લીલાં મરચાંના ફાયદા | Benefits of green chilies

લીલાં મરચાં

લીલા મરચા આપણા શરીરના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. લીલા મરચા અનેક બીમારીઓમાં તમારા શરીરના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ લાભદાયક છે. લીલા મરચા પોષક તત્વોથી ભરપુર અનેક ગુણો ધરાવે છે, જે શરીરની અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.

Table of Contents

લીલા મરચા આપણા સૌના દરેક લોકોના રસોડામાં હોય છે. હવે, ઘણાં લોકો એવાં હોય છે જેમને લીલા મરચા બહુ વધારે ભાવતા હોય છે, જ્યારે અમુક લોકો લીલા મરચા ખાવાથી જ દૂર ભાગતા હોય છે. લીલા મરચાનો ખાવામાં તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. લીલા મરચાને તમે સલાડ બનાવીને ખાઈ શકો તો પણ શરીરને અનેક ફાયદા થાય છે. લીલા મરચામાં રહેલા તત્વો જેવા કે વિટામીન એ, વિટામીન સી અને વિટામીન બી6 હોય છે. આ સિવાય લીલા મરચામાં કેપ્સાઇસિન, કેરાટીન, ક્રિપ્ટોક્સાન્થિન, લુટેન અને જેક્સન્થિન જેવા અનેક પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ્સ પણ હોય છે. જે શરીરને ફેફસાં અને હાર્ટની અનેક બીમારીઓથી બચાવે છે.

લીલા મરચામાં કયા પોષક તત્વો હોય છે?

લીલા મરચામાં રહેલા પોષક તત્વો જેવા કે ડાયેટરી ફાઈબર, થિયામીન, રિબોફ્લેવિન, નિયાસિન, ફોલેટ, આયર્ન, મેંગેનીઝ અને ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે. લીલાં મરચાંમાં વિટામિન A, C, K, B6, પોટેશિયમ, કોપર અને મેગ્નેશિયમ પણ હોય છે. લીલા મરચામાં રહેલા તમામ પ્રકારના પોષક તત્વો આપણા માનવ શરીર માટે ખૂબ જ જરૂરી છે. લીલા મરચા ખાવાના ફાયદા સાંભળીને આપણને સૌને આશ્ચર્ય થાય છે. પરંતુ શું આપણે સૌ જાણતા નથી કે દિવસમાં કેટલા મરચાં ખાવા જોઈએ? તો એ વિશે થોડીક માહિતી અહીં જાણીએ.

એક દિવસમાં કેટલાં મરચા ખાવા જોઈએ?

લીલા મરચા આપણા માનવ શરીર માટે ફાયદાકારક છે. પરંતુ, લીલા મરચાં ખાવાથી આપણા શરીરમાં કોઈ બીમારીની સારવાર થઈ શકતી નથી. આથી આપણે ભોજનમાં મર્યાદિત પ્રમાણમાં જ લીલા મરચાનું સેવન કરવું જોઈએ. આપણે દિવસમાં માત્ર બે લીલા મરચાં ખાવાથી આપણા શરીરને ફાયદો થઈ શકે છે.

લીલાં મરચાંના ફાયદા

લીલાં મરચાં કેન્સરને રાખે દૂર

લીલા મરચામાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે આપણા માનવ શરીરમાં એકઠા થયેલા તમામ હાનિકારક ઝેરી તત્વને બહાર કાઢી નાખે છે. પરિણામે, કુદરતી રીતે આપણા માનવ શરીરમાં કેન્સરના કોષોનું જોખમ ઓછું થઈ જાય છે.

લીલાં મરચાં હૃદયને સ્વસ્થ રાખે

લીલા મરચા આપણા શરીરમાં લોહીમાં થતાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. લીલાં મરચાં લોહીના ગંઠાવાનું પણ અટકાવે છે. લીલાં મરચાં ખાવાથી એથરોસ્ક્લેરોસિસ અને હૃદય રોગનું પણ જોખમ ઘટે છે.

શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે

લીલા મરચામાં રહેલા પોષક તત્વો જેવા કે વિટામિન-સી, બીટા કેરોટીન અને એન્ટી ઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે મજબૂત બનાવે છે. જેથી, કોઈપણ પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા શરીરને નુકસાન પહોંચાડી શકતા નથી.

શરીરમાં ડાયાબિટીસને દૂર કરે

લીલા મરચામાં રહેલા હાજર વિવિધ પ્રકારના ફાયદાકારક પોષક તત્વો બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં વિશેષ ભૂમિકા ભજવે છે. તેથી, આપણા માનવ શરીરમાં ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે.

શરીરમાં વિટામીન સી માટે

શરીરમાં વિટામીન સીની ઉણપ શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને નબળી કરે છે. આ માટે તમે વિટામીન સીની ઉણપને પૂરી કરવા માટે તમારે લીલા મરચાનું સેવન કરવું જરૂરી છે.

લીલા મરચા વધારે ખાવાના ગેરફાયદા

લીલા મરચા ખાવા આપણા શરીર માટે ફાયદાકારક તો છે પરંતુ, જો કે તેનું સેવન કરવામાં બહુ ધ્યાન રાખવુ પણ ખૂબ જ અત્યંત જરૂરી છે. લીલા મરચાંનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. જો તમે વધારે પડતું સેવન કરો છો તો તમને શરીરમાં એસિડિટી, હાર્ટબર્ન, બળતરા વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે, અને શરીરમાં હાનિકારક ચીજો પણ એકઠી થઈ શકે છે.

લીલાં મરચાં ખાવાના અઢળક ફાયદા

લીલાં મરચાં એ આપણા ખોરાકનો સ્વાદ વધારવાનું કામ કરે છે. લીલા મરચાંમાં રહેલા પોષક તત્વો જેવા કે વિટામિન એ, બી6, સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ સહિત અનેક પ્રકારના તત્વો હોય છે. જે લીલા મરચાં ખાવાથી આપણા સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. તો આવો લીલા મરચાંના ફાયદા વિશે જાણીએ…

શરીરનું વજન ઓછું કરે

જો તમે તમારા શરીરનું વજન ઓછું કરવા માંગતા હોવ, તો તમે લીલા મરચાંને તમારા ડાયટ પ્લાનમાં સામેલ કરી શકો છો. આનું મુખ્ય કારણ એ છે કે, મરચાંમાં કેલરી હોતી નથી અને તે ખાવાથી શરીરને અનેક પ્રકારના પોષક તત્ત્વો મળે છે.

શરીરમાં આંખ માટે ફાયદાકારક

મરચાંમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં વિટામિન એની ઉણપને કારણે ઘણાં લોકોની આંખોની રોશની ઘણી વખત નબળી પડી જતી હોય છે, તેથી લીલા મરચાં અચૂક ખાવા જોઈએ.

શરીરમાં કેન્સરને દૂર રાખે

લીલાં મરચાં ખાવાથી કેન્સરને ઘણી હદ સુધી દૂર રાખી શકાય છે. લીલાં મરચાંમાં એન્ટી ઓક્સીડન્ટ નામનો ગુણ હોય છે, જે શરીરની આંતરિક સફાઇની સાથે શરીરને ફ્રી રેડિકલ્સથી પણ બચાવીને શરીરમાં કેન્સરનું જોખમ ઘટાડે છે.

વ્યક્તિનું મૂડ બુસ્ટર (વધારનાર)

લીલા મરચાં વ્યક્તિના મગજમાં એન્ડોર્ફિનનો સંચાર કરે કરે છે. જે ખાવાથી વ્યક્તિનું મૂડ ખૂબ જ ખુશ રહે છે, મજામાં રહે છે અને વ્યક્તિનો ગુસ્સો તો બિલકુલ દૂર જ થઈ જાય છે. આથી લીલા મરચાંનું સેવન વ્યક્તિના મૂડ માટે ખૂબ જ ફાયદાકારક છે.

શરીરમાં ચામડીની સંભાળ (સ્કિન કેર)

વિટામિન-ઈ થી ભરપૂર લીલા મરચાં આપણા શરીરની ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલાં મરચાં ખાવાથી ચહેરો ચમકવા લાગે છે અને ત્વચામાં નિખાર આવે તેમજ સુંદર દેખાય છે.

READ MORE:
ડુંગળી ખાવાના ફાયદા | Benefits of Eating Onion
તરબૂચ ખાવાના ફાયદા | Benefits of Eating Watermelon
Benefits of Garlic | લસણના ફાયદા
કાળી ખજૂરના ફાયદા | Benefits of Black Khajur

લીલા મરચાંથી થતા નુકસાન

લીલાં મરચાં ખાવા આપણા શરીરમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ, જો એક પ્રમાણથી વધારે ખાવામાં આવે તો તે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જે ખાવાથી શરીર પર ખરાબ અસર પણ પડે છે.
લીલા મરચાં વધારે ખાવામાં આવે તો તે તમારા પેટની ગરમી વધારે છે. તેમાં કેપ્સાસીન નામનું તત્વ હોય છે, જેનાથી પેટની બીમારીઓ વધે છે.

લીલા મરચાંમાં ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે, જેના કારણે વ્યક્તિને ઝાડા થઈ શકે છે.
લીલા મરચાંમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટથી તમારા શરીરમાં અલ્સરનું જોખમ પણ વધી જાય છે.
જો લીલા મરચાં વધારે પડતાં ખાવામાં આવે તો તમને શરીરમાં બ્લડ શુગરની સમસ્યા પણ થઈ શકે છે.
લીલા મરચાંનું જો વધારે પડતું સેવન કરવામાં આવે તો તમને સ્કિનની સમસ્યા પણ થઈ શકે છે.

આપણા દરેક લોકોનો ખાવાનો સ્વાદ અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે ભારતીયોને તીખું ખાવાનું વધારે પડતું પસંદ હોય છે. કોઈપણ વાનગીની બનાવટમાં કે ખાવા-પીવામાં લીલા મરચાંનું પોતાનું અલગ જ સ્થાન છે. આપણે ત્યાં ઘણા લોકો રોજ લીલા મરચાં ખાતા હોય છે. પરંતુ, આ સ્વાદની પ્રક્રિયામાં વધુ પડતું લીલું મરચું ખાવું આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હાનિકારક છે.

મરચાંના પાંચ પ્રકાર

આપણા ત્યાં બજારમાં અલગ અલગ મરચાંની પાંચ પ્રકારની જાત મળી આવે છે. જે મરચાંમાં રેશમપટ્ટો, ઘોલર, કાશ્મીરી, લવિંગયુ અને ડબલ રેશમ પટ્ટો આ પ્રકારની જાત અહીં જોવા મળી રહી છે. આપણા જુનાગઢવાસીઓ અત્યારે હાલમાં ઓછું તીખું ખાવાના શોખીન હોવાથી તે રેશમ પટ્ટો નામની મરચાંની જાતની ખરીદી ખૂબ વધારે કરી રહ્યા છે. આ મરચાં અલગ અલગ પ્રકારની લાક્ષણિકતા ધરાવતા તેને લોકો પોતાના સ્વાદ અનુસાર મિક્સ કરીને પણ ખરીદી કરીને પોતાના રસોડામાં ઉપયોગ કરી રહ્યા છે.

આપણા ગુજરાત રાજ્યમાં વવાતાં મરચાંને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે :
(1) ઘોલર મરચાં: આ પ્રકારના મરચાં પ્રમાણમાં ઓછાં તીખાં મરચાં હોય છે. આ મરચાં શાકભાજીમાં સંભાર અને સલાડ બનાવવા માટે વાપરવામાં આવે છે.
(2) લાલ મરચાં: આ મરચાં મધ્યમ, તીખાં પ્રકારના હોય છે. આ લાલ મરચાંનો પાઉડર બનાવી શકાય છે. આ મરચાંમાં રેશમપટ્ટી જાત ખૂબ જ લોકપ્રિય છે.
(3) લવિંગિયાં મરચાં: આ મરચાંનો ત્રીજો પ્રકાર છે. જે લીલાં, ટૂંકાં, કઠણ મરચાં હોય છે, જે સ્વાદમાં ખૂબ જ તીખાં હોય છે. જે મુખ્ય લવિંગિયા મરચાં તરીકે ઓળખાય છે. 

લાલ મરચાંના ફાયદા

લાલ મરચાં ખોરાકનો સ્વાદ અને તીખાશ બંને વધારવા માટે મહત્વપૂર્ણ છે. જે ભોજનને સ્વાદિષ્ટ બનાવતુ આ તીખું લાલ મરચું કોઈ દવાથી કે ઔષધિથી ઓછું નથી. તો આવો લાલ મરચાંના ફાયદા વિશે જાણીએ…
લાલ મરચાંમાં એન્ટીઓબેસિટી નામનો ગુણ હોય છે. જે શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે, તેથી જે લોકો પોતાના શરીરનું વજન ઓછું કરવા ઈચ્છતા હોય તેમણે પોતાના ડાયટ પ્લાનમાં લાલ મરચાંને સામેલ કરવા જોઈએ.

જે લોકોને શરીરમાં પાચનની સમસ્યા હોય તે લોકો માટે લાલ મરચાં ખૂબ જ ફાયદાકારક છે. લાલ મરચાંના સેવનથી પેટની સમસ્યા, ગેસ, એસિડિટી, ડાયેરિયા જેવી સમસ્યાઓને ઓછી કરવામાં મદદરૂપ થાય છે.

શરીરમાં હાઈ બીપીના દર્દીઓએ તેમના ડાયટ પ્લાનમાં લાલ મરચાંને અચૂક સામેલ કરવા જોઈએ.
શરીરમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે લાલ મરચું ખાવું ખૂબ જ જરૂરી છે.

સ્કિન અને વાળ માટે લાલ મરચાંથી થતા ફાયદા

ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે લાલ મરચું પણ ઘણું ફાયદાકારક છે. આ સિવાય લાલ મરચાં ત્વચામાં બ્લડ ફ્લોમાં પણ વધારો કરે છે, જેનાથી ત્વચામાં ચમક આવે છે, નિખાર આવે છે અને ત્વચા સુંદર દેખાવા લાગે છે. લાલ મરચાં ત્વચા પરની કરચલીઓ, ખીલ અને ડાઘને હળવા કરવામાં પણ ફાયદાકારક છે. માથાનાં વાળને મજબૂત કરવાની સાથે સાથે લાલ મરચું વાળનો ગ્રોથ વધારવામાં અને ખરતા અટકાવવામાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

લાલ મરચાંથી થતા નુકસાન

  1. પેટમાં ગરબડ અને બળતરા જેવી સમસ્યા થઈ શકે છે
  2. લાલ મરચા શરીરમાં એલર્જીક સમસ્યાઓનું કારણ બની શકે છે
  3. લાલ મરચું ગેસ્ટ્રિક સમસ્યાઓ અને અલ્સરને જટિલ બનાવી શકે છે
  4. લાલ મરચું ખાવાથી શરીરમાં શ્વસન સંબંધી સમસ્યાઓ અને ખરજવું થવાનું જોખમ વધી જાય છે

લાલ મરચા કરતાં લીલું મરચું કેમ વધારે ફાયદાકારક છે?

લાલ મરચાના પાવડર કરતાં લીલું મરચું આપણા શરીરના સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. લીલા મરચાંમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને કેલરી હોતી જ નથી. જે શરીરનું વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે અથવા તો જે લોકો ડાયટ પ્લાન કરી રહ્યા છે તે લોકો માટે શરીરને તંદુરસ્ત રાખવાનો વિકલ્પ છે. લીલા મરચાંમાં રહેલા બીટા-કેરોટીન, એન્ટીઑકિસડન્ટ અને એન્ડોર્ફિન્સનો સમૃદ્ધ સ્ત્રોત છે, જ્યારે લાલ મરચાંનું વધુ સેવન કરવાથી શરીરમાં આંતરીક બળતરા થઈ શકે છે. જેના પરિણામે શરીરમાં પેપ્ટીક અલ્સર પણ થઈ શકે છે.

Disclaimer : આ આર્ટિકલમાં આપેલ માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત છે. જેનો ઉપયોગ તમારા માટે લાભદાયક પણ છે. પરંતુ, વધુ ઊંડાણથી અભ્યાસ કરવા માટે યોગ્ય તજજ્ઞની મુલકાત લેવી.

READ MORE :
ડુંગળી ખાવાના ફાયદા | Benefits of Eating Onion
તરબૂચ ખાવાના ફાયદા | Benefits of Eating Watermelon
Benefits of Garlic | લસણના ફાયદા
કાળી ખજૂરના ફાયદા | Benefits of Black Khajur

1 thought on “લીલાં મરચાંના ફાયદા | Benefits of green chilies”

Leave a comment