હળદરના ફાયદા | Benefits of Turmeric

હળદર

આપણા ભારત દેશમાં આ હળદરને હજારો વર્ષોથી આયુર્વેદિક ઔષધિ તરીકે વાપરવામાં આવી છે. હળદરને અંગ્રેજીમાં “Turmeric” નામથી ઓળખવામાં આવે છે. સૌથી પહેલા તો આપણા સૌ દ્વારા તેને રંગકામ માટે વાપરવામાં આવી અને ત્યાર બાદ તેનો ઔષધિ તરીકેના ઉપયોગમાં વપરાઈ હતી. હળદરનો રસોઈ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે હળદર ગાંઠમાંથી ઉગતા નાનકડા છોડ સ્વરૂપે જોવા મળે છે. આ હળદરની વનસ્પતિ દક્ષિણ એશિયાના સમશીતોષ્ણ વિસ્તારની રહેવાસી વતની ગણવામાં આવે છે. આ હળદરના વિકાસ માટે ૨૦°સે થી ૩૦°સે જેટલું ઉષ્ણતામાન અને સારા પ્રમાણમાં વરસાદની જરૂર રહે છે. હળદરના મૂળની ગાંઠો મેળવવા માટે આ વનસ્પતિની ખેતી કરવામાં આવે છે. બીજા વરસની ખેતી માટે અમુક ગાંઠો સૂકવીને સાચવી રાખવામાં આવે છે. જે બીજા વર્ષે ખેતી કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે.

Table of Contents

હળદર એટલે શું?

હળદર એટલે એક પીડા રંગનો મસાલા પાઉડર. જે આખી સૂકી હળદરમાંથી બનાવવામાં આવતો હોય છે. હળદરનો હળવો તુરો- તીખો સ્વાદ હોય છે. આ હળદરનો તેજસ્વી રંગ અને તેના સંગ્રહના ગુણ હળદરને એક ઉત્તમ રસોઈનું મુખ્ય ઘટક બનાવે છે. હળદર એ એક કોસ્મેટિક અને ઔષધીય ગુણો માટે પણ યોગ્ય સાબિત થયું છે. હળદરનો ઉપયોગ આપણા હિન્દુ ધર્મમાં લગ્ન પ્રસંગમાં અને પ્રાર્થના કાર્યમાં પણ થાય છે.

હળદરની ખેતી

હળદર અમારા દૈનિક ખોરાકનો એક ઘણો મોટો મુખ્ય ભાગ ગણાય છે. આપણા ભારત દેશમાં આશરે બધી જાતની રસોઈ બનાવવામાં ઉપયોગ થનાર હળદર મુખ્ય કાર્ય કરે છે. આ મસાલામાં હળદર પ્રાચીન કાળથી જ પોતાના ઔષધીય ગુણો માટે પ્રખ્યાત અને એ જ તો છે આ આપણી મુખ્ય ઔષધિ. આ હળદરના ખાસ ગુણો અને બજારમાં સતત વધતી માંગના લીધે ખેડૂતો માટે આ હળદરની ખેતી પહેલેથી જ ખૂબ ફાયદાકારક રહી છે.

હળદરની ખેતીનો સમય

હળદરની ખેતીનો સમય એપ્રિલ મહિનાથી મે મહિના સુધીમાં કરવામાં આવે છે. હળદરના અલગ-અલગ જાતના છોડ 120 દિવસથી 220 સુધી પાકીને તૈયાર કરવામાં આવે છે. જેનાથી જમીનમાં દર એકર જમીન એ આશરે 100 થી 150 ક્વિન્ટલ સુધીની હળદરની ઉપજ મેળવી શકાય છે. જો તમે અત્યાર સુધીમાં હળદર વાવણી નથી કરી તો 15 મે થી તમે હળદરની વાવણીની શરૂઆત કરી શકો છો.

હળદરની ખેતી ક્યાં થાય છે?

હળદર એ એક રસોઈમાં અગત્યનો મરી મસાલાનો પાક ગણાય છે. ગુજરાત રાજયમાં મુખ્યત્વે હળદરની ખેતી વલસાડ, નવસારી, સુરત, પંચમહાલ, સાબરકાંઠા, આણંદ અને નડિયાદ જીલ્લાઓમાં કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં આાંબા અને ચીકુની વાડીઓમાં હળદરને મિશ્રપાક અને આંતરપાક તરીકે ઉગાડવામાં આવે છે. જો કે હવે હળદરની ખેતી સેૌરાષ્ટ્રમાં પણ કરવાની શરૂ થઈ ગઈ છે.

હળદર માટે આબોહવા અને જમીન

હળદર એ ઉષ્ણકટિબંધિય વિસ્તારનો પાક ગણવામાં આવે છે. આ હળદરને ગરમ અને ભેજવાળી આબોહવા સૌથી વધારે અનુકૂળ આવે છે. હળદરની ખેતી દરિયાની સપાટીથી ૧૫૦૦ મીટર ઉંચાઇએ પહાડી પ્રદેશમાં ર૦ સે. થી ૩૦ સે. તાપમાને તથા વાર્ષિક ૧૫૦૦ થી રરપ૦ મીમી વરસાદવાળા પ્રદેશમાં સિંચાઇ દ્વારા પાક તમે સફળતાથી ઉગાડી શકો છો.

હળદરની ખેતી માટે સારા નિતારવાળી જમીન અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી ગોરાડુ, મધ્યમ કાળી કે નદી કાંઠાની કાંપવાળી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ આવે છે.

હળદરની ખેતી માટે જમીનની તૈયારી

હળદરની ખેતી માટે હળદરની ગાંઠોનો સારો વિકાસ થાય તે lમાટે જમીનને હળ કે ટ્રેકટરથી બે થી ત્રણ વાર ખેડી અને સમાર વડે ઢેફાં ભાંગી કરબથી સમતળ કરવી લેવામાં આવે છે. જમીન નાખવામાં આવેલા સેન્દ્રિય ખાતરનું પ્રમાણ જળવાય રહે તે માટે હેકટરે પ૦ થી ૬૦ ટન જેટલું સારું કોહવાયેલ છાણિયું ખાતર પણ નાખવામાં આવે છે. આ રીતે હળદરની ખેતી માટે જમીન તૈયાર કરવામાં આવે છે.

હળદરની રોપણી

હળદરની રોપણી માટે ગોરાડુ જમીનમાં સપાટ કયારા અને કાળી જમીનમાં જયાં પાણી ભરાઇ રહેતું હોય ત્યાં નીક પાળવાની પદ્ધતિથી રોપણી કરવામાં આવે છે. હળદરની રોપણી કર્યા બાદ તુર્તજ હેકટર પ્રમાણે 80 થી 100 કિલો પ્રમાણે શણ બીજ છાંટી સિંચાઈ આપવી જોઈએ. જેથી હળદરની ખેતીવાડી જમીનમાં ભેજ જળવાય રહેશે અને અંકુરણ જલદી ફૂટવા લાગશે અને નવી કુંપળોને તાપથી રક્ષણ મળવા લાગે છે. 1 માસ પછી શણને ઉપાડી તેને જમીનમાં દાટી દેવાથી લીલો પડવાશ થવાથી જમીનમાં સેન્દ્રિય તત્વોનાં ઉમેરો થાય છે. આ પ્રક્રિયા કરવાથી જમીન હળદરની ખેતી માટે ખૂબ સારી ઉપજ આપે છે.

હળદરની કાપણી અને ઉત્પાદન

આ હળદરનો પાક જ્યારે તૈયાર થાય છે ત્યારે હળદરના છોડના પાન પીળા પડવા લાગે છે. સામાન્ય રીતે મે મહિનામાં અને જુન મહિનામાં વાવેતર કરેલ હળદરનો પાક ફેબ્રુઆરી મહિનામાં તૈયાર થઈ જાય છે. કેટલીક વાર ખેડૂતો બજારમાં વધુ ભાવ મેળવવા માટે લીલા હળદરના પાકને લીલી ખોદી બજારમાં મોકલે છે. આથી સમય પ્રમાણે સૂકી હળદરનું ઉત્પાદન ઓછુ જોવા મળે છે. પરંતુ, હળદરના ઊંચા બજારભાવ મળવાથી તેની આવક સારી થાય છે.

હળદરને જમીનમાંથી ખોદતી વખતે ગાંઠો કપાઇ ન જાય તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ખેડૂતો દ્વારા ગાંઠોને સાફ કરીને ભેગી કરી તેને બજારમાં વેચવા માટે તૈયાર કરવામાં આવે છે. આ લીલી હળદરનું પ્રતિ હેકટર 20 થી 22 મેટ્રિક ટન ઉત્પાદન મળતું હોય છે. જયારે લીલી હળદરમાંથી સુકી હળદરનું પ્રમાણ 15 થી 20 ટકા થઈ જાય છે.

હળદરના પ્રકાર

પીળી હળદર

પીળી હળદરનો ઉપયોગ આપણે સૌ રસોઈ બનાવવા માટે કરીએ છે. પીળી હળદરને કેસર પણ કહેવામાં આવે છે. પીળી હળદરનો ઉપયોગ આપણા સૌ દ્વારા ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. આપણે ત્યાં બજારમાં સૂકી આખી હળદર અને દળેલી હળદર પાઉડર તમને સરળતાથી મળી રહે છે. પીળી હળદરનો ઉપયોગ ભોજનની સાથે-સાથે ફેસ માસ્ક બનાવવા અને માથાના વાળ ખરતાં અટકાવા તેમજ ખોડોને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે.

કાળી હળદર

કાળી હળદરનું ઉત્પાદન મુખ્ય ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં થાય છે. કાળી હળદરને શરીરમાં સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. શરીરની ત્વચા માટે પણ કાળી હળદર કોઈ ઔષધિ સમાન ગણવામાં આવે છે. તો આ કાળી હળદર આપણને અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. 

આંબા હળદર

આપણા ભારત દેશમાં હજારો વર્ષોથી હળદરનો મસાલા અને ઔષધિ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. આદુ જેવી જ દેખાતી આ આંબા હળદર અંદરથી સફેદ તથા કેસરી રંગની હોય છે. આ આંબા હળદરનો કેરી જેવો સ્વાદ અને રંગને કારણે તેને “આંબા હળદર” કહેવામાં આવે છે. આંબા હળદરમાં શરીરમાં ચડતા સોજા ઘટાડવાની અને શરીરમાં વધતા બેક્ટેરિયા સામે લડવાની ઘણી વધુ તાકાત હોય છે. આથી આંબા હળદર શરીરમાં પાચનતંત્રને લગતા કોઇપણ રોગને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે અને લોહીને પણ શુદ્ઘ કરે છે. 

કાચી(કચરા) હળદર

આપણા ભોજનમાં હળદરના ફાયદા વિશે આપણને સૌને ખબર છે, પરંતુ કાચી હળદરનું સેવન સૂકી હળદર કરતાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં કાચી હળદર ખાવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. કાચી હળદર ખાવાથી તમને ઘણી બધી બીમારીઓથી રાહત મળે છે. કાચી હળદર દેખાવમાં આદુ જેવી જ લાગે છે, પરંતુ તેનો રંગ અંદરથી કાપો ત્યારે પીળો નીકળતો હોય છે.આ કાચી હળદર અને આંબા હળદરને મિક્સ કરી તેને લીંબુ નીચોવી આથીને લોકો ખાતા હોય છે. આ કાચી હળદરને દૂધમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તમે શરદી, ઉધરસ કે કોઈપણ પ્રકારના સંક્રમણથી બચી શકાય છે.

હળદર વાળુ ગરમ પાણી

આપણા માનવ શરીર માટે હળદર ખૂબ જ ગુણકારી સાબિત થઈ છે અને માત્ર થોડી જ હળદરનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઘણા ખરા રોગોને દૂર કરી શકાય છે. હળદરનું સેવન જો ગરમ પાણી સાથે કરવામાં આવે તો એ તમારા શરીરના ઘણા રોગ દૂર થાય છે. ઘણા લોકો દરરોજ સવારમાં ઉઠીને ખાલી પેટ ગરમ પાણી અને હળદરનું સેવન એક સાથે કરતા હોય છે. જો હૂંફાળા ગરમ પાણીમાં હળદર મિક્સ કરીને પીવામાં આવે તો એક -બે નહીં પરંતુ શરીરને ઘણા બધા ફાયદા થાય છે. આ હૂંફાળું પાણી બનાવવાની રીત જાણો.

હળદરનું હૂંફાળું પાણી બનાવવાની રીત

1 ગ્લાસ ગરમ પાણી લઈ લો. એમાં અડધી ચમચી હળદર નાખી મિક્સ કરો. હવે આ હળદરને ગરમ પાણીમાં સારી રીતે મિક્સ કરી લો. તમારી ઈચ્છા હોય અથવા તો તમને પસંદ હોય તો આ પાણીમાં મધ પણ મિક્સ કરી શકો છો. ગરમ પાણી અને હળદરનું સેવન સવારમાં જ કરવામાં આવે તો તે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

હળદરવાળું દૂધ પીવાનો શું ફાયદો થાય?

હળદરવાળું દૂધ પીવું એટલે કે દૂધમાં થોડી હળદર મિક્સ કરીને પીવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. પરંતુ, હળદરનું વધારે પડતું સેવન બ્લડ શુગરના પ્રમાણને ઘટાડે છે. આ ઉપરાંત, દૂધમાં હળદર મિક્સ કરવાથી શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન વધી જાય છે. જેના કારણે દુખાવામાં m ઝડપી રાહત મળે છે.

હળદર વાળું દૂધ 

હળદર વાળુ દૂધ (Turmeric Milk) પીવાથી કોલેસ્ટ્રોલ, સાંધામાં દુઃખાવો, શરીરમાં થતી કબજીયાત, લોહી સાફ કરવાની સાથે શરદી-ખાંસી અને તાવમાં પણ આરામ મળે છે. શિયાળાની ઋતુમાં રાતે સુતા પહેલા તેને ખાસ પીવાની ડોકટર દ્વારા સલાહ આપવામાં આવે છે. પરંતુ, હળદર વાળુ દૂધ પીવાના ફાયદા તમને ત્યારે જ મળશે જ્યારે તમે તેને વ્યવસ્થિત પ્રકારે બનાવશો.

હળદરવાળું દૂધ બનાવવાની રીત

હળદર વાળુ દૂધ બનાવવા માટે સૌથી પહેલા મીડિયમ ફ્લેમ પર એક વાસણમાં દૂધને ઉકાળવા માટે મુકો દો. દૂધમાં એક ઉભરો આવતા જ તેમાં અડધી ચમચી હળદર અને થોડી કેસર નાખીને 1થી 2 મિનિટ સુધી તેને ઉકાળો દો. ત્યાર પછી ગેશની ફ્લેમ બંધ કરી તેને થોડું ઠંડુ થવા aદો. ત્યાર બાદ તેમાં મધ નાખીને મિક્સ કરો. હવે તૈયાર થયેલ હળદરવાળું દૂધ પીવો. 

બીજી રીતથી પણ દૂધ તૈયાર કરવામાં આવે છે. આખી હળદરને નાના નાના ટૂકડામાં કાપી લેવી. એક વાસણમાં 2 કપ દૂધ અને એક કપ પાણી લેવું. આ દૂધમાં પાણી મિક્સ કરવાથી ફક્ત દૂધ જ રહેશે અને પાણી સુકાઈ જશે. હવે દૂધમાં હળદરના નાના નાના કાપેલા ટૂકડા નાખો. આ દૂધને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ સુધી ગેશની ધીમી ફ્લેમ પર ઉકાળવા મૂકો. આમ, કરવાથી હળદરના દરેક પોષક તત્વ દૂધમાં સારી રીતે મિકસ થઈ જશે. હવે આ મિશ્રણને ગાળીને લેવું. જો તમારી ઈચ્છા હોય તો તેમાં ચપટી કાળા મરીનો પાઉડર મિક્સ કરી શકો છો. હવે આ તૈયાર થયેલ દૂધને પીવો.

હળદરના ફાયદા

હળદર એ આપણા રસોડામાં સરળતાથી ઉપલબ્ધ અને ઉપયોગી મસાલાઓમાંથી એક છે. આ હળદર આપણા માટે એક ઔષધિ સમાન ગણાય છે. આપણે ત્યાં રસોઈમાં હળદરનો ઉપયોગ સામાન્ય રીતે દરેક શાકભાજી બનાવવામાં કરવામાં આવે છે. આ હળદર ખોરાકનો રંગ અને સ્વાદ બંનેમાં વધારો કરે છે. પરંતુ, હળદર માત્ર ખાવામાં વપરાતો મસાલો નથી, પરંતુ તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નિરોગી રાખવામાં પણ મદદરૂપ થાય છે. આયુર્વેદમાં પણ હળદરના ઔષધીય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. હળદરમાં રહેલા ઘણા પોષક તત્વો જેવા કે વિટામિન સી, કેલ્શિયમ, ફાઈબર, એનર્જી, આયર્ન, વિટામિન ઈ, પ્રોટીન અને સોડિયમ મળી આવે છે. હળદરનું સેવન માત્ર ભોજનમાં જ નહીં, પરંતુ હળદરવાળું દૂધ, ચામાં પણ કોઈક વાર હળદરનું સેવન કરવામાં આવે છે. તો ચાલો હળદરનું ખોરાકમાં સેવન કરવાથી સ્વાસ્થ્યને થતા હળદરના ફાયદા વિશે…

શરીરમાં પાચન તંદુરસ્ત બને

ગરમ પાણી અને હળદર શરીરમાં પાચનશક્તિની ક્ષમતાને વધારે છે. નિયમિત દરરોજ ગરમ પાણી અને હળદરને એક સાથે પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે તેમજ તમારું પાચનતંત્ર તંદુરસ્ત બને છે. જે લોકોનું પાચનતંત્ર નબળુ રહે છે એ લોકોએ દરરોજ પાણી સાથે હળદરનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે.

શરીરમાં થતા ડાયાબિટીસને દૂર કરે

ગરમ પાણી અને હળદર શરીરમાં થતા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. હળદર વાળું પાણી પીવાથી તમને ડાયાબિટીસ હંમેશા કન્ટ્રોલમાં રહે છે. ડાયાબિટીસવાળા દર્દીએ હળદર વાળું પાણી પીવાનું ચાલુ રાખવું જોઈએ. આપણા દેશમાં મોટા ભાગના લોકો ડાયાબીટીસના રોગથી પીડાય છે તો તે લોકોએ હળદરવાળુ પાણી પીવું ખૂબ જ આવશ્યક છે. હળદર ખાવી અથવા વાગેલા ઘા પર લગાવવાથી ડાયાબીટીસવાળા દર્દીઓને થતા ઘા ને જલ્દી જ ભરી દેવાનું કામ કરે છે.

શરીરમાં શ્વાસની સમસ્યા સુધરે

જે લોકોને શ્વાસની બીમારી હોય છે એ લોકોને હળદરનું દૂધ સાથે સેવન કરવું ખૂબ જરૂરી છે. શ્વાસ સબંધી રોગો જેવા સાઈનસ કે દમ બ્રારોકાઈટીસ અને જામેલા કફની બીમારીઓ હોય છે. તે લોકોએ આ બીમારીઓ દૂર કરવા માટે હળદરને દૂધ સાથે મિક્સ કરીને સેવન કરવાથી આ રોગોને જડમૂળમાંથી દુર કરી શકાય છે.

શરીરનું રક્ત પરિભ્રમણ સુધારે

એકંદરે શરીરના સ્વાસ્થ્ય માટે સારો રક્ત પ્રવાહ ખૂબ જ જરૂરી છે. તમે દરરોજ આહારમાં હળદરનો ઉપયોગ કરવાથી તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. તેમજ શરીરમાં જમા રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે. જેના કારણે શરીરમાં થતી હૃદયની બીમારીઓનું જોખમ પણ ઘટી શકે છે.

શરીરમાં લોહીને સાફ કરે

ગરમ પાણી અને હળદરનું સેવન તમારા લોહીને સાફ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. હળદર વાળું પાણી પીવાથી લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. શરીરમાં લોહીની શુદ્ધતાથી તમારી ત્વચા સુંદર બને છે, ત્વચામાં નિખાર આવે છે અને જો તમને ચહેરા પર ખીલની સમસ્યા રહેતી હોય તો પણ લાભ થાય છે. 

શરીરમાં કબજિયાત દૂર થાય

ગરમ પાણી અને હળદર પીવાથી તે તમારી પાચન ક્ષમતાને વધારે છે. નિયમિત દરરોજ સવારે ગરમ પાણી અને હળદરના મિશ્રણને એક સાથે લેવાથી તમારા શરીરના પાચન પર સકારાત્મક અસર થાય છે. તમારું પાચન તંદુરસ્ત બને છે અને લોકોની ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી તકલીફ દૂર થાય છે. 

શરીરમાં મગજના વિકાસ માટે ફાયદાકારક

શરીરમાં હળદરને મગજના વિકાસ માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવી છે. હળદરના નિયમિત ઉપયોગથી શરીરમાં થતા અલ્ઝાઈમર્સનો ખતરો પણ ઘટે છે. નાના બાળકોને પણ રોજ સવારે નિયમિત રીતે હળદરવાળુ હૂંફાળું પાણી આપવું તેમના શરીર માટે ફાયદાકારક છે.

શરીરના સોજા ઘટે

જો તમને સોજાની સમસ્યા રહેતી હોય તો હળદરવાળું  ગરમ પાણી તમારા માટે ખૂબ ફાયદકારક રહે છે. હળદરમાં કરક્યુમીન નામનું તત્વ હોય છે, જેનાથી તમારા શરીરના સોજા અને તેના કારણે થતા દુઃખાવવામાં ખૂબ રાહત મળે છે. 

શરીરનું વજન ઘટાડવામાં મદદ

શરીરનું વજન ઓછું કરવા માટે હળદરનું હૂંફાળું પાણી પીવું ખૂબ ફાયદાકારક છે. દરરોજ સવારે ગરમ પાણી સાથે હળદરવાળુ પાણી પીવું શરીર માટે ખૂબ ઉપયોગી છે. આમ, કરવાથી તમારા શરીરનું વજન ઝડપથી ઘટવા લાગે છે. જો તમે ઈચ્છા હોય તો આ હળદરવાળા પાણીમાં મધ પણ ઉમેરી શકાય છે.

ત્વચામાં સુંદરતા લાવે

દરરોજ સવારે હૂંફાળું હળદરવાળું પાણી પીવાથી ત્વચામાં પણ નિખાર આવે છે. આંખોની નીચેના ડાર્ક સર્કલ્સમાં પણ ઘણો ફાયદો થાય છે.

હળદરના ઉપયોગો

હળદર સ્વાદમાં તીખી, કડવી, સુકી, ગરમ અને શરીરના વર્ણને સુધારનાર મુખ્ય ઔષધિ છે. હળદર મધુપ્રમેહ, મુત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ હિતાવહ છે.

શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો વચ્ચેનો ગર્ભ સમાન ભાગે લેવાથી તમને થતા હરસ મટે છે. આ મિશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.

હળદરને મધ સાથે અને ગરમ દુધ સાથે મેળવીને પીવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.

કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ અને બે ચમચી મધ સાથે ચાટવાથી રાહત મળે છે.

આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું 1 -1 ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના મધુપ્રમેહ મટે છે.

અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે.

સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

હળદર, ફટકડી અને પાણીનું મિશ્રણ કરીને રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો દૂર થાય છે.

હળદર, મીઠું અને પાણીનું મિશ્રણ કરીને લેપ લગાવવાથી પગની મચકોડનો સોજામાં રાહત મળે છે.

એક મહીના સુધી દરરોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર વસ્તુ કરડવાથી ઝેર ગયું હોય તો તે મટી જાય છે.

હળદર અને સાકર ચુસવાથી ગળાનો બેસી ગયેલો અવાજ ખુલે છે, તમારો સ્વર સારો થાય છે.

કફના રોગો જેવા કે શરદી-સળેખમ, ફ્લ્યુ-કફ, ઉધરસ વગેરેમાં ગરમ દુધમાં હળદર નાખીને પીવાથી ખૂબ ફાયદો થાય છે.

દરરોજ હળદરનું બ્રશ કરવાથી તમારા દાંતની તંદુરસ્તી ખૂબ સારી જળવાઈ રહે છે.

5 thoughts on “હળદરના ફાયદા | Benefits of Turmeric”

Leave a comment