Benefits of Amla | આમળા ખાવાના ફાયદા

આમળા એ ખૂબ સ્વાસ્થ્યવર્ધક ફળ છે. તેનું આકાર નાનો છે, તેનો રંગ લીલો અને તેનો સ્વાદ ખાટો હોય છે. સંસ્કૃતમાં તેને ‘અમૃતફળ’, ‘આમલકી’, વગેરે કહે છે અને અંગ્રેજીમાં તેને ‘ઇન્ડીયન ગૂસબેરી’ કહે છે. આમળામાં વિટામિન સી નો શ્રેષ્ઠ અને પ્રાકૃતિક સ્ત્રોત છે. વિટામિન સી તેવો સ્ત્રોત છે કે તે ઉષ્ણતાના પ્રભાવથી નષ્ટ થાય છે, પરંતુ આમળામાં હંમેશા વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. હિંદુ ધર્મની અનુસાર, આમળાનું ફળ ખૂબ પૂજનીય મનાય છે અને તેના પર ભગવાન વિષ્ણુની કૃપા થાય છે.

Table of Contents

આમળા એ પોષક તત્વોનો ખજાનો છે. જે માનવ શરીર માટે એક પાવરહાઉસ માનવામાં આવે છે. આમળાનું સેવન અલગ અલગ રીતે કરવામાં આવે છે. આમળાને આથીને કે સૂકવીને ખાઈ શકાય છે. આમળાનું સેવન અથાણું, મુરબ્બો, કેન્ડી, જ્યૂસ, મુખવાસ અને ચવનપ્રાસના રૂપમાં કરવામાં આવે છે. આમળા પોતાનામાં રહેલા તત્ત્વો જેવા કે એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-કેન્સર અને એન્ટી-ઇનફ્લીમેટરી ગુણો માટે ખૂબ જાણીતા છે. આપણા દેશમાં આમળાને સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે. આમળાનો ઉપયોગ શરીરમાં થતી બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે.

સામાન્ય રીતે આપણે દરેક જણ આમળાનું સેવન કરતા હોય છે. આંમળાનું સેવન માથાનાં વાળને કાળા, ચમકદાર, સુંવાળા અને વાળનો ગ્રોથ વધારવા માટે કરવામાં આવે છે. આમળા એ માત્ર વાળની જ નહીં પરંતુ, આખા શરીરની અન્ય ઘણી ખરી સમસ્યાઓને દૂર કરવામાં તેમજ શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આંબળા એ એક પૌષ્ટિક વિટામિન સી થી ભરપુર ફળ છે. આમળામાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ્સના કારણે કોસ્મેટિક્સમાં તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. આમળાનો આયુર્વેદિક દવા તરીકે ત્વચા અને વાળની સમસ્યાને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આમળાનો પરિચય

આમળાનું વૃક્ષ ભારતના બાગોમાં અને જંગલોમાં મળે છે. તેની ઊંચાઈ 20 થી 25 ફૂટ સુધી હોય છે. આમળાની છાલ રાખની રંગની હોતી હોય અને પાન આમલીના પાન જેવા હોય છે, પરંતુ કેટલાક મોટા અને નાના હોય છે. ફૂલોના સ્થાને લાલ રંગના ફળ હોય છે, જેને આમળા કહેવામાં આવે છે. આ ફળ લીલા રંગનું અને ચિકણું હોય છે અને સામાન્ય રીતે તેનો આકાર નાનો હોય છે. તેનું સ્વાદ થોડા કઠોળ હોય છે.

વારાણસીમાં આમળાનું સૌથી શ્રેષ્ઠ મનાય છે, જે કાર્તિક મહિને ફળે છે. આયુર્વેદના અનુસાર, હરીતકી અને આમળા બંને શ્રેષ્ઠ ઔષધીય છે. પરંતુ બે માંથી આમળા સૌથી શ્રેષ્ઠ માનાય છે.

આમળા ખાવાથી થતા ફાયદા

આમળાને શરીરના સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક ફળોમાંથી (Benefits of eating amla) એક માનવામાં આવે છે. આમળાને તેના સ્વાસ્થ્યવર્ધક અને ફાયદાકારક ગુણોને લીધે, આમળાને આયુર્વેદમાં ‘અમૃત’ પણ કહેવામાં આવે છે. તાજા આમળામાં (Eating fresh Amla) દરેક પ્રકારના પોષકતત્ત્વો શરીરને તંદુરસ્ત રાખવા માટે રહેલા હોય છે. આ ઉપરાંત, આમળા ખાવાના શરીરમાં અનેક પ્રકારના ફાયદા જોવા મળે છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

આમળમાં રહેલા અનેક પોષકતત્ત્વો અને વિટામિન સી થી ભરપુર છે. આમળામાં પોલીફેનોલ્સ અને વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે શરીરને સ્વસ્થ પાચનમાં મદદ કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. આમળા શરીરને વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત કરે છે. આમળા એ ઓક્સિડેટીવ તણાવ સામે પણ રક્ષણ આપે છે. આમળા વધુ સારી રીતે મેટાબોલિઝમ જાળવવામાં મદદ કરે છે. આમળા ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે. તેમજ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

શરીરમાં બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે

આમળામાં હાજર પોલિફેનોલ્સ શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને ક્રોનિક હેલ્થ કન્ડિશનને વધતા અટકાવે છે. આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને ઇન્સ્યુલિન પ્રત્યે વધુ પ્રતિક્રિયાશીલ બનાવે છે. આ આમળા શરીરમાં ઇન્સ્યુલિનનું શોષણ વધારે છે. આ રીતે બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડાયાબિટીસના લક્ષણો ઘટાડવા માટે કાચા આમળા ખાવા ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.

શરીરનું ખરાબ લોહી સાફ કરે છે

વિષયુક્ત (ટોક્સિક) જે શરીરમાં ઉર્જાના સ્તરને ઘટાડે છે અને ત્વચા અને વાળના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. આ આમળાનું સેવન કરવાથી તેમાં રહેલું વિટામિન સી એ લોહીનું પ્રમાણ અને શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. શરીરમાંથી વિષયુક્ત ઝેરને દૂર કરે છે. આમળા ખાવાથી આ વિષયુક્ત ઝેરનું પ્રમાણ ઘટે છે અને શરીર તંદુરસ્ત રહે છે તેમજ તંદુરસ્ત હૃદય માટે કાર્ડિયોવાસ્ક્યુલર પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે.

શરીરનું માનસિક સ્વાસ્થ્ય સારું કરે છે

આમળામાં હાજર ફાયટોન્યુટ્રિઅન્ટ્સ મગજના કોષોને નુકસાન પહોંચાડતા મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. વધુમાં, આમળામાં એન્ટીઓકિસડન્ટો મગજના કાર્યમાં સુધારો કરે છે. આમળાનું સેવન મગજની યાદશક્તિને તીવ્ર બનાવે છે. આમળા ખાવાથી માનસિક તણાવ દૂર થાય છે કારણ કે ફળ શરીરમાં ફીલ-ગુડ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે.

શરીરની પાચનશકિતમાં સુધારો કરે છે

આમળામાં ઉચ્ચ માત્રામાં ફાઇબર હોય છે. તેમજ વિટામિન સી પણ ભરપૂર હોય છે. જે શરીરમાં થતાં કબજિયાત, ઝાડા વગેરે જેવી પાચન સબંધિત બિમારીઓથી રાહત આપવામાં મદદ કરે છે. આ સિવાય આમળા ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આમળા હોજરીનો રસ ઉત્તેજિત કરે છે અને આમ, જે લોકોને વારંવાર થતી એસિડિટી સમસ્યા હોય અટકાવે છે. તેમજ જે લોકોનું નબળુ પાચનતંત્ર હોય તે આમળા ખાવાથી વ્યવસ્થિત રીતે સુધરે છે.

માથાનાં વાળના વિકાસમાં મદદ કરે છે

આમળામાં વિટામિન સી, ટેનીન, એમિનો એસિડ અને આવશ્યક ફેટી એસિડ હોય છે જે બધા તત્વો માથાનાં વાળને પોષણ પૂરું પાડે છે. આમળાનું તેલ માથાના વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. જેથી વાળ ખરતાં અટકે છે તેમજ નવા વાળ ઊગે છે. આ માથામાં થતાં ડેન્ડ્રફને એકઠા થતા અટકાવે છે.

આમ, આમળા માથા પરની ખોપરી ઉપરની ચામડીમાં પીએચ સંતુલન જાળવવામાં અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. માથામાં સ્કેલ્પ (છેદન) ઉપરની ચામડી પર આમળાના તેલનો માલિશ કરવાથી વાળ નાની ઉંમરમાં સફેદ થતા અટકાવી શકાય છે અને વાળનો કુદરતી રંગ જાળવી શકાય છે.

આમળાનાં ફાયદા

આમળા ખાવાથી શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે. આમળા ખાવાથી શરીરમાં પાચનતંત્રનું સંતુલન સારું રહે છે. શરીરમાં સ્કિન ગ્લો થવા માંડે છે, તેમજ ચામડીને લગતા રોગો દૂર થાય છે. શરીરની વિકનેસ દૂર થાય છે. આમળામાં ઘણા બધા પોષકતત્ત્વો હોય છે તે ઉપરાંત વિટામિન સી થી ભરપુર આમળા માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો વધારે ફાયદા નીચે મુજબ છેઃ

શરીરમાં ઈમ્યુનિટી વધારે છે

આંમળામાં વિટામિન-C ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે આમળા શરીરમાં કુદરતી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. જેથી શરીરમાં લાગતા બાહ્ય ચેપથી આપણું શરીર સુરક્ષિત રહે છે. તેમજ શરીરમાં રોગો સામે લડવાની તાકાત આમળા ખાવાથી મળે છે.

શરીરમાં ત્વચાને સુંદર બનાવે છે

શરીરમાં ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે વિટામિન C ખૂબ જરૂરી છે. વિટામિન C ના સેવનથી ત્વચા ચુસ્ત રહે છે. ત્વચા પર ઝડપથી કરચલીઓ પડતી નથી. ત્વચામાં ગ્લો આવવા લાગે છે. આથી ચામડીના રોગથી પીડિત લોકોએ આમળાનું સેવન કરવું જોઈએ. આ માટે તમે આમળાનો પાવડર પાણી સાથે પી શકો છો. તો તમે દહીંમાં આમળા પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. જેથી તમારી ત્વચા સુંવાળી અને ચમકતી બને છે.

શરીરમાં હૃદય માટે ફાયદાકારક

આમળામાં મળતું વિટામિન C હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જે લોકો શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે, તે લોકોએ આમળાનું સેવન ચોક્કસ કરવું જોઈએ. આમળાના સેવનથી શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે મદદ મળે છે. તેમજ હૃદય રોગ જેવી બીમારીઓમાં રાહત આપે છે.

શરીરમાં થતા બળતરા ઘટાડે છે

શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સ હૃદય અને ત્વચાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર કરે છે. જેથી શરીરમાં બળતરા થાય છે. જો આમળાનું સેવન કરવાથી આ બળતરા દૂર થાય છે. ફ્રી રેડિકલ્સ પણ શરીરમાં બળતરા માટે જવાબદાર છે, જે ઘણા રોગોને જન્મ આપવાનું કામ કરે છે. પરંતુ આમળામાં હાજર એન્ટી ઓક્સીડેન્ટ્સ ફ્રી રેડિકલને બેઅસર કરે છે જે શરીરમાં બળતરા થતાં અટકાવે છે અને આમળામાં રહેલ પોષકતત્ત્વો શરીરની બળતરાને દૂર કરવામાં મદદ કરે છે.

શરીરનું વજન ઓછું કરવામાં મદદરૂપ

શરીરનું વજન ઓછું કરવામાં કાચા આમળાનું સેવન કરવાથી મદદ થાય છે. તે ઉપરાંત, આમળાના પાવડરને મધ અને હુંફાળા પાણીની સાથે પીવાથી શરીરનું વજન ઘટે છે. આ રીતે રેગ્યુલર આમળાનું સેવન થોડા દિવસમાં શરીરનું વજન ઓછુ કરવામાં મદદરૂપ થાય છે.

શરીરમાં થતાં ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે

આમળામાં ક્રોમિયમ હોય છે, જે ડાયાબિટીસની સારવારમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં વધતા સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સ્ત્રીઓને માસિક સ્રાવ નિયમિત રાખે છે

એવું માનવામાં આવે છે કે, આમળામાં રહેલા મિનરલ્સ અને વિટામિન સી એ પિરિઅડમાં સમયમાં દુખાવાની સમસ્યાથી રાહત આપે છે અને માસિક સ્રાવને નિયમિત કરવામાં મદદ કરે છે. શરીરમાં થતી કમજોરી અને સ્વભાવનું ચીડિયાપણું દૂર કરે છે.

શરીરમાં લોહીને સાફ રાખે છે

આંબળા કુદરતી રીતે લોહીને સાફ કરે છે. આમળા શરીરમાં થતા લોહીના બગાડને અટકાવે છે. આમળાના વિટામિન સી ભરપૂર હોવાથી તે લોહી સુધારે છે. તેમજ ત્વચા અને વાળને પોષણ આપે છે.જો તમને ખીલ થતાં હોય તો આંમળાનો ફેસ પેક લગાવવો. આંબળા કોલેજન વધારવામાં પણ મદદ કરે છે, જે ત્વચાની ચમક વધારે છે.

શરીરમાં થતું યુરિન ઈન્ફેક્શન દૂર કરે છે

આમળા ખાવાથી યુરિનની માત્રા નિયંત્રિત રહે છે અને યુરિન ઈન્ફેક્શનથી રાહત આપે છે. યુરીનમાં બળતરા થતી નથી. યુરિં રેગ્યુલર થાય છે. જે લોકોને અટકી અટકીને યુરીન થતું હોય તેમાં રાહત મળે છે. આમળા ખાવામાં ઠંડા હોવાથી શરીરને ખૂબ ઉપયોગી છે.

આમળાનું સેવન ક્યારે કરવું ?

દરેક વ્યક્તિ માટે સવારે ખાલી પેટે એક કે, બે આમળાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ એક દિવસમાં બે કરતા વધુ તાજા આમળાનું સેવન કરવું ન જોઈએ, નહીં તો તે તમારા સ્વાસ્થ્ય પર તેની આડ અસર કરી શકે છે. આ સિવાય જો વધારે તાજા આમળાનું સેવન કરવામાં આવે તો દિવસભર પાણી પીતા રહેવું શરીર માટે ખૂબ જરૂરી છે.

આમળામાં રહેલા પોષક તત્ત્વ

આમળામાં વિટામિન સી અથવા એસ્કોર્બિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય આમળામાં રહેલા પોષકતત્ત્વો જેવા કે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, કેરોટીન, વિટામિન A-B કોમ્પ્લેક્સ, મૂત્રવર્ધક એસિડ અને એન્ટીઑકિસડન્ટો સહિત અન્ય ઘણા પોષક તત્વો અને ફાયદાકારક તત્વો મળી આવે છે. આમળામાં ખાવાથી લોકોને ઘણા ફાયદાકારક ગુણો મળે છે. પરંતુ, આમળાના ફાયદા મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ તેને કાચા ખાવાનો છે. કાચા આમળા ખાવાથી આમળામાં રહેલ વિટામિન સી પૂરી માત્રામાં મળી રહે છે.

આમળાનું જ્યુસથી પીવાથી શરીરને થતાં અનેક ફાયદા

આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે. આમળાં વિટામિન સી થી ભરપુર જેવા બીજા અનેક પોષક તત્વોથી ભરપૂર આમળાના રસથી શરીરને અનેક ઘણા ફાયદા થાય છે. દરેક વ્યક્તિ એ રોજ સવારે ખાલી પેટ આમળાના જ્યુસનું સેવન કરવાથી તેના શરીરમાં થતી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે.

Amla Juice Benefits

આમળા આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમળામાં વિટામિન સી જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર આમળાનો રસથી અનેક  ફાયદા થાય છે. જે લોકોને પાચનમાં તકલીફ હોય તે લોકો માટે આમળા ખૂબ ફાયદાકારક છે. ચામડીના રોગ માટે પણ આમળાનું સેવન કરવું જરૂરી છે. દરેક વ્યક્તિએ રોજ સવારે ખાલી પેટ આમળાનું સેવન ખૂબ જરૂરી છે. આમળાના જ્યુસના સેવન કરવાથી આપનું માનવ શરીરને ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.

આમળા વિટામિન સી થી ભરપૂર આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઔષધીય ગુણોથી ભરપૂર આમળામાં વિટામિન સી, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ આમળામાં રહેલા પોષકતત્વોની મદદથી તે આપણા શરીરના સ્વાસ્થ્યને ઘણો ફાયદો કરે છે. આમળા આપના પાચન તંત્ર માટે ફાયદાકારક છે. આમળા ઘણા ગંભીર રોગોને દૂર કરવામાં પણ ખૂબ મદદરૂપ છે. જો તમે રોજ સવારે ખાલી પેટ આમળાના જ્યુસનું સેવન કરો છો તો તેનાથી તમારા શરીરને ઘણા ફાયદા થાય છે. તો ચાલો આપણે સૌ જાણીએ ખાલી પેટ આમળાનો રસ પીવાના ફાયદાઓ વિશે નીચે મુજબ જાણીશું.

શરીરને ડિટોક્સ કરવામાં સહાયક (શરીરમાં જમેલાં વિષાણુંઓ અને વિષક્રિયાઓને દૂર કરવાની પ્રક્રિયા)

જો તમે નિયમિતપણે રોજ સવારે ખાલી પેટ આમળાનો રસ પીતા હોવ તો તે તમારા શરીરને ડિટોક્સ કરે છે. આમળાનો રસ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ છે. ઉપરાંત, તેનો ઉપયોગ યકૃતની કામગીરીમાં સુધારો કરે છે. જે લોકો કિડની સ્ટોન અને યુરિન ઈન્ફેક્શનની સમસ્યાથી પરેશાન થતાં હોય તો ગુસબેરીનો રસ પીવો ફાયદાકારક રહેશે. આમળા ખાવાથી તમારું શરીર નિરોગી રહેશે.

શરીરનું વજન ઘટાડવામાં કારગર

દરેક વ્યક્તિએ રોજ સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી પણ તેમના વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. પાચન તંત્રને સુધારવાની સાથે આમળામાં હાજર ફાઈબર તત્વ તમારી ભૂખને પણ નિયંત્રણમાં રાખે છે. તેમજ પાચનતંત્ર મજબૂત બનાવે છે. આ સિવાય રોજ સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી પણ મેટાબોલિઝમ સુધરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આંખો માટે ફાયદાકારક

આમળા આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે તેથી તેના ઘણા ફાયદા છે. પરંતુ તે તમારી આંખો માટે પણ ખૂબ ફાયદાકારક છે. જે વ્યક્તિને આંખોમાં ઓછું દેખાતું હોય અથવા તો આંખોમાં ઝાંખ મારતી હોય તેવી વ્યક્તિએ રોજ આમળાનો રસ પીવો જોઈએ. આ આમળાનો રસ રોજ પીવાથી આંખોની રોશની વધારવામાં મદદ મળે છે. આમળામાં હાજર વિટામિન A, C અને એન્ટીઓક્સીડેન્ટ તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળાનું જ્યુસ રોજ પીવાથી આંખોના મોતિયા અને આંખમાં બળતરા જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

પાચનતંત્રને મજબૂત કરે છે

આમળાના જ્યુસનું સેવન આપણા પાચન તંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આમળામાં ફાઈબર ભરપૂર માત્રામાં છે, જે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સમયમાં દરેક વ્યક્તિએ રોજ સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી શરીરમાં થતી કબજિયાત, અપચો અને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમની સમસ્યાઓથી રાહત મળે છે.

બ્લડ સુગરને નિયંત્રિત કરે છે

જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે અથવા તો ડાયાબિટીસની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે, તો તેવા લોકો માટે આમળાનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવા લોકોએ રોજ સવારે ખાલી પેટ આમળાનો રસ પીવાથી લોહીમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ફ્રી રેડિકલ સામે લડવામાં પણ તે ખૂબ જ મદદગાર છે. આમળાના રસને નિયમિત રીતે પીવાથી બ્લડ સુગરમાં નિયંત્રિત થવા માંડે છે તેમજ આ સમસ્યાથી પણ છુટકારો મળે છે.

આમળાનું આયુર્વેદિક મહત્વ

આમળાનું આયુર્વેદિક રીતે ઘણું મહત્વ બતાવવમાં આવ્યું છે. આમળાનું જ્યુસ બનાવીને પીવાથી શરીરને જરૂરી છે. આમળાનો મુરબ્બો, કાચા આમળાનું સેવન, આમળાનું ચૂર્ણ, આમળા સૂકવીને વગેરે રીતે આનો ઉપયોગ માનવ શરીર માટે ખૂબ જ જરૂરી છે. આમળાનો ઉપયોગ શરીરમાં થતાં બળતરા, કબજીયાત, ઉલટી, અમ્લપિત, વગેરે સમસ્યાઓ સામે ઘણો જ ફાયદાકારક જોવા મળે છે. આમળાએ ત્રીફલા ચૂર્ણ ના ત્રણ મુખ્ય ઘટકો ( આમળા, હરડે અને બહેડા) પૈકીનો એક છે. આમળા એ ઉત્તમ ઘટક છે. આ ઉપરાંત, કાયાકલ્પ માટે વપરાતું રસાયણ ચૂર્ણ (આમળા, ગોખરૂ અને ગળો)માં પણ આમળાનો ઉપયોગ મહત્વનો થાય છે.

આમળાનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાની બનાવટમાં થાય છે. આમળાનો દવા તરીકેનો ઉપયોગ આપણને વૈદિક સાહિત્યમાં પણ જોવા મળે છે. આપણા શરીરની તંદુરસ્તી અને યાદશકિત વધારવા માટે વપરાતુ ચ્યવનપ્રાશ પણ આમળાની પેસ્ટ માંથી જ બને છે વૈજ્ઞાનીકોના જણાવ્યા પ્રમાણે આમળામાં મુખ્ય ઐાષધીય ઘટક તરીકે ફાયલેમ્બ્લીન નામનું તત્ત્વ આવેલુ છે. આમળામાં રહેલા ગેલીક એસીડ, ટેનીન, પેપ્ટીન અને એસ્કોરબીક એસીડ મુખ્ય ઘટકો છે. આ દરેક તત્ત્વોનો ઉપયોગ આયુર્વેદિક દવાઓની બનાવટમાં થાય છે.

આમળાનો પાવડર

કોઈપણ વ્યક્તિની છાતીમાં બળતરા થતી હોય અથવા પેટમાં ગરમીની સમસ્યા હોય તો તેમના માટે આ આમળા પાવડર આ બંને સમસ્યાઓથી છૂટકારો મેળવવા રામબાણ ઈલાજ છે. આથી આમળા વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે તમારા શરીરમાં રહેલા બળતરાને તરત જ શાંત કરે છે અને તમને થોડા જ સમયમાં આરામ આપે છે. આમળા એક એવું ફળ છે, જેનો ઉપયોગ વર્ષના દરેક દિવસે અને દરેક ઋતુમાં કરી શકાય છે. પરંતુ, શિયાળાની ઋતમાં તે હંમેશા શરીરને ફાયદો કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે.

Home Remdy For Heartburn ( હૃદયસ્પર્શન માટે ઘરેલુ ઉપાય)

શરીરમાં થતાં રોગોમાં છાતીમાં બળતરા અને એસિડિટી આજના સમયમાં સૌથી સામાન્ય રોગો થઈ ગયા છે. જે દરેક વ્યક્તિને થતાં હોય છે. આ રોગથી બચવા માટે મોટાભાગના લોકો દવાઓનો ઉપયોગ કરે છે, જે થોડા સમય માટે રાહત આપે છે, પરંતુ થોડા કલાકો પછી આ દવાઓની ફરીથી જરૂર પડે છે. કારણકે બળતરા અને એસિડિટી પાછી આવે છે. થોડા સમય માટે આ બળતરા અને એસિડિટી બેસી જાય છે. આ સમસ્યાથી બચવા માટે શુદ્ધ દેશી ઉપાય છે એ આમળા પાવડર. આ આમળા પાઉડર તેની અસર પણ તમે પહેલી વારમાં જ જોવા મળશે. આમળા પાઉડરનું સેવન કરવું ખૂબ જ સરળ છે, તેથી તેના સ્વાદ વિશે ચિંતા વિચારવાની કોઈ જરૂર નથી. આ દરેક પ્રકારના રોગ માટે સરળ પદ્ધતિ આમળાનું સેવન કરવું છે.

આમળા પાઉડરનો ઉપયોગ

આમળાના પાઉડરનો ઉપયોગ તેનું સેવન કરવા માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં 1 ચમચી આમળા પાઉડર પલાળી દેવો જોઈએ.

સૌથી પહેલા સવારે ઉઠ્યા બાદ આ પાણીને ગાળીને ધીમે-ધીમે પીવું જોઈએ. જે લોકોને છાતીમાં બળતરા હોય તેમાં રાહત થશે અને પેટની ગરમી શાંત થઈ જશે. પેટમાં ઠંડક થઇ જાય છે.

આ રીતે રોજ સવારે આમળા પાવડરનું સેવન કરવું જોઈએ. જે લોકોને છાતીમાં થતી બળતરા સંપૂર્ણપણે ઠીક ગઈ હોય તો પણ તેમના માટે આમળાનું સેવન કરવું જરૂરી છે. કેમ કે, રોજ સવારે ખાલી પેટ આમળાનું પાણી પીવાથી તમારું શરીર સ્વસ્થ રહે છે. તેમજ પાચનતંત્ર સારું થાય છે. પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે અને દિવસભર શરીરમાં એનર્જી બની રહે છે. સ્ફૂર્તિ રહે છે.

આમળા ચૂર્ણના ફાયદા

આપણા આયુર્વેદિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ શિયાળાનું સૌથી શ્રેષ્ઠ ઔષધ આમળા છે. આમળા આપણા શરીરના દરેક અંગ માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્વચા સબંધિત સમસ્યા હોય કે વાળ સબંધી સમસ્યા, દરેક સમસ્યાનો ઈલાઝ આમળામાં છે. આપણે આમળાને લીલા ખાઈએ છે, સુકવીને ખાઈએ છે, તેનો જ્યુસ તરીકે ઉપયોગ કરીએ છે, તેમજ તેનું ચૂર્ણ તરીકે સેવન કરીએ છે.

આમળાનો ઉપયોગ અથાણું, આમળાની ચટણી, આમળાનું શાક વગરે અનેક વાનગી પણ બનાવીએ છે. આ રીતે આમળાનું સેવન કરીને તેના ઔષધીય ગુણોનો લાભ લઇએ છીએ. આમળા એ વિટામીન-સી નો ભરપુર સ્ત્રોત છે. તેમાં બીજા અનેક વિટામિન્સ પણ હોય છે, મિનરલ્સ પણ સામેલ છે. તેમજ ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર આમળા હોય છે.

આમળાને આયુર્વેદિક ગ્રંથોમાં અમૃતફળ અને ધાત્રીફળ કહેવાયું છે. આયુર્વેદ અનુસાર ઝાડ-છોડ માંથી જે ઔષધી બને છે તેને કાષ્ટોષધી કહે છે અને ધાતુ-ખાનજી માંથી જે ઔષધી બને છે તેને રસોષધી કહેવાય છે. આ બન્ને પ્રકાર ની ઔષધિમાં આમળાનો ઉપયોગ કરવામાં આવે છે. આથી આમળાનું મહત્વ વધુ રહ્યું છે.

આમળાના ચૂર્ણ વિશે જોઈએ તો તેની પેસ્ટને મિક્સ કરીને વાળમાં લગાવવાથી થતો ફાયદો. લોહ ભસ્મ, આમળાનું ચૂર્ણ અને જાસુદના ફૂલને એકસાથે પીસીને વાળ ધોતા પહેલા તેની તૈયાર કરેલ મિક્સ પેસ્ટ લગાવી લેવી જોઈએ. ત્યાર પછી તેને પાણી વડે ધોઈ નાખવાથી. આમ, રેગ્યુલર કરવાથી માથાના સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે. વાળ અકાળે કે ઉંમર પહેલા સફેદ થતા નથી.

આમળા, અરીઠા, અને શિકાકાઈ ને મિક્સ કરીને તેનો ઉકાળા જેવું બનાવી લવું જોઈએ. હવે આ જે ઘાટા ઉકાળા રૂપી પાણી બન્યું છે તેને વાળમાં લગાવવું જોઈએ. થોડી વાર માથામાં લગાવીને રાખી સુકવી જાય એટલે તેને પાણી વડે ધોઈ લવું જોઈએ. આમ કરવાથી આનાથી વાળ મુલાયમ, ઘાટા અને લાંબા થાય છે.

આમળા અને આંબા ની ગોટલી ને પીસીને માથામાં મૂળમાં લગાવવાથી મૂળ મજબુત બને છે અને વાળ અકાળે કે કારણ વગર સફેદ થતા નથી. તેમજ ઉંમર પહેલા સફેદ વાળ તેમજ ગંજાપનું આવતું નથી. આ રીતે કરવાથી આમળા એ વાળ માટે શ્રેષ્ઠ સાબિત થાય છે.

આમળાના ચૂર્ણના ફાયદા

નાકમાંથી લોહી નીકળતું બંધ થઇ કરે છે.

ગળાની ખીચ ખીચ દુર કરવા માટે ઉપયોગી થાય છે

હેડકી બંધ કરવા આમળા નો ઉપયોગ થાય છે

એસીડીટી માં આમળા નો ઉપયોગ થાય છે

કબજિયાતમાં આમળા નો ઉપયોગ થાય છે

આમળાનું વધારે પડતું સેવન નુકસાન

આમળાનું સેવન આદું સાથે ક્યારેય ન કરવું જોઈએ. તે વ્યક્તિના લીવરને નુકસાન પહોચાડી શકે છે.

આમળાનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં કબજીયાતની સમસ્યા પણ વધારે થઇ શકે છે.

“ઉચ્ચ રક્તચાપ” કે “હાઈ બ્લડ પ્રેશર” અને કીડનીની સમસ્યા વાળી વ્યક્તિઓએ ક્યારેય આમળા ખાવા જોઈએ નહિ. આમળાના સેવનથી તેના શરીરમાં સોડીયમ ની માત્રા વધી જાય છે અને જેનાથી તે વ્યકિતની કીડની સારી રીતે કામ કરી શક્તી નથી.

જેમ કે, આમળામાં વિટામીન-સી થી ભરપુર હોય છે તો જો વધારે પડતા આમળા ખવાઈ જાય તો પેશાબમાં બળતરા પણ થઇ શકે છે.

1 thought on “Benefits of Amla | આમળા ખાવાના ફાયદા”

Leave a comment