તરબૂચ
તરબૂચમાં કેલરી અને ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તરબૂચ વિટામિન A, વિટામિન B6 અને વિટામિન Cનો ઉત્તમ સ્ત્રોત છે, તરબુચમાં પોટેશિયમ અને લાઇકોપીન જેવા શરીરને ખૂબ ફાયદાકારક રસાયણો હોય છે. તરબૂચમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, તે તમારા શરીરનું વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. આ તરબૂચ એક અદ્ભુત ફળ છે, તરબૂચના ઘણા અઢડક અદ્ભુત ફાયદા છે.
તરબૂચમાં સૌથી વધુ પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. તરબૂચમાં ડાયેટરી ફાઈબરનો પણ એટલો જ મોટો સ્ત્રોત છે. જો કે, તરબુચનું અતિશય વધુ પડતું સેવન કરવાથી ઝાડા, પેટનું ફૂલવું અને ગેસ વગેરે જેવી પાચન સબંધિત સમસ્યાઓ તમને થઈ શકે છે. આ તરબૂચમાં રહેલ સોર્બીટોલ નામનું તત્વ હોય છે, જે ખાંડનું સંયોજન છે, જે તમારા શરીરમાં છૂટક મળ અને ગેસનું કારણ બની શકે છે. આ તરબૂચમાં હાજર રહેલ લાઇકોપીનને કારણે છે, જે તરબૂચમાં એન્ટીઑકિસડન્ટ છે જે તરબૂચને તેનો મુખ્ય તેજસ્વી રંગ આપે છે.
ઉનાળાની શરુઆત થતા લોકો પોતાના શરીરમાં ઠંડક માટે તરબૂચ અને શક્કર ટેટી ખાવાનું સૌથી વધારે પસંદ કરતા હોય છે. તરબૂચ ખાવાથી પેટમાં દુખાવો, ડિહાઇડ્રેશન વગેરે જેવી સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત, ઉનાળાની ઋતુમાં તરબૂચનું વધારે સેવન કરવાથી તમને ભૂખ નથી લાગતી, જેના કારણે તમે બીજો કોઈપણ ખોરાક ખાઈ શકતા નથી અને તમારા શરીરનું વજન ઓછું થાય છે. આ ઉનાળામાં તરબૂચ ખાવાના ઘણા ફાયદા છે. તો ચાલો આજે આપણે આ ઉનાળામાં તરબૂચ ખાવાના ફાયદા વિશે જાણીએ.
તરબૂચ ખાવાના ફાયદા
તરબૂચ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. આ તરબૂચ ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દુર થાય છે. જેમ કે, તરબૂચના સેવનથી શરીરની સ્થૂળતા, રોગપ્રતિકારક શક્તિ, પાચન સંબંધિત સમસ્યાઓ વગેરે દૂર કરી શકાય છે.
શરીરની પાચનશક્તિ મજબૂત બને
ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી શરીરની પાચન સબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તરબૂચ ખાવાથી ખોરાક આસાનીથી પચી જાય છે. તરબૂચમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમારા પાચનતંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં તરબૂચનું સેવન કરવાથી ડાયેરિયા અને ગેસ જેવી સમસ્યાઓમાં ફાયદો થાય છે. પાચન સબંધિત કોઈપણ સમસ્યા હોય તો તમારા આહારમાં ઉનાળાની ઋતુમાં તરબૂચને નિયમિતપણે સામેલ કરી શકાય છે.
શરીરને હાઇડ્રેટેડ રાખે
તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. તરબૂચનું સેવન કરવાથી તમારા શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. તરબૂચના સેવનથી પીઠનો દુખાવો, ચક્કર, શુષ્ક મોં, બ્લડ પ્રેશર અને ડિહાઇડ્રેશનની સમસ્યાઓથી રાહત મળે છે. ઉનાળાની ઋતુમાં ડીહાઈડ્રેશનની સમસ્યાને દૂર કરવા માટે તમે નિયમિત રીતે તરબૂચનું જ્યુસ પી શકો છો.
શરીરનું વજન ઘટાડે
ઉનાળામાં તરબૂચનું નિયમિત સેવન કરવાથી શરીરનું વજન ઝડપથી ઘટે છે. તરબૂચમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તબુચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. જો તમે તરબૂચને માત્ર નાસ્તા તરીકે લો છો તો તે તરબૂચ ખાવાથી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહેશે. આ ઉપરાંત, તરબૂચમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. તરબૂચમાં રહેલા આ ગુણોને કારણે તેનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરનું વજન ઘટાડી શકાય છે.
શરીરની ઈમ્યુનિટી બુસ્ટ કરે
તરબૂચમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. તરબૂચમાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ હોય છે, જે તમારી પાચનક્રિયામાં મદદ કરે છે અને આંતરડામાં થતા બેક્ટેરિયાનો નાશ કરે છે. તરબુચમાં વિટામિન A પણ ભરપૂર હોય છે. તરબૂચ વિટામિન A અને C એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.
શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે
તરબૂચમાં રહેલ સિટ્રુલિન નામનું એમિનો એસિડ હોય છે, જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. આમ, જો તમને બ્લડ પ્રેશરને લગતી કોઈપણ સમસ્યા હોય તો તમે તરબૂચ ખાવાનું રાખો.
શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે
તરબૂચનું સેવન કરવાથી શરીરના મસલ્સને મજબૂત બનાવી શકાય છે. તરબૂચ ઇલેક્ટ્રોલાઇટ્સ અને એમિનો એસિડ સિટ્રુલિનથી સમૃદ્ધ છે, તરબૂચ ખાવાથી તેમાં રહેલા તત્વો સ્નાયુના દુખાવાને ઘટાડવામાં ફાયદાકારક છે.
શરીરમાં અસ્થમાની સારવાર કરો
તરબૂચમાં લાઇકોપીન નામનું તત્વ હોય છે. તે તત્વ એક અસરકારક એન્ટીઑકિસડન્ટ છે. જે શરીરમાં થતા અસ્થમાના દર્દીઓને માટે ખૂબ ફાયદાકારક છે. આ સિવાય તરબૂચમાં પૂરતા પ્રમાણમાં વિટામિન-A હોય છે, જે શરીરમાં થતા અસ્થમાના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.
તરબૂચ ત્રણ પ્રકારના હોય છે:
બે લાલ પ્રકારના અને પીળા તરબૂચ
હવે, આપણે સૌ લાલ તરબૂચની સરખામણીમાં જોઈએ તો પીળા તરબૂચ સ્વાદમાં ખૂબ વધુ જ મીઠા હોય છે. અહીં લાલ તરબૂચ કરતા પણ લોકો દ્વારા પીળા તરબૂચની માંગ વધી રહી છે. બજારમાં ખરીદી કરતા લોકોમાં પીળા તરબૂચને જોઈને કુતુહલતા ઊભી થતી હોય છે. આ સાથે લાલ તરબૂચ મીઠું હોય છે. પરંતુ, પીળા તરબૂચની સરખામણીમાં મીઠાશ લાલ તરબૂચ કરતા પણ વધારે છે. એટલે લોકો લાલ રંગથી તો આકર્ષાય જ છે. પરંતુ, તમને એકવાર ખાધા પછી પીળા તરબૂચની મીઠાશનો જે સ્વાદ હોય છે તે તેમને જીભે વળગી જતો હોય છે. જેને કારણે લોકો બજારમાં પીળા તરબૂચની માંગ વધારે કરી રહ્યા હોય છે.
Summer Season watermelon
આપણા ભારત દેશમાં હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. આ ઋતુમાં ગરમી વધારે હોય ત્યારે લગભગ દરેક ઘરમાં તરબૂચ ખૂબ જ ખાવામાં આવતું હોય છે. ખરેખર, તરબૂચ એક એવું ફળ છે જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. આ તરબૂચ ખાવાથી આપણું શરીર અંદરથી ઠંડુ રહે છે અને તેનાથી આપણા શરીરને પણ અનેક રીતે ફાયદો પણ થાય છે. આ તરબૂચ સ્વાદમાં ખૂબ જ મીઠુ હોય છે. તરબૂચમાં રહેલા ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે આપણા શરીરને ઘણી ખરી બીમારીઓથી બચાવે છે. આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
તરબૂચ શરીર માટે ફાયદાકારક
અમુક નિષ્ણાતો દ્વારા કહેવાયુ છે કે તરબૂચમાં લગભગ 90% જેટલું પાણી હોય છે. તરબૂચ ખાવાના કારણે તમારા શરીરમાં ક્યારેય પાણીની કમી રહેતી નથી અને આ કારણે લોકો ઉનાળાની ઋતુમાં તરબુચ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. પરંતુ, તરબૂચ ઘણી વખત સ્વાદમાં મીઠું ન નીકળે તો લોકોને તે તરબૂચ ખાવાનું વધારે ગમતું હોતું નથી.
તરબૂચમાં લગભગ 90% જેટલું પાણી હોય છે, જે તરબૂચને હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્રોત બનાવે છે.
શરીરનું ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ કરે
એવું કહેવામાં આવે છે કે તરબૂચની સ્લાઇસીસ અથવા જ્યુલીસ સ્પોર્ટ્સના ખેલાડીઓને ઉનાળાની વધતી ગરમીને કારણે તેમના શરીરમાં ઇમબેલેન્સ થતા ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવામાં મદદ કરે છે. તરબુચમાં સોડિયમ અને પોટેશિયમનો ખૂબ સારો સ્રોત હોય છે.
શરીરમાં થતા બળતરા ઘટાડે
તરબૂચમાં લાયકોપીન એટલે કે એન્ટીઑકિસડન્ટોનો સારો સ્રોત છે. તરબૂચ ખાવાથી શરીરને ઠંડક મળે છે. જે શરીરમાં થતા બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
શરીર હાઈડ્રેટ રાખે
તરબૂચમાં લગભગ 90% જેટલું પાણી હોય છે, જે તરબુચને હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્રોત બનાવે છે. તરબુચમાં એક કુદરતી સ્રોત હોય છે, તે તમારા શરીરમાં કિડની પર ભાર મૂક્યા વગર પેશાબમાં વધારો કરે છે.
શરીરના વજનમાં ઘટાડો
તરબૂચમાં પાણીનું લગભગ 90% જેટલું વધારે પ્રમાણ હોય છે એના કારણે, તરબૂચ ખાવાથી તમને ઓછી કેલરીમાં પણ સંતુષ્ટિ આપે છે. તરબૂચમાં રહેલ પાણી મેટાબોલિઝમની ઝડપમાં વધારો કરે છે અને તમારા શરીરમાં બનતા નકામા ઝેર અને ચરબીનો નિકાલ કરે છે, જે તમારા શરીરનું વજન ઘટાડે છે.
ત્વચામાં સુધારો કરે
તરબૂચમાં રહેલા કોલેજન સિન્થેસિસ માટે જરૂરી ન્યુટ્રીઅન્ટ એવા વિટામિન સીનો સારો સ્રોત હોય છે. જે તમારી ત્વચા પર થતા ડાગ ધબ્બા દૂર કરે છે. તેમજ ત્વચામાં નિખાર લાવે છે અને વાળ પણ મજબૂત બને છે.
શરીરમાં સ્નાયુના દુખાવાને ઘટાડે
તરબૂચમાં રહેલ એમિનો એસિડ સરટ્યુલીન હોય છે.જે તરબૂચનું સેવન કરવાથી તમારા શરીરને ખૂબ ફાયદો આપે છે. તરબૂચનું સેવન શરીરમાં સ્નાયુના દુખાવાથી રાહત આપવામાં મદદ કરે છે.
તરબુચની ખેતી
તરબુચની ખેતી અને વાવેતર આપણા ભારતમાં દરેક પ્રદેશમાં થાય છે. તરબુચ દરેક ફળોમાં સૌથી વધુ 90% પાણીની ગરજ સારે છે. જેથી, તરબુચને રણનું અમૃત સમાન ગણવામાં આવે છે. આ તરબૂચના પાકના ફળમાં લોહતત્વનું પ્રમાણ સૌથી વિશેષ હોય છે. તરબુચના બીજમાં પ્રોટીનનું પ્રમાણ પણ સારુ હોય છે. આમ, આ તરબૂચનો પાક ઉનાળામાં થતો હોવાથી ઉનાળાની ગરમીમાં તરબૂચ દરેક ફળની ગરજ સારે છે.
તરબૂચની ખેતી માટેનું હવામાન
આ તરબૂચના પાકને ખેતી માટે ગરમ અને સુકુ હવામાન સૌથી વધારે માફક આવે છે. બરફથી અથવા તો જ્યાં બરફ પડતો હોય એવી જગ્યાએ આ પાકની ખેતી થતી નથી. આ હવામાનમાં તરબૂચના પાકનું ખુબ જ નુકશાન થાય છે. સામાન્ય રીતે તરબૂચના પાક માટે 25 થી 30 સે. તાપમાન જરૂરી છે. તરબુચને પાકવાના સમયે હવામાનમાં એકદમ ઓછો ભેજ અને વધારે પડતા તાપમાનની જરૂરીયાત રહેતી હોય છે. સૂર્યપ્રકાશના લીધે તરબૂચ પાકતા શર્કરાનું પ્રમાણ વધે છે અને સૂર્યપ્રકાશની ગરમીના કારણે તરબૂચના પાનને લગતા રોગોનું પ્રમાણ ઘટે છે.
તરબુચ એ એક ગરમીનો પાક છે એટલે મકરસંક્રાંતિના તહેવાર પછી ઠંડી ઓછી થઈ જાય ત્યાર પછી તરબૂચની વાવણી કરવામાં આવે છે જેથી તરબૂચનો ઉગારો સારો મળે છે. પરંતુ, અમુક લોકો ડીસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તરબુચના ભાવ સારા મળતા હોવાથી વરસાદ પૂરો થાય કે તરત જ સપ્ટેમ્બરથી ઓકટોબર મહિનાની આખર તારીખ સુધી વાવણી કરી દે છે. જેથી લોકો ચોમાસાની ઋતુ પૂરી થતા વાવણી કર્યા બાદ શરૂઆતમાં 50 થી 55 દિવસ ગરમી મળવાથી છોડનો વિકાસ સારો થાય છે. ત્યાર પછી જો ઠંડી પડે તો પણ તરબૂચના ફળના વિકાસ માટે કંઈ અવરોધ આવતો નથી. આ રીતે લોકો તરબુચનો પાક વર્ષમાં બે વાર પણ લઈ શકે છે.
જમીન અને જમીનની તૈયારી
તરબુચની ખેતી આમ જોવા જઈએ તો દરેક પ્રકારની જમીનમાં કરી શકાય છે. પરંતુ, તેમાંય નદીના પટની રેતાળ જમીનમાં તરબૂચનું ઉત્પાદન સૌથી વધુ જોવા મળે છે. ગોરાળુ જમીનમાં પણ તરબૂચનો પાક સફળતાપૂર્વક લઈ શકાય છે. જો જમીનની નિતાર શક્તિ સારી હોય ત્યાં આ તરબૂચનો પાક ખૂબ સારી રીતે થઈ શકે છે. આ તરબૂચના પાકના વાવેતર માટે જમીનને બરાબર ખેડીને તૈયાર કરવી જોઈએ. ત્યાર બાદ રોટાવેટરથી તે જ જમીનને ફરીથી બરાબર ખેડવી પડે છે. જમીનને તૈયાર કરતી વખતે પાયાના ખાતરો જમીનમાં નાખીને જમીન સાથે અથવા તો તે જમીનમાં બરાબર ભેળવી દેવા જોઈએ.
વાવેતરનો સમય, અંતર અને બીજનો દર
ઋતુ મુજબ જોવા જઈએ, તો તરબુચની વાવણી જાન્યુઆરીના બીજા અઠવાડીયાથી લઈને માર્ચની આખર તારીખ સુધીમાં કરી શકાય છે. પરંતુ, શિયાળાની ઋતુમાં તરબૂચ મેળવવા માટે કે સારા બજારભાવ મળે તે માટે ખેડૂત મિત્રો વરસાદ પૂરો થાય એટલે કે ચોમાસું પતે કે તરત સપ્ટેમ્બરથી ઓકટોબરના અંત સુધીમાં તરબુચનુ વાવેતર કરવું જોઈએ. જેથી તરબુચના પાકને 50 થી 55 દિવસ સુધી ગરમી મળે છે. જેથી તરબુચનો વાનસ્પતિક રીતે વિકાસ સારો થાય છે. ત્યાર બાદ શિયાળો શરૂ થતા ઠંડી પડે તો પણ તરબૂચના ફળના વિકાસ કોઈ તકલીફ થતી નથી.
જમીનની પ્રત અને જમીનની ફળદ્રુપતાને ધ્યાનમાં રાખીને તરબુચનું દરેક હારમાં બે છોડ વચ્ચેનું અંતર 2 મીટર x 1 મીટરનાં અંતરે વાવેતર કરવું જોઈએ. બીજી રીતે, જોવા જઈએ તો જોડિયા હાર પદ્ધતિથી 1 મીટર X 0.6 મીટર x 3.4 મીટરના અંતરે તરબૂચની વાવણી કરવી જોઈએ. બે હારમાં વાવેતર કરેલ એટલે કે ટૂંકા અંતરે વાવેતર કરેલ તરબૂચના પાકમાં તરબૂચ કદમાં નાના રહે છે.
આ વાવણીનું અંતર અને બીજના કદને ધ્યાનમાં લઈને 2.5 થી 3.0 બીજ એક હેકટરના વાવેતર કરી શકાય છે. તરબૂચના બીજને વાવણી કરતા પહેલા ફુગનાશક દવાની આ બીજ માવજત આપવી જરૂરી છે.
ખાતર
તરબૂચની ખેતી માટે રેતાળ જમીનમાં હેકટર દીઠ 300 થી 400 કિવન્ટલ જેટલું કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં નાખીને જમીન સાથે બરાબર ભેળવી દેવું જોઈએ. આ છાણિયુ ખાતર અને રાસાયણિક ખાતર બંને ભેગા કરીને એકસરખી માત્રામાં ખામણા દીઠ નાખવામાં આવે તો તે ખાતરનો બગાડ થતો અટકાવી શકાય છે.
તરબૂચની અલગ અલગ જાત
આશાહી યામાટો
આ એક તરબૂચની જાપાનીઝ જાત છે, જેના ફળ 6 થી 7 કિ.ગ્રા. વજનમાં ગોળાકાર થાય છે. તેની છાલ આછા લીલા રંગની અને તેનો ગર્ભ લાલ રંગનો હોય છે.
અર્કા જયોતિ
આ તરબૂચની હાઈબ્રિડ જાત છે, જેના ફળ 6 થી 7 કિ.ગ્રા. વજનના ગોળાકાર થાય છે. આ તરબૂચની છાલ લીલા રંગની અને ઉપર ગાઢા લીલા રંગના પટ્ટા હોય છે આ તરબૂચની જાતને ભારતીય બાગાયત સંશોધન સંસ્થા દ્વારા બેંગ્લોરથી બહાર પાડવામાં આવેલ છે.
સુગર બેબી
તરબૂચની આ અમેરિકન જાત લોકોમાં સૌથી વધુ પ્રચલિત છે જેના ફળ 3 થી 4 કિ.ગ્રા. વજનમાં ગોળાકાર થાય છે. તરબૂચની છાલ ભુરાશ પડતા ગાઢા લીલા રંગની અને તેનો ગર્ભ લાલ રંગનો હોય છે.
મધુ
આ તરબૂચની હાઈબ્રિડ જાત છે જેનાં તરબૂચ 8 થી 10 કિ.ગ્રા. વજનનાં લંબગોળ થાય છે. તરબૂચની છાલ ગાઢા લીલા રંગની અને તેનો ગર્ભ લાલ રંગનો હોય છે.
મિલન
આ હાઈબ્રિડ જાતના તરબૂચ લંબગોળ સ્વરૂપે થાય છે. જેનું સરેરાશ વજન 8 કિ.ગ્રા. હોય છે. તરબૂચની છાલ આછા લીલા રંગની અને તેનો ગર્ભ લાલ રંગનો હોય છે. તરબૂચની છાલ કઠણ હોય દૂર સુધી તેનો નિકાસ સહેલાઈથી કરી શકાય છે.
તરબૂચની છાલના ફાયદા
તરબૂચની છાલમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન બી6, એન્ટી ઓક્સીડેન્ટ, પોટેશિયમ, ઝિંક, ફ્લેવેનોઈડ્ય, એમીનો એસિડ જેવા અનેક પોષકતત્વોથી ભરપુર હોય છે. જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
આ તરબૂચને ખાધા પછી લોકો તેની છાલને નક્કામી સમજીને ફેંકી દેતા હોય છે. પરંતુ, તેમને ખબર નથી હોતી કે તરબૂચની છાલમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. જેના સેવનથી આપણા શરીરમાં સ્વાસ્થ્યને બીપી કંટ્રોલ સહિત અનેક ફાયદા થાય છે.
બ્લડ પ્રેશર
જે લોકોને બીપીનો પ્રોબ્લેમ રહે છે તે લોકો માટે તરબૂચની છાલ ખૂબ ફાયદાકારક હોય છે. તરબૂચની છાલમાં રહેલ પોટેશિયમનું ઘણું સારું એવુ પ્રમાણ હોય છે. જે માનસિક સ્ટ્રેસ અને નસ પર પડતા દબાણને ઓછુ કરવામાં મદદ કરે છે.
શરીરનું વજન ઘટાડે
તરબૂચના છાલના સેવનથી તમારા શરીરનું વજન પણ ઘટે છે. તરબુચની છાલમાં રહેલ સિટ્રુલલાઈન એમિનો એસિડ તમારું વજન ઓછુ કરવામાં મદદ કરે છે. જે લોકો વધારે પડતાં જાડા છે તેમને કસરતની સાથે ડાયટમાં તરબૂચની છાલનો પણ ઉપયોગ કરવો જોઈએ. જેનાથી મેટાબોલિઝમ પણ વ્યવસ્થિત રહે છે.
કબજિયાતથી રાહત
જે લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ રહે છે, તે લોકો માટે તરબૂચની છાલ ખૂબ ફાયદાકારક હોય છે. તરબૂચની છાલમાં રહેલુ ફાયબર કબજિયાતમાં તમને રાહત પહોંચાડવાનું કામ કરે છે.
ચેહરાની રિંકલ્સ
તરબૂચની છાલમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ્સ અને ફ્લેવેનોઈડ્સ જેવા પોષકતત્વો હોય છે. જે તમારી ત્વચાને નુકસાન કરનાર ફ્રી રેડિકલ્સ, ઓક્સીડેટિવ માનસિક સ્ટ્રેસને દૂર કરવામાં મદદ પહોંચાડે છે. આ માટે તમારે તરબૂચની છાલનો રસ કાઢીને તમારા ચેહરા પર લેપ બનાવી લગાવવો જોઈએ. જેનાથી ચેહરા પરના ડાઘા, ધબ્બા અને રિંકલ્સ દૂર થાય છે. તેમજ તમારા ચેહરા ઉપર નિખાર આવે છે.
શરીરનું વજન ઘટાડે
તરબૂચના છાલના સેવનથી તમારા શરીરનું વજન પણ ઘટે છે. તરબુચની છાલમાં રહેલ સિટ્રુલલાઈન એમિનો એસિડ તમારું વજન ઓછુ કરવામાં મદદ કરે છે. જે લોકો વધારે પડતાં જાડા છે તેમને કસરતની સાથે ડાયટમાં તરબૂચની છાલનો પણ ઉપયોગ કરવો જોઈએ. જેનાથી મેટાબોલિઝમ પણ વ્યવસ્થિત રહે છે.
ઈમ્યૂનિટી બુસ્ટ
જો તમે દરરોજ એક તરબૂચની છાલનું શાક બનાવીને ખાવ છો તો તેનાથી તમારા શરીરની ઈમ્યૂનિટી વધે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તરબૂચની છાલ ખાવાથી શરીરને જરુરીયાત પ્રમાણે 30 ટકા જેટલું વિટામીન સી મળે છે.
તરબૂચનું જ્યુસ પીવાના ફાયદા
આપણા ભારત દેશમાં અત્યારે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઉનાળાની ઋતુ પ્રમાણે આપણા શરીરની માંગ પણ બદલાતી રહે છે. શિયાળાની ઋતુમાં શરીર ગરમ વસ્તુઓ ખાવાની ઈચ્છા થતી હોય છે, જેથી શિયાળામાં લોકો ગરમ વસ્તુની માંગ કરે છે. જ્યારે ઉનાળાની ઋતુમાં શરીરના તાપમાનને સંતુલિત રાખવા માટે ઠંડી અને પાણીયુક્ત વસ્તુઓની જરૂર વધારે પડતી હોય છે. આ જ કારણ છે કે નિષ્ણાતો દ્વારા કહેવાયું છે કે ઉનાળાની ઋતુમાં વધુને વધુ પ્રવાહી લેવાની ભલામણ કરવામાં આવે છે. આ ઉનાળાની ઋતુમાં તરબૂચ અને તેનો રસ તમારા શરીરની ઠંડક માટે વરદાનરૂપ સાબિત થાય છે. તરબૂચમાં લગભગ 90% જેટલું પાણી હોય છે, જે શરીરને વધુ પાણી આપવાનું કામ કરે છે. તેમજ તમારા શરીરને એનર્જી પૂરી પાડે છે. હવે, ઉનાળામાં તરબૂચ અને તેના જ્યુસથી શરીરને શું ફાયદા થાય છે.
તરબૂચ ગરમી સામે રક્ષણ આપે
ઉનાળામાં ગરમીના કારણે લુ લાગવાનો ભય રહેતો હોય છે. પરંતુ, તરબૂચનું જ્યુસ પીવાથી આ જોખમને ઘટાડી શકાય છે. જો તમે દરરોજ તરબૂચ ખાઓ છો અથવા તો તરબુચનું જ્યુસ પીવો છો તો તમારા શરીરમાં પાણીની કમી ક્યારેય થતી નથી અને આ તમારું શરીર લુ લાગવા જેવી સમસ્યાઓથી સુરક્ષિત રહે છે.
શરીરમાં પેટ માટે ફાયદાકારક
તરબૂચમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે આ તરબૂચના જ્યુસનું સેવન ઉનાળાની ગરમીને કારણે થતી પેટની સમસ્યામાં રાહત આપે છે અને તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે. તરબુચમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ હાઈડ્રેટ જેવા તત્વો શરીરને શક્તિ આપે છે.
શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે
જો તમે તમારા શરીરનું વજન ઓછું કરવા માંગતા હોવ તો તરબૂચનું સેવન અથવા તો તરબૂચનું જ્યુસ તમારા માટે મદદરૂપ થાય છે. દરરોજ તરબૂચનું જ્યુસ પીવાથી તમારા શરીરને જરૂરી એવા પોષક તત્વો મળી રહે છે, જેથી તમારા શરીરમાં થાક લાગતો નથી અને તમારા શરીરનું વજન પણ ઘટાડે છે.
શરીરની કિડની સ્વસ્થ રાખે
તરબૂચનું જ્યુસ પીવાથી તમારા શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જેથી તમારી કિડનીના સ્વસ્થ રહે છે. આ સાથે તરબૂચના જ્યુસના સેવનથી શરીર ડિટોક્સ થવાને કારણે તમારી ત્વચા પણ ચમકદાર બને છે. તરબૂચનું જ્યુસ ત્વચાને તાજગી અને નિખાર આપે છે.
શરીરમાં હૃદય માટે સારું
તરબૂચ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. તરબુચમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે તમારા શરીરની રક્તવાહિનીઓ માટે ખૂબ સારી છે. તરબુચમાં હાજર રહેલ ઇલેક્ટ્રોલાઇટ્સ તમને થતા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને એમિનો એસિડ તમારા શરીરમાં હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે.
તરબૂચના બીયાં ખાવાના ફાયદા
આપણા દેશમાં લોકોને લાલ રસદાર તરબૂચ ખાવાનું તો સૌથી વધુ પસંદ હોય છે. પરંતુ, તરબૂચના કાળા બીજને તરબૂચના ફળમાંથી કાઢીને આપણે સૌ તેને ખાતા હોઈએ છે. તો શું તમે જાણો છો કે આ કાળા બીજમાં કેટલાક પોષકતત્વોના ગુણધર્મો છે.
તરબૂચના બીજમાં પોષક તત્વો જેવા કે આયર્ન અને ખનિજોથી ભરેલા હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ તરબૂચના બીજ વિટામિન બી થી ભરપૂર હોય છે. તરબૂચના બીજમાં પ્રોટીન, આવશ્યક ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ, ઝીંક જેવા અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે. તેથી તે આપણા શરીરને ઘણા ફાયદકારક છે.
શરીરમાં ત્વચા આરોગ્ય સુધારે
અંકુરિત તરબૂચના બીજ તમારી ત્વચાને શુદ્ધ કરવામાં મદદ કરે છે કારણ કે તે વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, તરબુચના બીજના તેલનો ઉપયોગ વિવિધ સૌંદર્ય ઉત્પાદનોમાં થાય છે. આ તેલથી ખીલ અને વૃદ્ધત્વના પ્રારંભિક સંકેતો માટે ઉપયોગ થાય છે. તરબૂચના બીજ મેગ્નેશિયમથી ભરપૂર છે. બીજનો ઉપયોગ ખરજવું અને ત્વચા સૂકી અને ખંજવાળ હોય તો તેમ રાહત મળે છે.
શરીરમાં હૃદયની તંદુરસ્તી સુધારે
તરબૂચના બીજ તમારા હૃદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. તરબૂચના બીજમાં ફેટી એસિડ્સનો સારો સ્રોત હોય છે. જે શરીરમાં વધતી ચરબી, હાર્ટ એટેક, સ્ટ્રોક સામે રક્ષણ માટે ઉપયોગી થાય છે. આ તરબૂચના બીજમાં ઉચ્ચ માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને સામાન્ય બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તરબૂચના બીજ તંદુરસ્ત હૃદયમાં ઉપયોગી છે. આખા માનવ શરીરમાં ઓક્સિજનયુક્ત રક્ત વહન કરવા માટે તે બીજ જે લોહ આપે છે તે પણ શરીરમાં એક મહત્વપૂર્ણ છે. તરબૂચના બીજ તમારા હૃદયમાં કેલ્શિયમ હલનચલનને નિયંત્રિત કરે છે.
માથાના વાળને મજબૂત બનાવે
આપણને સૌને માથામાં સંપૂર્ણ વાળ હોય તો જ ગમે. તે જ રીતે દરેક સ્ત્રી માથામાં સંપૂર્ણ વાળ ઇચ્છે છે. તરબૂચના બીજ પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક અને કોપર જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે તમારા વાળની ગુણવત્તા સુધારવા માટે મદદ કરે છે. આ તરબૂચના બીજ તમારા વાળને મજબૂત બનાવે અને વાળના વિકાસ વધારે છે. આ બીજમાં રહેલું મેંગેનીઝ વાળ ખરતા અટકાવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે
તરબૂચના બીજ આયર્ન અને ખનિજોથી ભરપુર હોય છે. જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ તરબૂચના બીજ વિટામિન બી થી પણ ભરપૂર હોય છે, જે આ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
બ્લડ સુગર લેવલ ઘટાડે
જો તમે બ્લડ સુગર લેવલના વધઘટથી સમસ્યાથી પીડિત છો, તો તમારા ખોરાકમાં આ તરબૂચના બીજનો ઉપયોગ કરો. આ તરબૂચના બીજમાં મેગ્નેશિયમ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે તમારા શરીરમાં ચયાપચયને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે બીજ ખાવાથી લોહીમાં શર્કરાના સ્તરને અસર કરે છે. આ તરબૂચના બીજ પ્રકાર 2 ડાયાબિટીસની સારવારમાં પણ મદદ કરે છે.
Disclaimer: આ લેખમાં આપેલ માહિતી સામાન્ય જાણકારી મુજબ અહી દર્શાવવામાં આવી છે. જેથી આની વધુ માહિતી માટે નિષ્ણાત તબીબની સલાહ લેવી.
`