જગન્નાથની રથયાત્રા 2024 | Jagannath’s RathYatra 2024

જગન્નાથની રથયાત્રા

અહીં, આ રથયાત્રા તે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે. આ તહેવાર આપણા આખા ભારત દેશમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે રથયાત્રા આખા ભારતભરમાં આપણા ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં “જગન્નાથ પુરી” શહેરમાં આવેલું છે. અહીંયા, દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા પોતે ભગવાન પાસે જવું પડતું હોય છે. પરંતુ, આ રથયાત્રાનાં દિવસે ભગવાન પોતે સ્વયં સામે ચાલીને પોતાના ભક્તોને દર્શન પાસે આવીને આપી જાય છે.

જગન્નાથની રથયાત્રા 2024

રથયાત્રા ક્યારે શરૂ થશે?

અહીંયા, આપણા હિંદુ કેલેન્ડર મુજબ, અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ એટલે કે અંગ્રેજી કેલેન્ડર મુજબ 7 જુલાઈ, 2024 ના રોજ સવારે 04:26 વાગ્યે શરૂ થઈ રહી છે. અને દ્વિતિયા તિથિ 8 જુલાઈ, 2024 ના રોજ સવારે 04:59 વાગ્યે આ રથયાત્રાની સમાપ્તિ થશે. તેથી, આ ઉદયા તિથિ અનુસાર, ભગવાન જગન્નાથની રથયાત્રા 2024 માં 7 જુલાઈના રોજથી શરૂ થવા જઈ રહી છે.

રથયાત્રા દર વર્ષે કેમ યોજાય છે?

ગુજરાતી કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રને તેમના ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે છે અને તેમને સ્નાન કરાવવામાં આવે છે. અહીં, એવી માન્યતા છે કે આ પછી ભગવાન જગન્નાથ બીમાર પડે છે અને તેમને તાવ આવે છે. આ તાવ અને બીમાર હોવાથી ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી તેમના શયનખંડમાં જ રહીને આરામ કરે છે. આ 15 દિવસના સમયગાળા દરમિયાન, જગન્નાથ પુરી મંદિરમાં 15 દિવસ માટે પૂજા, આરતી, આરાધના બંધ રહે છે. આ પછી, અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે, ભગવાન જગન્નાથ પોતે સ્વસ્થ થઈને તેમના પોતાના આરામ ખંડમાંથી બહાર આવે છે અને આ સ્વસ્થ થઈ બહાર આવવાની ખુશીમાં, ભગવાન જગન્નાથની ભવ્ય શોભા રથયાત્રા કાઢવામાં આવે છે. આથી, આ માન્યતા અનુસાર અહીં દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

રથયાત્રા કેવી રીતે યોજાય છે?

અહીં, આ ભવ્ય રથયાત્રા માટે, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા માટે ત્રણ અલગ-અલગ રથ તૈયાર કરવામાં આવે છે. આ રથયાત્રામાં બલભદ્રજીનો રથ આગળ, બહેન સુભદ્રાનો રથ મધ્યમાં અને ભગવાન જગન્નાથજીનો રથ પાછળ રાખવામાં આવે છે અને આ રીતે ક્રમમાં રથયાત્રા ફરે છે. ભગવાન જગન્નાથ, આ રીતે વિશાળ રથ પર બેઠેલા, ગુંડીચા મંદિર, તેમની માસીના ઘરે પહોંચે છે, જ્યાં ભગવાન જગન્નાથ થોડા દિવસો આરામ કરે છે. આ પછી, ભગવાન જગન્નાથ ફરીથી પોતાના ઘરે પરત ફરે છે.

આપણા હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક માન્યતાઓ અનુસાર જગન્નાથ પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથના રૂપમાં પૃથ્વી પર પણ બિરાજમાન છે. અહીં, દર વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા છે. જે રથયાત્રામાં ભાગ લેનાર દરેક ભાગ્યશાળી લોકોને 100 યજ્ઞો જેટલું પુણ્ય મળે છે. ભગવાન જગન્નાથની કૃપાથી ઘણા લોકો મોક્ષને પ્રાપ્ત કરે છે. અહીં, એવી માન્યતા છે કે આ અષાઢ મહિનામાં પુરીમાં સ્નાન કરવાથી દરેક જગ્યાના પવિત્ર સ્થળોની મુલાકાત સમાન પુણ્ય તમને દરેક જણને મળે છે.

રથયાત્રાનું મહત્વ

આપણા ભારત દેશમાં ઉજવાતા તહેવારોમાં આ ભગવાન જગન્નાથની રથયાત્રા સૌથી અગ્રણી અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સૌથી અનેરું મહત્વ ધરાવે છે. આ રથયાત્રાનું આયોજન માત્ર આપણા ભારત દેશમાં જ નહીં. પરંતુ, અન્ય દેશોમાં પણ જ્યાં આપણા ભારતીયો વસે છે ત્યાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પુરીમાં આ રથયાત્રાને જોવા વિદેશોમાંથી હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભાવિ-ભક્તો અને પ્રવાસીઓ આવે છે. પુરીના જગન્નાથ મંદિરમાં ભારતીય હિન્દુ સિવાય અન્ય કોઈને પ્રવેશ મળતો નથી. પરંતુ, રથયાત્રાના દિવસે કોઈપણ નાતજાતના ભેદ વગર દર્શન કરી શકાય છે અને ભગવાન જગન્નાથના રથનું દોરડું ખેંચી શકાય છે. આ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, પુરીમાં ભગવાન શ્રીકૃષ્ણ જગન્નાથ સ્વરૂપે બિરાજમાન છે. તેમજ દર વર્ષમાં એકવાર તેમની રથયાત્રા કાઢવાની પરંપરા છે. જે રથયાત્રામાં ભાગ લેનાર લોકોને 100 યજ્ઞ કર્યા જેટલા ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન જગન્નાથની કૃપાથી લોકો મોક્ષને પ્રાપ્ત કરે છે. અષાઢ મહિનામાં જગન્નાથપુરીમાં સ્નાન કરવાથી તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા જેટલું પુણ્ય મળે છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા પુરાણકાલીન હોવાનું મનાય છે. આ રથયાત્રામાં નગરજનો, પ્રવાસીઓ, સાધુ સંતો, વિદેશીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ રથયાત્રામાં પ્રભુના મોસાળ સુધી લોકો પગપાળા દર્શન કરે છે અને એ જ ઉત્સાહ અને ઉમંગથી ભાવિ-ભક્તો ભગવાન જગન્નાથ મંદિર તરફ પાછા જાય છે. ભગવાન જગન્નાથની નગરયાત્રા શેરીએ શેરીએ ફરે છે. ત્યાં દરેક સ્થળે ઢોલ નગારાં સાથે ઉત્સવની જેમ ઉજવણી થાય છે. આ રથયાત્રા ગુજરાતમાં પણ ઉજવાય છે અને અમદાવાદ શહેર પણ પુરીની જેમ જ દરેક રથોને શણગારવામાં આવે છે. રથયાત્રાના દિવસે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નીકળે છે. આ જગન્નાથની રથયાત્રામાં મગ, કેરી, જાંબુ વગેરેનો પ્રસાદ હજારો કિલોમાં ધરાવાય છે.

ઇ.સ.1150 આસપાસ ગંગા સામ્રાજ્યનાં રાજકર્તાઓ મહાન મંદિરોની પૂર્ણતા સમયે રથયાત્રાનું આયોજન કરતા હતા. હિન્દુઓનાં કેટલાંક તહેવારોમાંનો આ એક એવો તહેવાર છે. જેનાથી પશ્ચિમી જગત બહુ પહેલેથી જાણકારી ધરાવતું હતું. અર્થાત, આ રથયાત્રાનો તહેવાર ખુબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે.

ભગવાન જગન્નાથની આ રથયાત્રા પુરાણ કાલિન હોવાનું માનવામાં આવે છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું ખૂબ ઉંડાણપૂર્વકનું વર્ણન જોવા મળે છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ જોવા મળે છે. 

Read more:

રથયાત્રાનો ઇતિહાસ

જગન્નાથ પૂરી ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા પાછળના ઇતિહાસની વાત કરીએ, તો તેની પાછળ ઘણી બધી પૌરાણિક કથાઓ અને લોકવાયકાઓ જોડાયેલી છે. એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના બહેન સુભદ્રાજી પોતાને પિયર આવે છે. તે સમય દરમિયાન તેઓ શ્રીકૃષ્ણ અને ભાઈ બલરામ સમક્ષ સમગ્ર નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેથી ભગવાન કૃષ્ણ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળે છે. એ સમયથી પૂરી અને અન્ય શહેરોમાં આ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાના પર્વની શરૂઆત થઈ હોવાનું મનાય છે.

બીજી લોકવાયકા મુજબ ગુડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન શ્રીકૃષ્ણના માસી થાય છે. તેઓ ત્રણેય ભાઈ બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે મોસાળમાં માસીના ઘરે 15 દિવસ માટે રહેવા જાય છે અને ત્યાં તે રોકાઈ પરત ફરે છે. અહીં, ત્યારથી દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે.

રથનું મહત્વ

રથના નિર્માણમાં નખ કે કાંટાવાળી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ રથના સમારકામ અને રંગરોગાનની કામગીરી રથયાત્રા પહેલા કરવામાં આવે છે. રથની પૂજા ચંદનયાત્રા પછી થાય છે. રથના પૂજન બાદ કારીગરો રથના સમારકામના કાર્યનો આરંભ કરે છે. ભગવાન જગન્નાથના લાલ અને પીળા રંગના રથમાં 16 પૈડાં હોય છે. રથના નિર્માણકાર્ય માટે વિવિધ 32 ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ રથ અન્ય બે રથ કરતા મોટો હોય છે. ભગવાનના અલગ- અલગ ત્રણ રથ હોય છે.

રથયાત્રાના ત્રણેય રથની આગવી અલગ ઓળખ છે. ભગવાન જગન્નાથજીના રથને નંદીઘોષ, ભાઈ બલરામના રથને તાલધ્વજ અને બહેન શુભદ્રાજીના રથને દેવદલનના નામે ઓળખાય છે. ભગવાનનાં રથને લાલ, કેસરી,પીળો, સફેદ, લીલો જેવાં અનેક રંગોથી રંગવામાં આવે છે. આ રંગોનું સાંકેતિક અને મનોવૈજ્ઞાનિક ખૂબ જ મહત્વ છે. અહીં, આ લાલ રંગ ધાર્મિકતા, ધન, સમૃદ્ધિ અને શુભ- લાભનું પ્રતીક છે, તો આ પીળો રંગ જ્ઞાન, વિધા, અને વિવેકનું પ્રતીક છે. જ્યારે આ સફેદ રંગ પવિત્રતા શુદ્ધતા અને શાંતિનો ઉપદેશ આપે છે.

અમદાવાદમાં રથયાત્રા

આપણા ભારત દેશમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અનેક રાજ્યોમાં નીકળતી હોય છે. પરંતુ, અહીં બે જગ્યાની રથયાત્રા ખૂબ જ પ્રખ્યાત અને જાણીતી છે. એમાંની એક રથયાત્રા ઓરિસ્સામાં આવેલા જગન્નાથપુરીની રથયાત્રા અને બીજી રથયાત્રા ગુજરાતના અમદાવાદ શહેરમાં નીકળતી રથયાત્રા. આ રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે હિન્દુ ધર્મમાં પરંપરાગત રીતે નીકળે છે. અહીં, આ હિન્દુ ધર્મનું પ્રતીક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.

લગભગ છેલ્લાં 146 વર્ષથી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે યોજવામાં આવતી ભગવાન જગન્નાથની આ રથયાત્રા લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વર્ષે અમદાવાદમાં 147મી રથયાત્રા નીકળશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા સાથે નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નીકળશે.

અહીં, કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આ નિયમ મુજબ દરેક જગ્યાએ જેમ કે મંદિર, પરિસર, રથ તથા રથયાત્રા પર પણ એટલા જ લાગુ પડતા હોય છે. જેના સ્વરૂપ ગત 146 વર્ષ દરમિયાન બદલાતા રહ્યાં છે. આજે તેણે લોકોત્સવનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.

ભગવાન જગન્નાથની જળયાત્રા

આપણા અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન શરૂ થઈ ગયું છે. આજે સવારે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી હતી. જેમાં સૌથી મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો ઉમટી પડ્યાં હતાં. અહીં, 108 કળશના જળથી પ્રભુનો ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાશે.

આ જળયાત્રા જેઠ સૂદ પૂનમના દિવસ, પર નીકળે છે ત્યારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પ્રતીકાત્મક રીતે તેમના મામાના ઘરે સારંગપુર જવા માટે રવાના થાય છે. આ દિવસથી ભગવાન જગન્નાથના મંદિરમાં દર્શન બંધ થઈ જાય છે.  હવે, ભગવાન જગન્નાથ પ્રભુની જળયાત્રા માટે સરઘસ સાથે લોકો સાબરમતી નદીએ આવે છે અને લોકો ભક્તિ ભાવથી ગંગા પૂજન કરે છે. તેમજ વૈદિક મંત્રોનો જાપ કરીને ષોડષોપચાર પૂજનવિધિ કરે છે. એ પછી, પ્રતીકાત્મક રીતે ભગવાન જગન્નાથને તેમના મામાના ઘરે મોકલવામાં આવે છે.

108 કળશમાં સાબરમતીનું જળ

આ ભગવાન જગન્નાથની જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચે છે અને ત્યાં ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવે છે. આ પરંપરાગત 108 કળશમાં લવાયેલા જળ દ્વારા ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાવામાં આવશે.

108 કળશમાં ભરીને લાવેલા જળથી ભગવાન જગન્નાથજીનો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જળાભિષેક કરવામાં આવે છે. ભગવાન જગન્નાથના જળાભિષેક બાદ જગતના નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપે છે. જળયાત્રામાં સુશોભિત કરાયેલા ગજરાજો, બળદ ગાડા અને મોટી સંખ્યામાં લોકોની અને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાય જાય છે. ત્યારબાદ બપોર પછી ભાવિભક્તો મોસાળવાસીઓ ભગવાનને સારંગપુર લઈ જાય છે. આ રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે, ભાવવિભોર બનીને ભગવાન જગન્નાથના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા હોય છે.

રથયાત્રામાં નેત્રોત્સવ

આ રથયાત્રાના બે દિવસ પહેલાં, રથયાત્રાની ત્રણેય મૂર્તિઓ પર નેત્રોત્સવની રીત યોજવામાં આવે છે. અહીં માન્યતા અનુસાર, મોસાળમાં ગયેલા ભગવાન જગન્નાથ વધુ પડતાં જાંબુ અને બોર ખાઈને ભગવાનને નેત્રદાહ થઈ જાય છે. તેથી, તેમને કપડાંથી આંખો આવરીને, તેમને નેત્રોત્સવ પૂજન દરમિયાન મૂર્તિઓની પ્રતીકાત્મક રીતે સારવાર કરવામાં આવતી હોય છે.

રથયાત્રાનો સમય

રથયાત્રાના દિવસે મંગળા આરતી સવારે 4 વાગ્યે કરવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય રીતે રથયાત્રાને 7 વાગ્યે નીકાળવામાં આવે છે. રથયાત્રામાં પહિંદ વિધી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. જેમાં, રથયાત્રાના માર્ગની પ્રતીકાત્મક રીતે સફાઈ કરવામાં આવે છે, અને ત્યાર પછી રથનો પ્રારંભ થાય છે. આ રથયાત્રામાં, ભગવાન જગન્નાથનો રથ પહેલો હોય છે, ત્યારબાદ બહેન સુભદ્રાનો રથ વચ્ચે અને ભાઈ બલરામનો રથ છેલ્લે રાખવામાં આવે છે. અહીં અખાડા, હાથીઓ, સુશોભિત ટ્રક અને ભાવિ-ભક્તોની ભજન મંડળી પણ ,14 કિમી સુધીની લાંબી રથયાત્રામાં ભાગ લેતા હોય છે.

વડોદરામાં રથયાત્રા

આપણા વડોદરા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રા વડોદરામાં 43મી આ વર્ષે નીકળશે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ-ભક્તો અને લોકો ઉમટી પડ્યા છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય રથયાત્રાને લઈને આજે ઇસ્કોન મંદિરમાં સંયુક્ત બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

વડોદરા સ્ટેશનથી રથયાત્રા નીકળશે

વડોદરામાં ઈસ્કોન મંદિરથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા બપોરે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી નીકળશે. જ્યાં પરંપરાગત રીતે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર સોનેરી ઝાડૂથી ભગવાન જગન્નાથના માર્ગની સફાઇ કરશે. ત્યાર બાદ ભગવાન જગન્નાથ નક્કી કરેલ માર્ગ ઉપર આગળ વધશે. આ વચ્ચેના માર્ગોમાં વિવિધ યુવક મંડળો અને સંસ્થાઓ દ્વારા ભવ્ય રીતે સ્ટેજ બાંધી આ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ શહેરીજનોને સામેથી દર્શન આપવા માટે નીકળતા હોય છે. આ દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે શહેરના ખૂણેખૂણામાંથી લોકો, શ્રદ્ધાળુઓ અને ભાવિ- ભક્તો ઉમટી પડતા હોય છે. આ વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ રથયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Read more:

અન્ય દેશોમાં રથયાત્રા

ભારત દેશની બહાર પણ અનેક દેશોમાં લગભગ છેલ્લાં 40 વર્ષથી રથયાત્રાનું આયોજન થાય છે, જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લૉસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત,  ઇંગ્લેંડનાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા પૅરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન મંદિર દ્વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રાઓ પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાં વિદેશના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શનિ-રવિવારે રથયાત્રાનું આયોજનમાં કરવામાં આવે છે. આપણા ભારત સિવાયના અન્ય દેશોમાં અને કારણે હંમેશા અષાઢી બીજને દિવસે રથયાત્રા યોજાય તેમ શક્ય બનતું નથી.

Disclaimer: અહીં ઉપરોક્ત આપેલ તમામ માહિતી આ આર્ટિકલમાં સામાન્ય જ્ઞાન આધારિત છે. જો તમે વધુ માહિતી મેળવવા માગતા હોવ તો યોગ્ય લેખક કે તજજ્ઞની સલાહ મેળવો.

Leave a comment