આપણા માનવ શરીરમાં પાણી પૂરતી માત્રામાં પીવાથી અનેક પ્રકારની બિમારીઓ દૂર થાય છે. જેવી કે, શરીરની ઘણી બીમારીઓમાં શરીરમાં આળસ આવવી, પિંપલ્સ થવા, પેટની બીમારી, અપચાની તકલીફ આવી અનેક પ્રકારની બીમારી પાણી પીવાથી દૂર થાય છે. જો તમે વાસી મોઢે સવારે બ્રશ કર્યા વિના પાણી પીવો છો, તો તે તમારા શરીરની ગંદકીને મળ દ્વારા બહાર કાઢે છે. સૂતી વખતે એટલે કે 7-8 કલાકની વચ્ચે આપણે પાણી પીતા હોતા નથી. આ દરમિયાન તમારે સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવુ જોઈએ. જેથી તમારુ શરીર સૌથી પહેલા હાઈડ્રેટ રહે છે.
શરીર માટે પાણી પીવુ કેટલુ જરૂરી છે એ વાતથી ભાગ્યે જ કોઈ વ્યક્તિ અજાણ હશે. આપણા શરીરમાં ઘણી બધી પેટની બીમારી અને પોતાને હાઈડ્રેટ રાખવા માટે પાણી ખૂબ વધુ પીવું જરૂરી છે. ડોક્ટરોના મત અનુસાર દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવુ જોઈએ. પરંતુ ઘણા લોકો સવારે બ્રશ કર્યા પહેલા વાસી મોઢે પાણી પીવે છે. એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
વાસી મોંઢે પાણી પીવાના ફાયદા
વહેલી સવારે ઉઠી બ્રશ કર્યા વિના વાસી મોંઢે પાણી પીવાથી શરીરને ખૂબ સારો ફાયદો થાય છે. શરીરનો બધો કચરો મળ દ્વારા બહાર નીકળી જાય છે. તેમજ શરીર સ્વસ્થ રહે છે. વાસી મોંઢે. પાણી પીવાના ફાયદા નીચે મુજબ છેઃ
પાચનક્રિયા શ્રેષ્ઠ રહે છે
આપણે સૌ સવારે વાસી મોઢે પાણી પીવો છો! તો આવુ કરવાથી તમારી પાચન શક્તિ મજબૂત થાય છે. પાણી પીવાની સાથે જ તમારુ ભોજન સરળતાથી પચી જાય છે. શરીરની ઘણી બીમારીઓ જેમ કે આળસ આવવી, પિંપલ્સ થવા, પેટની બીમારી, અપચાની તકલીફ દૂર થાય છે. જો તમે વાસી મોઢે બ્રશ કર્યા વિના પાણી પીવો છો તો તે તમારા શરીરની ગંદકીને બહાર કાઢે છે. તેમજ તમને સ્વસ્થ રાખે છે.
સવારના સમયે શરીરને હાઈડ્રેટ રાખવુ ખૂબ જરૂરી છે
આપણે સૌ રાત્રે સૂતી વખતે એટલે કે 7-8 કલાકની વચ્ચે આપણે પાણી ભાગ્યે જ પીતા હોય છે. આ દરમિયાન તમારે સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવુ જોઈએ. જેથી તમારુ શરીર સૌથી પહેલા હાઈડ્રેટ રહે છે.
મોઢામાં બેક્ટેરિયા જમા થતા નથી
મોઢામાં પૂરી રાત ઊંઘમાં જામેલા ગમે તેટલા બેક્ટેરિયા હોય છે. પરંતુ વાસી મોઢે પાણી પીવાથી મોઢાના બેક્ટેરિયા ફ્રી થઈ જાય છે.
શરીરની ઈમ્યુનિટી વધે છે
જો તમે વાસી મોઢે પાણી પીશો તો તમારી શરીરની ઈમ્યુનિટી વધશે. તમને ઝડપથી કોલ્ડ કે કફ થશે નહીં. આનાથી વાળ પણ હેલ્ધી અને મજબૂત થાય છે.
દરરોજ સવારે વાસી મોઢે પાણી પીવાથી તમે હાઈ બીપી અને શુગર જેવી બીમારીથી બચી શકો છો. સાથે જ સવારે જો તમે પાણી પીવો છો તો તમે મેદસ્વીપણા જેવી સમસ્યાથી બચી શકો છો. જો તમારે વજન ઘટાડવુ હોય તો વાસી મોઢે જ લમરૂર પાણી પીવો. સવારે વાસી મોઢે પાણી પીવુ સારુ માનવામાં આવે છે.
મોઢામાંથી દુર્ગંધ આવતી નથી
ડ્રાય માઉથના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. આ દરમિયાન જો તમે સવારે ઉઠીને વાસી મોઢે પાણી પીશો તો તમે ઘણા પ્રકારની સમસ્યાથી બચી શકો છો. ડ્રાય માઉથની સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમે જરૂરિયાતના હિસાબે પાણી પીતા નથી. તેથી સવારે ઉઠીને પાણી જરૂર પીવુ જોઈએ.
પાણી કેટલું પીવું જોઇએ?
આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે રોજ 3-4 લીટર પાણી પીવું જોઈએ. આમ, જોવા જઈએ તો સામાન્ય રીતે એક પુખ્ત વયની વ્યક્તિ ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીએ એ જરૂરી છે. તેમજ નાનાં બાળકોએ તેમની એક્ટિવિટી અને વજન અનુસાર પાંચથી છ ગ્લાસ પાણી પીવું જરૂરી છે.
આપણા શરીરમાં કેટલું પાણી છે?
મનુષ્યના શરીરમાં 65 ટકા પાણી છે, એટલે કે આપણા શરીરમાં અડધાથી વધુ જથ્થો પાણી છે. પાણીની માત્રા પણ દરેક ઉંમર અનુસાર અલગ અલગ હોય છે. પુખ્ત વયના લોકો વિશે વાત કરીએ, તો તેમના શરીરમાં 65 ટકા પાણી હોય છે, જ્યારે વૃદ્ધ લોકોમાં 50 ટકા અને બાળકોમાં 80 ટકા હોય છે. આ પાણી શરીરની રચના માટે ફાયદાકારક છે અને તે ઘણા રોગોને શરીરથી દૂર રાખે છે.
દિવસમાં પાણી કેટલું પીવું જોઈએ?
આખા દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ. એ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે અને આવી સ્થિતિમાં પાણીની જરૂરિયાત પણ અલગ હોય છે. તમારે શરીરના વજન પ્રમાણે પાણી પીવું જોઈએ. દરેક વ્યક્તિએ 20 કિલો વજન મુજબ એક લિટર પાણી પીવું જોઈએ. આવી રીતે જેનું જેટલું વજન એ પ્રમાણે તેણે પાણી પીવું જોઈએ.
સવારે ઉઠીને કયું પાણી પીવું જોઈએ
દરેક વ્યક્તિ માટે સવારે ઉઠીને વાસી મોઢાએ પાણી પીવું શરીરને ખૂબ જ ફાયદાકારક હોય છે. સવારે ઉઠીને માટલાનું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે સૌથી વધુ લાભદાયી છે. માટલાનું શુધ્ધ પાણી પીવાથી તમારું શરીર હાઈડ્રેડ રહે છે. શરીરને ઠંડક મળે છે અને શરીરમાં જમા ટોક્સિંસ પણ સરળતાથી નીકળી જાય છે. પરંતુ જો તમારી આસપાસ માટલું નથી તો તમે નોર્મલ અથવા તાજુ પાણી પી શકો છો. પાણી ગરમ કરીને પણ નવસેકું પાણી તમે પી શકો છો. સવારે ઉઠીને ફ્રીજનું પાણી પીવું શરીર માટે હિતાવહ નથી. આથી ફ્રીજનું ઠંડુ પાણી ન પીવું જોઈએ.
માટલાનું પાણી પીવાના ફાયદા
માટલાનું પાણી માનવ જીવન જીવવા માટે તેમજ શરીરને તંદુરસ્ત રાખવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટલાનું પાણી ટીડીએસને ઓછું કરી શકે છે. સાથે વધારી પણ શકે છે. ખાસ કરીને ગરમીમાં માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. માટલાનું પાણી શરીરના પિત્તને સંતુલિત કરે છે. સાથે જ પેટની સમસ્યાને પણ દૂર કરે છે.
સવારે ઉઠીને નોર્મલ પાણી કેવી રીતે પીશો
જો તમારા આસપાસ માટલું નથી તો તમે ફ્રીજનું પાણી પીવાની જગ્યાએ નોર્મલ અથવા તો નળે આવેલું તાજુ પાણી પી શકો છો. નોર્મલ પાણી પીવું એ પણ સ્વાસ્થ્ય માટે સારું છે. નોર્મલ પાણીને વધારે હેલ્દી બનાવવા માટે તેમાં લીંબુ, મધ વગેરે નાખી શકો છો. તે સિવાય નોર્મલ પાણીમાં એલોવેરા રસ, આમળા રસ સહિત વિવિધ વસ્તુઓ પણ નાખી શકો છો. આ પ્રકારનું પાણી પીવાથી શરીરમાં પોષકતત્વો વધી જાય છે. આ પાણી પીવાથી શરીરને ઘણા લાભ થાય છે.
ફ્રીજના પાણીથી શરીરને થતું નુકસાન
ફ્રીજનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે. ફ્રીજનું પાણી પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. આ પાણી પીવાથી શરીરના આંતરડા સંકોચાય જાય છે. તેમજ શરીરમાં પેટની સાથે જ કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આથી સવારે કે પછી દિવસ દરમિયાન ક્યારેય પણ ફ્રીજનું પાણી ન પીવું જોઈએ. તે શરીર માટે નુશાનકારક છે.
ગરમ પાણી શા માટે પીવું જોઈએ?
ગરમ પાણી પીવાથી શરીરનું વજન ઓછું થાય છે. જો તમને શરદીની સમસ્યા કાયમ છે, તો આ સમસ્યા દરરોજ ગરમ પાણી પીવાથી મટી શકે છે. ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને રેગ્યુલર પીવાથી તરત જ શરીરની ચરબી ઘટવા માંડે છે. છોકરીઓને માસિક દરમિયાન થતો દુખાવો દૂર કરવા માટે ગરમ પાણી પીવું એક જન જોઈએ. આપણે નિયમિતપણે ગરમ પાણી પીવાથી ચહેરા પરની કરચલીઓ થતી નથી અને ગરમ પાણી ચહેરાને નિખારે આપે છે. ગરમ પાણી પીવાથી આપનું શરીર ઝડપથી ડિટોક્સ થઈ જાય છે, જેના કારણે શરીરની પાચનક્રિયા યોગ્ય રહે છે.
ગરમ પાણી પીવું એ માથાનાં વાળ માટે પણ ફાયદાકારક છે. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી માથાનાં વાળ ચળકતા, ખરતા અટકે છે અને તેમજ વૃદ્ધિ સારી થાય છે. જો પેટમાં ગેસની સમસ્યા હોય તો ગરમ પાણી પીવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. સવારમાં ગરમ હુફાડું પાણી પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન જળવાઈ રહે છે. સોફ્ટ ડ્રિંક્સને બદલે નવશેકું પાણી પીવાથી શરીર મજબૂત બને છે. શરીરને ઝડપથી શક્તિ મળે છે. સવારે નરણા કોઠે ગરમ પાણી પીવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે. ઉપરાંત, સ્નાયુઓની ખેંચાણ પણ ગાયબ થઈ જાય છે. શરીર હલકું ફૂલકું ફ્રેશ થઈ જાય છે.
ગરમ પાણી પીવાથી થતાં ફાયદા
શરીરને સ્વસ્થ રાખવા માટે ડૉકટર દરેકને વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપે છે. જો આ પાણીને ગરમ હુંફાળું કરીને પીવામાં આવે તો તેનામાં ગુણ અનેકગણા વધી જાય છે. અને પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે. આ ગરમ પાણીના સેવનથી પેશાબ પણ છૂટથી આવે છે જેથી શરીરમાંના વિષાણુઓ મૂત્ર દ્વારા ઝડપથી બહાર નીકળી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના અનુસાર, રાતના સૂતી વખતે ગરમ પાણી પીવાથી શરીરને ઘણા લાભ થાય છે.
સંશોધનો દ્વારા સાબિત થયું છે કે, સામાન્ય તેમજ ઠંડુ પાણી પીવાના સ્થાને હુંફાળું પાણી પીવાની આદત રાખવી જોઇએ. પરંતુ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. રાતના સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.
રાતના સૂતા પહેલા પાણી પીવાનો લાભ
રાતના સૂતા પહેલા ગરમ પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. જેથી રક્તસંચાર શરીરમાં વ્યવસ્થિત રીતે થાય છે. ગરમ પાણી પીવાથી શરીરની દરેક કોશિકાઓને પોષણ મળે છે તેમજ કોશિકાઓમાંથી પણ ઝેરી તત્વો બહાર ફેંકવામાં સહાયક છે. સૂતા પહેલા હુંફાળું ગરમ પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.
મન પ્રફુલ્લિત રાખવા માટે
રાતના સૂતા પહેલા હુંફાળું ગરમ પાણી પીવાથી મન પ્રફુલ્લિત રહે છે. સાલ ૨૦૧૪માં કરવામાં આવેલા એક સંશોધન અનુસાર પાણીની ઉણપ વ્યક્તિના મનની નકારાત્મક અસરને પ્રભાવિત કરી શકે છે. એવામાં અધિક પાણી પીવાથી આ પ્રકારની સમસ્યા સરળતાથી દૂર થાય છે. સંશોધનમાં સાબિત થયું છે કે, વધુ પ્રમાણમાં પાણી પીવાથી લોકોનું મન પ્રફુલ્લિત, શાંત અને સકારાત્મક રહે છે.
મેટાબોલિઝમમાં સુધારો કરે છે
સંશોધન અનુસાર સાબિત થયું છે કે, હુંફાળું ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. તેમજ શરીરમાં રહેલી ચરબી ઘટાડવામાં મદદ મળે છે. ગરમ પાણી પીવાથી આહારમાંના ચરબીના અણુઓને ઝડપથી તોડવામાં મદદ કરે છે, જેથી વ્યક્તિનું વજન ઘટે છે. એવામાં રાતના ભોજન પછી એક ગ્લાસ ગરમ પાણી પીવું શરીરના સ્વાસ્થ્યને ગુણકારી છે. તેમજ શરીર તંદુરસ્ત રહે છે.
શરીરની પાચનક્રિયાને સુધારે છે
ભોજન કર્યા બાદ થોડા સમય પછી ગરમ પાણી પીવાથી શરીરની પાચનક્રિયા સુધરે છે. ગરમ પાણી પીવાથી અપચો એસિડિટી જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા શરીરને થતી નથી. આ ઉપરાંત શરીરમાં રક્ત પ્રવાહ વધે છે, શરીરની માંસપેશિયોને આરામ મળે છે અને શરીરમાંના ઝેરી તત્વો બહાર ફેંકવામાં મદદગાર બને છે. સૂતા પહેલા હુંફાળું પાણી પીવાથી વારં વાર થતી એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે.
શરીરમાં થયેલી શરદી-ઉધરસ-કફમાં રાહત આપે છે તેમજ નાક બંધ થયું હોય તો ખૂલી જાય છે. હુંફાળું ગરમ પાણી પીવાથી શરદી-ઉધરસમાં રાહત મળે છે. તેમજ કફ છૂટો પડતાં કફ સરળતાથી બહાર નીકળે છે. ગરમ પાણી પીતી વખતે તેની ગરમ વરાળથી નાક શરદીને કારણે બંધ થઇ ગયું હોય તો તે ખૂલી જાય છે. ગરમ પાણીની વરાળ એટલે કે નાશ તમે શરદીમાં લઈ શકો છો. અને તે લેવાથી તમને શરદીમાં રાહત મળે છે. ગરમ પાણી પીતી વખતે ગ્લાસને પકડીને નાકને વરાળનો સેક આપીને ઊંડો શ્વાસ લઈ શકાય છે. તમને સાઇનસથી પણ રાહત થાય છે. તેમજ સાઇનસના કારણે થતા માથાના દુખાવામાં પણ રાહત થાય છે. ઉપરાંત ગરમ પાણી ગળાથી નીચે ઊતરે છે ત્યારે ગળાને પણ સેક આપતું જતું હોવાથી શરદીને કારણે ગળામાં તકલીફ હોય તો તે પણ દૂર થાય છે. ગળાનો દુઃખાવો પણ દૂર થાય છે.
શરીરનો થાક ઉતારે છે
રાતના હુંફાળું ગરમ પાણી પીવાથી આખા દિવસનો શરીરનો થાક ઉતરે છે તેથી શરીર તાજગી અનુભવને છે. તેમજ શરીર ફ્રેશ થઈ જાય છે.
ગરમ પાણી પેટને સાફ કરે છે
સવારે ખાલી પેટે હૂંફાળું ગરમ પાણી પીવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જાય છે, તેનાથી તમે શરીરમાં સંપૂર્ણ તાજગી અનુભવો છો. આખો દિવસ તમારું મન તનાવ મુક્ત રહેશે, કારણ કે પેટની સમસ્યા મટી જાય છે. આપણા શરીરમાં પેટ ઘણી બધી સમસ્યાઓ ઉભી કરે છે. આથી પેટ સાફ તો શરીર ફ્રેશ.
ત્વચામાં નિખાર લાવે છે
ગરમ પાણી પીવાથી ચહેરા પર ઝડપથી કરચલીઓ આવતી નથી અને ચહેરાનો ગ્લો હંમેશા રહે છે. ગરમ પાણીનું સેવન તમારા વાળ ઝડપથી સફેદ થતા અટકાવે છે.
સામાન્ય તેમજ ઠંડુ પાણી પીવાથી કબજિયાતની તકલીફ રહે છે. કબજિયાત અનેક શારીરિક સમસ્યાઓનું કારણ બને છે. ચહેરા પરના ખીલ, ચહેરા પર કરચલી થવા જેવી તકલીફો થાય છે. સવારે નિયમિત રીતે નયણા કોઠે ગરમ પાણી પીવાથી આ બધી સમસ્યાઓથી રાહત થાય છે.
રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે
આપના શરીરમાં બદલાતી ઋતુને કારણે સ્વસ્થ રહેવામાં થોડી તકલીફ થતી હોય છે. તેથી સવારે નયણા કોઠે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા શકિત વધે છે.
દાંતના દુખાવામાં ફાયદાકારક
મોંઢામાં દાંતના પેઢામાં થતા સડાને કારણ દાંતમાં દુ:ખાવો થાય છે. તેથી હુંફાળું ગરમ પાણી પીવાથી દુઃખાવામાં રાહત થાય છે. મોંઢામાં દાંતના પેઢામાં થતો દુખાવામાં તેમજ સોજોમાં રાહત થતા દાંતના દુખાવાથી છુટકારો મળે છે.
માનસિક તાણથી છૂટકારો મળે છે
ગરમ પાણી પીવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉત્તમ રીતે કાર્ય કરે છે. જેથી માનસિક તણાવથી છુટકારો મળે છે અને મગજને શાંતિ મળે છે.માનસિક રીતે ફ્રેશ રહેવાય છે.
સ્ત્રીઓને માસિક ધર્મમાં રાહત
સ્ત્રીને માસિક ધર્મ દરમિયાન પેટ તેમજ કમરના દુખાવાની ફરિયાદ સામાન્ય છે. આવી તકલીફમાં ગરમ પાણી લાભ આપે છે. દર છ કલાકે ગરમ પાણીને ચાની માફક પીવાથી પેટની સફાઇ થાય છે અને દુખાવાથી તમને આરામ મળે છે.
ગરમ પાણી પીવાના ગેરફાયદા
આપણા શરીરનો 60 ટકા ભાગ પાણીથી બનેલો છે. સ્વસ્થ અને સુંદર શરીર માટે પાણી પીવું ખરેખર જરૂરી છે. દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. ગરમ પાણી પીવાના ઘણા ફાયદા છે. પરંતુ જો પાણી ખોટી રીતે પીવામાં આવે છે, તો આ પાણી તમારા માટે નુકસાનકારક છે. સવારે ઉઠ્યા પછી એકવાર હુંફાળુ પાણી પીવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી. પરંતુ જો તમે દિવસમાં ઘણી વખત ગરમ પાણી પીતા હોવ તો તમને આ સમસ્યાઓ થઈ શકે છે. ચાલો આપણે આ સમસ્યાઓ જે થાય છે તેના વિશે વિગતવાર જાણીશું.
પાણીનું સંતુલન ખૂબ મહત્વનું છે
આપણા શરીરમાં દરેક તત્વોની માત્રામાં ચોક્કસ સંતુલન હોવું જરૂરી છે. તેમજ પાણીનું સંતુલન આપણા સ્વાસ્થ્ય માટે એકદમ જરૂરી છે. તબીબી વિજ્ઞાન અને આયુર્વેદના આ નિયમને ધ્યાનમાં લેતા, ગરમ પાણી પીતા સમયે, આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વધારે પ્રમાણમાં ગરમ પાણીનું સેવન કરવાથી આપણા શરીરને ફાયદાની જગ્યા એ નુકસાન થાય છે. માનવ શરીરમાં લગભગ 60 થી 70 ટકા ભાગમાં પાણીનો સમાવેશ થાય છે, જે આપણા શરીરની આંતરિક ગ્રંથીઓ, લોહી અને પાચન શક્તિને સરળતાથી ચલાવવામાં મદદ કરે છે. આપણે દરરોજ લગભગ 6-7 ગ્લાસ સામાન્ય પાણી પીવું જોઈએ. પરંતુ વધારે ગરમ પાણી પીવાથી આપણી આંતરિક સિસ્ટમને નુકસાન થાય છે. તેથી, તેની જાણકારી મેળવ્યા વિના મોટા પ્રમાણમાં ગરમ પાણીનું સેવન ન કરવું જોઈએ.
લોહીમાં પાણી વધે છે
જો તમે વજન ઘટાડવા માટે અથવા તો પેટની ચરબી ઘટાડવા માટે આખો દિવસ ગરમ પાણી પીતા હોવ તો આ આદત બદલવી જોઈએ. આ નિષ્ણાતોના મતે, આમ કરવાથી લોહીમાં પાણીની માત્રા વધવા લાગે છે.
કિડની પર અસર થાય છે
આપણી કિડનીમાં એક ખાસ કેપિલરી સિસ્ટમ હોય છે, જે વધારે પાણી અને ઝેરને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. સંશોધન અનુસાર બતાવે છે કે હૂંફાળું ગરમ પાણીથી તમારી કિડની પર સામાન્ય કરતાં વધુ ભાર પડે છે, જેના કારણે કિડનીને સામાન્ય રીતે કામ કરવામાં સમસ્યા થાય છે. તેથી તમારે ગરમ પાણી પીવું જોઈએ, પરંતુ આખો દિવસ ન પીવું જોઈએ.
નસોમાં સોજો આવે છે
જો તમને તરસ ન લાગી હોય અને તમે છતાં પણ ગરમ પાણી પીતા હોવ તો તમારે નસોમાં સોજાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કહેવાય છે કે તેનાથી મગજની નસોમાં સોજો આવી શકે છે. નિષ્ણાંતોના મત અનુસાર, દિવસ દરમિયાન માત્ર મર્યાદિત માત્રામાં જ ગરમ પાણી પીવું જોઈએ. આ ગરમ પાણી યોગ્ય માત્રામાં પીવું એ બરાબર છે. પરંતુ વધુ પડતું પીવું એ શરીર માટે હિતાવહ નથી.
સર્જરીમાં કાળજી લો
જો તમારી સર્જરી થઈ હોય, તો ડોક્ટરની સલાહ લીધા પછી જ ગરમ પાણી પીવું જોઈએ. કારણ કે ડોકટરના મત અનુસાર બાયપાસ સર્જરીના મોટાભાગના કિસ્સાઓમાં, ડોકટરો ઓછુ પાણી પીવાની ભલામણ કરે છે. આથી ગરમ પાણી યોગ્ય માત્રામાં પીવું જોઈએ.
રાત્રે સૂતી વખતે ગરમ પાણી ન પીવું
જો તમને રાત્રે ગરમ પાણી પીવાની ટેવ હોય, તો તેના પર થોડું ધ્યાન આપો. ગરમ પાણી પીવું ખૂબ ફાયદાકારક છે, પરંતુ ગરમ પાણી હંમેશા ન પીવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે રાત્રે ગરમ પાણી પીવાથી તમને ઉંઘની સમસ્યા થઈ શકે છે. રાત્રે હૂંફાળું ગરમ પાણી પીવાથી તમે વધારે પેશાબ પણ કરી શકો છો અને લોહીની નળીના કોશિકાઓ પર દબાણ પણ વધે છે. સૂવાના સમયે ગરમ પાણીનું સેવન ન કરવું જોઈએ.
ગરમ પાણીથી આંતરિક અવયવો પર અસર
દરેક વ્યક્તિના શરીરના આંતરિક અવયવો કરતા ગરમ પાણીનું તાપમાન ઘણું વધારે છે. જેના કારણે ગરમ પાણી પીવાથી શરીરની અંદરના અવયવોને નુકસાન થવાનું જોખમ રહેલું હોય છે. તેથી, ગરમ પાણી પીવાના ગેરફાયદા પણ છે. જો કે તમારે ગરમ પાણી પીવું હોય તો થોડું હુંફાળુ પાણી પીવો. આપણા શરીરની ત્વચા અને તેના હેઠળના પેશીઓ તેના કરતા વધુ સખત હોય છે, તેથી તે ખૂબ ગરમી અને ઠંડીનો સામનો કરી શકે છે. પરંતુ શરીરના આંતરિક અવયવોના પેશીઓ ખૂબ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે વહેલી સવારે ગરમ પાણી પીવાથી કોઈ આડઅસર થતી નથી. પરંતુ વારમ વાર ગરમ પાણી પીતા હોવ, તો તે તમારા આંતરિક અવયવોમાં ફોલ્લાઓ પેદા કરી શકે છે. સામાન્ય રીતે, ગરમ પાણીને લીધે પ્રથમ અસરગ્રસ્ત અંગો હોઠ, મોંઢાનો આંતરિક ભાગ, જીભ અને ગળુ છે. આને માટે નુશાનકારક સાબિત થાય છે.
ઘણા સૂક્ષ્મજંતુઓ હોઈ શકે છે
લોકોને ઘણી વાર લાગે છે કે પાણી ગરમ કરવાથી તેમાં રહેલા સૂક્ષ્મજંતુઓ અને દૂષણો દૂર થાય છે. જો તમે સંપૂર્ણપણે ઉકાળ્યા પછી પાણી પીતા હોવ, તો તે યોગ્ય છે. પરંતુ જો તમે ફક્ત પાણી ગરમ કરો છો, તો પછી તેમાં રહેલા બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવ મરી શકતા નથી. તો કાં તમે તેને સારી રીતે સાફ કર્યા પછી અથવા ઉકડીને પછી પાણી ઠંડું પડવા દો અને પછી પીવું જોઈએ.
7 thoughts on “પાણી પીવાથી થતાં ફાયદા | The benefits of drinking water”