બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન ઈ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવાં પોષકતત્વો હોય છે. બદામમાં રહેલ ઓમેગા 3 ફેટી એસિડ હ્રદય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. પરંતુ ઘણા લોકો માટે બદામ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. બદામના સેવનથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તો ઘણાને ચહેરા પર ખીલની સમસ્યા પણ થાય છે. આ લોકોએ બદામના સેવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આજે અમે તમને આ બાબતે બધી જ મહત્વની બાબતો અને સાથે-સાથે બદામના સેવનથી થતા ફાયદા અને નુકસાન વિશે પણ જણાવશું.
બદામની તાસીર ગરમ હોય છે
મોટાભાગના લોકોનું માનવું છે કે, બદામની તાસીર ગરમ હોય છે અને તેનું સેવન કરવાથી શરીરમાં ગરમાવો આવે છે. તમે બદામનું સેવન કેવી રીતે કરો છો, તેના પર તેના ફાયદા અને નુકસાન નિર્ભર કરે છે. બદામની તાસીર ગરમ હોવાના કારણે તેનું મર્યાદિત માત્રામાં જ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ જ કારણે ગરમીના દિવસોમાં બદામ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. બદામને થોડીવાર માટે પાણીમાં પલાળી રાખવાથી તેની તાસીર સામાન્ય થઈ જાય છે. એટલે જ પલાળેલી બદામનું સેવન વધારે ફાયદાકારક ગણાય છે.
સૂકી બદામ ખાવી જોઈએ કે નહીં?
સૂકી બદામની તાસીર ગરમ હોવાના કારણે તેનું મર્યાદિત માત્રામાં જ સેવન કરવું જોઈએ. વધારે પડતી માત્રામાં સૂકી બદામ ખાવાથી કબજિયાત અને અપચાની સમસ્યા થઈ શકે છે. બદામમાં ફાઈબરની માત્રા વધારે હોય છે, એટલે જ તેનું વધારે પડતી માત્રામાં સેવન કરવાથી લૂઝ મોશન, બ્લોટિંગ અને પેટની સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય સૂકી બદામનું વધારે પડતું સેવન કરવાથી કિડની સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલે જ બદામને હંમેશાં પાણીમાં પલાળીને જ ખાવી જોઈએ.
એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?
સંતુલિત માત્રામાં બદામનું સેવન ખૂબજ ફાયદાકારક ગણાય છે. પરંતુ જે રીતે કોઈપણ વસ્તુનું વધારે પડતું સેવન નુકસાનકારક નિવડી શકે છે. એ જ રીતે બદામનું વધારે પડતું સેવન પણ હાનિકારક જ રહે છે. હેલ્ધી રહેવા માટે રોજ લગભગ 50 થી 55 ગ્રામ બદામનું સેવન કરવું જોઈએ. જો તમે પલાળેલી બદામ ખાતા હોવ તો, રોજ એકમુઠ્ઠી બદામ ખાવી ફાયદાકારક રહે છે.
બદામ
બદામ, એ મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાનું વતની છે. “બદામ”ના બી ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે અને તે માટે જ તેનું વાવેતર કરવામાં આવે છે. વનસ્પતિશાસ્ત્રમાં તે પ્રુનસ (Prunus) પ્રજાતિનું વૃક્ષ ગણાય છે. તેની નીચે તેને પીચ, એમીગૅડલસ વિભાગમાં વર્ગીકૃત કરાય છે. આ વૃક્ષના બીજની આજુબાજુ એક કઠણ આવરણ હોય છે. તેના બીજ પરનું આવરણ કાઢીને તેની બીજને વેચવામાં આવે છે. આવરણ વાળી બદામને શેલ્ડ આલ્મન્ડ કે આખી બદામ અને આવરણ રહિત બદામને અનશેલ્ડ આલ્મન્ડ કહે છે. બદામને બ્લાન્ચ કરીને તેની છાલ ઉતારીને સફેદ બદામ પણ વેચાય છે તેને બ્લાન્ચ્ડ આલ્મન્ડ કહેવાય છે.
બદામનું દૂધ હાડકાના ઉપચાર માટે સારું છે કારણ કે તે વિટામિન ઇથી સમૃદ્ધ છે, અભ્યાસ દર્શાવે છે કે બદામ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હાર્ટ એટેકને અટકાવે છે પરંતુ જાણો કેટલા પ્રમાણમાં સેવન કરવું ફાયદાકારક છે, બદામ વિશ્વમાં સૌથી વધુ પોપ્યુલર ડાયફ્રુટ્સ પૈકીનું એક છે. નિષ્ણાતોના મતે, અત્યંત પૌષ્ટિક અને હેલ્થી ફેટ્સ, એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. બદામનું સેવન,બદામનું તેલ, બદામનું દૂધ અને બદામનો લોટ તરીકે પણ વિવિધ સ્વરૂપોમાં થાય છે.
બદામ એટલે શું?
બદામના ફળના બીજને આપણે બદામ તરીકે ઓળખીયે છીએ.
એ ફળનું બીજ બદામના રાજા તરીકે ઓળખાય છે, જે સફેદ રંગના હોય છે.
બદામ સુકી ખાવી કે પલાળીને?
બદામ ખાવી સ્વાસ્થ્ય માટે દરેક રીતે લાભકારી છે પરંતુ મોટાભાગના લોકોના મનમાં કન્ફ્યુઝન એ વાતનું હોય છે કે બદામ ખાવી કઈ રીતે. એટલે કે બદામને કાચી ખાવી કે તેને પલાળીને તેનું સેવન કરવાથી વધારે લાભ થાય છે.
બદામ ખાવાથી થતા શરીરને ફાયદા
બદામ વિટામિન ઈ, ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઇબરથી ભરપૂર હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો નું કહેવું છે કે બદામનું સેવન કરવું શરીર માટે સુપર ફૂડ કહી શકાય. કારણ કે તે પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ સિવાય બદામ ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તેમણે પણ બદામ ખાવી જોઈએ. બદામ ખાવાથી સ્નાયુ પણ બરાબર રીતે કામ કરતા રહે છે.
ટૂંકમાં કહીએ તો બદામ ખાવી સ્વાસ્થ્ય માટે દરેક રીતે લાભકારી છે પરંતુ મોટાભાગના લોકોના મનમાં કન્ફ્યુઝન એ વાતનું હોય છે કે બદામ ખાવી કઈ રીતે. એટલે કે બદામને કાચી ખાવી કે તેને પલાળીને તેનું સેવન કરવાથી વધારે લાભ થાય છે ? આજે તમારી આ ચિંતાને દૂર કરીએ અને જણાવીએ કે કઈ રીતે બદામ ખાવાથી સ્વાસ્થ્યને વધારે લાભ થાય છે.
બદામ ખાવી સ્વાસ્થ્ય માટે દરેક રીતે લાભકારી છે પરંતુ મોટાભાગના લોકોના મનમાં કન્ફ્યુઝન એ વાતનું હોય છે કે બદામ ખાવી કઈ રીતે. એટલે કે બદામને કાચી ખાવી કે તેને પલાળીને તેનું સેવન કરવાથી વધારે લાભ થાય છે ? આજે તમારી આ ચિંતાને દૂર કરીએ અને જણાવીએ કે કઈ રીતે બદામ ખાવાથી સ્વાસ્થ્યને વધારે લાભ થાય છે.
ઘણા લોકોને સવારે પલાળેલી બદામ ખાવાની આદત હોય છે. મોટાભાગના લોકો આ જ રીતે બદામ ખાતા હોય છે. કારણ કે બદામની છાલમાં ટેનીન નામનું તત્વ હોય છે. જ્યારે તમે બદામને પલાળો છો તો તેનું આ તત્વ છાલ સાથે નીકળી જાય છે.
પલાળેલી બદામ ખાવાના ફાયદા
બદામને પલાળીને ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. બદામ ને પલાળી રાખવાથી તેમાંથી એન્ઝાઈમ નીકળે છે જે પાચન માટે ફાયદાકારક છે.
બદામમાં મોનોસેક્યુરેટેડ ફેટ હોય છે જે ભૂખ ઉપર કાબુ રાખે છે. પલાળેલી બદામ ખાવાથી લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે અને તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
પલાળેલી બદામ હૃદય માટે પણ સારી છે તે બેડ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલ ને વધારે છે.
પલાળેલી બદામમાં વિટામિન ઈ એક એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે જે ત્વચા માટે પણ લાભકારી છે. તેનાથી શરીરના સોજા પણ અટકે છે.
પલાળેલી બદામ ખાવાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઓછું થાય છે અને હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
પલાળેલી બદામમાં ફોલિક એસિડ હોય છે જે જન્મદોષ ઓછો કરે છે.
બદામને પલાળવાની રીત
એક મુઠ્ઠી બદામને અડધા કપ પાણીમાં રાત્રે પલાળી દેવી. સવારે બદામ પલાળેલું પાણી ફેંકી દેવું અને બદામની છાલ ઉતારીને તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે.
બદામ ખાવાથી શરીરને ખૂબ જ તાકાત મળે છે, સવારે પલાળેલી બદામ અને કિશમિશ એકસાથે ખાવાથી દિવસભર શરીરને ખૂબ જ તાકાત મળે છે. જેના કારણે દિવસભર આનું સેવન કર્યું હોય એવી વ્યક્તિને થાકનો અહેસાસ થતો નથી.
બદામ ખાવાથી યાશક્તિમાં વધારો થાય છે. પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશ ખાવાથી મગજનું સ્વાસ્થ્ય સારું રહે છે .
જેના કારણે આપણી યાદશક્તિ સારી રહે છે. દરરોજ રાત્રે બદામ પલાળીને સવારે છોલીને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ રીતે નિયમિત બદામનું સેવન કરવાથી શરીરને ખૂબ ફાયદા થાય છે.
બદામ કઈ રીતે ખાવી જોઈએ?
બદામ પલાળીને છાલ કાઢીને ખાવાની રીત જૂની છે. પરંતુ જાણવું જરૂરી છે, કે સ્વાસ્થ્ય માટે સારું શું છે? બદામ છાલ સાથે ખાવી કે પલાળીને છાલ ઉતારીને ખાવી તે સ્વાસ્થ્ય માટે સારું છે?
બદામને છાલ સાથે ખાવા કરતાં બદામને પલાળીને છાલ ઉતારીને ખાવી તે સ્વાસ્થ્ય માટે ખૂબજ લાભદાયક છે. તે શરીરને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
1.પાચન શક્તિમાં સુધારો
બદામમાં એન્ટી-ઓકસિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, પલાળેલી બદામના અનેકગણા ફાયદા થાય છે. જે પાચન માટે ખૂબ જ સારી છે.
2. વજન ઘટાડવા
બદામ પલાળીને રાખવાથી કેટલાક ઉત્સેચકો દૂર થાય છે, જે મેટાબોલિઝમને વધારે છે અને વજન ઘટાડે છે.
3. ફાઈટિક એસિડ દૂર કરે
બદામમાં રહેલું ફાઇટિક એસિડ દૂર થતું નથી, તેથી જો તમે કાચી બદામ ખાતા હોવ તો તેમાં રહેલા ઝીંક અને આયર્નનો શરીરમાં યોગ્ય ઉપયોગ થતો નથી.
બદામમાં કેલેરીની માત્રા
બદામમાં કેલરીની માત્રા વધુ હોય છે, અભ્યાસ સૂચવે છે કે આ બદામ તમારા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. લગભગ 35 ગ્રામ બદામમાં કાર્બોહાઇડ્રેટ્સ (6 ગ્રામ), પ્રોટીન (7.6 ગ્રામ), ફાઇબર (4.1 ગ્રામ), મોનોસેચ્યુરેટેડ ફેટ (18 ગ્રામ) અને ખાંડ (1.7 ગ્રામ) સાથે 206 કેલરીની હાઈ એનર્જી હોય છે.
બદામમાં વિટામિન A, વિટામિન B અને વિટામિન Eનો સમાવેશ થાય છે. વધુમાં, આ બદામમાં આવશ્યક પોષક તત્ત્વો અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, પોટેશિયમ, મોલિબડેનમ, સેલેનિયમ અને ફોલિક એસિડ જેવા ખનિજો પણ હોય છે.
બદામના ફાયદા
બદામ મગજના સ્વાસ્થ્યને વધારવા માટે ખૂબ જ લાભદાયી છે.
બદામમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
બદામનું દૂધ હાડકાના ઉપચાર માટે સારું છે કારણ કે તે વિટામિન ઇથી સમૃદ્ધ છે.
બદામ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હાર્ટ એટેકને અટકાવે છે.
બદામ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં સક્ષમ છે.
બદામ બ્લડ પ્રેશરની વધઘટને અટકાવે છે.
બદામ સ્કિન માટે ખૂબ જ સારી છે કારણ કે તે ત્વચાને પોષણ આપવામાં મદદ કરે છે.
બદામ શરીરની મેટાબોલિક પ્રક્રિયાઓને વેગ આપે છે.
બદામ પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે કારણ કે તે ફાયબરથી ભરપૂર છે.
બદામ મહત્તમ ફાયદા માટે
બદામને આખી રાત પલાળી રાખ્યા બાદ તેનું શ્રેષ્ઠ સેવન કરી શકાય છે. એક્સપર્ટના મતે દરરોજ સંયમિત માત્રામાં બદામનું સેવન કરવાથી કોઈ નકારાત્મક આડઅસર થતી નથી. તમારે તમારા સેવનને દિવસમાં 10 થી 15 બદામ સુધી મર્યાદિત કરવું જોઈએ.
બદામની આડ અસર
બદામના વધુ પડતા સેવનથી ઉબકા, પેટમાં દુખાવો, ઝાડા અને કબજિયાત જેવી જઠરાંત્રિય સમસ્યાઓ થઈ શકે છે.
વધુ પડતી બદામ ખાવાથી વજન વધી શકે છે અને સ્થૂળતા થઈ શકે છે.
બદામ દાંતની સમસ્યાઓ માટે સારી છે પરંતુ વધુ પડતા સેવનથી અમુક કિસ્સાઓમાં ઓરલ એલર્જી સિન્ડ્રોમ થઈ શકે છે.
બદામ અને દુધના સેવનથી થતા ફાયદા
બદામ દૂધ વિશે સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જતુ હોય છે. કારણ કે બદામ-દૂધ અત્યંત સ્વાદિષ્ટ અને ગુણકારક હોય છે. બદામ દૂઘ વિવિધ રીતે બનાવી શકાય છે. જે શરીરમાં એક નવી ઉર્જાનું સર્જન કરે છે અને વ્યકિતને આળસ કે સ્થૂળતાનો અનુભવ થતો નથી.
1.બદામ
ફેટી એસિડ, લિપિડ, એમિનો એસિડ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ યોગ્ય માત્રામાં મળી આવે છે. ખાસ કરીને, વિટામિન E, ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડના મુખ્ય સ્ત્રોતોમાંનું એક માનવામાં આવે છે. આ સિવાય તે ફાઈબર, આયર્ન અને ફોલેટ જેવા પોષક તત્વોથી પણ ભરપૂર છે.
2.દૂધ
દૂધને સંપૂર્ણ આહારની શ્રેણીમાં રાખવામાં આવે છે. તેમાં પાણી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, લિપિડ ફેટ, ખાંડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેલેનિયમ, થિયામીન, રિબોફ્લેવિન, નિયાસિન, પેન્ટોથેનિક એસિડ, વિટામિન A, વિટામિન B-6 સહિત B-12 જેવા વિટામિનો હોય છે. વિટામિન E, વિટામિન D, વિટામિન K, બીટા કેરાટિન, આયોડિન, રેટિનોલ અને કોલિનમાંથી ઘણા ખનિજો અને ઊર્જા ઉત્પન્ન થાય છે.
બદામ અને દૂધ શરીરમાં ટોનિકનું કામ છે.
બદામ અને દૂધને આહારનું આદર્શ સંયોજન માનવામાં આવે છે. જે શરીરમાં ટોનિકનું કામ કરે છે. આ બન્નેુ એકસાથે સેવન કરવાથી શરીરને રોગોથી બચવા માટે મજબૂત બનાવવામાં મદદ મળે છે. સાથે જ શરીરની પોષણની જરૂરિયાતો પણ પૂરી થાય છે. તેમાં રહેલા પૌષ્ટિક તત્વો આપણા માનસિક સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો કરે છે.
બદામ અને દૂધનું એકસાથે સેવન કરવાથી થતા ફાયદા
બદામ અને દૂધ કેલ્શિયમ અને વિટામિન Dથી ભરપૂર હોય છે, તેથી તેનું સેવન દરેક ઉંમરે સ્ત્રી અને પુરુષ બન્નેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અંકુશિત અને વય-યોગ્ય એટલે કે ઉંમર પ્રમાણે તેનું સેવન કરવાથી બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેકના હાડકાં મજબૂત અને આર્થરાઈટિસ અને ઑસ્ટિયોપોરોસિસ સહિત અનેક રોગો સામે રક્ષણ મળે છે.
જ્યારે પણ દૂધ અને બદામનું એકસાથે સેવન કરવામાં આવે, ત્યારે બન્નેના પોષક તત્વો સારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. તેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
બદામમાં પ્રોટીન હોય છે, જે આપણા મગજની કાર્યક્ષમતામાં સુધારો કરવાની સાથે મગજના કોષોને મજબૂત કરે છે. બદામના દૂધના ફાયદાઓ અંગે કરવામાં આવેલા ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે તેના સેવનથી યાદશક્તિ તેજ થાય છે.
બદામ અને દૂધનું એકસાથે સેવન કરવાથી શરીરને જરૂરી માત્રામાં એનર્જી પણ મળે છે, જેનાથી થાક અને નબળાઈ ઓછી લાગે છે. શરીરમાં પૂરતી માત્રામાં ઉર્જા હોવાને કારણે વ્યક્તિ દિવસભર ઉર્જાવાન અનુભવે છે.
ઓછા વજન જેવી સમસ્યાથી પરેશાન એવા લોકો માટે પણ દૂધ અને બદામનું એકસાથે સેવન કરવું ખૂબ જ ફાયદાકારક નીવડે છે.
બદામ દૂધમાં વિટામિન A ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને બાળકોને નિયમિતપણે બદામનું દૂધ આપવાથી તેમનામાં દ્રષ્ટિની ખામી જેવી સમસ્યાઓ ઓછી થાય છે.
6 thoughts on “બદામના સેવન વિશે માહિતી | Information about eating almonds”