Site icon takshlifes.com

કેળાં ખાવાના ફાયદા | Benefits of eating banana

કેળાં

કેળા, જેને માનવ શરીર માટે ઊર્જાનું “પાવર હાઉસ” કહેવામાં આવે છે, કેળાં પોતાના ગુણધર્મોની દ્રષ્ટિએ ટોચ પર છે. ઉનાળામાં શરીરની ઉર્જા જાળવી રાખવા માટે કેળા ખાવા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કેળામાં રહેલ પોટેશિયમ, ફાઈબર, કૅલ્શિયમ, વિટામિન સી, મેંગેનીઝ, મેગ્નેશિયમ સહિતના ઘણા બધા પોષક તત્વો હોય છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આપણા શરીરમાં થતાં કબજિયાત અને અપચો જેવી સ્થિતિઓથી દૂર રહેવા માટે જો તમે નિયમિતપણે કેળા ખાવ તો ખૂબ જ ફાયદો થાય છે. કેળા એ આપણા શરીરમાં માત્ર હાઈ બીપીને કંટ્રોલ કરવામાં જ મદદ કરે છે એટલું જ નહીં, પરંતુ, તે આપણા શરીરમાં હૃદયની તંદુરસ્તી જાળવવામાં પણ ખૂબ મદદ કરે છે.

કેળાંની જાતિ

આ મૂસા જાતિમાં સમાવિષ્ઠ ઘાસ વર્ગના છોડને “કેળના છોડ” તરીકે ઓળખવામાં આવે છે. આ કેળનો છોડ વનસ્પતિ દ્વારા ઉત્પાદિત ફળને સામાન્ય રીતે આપણા સૌ દ્વારા કેળાં કહેવામા આવે છે. 

આજના સમયમાં, કેળાંની ખેતી મુખ્યત્વે સંપૂર્ણ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં કરવામાં આવે છે. કેળાંના છોડ મુસા પરિવારનાં જ ગણાય છે. કેળાંના છોડની ખેતી મુખ્યત્વ રૂપે કેળાનું ફળ મેળવવા માટે જ કેળાંની ખેતી કરવામાં આવે છે. અહીં, અમુક હદ સુધી તેના રેષાઓના ઉત્પાદન માટે તેમજ શુભ પ્રસંગોએ સુશોભન કરવા કેળના છોડ તરીકે પણ કેળાની ખેતી કરવામાં આવે છે. જો કે, આ કેળાંના છોડ ઘણાં લાંબા અને સામાન્ય રીતે ઘણા મજબૂત પણ હોય છે. તેથી, લોકો તેને વૃક્ષ સમજી લેતા હોય છે. કેળના દરેક થડ નવાં લીલાં કેળાંઓની એક લુમ ઉત્પન્ન કરી શકે છે. જે ખાસ કરીને પાક્યા પછી પીળાં અથવા તો ક્યારેક લાલ રંગમાં પરિવર્તિત થઈ જાય છે. કેળાંનું ફળ લાગ્યા પછી, આ કેળનું થડ મરી જાય છે અને એની જગ્યાએ નવું થડ ઊગે છે.

કેળાંના ફળ લટકતા મોટા ગુચ્છામાં જ મોટા થાય છે. જેમાં 20 ફળોનો એક ગુચ્છો હોય છે અને એક ગુચ્છામાં 20-30 કેળાની પંક્તિ હોય છે. આ કેળાના લટકતા સમ્પૂર્ણ સમૂહને ગુચ્છા કહે છે. કેળામાં વિટામિન બી6, વિટામિન સી, કૅલ્શિયમ અને પોટેશિયમનો મૂલ્યવાન સ્રોત રહેલો હોય છે.

કેળું ક્યારે ખાવું જોઈએ?

આપણે સૌ જાણીએ છીએ કે કેળાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ કેળાંના ફળનો પૂરેપૂરો ફાયદો મેળવવા માટે તેને સવારે નરણા કોઠે ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. કેળામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જો તમને સવારે ઉઠ્યા પછી શરીરમાં કમજોરી લાગે છે, તો કેળા ખાવાથી શરીરમાં તરત ઉર્જા-એનર્જી આવે છે. આપણા આયુર્વેદ અનુસાર સાંજે કેળા ન ખાવા જોઈએ.

એક દિવસમાં કેટલા કેળા ખાવા જોઈએ?

કેળા એ એક એવું ફળ છે, જેના નિયમિત સેવનથી તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો. અમુક હેલ્થ એક્સપર્ટના મત મુજબ એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં એકથી ત્રણ કેળા ખાઈ શકે છે. આનાથી વધુ પડતાં કેળા ખાવાથી પણ તમારા શરીરને નુકસાન થઈ શકે છે.

Read more: https://takshlifes.com/benefits-of-eating-watermelon/

કેળાં ખાવાના પાંચ ફાયદાઓ

કેળું એ આપણા દેશનાં સૌથી પ્રિય ફળોમાંનું એક છે. કેળાં અનેક પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.

કેળાંમાં રહેલ કાર્બૉહાઇડ્રેટ્સ જે આપણા શરીરને શક્તિ આપે છે અને પોટેશિયમ જે હૃદયને મજબૂત રાખે છે તે બંને કેળામાં ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.

આપણને સ્વાદમાં ગળ્યાં અને પીળા રંગનાં કેળાં બજારમાં વધુ મળે છે.

લીલાં/કાચાં કેળાં પણ આપણને વધુ પ્રમાણમાં મળી રહે છે. તેને મોટા ભાગે લોકો દ્વારા શાક તરીકે વાપરવામાં આવે છે અને તેની વેફર પાડીને તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આંતરડાંની મજબૂતી

કેળામાં ભરપૂર પ્રમાણમાં પૅક્ટિન નામનું તત્વ હોય છે જે શરીરમાં આંતરડાંના કાર્યને સુધારે છે.

આ તત્વ શરીરના આંતરડાંમાં રહેલા ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરે છે.

કેળાંમાં રહેલ સોલ્યુબલ ફાઈબર શરીરમાં રહેલા કૉલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. કેળામાં ફાઈબર વધુ પ્રમાણમાં હોવાથી પેટ ભરેલું લાગે છે. તે પેટનું ફૂલવા દેતું નથી.

કેળામાં રહેલા કાર્બૉહાઇડ્રેટ્સ સરળતાથી પચી ન શકાય તેવા ભારે ખોરાકને પચાવવામાં મદદ કરે છે.

કેળાંનું સેવન આંતરડાંમાં શરીરને જરૂરી એવા બૅક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે.

કેળાં શરીરમાં ફેટી ઍસિડ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

હૃદયને સ્વસ્થ રાખે

કેળામાં કૅલ્શિયમ અને પૉટેશિયમ જેવાં સૂક્ષ્મ પોષકતત્ત્વો હોય છે.

કેળામાં રહેલ પૉટેશિયમ એ શરીરમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સમાંનું એક ગણાય છે.

કેળાં હૃદયને સ્વસ્થ રાખવામાં સુધારો કરે છે. કેળાંનું સેવન શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવી રાખે છે અને શરીરમાં થતાં બ્લડ પ્રેશર (BP)ને નિયંત્રિત કરે છે.

વૈજ્ઞાનિક દ્વારા સાબિત થયું છે કે કેળામાં રહેલ તત્વ પૉટેશિયમ શરીરના બ્લડ પ્રેશર ઘટાડે છે અને શરીરમાં થતાં હૃદયરોગના હુમલાને અટકાવે છે.

કેળાં શરીરને ઊર્જા પ્રદાન કરે 

કેળાંનું સેવન શરીરને ઊંચી કૅલરી ઊર્જા પ્રદાન કરે છે.

આમ, અન્ય ફળોની સરખામણીમાં જોવા જઈએ તો કેળાંમાં ગળપણનું પ્રમાણ વધુ હોય છે.

કેળાં ખાવાથી ફાઈબરની સાથે સુક્રોઝ, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ શરીરને જરૂરી એવી ઊર્જા પ્રદાન કરે છે. કેળાંમાં રહેલું પૉટેશિયમ શરીરમાં સ્નાયુઓના હલનચલનમાં મદદ કરે છે અને સનાયુનું ખેંચાણ ઘટાડે છે.

Read more: https://takshlifes.com/health-benefits-of-java-plum/

શરીરમાં બળતરા ઓછી કરે 

કેળાંનું સેવન કરવાથી શરીરના જઠરમાં બનતા ઍસિડને સંતુલિત કરે છે. કેળાંમાં રહેલું લ્યુકોસાયનિડિન શરીરમાં આંતરડાંનાં પાતળા અસ્તરને જાડું કરવામાં મદદ કરે છે.

કેળાનું સેવન ઍસિડની અસર ઘટાડે છે.

પાકેલાં કેળાંનું સેવન હાર્ટબર્નથી રાહત આપે છે.

માનસિક તણાવ ઘટાડે

કેળાંમાં રહેલ ટ્રિપ્ટોફન નામનો ઍમિનો ઍસિડ જે શરીર દ્વારા સૅરોટોનિનમાં પરિવર્તિત થાય છે, જે તમારા મગજને શાંત કરવામાં મદદ કરે છે.

આ શરીર દ્વારા પરિવર્તિત થયેલ સૅરોટોનિન તમારા મગજને આરામ આપે છે. જે માનસિક તણાવ દૂર કરે છે અને મન પ્રફુલ્લિત અને ઉત્સાહિત કરે છે.

કેળાં શું બધા જ લોકો ખાઈ શકે?

હવે, આ કેળાં દરેક વ્યક્તિ ખાઈ શકે કે નહીં તે પણ એક ચર્ચાનો વિષય છે.

કેળાંનું સેવન દરેક વ્યક્તિ માટે યોગ્ય ન પણ હોઈ શકે. કેટલાક લોકો માટે તે માઇગ્રેનનું કારણ પણ બની શકે છે.

કેળાંનું સેવન અમુક લોકો માટે અન્ય ઍલર્જીનું કારણ પણ બની શકે છે.

જો તમે દરરોજ કેળાં ખાવા ટેવાયેલા નથી. તેમજ જો તમે કોઈક વાર વધારે પડતાં કેળાં ખાવ છો, તો તેને ખાધા પછી થોડીક જ મિનિટોમાં એની એલર્જીનાં લક્ષણો દેખાવા લાગશે.

આ રીતે કેળાં ખાવા દ્વારા થતી ઍલર્જીને એનાફિલેક્સિસ કહેવામાં આવે છે. જો તમને ક્યારેય પણ આવું થાય, તો તમારે તાત્કાલિક નજદીકી તબીબી સલાહ લેવી જોઈએ.

જો કે, આપણને સૌને ડૉકટરો સૂચવે છે કે જે લોકોને ડાયાબિટીસની બીમારી હોય તે લોકોએ કેળાંનું વધુ પડતાં પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ.

આ ઉપરાંત, જે લોકોને શરીરમાં બીમારી હોય છે તે લોકોને કેટલીક દવાઓ શરીરમાં લોહીમાં પોટેશિયમનું સ્તર વધારી શકે છે. જો તમે આવી દવાઓનો ઉપયોગ કરતા હોવ તો કેળાંનું સેવન કરતાં સાવચેત રહેવું જોઈએ.

કેળાની અંદર કેટલા ટકા પાણી હોય છે?

કેળાનું એક ફળ એટલે કે એક કેળું લગભગ 125 ગ્રામનું હોય છે. જેમાં લગભગ 75% પાણી અને 25% સૂકી સામગ્રી હોય છે. પ્રત્યેક કેળાંના ફળમાં એક સુરક્ષાત્મક બહારની છાલ હોય છે. જે ફળની અંદર એક નરમ પ્રકારનો ખાદ્ય ભાગ હોય છે.

કેળા અને દૂધ ખાવાથી થતા ફાયદા

કેળા અને દૂધ એક સાથે ખાવાથી આપણા શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન, ફાઈબર અને મિનરલ મળે છે. જે પોષણ આપણને આ દૂધ અને કેળાંમાંથી મળે છે. આ દૂધ કેળાં ખાવાથી આપણા શરીરને ત્રણ ચાર દિવસની ઉર્જા એનર્જી મળી જાય છે. 

આ કેળા અને દૂધના સેવન પછી શરીરમા ઓછી કેલરી વાળી વસ્તુ ખાધા પછી પણ તમારું શરીર સ્વસ્થ રહી શકે છે. આ માટે તમારે ખાવામાં દરેક વખતે બે ત્રણ કેળા અને એક કપ દુધ લેવુ જોઈએ. એક દિવસમાં એક હજારથી ઓછી કેલરી લેવા માટે તમે કેળા ખાવા સાથે ઘણુ બધુ પાણી જરૂર પીવું જરૂરી છે.

કેળામાં લગભગ જેટલી 100 કેલરી અને દૂધમાં 80થી વધુ કેલરી જોવા મળે છે. તેથી જો તમારે વજન ઓછુ કરવું હોય તો તે માટે તમારે દિવસમાં આ દૂધ કેળાં સાથે ખાવાના ડાયેટ પ્લાન ત્રણ વાર અનુસરવું જોઈએ. ત્યારે તમે તમારા શરીરમાં 900ની આસપાસ કેલરી લઈ શકો છો.

Read more: https://takshlifes.com/mango-health-benefits/

કેળા અને દૂધને તમારા ડાયેટ પ્લાનમાં અનુસરવાથી તેનું રેગયુલર સેવન કરવાથી આપણું વજન તો ઓછુ થાય જ છે, પરંતુ એ સાથે જ આપણી ત્વચાને પણ ખૂબ ફાયદો થાય છે. દૂધ અને કેળાની પેસ્ટ બનાવી તેને ચેહરા પર લગાવવાથી ખીલના ડાઘ મટી જાય છે. તમે આ પેસ્ટનો ઉપયોગ દાંત સફેદ કરવા માટે પણ કરી શકો છો. કેળામાં વિટામીન એ, બી, સી અને ઈ મિનરલ્સ, પોટેશિયમ, જિંક, આયરન વગેરે જેવા અનેક પોષક તત્વો હોય છે. જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કેળાં ખાવાના ફાયદા

આ કેળું એ એક એવું ફળ છે, જેનું આપણે વજન વધારવા માટે સેવન કરી છીએ. જે લોકો ખૂબ જ પાતળા છે અને તે પોતાના શરીરની ચરબી વધારવા માંગે છે, તેમને કેળા ખાવાની વધુ સલાહ આપવામાં આવે છે. આથી એવું માનવામાં આવે છે કે કેળાનું સેવન માત્ર વજન વધારવામાં અને શરીરમાં મસલ્સ બનાવવામાં મદદ કરે છે. જોકે હકીકતમાં એવું બિલકુલ હોતું નથી. કેળા ખાવાના બીજા પણ અનેક ફાયદા છે. કેળાં એ દરેક ઋતુમાં મળે છે અને કેળા ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. કેળા ખાવાથી તમે શરીરમાં થતી અનેક બીમારીઓથી બચી શકો છો.

શરીરના તાપમાનનું નિયમન કરે

કેળા એક એવું જ ફળ છે, જે લગભગ આખું વર્ષ મળે છે. દરેક ઋતુમાં કેળાં તમને બજારમાં મળતા હોય છે. કેળાં શિયાળા, ઉનાળા અને ચોમાસમાં દરેક ઋતુમાં તમને મળે છે. કેળાં સેવન શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં તમને મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા અને શરીરને ઠંડક મળે તે માટે તમે દરરોજ એક કે બે કેળા પણ ખાઈ શકો છો. કેળાંનું સેવન તમારા શરીરમાં વધુ અને વધુ પાણી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

હાર્ટબર્નથી રાહત

હાર્ટબર્નની સમસ્યાને દૂર કરવામાં કેળા ખાવા ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે પણ તમને હાર્ટબર્ન થાય, પેટમાં એસિડિટી થાય, તો તમારે તરત કેળું ખાવું જોઈએ. કેળામાં રહેલ એન્ટાસિડ્સના કુદરતી વિકલ્પ તરીકે કામ કરે છે.

લૂઝ મોશન અટકાવે

લૂઝ મોશનની સમસ્યામાં પણ કેળાનું સેવન ખૂબ જ રાહત આપે છે. કેળા ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. લૂઝ મોશનના ઈલાજમાં કેળા ખૂબ જ મહત્વપૂર્ણ ફળ છે. જો કે, જો તમને લૂઝ મોશનની સાથે શરીરમાં બીજી કોઈ તકલીફ હોય કે પેટમાં દુખાવો થતો હોય, તો તમારે કેળા ખાવાનું ટાળવું જોઈએ.

માનસિક તણાવ દૂર કરે

જે લોકોને પોતાના રોજિંદા કાર્યમાં વધુ પડતાં માનસિક થાક અને તણાવ અનુભવતા હોય છે. તે લોકોએ તેમના રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ દરરોજ કરવો જોઈએ. કેળા ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે, કેળાંનું સેવન પાચનક્રિયાને મજબૂત બનાવે છે. કેળામાં ટ્રિપ્ટોફન નામનું તત્વ હોય છે, જે તમારા શરીરના સ્નાયુઓને રિલેક્સ  કરવામાં મદદ કરે છે.

શરીરમાંથી કબજિયાતને દૂર કરે

જ્યાં એક તરફ કેળા ખાવાથી લૂઝ મોશન મટે છે તો બીજી તરફ કેળા કબજિયાત મટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે તમારા આંતરડામાં લુબ્રિકન્ટ તરીકે પણ કામ કરે છે. કેળાં ખાવાથી પેટ સાફ સરળતાથી થાય છે અને કબજિયાત દૂર થાય છે. જો કે એક દિવસમાં એક કે બેથી વધુ કેળા ન ખાવા જોઈએ. 

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલ તમામ માહિતી સામાન્ય જ્ઞાન આધારિત છે. આથી વધુ માહિતી માટે તમારે યોગ્ય એકસપર્ટની સલાહ લેવી.

Exit mobile version