તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મના લોકોના મતે તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે. પરંતુ પૌરાણિક મહત્ત્વથી અલગ તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય શરીરમાં થતી બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિનું કામ કરે છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને પાનથી લઈને બીજ સુધીનો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
હિન્દુ લોકોના ઘરે તુલસી એક એવો છોડ છે જે સામન્ય રીતે દરેકના ઘરમાં અથવા તો ઘર આંગણે જોવા મળે છે. આ તુલસીના છોડની દરેક ગૃહિણી પૂજા અને પ્રદક્ષિણા કરતી હોય છે. આ તુલસીનો છોડ આધ્યાત્મિક અને ઔષધિય મહત્ત્વ ધરાવે છે. આ તુલસી પાન ઘણા સમયથી વિભિન્ન આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્ત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.
હિંદુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મના લોકો વિધિ-વિધાનથી તુલસીની પૂજા કરે છે. આયુર્વેદમાં પણ તુલસીનું ખૂબ વિશેષ મહત્વ છે. તુલસીમાં અનેક ઔષધીય ગુણો પણ છે. તેનાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તુલસીનો છોડ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તમે દરરોજ તુલસીના 4 પાનનું સેવન કરી શકો છો. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.
તુલસીના ફાયદાઓ
જો તમે માનસિક તણાવમાં હોવ તો તેને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી માનસિક તણાવ ઓછો થાય છે.
મોટાભાગે મહિલાઓને પીરિયડ્સમાં જે અનિયમિતતાની ફરિયાદ રહે તે દૂર કરવા માટે તુલસી ઉપયોગી બને છે. એવામાં તુલસીની બીજનો ઉપયોગ દરેક સ્ત્રીને આ સમસ્યા માટે ફાયદાકારક રહેશે.
જો તમને શરદી હોય અથવા તો સામાન્ય તાવ છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને કાઢો અથવા તો ઉકાળો બનાવીને પીવાથી ફાયદો થાય છે. તમે ઇચ્છો તો તેની ગોળ ગોળીઓ બનાવીને પણ ખાઇ શકાય છે.
શરીરમાં નાક દ્વારા જે શ્વાસ લેવામાં આવે છે. તે શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે અને તે નેચરલ હોવાને કારણે તેના શરીરને કોઇ સાઇડ ઇફેક્ટસ પણ નથી થતા. જો તમારા મોંઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ. આમ કરવાથી તમારા મોં ની દુર્ગંધ દૂર થઇ જશે.
જો તમને શરીરના કોઈ પણ ભાગમાં ક્યાંય વાગ્યું હોય, ઇજા થઇ હોય, લોહી નીકળતું હોય, તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી આ ઘાવ જલ્દી ભરાઇ જાય છે. તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે. આ ઉપરાંત, તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઇ જાય છે.
શિયાળામાં ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં ત્વચા રૂખી થઈ જાય ત્યારે તુલસીના પાનનો રસ લગાવી શકાય છે. તેના ઉપયોગથી મોં પરના ખીલ દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે.
તુલસીને પોતાના રોજે રોજના કાર્યમાં સામેલ કરવાના વિભિન્ન રીત શું છે તે આપણે નીચે મુજબ જાણીશું…
તુલસીની ચા
તુલસીની ચાને પોતાના આહારમાં સામેલ કરવાની સૌથી સરળ પદ્ધતિ છે. ગામડાંમાં તો દરેકના ઘર આંગણે તુલસીનો છોડ હોય છે. તેમજ ગામડાંમાં રહેતા વધારે પડતા વ્યક્તિઓને ચા પીવાનો શોખ હોય છે. તેમજ યે લોકો ઔષધિઓના જાણકાર હોવાથી તુલસીવાળી ચા પીતાં હોય છે. આથી, જો તમે એક ટી લવર છો તો ધ્યાન રાખો કે તમે પોતાની નિયમિત ચાને તૈયાર કરતી વખતે તેમાં તુલસીના પાંદડાંને મિક્સ કરશો. આ ચા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને શ્વાસ સંબંધિત સમસ્યાઓના સારવારમાં પણ ફાયદાકારક છે. એક કપ તુલસીની ચા તમને આખો દિવસ તાકાતવર, ઊર્જાવાર રહેવામાં મદદ કરે છે.
તુલસી જળ
જો તમને ચા પીવું પસંદ નથી તો એક ગ્લાસ તુલસીનું પાણી પીવું એ શરીર માટે એક યોગ્ય વિકલ્પ હોઇ શકે છે. એક પેનમાં થોડુંક પાણી અને એક મુઠ્ઠી તુલસીના પાંદડાં નાંખો. પાણીને ગરમ ઉકળવા દો. આ પાણીને દિવસમાં એક અથવા બે વાર પીવાથી શરીર સ્વસ્થ રહે છે. તુલસીનું પાણી હેલ્ધી છે અને તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવાની એક સ્વસ્થ પણ રાખે છે.
તુલસીના રસનું સેવન
તુલસીના પાનનો રસ માત્ર હેલ્ધી નથી, પરંતુ એ રસ પીવામાં તેનો ટેસ્ટ પણ જોરદાર હોય છે. તુલસીના પાનનો રસ તમારા પીણામાં એક ફ્રેશ ટેસ્ટનો પણ ઉમેરો કરે છે. ઘરે એક ગ્લાસ જ્યુસ તૈયાર કરતી વખતે તમે મુઠ્ઠીભર તુલસીના પાંદડાં મિક્સ કરી શકો છો. આ પાંદડાં તમારાં પીણામાં એક તાજો સ્વાદ આપે છે. કોઈપણ શરબત માં તુલસીનો રસ ઉમેરો તો સ્વાદ કઈક અલગ ફ્રેશ થઈ જાવ એવો જોવા મળે છે.
તુલસીના પાંદડાં ચાવો
જો તમારી પાસે દરરોજના કાર્યમાં સમય ઓછો છે તો તુલસીના પાંદડાંને એક મુઠ્ઠીભર લઈને તેને ચાવવાથી તમારા સ્વાસ્થ્ય માટે જાદૂની જેમ એ કામ કરી શકે છે. તુલસીના પાનથી સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. શરીર તમારું થાકેલું હોય એમ નઈ લાગે, પરંતુ તમે શરીરે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો. શરીર તાજગી ભર્યું અને મન ખુશનુમા રહે છે.
કબજિયાતમાં રાહત
તુલસીના પાનનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ખાલી પેટે તુલસીના પાનનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. તમારા શરીરનું પાચનતંત્ર વ્યવસ્થિત કામ ન કરતું હોય તે સુધરી જાય છે. તેમજ જે પણ કંઈ ખોરાક ખાવામાં આવે તેને પચવામાં મદદરૂપ થાય છે. આમ, તુલસીના ઉપયોગથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તુલસીના પાન ડાયેરિયાની સમસ્યાને રોકવા માટે પણ કામ કરે છે. તેથી પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે દરરોજ તુલસીના પાનનું સેવન કરી શકો છો.
હાડકા મજબૂત થાય
તુલસીના પાનમાં પોટેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વો હોય છે. તેઓ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તુલસીના પાનનું સેવન કરવાથી હાડકાંની કમજોરી એટલે કે કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. તુલસીના પાન શરીરના હાડકાને મજબૂત બનાવે છે.
શરદી અને ઉધરસ
વાતાવરણમાં થતાં હવામાન બદલાવના કારણે દરેક વ્યક્તિને વારંવાર શરદી અને ઉધરસની સમસ્યાનો સામનો કરવો પડે છે. તમે તુલસીના પાનનું સેવન ચા અને ઉકાળો બનાવી પીવાથી તમારા શરીરને આ સમસ્યામાં રાહત મળે છે. આ ચા તેમજ ઉકાળો તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પ્રદાન કરવામાં મદદ કરે છે. આ છાતીમાં થતો કફ જમા થવાથી રોકવામાં મદદ કરે છે. શરીરમાં આ ચા અને ઉકાળો પીવાથી ઠંડી ઋતુમાં તમારા શરીરનું લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થાય છે.
હૃદય
તુલસીના પાનનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઑકિસડન્ટ જેવા ગુણ હોય છે. તેઓ શરીરમાં જમા થયેલા ફ્રી રેડિક્લસના નુકસાન સામે રક્ષણ આપવા માટે કામ કરે છે. સવારે નરણા કોઠે અથવા તો ખાલી પેટે તુલસીના પાનનું સેવન તમારા હૃદય માટે ફાયદાકારક છે. આ તુલસીના પાનનું દરરોજ સેવન કરવાથી હૃદયરોગ થવાની શક્યતા રહેતી નથી.
સ્ટ્રેસ અને ચિંતા
આજના મોંઘવારીના જમાનામાં ઘર ખર્ચ તેમજ પોતાની વ્યક્તિગત જીમ્મેદારી નિભાવવા માટે ઘણા પૈસાની જરૂર પડતી હોય છે. આ ખર્ચને પહોંચી વળવા માણસ સ્ટ્રેસ અને ચિંતામાં રહેતો હોય છે. આજકાલ ઘણા લોકો પોતાની ખરાબ જીવનશૈલીના કારણે માનસિક સ્ટ્રેસમાં રહે છે. આવી સ્થિતિમાં તુલસીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તુલસી ચિંતા અને તણાવ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ખાલી પેટે તુલસી ખાવાથી સ્ટ્રેસ દૂર થાય છે.
શ્વાસની દુર્ગંધ
જે લોકોને શ્વાસની બિમારી હોય અથવા તો બીજી કોઈ બીમારી હોય તો તેના કારણે શ્વાસની દુર્ગંધ આવતી હોય છે. આ શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમે તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકો છો. જો આ દરરોજ તુલસીના પાનનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
તુલસીની પરિક્રમા કરતી વખતે મંત્રનો જાપ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મા તુલસીની કૃપા મેળવવા માટે નિયમિત પાણી ચઢાવવાથી અને પ્રદક્ષિણા કરવાની સાથે આ મંત્રનો જાપ કરવો દરેક વ્યક્તિ માટે પણ જરૂરી છે.
મંત્ર- “મહાપ્રસાદ જનાની, સર્વ સૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિ હરા નિત્યમ, તુલસી ત્વમ્ નમોસ્તુતે।”
અર્થાત્
જે મહાપ્રસાદથી જનનું સર્વ સૌભાગ્ય વૃદ્ધિ કરે છે, સર્વ રોગોનો નાશ કરે છે, તે તુલસી માતા તમે નમસ્કાર છે. એવું માનવામાં આવે છે કે આ મંત્ર બોલવાથી તુલસીને જળ ચઢાવવાથી અને પ્રદક્ષિણા કરવાથી દેવી લક્ષ્મી આપણા પર જલ્દી પ્રસન્ન થાય છે.
તુલસી વંદના પૂજા
વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ |
કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ ||
અર્થાત્
આનંદના દિવસમાં તુલસી દેવીને, પ્રિયાને અને કૃષ્ણને પ્રિય કરનારી સત્યવતી માતાને હું નમસ્કાર કરુંં છું. હે સત્યવતી માતા, તમે અમને કૃષ્ણની ભક્તિ આપો, તે માટે હું પ્રાર્થના કરુંં છું. નમો નમસ્કાર.
તુલસીના પ્રકારો
આપણા દેશમાં લગભગ દરેક પ્રકારની તુલસી જોવા મળે છે.આમ આપણે જોવા જઈએ તો અલગ અલગ તુલસીના પ્રકાર અને નામ છે. જેમ કે, રામ તુલસી, શ્યામા તુલસી, જ્ઞાન તુલસી, લક્ષ્મી તુલસી, ભૂ તુલસી, રક્ત તુલસી, નીલ તુલસી, સફેદ તુલસી, વન તુલસી, લીંબુ તુલસી આમાં આ બધી જુદી જુદી જાતની તુલસીનો સમાવેશ થાય છે. પરંતુ સામાન્ય રીતે લોકો શ્યામ તુલસી અને રામ તુલસીની પૂજા કરે છે. તો ચાલો જાણીએ તુલસીની કેટલીક મુખ્ય જાતોની વિશેષતાઓ વિશે નીચે મુજબ બતાવી છે.
તુલસીની મુખ્ય જાતોની લાક્ષણિકતાઓ
દરેક તુલસીની અલગ ઓળખ હોય છે. દરેક છોડ પોતાની આગવી ઓળખ ધરાવે છે. કોઈ તુલસીના પાન લાલ હોય છે, તો કોઈ તુલસીનો વર્ણ શ્યામ હોય છે. તો કોઈમાં પાનની વચ્ચે ચાંદલા જેવું હોય છે. તુલસીમાં કોઈકના છોડ થાય છે, તો કોઈક વેલા સ્વરૂપે થાય છે. કોઈક આખી લીલા રંગની તુલસી જોવા મળે છે, તો કોઈક સફેદથી ઓછાં લીલા રંગની જોવા મળે છે. આવી થોડીક તુલસી વિશેની માહિતી આપને નીચે મુજબ જોઈશું.
શ્યામ તુલસી
શ્યામ તુલસીને કાળી તુલસી અને કૃષ્ણ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની તુલસીના છોડની દાંડી અને પાના જાંબલી રંગના જોવા મળે છે. આ અન્ય તુલસીના છોડની જાતો કરતાં આપણને વધુ અસરકારક જોવા મળે છે. શ્યામ તુલસીની ડાળીઓ લાંબી અને પાના પણ લાંબા હોય છે. કફ અને ઉધરસ જેવી બીમારીથી છુટકારો મેળવવા માટે લોકો આ તુલસીનો ઉપયોગ કરે છે. લોકો આ શ્યામ રંગની તુલસીનો શરીર માટે સૌથી વધુ ઉપયોગ કરે છે. શ્યામ રંગની તુલસીનો ઉપયોગ ચામડીના રોગોમાં પણ વધુ થાય છે.
રામ તુલસી
રામ તુલસીના છોડના પાન હળવા લીલા રંગના હોય છે અને ડાળીઓ સફેદથી આછા લીલા રંગની હોય છે. આ તુલસીના પાન ભગવાન સત્ય નારાયણની કથાના પ્રસાદમાં વપરાય છે. તેમજ લોકો આ પાનને ચાવીને પણ ખાય છે. કોઈ પણ ભગવાનને ભોગ ધરવામાં આવે તેમાં આ તુલસીના પાનનો ઉપયોગ થાય છે.
સફેદ તુલસી
આ સફેદ તુલસી આપણા દેશમાં વિષ્ણુ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તુલસીનો ઉપયોગ બાળકોની શરદી, ઉધરસ, તાવ, વગેરેમાં થાય છે. આ બીમારી બાળકોની સાથે સાથે મોટા માણસો પણ જો આનો ઉકાળો બનાવી પીવાથી તેમને પણ રાહત રહે છે.
વન તુલસી
આ તુલસીને જંગલી તુલસી અને તુલસી બર્બરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જાતના છોડની ઊંચાઈ ઘણી ઉચ્ચી 60 થી 90 સે.મી હોય છે. આ તુલસીના છોડમાં આખા વર્ષ દરમિયાન ફૂલો અને ફળ આવે છે. ફૂલો સુગંધ સાથે સફેદ, ગુલાબી અથવા જાંબલી રંગના હોય છે. આ તુલસી જંગલ વિસ્તારમાં જોવા મળતી હોય છે.
લેમન બેસિલ
તુલસીની આ જાતમાં તુલસી અને લેમન ગ્રાસ બંનેના ગુણો હોય છે. આ જાતના તુલસીના પાન લીંબુ જેવા સુગંધિત હોય છે અને તેમાં વિટામિન A ભરપૂર હોય છે. આ તુલસીના પાનમાંથી તમને લીંબુની સુગંધ આવે છે.
તુલસી વિવાહ વિશે માહિતી
તુલસી વિવાહ નામનો એક ઉત્સવ હિન્દુ ધર્મમાં હિન્દુ લોકો વચ્ચે ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું ધાર્મિક મહત્વ છે. આ ઉત્સવ એટલે કે તુલસીનો વિવાહ પ્રસંગ. આ ઉત્સવમાં હિંદુ પંચાંગના કારતક મહિનાની સુદ એકાદશીના દિવસે વિધિવત તુલસીના છોડને વિષ્ણુ ભગવાન સાથે પરણાવવામાં આવે છે. આ વિવાહ બાદ જે આ દિવસે વિવાહ-લગ્ન આદિ શુભ કાર્ય માટે અશુભ ગણાતા ચાતુર્માસનો પણ અહી અંત આવે છે. આ તુલસી વિવાહની સાથે ભારતમાં લગ્નની મોસમનો પ્રારંભ થાય છે. આ તુલસી વિવાહ એકાદશીનાં બીજા દિવસે કરવામાં આવે છે. તેથી આ તુલસી વિવાહને દેવ ઉઠી એકાદશી કહેવાય છે. તુલસી વિવાહ બાદ ભારત ભરમાં શુભ કાર્ય તેમજ લગ્ન પ્રસંગ કરવાની શુરુઆત થઈ જાય છે.
આપણા આ સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તુલસીના આ છોડને હિન્દુઓ દ્વારા ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યો છે. ગુજરાતી કારતક મહિનામાં દેવ ઉઠી એકાદશી પછી બીજા દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ તુલસી વિવાહનું ખૂબ જ મહત્વ છે. કારતક મહિનાની બારસની તિથિ પર તુલસીજીના ભગવાનના શાલીગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરાવવામાં આવે છે. એ પછી હિન્દુ ધર્મમાં લગ્ન કરવાની શરૂઆત કરવામાં આવે છે.
હિંદુ ધર્મમાં તુલસી
તુલસી નામ, જેનો સંસ્કૃત ભાષામાં અર્થ થાય છે ‘અદ્વિતીય’, તુલસીની સંપૂર્ણ ભારત વર્ષમાં લોકો દ્વારા પૂજા કરવામાં આવે છે. તુલસી મોટે ભાગે ભગવાન વિષ્ણુની પત્નીનાં રૂપે ઓળખાય છે. હિંદુ ધર્મમાં બે પ્રકારની તુલસી પુજાય છે—”રામ તુલસી” જેને આછા લીલા પાંદડા આવે છે જે કદમાં મોટા હોય છે; અને “કૃષ્ણ તુલસી” એટલે કે “શ્યામ તુલસી” જેને ઘેરા રંગના પાન આવે છે આ પાના ભગવાન વિષ્ણુની પુજા કરવા માટે મહત્વના છે.
દરેક હિંદુઓ પોતાના ઘરની બહાર ઘર આંગણે અથવા તો વાડામાં તુલસી રોપે છે, શહેરોમાં લોકો કુંડમાં તુલસીના છોડ રોપતા હોય છે. વિષ્ણુ મંદિરોમાં આ તુલસીનો છોડ સવિશેષ જોવા મળે છે અને ઉગાડવામાં આવે છે. તુલસીની પૂજા કરવામાં આવે છે તુલસીને શુકનવંતી માનવામાં આવે છે. વૈષ્ણવ સમુદાયના લોકો ખાસ કરીને કારતક માસમાં તુલસીની દરરોજ પૂજા કરે છે.
તુલસીના લાકડામાંથી બનેલા મણકાની માળાનો વૈષ્ણવો જાપ કરતા હોય છે અને આવા જ ઝીણા નાના મણકાઓની બનેલી તુલસીની માળાને ગળામાં પણ પહેરે છે. આ માળા પહેરનારને કૃષ્ણ કે વિષ્ણુ દ્વારા સંરક્ષિત મનાય છે. તુલસી અને વૈષ્ણવોનો એવો સંબંધ છે કે વૈષ્ણવોને ગળે તુલસીની માળા પહેરનાર તરીકે તેમને ઓળખવામાં આવે છે.
તુલસીના છોડનું ધાર્મિક મહત્વ
હિંદુ ધર્મના લોકો દ્વારા તુલસીનો છોડ સૌથી પવિત્ર ગણાય છે. આ તુલસીનો છોડ ભક્તોને ભગવાનની નજીક જવા અથવા મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તુલસીના છોડના વિવિધ ભાગોમાં દેવતાઓનો વાસ રહેલો માનવામાં આવે છે. આ ઉપરાંત, તુલસીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. આમ, લોકો દ્વારા પોતાની સમૃદ્ધિ અને શાંતિ માટે દરરોજ સ્નાન કર્યા પછી તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે.
આ હિન્દુ ધર્મના લોકો તુલસીના આ ધાર્મિક છોડ લોકોનો ઘરનો વાસ્તુ દોષ દૂર કરવામાં મદદ કરે છે. પ્રાચીન સમયમાં, ઘરોમાં તુલસીના છોડની પૂજા માટે ખાસ ઘરના આંગણે અથવા તો વાડામાં ઉગાડેલ તુલસીને સમર્પિત કરવામાં આવતું હતું. જેમ કે ઘરના વરંડામાં અથવા બાલ્કનીમાં પણ તુલસીના છોડ ઉગાડતા તેમજ તેની પૂજા અને પરિક્રમા કરતા હતા. લોકો તુલસીના છોડ સ્વરૂપે દેવી લક્ષ્મીને આદર આપવા માટે તુલસીની પરિક્રમા કરતા રહેશે.
તુલસીનો છોડ એક ઔષધિ સ્વરૂપ છે. જે ભારતીય પૌરાણિક કથાઓ અને હિંદુ ફિલસૂફીમાં નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કરેલ છે. તુલસીના છોડને અંગ્રેજીમાં “હોલી બેસિલ” કહે છે. ભારતમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારની તુલસી જોવા મળે છે; રામ તુલસી, કૃષ્ણ તુલસી અને વના તુલસી.
7 thoughts on “તુલસીના ફાયદા | Benefits of Tulsi”