મેથીના દાણા ખાવાના ફાયદા | The Benefits of Eating Fenugreek Seeds

મેથી એક એવી વસ્તુ છે જે લગભગ દરેકના ઘરમાં સરળતાથી મળી રહે છે. મેથી દરેકના રસોડામાં મળી રહે છે. મેથીનો વઘાર દાળ-શાકમાં કરવાથી ભોજનમાં વધારે સ્વાદ આવે છે. પરંતુ શું તમને ખબર છે કે મેથીનો ઉપયોગ ખાવામાં કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મેથી દાણાને પલાળીને તેનું શાક બનાવી શકાય છે. મેથી દાણાને પીલીને તેના લોટથી શિયાળામાં વસાણાના લાડું બનાવી શકાય છે. મેથીમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. જેથી મેથી દાણા દ્વારા ઘણી શરીરની બીમારીઓથી બચી શકાય છે. મેથીમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફોરસ એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટ જેવા અનેક તત્વો રહેલા છે. 

Table of Contents

મેથીનો ઉપયોગ ભારતમાં ઘણા લોકો સ્વાસ્થ્ય લાભો માટે કરે છે. મેથીનો તડકો, વઘાર શાકનો સ્વાદ વધારે છે. શિયાળામાં મેથીના લાડુ બનાવીને ખાવાથી શરીરને તાકાત મળે છે. ભારત ઉપરાંત ઘણા દેસો જેવા કે દક્ષિણ યુરોપ, ભૂમધ્ય પ્રદેશ અને પશ્ચિમ એશિયામાં પણ મેથી જોવા મળે છે. મેથીના સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે તેને શાકભાજીમાં ઉમેરીને, પાણીમાં પલાળીને ખાવામાં આવે છે. તો ખાલી પેટે મેથીના દાણા ખાવાના પણ ઘણા અસરકારક ફાયદા જોવા મળે છે. મેથીના દાણામાં દ્રાવ્ય ફાઇબર, એનર્જી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ જેવા પોષક તત્વો મળી આવે છે, જેના કારણે તેને ખાલી પેટ ખાવાથી શરીરનું સંતુલન જાળવવામાં બ્લડ સુગર, વેઇટ મેનેજમેન્ટ, બ્લોટિંગ વગેરે જેવી સમસ્યાઓમાં ફાયદો થાય છે. 

મેથી દાણા ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથી દાણામાં આવા કેટલાક ગુણો જોવા મળે છે, જે લોહીમાં હાજર સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે મેથી દાણાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. હાઈ બીપીના દર્દીઓ માટે પણ ખોરાકમાં મેથી દાણાનો ઉપયોગ કરવો જોઈએ.

વ્યક્તિએ વાત-પિત્તને લગતી તમામ બીમારીઓની સમસ્યાને દૂર કરવા માટે પણ મેથી દાણાનું સેવન ફાયદાકારક છે. મેથી દાણાનું સેવન કરવાથી વાત – પિત્ત શાંત થાય છે અને શરીરમાં રહેલા કફ અને તાવનો નાશ થાય છે. આ ઉપરાંત મેથી દાણા પિત્તનાશક, ભૂખ વધારનાર, લોહી શુદ્ધ કરનાર, ઉધરસ ઘટાડનાર દવા તરીકેનું કામ કરે છે.

મેથી દાણા પલાળીને ખાવાના ફાયદા 

આપણા ઘણા એક્સપર્ટ્સ લોકો સલાહ આપે છે કે જો તમે મેથીના દાણાને રાત્રે પલાળીને સવારે તે પાણીને ગાળીને નરણા કોઠે ખાલી પેટે પીઓ તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ કે આમ કરવાથી આપણા શરીરને શું ફાયદા થાય છે. 

મેથી શુગર લેવલને કંટ્રોલ કરે છે

ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ મોટી સંખ્યામાં વધી રહ્યા છે. જો ડાયાબિટીસના કોઈ પણ દર્દી રોજ ખાલી પેટ મેથી દાણા પલાળીને ખાય તો તેનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 

હાડકાને મજબૂત કરે છે

વ્યક્તિનું શરીર ઘણી બીમારીઓનું ઘર છે. જો તમે તમારા શરીરના હાડકાના દુખાવાથી પરેશાન છો તો મેથી દાણાને આખી રાત પલાડીને સવારે જરૂર ખાઓ. આ ખાલી પેટ મેથી દાણા ખાવાથી તમારા શરીરના હાડકા મજબૂત થઈ જાય છે. 

વધતા વજનને કંટ્રોલ કરે છે 

શરીરનું જાડાપણુ ઘણી બીમારીઓનું ઘર છે. જો તમે શરીરના વધતા જતા વજનથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાડીને સવારે જરૂર ખાઓ. મેથી દાણા ખાલી પેટ આમ ખાવાથી તમારૂ વજન ઓછુ થશે. 

પેટની તકલીફોમાં રાહત

ભારતમાં મોટાભાગે લોકો મસાલેદાર અને ઓઈલી ભોજન ખાવાનું પસંદ કરે છે. જે શરીરમાં એસિડિટી જેવી બીમારીઓનું કારણ છે. મેથી દાણા પલાડીને ખાવાથી તમારૂ પાચનતંત્ર સારું થાય છે અને પેટને ખૂબ આરામ મળે છે. 

કોલેસ્ટ્રોલનો ઈલાજ 

મેથી દાણાને પાણીમાં પલાડીને સવારે ખાલી પેટ ખાવાથી તમારૂ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછુ થઈ જાય છે. જો આમ રોજ કરાવામાં આવે તો ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. 

બ્લડ પ્રેશર ઘટાડવા

મેથી દાણાનું સેવન બ્લડ પ્રેશર ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથીમાં કેટલાક એવા ગુણ જોવા મળે છે, જેમાં એન્ટિહાઇપરટેન્સિવ (હાઈ બ્લડ પ્રેશર ઓછું કરનાર) અસર જોવા મળે છે. તેથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મેથી દાણાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

ગર્ભવતી મહિલાઓ માટે

મેથી દાણાનું યોગ્ય માત્રામાં સેવન ગર્ભવતી મહિલાઓ માટે પણ ફાયદાકારક છે. સગર્ભા સ્ત્રીઓ માટે મેથી દાણાનું સેવન ડિલિવરી દરમિયાન થતી સમસ્યાઓ અને પીડાને ઘટાડવામાં મદદરૂપ થાય છે, આ સિવાય મેથી દાણાનું સેવન ગર્ભવતી મહિલાઓને બીપી તેમજ ડાયાબિટીસથી પણ બચાવે છે.

માસિક ધર્મની સમસ્યા માટે

માસિક ધર્મ દરમિયાન થતી તમામ સમસ્યાઓને ઓછી કરવા માટે પણ મેથી દાણાનું સેવન ફાયદાકારક છે. મેથીમાં બળતરા વિરોધી, એનાલજેસિક, એન્ટિસ્પેસ્મોડિક અને મૂત્રવર્ધક પદાર્થ જેવા ઘણા ગુણો જોવા મળે છે, જે માસિક સ્રાવ દરમિયાન પેટનો દુખાવો અને વધુ પડતા રક્તસ્ત્રાવને ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેથી જ માસિક ધર્મ દરમિયાન મેથીનું પાણી પીવું ખૂબ ફાયદાકારક છે.

મેથી વાળ માટે

મેથી દાણાને ખાવાથી અથવા તો વાળમાં લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે અને તે વાળના વિકાસ માટે પણ સારી રહે છે. તેનો ઉપયોગ હેર માસ્ક બનાવીને પણ કરી શકાય છે.
મેથીનો ઉપયોગ- દહીં અને મેથીના દાણા મિક્સ કરીને હેર માસ્ક બનાવો. તેને અઠવાડિયામાં એકવાર લગાવો. આ વાળને સરળ અને ચમકતા બનાવશે.

મેથી દાણા ઉપયોગમાં લેવાની રીત

મેથી દાણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે આ પાણી પીવાથી મેથી દાણાનું સેવન પણ કરી શકાય છે. તમે ધ્યાનમાં રાખો કે મેથી દાણા ખાધા પછી 1 કલાક સુધી કંઈપણ ન ખાવું જોઈએ.

મેથી દાણાને પાણીમાં પલાળીને મિક્સરમાં પીલીને પાવડર બનાવી લઈ શકાય છે.

મેથી દાણાનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે.

મેથીના દાણાને પીસીને તેને કઢી, સલાડ, સૂપમાં ઉમેરીને ખાઈ શકાય છે.

મેથીના લાડુ બનાવીને ધાત્રી માતાઓને ખવડાવો. આનાથી દૂધના ઉત્પાદનમાં ઝડપ આવશે. તેમજ શિયાળામાં દરેક વ્યક્તિ મેથીના લાડુનું સેવન કરી શકે છે.

મેથીના દાણા પણ અંકુરિત કરીને ખાવામાં આવે છે. તેને સલાડની જેમ ખાઈ શકાય છે.

મેથીના પાણીનું સેવન

મેથી દાણમાં લગભગ દરેક રોગને ખતમ કરવાની ક્ષમતા હોય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ભોજનને સુપાચ્ય બનાવવા માટે થાય છે. મેથી ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

મેથીના બીજ વિટામીન અને ખનીજથી ભરપૂર હોય છે. મેથીના દાણા ત્વચા અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. મેથીની સબ્જી સિવાય પણ પણ રસોઇમાં મેથીનો વધુમાં વધુ ઉપયોગ કરો તો તે ફાયદાકારક છે. મેથીના પાણીનું સેવન પણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. 

 એક મહિના સુધી મેથીના પાણીનું સેવન કરો છો તો તે આપના શરીરનું વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. મેથીનું પાણી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને પણ ઘટાડે છે.

મેથીનું પાણી તૈયાર કરવાની રીત

એક બાઉલમાં મેથીના દાણા લો, આ દાણાને થોડા શેકી લો. મેથી દાણાને શેકયા બાદ મિક્સરમાં તેનો બારીક પાવડર બનાવી લો, એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી મેથીનો પાવડર નાખીને પલાળી દો, હવે રોજ સવારે તેનું સેવન કરો. 

સાંધાનો દુખાવો

મેથીમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફલામેન્ટરીના ગુણો હોય છે. જેના કારણે તે સાંધાના દુખાવામાં જે ગઠિયા વામાં પણ ઔષધનું કામ કરે છે.

વાળ માટે ફાયદાકારક

મેથીમાં એવા પોષક તત્વો હોય છે વાળને કાળા અને લાંબા બનાવી રાખવામાં મદદ કરે છે. તેનાથી ખોડોની સમસ્યા પણ જળમૂળમાંથી દૂર થાય છે. 

કેન્સરથી બચાવ

મેથીમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર મળે છે. જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં સહાયક બને છે. મેથીના સેવનથી ખાસ કરીને શરીરમાં રહેલા કેન્સરથી બચાવ થાય છે. 

પથરીના ઇલાજમાં મદદગાર

મેથીનું સેવન પથરીના ઇલાજમાં મદદ કરે છે. મેથીના બીજનું સેવન કિડનીના સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવામાં મદદ કરે છે. 

પાચનતંત્ર સુધારે છે

મેથી દાણાનું પાની શરીરમાં હાનિકારક ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. ખોરાકને પચાવી પાદે છે, તે આપને પાચન સંબંધિત સમસ્યાઓ સામે લડવામાં મદદરૂપ થાય છે. તે કબજિયાતની સમસ્યાથી પણ શરીરને રાહત આપે છે. 

ડાયાબિટીસના દર્દી માટે

ડાયાબિટિસના દર્દી માટે મેથી ખૂબ જ ઉપયોગી છે. મેથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવમાં મદદ કરે છે. મેથીના બીજમાં અમીનો એસિડ હોય છે. જે શરીરમાં બ્લડ શુગર લેવલને બનાવી રાખે છે.

એક ચમચી મેથી તમને આ બીમારીઓમાં રાહત આપે છે

મેથી દાણાનું આર્યુવેદની દ્રષ્ટ્રીએ ખાસ મહત્વ છે. એનું આજ કારણ છે કે આપણે દાળના વગારથી લઇને ઇડલીના આથા માટે પણ મેથીનો ઉપયોગ કરીએ છીએ. હાલના આ સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય અને ખાણી પીણીની વસ્તુ મામલે વધુ સભાન બન્યા છે. અને આજ સાથે આયુર્વેદિક ઉપચારોનું મહત્વ પણ ઘણું વધ્યું છે.

ચહેરાની સુંદરતા મેથી દાણા આપણા ચહેરાની સુંદરતાથી લઇને સ્વાસ્થ્યને સારું કરવામાં પણ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. ત્યારે આજે અમે તમને મેથીના આવા જ કેટલાક ઉપચાર બતાવીશું. જેના કારણે શરીરની અલગ અલગ તકલીફોમાં તમે તેનું સેવન કરવાથી રાહત અનુભવી શકો છો.

એસીડિટી

મેથીના દાણા ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ જળવાઈ રહે છે. તેથી તેના નિયમિત સેવનથી એસીડિટીની તકલીફ પણ દૂર થાય છે. આ માટે તમારે આખી રાત એક ચમચી મેથીને પાણીમાં પલાળી રાખો. અને સવારે તેને ક્રશ કરી. આ ઉકાળાને 15 મિનિટ ગરમ કરીને ઠડું નસરકુ થવા દો. ત્યાર બાદ આ પાણીનું સેવન કરો. સ્વાદ વધારવા તમે આમાં ગોળ કે મધ પણ ઉમેરી શકો છો.

કબજિયાત

સવારે નિયમિત ભૂખ્યા પેટે મેથીના દાણા ખાવાથી શરીરની પાચનક્રિયા સારી રહે છે. જેનાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. આને પણ રાતના એક ચમચી મેથી પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે.

વજન ઘટાડે

મેથીના દાણામાં ફાઈબર વધુ પ્રમાણમાં મળી આવે છે. અને તેનો નિયમિત ભોજનમાં ઉપયોગ કરવાથી તે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

શરદી-ખાંસી

મેથી દાણામાં એન્ટીબેકટેરિયલ પ્રોટીન રહેલા હોવાથી વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે. જે શરદી એકબીજાની છીંક આવવાથી રજકણો હવામાં ઉડે તો થાય છે. તેમજ ખાસી ખાવાથી પણ હવામાં ગળાના રજકણો ઉડે તે નજીકમાં બેઠેલી વ્યક્તિ કે સાથે હોય તેને લાગે છે. તો આ શરદી ખાસીના વાયરલ ઈન્ફેકશન બચાવ થાય છે.

પાચન સુધારે

મેથી દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોવાથી તે આપણા શરીરનો કચરો બહાર કાઢે છે, જેના કારણે પાચનક્રિયા સુધરે છે. ખોરાક જે પણ ભારે કે હળવો ખાધો હોય તેને પચવામાં મદદ કરે છે.

ચામડીની તંદુરસ્ત

મેથી દાણામાં એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં મળી રહેતા હોવાથી તે ચામડીને તંદુરસ્ત રાખવામાં ઘણાં ઉપયોગી સાબિત થાય છે. ત્વચા જે શિયાળામાં રૂખી થઈ જાય છે. પગમાં વહેર ફાટે છે તેમજ હોઠ મોઢું જે ત્વચામાં ચીરા પડે છે. તેને વ્યવસ્થિત તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે.

ડાયાબીટિસ

મેથી દાણામાં ઍમિનો ઍસિડ હોય છે. આ ઍમિનો ઍસિડ શરીરમાં ઈન્સુલિનનાં લેવલને જાળવી રાખે છે. તેનાથી ડાયાબીટિસ થવાની શક્યતા ઘણી ઓછી રહે છે. મેથી દાણામાં થોડી કડવાશ હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. અને ડાયાબિટસવાળા માટે તો ખુબ જ જરૂરી છે.

ફણગાવેલા મેથીના દાણા ખાવાના ફાયદા

મેથી દાણા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેમાંય ફણગાવેલા મેથી દાણા તો શરીર માટે ઉત્તમ છે. મેથીમાં પ્રોટીન, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત, જો તમે ફણગાવેલા મેથીના દાણાનું સેવન કરો છો, તો તેમાંથી શરીરને ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો મળે છે. ડાયાબિટીસની બીમારી માટે તો ઔષધીઓનો ખજાનો છે. આ ઉપરાંત, આ મેથીમાં રહેલા પોષક તત્વો અન્ય ચાર રોગોની દવા તરીકે પણ કામ કરે છે. તો ચાલો અમે તમને વિગતવાર જણાવીએ કે ડાયાબિટીસ સિવાય બીજા અનેક રોગોમાં ફણગાવેલી મેથી ખાવાથી ફાયદો થાય છે.

શરીરમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડે છે

અંકુરિત મેથી ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. સંશોધન દર્શાવે છે કે દરરોજ સવારે અંકુરિત મેથીના દાણા ખાવાથી ઉચ્ચ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી શકે છે. અંકુરિત મેથી ખાવાથી શરીરમાં હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થાય છે. ફણગાવેલી મેથી ખાવાથી લોહીની નસોમાં અવરોધ નથી થતો. અને લોહીનું પરિભ્રમણ સારું રહે છે.

હાઈ બીપી કંટ્રોલમાં રાખે છે

ફણગાવેલી મેથીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ફણગાવેલી મેથી સોડિયમના સ્તરને નિયંત્રિત કરે છે, જેનાથી હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. મેથીમાં રહેલું એસિડ રક્તવાહિનીઓને સ્વસ્થ રાખે છે.

માસિક સ્રાવ નિયમિત રહે છે

જે મહિલાઓને અનિયમિત પીરિયડ્સ હોય તેમણે ફણગાવેલા મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. ફણગાવેલી મેથી ખાવાથી પીએમએસના લક્ષણો પણ ઓછા થાય છે અને પેટનું ફૂલવુંથી રાહત મળે છે. અંકુરિત મેથી ખાવાથી માસિક ધર્મ નિયમિત થાય છે અને મૂડ સ્વિંગ પણ કાબૂમાં રહે છે.

કબજિયાત રાહત

જો લાંબા સમય સુધી કબજિયાતની સમસ્યા હોય તો પાઈલ્સ અને ફિસ્ટુલા જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. જે લોકો કબજિયાતથી પીડાય છે તેઓ નિયમિતપણે અંકુરિત મેથી ખાવી જોઈએ કારણ કે તે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. તેમજ પેટ સાફ થાય છે.