આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
આપણે સૌ દર વર્ષે 8 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ મહિલા દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે મહિલાઓના ઉત્કર્ષ માટે સમાજમાં લોકજાગૃતિ લાવવાનો છે. સમાજમાં મહિલાઓની ભૂમિકાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધારવા, કુરિવાજો તેમજ રૂઢિવાદી રીતરિવાજો માંથી બહાર આવે તે માટે મહિલા દિવસ મનાવવામાં આવે છે. મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારથી મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે મહિલાઓ વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં તેમનું પોતાનું યોગદાન આપી રહી છે. આમ, આપણા ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા અનેક પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન આપી રહી છે.
આજના વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતાથી આગવી ઓળખ ઊભી કરી છે. આજે વિશ્વની દરેક મહિલા પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. વિશ્વની દરેક મહિલા પોતે આત્મનિર્ભર બની રહી છે. દરેક સ્ત્રીમાં શક્તિનું સ્વરૂપ હોય છે. દરેક મહિલાઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરિવારજનો માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. તેથી આજના યુગમાં વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બની રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024
આપણે આમ, 1911 થી ગણતરી કરીએ, જ્યારે તે આ વર્ષ સુધી ઘણા દેશોમાં એક સાથે ઉજવવામાં આવતો હતો. તો વર્ષ 2024 માં, તે 113મો આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગણવામાં આવશે. જે મહિલા દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવશે. આ મહિલા દિવસ 8 માર્ચ, 2024 ના રોજ સમગ્ર વિશ્વમાં તેની પોતાની રીતે એકસાથે ઉજવવામાં આવશે.
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની પ્રથમ શરૂઆત
આ ક્રાંતિકારી ચળવળ 20મી સદીમાં અમેરિકન સમાજવાદી પાર્ટી અને શ્રમિક ચળવળો સાથે ઉદ્દભવી હતી. તે સમયે થતાં શોષણમાં મહિલાઓના કામકાજના કલાકો ઓછા કરવા, મહિલાઓને સમાન અને સારું વેતન તેમજ તેમને મતદાનના અધિકાર આપવા માટે લડત ચાલતી હતી. પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી 1911માં કરવામાં આવી હતી. આ સમય દરમિયાન અમુક દેશોમાં જેવા કે, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓના અધિકારોને સમર્થન આપવા માટે 10 લાખથી વધારે લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ત્યારથી મહિલાઓ માટે સમાનતાથી લઈને દરેક કાર્યસ્થળે મહિલાઓ સામે થતી હિંસા જેવા અનેક મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને 1977માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે ઉજવવાનું શરૂ કર્યું.
ત્રણ રંગો મહિલા દિવસનું પ્રતિનિધિત્વ કરે છે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ મુખ્ય રંગો સફેદ, લીલો અને જાંબલી છે. આ મહિલા દિવસ અભિયાન મુજબ, સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે, લીલો રંગ મહિલા દિવસમાં આશાનું પ્રતિનિધિત્વ કરે છે અને જાંબલી રંગ મહિલા દિવસમાં ન્યાય અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
ગુજરાત અને ભારતમાં ઉજવણી | 8 માર્ચ |
નામ | આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ |
મહિલા દિવસ શરૂઆત કયારે | 1911થીશરૂઆત |
કયાંથી | ન્યૂયોર્ક |
આ વર્ષે કયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાશે | 113મો |
મહિલા દિવસ ક્યારે ઉજવાય છે?
એક સદી કરતાં પણ વધુ સમયથી સમગ્ર વિશ્વમાં લોકો 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવે છે. 1910માં ક્લેરા જેટકીન નામની મહિલાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પાયો નાખ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જન્મ મહિલા કામદારોના આંદોલનમાંથી થયો હતો, જેને પાછળથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વાર્ષિક ઉજવણી તરીકે માન્યતા આપવામાં આવી હતી.
મહિલા દિવસ મનાવવાનો ક્યારે અને કેવી રીતે શરૂ થયો ?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત એક વિરોધ આંદોલનથી થઈ છે. વર્ષ 1908માં 28 ફેબ્રુઆરીએ લગભગ 15 હજાર મહિલાઓએ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં માર્ચ કાઢીને નોકરીમાં ઓછા કલાકો, પુરુષ સમાન સેલેરી અને મત આપવાના અધિકાર માટે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેના બરાબર એક વર્ષ બાદ સોશિયલિસ્ટ પાર્ટી ઑફ અમેરિકાએ 28 ફેબ્રુઆરીના આ દિવસને પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કરી દીધો. ત્યારબાદ આ ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે મનાવવામાં આવવા લાગ્યો.
8 માર્ચ જ કેમ?
8 માર્ચે. ક્લૅરાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે કોઈ તારીખ નક્કી કરી ન હતી. પરંતુ, ઈ સ 1917માં યુદ્ધના સમયની જે મહિલા રશિયન મહિલાઓની ‘ભોજન અને શાંતિ’ની માગણી માટેની હડતાળ કરી હતી. આ સાથેની હડતાળ પહેલાં સુધી આ મહિલા દિવસનો ઔપચારિક અમલ શરૂ થયો ન હતો.
આ રશિયાની મહિલાઓએ ચાર દિવસની જે હડતાળ કરી હતી. તેને કારણે જ્યારે સરકારે પોતાનું પદ ત્યાગવું પડ્યું હતું અને વચગાળાની સરકારે મહિલાઓને મતાધિકાર આપવો પડ્યો હતો.
રશિયામાં ત્યારે જુલિયન કેલેન્ડરનો અમલ થતો હતો. મહિલાઓની આ હડતાળ શરૂ થઈ ત્યારે જુલિયન કેલેન્ડરમાં 23 ફેબ્રુઆરી અને રવિવાર હતો. ગ્રૅગોરિયન કેલેન્ડરમાં તે દિવસ એ 8 માર્ચનો દિવસ હતો. તેથી 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. ત્યારથી દરેક દેશમાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
ઉજવવામાં આવે છે | વિશ્વભરમાં |
પ્રકાર | આંતરરાષ્ટ્રીય |
મહત્વ | નગરિક જાગરૂકતા દિન સ્ત્રીઓ અને છોકરીઓનો દિન જાતીય અસમાનતા વિરોધી દિન |
તારીખ | 8 માર્ચ |
આવૃત્તિ | વાર્ષિક |
સંબંધિત | રશિયન ક્રાંતિ બાળ દિન આંતરરાષ્ટ્રીય પુરુષ દિન આંતરરાષ્ટ્રીય મજૂર દિન |
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેવી રીતે ઉજવવો
પૂરા વિશ્વમાં અમુક દેશોમાં અફઘાનિસ્તાન, ચીન, કંબોડિયા, નેપાળ અને જ્યોર્જિયા જેવા ઘણા દેશોમાં આ મહિલા દિવસને રજા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. કેટલાક દેશોમાં મહિલા દિવસને આખા દિવસની રજાને બદલે અડધો દિવસ આપવામાં આવે છે. જ્યારે કેટલાક દેશોમાં, બાળકો આ દિવસે તેમની માતાઓને ભેટ આપે છે અને આ મહિલા દિવસ દરેકની માતાને સમર્પિત હોય છે. જ્યારે ઘણા દેશોમાં, આ મહિલા દિવસે પુરુષો તેમની પત્નીઓ, મિત્રો, માતાઓ, બહેનો વગેરેને ભેટ તરીકે ફૂલ આપે છે. પૂરા વિશ્વમાં દરેક દેશમાં આ દિવસની ઉજવણી કરવાની રીત અલગ-અલગ હોય, પરંતુ આ મહિલા દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જગ્યાએ એક જ છે. દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ દરેક મહિલાઓને સમાનતા હક આપવાનો છે.
International Women’s Day 2024
8 માર્ચને આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ મહિલા દિવસને ઉજવવા પાછળનુ કારણ મહિલાઓને સન્માન આપવાનુ છે, જેની મહિલાઓ હકદાર હોય છે. આજે પૂરા વિશ્વમાં મહિલાઓ પુરૂષોની સાથે કદમથી કદમ મેળવીને ચાલી રહી છે. ભારત દેશ સહિત અનેક દેશોએ સ્ત્રીઓ માટે અનેક કાયદાકીય અધિકાર બનાવામાં આવ્યા છે,આ અધિકારો વિશે આજે પણ એવી ઘણી મહિલાઓ છે કે જેમેને આ કાયદાકીય અધિકારો વિશે જાણકારી હોતી નથી. આંતરાષ્ટ્રીય મહિલા દિવસના આ અવસર પર આજે અમે મહિલાઓને તેમના આ અધિકારોની માહિતી આપી રહ્યા છે.
મહિલાઓની સુરક્ષાને લગતા અધિકાર
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું પાછળનો મુખ્ય હેતુ મહિલાઓનો વિકાસ થાય એ હેતુથી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક મહિલાઓને પૂરતું સન્માન આપવાનો અધિકાર મળવો જોઈએ. આજે દરેક મહિલા પુરુષો કરતાં પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. તેથી મહિલા ઘર હોય કે ઘરની બહાર કામકાજની જગ્યાઓએ પણ મહિલાઓનું સન્માન થવું ખૂબ જ જરૂરી છે. તેમ છતાં ઘરની બહાર જઈને કામ કરતી દરેક સ્ત્રીઓને ઘણીવાર ઘણા પ્રશ્નોનું સામનો કરવો પડતો હોય છે. જેને અનુલક્ષીને ભારત સરકારે મહિલાઓ માટે ઘણા એવા કાયદા, નિયમ અને અધિકાર બનાવ્યા છે. જે સ્ત્રીઓનું રક્ષણ કરી શકે અને તેમને કોઈ પ્રશ્નોનો સામનો ન કરવો પડે. ભારત દેશ સહિત અનેક દેશોએ મહિલાઓ માટે કાયદાકીય અધિકારો બનાવ્યા છે જેના વિશે કેટલીક સ્ત્રીઓને જાણ હોતી નથી. આવો તો જાણીએ એ મહિલાઓના ખાસ અધિકાર વિશે જેની જાણ દરેક મહિલાને હોવી જરૂરી છે.
સમાન વેતનના કાયદાનો અધિકાર
પુરૂષોની જેમ દરેક મહિલાઓને પણ કામના સ્થળ પર સમાન વેતનનો અધિકાર છે. ભારતીય શ્રમિક કાયદા મુજબ કોઈપણ સ્થાન પર જો તમે કામ કરો છો તો તે વેતન આપનાર તમારી સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરી શકતા નથી. તેમજ તમને કામનું વેતન પુરુષ હોય કે મહિલા પૂરેપૂરું આપે છે.
મહિલાઓને ઘરેલુ હિંસાથી સુરક્ષા
આ કાનૂની અધિકારને મહિલાઓ પ્રત્યેની ઘરેલુ હિંસાને રોકવા માટે બનાવવામાં આવ્યો છે. જેના અધિકાર હેઠળ જો કોઈ મહિલા સાથે તેના ઘરે, સાસરિયામાં કોઈપણ પ્રકારની હિંસા થાય છે તો તે તેના વિરુદ્ધ કેસ કરી શકે છે. દરેક મહિલા આ ઘરેલુ હિંસાથી બચવા ડોમેસ્ટિક વાયરલ કેસ દાખલ કરી શકે છે.
મહિલા માતૃત્વ સંબંધી અધિકાર
અધિકાર હેઠળ જ્યારે પણ કોઈ મહિલા સરકારી નોકરી કરતી હોય અને તે ગર્ભવતી થાય છે તો તેને 26 અઠવાડિયાની રજા લેવાનો અધિકાર સરકાર આપે છે. આ દરમિયાન મહિલાના વેતનમાં કોઈ પગાર કપાત નહી કરવામાં આવે અને તે ફરીથી તેજ કામ શરૂ કરી શકે છે.
મહિલાઓની રાત્રે ઘરપકડ ન થવાનો અધિકાર
આ કાયદા હેઠળ કોઈપણ મહિલાને કોઈપણ ગુનામાં પોલીસ કર્મચારી રાત્રીના સમયે ધરપકડ કરી શકતો નથી. આ માટે પોલીસ કર્મચારીને સૂરજ ઉગવાની એટલે કે સવાર પડવાની રાહ જોવી પડશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના મુખ્ય ઉદ્દેશ્યો સમય સાથે અને દરેક સમાજમાં મહિલાઓની બદલાતી સ્થિતિ સાથે બદલાતા રહ્યા છે. શરૂઆતમાં, જ્યારે 19મી સદીમાં મહિલા દિવસની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે મહિલાઓને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો. પરંતુ, હવે વર્તમાન સમયના પરિવર્તન સાથે, તેના ઉદ્દેશ્યોની નીચે મુજબ વિસ્તૃત જાણકારી છે:
- મહિલા દિવસની ઉજવણીનો સૌથી મહત્વનો અને મુખ્ય ઉદ્દેશ્ય દરેક સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા જાળવવાનો છે. આજે પણ દુનિયાના ઘણા એવા ભાગોમાં માત્ર પુરુષોને જ બધા અધિકારો છે, જ્યાં મહિલાઓને કોઈ સમાન અધિકાર મળતા નથી. જ્યારે આવી સ્થિતિમાં મહિલાઓને નોકરીઓમાં પ્રમોશનમાં અવરોધોનો સામનો કરવો પડે છે, ત્યારે મહિલાઓ હજુ પણ પોતાના સ્વ-રોજગારના ક્ષેત્રમાં પાછળ રહી છે.
- વિશ્વના ઘણા દેશોમાં હજુ પણ મહિલાઓ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં ઘણી પાછળ છે. આ સિવાય હજુ પણ કેટલાક ઘરોમાં મહિલાઓ સામે હિંસાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. મહિલા દિવસની ઉજવણીનો એક આ મુખ્ય ઉદ્દેશ્ય છે, જે લોકોને આ બાબતે જાગૃત કરવાનો છે.
- વિશ્વની કુલ મહિલાઓમાં હજી પણ રાજકીય પરિપ્રેક્ષ્યમાં મહિલાઓની સંખ્યા હજુ પણ પુરૂષો કરતા ઘણી ખરી પાછળ રહી છે અને મહિલાઓનું આર્થિક સ્તર પણ ખૂબ જ પછાત છે. મહિલા દિવસની ઉજવણીનો એક આ મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આ દિશામાં જાગૃત કરવાનો છે. તેમજ મહિલાઓને ભવિષ્યમાં પ્રગતિ માટે તૈયાર કરવાનો અને આત્મનિર્ભર બનાવવાનો છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ભાષણ
આપણે દરેક જાણીએ છીએ કે મહિલા દિવસ નિમિત્તે જ્યારે મહિલા વિશે વાત કરવામાં આવે છે ત્યારે સ્ત્રી એટલે કે મહિલા કોઈ નાની હસ્તી નથી. આ સ્ત્રી, મહિલા. આ કોઈ સામાન્ય શબ્દ નથી પરંતુ એક સન્માન છે જેને પ્રભુનું દેવત્વ પ્રાપ્ત થયું છે. આપણા પુરાણો મુજબ જોવા જઈએ તો વૈદિક કાળથી દરેક સ્ત્રીઓનો દરજ્જો દેવતાઓ સમાન રહ્યો છે, તેથી દરેક સ્ત્રીઓની સરખામણી દેવી-દેવતાઓ સાથે કરવામાં આવે છે. જ્યારે પણ આપણા ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે એવું કહેવાય છે કે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થયું છે. જ્યારે આપણા ઘરમાં નવી પરિણીત પુત્રવધૂ ઘરે આવે છે ત્યારે તેની સરખામણી દેવી લક્ષ્મીના આગમન સાથે પણ કરવામાં આવે છે. શું તમે ક્યારેય તમારા ઘરે પુત્રના જન્મ પછી આવી સરખામણી થતી સાંભળી છે? કુબેર ઘરમાં આવ્યો હોય કે વિષ્ણુનો જન્મ થયો હોય, ના. આ સન્માન માત્ર મહિલાઓને જ મળે છે, જે વેદ અને પુરાણોથી ચાલતું આવતું આવ્યું છે, જેના કારણે આજનો સમાજ મહિલાઓને તેટલું સન્માન નથી આપી શકતો જે મહિલાઓને ઘણા જન્મોથી મળતું આવ્યું છે.
મહિલાઓને હંમેશા કમજોર ગણવામાં આવે છે અને તેમને ઘરમાં રસોઈ બનાવતી અને બાળકોનું પાલન પોષણ કરતી કહેવાય છે. આપણા સમાજમાં મહિલાઓને બાળકને જન્મ આપવા માટે શક્તિહીન સ્ત્રી તરીકે જોવામાં આવે છે અને કહેવાય છે કે સ્ત્રીઓને શિક્ષણની જરૂર નથી, જ્યારે ભગવાનમાં સ્ત્રીઓનું સ્થાન કંઈક અલગ જ છે. સ્ત્રીને દેવી માનવામાં આવે છે, જેમની સમાજ પૂજા કરે છે. વિદ્યાની દેવી માતા સરસ્વતી પણ એક સ્ત્રી છે આ દેવલોકમાં સ્ત્રીની પુજા કરવામાં આવતી હતી અને આ આપણો સમાજ સ્ત્રીઓને શિક્ષણને લાયક ગણતો નથી. રાક્ષસોને મારવા માટે જન્મ લેનાર માતા દુર્ગા પણ એક સ્ત્રી છે અને આ આપણો સમાજ મહિલાઓને કમજોર માને છે. આ આપણો સમાજ ક્યાંથી સ્ત્રીઓ માટે અમુક શબ્દો જેવા કે ‘અબલા’, ‘બેચારી’ લઈને આવે છે અને સ્ત્રીઓને શિક્ષણને લાયક નથી ગણતો. જ્યારે આ પુરાણમાં અને વેદમાં સ્ત્રીનો દરજ્જો જે છે તે આ સમાજે સ્ત્રીઓ માટે નક્કી કર્યો નથી. આવી સ્થિતિમાં, મહિલાઓએ તેમની શક્તિને સમજવાની અને એક સંગઠનમાં ઊભા રહેવાની અને પોતાને તે સન્માન આપવાની જરૂર છે. જે ખરેખર, મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. પરંતુ, આજે દરેક મહિલાઓની જે હાલત છે તે કોઈનાથી પણ છુપી રહેતી નથી અને આ સ્થિતિ માત્ર ભારતની મહિલાઓની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની મહિલાઓની છે. આજના વર્તમાન સમયમાં પણ દરેક સ્ત્રીએ પોતાના અસ્તિત્વ અને ઓળખ માટે દરેક ક્ષણે પોતે જ લડવું પડે છે. આજે આપણા ભારત દેશમાં ‘બેટી બચાવો’ જેવું અભિયાન ચાલી રહ્યું છે. સૌપ્રથમ દરેક જન્મેલ બાળકીને જીવવાનો અને પછી તે બાળકીને શિક્ષણ મેળવવાનો અધિકાર મળવો જોઈએ. જો આવું થશે તો જ આપણા દેશની મહિલાઓની સ્થિતિ સુધરશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સૂત્રો
મહિલાઓ ક્યારેય ગરીબ હોતી નથી,
સમગ્ર શક્તિ આ મહિલાઓમાં રહેલી હોય છે.
દરેક મહિલાઓને દેવીનો દરજ્જો મળ્યો છે, તો
શું આ સમાજ તેમને આ સન્માન આપી શકશે?
જ્યાં મહિલાઓનું અપમાન થાય છે,
તે જગ્યાઓ નરક જેવી જ હોય છે.
જે મહિલાને સમાજ સ્થાન નથી આપતું,
તે મહિલા આ સમાજનો મુખ્ય આધાર બને છે.
સ્ત્રીઓનું સન્માન, સ્વર્ગનું દ્વાર છે, અને
તેનું અપમાન કરવું એ નરક સમાન છે.
પૂરા વિશ્વમાં દરેક દેશ આ વર્ષે તેમ આવતા વર્ષે પણ આ 8 માર્ચ મહિલા દિવસની ઉજવણી કરશે, પરંતુ તેનો હેતુ ત્યારે જ પૂરો થશે જ્યારે દરેક મહિલાઓ સામે થતા શોષણમાં ઘટાડો થશે, જ્યારે મહિલાઓ દરેક અધિકારો મળશે, સ્ત્રીઓ સામે થતાં અત્યાચારોથી મુક્તિ મળશે, જ્યારે સ્ત્રી અને પુરુષને સમાન હક મળશે. હું ઈચ્છું છું કે આપણે જલ્દી જ તે દિવસ જોઈ શકીએ, કે મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન હક મળે. આપ સૌને મહિલા દિવસની શભેચ્છા…
2 thoughts on “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 | International Women’s Day 2024”