Site icon takshlifes.com

જાંબુ ખાવાના ફાયદા | Health Benefits of Java Plum

જાંબુ

જાંબુ એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જાંબુ એ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. જાંબુને આપણા ભારત દેશમાં ભારતીય ‘બ્લેકબેરી ‘તરીકે આવે છે. જાંબુમાં રહેલા એસ્ટ્રિજન્ટ અને એન્ટિ-ડ્યુરેટિક જેવા અનેક ગુણોથી ભરપુર હોય છે. જાંબુ ખાવાથી આપણા શરીરમાં બ્લડ શુગર લેવલને પણ ઘટાડી શકાય છે. તો આવો જાણીએ, જાંબુના ખાવાના ફાયદા વિશેની જાણકારી મેળવીએ.

આપણા દેશમાં વરસાદની ઋતુ શરૂ થતાં જ બજારમાં જાંબુનું આગમન શરૂ થઈ જાય છે. અહીં, જાંબુને “Java Plum” તરીકે પણ ઓળખવામાં આવે છે. જાંબુ એ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપુર મળી આવે છે. નાના બાળકો મોજમાં પોતાના બાળપણમાં જાંબુ ખાધા પછી એકબીજાને જાંબલી જીભ બતાવતા હોય છે. જાંબુ એ માત્ર સ્વાદમાં જ તેની મીઠાશ અદ્ભુત નથી, પરંતુ, જાંબુ ખાવાના આપણા શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. આવા જાંબુ ખાવાથી આપણા શરીરને થતાં અનેક લાભ જોઈને, જાંબુને સુપરફૂડ કહેવું જરાય ખોટું નથી. પરંતુ, આપણે સૌ જાણીએ છીએ કે દરેક વસ્તુની જેમ, આ જાંબુ ખાવાના ઘણા ગેરફાયદા પણ હોય છે.

જાંબુ ખાવાના ફાયદા

જાંબુનું ખાવાથી તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે.

જાંબુનું સેવન મહિલાઓ અને એનિમિયાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

જાંબુનું સેવન કરવાથી તમારા શરીરમાં હૃદય સ્વસ્થ રહે છે અને હાર્ટ એટેકની સમસ્યા દૂર થાય છે.

જાંબુ ખાવાથી તમારી પાચનક્રિયા સુધરે છે, અપચો, ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મળે છે.

જાંબુનું સેવન વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

જાંબુમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

જાંબુમાં વિટામિન સીનો સારો સ્ત્રોત હોવાથી તેને તમારી આંખોની રોશની માટે ખૂબ ફાયદાકારક ગણવામાંઆવે છે.

જાંબુ એ આંખના કોર્નિયામાં મળી આવતા કોલેજન સહિત શરીરની સાથે જોડાયેલી માસપેશીઓ બનાવી અને જાળવવામાં મદદ કરે છે.

દરેક વ્યક્તિએ પોતાની સારી જીવનશૈલી માટે દરરોજ જાંબુનું સેવન કરવું જોઈએ.

Health Benefits of Java Plum

જાંબુ ખાવાથી આપણા શરીરમાં સ્વાસ્થ્યને ઘણાં ફાયદાઓ થાય છે. જાંબુનો સ્વાદ જે ખાવામાં ખાટો-મીઠો હોય છે. આ જાંબુ ચોમાસાની ઋતુ શરૂ થતાં જ બજારમાં ટોપલાઓમાં મસ્ત સજાવેલા જોવા મળે છે. જાંબુ એ એવું ફળ છે જે અનેક લોકોને મનગમતું અને ખાવાનો શોખ હોય છે. જાંબુમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, વિટામીન સી, એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે જાંબુ ખાવાથી આપણે સૌ અનેક પ્રકારની બીમારીઓથી બચી શકીએ છીએ. તો ચાલો જાણીએ, જાંબુ ખાવાથી શરીરને શું ફાયદાઓ થાય છે.

શરીરમાં હાર્ટ માટે ફાયદાકારક

જાંબુ ખાવાથી આપણાં શરીરમાં સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા થાય છે. શરીરમાં હાર્ટને સ્વસ્થ રાખવા માટે જાંબુ સેવન ખૂબ જરૂરી છે. જાંબુમાં પોટેશિયમ નામનું તત્વ હોય છે જે તમારા હાર્ટ બીટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ શરીરમાં હાર્ટને સ્વસ્થ, સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી બીમારીઓની સંભાવનામાંથી બચાવે છે. જાંબુ ખાવાથ તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

સિગારેટની અસરને ઓછી કરે

જાંબુમાં એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે જાંબુના સેવનથી સિગારેટ પીવાથી થતા નુકસાનથી બચાવામાં મદદ કરે છે. સિગારેટ પીવાને કારણે શરીરમાં ફેફસાના અનેક પાર્ટ અને ટિશ્યુ ડેમેજ થઈ જાય છે, જ્યારે જાંબુ શરીરને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે. જો તમે સિગારેટ પીઓ છો તો ખાસ કરીને તમારે જાંબુ ખાવાની આદત પાડવી જોઈએ. જો બને ત્યાં સુધી કોઇપણ વ્યસન જેવું કે સિગારેટ પીવાનું ટાળવું જોઈએ. તમારે તમારું મન મક્કમ રાખીને સિગારેટ પીવાની આદત છોડી દેવી જોઈએ.

શરીરની ઇમ્યુનિટી વધારે

જાંબુમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ જાંબુનું સેવન તમારા શરીરના સારા સેલ્સને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમજ તમારા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને ઝડપથી બુસ્ટ કરવામાં મદદ કરે છે. જો તમારા શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હોય તો તમારાથી બીમારી દૂર ભાગે અને બીમાર પણ ઓછું પડાય છે. તમારું શરીર પણ સ્વસ્થ રહે છે.

સ્કિન પર નેચરલ ગ્લો આવે

જાંબુનું સેવન તમારી સ્કિનને બ્રાઇટ બનાવવાનું કામ કરે છે. આ સાથે તમારી સ્કિનને સ્વસ્થ રાખે છે. જાંબુમાં એન્ટી ઓક્સિડન્ટસ નામનું તત્વ હોય છે. જે સ્કિનના કોલેજન પ્રોડક્શનને વધારવાનું કામ કરે છે. જેથી તમારી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

જાંબુના સેવનથી ડાયાબિટીસના લક્ષણો જે દેખાય છે, જેમ કે, તમને યુરિન વધારે થવુ, વધારે તરસ લાગવી, સુગર લેવલ વધવુ વગેરે જાંબુનું સેવન ઓછુ કરવામાં મદદ કરે છે. જાંબુના સેવનની સાથે જાંબુના ઠળિયાનો પાવડર જો તમે બનાવીને સવારમાં નરણાં કોઠે પાણી સાથે પીવો છો તો તમારું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

ચોમાસામાં જાંબુ ખાવાના ફાયદા

ચોમાસુ એટલે સંક્રમણની ઋતુ. જ્યારે ચોમાસુ શરૂ થાય એટલે ચોમાસાની સાથે જાત-જાતની બીમારીઓ પણ આવે છે, જે બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે આપણી પાસે અનેક ઔષધીઓનો ખજાનો હોય છે. પરંતુ, આપણે સૌ જાંબુના વિશે પૂરતું જાણતા નથી. હવે, બસ જરૂર છે તો માત્ર જાંબુના ગુણોને જાણીને તેને યોગ્ય રીતે પોતાની દિનચર્યા અને ખોરાકમાં ઉપયોગમાં લેવાની.

ચોમાસાની શરૂઆતમાં મળતું આ ખાસ ફળ જાંબુ એક એવું ફળ છે, જે અનેક ગુણોથી અને પોષક તત્વોથી ભરપુર છે. જો આ જાંબુનો ખાવામાં યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે જાંબુ ખાવાથી આપણા શરીરમાં થતા ઘણા રોગોથી છુટકારો મળી શકે છે. જાંબુ એ માત્ર એક ફળ જ નથી પરંતુ, તે માનવ શરીરમાં થતી ઘણી મોટી મોટી બીમારીઓ માટેનો રામબાણ ઈલાજ છે. આ જાંબુનો ઉપયોગ ઔષધીય દવાઓ તરીકે પણ થાય છે. 

જાંબુના રસનું શરબત બનાવીને પીવાથી શરીરમાં ડાઈજેશનની પ્રકિયા સારી રહે છે.

જાંબુમાં સિંધાલૂણ મિક્સ કરીને ખાવાથી તમને થતા ડિહાઇડ્રેશનમાં ખૂબ ફાયદો થાય છે.

જાંબુના ઠળિયાને વાટીને તેનો પાઉડર બનાવી તેનાથી દાંત સાફ કરવાથી દાંત અને દાંતના પેઢાંનો દુખાવો દૂર થાય છે.

દરરોજ જાંબુ ખાવાથી બોડીને અનેક ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે જેથી જાંબુનું સેવનથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે. 

જો તમને ભૂખ ન લાગતી હોય તો થોડા સમય માટે જાંબુનું ખાલી પેટે સેવન કરવાથી થોડા જ દિવસોમાં તમને ફાયદો જોવા મળશે.

જાબું ખાવાથી કબજિયાત, ગેસ, એસિડિટી અને પેટના રોગ દૂર થાય છે.

જાંબુનો રસ પીવાથી મોંઢામાં પડેલા ચાંદા- છાલા દૂર થાય છે.

જાંબુમાં વિટામિન સી સારાં એવા પ્રમાણમાં હોય છે. જેથી જાંબુ ખાવાથી કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનનો ખતરો રહેતો નથી.

જાંબુમાં એન્ટીકેન્સર જેવા ગુણો રહેલાં છે. જાંબુનું સેવન કરવાથી કેન્સર થવાનો ખતરો ઘટે છે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ અને તેના ઠળિયા અનેક રીતે ખૂબ જ લાભદાયક છે. જાંબુનું સેવન શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.

જાંબુની ખેતી

આપણા ગુજરાત રાજ્યમાં જાંબુની ખેતીની વિશાળ રીતે થાય છે. પરંતુ, અહીંયા જાંબુની ખેતી પધ્ધતિસર કરવામાં આવતી નથી. અહીં, આપણા ગુજરાત રાજ્યમાં ખેતરની પડતર જમીનો, રસ્તા, શેઢાપાળા કે ગેોચર પ્રકારની જમીનમાં ઉગેલા જોવામાં આવે છે. ગામડામાં લોકો વાળામાં પણ જાંબુનું ઝાડ ઉગાડતા હોય છે. આ જાંબુનું ઝાડ ઝડપથી વધે છે અને આખુ વર્ષ લીલુ રહે છે. જાંબુના પાન ઘેરા લીલા રંગના, ચળકતા અને સુવાળા હોય છે. જાંબુના થડની છાલ સુવાળી અને આછા ઘેરાથી ભુખરા રંગની જોવા મળે છે.જાંબુના ફુલ લીલાશ પડતા સફેદ રંગના હોય છે.

જમીન અને હવામાન

જાંબુના ઝાડને વિવિધ અનેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. પરંતુ, આ જાંબુના ઝાડના સારા વિકાસ માટે અને જાંબુનું વધુ ઉત્પાદન મેળવવા માટે સારા નિતારવાળી ગોરાડુ જમીન માફક આવે છે. જાંબુના પાક માટે ક્ષાર વાળી જમીન અનુકુળ આવતી નથી.

જાંબુના ઝાડના વિકાસ માટે સારું એવું હવામાન જરૂરી છે. જાંબુને ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં સારી રીતે ઉગાડી શકાય છે. જાંબુના ઝાડને ફુલ અને ફળ બેસતી વખતે સુકા હવામાનની જરૂર પડતી હોય છે. જાંબુનું ઝાડ અતિવૃષ્ટિ અને દુકાળ સામે ટકી રહેવાની શકિત ધરાવે છે.

જાંબુનું વધુ ઉત્પાદન આપતી જાતો

આપણા ગુજરાતમાં જાંબુની રોપણી માટે જે તે વિસ્તારની જમીનમાં સ્થાનિક વધુ ઉત્પાદન આપતી જાત પસંદ કરવામાં આવે છે. કુદરતી રીતે તે જાંબુ નાના ઠળિયા વાળુ મોટા કદના ફળથી તૈયાર થતા છોડ કે ઝાડનું વાવેતર કરવામાં આવે છે.

રાવણા

જાંબુના ઝાડ ઊંચા અને તેના પાન પહોળાં, મોટાં અને લાંબા હોય છે. જાંબુનું ફળ મોટું અને જાંબલી રંગનું, ચળકતું, સ્વાદમાં મધુર હોય છે. જાંબુના ફળમાં તેના નાના ઠળિયા હોય છે.

પારસ

જાંબુના ઝાડ ઊંચા, તેના પાન સાંકડા અને લાંબા હોય છે, જાંબુનું ફળ નાનું અને જાંબલી રંગનું, તે સ્વાદમાં ખાટું – મીઠું હોય છે.

રોપણી

જાંબુનું ઝાડ લાંબુ આયુષ્ય ધરાવતું હોય છે તેથી જાંબુના વાનસ્પતિક વિકાસને ધ્યાનમાં લેવામાં આવતા જાંબુની રોપણી 8 × 8 મીટરના અંતરે કરવાની સલાહ આપવામાં આવી છે. ઉનાળામાં જમીન ખોદીને તૈયાર કરેલા ખાડાને 15 –20 દિવસ તાપમાં તપવા દેવામાં આવે છે. દરેક ખાડા દીઠ તે જમીનમાં એક ખાડામાં 50 કિ. ગ્રામ છાણીયું ખાતર, 200 ગ્રામ ડી .એ.પી અને 100 ગ્રામ પોટાશ નાખવામાં આવે છે. જો તે ખાડાની જમીનમાં ઉધઈ હોય તો કલોરપાયરીફોસ 100 લીટર પાણીમાં 100 મિ.લી દવા ભેળવી ખાડા દીઠ 10 લીટર દવાનું મિશ્રણ રેડીને તે તૈયાર કરેલ ખાડા પુરી દેવા. ચોમાસાના પ્રથમ વરસાદ પછી જાંબુના રોપાઓ અથવા તો કલમી છોડ તે ખાડાની મધ્યમાં રોપવા અને રોપણી પછી જો વરસાદ ન હોય તો તે રોપાને તરત જ પાણી આપવું જોઈએ.

ખાતર

જાંબુના ઉછરતા ઝાડને દર વર્ષે એક ઝાડ દીઠ 20 કિ.ગ્રામ છાણીયું ખાતર અને ફળ આપતાં પુખ્ત ઝાડને દર વર્ષે એક ઝાડ દીઠ 80 કિ.ગ્રામ છાણીયુ ખાતર ચોમાસાની ઋતુની શરૂઆતમાં જુન–જુલાઈ માસમાં આપવું જોઈએ. હવે, જાંબુના છોડને ચોમાસાની શરૂઆતમાં 500 ગ્રામ નાઈટ્રોજન, 200 ગ્રામ ફોસ્ફરસ અને 250 ગ્રામ પોટાશ યુકત રાસાયણિક ખાતર પણ આપવું જોઈએ.

જાંબુનું જ્યુસ પીવાના ફાયદા

જાંબુનું જ્યૂસ આપણા શરીર માટે અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે અને જાંબુ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જાંબુમાં વિટામિન સી, વિટામિન એ, ફાઇબર સહિત અનેક પોષક તત્વો રહેલા હોય છે.

જાંબુ એ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જાંબુના રસનું સેવન આપણા માનવ શરીરમાં સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જાંબુનું જ્યુસ પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. શરીરને હાઇડ્રેટેડ રહેવા માટે તમે ઉનાળામાં જાંબુના રસનું સેવન કરી શકાય છે.

શરીરમાં હિમોગ્લોબિન વધારે

જાંબુમાં જરૂરી એવા પોષક તત્વો મિનરલ્સ, વિટામિન સી અને આયર્ન હોય છે. જાંબુનું જ્યુસ શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. જાંબુનું જ્યુસ શરીરમાં લોહીને શુદ્ધ કરે છે. જે લોકોને શરીરમાં આયર્નની ઉણપ અથવા તો એનિમિયાથી પીડિત લોકો માટે જાંબુ ખૂબ જ લાભદાયક છે.

હાઇ કોલેસ્ટ્રોલમાં ફાયદો થાય

જાંબુના જ્યૂસમાં એન્ટી-ઓક્સિડેન્ટ અને વિટામિન સી સૌથી વધુ પ્રમાણમાં હોય છે. જાંબુનું જ્યુસનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટે છે. જો તમે નિયમિત જાંબુના જ્યૂસનું સેવન કરતા હોવ તો હાઇ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો ખતરો પણ કાયમ માટે દૂર થાય છે.

આંખો માટે ફાયદાકારક

જાંબુમાં રહેલા વિટામીન A અને C હોય છે. તે તમારી આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. જાંબુનું જ્યુસ પીવાથી આંખોની રોશની વધે છે.

જાંબુમાં એસ્ટ્રિજન્ટ ગુણ હોય

જાંબુમાં એસ્ટ્રિજન્ટ ગુણ વધારે હોય છે. જાંબુનું જ્યુસ પીવાથી તમારા ચહેરા પર થતા ખીલથી છુટકારો મેળવવાનું કામ કરે છે. તૈલી ત્વચાવાળા લોકો માટે જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુનું જ્યુસ તમારી ત્વચાને તાજી રાખવામાં અને વધારાના તેલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક

જાંબુના જ્યુસમાં અનેક પોષક તત્ત્વો અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ગુણ હોય છે. જે શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. જાંબુમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો કરે છે. જાંબુ અને તેનું જ્યુસ બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

હૃદયને સ્વસ્થ રાખે

જાંબુમાં રહેલ પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ જાંબુના રસમાં રહેલ પોટેશિયમ શરીરમાં હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. જાંબુનું જ્યુસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવી બીમારીઓ માટે ફાયદાકારક છે.

જાંબુના ઠળિયાનો પાવડર કેવી રીતે બનાવવો જોઈએ?

જાંબુના ઠળિયાને ધોઈને તેને કપડાથી સાફ કરીને આછા પાતળા સુતરાઉ કપડાથી ઢાંકીને તડકામાં સૂકવવા જોઈએ. જ્યારે આ જાંબુના ઠળિયા સંપૂર્ણપણે સૂકાઈ જાય છે ત્યારે આ ઠળિયા નાના નાના ટુકડા કરી લેવા અને પછી તેમને મિક્સરમાં પીસી લેવા, જેથી જાંબુના ઠળિયાનો પાવડર તૈયાર થઈ જશે. આ પાઉડરના ચુર્ણને પાણી સાથે સવારે ખાલી પેટ સેવન કરવું જોઈએ.

જાંબુના ઠળિયાનો પાઉડર (Jambun Seed Powder)

ચોમાસાની ઋતુની શરૂઆતમાં લોકો મૌસમી ફળો ખાવાની મજા લેતા હોય છે. આ ચોમાસાની ઋતુની શરૂઆતમાં જાંબુ મોટા પ્રમાણમાં બજારમાં વેચાતા જોવા મળે છે. હવે, મોટાભાગના લોકો જાંબુ ખાય અને તેના ઠળિયા ફેંકી દેતા હોય છે. પરંતુ, શું તમે જાણો છો? આ જાંબુના ઠળિયા આપણા શરીરના સ્વાસ્થ માટે કેટલા ફાયદાકારક છે. આ જાંબુના ઠળિયાનો પાવડર બનાવી તેને ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ જાંબુના ઠળિયાનો પાવડર તમારા સ્વાસ્થ સાથે જોડાયેલી અનેક પ્રકારની બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. આ જાંબુના ઠળિયામાં રહેલા અનેક ઔષધિયો ગુણ હોય છે. જેથી આ જાંબુના ઠળિયા આપણા માનવ શરીરના સ્વાસ્થને ખુબ જ લાભદાયક છે.

પેટ માટે ફાયદાકારક

આ જાંબુના ઠળિયાનો પાવડર પીવો તમારા પેટ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. જો તમને કબજિયાત થઈ હોય, અપચો થયો હોય કે એસિડિટી હોય તો આ સમસ્યાઓમાંથી રાહત આપે છે. આ જાંબુનો પાવડર તમારું પેટ પણ સાફ રાખે છે. તેમજ જાંબુના ઠળિયાના પાવડરથી તમારું પાચનતંત્ર પણ સારું રહે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

આ જાંબુના ઠળિયાનો પાવડર પીવાથી તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ જાંબુના ઠળિયાનો પાવડર ખુબ ફાયદાકારક છે. જો તમે દરરોજ એક ચમચી જાંબુના ઠળિયાના પાવડરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી પી શકો છો.

માનસિક સ્વાસ્થ્ય

આ જાંબુનો પાવડર તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે. આ જાંબુના ઠળિયાનો પાઉડર પીવાથી થાક અને તણાવને દૂર થાય છે. જો તમે જાંબુના ઠળિયાનો ઉકાળો કરીને પીવો છો, તો તમને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે.

શરીરનું વજન ઘટાડવામાં મદદ

જાંબુના ઠળિયાના પાઉડરનું દરરોજ સેવન કરવાથી તમારા શરીરનું વજન ઘટે છે. જાંબુના ઠળિયામાં ફાઇબર ભરપુર પ્રમાણમાં હોય છે, જેના કારણે તે પાઉડર તમારા પેટને સુરક્ષિત રાખવામાં અને વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.

જાંબુના પાનના ફાયદા

જાંબુનું સેવન કરવાથી જે રીતે આપણા શરીરના સ્વાસ્થ્યને ફાયદો થાય છે તે જ રીતે જાંબુના ઝાડ પર થતા જાંબુના પાન પણ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે એટલા જ અત્યંત ગુણકારી સાબિત થયા છે. જાંબુનાં ફળ ઉપરાંત, આપણા માટે જાંબુના ઝાડનાં પાંદડાં, છાલ, ઠળિયા બધું જ ઉપયોગી છે. તો ચાલો આપણે સૌ જાણીએ જાંબુના પાનના ફાયદા વિશેની જાણકારી મેળવીએ.

દાંત અને દાંતના પેઢાને મજબૂત બનાવે

જાંબુ ખાવાથી તમારા શરીરમાં મોંઢામાં દાંત અને દાંતના પેઢા માટે ખૂબ જ ફાયદાકારક છે. જાંબુના પાનમાં એન્ટીબેક્ટેરિયલ નામનો ગુણ હોય છે. તે જાંબુના પાનઓનો ઉપયોગ પેઢામાંથી નીકળતું રક્તસ્ત્રાવ રોકવા માટે થાય છે. આ જાંબુના પાંદડાને સૂકવી દેવામાં આવે છે. હવે, આ સૂકાયેલા પાંદડાને પીસીને તેનો પાવડર બનાવી તેને પાઉડર તરીકે વાપરવામાં આવે છે. આ જાંબુના પાનનો પાઉડરનો ઉપયોગ દાંતના પેઢાંમાંથી રક્તસ્રાવ અને દાંતમાં થતા ચેપને રોકવામાં મદદ કરે છે. આ પાઉડર મોંઢામાં થતા અલ્સરની બીમારીમાં સારવાર માટે પણ કામ કરે છે. જાંબુની છાલનો કાઢો બનાવીને તેના કોગળા કરવાથી તમારા દાઢ પરનો સોજો હળવો બને છે અને તમને હલતા દાંત મજબૂત બને છે.

શરીરમાં થતા ડાયાબિટીસમાં ફાયદાકારક

જાંબુ ડાયાબિટીશમાં કારગર ફળ છે. તે વારંવારે પેશાબ જવાની વારંવાર  તરસ લાગવાની  સમસ્યાથી છૂટકારો આપે છે. અને ડાયાબિટીશની લક્ષણોને ઠીક કરે છે. જાંબુમાં લો ગ્લાઇસેમિક હોય છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે. જાંબુના ઝાડના પાન અને છાલ ડાયાબિટીશની દવા માટે પણ ઉપયોગી છે. 

શરીરમાં હાઈ બ્લપ્રેશરને કંટ્રોલ કરે

જાંબુના પાનમાં રહેલ કેટલાક ઔષધીય ગુણો હાઈ બ્લપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જે લોકોને હાઈ બ્લપ્રેશરની સમસ્યા હોય તે લોકોએ જાંબુના પાનનું સેવન કરવું જોઈએ.

સ્કિન અલ્સરની સમસ્યા માટે ફાયદાકારક

સ્કિન અલ્સરની સમસ્યામાં આપણા શરીર પર સોજા આવી જતા હોય છે. હવે, શરીર પર જે જગ્યાએ સોજો આવે ત્યાં અત્યંત દુખાવો થતો હોય છે. જો તમને શરીરમાં સોજા આવતા હોય તો તે જગ્યાએ તમે જાંબુના પાનનો ઉપયોગ કરી તેનો લેપ બનાવીને ત્યાં લગાવો તો તમને સ્કિન અલ્સરની સમસ્યામાં ફાયદો થાય છે.

શરીરમાં રક્ત ભ્રમણ સારું કરે

જાંબુના પાનનો ઉપયોગ કરવામાં આવે અથવા તો જાંબુના પાનનું નિયમિત રીતે સેવન કરવાથી આપણા માનવ શરીરમાં રક્ત ભ્રમણ ખૂબ સારી રીતે થાય છે.

તાવ ઝડપથી મટાડવામાં મદદ કરે

જાંબુના પાનનું સેવન આપણા આયુર્વેદમાં તાવનો ઈલાજ કરવા માટે બતાવ્યું છે. જો તમને તાવ આવ્યો હોય ત્યારે તમે જાંબુના પાનનું સેવન કરો તો તાવ વધતો નથી અને તે ધીરે ધીરે ઓછો થઈ જાય છે. આ રીતે જાંબુના પાનના સેવનથી તાવ ઝડપથી ઉતરી જાય છે.

મોંઢામાં પડેલા છાલા દૂર કરવામાં મદદરૂપ

અમુક લોકોને મોંઢામાં વારંવાર છાલા પડી જતાં હોય છે, એ લોકોએ જાંબુના પાનનું સેવન કરવું જોઈએ. જાંબુના પાનના સેવનથી તમારું પેટ અને પાચનતંત્ર બંને સારું રહે છે. જેથી શરીરની ખરાબ કચરો બહાર નીકળી જાય છે. જાંબુના પાનનું સેવન આ રીતે મોંઢામાં પડેલા છાલા દૂર કરવામાં મદદ કરે છે.

પાચનતંત્ર માટે ફાયદાકારક

આપણા શરીરમાં પાચન સબંધિત સમસ્યામાં છુટકારો મેળવવા માટે જાંબુના પાનનું સેવન ખૂબ જરૂરી છે. જેથી શરીરમાં અપચા જેવી કોઈ સમસ્યા થતી નથી. જાંબુના પાન આપણા શરીરમાં એક ઔષધિ તરીકે કામ કરે છે. જેનું સેવન આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે.

Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. વધુ માહિતી કે જાણકારી માટે નિષ્ણાત કે ડોકટરની સલાહ લેવી.

Exit mobile version