કાજુ ખાવાના ફાયદા | Benefits of eating cashews

કાજુ

કાજુ એ ખાસ કરીને શિયાળાની ઋતુમાં વધારે ખાવામાં આવતો એક પ્રકારનો સૂકોમેવો છે. જેને મોટા ભાગના લોકો દ્રાયફ્રુટ તરીકે ઓળખે છે. આ કાજુના વૃક્ષ પર લાગતા ફળના કડક પડમાં રહેલા કાજુના ફળને સૂકવીને અથવા તો તેને સેકીને કાજૂને બહાર કાઢવામાં આવે છે. આ રીતે કાજુને તૈયાર કરવામાં આવે છે. આ કાજુ સૂકામેવા તરીકે પ્રખ્યાત અને અત્યંત લોકપ્રિય છે. કાજુમાંથી અનેક પ્રકારની મિઠાઈઓ જેમ કે મુખ્ય કાજુકતરી બનાવવામાં આવે છે.

Table of Contents

કાજુનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાજુમાં વિટામિન સી, પોટેશિયમ, ફાઈબર, આયર્ન, ઝિંક જેવા અનેક પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. કાજુ ખાવાથી આપણા શરીરને એનર્જી પણ મળે છે. આપણા શરીરમાં પાચનશક્તિ મજબૂત બનાવવા માટે કાજુનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે.

કાજુ ખાવાનું દરેકને ગમતું હોય છે. જે એક એવું ડ્રાય ફ્રુટ છે જેને લોકો શિયાળામાં વધુ ખાતા હોય છે. આ કાજુનો ઉપયોગ શિયાળામાં વસાણાં બનાવમાં પણ થાય છે. કાજુનો ઉપયોગ અનેક પ્રકારની મીઠાઈઓ બનાવવામાં પણ થાય છે. કાજુમાં રહેલ પ્રોટીન, મિનરલ્સ, હેલ્ધી ફેટ્સ અને અનેક પ્રકારના વિટામિન્સ પણ હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો કાજુનું સેવન યોગ્ય માત્રામાં કરવામાં આવે તો શરીરનું વજન વધતુ અટકાવી શકાય છે.

કાજુના ખાવાના ફાયદા વિશે…

કાજુમાં રહેલા પોષક તત્વો કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝિંક હોય છે. આ સિવાય કાજુમાં વિટામિન C  અને B પણ હોય છે. કાજુમાં મોનો સેચરેટેડ અને પોલિઅન સેચરેટેડ નામના બે ફેટી એસિડ હોય છે. જે શરીરમાં વધતો કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં મદદ કરે છે. 

કાજુમાં ડાયટરી ફેટ્સ હોય છે. જે આપણા શરીરમાં રહેલા ફેટને દૂર કરતા વિટામિન્સ જેવા કે A, D, E અને અબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે. 

કાજુ ખાવાથી વજન વધે છે એવી માન્યતા સામાન્ય રીતે લોકોમાં હોય છે. પરંતુ, આ કાજુનું સેવન આપણને શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. કાજુમાં રહેલ મેગ્નેશિયમ ફેટ તથા કાર્બોહાઇડ્રેટની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેનાથી શરીરનું વજન ઓછુ કરવામાં મદદ મળે છે. કાજુ ખાવાથી શરીરના હાડકા મજબૂત થાય છે. 

કાજુમાં શુગર ઓછા પ્રમાણમાં હોય છે અને તે કાજુ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ પણ વધતુ નથી. આ કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો કે ડાયાબિટીસના દર્દીઓએ કાજૂનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.

કાજૂમાં વધારે પ્રમાણમાં કૉપર હોય છે, જે આયરનના મેટાબોલિઝમને સુધારે છે. જે આપણા શરીરમાં રહેલા લાલ રક્તની કોશિકાઓના વિસ્તારમાં મદદ કરે છે.

કાજુ તમારી ત્વચા માટે પણ ફાયદો આપે છે. આ કાજુનો ઉપયોગ ઘણી બધી બ્યૂટી પ્રોડક્ટ્સની બનાવટમાં કરવામાં આવે છે. આ પ્રોડક્ટ્સ ત્વચાને મુલાયમ અને સ્મુથ કરવામાં મદદ કરે છે. 

કાજુમાં રહેલ ઝિઆક્ઝેશથિન નામનું એન્ટી ઓક્સિડન્ટ તત્વ છે. આ તત્વ તમારી આંખોને અલ્ટ્રા વાયલેટ કિરણો સામે રક્ષણ આપે જેથી આંખોની દૃષ્ટિ સુધરે છે. આ ઉપરાંત, આ કાજુમાં રહેલ તત્વ ઉંમરની સાથે તમારી આંખને થતા નુકસાનને અટકાવે છે. 

કાજુ ખાવાના ફાયદા

પાચનમાં સુધારો કરે

કાજુનું સેવન કરવાથી પાચનમાં સુધારો થાય છે, કારણ કે કાજુમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ કાજુમાં રહેલ ફાઈબર શરીરમાં પાચનને સુધારે છે અને મેટાબોલિઝમ વધારે છે. જેથી તમારું વજન નિયંત્રણમાં રહે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

કાજુ ખાવાથી આપણા શરીરમાં થતા હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. કાજુમાં હેલ્ધી ફેટ્સ રહેલા હોય છે, જે આપણા શરીરમાં વધતા જતા કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખે છે.

હાડકાં મજબૂત કરે

કાજુમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે તે આપણા શરીરના હાડકાંને મજબૂત કરવા માટે સૌથી સારો વિકલ્પ છે. કાજુનું સેવન તમારા શરીરના નબળા હાડકાંને દૃશ્યમાન અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદ કરે

કાજુમાં વિટામિન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ પોષક તત્વો આપણા શરીરને જરૂરી એવી ઉર્જા પ્રદાન કરે છે. કાજુમાં રહેલ મેગ્નેશિયમ શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે સવારે નાસ્તામાં કાજુ ખાવ છો, તો તમને આખા દિવસ દરમિયાન ભૂખ લાગે નહીં, કારણ કે આ કાજુનું સેવન શરીરમાં ભૂખને નિયંત્રિત કરે છે. તેથી તમારું વજન ઘટે છે.

વાળ મજબૂત બને

આજના સમયમાં યુવતીઓ પોતાના વાળને લઈને વધુ પઝેસિવ હોય છે. આવા ઘણા બધા લોકોને વાળની ​​સમસ્યા રહેતી હોય છે. જો તમે કાજુની સાથે સુકમેવામાં અખરોટ ખાવાનું શરૂ કરશો તો તમારા વાળ નરમ, જાડા, મજબૂત અને ચમકદાર થશે.

એક દિવસમાં કેટલા કાજુ ખાવા જોઈએ?

અહીં, ઘણા લોકો પોતાના સ્વાદના ચક્કરમાં ઘણાં બધા કાજુ ખાઈ લેતા હોય છે. તમે એક દિવસમાં 3 થી 4 કાજુ અથવા તો વધારેમાં વધારે 5 કાજુ ખાઈ શકો છો. આથી વધારે કાજુ ન ખાવા જોઈએ. કાજુનું વધુ પડતું સેવન કરવાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે. આ સાથે જ ઘણાં લોકોને ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ પણ થાય છે. જો તમને પહેલાંથી ગેસ અને એસિડિટીની સમસ્યા છે તો તમારે કાજુ વધારે પડતાં ન ખાવા જોઈએ.

કાજુ ખાવાથી શું ફાયદો થાય?

કાજુ :

કાજુમાં રહેલ ફેટ, કેલ્શિયમ, મિનરલ્સ, વિટામિન્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. કાજુનું સેવન આપણા શરીરના હાર્ટ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. કાજુ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. કાજુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. કાજુમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે, જે તમારી ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદો આપે છે.

જે લોકોમાં લોહીની ઉણપ હોય તેઓએ રોજ કાજુનું સેવન કરવું જોઈએ. કાજુ જે દેખાવમાં સફેદ, સ્વાદમાં ક્રીમી અને આકારમાં કિડની જેવા દેખાતા ખાવામાં જેટલા જ ટેસ્ટી હોય છે, તેટલા જ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ કાજુમાંથી બનતી કાજુકતરી દરેકને ભાવતી હોય જે ભલભલા લોકોના મોઢામાં પાણી લાવી દે છે. તો આ કાજુની ગ્રેવી સબ્જીમાં ચાર ચાંદ લગાવી દેતી હોય છે. આ રીતે કાજુની સબ્જી પણ દરેકને ભાવતું ભોજન છે. આ ઉપરાંત, કાજુનો શિયાળામાં બનાવતા વસાણા અને શિરામાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

Benefits of Cashew

કાજુનું સેવન તમારા શરીરની ત્વચા, વાળ અને શરીરને ખૂબ ફાયદો આપે છે. કાજુ અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે. કાજુમાં આયર્ન અને ઝીંક પણ હોય છે. કાજુનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યામાં રાહત મળે છે. કાજુ એ વિટામિન સી, ઝિંક, મેગ્નેશિયમ, સેલેનિયમ અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. જે કાજુનું સેવન ત્વચાની ચમક માટે ખૂબ ફાયદાકારક છે. કાજુ એ કોપર અને ફોસ્ફરસથી પણ ભરપુર હોય છે. કાજુનું સેવન માથાનાં વાળ માટે પણ ફાયદાકારક છે. તો ચાલો કાજુના અનેક પ્રકારના ફાયદાઓ વિશે જાણો.

શરીર પરના ડાઘ દૂર કરવા

જો તમે શરીર પરના ડાઘ દૂર કરવા માટે બજારમાં મળતી અન્ય પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવા ઈચ્છતા હોવ, તો તમે તેની જગ્યાએ કાજુનો ઉપયોગ કરી શકો છો. કાજુમાં વિટામિન સી હોય છે, કાજૂમાં રહેલ વિટામિન સી શરીર પરના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.

સુંદર ત્વચા માટે

જો તમે તમારી સુંદર ત્વચા અને કરચલીઓથી શરીરને મુક્ત રાખવા માંગો છો, તો તમે દરરોજ કાજુનું સેવન કરી શકો છો. આ કાજુમાં રહેલા પોષક તત્વો મેગ્નેશિયમ, સેલેનિયમ, આયર્ન અને ફોસ્ફરસ વગેરે પૂરતા પ્રમાણમાં હોય છે. જે કાજુ એ પ્રોટીન અને વિટામિન્સથી પણ ભરપુર છે, જે તમારી ત્વચામાં નિખાર લાવે છે અને શરીર પરની કરચલીઓને પણ દૂર કરે છે.

સ્ટ્રેચ માર્ક્સથી રાહત મેળવવા

મોટાભાગની મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પોતાના શરીર પર સ્ટ્રેચ માર્ક્સ જોવા મળે છે. કાજુમાં વિટામિન સી હોય છે. કાજુ ખાવાથી આ સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા દૂર થાય છે.

લાંબા અને ચમકતા વાળ

લાંબા અને ચમકતા વાળ હોય એવી લગભગ દરેક છોકરીની ઈચ્છા હોય છે. આ માટે કાજુનું સેવન તમને મદદ કરી શકે છે. કાજુમાં કોપર હોય છે, જે તમારા વાળના વધતા ગ્રોથને વધારે છે. કાજુનું સેવન કરવાથી તમારા વાળ સફેદ થતા પણ અટકાવે છે. કાજુ તમારા વાળને લાંબા અને ચમકદાર બનાવે છે.

વાળ ખરતા અટકાવે

કાજુમાં રહેલ પોટેશિયમ અને અન્ય જરૂરી પોષક તત્વોથી તે ભરપૂર હોય છે. જે તમારા વાળને ખરતા અટકાવે છે.

વૃદ્ધાવસ્થા અટકાવનાર (એન્ટી એજિંગ)

કાજુ એ એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોય છે. જે તમારા શરીરની ત્વચામાં બનતા નવા કોષોના વિકાસને પ્રોત્સાહન આપે છે. કાજુનું સેવન કરવાથી તમારા શરીરની ત્વચાને ઝડપથી પુનર્જીવિત કરવા સ્વસ્થ અને સક્ષમ બનાવે છે. દરરોજ કાજુ ખાવાથી તમારા શરીરને મુક્ત રેડિકલ સામે લડવામાં શક્તિ મળે છે.

આંખો માટે

કાજુમાં રહેલ ઝેક્સાન્થિન નામનું એન્ટીઓકિસડન્ટ હોય છે. તે આપણી આંખોને હાનિકારક યુવી કિરણોથી બચવા માટે સુરક્ષિત કરે છે.

કાજુના ફાયદાઓ

પાચનશક્તિ સારી રહે

​​​​​​​કાજુમાં હાજર રહેલ એન્ટિઓક્સીડન્ટ તમારા શરીરની પાચનશક્તિ વધારે છે. કાજુનું સેવન તમારા શરીરની પાચનક્રિયાને મજબૂત બનાવે છે.

લોહીની ઉણપ દૂર થાય

આ કાજુમાં આયર્નનો સારો એવો સ્ત્રોત રહેલો હોય છે. આથી જે લોકોમાં લોહીની ઉણપ વર્તાતી હોય તેવા લોકોએ રોજ કાજુ ખાવા જોઈએ.

કેલ્શિયમની ઉણપ દૂર

​​​​​​​કાજુમાં રહેલા પોષક તત્વો જેવા કે વિટામિન, પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. દરરોજ કાજુ ખાવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે અને તે કાજુનું સેવન શરીરમાં હાડકાને મજબૂત બનાવે છે.

Read more: https://takshlifes.com/benefits-of-eating-fennel-seeds/

સગર્ભા મહિલાઓ માટે લાભદાયક​​​​​​​

સગર્ભા મહિલાઓ માટે કાજુનું સેવન ખૂબ જ સારું છે. કાજુ ખાવાથી સગર્ભા સ્ત્રીઓના ગર્ભમાં રહેલા ભ્ર્રૂણને દરેક પ્રકારના પોષક તત્ત્વો મળે છે. આ કાજુ બાળકોમાં પૂરતું પોષણ અને મગજના વિકાસ માટે જરૂરી છે. સગર્ભા મહિલાઓ રોજ 10 કાજુનું સેવન કરી શકે છે.

યાદશક્તિ વધે

કાજુમાં વિટામિન Bનો ખજાનો હોય છે. દરરોજ સવારે નરણા કોઠે કાજુ ખાધા પછી જો મધ પીવામાં આવે તો યાદશકિત વધે છે. આ કાજુનું સેવન કરવાથી બ્લડ પ્રેશરમાં રાહત થાય છે.

શરીર સ્ફૂર્તિલું રાખે

આપણા શરીર માટે કાજુ એનર્જીનો ખુબ જ સારો સ્ત્રોત છે. કાજુ શરીરને એનર્જેટિક રાખે છે. જો તમને વાત-વાતમાં તમારો મૂડ ખરાબ થતો લાગતો હોય તો રોજ 2-3 કાજુ ખાવાથી આ સમસ્યાથી છૂટકારો મળે છે.

ત્વચા અને વાળ માટે સંજિવની​​​​​​​ બુટી

કાજુમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. કાજુનું સેવન તમારી ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. કાજુ ખાવાથી તમારા ચહેરાની સ્કિન પર ગ્લો આવવા લાગે છે. તમારું સૌંદર્ય વધારવા માટે કાજુનું સેવન એ ઘરેલુ નુસ્ખા તરીકે ઓળખાય છે.

કાજુ ખાવાના ગેરફાયદા

એલર્જી

અમુક લોકોને કાજુ ખાધા પછી શ્વાસ લેવામાં તકલીફ, શિળસ, ફોલ્લીઓ, ખંજવાળ, ઉલટી અથવા ઝાડા થવાની સમસ્યા રહેતી હોય છે. આ માટે જ્યારે પણ તમને આવી કોઈ સમસ્યા હોય તો કાજુનું સેવન બંધ કરી દેવું જોઈએ.

સોડિયમ

દરેક પુખ્ત વયના લોકોને દરરોજ 1,500mg સોડિયમની જરૂર પડતી હોય છે. આ સોડિયમ વધારે પ્રમાણમાં લેવાથી શરીરમાં હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હૃદય અને કિડનીના રોગો થતા હોય છે. આ સમયે, 4માંથી 3 કાજુ ખાવામાં આવે તો 5mg સોડિયમ મળતું હોય છે. જો તે કાજુ મીઠું વગરના હોય છે. 3 થી 4 મીઠાવાળા કાજુમાં સોડિયમનું પ્રમાણ 87mg જેટલું હોય છે. આથી મીઠા વગરના અને ઓછા પ્રમાણમાં કાજુ ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ.

વજન વધારે

જે લોકો પોતાના શરીર માટે પરેજી પાળતા હોય અથવા તો ડાયટ પ્લાન પ્રમાણે ખોરાક ખાતા હોય તેમણે કાજુનું સેવન ન કરવું જોઈએ. કાજુ ખાવાથી શરીરનું વજન ખૂબ જ ઝડપથી વધે છે. જો 3 થી 4 કાજુમાં લગભગ 163 કેલરી અને અસંતૃપ્ત ચરબીનું પ્રમાણ હોય છે. આ કારણે, જે લોકો વજન વધારવા માંગે છે અને જે લોકો વજન ઘટાડવા માંગે છે. તે લોકો કાજુને યોગ્ય પ્રમાણમાં ખાઈ શકે છે.

માથાનો દુખાવો

જે લોકોને માથાનો દુખાવો કે માઈગ્રેનની સમસ્યા હોય તે લોકોએ કાજુ ન ખાવા જોઈએ. કાજુમાં હાજર રહેલ એમિનો એસિડ ટાયરામાઇન અને ફેનીલેથિલામાઇન ઘણા લોકો માટે માથાનો દુખાવો થઈ શકે છે.

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલ તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.

Leave a comment