Mahashivratri 2024 | મહાશિવરાત્રી પર્વ 2024

Mahashivratri 2024

મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક ગણવામાં આવે છે. આ મહાશિવરાત્રીના મહાન તહેવારને શિવ અને શક્તિના અભિષરણનું પ્રતીક માનવામાં આવે છે અને ભોલેનાથના શિવભક્તો માટે ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. ગુજરાતી મહિના મુજબ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે. આ મહાશિવરાત્રીનો તહેવાર શિવભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર વર્ષે ઘણા બધા લોકો ભોલેનાથના શિવભક્તો મહાશિવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જુએ છે.

મહાશિવરાત્રીના દિવસને શિવ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ મહાશિવરાત્રીનો દિવસ શિવ અને શક્તિના મિલનનો દિવસ છે. આ વર્ષ 2024ની મહાશિવરાત્રીની તારીખ અને પૂજાનો શુભ સમય.

મહાશિવરાત્રી 2024 ક્યારે છે?

આપણા હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ મહાશિવરાત્રીના પાવન અવસર પર શિવભક્તો ભગવાન ભોલેનાથની વિધિ પૂર્વક પૂજા- અર્ચના કરે છે અને વ્રત પણ રાખે છે. આ સાથે જ શિવ ભક્તો શ્રદ્ધાળુઓ મહાશિવરાત્રીના દિવસે સવારથી લઇ રાત્રે જાગરણ કરી શિવજીની પૂજા અર્ચના કરે છે.

મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે?

આપણા હિન્દુ ધર્મમાં ધાર્મિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીના માતા પાર્વતીની સાથે લગ્ન થયા હતા. એક માન્યતા એ પણ છે કે, શિવજી પહેલી વખત આ પૃથ્વી લોક પર મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા. તેથી કહેવામાં આવે છે કે આ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ 64 અલગ અલગ જગ્યાએ પ્રગટ થયા હતા. આથી એવી માન્યતા છે કે આ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીની પૂજા કરવાથી તમારા બધા જ કષ્ટો દૂર થાય છે. તેમજ તમને આનંદની અનુભૂતિ થાય છે.

મહાશિવરાત્રીની તારીખ 2024

આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શિવ ભક્તો સવાર થી રાત સુધી ઉપવાસ રાખીને જાગરણ કરીને ભગવાન શિવજીની પૂજા કરવાની પરંપરા પૂરી કરતા હોય છે. દક્ષિણ ભારતીય કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. જ્યારે, ઉત્તર ભારતીય કેલેન્ડર મુજબ, ફાગણ મહિનામાં આવતી માસિક શિવરાત્રીને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે.

એવી ધાર્મિક માન્યતા છે કે, મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે તેમણે કઠોર તપસ્યા કરવી પડી હતી અને મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતીની એ તપસ્યા સફળ થઈ હતી. માતા પાર્વતીના લગ્ન ભગવાન શિવ સાથે સંપન્ન થયા હતા. અખંડ સૌભાગ્યને પ્રાપ્ત કરવા માટે દરેક મહિલા મહાશિવરાત્રીનું વ્રત રાખે છે.

મહાશિવરાત્રી પૂજા વિધિ

મહાશિવરાત્રીના દિવસે હિન્દુ ધર્મના દરેક જણે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભગવાન શિવજી અને માતા પાર્વતીને પ્રણામ કરવા અને પૂજાનો સંકલ્પ લેવો. આ પછી સ્નાન કરવાના પાણીમાં ગંગા જળ મિક્સ કરીને તે પાણીથી સ્નાન કરવું જોઈએ.

આ પછી તમે નવા વસ્ત્રો પહેરો અને પછી સૂર્યદેવને પાણી ચઢાવો. આ પછી પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને તમારે માતા પાર્વતી અને ભગવાન શિવજીની મૂર્તિઓ સ્થાપિત કરવી.

આ પછી ભગવાન શિવને દૂધ, પાણી અથવા ગંગા જળથી અભિષેક કરવો. આ પછી પંચોપચાર કરવો, તેમજ વિધિ પ્રમાણે દરેક વ્યક્તિએ ભગવાન શિવ અને માતા પાર્વતીનો અભિષેક કરવો.

ભગવાન શિવને ભાંગ, ધતુરાનું ફૂલ, ફળ, મદારના પાન, બિલિપત્ર, જળ, દૂધ, ચોખા વગેરે અર્પણ કરવું. ત્યાર બાદ શિવ ચાલીસા અથવા શિવ સ્તોત્રનો પાઠ પણ કરવો. તેમજ ભગવાન શિવ અને પાર્વતીના મંત્રોનો જાપ પણ કરવો. આખા દિવસ દરમિયાન ૐ નમઃ શિવાય ના મંત્રનો જાપ કરવો. બીજા દિવસે, ભગવાન શિવની સામાન્ય પૂજા કરીને તમારો ઉપવાસ તોડવો અને ભોજન ગ્રહણ કરવું. દરેક શિવ મંદિરોમાં “ૐ નમઃ શિવાય” ના નાદ સંભળાય છે. આ ઉપરાંત દરેક શિવ મંદિરોમાં સ્પીકરો પર શિવજીનો મહિમાનો શ્લોક પણ વગડવામાં આવે છે.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् । 
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥

ભાષાંતર :

ત્રિનેત્રવાળા ભગવાન સમસ્‍ત સંસારના પાલનહાર શિવજીનું અમે ધ્‍યાન ધરીએ છીએ, આરાધના કરીએ છીએ. સમસ્‍ત વિશ્વમાં સુગંધ ફેલાવનાર ભગવાન શિવ અમને મૃત્‍યુથી ન કેવળ મોક્ષથી અમને મુક્તિ અપાવો.

મહાશિવરાત્રી મુહૂર્ત 2024 (MahaShivratri Muhurat 2024)

હિંદુ ધર્મના પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષે ચતુર્દશી તિથિ 8 માર્ચ 2024ના રોજ રાત્રે 09.57 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 09 માર્ચ 2024ના રોજ સાંજે 06.17 વાગ્યે પૂર્ણ થશે. આ શિવરાત્રીની પૂજા રાત્રે થતી હોવાથી તેમાં ઉદયતિથિ જોવાની જરૂર હોતી નથી.

મહાશિવરાત્રીની પૂજા સમયના ચાર પ્રહર

મહાશિવરાત્રી એ 4 શુભ યોગ

શિવલિંગનો અર્થ

મહાદેવનું શિવલિંગ બે શબ્દોથી બનેલું છે. શિવ અને લિંગ. શિવ એટલે કલ્યાણ અને લિંગ એટલે સર્જન. શિવલિંગ બે પ્રકારના હોય છે: પહેલું જ્યોતિર્લિંગ અને બીજું પારદ શિવલિંગ. હિન્દુ ધર્મમાં જ્યોતિર્લિંગને આ સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં જ્યોતિર્લિંગની ઉત્પત્તિ વિશે ઘણી બધી કથાઓ પણ પ્રચલિત છે. પુરાણોથી કહેવાતું આવ્યું છે કે મન, ચિત્ત, બ્રહ્મા, માયા, આત્મા, બુદ્ધિ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને ધરતી આ દરેક ભગવાનના શિવલિંગનું સર્જન થયું છે.

શિવલિંગની ઉત્પત્તિ

એક પૌરાણિક કથા મુજબ, સમગ્ર બ્રહ્માંડની રચના પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે યુદ્ધ થયું હતું અને બંને પોતાને સૌથી વધુ શક્તિશાળી સાબિત કરવામાં મંડ્યા હતા. આ સમય દરમિયાન આકાશમાં એક ચમકતો પથ્થર જોવા મળ્યો અને આ સાથે જ આકાશવાણી થઈ હતી જેમાં કહેવામાં આવ્યું કે જે આ પથ્થરનો જે કોઈ અંત શોધી કાઢશે તેને શક્તિશાળી ગણવામાં આવશે. ત્યારથી એવું માનવામાં આવે છે કે તે પથ્થર જ શિવલિંગ હતું.

આ પથ્થરનો છેડો શોધવા માટે ભગવાન વિષ્ણુ નીચે ટરફ ગયા અને ભગવાન બ્રહ્મા ઉપર તરફ ગયા પણ બંનેને અંત ન મળ્યો. એ પછી ભગવાન વિષ્ણુએ પોતાની હાર સ્વીકારી લીધી પરંતુ, બ્રહ્માજીએ પોતે વિચાર્યું કે જો હું પણ હાર માની લઈશ તો વિષ્ણુ મારાથી વધુ શક્તિશાળી ગણાશે. આ કારણે બ્રહ્માજીએ કહ્યું કે તેમને પથ્થરનો છેડો મળી ગયો છે પરંતુ, એટલામાં ફરી એક અવાજ આવ્યો કે, “હું શિવલિંગ છું” અને મારો કોઈ અંત નથી કે કોઈ શરૂઆત નથી અને તે જ સમયે ભગવાન શિવ ધરતી પર પ્રગટ થયા હતા. આ રીતે મહાદેવના શિવલિંગની ઉત્પતિ થઈ.

મહાશિવરાત્રીનું નામ કઇ રીતે ૫ડયું?

શિવ પુરાણ મુજબ ભગવાન શિવને બધા જ જીવના પ્રાણીઓના સ્વામી અને અધિનાયક ગણવામાં આવે છે. શિવ-પુરાણ મુજબ ભગવાન શિવ વર્ષમાં છ મહિના કૈલાસ પર્વત પર રહીને પોતાની તપસ્યામાં લીન રહે છે. ભગવાન શિવ સાથે બધા જંતુઓ અને જીવાતો પણ તેમના દર/બીલોમાં બંધ થઇ જાય છે. ત્યાર બાદ છ મહિના સુધી, તેઓ કૈલાસ પર્વત પરથી ઉતરીને પૃથ્વી પરના સ્મશાન ઘાટમાં રહે છે. ત્યારબાદ પૃથ્વી પર તેમનું પુન્ન: આગમન ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ તિથિ પર થાય છે. આ મહાન દિવસને શિવભક્તોમાં “મહાશિવરાત્રી” ના નામથી ઓળખાય છે.

મહાશિવરાત્રીના પર્વની સાથે ભગવાન શિવની કેટલીક માન્યતાઓ પણ છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ આ મહાશિવરાત્રીના વિશેષ દિવસે મધ્યરાત્રિએ બ્રહ્માના રુદ્ર રૂપમાં ઉતર્યા હતા. તો એવું પણ માનવામાં આવે છે કે આ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવે તાંડવ કરીને પોતાની ત્રીજી આંખ ખોલી હતી. આ આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો. આ ઉપરાંત, ઘણા શિવ મંદિરોમાં આ દિવસે ભગવાન શિવના માતા પાર્વતી સાથે લગ્ન આ પ્રસંગ સાથે પણ સંકળાયેલ હોવાનુ ૫ણ માનવામાં આવે છે. જે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.

મહાશિવરાત્રીનું મહત્વ

મહાશિવરાત્રીનો તહેવાર બે મહત્વના કારણોસર વિશેષ માનવામાં આવે છે. પ્રથમ આ તિથિએ મહાદેવે ત્યાગનું જીવન છોડીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો. એટલે કે ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યાં હતા. આ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. બીજી માન્યતા અનુસાર, ભગવાન શિવ પ્રથમ વખત મહાશિવરાત્રીના દિવસે આ પૃથ્વી પર પ્રગટ થયા હતા. શિવ જ્યોતિર્લિંગ એટલે કે અગ્નિના શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. મહાશિવરાત્રીના દિવસે જ 64 અલગ-અલગ જગ્યાએ ભગવાનના શિવલિંગના દર્શન થયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે.

મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરો રંગબેરંગી લાઈટો અને ફૂલોથી ખૂબ જ શણગારવામાં આવે છે. ભક્તો આખો દિવસ ભૂખે રહીને વ્રત-ઉપવાસ કરે છે. સવારે અને સાંજે, લોકો તેમની અનુકૂળતા મુજબ, ફળો, દૂધ, ચોખા- દાળ, શક્કરિયા, બટાકા વગેરે સાથે શિવ મંદિરોમાં જાય છે. ત્યાં શિવ ભક્તો દૂધ-મિશ્રીત શુદ્ધ જળથી શિવલિંગને સ્નાન કરાવે છે. તે પછી, ફળો, ફૂલો અને દૂધ શિવલિંગને અર્પણ કરે છે. આ શિવકાર્યને ખુબ જ પુણ્યદાયક માનવામાં આવે છે. આ પૂજાની સાથે ભગવાન શિવનું વાહન નંદીની પણ આ રાત્રે પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રી પર ગંગા નદીમાં સ્નાનનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવએ તેમની ઝટામાં ગંગા નદીના ઝડપી પ્રવાહને ઘારણ કરીને આ મૃત્યુલોકના કલ્યાણ માટે ધીરે ધીરે પૃથ્વી ૫ર છોડી દીધી હતી.

મહાશિવરાત્રીના દિવસે શિવ અને પાર્વતીના વિવાહ

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ પ્રસંગને અનુરૂપ ઘણા શિવજીના મોટા મંદિરોમાં આ વિવાહ સબંધિત પરંપરાનું પાલન કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં, શિવ નવરાત્રી ઉત્સવ 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ મહાશિવરાત્રીના ઉત્સવમાં ભગવાન શિવ મહાકાલેશ્વરના જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે. આ ઉત્સવ પર ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે.

12 જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય

આ મહાશિવરાત્રીના પાવન દિવસે માન્યતા અનુસાર આપણા દેશના વિવિધ ભાગોમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થયા હતા. આ પર્વના દિવસથી દર વર્ષે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ 12 જ્યોતિર્લિંગનું મહત્વ અને કથા વર્ણન પણ પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. 12 જ્યોતિર્લિંગના નામ નીચે મુજબ છેઃ

મહાશિવરાત્રી પર્વની કથા

આ પૃથ્વી પર ભૂતકાળ લોકમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તે શિકારી શિકાર કરીને તે પોતાના પરિવારનું પોષણ કરતો હતો. તે શિકારી એક શાહુકારનો દેવાદાર હતો. પરંતુ, તે સમયસર તેનું ઋણ ચૂકવી શક્યો ન હતો, તેથી ગુસ્સે ભરાયેલા શાહુકારએ એકવાર તે શિકારીને પકડ્યો અને તેને શિવમઠમાં કેદી બનાવ્યો હતો. હવે, તે દિવસે યોગાનુયોગ શિવરાત્રી હતી. શિકારી ભગવાન શિવને લગતી દરેક ધાર્મિક બાબતોને ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. શિકારીએ ચતુર્દશી પર શિવરાત્રીના ઉપવાસની કથા પણ સાંભળી હતી. સાંજ પડતા સુધીમાં તેને  શાહુકારએ પાસે બોલાવ્યો અને તેનું ઋુણ ભરપાઈ કરવા કહ્યું, ત્યારે તે શિકારીએ બીજા દિવસે પોતાનું ઋુણ પરત આપવાનું વચન આપીને શાહુકારના બંધનમાંથી મુક્ત થઈ ગયો હતો.

બીજા દિવસે તે શિકારી, તેની દૈનિક દિનચર્યામાં જંગલમાં શિકાર કરવા નીકળી ગયો. પરંતુ,આખો દિવસ તે બંદી ગ્રહમાં હોવાને લીધે, તે ભૂખ અને તરસથી વ્યથિત થવા લાગ્યો હતો. શિકારની શોધમાં તે ખુબ  દૂર નિકળી ગયો હતો. જ્યારે અંધારું થયું, ત્યારે તેણે વિચાર્યું કે મારે જંગલમાં જ રાત પસાર કરવી પડશે, તે શિકારીએ તળાવના કિનારે બિલી૫ત્રનું ઝાડ જોયું. તે શિકારી પછી ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોઈ રહયો હતો. બિલી૫ત્રના ઝાડ નીચે જ શિવલિંગ હતુ, તે બિલી૫ત્રોથી ઢંકાયેલ હતુ. શિકારીને એ ખબર નહોતી કે ૫ડાવ બનાવતી વખતે તેણે જે બિલી૫ત્રની ડાળીઓ તોડી હતી તે સંયોગથી તે શિવલિંગ પર પડી હતી. આ રીતે, દિવસભર ભુખ્યા-તરસ્યા શિકારીનો ઉપવાસ ૫ણ થઇ ગયો અને શિવલિંગ ઉપર બિલી૫ત્ર ૫ણ ચડી ગયા.

આ રાત્રીનો ૫હેલો ૫હોર વિત્યા બાદ એક હરણી ત્યાં તળાવમાં પાણી પીવા આવી. આ જોઈને શિકારી તેના તિરની કમાન ખેચવા લાગ્યો ત્યારે હિરણીએ કહ્યું, “રોકો, હું ગર્ભવતી છું. તમે એક નહીં બેનો જીવ લેશો તમને પા૫ લાગશે.” તેથી શિકારીએ તેને છોડી દીધી અને બાણ અંદર મુકતી વખતે ફરી કેટલાક બિલી૫ત્રો શિવલીંગ ૫ર ૫ડયા. આમ, શિકારીની પ્રથમ ૫હોરની પૂજા ૫ણ પૂર્ણ થઈ ગઈ હતી.

હવે, ત્યાં તળાવમાં થોડી વાર પછી ફરી એક હરણ આવ્યું, ફરી શિકરીએ પોતાનું બાણ ખેચ્યુ. આ વખતે હિરણીએ કહ્યું, ‘ હું મારા પતિને મળીને હમણાં આવુ છું, ત્યાર તમે મને મારજો.’ ત્યારે શિકારીએ ફરીથી બાણ અંદર મુકતી વખતે કેટલાક બિલી૫ત્રો શિવલીંગ ૫ર પડ્યા. આ રીતે શિકારીની બીજા ૫હોરની પૂજા ૫ણ થઈ ગઈ. આ રીતે શિકારીના ત્રણેય ૫હોરની પૂજા કોઈને કોઈ કારણસર પૂર્ણ થઈ હતી. તેણે આખો દિવસ ભુખ્યા તરસ્યા રહેવાને કારણે તેનો ઉપવાસ પણ પૂર્ણ થઈ ગયો હતો. અને શિકારના બહાને આખીરાત્રીનું જાગરણ અને પૂજા ૫ણ થઈ ગઈ હતી.

આ શિકારીની કથા અનુસાર મહાદેવ જાણે અજાણે કરેલા વ્રતનું ફળ પણ પોતાના ભક્તોને આપે છે, એટલે કે ભગવાન શિવ શિકારીના દયાભાવથી ખૂબ પ્રસન્ન થયા હતા. શિકારીએ પોતાના પરિવાર પર દુ:ખો આવી ૫ડેલ હોવા છતાં ૫ણ તેણે કરુણા દર્શાવી શિકારને જવા દીઘો હતો. આમ,આ પ્રકારે શિકારીએ દયા દર્શાવી માટે તેને પંડિતો અને પૂજારીઓ કરતાં પણ ચડિયાતો ગણવામાં આવે છે. જેઓ રાત્રે જાગરણ, વ્રત અને દૂધ, દહીં, બિલીપત્ર વગેરે દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગતા હોય છે. પરંતુ, મનમાં કોઈ પણ પ્રકારની દયા રાખતા હોતા નથી. તે લોકો માટે આ એક “સીખ”છે. આ રીતે, અજાણતાં કરેલી પૂજાનું મહત્વ ૫ણ ખૂબ જ અનેરુ છે. આ ઉપરાંત, મનમાં કરુણા રાખવી એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મહાશિવરાત્રીના પર્વ પર યોજાતા મેળાઓ

આપણા ગુજરાત રાજ્યનો ઇતિહાસ જ્યારે જ્યારે લખવામાં આવે છે ત્યારે ત્યારે જૂનાગઢ, ગીરનાર અને ભવનાથ તળેટીમાં થતા મહાશિવરાત્રીના મેળાને અચૂક યાદ કરવામાં આવે છે. આ જૂનાગઢમાં જેટલું ધાર્મિક મહત્વ ભવનાથ તળેટીનું છે તેટલું જ મહત્વ અહીં યોજાતા મહાશિવરાત્રીના મેળાનું છે.

જૂનાગઢમાં યોજાતો ભવનાથનો મેળો

જૂનાગઢમાં આ વર્ષે મીની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં આ પાંચ દિવસનો મેળો યોજાય છે. વહેલી સવારે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કરીને શિવરાત્રીના મેળાનો શુભ શરૂઆત કરવામાં આવે છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં સાધુસંતો ઉપસ્થિત રહ્યા હતાં. પાંચ દિવસ સુધી તમને સતત હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી તમારા કાન ગુંજી ઉઠશે. અહીંની આ પ્રાચીન પરંપરા અનુસાર મહાદેવ પર ધ્વજારોહણ કર્યા બાદ મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થતો હોય છે. શિવરાત્રીના દિવસે મધ્યરાત્રીએ મૃગીકુંડમાં નાગાસન્યાસીઓના સાહિતાન સાથે શિવરાત્રીનો મેળો પૂર્ણ થતો હોય છે.

ઉ૫સંહાર

મહાશિવરાત્રીના દિવસે જે શિવભક્તો શ્રદ્ધાળુઓ દયા દર્શાવીને ભગવાન શિવની પૂજા કરે છે. તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ, ભગવાન ભોળેનાથ શિવને સૌથી ઝડપથી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે. જેમની પૂજા પૂરા ભારત દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. જેને શિવજીની રાત એટલે કે શિવરાત્રી કહેવામાં આવે છે. તેથી, આપણે દરેક જણે મનમાં કરુણાની ભાવનાથી ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ અને ભગવાન શિવને આપણા બધા દુ:ખોનો અંત લાવવા પ્રાર્થના કરવી જોઈએ.

ૐ નમઃ શિવાય!

હર હર મહાદેવ!

2 thoughts on “Mahashivratri 2024 | મહાશિવરાત્રી પર્વ 2024”

Leave a comment