનો વિષય હતો ‘બ્રિટિશ ભારતમાં પ્રાંતીય નાણાંનું વિકેન્દ્રીકરણ’.

લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ

1921માં, તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી માસ્ટર ડિગ્રી મેળવી અને બે વર્ષ પછી D.Scની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ડો. ભીમરાવ આંબેડકરએ જર્મનીની યુનિવર્સિટી ઓફ બોન ખાતે અભ્યાસ કરવામાં થોડો સમય વિતાવ્યો હતો. 1927માં તેમણે અર્થશાસ્ત્રમાં D.Sc કર્યું હતું. પોતે કાયદાનો અભ્યાસ કર્યા પછી, તેમણે બ્રિટિશ બારમાં બેરિસ્ટર તરીકે કામ કર્યું હતું. 8 જૂન, 1927ના રોજ તેમને કોલંબિયા યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.

Read more

દલિત ચળવળ

ડો. આંબેડકરે ભારત પાછા ફર્યા પછી, બાબાસાહેબે જાતિના ભેદભાવ સામે લડવાનું નક્કી કર્યું હતું. જેના કારણે તેમને ઘણી વખત અપમાન, અનાદરનો સામનો કરવો પડ્યો હતો અને તેમના જીવનમાં ઘણી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આંબેડકરે પોતે જોયું કે કેવી રીતે અસ્પૃશ્યતા અને જાતિ ભેદભાવ સર્વત્ર ભારત દેશમાં ફેલાય છે, આ માનસિકતાએ વધુ હિંસક સ્વરૂપ લીધું હતું. આંબેડકરે આ બધાને દેશની બહાર ભગાડવાનું પોતાનું કર્તવ્ય માન્યું હતું અને તેની સામે આંદોલન કૂચ શરૂ કરી હતી.

1919માં, ભારત સરકારનો અધિનિયમ તૈયાર કરતી વખતે, ડો. આંબેડકરે ‘સાઉથબરો કમિટી’ સમક્ષ કહ્યું હતું કે અસ્પૃશ્યો અને અન્ય સમુદાયો માટે અલગ ચૂંટણીની પ્રણાલી હોવી જોઈએ.

1927 દરમિયાન, ડૉ. આંબેડકરે અસ્પૃશ્યતાની નાબૂદી અને જાતિના ભેદભાવની સંપૂર્ણ નાબૂદી માટે સક્રિયપણે કામ કર્યું હતું. આ માટે તેમણે હિંસાનો આશરો લીધા વિના મહાત્મા ગાંધીના પગલે ચાલ્યા અને દલિતોના અધિકારો માટે લડ્યા હતા, તેમજ સંપૂર્ણ ચળવળ શરૂ કરી.

આ દરમિયાન તેમણે દલિતોના અધિકારો માટે લડત ચલાવી હતી. આ વિરોધ દરમિયાન, તેઓએ માંગ કરી હતી કે જાહેર પાણીના સ્ત્રોત બધા લોકો માટે ખોલવા જોઈએ અને મંદિરોમાં પ્રવેશ દરેક જાતિના માણસો તેમજ તમામ જાતિના લોકો માટે ખુલ્લો હોવો જોઈએ.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુરસ્કારો

ડૉ. ભીમરાવ આંબેડકરનું સ્મારક દિલ્હીમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ પર જાહેર રજા જાહેર કરવામાં આવી છે.

1990 માં, તેમને મરણોત્તર ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

ડો. આંબેડકરના માનમાં ઘણી જાહેર સંસ્થાઓનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. હૈદરાબાદ, આંધ્રપ્રદેશમાં ડો. આંબેડકર ઓપન યુનિવર્સિટીની જેમ બીજું નામ બી.આર. આંબેડકર બિહાર યુનિવર્સિટી મુઝફ્ફરપુર.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ નાગપુરમાં આવેલું છે, જે અગાઉ સોનેગાંવ એરપોર્ટ તરીકે ઓળખાતું હતું.

ભારતીય સંસદ ભવનમાં આંબેડકરનું ભવ્ય અધિકૃત ચિત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરની રાજકીય કારકિર્દી

ડૉ. ભીમરાવ આંબેડકરે 1936માં સ્વતંત્ર લેબર પાર્ટીની રચના કરી હતી અને 1937માં કેન્દ્રીય વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીએ 15 જેટલી બેઠકો જીતી હતી. ડો. આંબેડકરે તેમનું પુસ્તક ‘ધ એનિહિલેશન ઓફ કાસ્ટ’ પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમણે હિંદુ રૂઢિચુસ્ત નેતાઓ અને દેશમાં પ્રવર્તતી જાતિ વ્યવસ્થાની આકરી ટીકા કરી હતી.

15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદીની સાથે ડૉ. આંબેડકરે તેમની સ્વતંત્ર મજૂર પાર્ટીને “અખિલ ભારતીય સમાજ” ‘અનુસૂચિત જાતિ પાર્ટી’ માં પરિવર્તિત કરી હતી. ડૉ. આંબેડકરે ભારતની 1946ની બંધારણ સભાની ચૂંટણીમાં આંબેડકરની પાર્ટીએ સારો દેખાવ કર્યો ન હતો.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતનું બંધારણ ઘડ્યું હતું

ડો. બાબાસાહેબ આંબેડકરની બંધારણ ઘડતરની ચળવળનો મુખ્ય હેતુ દલિત સમાજનો જાતિભેદ અને અસ્પૃશ્યતા નિવારણને જડમૂળથી નાબૂદ કરવાનો હતો. તેમજ દલિત સમાજના તમામ લોકોને સમાન અધિકારો આપવા સાથે અસ્પૃશ્યતા મુક્ત સમાજનું નિર્માણ કરીને સમાજમાં ક્રાંતિ લાવવાનો હતો.

29 ઓગસ્ટ 1947ના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરને બંધારણ મુદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આંબેડકરે સમાજના તમામ વર્ગો વચ્ચે સમાંતર સેતુ બનાવવા પર ભાર મૂક્યો હતો. આંબેડકરના મતે જો આપણા ભારત દેશમાં વિવિધ સમાજના વર્ગો વચ્ચેના મતભેદ ઓછા નહીં થાય, તો દેશની એકતા જાળવી રાખવી ખૂબ જ મુશ્કેલ બની જશે. આ ઉપરાંત, આંબેડકરે ધાર્મિક, લિંગ અને જાતિની સમાનતા પર પણ ખૂબ ભાર મૂક્યો હતો.

ડૉ. ભીમરાવ આંબેડકર શિક્ષણ, સરકારી નોકરીઓ, નાગરિકતાની સેવાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત દાખલ કરવા માટે વિધાનસભાનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા હતા.

આપણા ભારતના બંધારણે ભારતના તમામ નાગરિકોને ધર્મની સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે.

અસ્પૃશ્યતા નિવારણને જડમૂળથી દૂર કરવી.

સશક્ત મહિલાઓ.

સમાજના વિવિધ વર્ગો વચ્ચે વધતા મતભેદને દૂર કરવા.

ડૉ.ભીમરાવ આંબેડકરે 26મી નવેમ્બર 1949ના રોજ લગભગ 2 વર્ષ 11 મહિના અને 7 દિવસના પોતાના અથાક પરિશ્રમથી સમાનતા, સમાજમાં બંધુત્વ અને માનવતા પર આધારિત ભારતીય બંધારણ તૈયાર કર્યું હતું. ત્યાર બાદ, તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને દેશના તમામ નાગરિકોને સોંપવાથી, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દરેક વ્યક્તિની સ્વાભિમાની જીવનશૈલીએ ભારતીય સંસ્કૃતિનો મહિમા કર્યો હતો.

આંબેડકર જયંતિનું મહત્વ

આંબેડકર જયંતિનું મહત્વ એટલા માટે પણ વિશેષ માનવામાં આવ્યું છે કારણ કે તે જાતિ આધારિત દલિત લોકો માટે કરેલા કાર્યો તરફ ધ્યાન દોરે છે. જે આઝાદીના 76 વર્ષ પછી પણ આપણા સમાજમાં અત્યારે પણ થોડું ઘણું યથાવત રહ્યું છે. આ આંબેડકર જયંતિના દિવસની ઉજવણી કરીને આપણે દલિતો અને ભણતરથી વંચિત લોકોના ઉત્થાનમાં ડો. બાબાસાહેબ આંબેડકરના યોગદાનને યાદ કરીએ છીએ. ડો. આંબેડકરે ભારતીય બંધારણનો મુદ્દો તૈયાર કર્યો હતો. જે દરેક જાતિ, ધર્મ, સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે. આંબેડકરે અસ્પૃશ્યતા નિવારણનો વિરોધ કરી તેના મૂળભૂત અધિકારો અને શિક્ષણને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય સંસ્થા, બહુષ્કૃત હિતકારિણી સભાની રચના કરી હતી. ડૉ. આંબેડકરે દલિત લોકોને જાહેર પીવાના પાણીનો પુરવઠો અને હિંદુ મંદિરોમાં પ્રવેશવાનો અધિકાર આપવા માટે આંદોલન પણ કર્યુ હતું.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના ખાસ તથ્યો

ડૉ. આંબેડકરની સાચી અટક આંબાવડેકર હતી, પરંતુ તેમના શિક્ષક મહાદેવ આંબેડકર, જેમના હૃદયમાં ભીમરાવ પ્રત્યે વિશેષ સ્થાન હતું, શિક્ષકે શાળાના રેકોર્ડમાં તેમનું નામ આંબાવડેકરની જગ્યાએ “આંબેડકર” રાખ્યું હતું.

ડૉ. ભીમરાવ આંબેડકર કુલ 9 ભાષાઓ જાણતા હતા અને 21 વર્ષની ઉંમરે તમામ ધર્મોનો અભ્યાસ કર્યો હતો.

ડો. આંબેડકર પાસે કુલ 32 ડિગ્રી હતી, તેઓ વિદેશમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય નાગરિક બન્યા હતા.

ડો. આંબેડકર વ્યવસાયે વકીલ હતા. 2 વર્ષ સુધી મુંબઈમાં તેમણે લો કોલેજના પ્રિન્સિપાલનું પદ પણ સંભાળ્યું હતું.

ડૉ. ભીમરાવ આંબેડકર ભારતીય બંધારણની કલમ 370 વિરુદ્ધ હતા.

ડો. બાબાસાહેબે વિદેશમાં અર્થશાસ્ત્રમાં ‘ડોક્ટરેટ’ ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય નાગરિક હતા.

ડૉ. આંબેડકર પાસે ભારતીય તિરંગામાં અશોક ચક્ર મૂકવાનો શ્રેય પણ તેમને જાય છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે મહિલા મજૂર વર્ગ માટે માતૃત્વ લાભ, મહિલા મજૂર કલ્યાણ ભંડોળ, મહિલા અને બાળક, શ્રમ સંરક્ષણ અધિનિયમ જેવા કાયદાઓ બનાવ્યા હતા.

ડો. આંબેડકરે 1956માં પોતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. તેઓ હિન્દુ ધર્મમાં પરંપરાગત પરંપરાઓ અને જાતિ વિભાજનની વિરુદ્ધ હતા.

ડો. આંબેડકરનું પરિર્નિર્માણ

ડૉ.આંબેડકરને ડાયાબિટીસ હોવાના કારણે 1954માં તેમની તબિયત વધુ બગડવા લાગી હતી. ત્યાર બાદ ડૉ. ભીમરાવ આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના રોજ અવસાન થયું. આ દિવસને દલિત સમાજના લોકો દ્વારા “પરિનિર્માણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

Leave a comment