26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 2024
પ્રજાસત્તાક દિનને આપણા રાષ્ટ્રીય તહેવાર તરીકે મનાવવામાં આવે છે. જે આપણા ભારત દેશમાં 26 મી જાન્યુયારી 2024ના દિવસે ભારે ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર 26મી જાનયુઆરીના દિવસે સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. આ 26 જાન્યુઆરીના દિવસે દરેક ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારની શાળાઓ ,મહાશાળાઓ અને સરકારીઓ કચેરીઓમાં ધ્વજવંદનનો પોગ્રામ રાખવામાં આવે છે. આપણા ભારત દેશમાં રાષ્ટ્રઘ્વજને સલામી આપવાની સાથે-સાથે આપણું રાષ્ટ્રગાન “જન ગણ મન” પણ ગવાય છે. શહેરી તેમજ ગ્રામ્ય લેવલે તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં ધ્વજ વંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે. દરેક શાળાઓમાં ધ્વજવંદન અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો ગરબા, ડાન્સ, અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. શાળાઓમાં વિધાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે. દરેક સ્થળે પોગ્રામ પત્યા બાદ બાળકોને કરી અથવા બિસ્કીટ જેવી મીઠાઈ વહેચવામાં આવે છે. આ રાષ્ટ્રીય તહેવારમાં સૌ નાગરીકો પણ ધ્વજવંદનમાં તેમજ ઉજવણીમાં ઉમંગભેર ભાગ લે છે.
પ્રજાસત્તાક દિન એટલે ગણતંત્ર દિવસ. 26મી જાન્યુઆરી એ આપણા ભારતનો રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે મનાવવામાં આવે છે. આ દિવસે ઈ. સ. 1950માં આપણા ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ. આપણો ભારત દેશ બ્રિટિશ સરકાર અંગ્રેજોની હકુમત હેઠળનાં દેશમાંથી મુક્ત થઈ સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.
પ્રજાસત્તાક દિન
ક્યાં ઉજવવામાં આવે છે | ( India) ભારત |
પ્રકાર | રાષ્ટ્રીય |
મહત્વ | ભારતના બંધારણનો અમલ |
ઉજવણીઓ | પરેડ, શાળાઓમાં ઉજવણી, વક્તવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો |
તારીખ | ૨૬ જાન્યુઆરી |
આવૃત્તિ | વાર્ષિક |
26 જાન્યુઆરી 2024
આપણા ભારત દેશમાં સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનનું પોતાનું જ એક અલગ અનોખું મહત્વ છે. ઈ. સ.1930 માં રાવી નદીના કિનારે કોંગ્રેશ પક્ષના લાહોર અધિવેશનમાં ‘પંડિત જવાહરલાલ નહેરુ‘ દ્વારા આ દિવસે એક વિશેષ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તેમને કહ્યું હતું કે “જ્યાં સુધી ભારત દેશના લોકોને આઝાદી નહિ મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે“. આ બધા સંઘર્ષોની સાથે અનેક મહાન વીરોએ પોતાના દેશની સવતંત્રતા પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું હતું. તેમનું બલિદાન જેઓ પોતાના દેશ માટે શહીદ થયા છે એ લોકોને આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી.
આપણો દેશનું સાર્વભોમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26 મી જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના ‘રાજપથ‘ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રગાન “જન ગણ મન” ગાવામાં આવે છે. આ પ્રસંગ બહુ જ ભવ્ય હોય છે. જે પૂરા ભારત દેશમાં આનંદ, ઉમંગ અને હર્ષલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. દરેક શાળા, મહાશાળાઓ અને સરકારી કચેરીઓમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રજાસતાક દિનમાં આપણા લશ્કરની ત્રણે પાંખો લશ્કરી વાહનો સાથે ‘રાજપથ’ પર પરેડ કરે છે.
એ જ રીતે 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત, ભારત દેશનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.
Republic Day Pared
આ વખતે આપણા ભારત દેશમાં પ્રજાસત્તાક દિવસે એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યા છે. અમારી જાણકારી મુજબ 26 જાન્યુઆરી 2024ના રોજ કર્તવ્ય પથ પર માત્ર મહિલાઓ જ પરેડ કરતી આપણને સૌને જોવા મળશે. પરેડ, માર્ચિંગ સ્ક્વોડ, ટેબ્લોક્સ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં પણ માત્ર મહિલાઓ જ તમને દરેક જણને જોવા મળશે. રક્ષા મંત્રાલયના એક પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, વિગતવાર સૌના વિચાર-વિમર્શ પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે 26 પ્રજાસતાક દિવસ 2024માં મહિલાઓની ભાગીદારી રહશે.
સામાન્ય રીતે આ 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાકના દિવસે કર્તવ્યપથ પર ભારતીય સેનાની તેમની ત્રણેય પાંખો તેની શક્તિનું પ્રદર્શન કરતી હોય તેમ તમને જોવા મળે છે. જેમાં આપણા ભારતીય સૈન્યની જુદી જુદી ટુકડીઓ શામેલ થતી હોય છે. ભારતીય સૈન્યના જવાનો દ્વારા ઘાતક હથિયારોનું પણ પ્રદર્શન કરવામાં આવે છે. આ ભારતીય સૈન્ય ટુકડીઓમાં મોટા ભાગે પુરૂષ જવાનો શામેલ થતા હોય છે. પરંતુ, આ વખતે મોદી સરકારે ભારતીય મહિલાની તાકાતનો દુનિયાને પરિચય કરાવવાનો નિર્ણય લીધો છે. તો આ વખતે ભારતીય સૈન્યની ટુકડીમાં મહિલાઓ શામેલ થશે. આપણા ઈતિહાસમાં પહેલીવાર 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિવસની પરેડમાં તમામ મહિલાઓ શામેલ થશે.
75 મો પ્રજાસત્તાક દિન
75 મો પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસનો રાષ્ટ્રીય તહેવાર ભારતમાં હર્ષો ઉલ્લાશ અને ગૌરવભેર ઉજવવામાં આવે છે. આ વખતે પ્રજાસત્તાક દિનની ઉજવણી ઐતિહાસિક બની રહેશે. આ દિવસે રાષ્ટ્રઘ્વજને સલામી આપવાની સાથે-સાથે આપણું રાષ્ટ્રગાન “જન ગણ મન” પણ ગવાય છે. પ્રજાસતાક દિવસની પરેડમાં સેનાની વિવિધ ટુકડી જોડાતી હોય છે. પરંતુ, આ વખતે મહિલા સૈન્યની ટુકડાઓમાં પરેડમાં જોડાઈને ભારતની નારી શક્તિનો પરિચય પૂરા વિશ્વને કરાવશે.
આપણો દેશ અંગ્રેજોની અનેક વર્ષોની ગુલામી પછી 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો હતો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણા ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું. આ આઝાદીની ચળવળના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી ,સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, તેમજ આપણા વીર શહીદો જેના નામ જોવા જઈએ તો ભગતસિંહ ,સુખદેવ અને ચંદ્ર શેખર અને અનેક વીરોનાં બલીદાનોથી તેમની શહિદીથી આપણો ભારત દેશ સ્વતંત્ર થયો હતો. આપણા ભારત દેશની આઝાદીના લગભગ અઢી વર્ષ પછી 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણનો અમલ થયો હતો. ત્યારથી આ આપણા ભારત દેશનું રાષ્ટ્ર પ્રજાસત્તાક બન્યું.
આપણા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવી 26 જાન્યુયારીના પ્રજાસત્તાક દિવસને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષણા કરી હતી. ત્યારબાદ દર વર્ષે પ્રજાસત્તાક દિવસ દિલ્હીના કર્તવ્ય પથ પર ભારે ધામધૂમ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત, દરેક શાળા અને મહાશાળાઓ, સરકારી દફતરો વગેરે જગ્યાએ પણ આ દિવસે ધ્વજવંદન કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દર વર્ષે વિવિધ દેશના પ્રતિનિધિને આમંત્રીત કરવામાં આવે છે. 26 મી જાન્યુઆરી 2023 ના 74 મા પ્રજાસત્તાક દિવસના અતિથિ વિશેષ તરીકે ઈજીપ્તના રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દુલ ફતાહ અલ સીસી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રજાસત્તાક દિનની ઉજવણી
આપણા ભારત દેશની રાજધાની દિલ્હીમાં 26જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ભારે ઉત્સાહ અને ધામધુમથી ઉજવવામાં આવે છે. આપણા મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્ર ધ્વજ દિલ્હીમાં ફરકાવવામાં આવે છે. આપણા ભારત દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવે છે. ભારતીય સેનાના વીરોને તેમની દેશ પ્રત્યેની વિશિષ્ઠ સેવા બદલ મેડલથી સન્માનિત કરવામાં આવે છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોના ચુનંદા સૈન્ય જવાનો અને એન.સી,સી. કેડેટ્સની પરેડ પ્રજાસત્તાક દિને યોજવામાં આવે છે. ભારતીય સૈન્યના વીરો વિશિષ્ઠ શસ્ત્રોની ઝાંખી કરાવે છે, તેમજ આપણા ભારત દેશના વિવિધ રાજયોની સાંસ્કૃતિક ધરોહર અને રહેણી કહેણીને ઉજાગર કરતા અલગ-અલગ પ્રદર્શન ધ્યાન આકર્ષિત હોય છે. આમ, આ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સેનાના જવાનોનાં ઘોડેસવારી સહિતના અનેક કરતબો પણ જોવાલાયક હોય છે. આમ, 26 જાન્યુઆરી 2024 ના પ્રજાસત્તાક દિને આ રાષ્ટ્રીય તહેવાર હર્ષ ઉલ્લાસ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. આ પ્રજાસત્તાક દિનનું સમગ્ર ભારત દેશમાં ટેલીવિઝન દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવે છે.
પ્રજાસત્તાક દિન ક્યારે છે?
પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી 2024 છે.
પ્રજાસત્તાક દિવસ શું છે અને કેમ ઊજવવામાં આવે છે?
15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતના બંધારણને આત્મસાત કરવામાં આવ્યુ. જે અંતર્ગત ભારત દેશને લોકશાહી, સર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આથી, ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરી “પ્રજાસત્તાક દિવસ” તરીકે ઊજવવામાં આવે છે.
પ્રજાસત્તાક દિવસ ઊજવવાની પરંપરા કોણે શરૂ કરી?
આપણા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 26 જાન્યુઆરી, 1950ના રોજ 21 તોપની સલામી આપીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણ કરીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી તે દિવસથી સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
ભારતે પોતાનું બંધારણ ક્યારે સ્વીકાર્યું?
ભારત દેશ બધા રાજ્યોનું એક સંઘ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળું એક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના બંધારણ મુજબ શાસન કરે છે. જેને બંધારણસભાએ 26 નવેમ્બર, 1949ના દિવસે સ્વીકાર્યું અને 26 જાન્યુઆરી, 1950માં અમલમાં મુકવામાં આવ્યું.
ભારતીય બંધારણમાં પંચવર્ષીય યોજનાની અવધારણા કયા બંધારણથી લેવામાં આવી?
ભારતીય બંધારણમાં પંચવર્ષીય યોજનાની અવધારણા સોવિયત સંઘ દ્વારા લેવામાં આવી હતી.
પ્રજાસત્તાક દિવસે ધ્વજ કોણ ફરકાવે છે?
આપણા ભારત દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે અને રાષ્ટ્રીયધ્વજ ફરકાવતા હોય છે.
ભારતીય ધ્વજ ડિઝાઇન
ભારતીય રાષ્ટ્રીયધ્વજની ડિઝાઇન પિંગલી વેંકૈયા દ્વારા કરવામાં આવી હતી.
પિંગલી વેંકૈયાએ શરૂઆતમાં જે ધ્વજની ડિઝાઇન કરી હતી, તેમાં માત્ર બે રંગો હતા- લાલ અને લીલો.
પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષના બેઝવાડા અધિવેશનમાં આ ધ્વજ ગાંધીજી સમક્ષ રજૂ કર્યો હતો.
ગાંધીજીના માર્ગદર્શન પર તેમાં સફેદ પટ્ટી ઉમેરવામાં આવી હતી. આગળ જતા ચરખાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતીક અશોક ચક્રને જગ્યા આપવામાં આવી હતી.
ભારતીય ધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ, 1947ના રોજ યોજાયેલી બંધારણ સભાની બેઠકમાં સ્વીકારવામાં આવ્યો હતો.
ભારતમાં ‘તિરંગા’નો અર્થ ભારતીય “રાષ્ટ્રીયધ્વજ” થાય છે.
ભારતના બંધારણ ઘડતરની જાણકારી
પ્રજાસત્તાક દિવસ પહેલાં ભારત દેશમાં ગવર્નમેંટ ઓફ ઈન્ડિયા એક્ટ 1935 અમલમાં હતો.
29 ઓગસ્ટ, 1947ના રોજ ડૉ.આંબેડકરની અધ્યક્ષતામાં કાયમી બંધારણનો મુદો તૈયાર કરવા મુદા સમિતિની રચના કરવામાં આવી હતી.
4 નવેમ્બર 1947 ના રોજ બંધારણનો મુદો બંધારણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
ભારતમાં બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં 166 દિવસનું જાહેર સત્ર મળ્યું હતું.
આપણા ભારત દેશના બંધારણ ઘડતરનું કામ 2 વર્ષ 11 માસ 18 દિવસ ચાલ્યું હતું.
24 જાન્યુઆરી, 1950 ના દિવસે બંધારણની અંગ્રેજી અને હિન્દી ભાષાની હસ્તલિખિત નકલો પર બંધારણ સભાએ હસ્તાક્ષર કર્યા હતા.
આપણા ભારત દેશના બંધારણ સભામાં 308 સભ્યો હતા.
2 thoughts on “26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 2024 | 26 January Republic Day 2024”