વરિયાળી
વરિયાળી એ એક પ્રકારની વનસ્પતિ છે. જે વરિયાળીનાં બીજ આપણે આહારમાં મુખવાસ અને મસાલા તરીકે વાપરીએ છીએ. આ વરિયાળીનું લેટિન વૈજ્ઞાનિક નામ “ફેનિક્યુલમ વલગેર” (Foeniculum vulgare) છે.
વરિયાળી લગભગ આપણા દરેક ભારતીયના ઘરમાં જોવા મળતી હોય છે. આ આયુર્વેદમાં આપણા શરીરની જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર વરિયાળીને શ્રેષ્ઠ ઔષધી તરીકે ગણવામાં આવી છે. જે લોકોને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેમણે જમ્યા પહેલાં વરિયાળી સેવન કરવું જોઈએ. જો તમને ભૂખ બરાબર લાગતી હોય, પરંતુ, પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી મુખવાસ તરીકે ખાવી જોઈએ. વરિયાળીના આ અદભૂત ગુણો અને ફાયદાઓ વિશે આપણે જાણીશું…
વરિયાળીના ખાવાના ફાયદા
વરિયાળીમાં રહેલા પોષક તત્વો જેવા કે વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી3 હોય છે. જે આપણાં શરીરને સ્વસ્થ અને સ્વાસ્થ્યવર્ધક રાખવામાં મદદ કરે છે.
વરિયાળીને મુખવાસ તરીકે, શરબત તરીકે કે પછી વરિયાળીનું ચૂર્ણ ઔષધી તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
વરિયાળી પાચન સંબંધી તકલીફો માટે એ જમ્યા પછી શેકેલી વરિયાળી મુખવાસ તરીકે ખાવામાં આવે છે.
પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડતી હોય એવી સ્ત્રી માટે વરિયાળીનું સેવન કરવું ખૂબ જ ઉપયોગી છે.
શિયાળામાં જો કાચી વરિયાળી ખાવામાં આવે તો તે ઉત્તમ અને ગુણકારી છે.
સવાર-સાંજ વરિયાળી ખાવાથી સ્કિનનો ગ્લો વધે છે અને લોહી શુદ્ધ થાય છે.
પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડતી હોય એવી સ્ત્રી માટે વરિયાળીનું સેવન કરવું ખૂબ જ ઉપયોગી છે.
1 ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળી તેમાં 1 ચમચી મધ ઉમેરીને મિક્સ કરી પીવાથી તમને થતી ઉધરસમાં તરત આરામ મળે છે.
1 ચમચી વરિયાળી અને 2 ચમચી બીલીનું પલ્પ મિક્સ કરીને સવાર-સાંજ ચાવીને ખાવાથી ડાયેરિયાની સમસ્યામાં ફાયદો થાય છે.
વરિયાળીમાં રહેલું એન્ટીબેક્ટેરિયલ તત્વ મોઢાના બેક્ટેરિયાને દૂર કરે છે. મોં ની દુર્ગંધ દૂર થાય છે.
વરિયાળી અને સાકર સમાન માત્રામાં લઈ પીસી લેવી. તેને સવાર-સાંજ પાણીની સાથે 1 ચમચી લેવી. આમ, કરવાથી આંખો સ્વસ્થ રહે છે.
વરિયાળીનું સેવન આ રીતે કરવું.
વરિયાળીને તમારા ડાયટ પ્લાનમાં સામેલ કરો. આ માટે તમે વરિયાળીના પાણીની મદદ લઈ શકો છો. આ ઉપરાંત, વરિયાળીની ચા બનાવીને, તમે વરિયાળીનું સેવન કરી શકો છો અને વરિયાળીના ફાયદાઓ મેળવી શકો છો. વરિયાળીની ચા બનાવવા માટે તમે વરિયાળીના બીજ, પાંદડા અને ફૂલોનો પણ ઉપયોગ કરી શકાય છે.
વરિયાળીના ખાવાના ફાયદા
આપણા દેશમાં જમ્યા પછી વરિયાળીને મુખવાસ તરીકે ખાવાની પ્રથા ઘણા વર્ષો જૂની રહી છે. આ વરિયાળી ખાવાથી આપણા સૌનો સ્વાદ તો તે વધારે જ છે એ સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. વરિયાળીનું સેવન પેટની સમસ્યાઓ ઘટાડવા, મોં અને શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં અને પાચન ક્રિયા. સુધારવામાં મદદ કરે છે. તો ચાલો આપણે સૌ વરિયાળી ખાવાના ફાયદા વિશે જાણીએ.
પાચનતંત્ર સુધારે
વરિયાળીમાં રહેલા પોષક તત્વો જેવા કે એનેથોલ, ફાઈબર, વિટામિન સી અને મેગ્નેશિયમ હોય છે. એનેથોલ એ પેટના એન્ઝાઇમ્સને એક્ટિવ કરે છે. જેનાથી ખાવામાં આવેલો ખોરાક ઝડપથી પચી જાય છે. વરિયાળીમાં રહેલ ફાઈબર પાચનમાં મદદ કરે છે અને પેટની સમસ્યાઓ દૂર કરે છે. વરિયાળી ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે અને ગેસ, અપચો, એસિડિટી જેવી પેટની સમસ્યાઓને દૂર કરે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે
વરિયાળીમાં પોટેશિયમ રહેલ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વરિયાળીના સેવનથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
શ્વાસની દુર્ગંધ દૂર કરે
વરિયાળીનું સેવન કુદરતી માઉથ ફ્રેશનરનું કામ કરે છે. વરિયાળી એ મોં ના શ્વાસની દુર્ગંધ દૂર કરે છે અને મોં ને ફ્રેશ રાખે અને તાજગી આપે છે.
વજન ઘટાડવામાં મદદ કરે
વરિયાળી મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે, જે શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. વરિયાળીનું સેવન શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
ત્વચાને સ્વસ્થ રાખે
વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ રહેલ હોય છે, જે આપણા શરીરના કોષોને ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનથી બચાવે છે. વરિયાળીના સેવનથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર પણ રહે છે.
Benefits of fennel seeds
આપણે સૌ વરિયાળીનું વારંવાર સેવન કરતા હોઈએ છીએ. ક્યારેક આપણે વરિયાળીનો ઉપયોગ ખોરાકમાં કરતા હોઈએ છીએ તો ક્યારેક આપણે વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર માટે કરતા હોઈએ છીએ. પરંતુ, શું તમે વરિયાળી ખાવાના ફાયદાઓ વિશે જાણો છો? તો ચાલો વરિયાળી ખાવાના ફાયદા વિશે જાણીએ…
હાડકાંને મજબૂત બનાવે
વરિયાળીમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ હાડકાંને મજબૂત બનાવે છે. વરિયાળીમાં રહેલા ફોસ્ફેટ, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેંગેનીઝ અને વિટામિન ‘કે’ શરીરમાં હાડકાના વિકાસમાં મદદ કરે છે. આ ઉપરાંત, વરિયાળીનું સેવન હાડકાના ફ્રેક્ચરમાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદ કરે
વરિયાળીનું સેવન આપણા શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. વરિયાળીમાં રહેલ ડાયેટરી ફાઈબર વજન નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વરિયાળી પાચનતંત્રમાં બલ્કિંગ એજન્ટ તરીકે કામ કરે છે. જે વરિયાળી ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને વ્યક્તિ લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવે છે. આ રીતે કેલરીનું સેવન ઓછું થાય છે. જેના કારણે શરીરનું વજન સરળતાથી ઘટે છે.
હૃદયના સ્વાસ્થ્યમાં ફાયદાકારક
વરિયાળીનું સેવન માનવ હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વરિયાળીમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. આ વરિયાળીમાં રહેલ ફાઈબર હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
કેન્સરને દૂર કરે
વરિયાળી કેન્સરને દૂર રાખવામાં મદદ કરે છે. વરિયાળીમાં રહેલ સેલેનિયમ એક એવું ખનિજ છે, જે મોટાભાગના ફળો અને શાકભાજીમાં જોવા મળતું નથી. વરિયાળીમાં રહેલ સેલેનિયમ શરીરમાં લીવર એન્ઝાઇમના કાર્યને ટેકો આપે છે અને શરીરમાં કેન્સર પેદા કરતા સંયોજનોને દૂર કરવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે
વરિયાળીમાં હાજર રહેલ પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો બ્લડ પ્રેશરને કુદરતી રીતે ઘટાડે છે. આ સાથે, વરિયાળીમાં નાઈટ્રેટ્સ તત્ત્વ હોય છે. જે વાસોડિલેટરી અને વાસોપ્રોટેક્ટીવ ગુણોથી ભરપૂર હોય છે. વરિયાળીમાં રહેલ નાઈટ્રેટ સપ્લીમેન્ટ લેવાથી બ્લડ પ્રેશરને ઘટાડી શકાય છે.
વરિયાળી ખાવાના ફાયદા
શરીરની ગરમી ઓછી કરે
ઉનાળામાં વરિયાળીનું સેવન ગરમીમાં તમને રાહત આપે છે. વરિયાળીનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત છે વરિયાળીને રાત્રે પાણીમાં પલાળીને, સવારે તેને ગાળીને તે પાણી પીવું જોઈએ. જેથી તમારા શરીરને ઠંડક થાય છે. શરીરની આંતરિક ગરમીને ઓછી કરવા માટે વરિયાળીનું સેવન શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
પાચનમાં મદદ કરે
વરિયાળીમાં હાજર રહેલ આવશ્યક તેલ એ પાચન રસ અને ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. જે વરિયાળી ખોરાકને પચાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. આ વરિયાળીનું સેવન પેટનું ફૂલવું અથવા તો અતિશય ગેસ, એસિડિટીને ઘટાડવામાં મદદ કરે છે. આ એસિડિટીથી હાર્ટબર્ન થાય છે. જમ્યા પછી રોજ વરિયાળી ખાવાથી એસિડિટી થવાની શક્યતા ઘટે છે.
હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે
વરિયાળીમાં પોટેશિયમનો આવશ્યક સ્ત્રોત છે જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. વરિયાળીનું સેવન રક્ત વાહિનીઓને ફેલાવીને તેના પર તણાવ ઘટાડે છે. જેના કારણે શરીરમાં હાઈ બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. વરિયાળીમાં રહેલ પોટેશિયમ આપણા શરીરમાં પાણીનું સંતુલન તેમજ એસિડ-બેઝના સંતુલનને કંટ્રોલ કરે છે.
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે
કોલેસ્ટ્રોલનું આપણા શરીરમાં વધારે પડતું પ્રમાણ શરીર માટે હાનિકારક છે. કેમ કે, કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક, સ્ટ્રોક અને આર્થરોસ્ક્લેરોસિસ જેવી વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સબંધિત બીમારીઓનું કારણ બને છે. વરિયાળીમાં હાજર રહેલ ફાઈબર લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે.
એનિમિયા સામે લડે
વરિયાળીમાં હિમોગ્લોબિનનું મુખ્ય ઘટક આયર્ન છે જેનો સારો એવો સ્ત્રોત છે. વરિયાળીમાં હિસ્ટીડિન નામનું એમિનો એસિડ છે. આ શરીરમાં હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે. આ હિસ્ટીડિન હિમોગ્લોબિનના અન્ય ઘટકોના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. જેથી તે એનિમિયા રોગ સામે લડે છે.
વરિયાળી ખાવાના ગેરફાયદા
પેટની સમસ્યાઓ
વરિયાળીના વધુ પડતા સેવનથી પેટમાં દુખાવો, ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થાય છે. તેથી વરિયાળીને સંતુલિત માત્રામાં જ ખાવી જોઈએ.
એલર્જી
અમુક લોકોને વરિયાળી ખાવાથી એલર્જી થતી હોય છે, જેના કારણે તે લોકોના શરીર પર ખંજવાળ, સોજો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેથી, જો તમને વરિયાળીથી એલર્જી હોય તો તેનું સેવન ન કરવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક
વરિયાળીમાં સુગરનું પ્રમાણ હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થાય છે. તેથી વરિયાળીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.
હોર્મોનલ અસરો
વરિયાળીમાં ફાયટો એસ્ટ્રોજેન્સ હોય છે. જે શરીરના હોર્મોનલ સંતુલનને અસર કરે છે. વરિયાળીના વધુ પડતા સેવનથી શરીરમાં હોર્મોન સંબંધિત સમસ્યાઓ વધે છે.
Read more: https://takshlifes.com/benefits-of-eating-jaggery/
વરિયાળીનું પાણી બનાવો
એક ચમચી વરિયાળી લેવી અને તેને બે ગ્લાસ પાણીમાં ઉમેરો. આ પાણીમાં એક ચપટી હળદર મિક્સ કરો અને તેને આખી રાત ઢાંકીને મૂકી રાખો. સવારે તે પાણીમાંથી એક ગ્લાસ પાણી કાઢીને તેને ઉકાળો અને ઠંડુ થવા દો. તેને એકસાથે પીવો અથવા તો દિવસભર થોડા થોડા સમયે ચૂસકી મારીને પીવો.
વરિયાળીનું પાણી પીવાના ફાયદા
લોહીને સાફ કરે
વરિયાળીના રહેલ આવશ્યક તેલ શરીરમાંથી હાનિકારક ઝેરીયુક્ત પદાર્થોને બહાર કાઢે છે અને આ તમારા શરીરમાં લોહીને સાફ કરે છે. વરિયાળીની ચા પીવાથી તમારા શરીરને વધારે પોષક તત્ત્વો શોષી લેવામાં મદદ મળે છે.
પાચન સમસ્યાઓને દૂર કરે
વરિયાળીનું પાણી પીવાથી તમારું પાચન તંત્ર મજબૂત થાય છે. ગેસ, કબજિયાત અને એસીડીટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન હોય છે, જે તમારા શરીરને હાઈડ્રેટ રાખે છે. વરિયાળીમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સંધિવા, હાડકામાં દુખાવો-સોજો અને સ્નાયુઓમાં દુખાવા જેવી સમસ્યામાં રાહત આપે છે.
આંખોની રોશની વધારે
વરિયાળીનું પાણી તમારી આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. વરિયાળીમાં વિટામિન એ હોય છે, જે તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ વરિયાળીનું પાણી પીવાથી તમારી આંખોનું સ્વાસ્થ્ય સારું બને છે.
માસિક ધર્મના દુખાવામાં રાહત
વરિયાળીનું પાણી અથવા ચા પીવી તમને પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવામાં રાહત આપે છે. આ વરિયાળીનું સેવન તમને રજોનિવૃત્તિના લક્ષણોથી છૂટકારો મેળવવામાં પણ મદદ કરે છે. ઘણી બધી મહિલાઓ અનિયમિત પીરિયડ્સની સમસ્યાનો સામનો કરતી હોય છે તેમને વરિયાળીનું પાણી પીવાથી અનિયમિત પીરિયડ સાઇકલથી પણ છૂટકારો મેળવવામાં મદદ થાય છે.
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે
વરિયાળીમાં રહેલ પોટેશિયમ શરીરમાં બ્લપ્રેશરને કંટ્રોલ કરે છે. આ વરિયાળી તમારા શરીરની હૃદયની ગતિને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જે લોકો હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે તેમને દરરોજ વરિયાળીના પાણીનું સેવન કરવુ જોઈએ.
વજન ઘટાડવામાં મદદ કરે
વરિયાળીનું સેવન તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે. વરિયાળીની બનેલી ચા અથવા તો પાણી પીવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આથી તમે વધુ પડતો ખોરાક ખાઈ શકતા નથી અને આ રીતે તમારું વજન ઘટે છે.
ચહેરા પરના ખીલને દૂર કરે
વરિયાળી તમારી ત્વચા માટે સૌથી ઉત્તમ છે. વરિયાળીમાં એન્ટી-બેક્ટીરિયલ અને એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ હોય છે. જે તમારા ચહેરા પર થતા ખીલ સામે લડવામાં તમારી મદદ કરે છે. વરિયાળીનું પાણી પીવાથી તમારા ચહેરો સ્વસ્થ,ચમક અને નિખાર આવે છે.
કેન્સરથી શરીરની રક્ષા કરે
વરિયાળીનું સેવન તમારા શરીરને વિભિન્ન પ્રકારના કેન્સર જેવા કે પેટ, ત્વચા અથવા સ્તન કેન્સરથી બચાવવામાં મદદ કરે છે. વરિયાળીનું પાણી પોતાના શરીરમાંથી મુક્ત કણોને દૂર કરે છે, જે કેન્સરનું મુખ્ય કારણ બને છે. એટલા માટે તમારે દરરોજ વરિયાળીનું પાણી પીવું જોઇએ.
વરિયાળી અને સાકર ખાવાના ફાયદા
જમ્યા પછી વરિયાળી અને સાકર ખાવામાં આવે છે. આપણે સૌ ઘરે જ્યારે મોંનો સ્વાદ બદલવાનો હોય ત્યારે સૌથી પહેલા વરિયાળી અને સાકર ખાતા હોય છે. જો તમે માત્ર વરિયાળી ખાઓ છો તો મોઢાનો સ્વાદ બદલાઈ જાય છે, તેથી વરિયાળીમાં સાકર મિક્સ કરવી જરૂરી છે. વરિયાળી અને સાકરનું આ મિશ્રણ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે.
પાચનતંત્ર મજબુત બને
વરિયાળી અને સાકર ખાવાથી મોંના બેક્ટેરિયા દૂર થાય છે અને તાજગી આવે છે. પરંતુ, વરિયાળી અને સાકરનું સેવન ખોરાકને પચાવવામાં મદદ કરે છે. વરિયાળીમાં આવા અનેક પાચન સબંધિત ગુણો હોય છે. જેના કારણે પાચનની પ્રક્રિયા સક્રિય બને છે. વરિયાળી અને સાકર ખાધા પછી ખોરાક ઝડપથી પચે છે.
લોહી સાફ કરે
વરિયાળીમાં ફાઈબર હોય છે. જો તમે ખાલી પેટ વરિયાળીનું સેવન કરો છો અથવા વરિયાળી સાથે સાકરનું સેવન કરો છો, તો તે તમારા શરીરનું લોહી શુદ્ધ કરે છે. આ બંનેનું મિશ્રણ રક્ત પરિભ્રમણને વધારવામાં મદદ કરે છે. વરિયાળીમાં આયર્ન અને એમિનો એસિડ પણ રહેલો હોય છે. સાકર બ્લડમાં એસિડ લેવલ બેલેન્સ કરે છે. એનિમિયાથી પીડિત મહિલાઓએ નિયમિતપણે વરિયાળીનું સેવન કરવું જોઈએ.
મોઢાનું ઇન્ફેક્શન દૂર કરે
મોં યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો મોંઢામાં બેક્ટેરિયા વધવા લાગે છે, જેના કારણે તમારા શ્વાસમાં દુર્ગંધ આવે છે. આ વરિયાળીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. વરિયાળી ચાવવાથી અથવા ખાવાથી આ મોં ના બેક્ટેરિયા દૂર થઈ જાય છે. સાકર સાથે વરિયાળી ખાવાથી મોંનો સ્વાદ પણ બદલાઈ જાય છે.
સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે
પહેલાના સમયમાં ધાત્રી એટલે કે સ્તનપાન કરાવતી સ્ત્રીઓને વરિયાળી અને સાકર ખાવાની સલાહ આપવામાં આવતી હતી હતી. આ ખાવાથી માતાનું દૂધ વધુ પ્રમાણમાં બને છે, જે નવજાત શિશુનો મુખ્ય આહાર છે. આ રીતે વરિયાળી અને સાકરનું સેવન કરવાથી પિરિયડ્સના દુખાવામાં રાહત મળે છે.
હૃદય માટે ટોનિક તરીકે કામ કરે
આપણા આયુર્વેદમાં વરિયાળીને હૃદય માટે ટોનિક તરીકે કામ કરતું વર્ણવવામાં આવ્યું છે. અહીં, અસ્થમાથી પીડિત લોકો વરિયાળીના પાનને ઉકાળીને તેની વરાળ શ્વાસમાં લેતા હોય છે. આ રીતે તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
આંખની રોશની વધે
જો કોઈ વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની બીમારી હોય છે. તેઓની આંખોની અંદર રેટિનામાં રહેલી રક્તવાહિનીઓને નુકસાન થવાનો ભય રહેતો હોય છે. વરિયાળી અને સાકરનું સેવન કરવાથી આ રક્તવાહિનીઓ પહોળી થાય છે. જેના કારણે આંખોમાં બ્લડ પ્રેશર ઘટે છે.