પ્રસ્તાવના
આપણા ભારત દેશમાં ભગવાન શિવની પૂજા કરવાવાળા લોકોની સંખ્યા કરોડોમાં ગણાય છે. અહીં કહેવાય છે કે આ સમગ્ર સૃષ્ટિની રક્ષા માટે વિષપાન કરવાવાળા ભગવાન ભોળાનાથ દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ભોળાનાથના વ્યક્તિત્વના ઘણા અલગ રંગ છે, એટલે તો એમને “દેવોના દેવ મહાદેવ” કહે છે.
આપણા હિન્દુ ધર્મમાં મહાદેવને કલ્યાણના દેવતા માનવામાં આવે છે. શિવજીને એમની દયા અને કરુણા માટે પણ ઓળખવામાં આવે છે. આપણી ધાર્મિક માન્યતા છે કે શિવજીને બીલીપત્ર અને જળ ચઢાવવાથી તે ભક્તો પર પ્રસન્ન થાય છે. આ કરતા પણ જો તમે વધુ શિવજીની કૃપા મેળવવા ઈચ્છતા હોઉં, તો તમારે અમુક વિશેષ શિવજીના મંત્રોનો જાપ કરવો.
ભગવાન શિવના મંત્રો
આ મંત્રોનો જાપ કરવાથી ભગવાન શિવજી આપણા સૌ ભાવિ ભક્તો પર પ્રસન્ન થાય છે, અને આ ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો આવો આજે આપણે આ શિવજીના મંત્રો વિશે જાણીએ…
1.ॐ नमः शिवाय
આ ભગવાન શિવજીનો મંત્ર બધાજ જાણે છે અને જે ખૂબ જ જાણીતો અને પ્રખ્યાત છે. આ મંત્રનો અર્થ છે કે મેં શિવજીની સમક્ષ નમન કરું છું. અહીં કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી શાંતિ મળે છે. જે વ્યકિત દરરોજ 108 વખત આ મંત્રનો જાપ કરે છે તેને શરીર અને મન બંનેની શાંતિ મળે છે. તેમજ મહાદેવની કૃપા તેની પર બની રહે છે.
2.ॐ नमो भगवते रुद्राय नमः
આ મંત્રને રુદ્ર મંત્ર કહેવાય છે. અહીં કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી શિવજી સુધી તમારી બધી મનોકામનાઓ પહોંચે છે. આ મંત્રના જાપ દ્વારા ભગવાન શિવજી સુધી તમારા મનની સર્વ મનોકામના પહોંચાડવામાં આવે છે.
3.ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥
આ શિવજીનો મહામૃત્યુંજય જાપ છે. આ મંત્રનો અર્થ છે કે આપણે ભગવાન ત્રિનેત્રને પૂજીએ છીએ. જે સુગંધિત છે અને આપણું સૌનું પોષણ કરે છે. જેમ ફળ તેની શાખામાંથી જે રીતે મુક્ત થઈ જાય છે તેમ આપણે સૌ પણ આ મૃત્યુથી મુક્ત થઈશું.
4.ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि
तन्नो रुद्रः प्रचोदयात्!
આ શિવજીનો ગાયત્રીમંત્ર છે. જેને સર્વ શક્તિશાળી માનવામાં આવે છે. આ મંત્રના જાપથી દરેક વ્યક્તિને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ પોતે સંસારમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ કરે છે.
3 thoughts on “ભગવાન શિવના મંત્રો | Lord Shiva’s Mantras”