એલોવેરા
આપણા ઘરના વાળામાં કે ગાર્ડનના કોઈ એક ખૂણામાં કાંટાવાળા લાંબા પાંદડા ધરાવતી કોઈ વનસ્પતિ કે નાના છોડ જેવું ઉગેલું જોયું હશે. આપણે સૌ તેની ઉપર ખાસ કોઈ ધ્યાન આપતા હોતા નથી. પરંતુ, તેના મહત્વ વિશે જાણીશું તો ખૂબ જ નવાઈ લાગશે. આ વનસ્પતિને “એલોવેરા”કહેવામાં આવે છે.
એલોવેરા અથવા કુંવારપાઠું એ આર્યુવેદિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો પાક ગણાય છે. આ એલોવેરાનો ઉપયોગ અનેક વિવિધ પ્રકારની કોસ્મેટિક વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. આ એલોવેરામાં રહેલા ઔષધીય ગુણોને કારણે તેનો અનેક પ્રકારની ઔષધીમાં ઉપયોગ કરવામાં આવે છે.
એલોવેરા જેલ
એલોવેરામાં વચ્ચેનો ભાગ જેલ કે જે માવા તરીકે ઉપયોગ થાય છે, તે ખૂબ જ મહત્વનો ભાગ છે. આ એલોવેરા જેલનો ઉપયોગ અનેક પ્રકારની ઔષધી બનાવવા માટે કરવામાં આવે છે. આ એલોવેરા જેલમાં 99% ભાગ પાણીનો અને એક ટકા ભાગ ઘનતત્વોનો હોય છે. જે એલોવેરામાં મિનરલ્સ વિટામિન અને ક્ષારીય તત્વો રહેલા હોય છે. આથી એલોવેરા જેલનો ઉપયોગ ભોજનમાં પણ કરી શકાય છે.
એલોવેરાની જેલ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. જે રીતના સ્કીન પ્રોડક્ટની આપણે સૌ વાત કરીએ છીએ. તો સ્કીનના રોગોની સારવાર માટે પણ આપણે સૌ આ એલોવેરા જેલનો ઉપયોગ કરી શકીએ છીએ. એલોવેરામાંથી અલગ-અલગ પ્રકારના પાવડર અને દવાઓ પણ બનાવી શકાય છે. આ ઉપરાંત, આજકાલ બજારમાં વધારે પડતો એલોવેરાનો ઉપયોગ મોટાભાગે કોસ્મેટિક વસ્તુઓ બનાવવા માટે થાય છે.
એલોવેરા તેલ
એલોવેરા તેલ એ આપણા શરીર અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરા તેલમાં ઘણા એવા પૌષ્ટિક તત્વો મળી આવે છે, જે તમારા સુંદર વાળને થતાં નુકસાનથી બચાવે છે. આ સાથે જ એલોવેરા તેલમાં રહેલા ગુણ દાઝયા હોય કે કંઈ ઈજા થઈ હોય એ ઘાને ઝડપથી રૂઝાવવામાં પણ મદદ કરે છે. જો તમને મચ્છર કરડ્યું હોય અને તે જગ્યાએ તમને સોજો કે દુખાવો થતો હોય તો આ સ્થિતિમાં પણ એલોવેરા તેલ લગાવવાથી ખૂબ ફાયદો થઈ શકે છે.
એલોવેરા તેલ કેવી રીતે બનાવવુ
તમે એલોવેરાના પાનને સૌથી પહેલા લેવા. તે પાનને સારી રીતે ધોઈ લેવા તેના બંને તરફની કાંટાળી બાજુઓને દૂર કરવી. જેથી તે પાન પર કાંટા ન રહે. હવે, આ પાનના બે ભાગ કરો અને તે પાનમાંથી જેલ કાઢો. હવે, બીજા વાસણમાં તે જેલ જેટલી જ સરખી માત્રામાં નાળિયેરનું તેલ ઉમેરવું. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ગેસ પર એક કડાઈમાં ઉકાળો. જ્યારે આ મિશ્રણનો કલર બ્રાઉન થવા લાગે ત્યારે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. આ રીતે તમે એલોવેરા તેલ તૈયાર કરી શકો છો.
એલોવેરા તેલનો ઉપયોગ
આ એલોવેરા તેલ તમે માથાનાં વાળમાં લગાવી શકો છો.
આ એલોવેરા તેલ ચહેરા પરના ખીલ પર લગાવી શકાય છે.
આ એલોવેરા તેલનો ઉપયોગ તમારી ત્વચા અથવા તો માથાના વાળમાં કરી શકાય છે.
જો તમને આ એલોવેરા તેલના ઉપયોગથી એલર્જીના ચિહ્નો દેખાય તો તેનો ઉપયોગ કરશો નહીં.
Read more: https://takshlifes.com/benefits-of-eating-spiny-gourd/
એલોવેરા જ્યુસના ફાયદા
એલોવેરા તેમાં રહેલા ગુણધર્મોને કારણે આયુર્વેદમાં એક ઔષધીય વનસ્પતિ તરીકે જાણીતું છે. એલોવેરાનું જ્યુસ શરીરના સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે ઉત્તમ છે. આપણા બધાના ઘરે એલોવેરા પ્લાન્ટ ઉગાડવામાં આવતા હોય છે. અમુક આયુર્વેદિક દવાઓમાં એલોવેરાનો રસ ઉપયોગમાં લેવાય છે. આયુર્વેદમાં સદીઓથી એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરામાં આવશ્યક પોષક તત્વોનું ઉચ્ચ સ્તર હોય છે. અહીં, એલોવેરા જ્યુસના અદ્ભુત સ્વાસ્થ્ય ફાયદા નીચે મુજબ છેઃ
વિટામિન સીનો સ્ત્રોત
એલોવેરાના રસમાં એ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત હોય છે. આ વિટામિન સી વ્યક્તિના એકંદર સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. કારણ કે તેમાં કુદરતી એન્ટીઑકિસડન્ટ હોય છે અને તે શરીરમાં બળતરા સામે લડવામાં મદદ કરે છે. એલોવેરામાં રહેલા વિટામીન સી થી આપણા શરીરને વિવિધ પ્રકારના વિશિષ્ટ લાભ થતા હોય છે. એલોવેરા વ્યક્તિને થતા કાર્ડિયોવેસ્ક્યુલર રોગના જોખમને ઘટાડે છે. તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ સુધારે છે. આ ઉપરાંત, બીજા ઘણા ફ્રૂટ અને શાકભાજી જેમ કે, નારંગી, લીલા મરી, બ્રોકોલી અને ટામેટાના રસમાંથી વિટામિન સી કુદરતી રીતે મળે છે.
શરીરને હાઇડ્રેટેડ રાખે
કોઈપણ વ્યક્તિ દિવસ દરમિયાન પુષ્કળ પ્રવાહી પીવાથી તે શરીરને હાઇડ્રેટેડ રાખી શકે છે. જો તે જ સમયે, એલોવેરાનો રસ ખાંડવાળા પીણાં અને ફળોના રસમાં ઓછી કેલરી હોવાથી તે શ્રેષ્ઠ બની શકે છે. જો કે, તેમાં ઉમેરેલી ખાંડ અને અન્ય ઘટકો માટે લેબલીંગ તપાસવું ખૂબ જ જરૂરી છે.
કબજિયાતમાં ફાયદાકારક
જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તેઓ કુદરતી ઔષધિ તરીકે એલોવેરા જ્યુસનો ઉપયોગ કરી શકે છે. આ એલોવેરા છોડના બહારના ભાગમાં એન્થ્રાક્વિનોન્સ નામના સંયોજનો હોય છે અને એલોવેરામાં રેચક ગુણની અસર હોય છે આ કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે એલોવેરા જ્યુસનું સેવન કરવું જરૂરી છે.
લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરે
એલોવેરા એ પ્રિડાયાબિટીસ અને ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. લોકોના આ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં તેના ‘કેટલાક સંભવિત લાભો’ છે. આ એલોવેરા જ્યુસ સાથેના પૂરક ઉપવાસમાં ભાગ લેનાર લોકોના લોહીમાં શર્કરાના સ્તરને સુધારવામાં મદદ કરે છે. ડાયાબિટીસ પર એલોવેરા જ્યુસની અસરોને મોટે ભાગે થતી હોય છે.
પેટના અલ્સરને અટકાવે
એલોવેરાનો રસ પીવાથી ખોરાક સરડતાથી પાચન થઈ જાય છે. જેમ કે, એલોવેરા જ્યૂસ પેટના અલ્સરની ઘટાડી અને શરીરના પાચનમાં સુધારો કરે છે. એલોવેરાના રસમાં ઘણા બળતરા વિરોધી સંયોજનો હોય છે, જેમ કે, વિટામિન સી, આ ખોરાકના પાચનમાં મુખ્ય ફાળો આપે છે.
એલોવેરાનું જ્યૂસ કેટલા દિવસ પીવું જોઈએ
જો તમે દરરોજ એલોવેરાનું જ્યુસ પી શકો છો. પરંતુ, આ જ્યુસ પીવું એ તમારા પર નિર્ભર કરે છે કે તમે કેટલા પ્રમાણમાં આ જ્યૂસ પી રહ્યાં છો. તમે દરરોજ એલોવેરા જ્યૂસ પીવો એ પણ ઠીક છે. પરંતુ, જ્યારે તમે તે જ્યુસ 2-4 ચમચી જ પી રહ્યાં હોવ તો શરૂઆતમાં તમારે 2 ચમચી જ્યૂસ જ પીવું જોઈએ અને તે જ્યુસ તમારું શરીર તેને કેવી રીતે પચાવે છે તે જોવું જોઈએ. જો તમે વધુ પ્રમાણમાં એક સાથે એલોવેરાનું જ્યુસ પીઓ છો તો તે પણ તમારા શરીરને નુકસાન થઈ શકે છે.
એલોવેરા જ્યૂસ કયા સમયે પીવું જોઈએ
હવે, આ એલોવેરા જ્યૂસ પીવાનો કોઈ ખાસ સમય નક્કી નથી. જ્યારે અમુક લોકો સવારે ખાલી પેટ એલોવેરાનો જ્યુસ પીવે છે તો અમુક લોકો જમ્યા પહેલા એલોવેરા જ્યુસ પીવે છે. અહીં ઘણી વખત જે લોકોને એસિડ બને છે એટલે કે એસિડિટીના સમસ્યા હોય છે તે લોકો રાત્રે એલોવેરા જ્યૂસ પીવાનું પસંદ કરે છે.
એલોવેરાનું જ્યૂસ કેવી રીતે પીવું જોઈએ
એલોવેરાનું જ્યૂસ અમુક લોકો 2-4 ચમચી પીવે છે. જો કે 4 ચમચી એલોવેરા જ્યૂસ અને 4 ચમચી પાણીમાં મિક્સ કરીને પીવું જોઈએ. અહીંયા ઘણી વખત લોકો એલોવેરા અને આંબળાનો જ્યૂસ મિક્સ કરીને પણ પીતા હોય છે. જો તમે આવી રીતે પીવો છો તો આંબળા કરતાં એલોવેરાનું પ્રમાણ બમણું રાખો. આ રીતે બંને મિક્સ કરીને પીવાથી બમણો ફાયદો થાય છે. આ એલોવેરા જ્યૂસ પીવાથી પણ વધુ ફાયદો થાય છે.
એલોવેરાની ઔષધીય ઉપયોગીતા
એલોવેરાની અગત્યતાની વાત કરીએ તો એલોવેરા જેલમાં રહેલ તત્વમાં એલોઈનમાં રેચક ગુણ હોય છે. આ ઉપરાંત, એલોવેરાના જેલનો સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં ખુબ ઉપયોગ થાય છે. એલોવેરાના રસનું મુખ્ય રાસાયણિક તત્વ બારબોલીન છે, જે સ્વાદમાં ખૂબ જ કડવું હોય છે. આ એલોવેરાનો રસ સુકાતાં ઘટ્ટ કથ્થઈ રંગનો પદાર્થ મળે છે, જે પદાર્થને એલોઈન, એળિયો કે મુસાબારના નામે ઓળખવામાં આવે છે.
આયુર્વેદીક ચિકિત્સા પદ્ધતિમાં એલોવેરામાંથી સ્ત્રીરોગમાં ઉપયોગી એવી ઔષધીયો બનાવવામાં આવે છે. આ ઉપરાંત, એલોવેરા એ બરોડ યકૃત તથા અન્ય ગ્રંથીઓની વૃધ્ધીમાં, તાવ, દાહ તેમજ કેન્સરમાં ઉપયોગી છે. એલોવેરામાં રહેલ સક્રિય તત્વો આપણા શરીરમાં લોહી સંબંધિત રોગને પણ દૂર કરે છે અને શરીરમાં લોહીને શુદ્ધ કરે છે. આથી દરેક જગ્યાએ બજારમાં એલોવેરાનું જ્યુસ ખૂબ જ પ્રચલિત છે. જો કે આપણે આયુર્વેદિક ડોક્ટરની સલાહ વગર કોઈપણ પ્રકારની ઔષધીય દવા ન લેવી જોઈએ. પરંતુ, આ એલોવેરા જ્યુસથી શરીરને કોઈ આડઅસર થતી નથી. પરંતુ, એલોવેરા જ્યુસના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે.
એલોવેરા શ્રેષ્ઠ ઔષધી છે
આ એલોવેરાનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોની સાથે ઔષધીયરૂપે પણ કરી શકાય છે. આ એલોવેરાને સૌથી મોટી એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક તરીકે માનવામાં આવે છે. આ એલોવેરા એ લગભગ 5,000 વર્ષ જુની રામબાણ ઔષધી છે. આ એલોવેરાનું વાનસ્પતિક નામ ધૃતકુમારી કે કુંવારપાઠુ છે. આ એલોવેરાને “સંજીવની છોડ” પણ કહેવામાં આવે છે. આ એલોવેરાની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી અમુક જ અથવા તો કેટલીક જ ઔષધીય ગુણોથી પરિપુર્ણ હોય છે. આ બધી અલોવેરાની પ્રજાતિઓમાંથી એક સૌથી વધારે પ્રભાવશાળી છે, તે પ્રજાતિ બાર્બાડેન્સીસ મીલર નામથી ઓળખાય છે. આપણા માનવ શરીરને 21 એમિનો એસિડની જરૂર હોય છે. જેમાંથી 18 એમિનો એસિડ જ માત્ર એલોવેરામાંથી મળી શકે છે.
આપણા શરીરને એલોવેરા જ્યુસમાંથી કેલ્શિયમ, સોડિયમ, આર્યન, પોટેશિયમ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, મેગેનીઝ, તાંબુ અને જસત વગેરે ખનીજ તત્વો મળે છે.
એલોવેરાના ફાયદા
એલોવેરાનું સેવન શરીરમાં પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે આ સાથે જ તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દુર કરવાની ક્ષમતા ધરાવે છે.
એલોવેરા જેલ લગાવવાથી ચહેરા પરના અથવા તો શરીર પરના સ્ટ્રેચ માર્ક્સને દૂર થાય છે.
એલોવેરામાં રહેલા 13 કુદરતી તત્વ છે. જે તમારા શરીરને કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર શરીરમાં થતા બળતરા અને સોજાને રોકે છે. તમે કોઈપણ જાતના સાઈડ ઈફેક્ટ વગર દરરોજ એલોવેરાનું જ્યૂસ પી શકો છો.
એલોવેરા જેલનો ઉપયોગ મસાજ કરવામાં થાય છે. આ જેલથી મસાજ કરવાથી તમારી સ્કિન ગ્લો કરે અને સ્કિનમાં નેચરલ નિખાર અને સુંદરતા આવે છે.
એલોવેરા તમારા શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે. એલોવેરામાં વિટામિન એ,બી,સી,ડી અને કેટલીક જાતના મિનરલ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. જો તમારે અનેક પ્રકારના રોગોથી બચવું હોય તો નિયિમિત એલોવેરા જ્યૂસ પીવું જરૂરી છે.
એલોવેરા તમારા પાચનતંત્રને તંદુરસ્ત રાખવામાં રામબાણ ઈલાજ છે. એવા આ એલોવેરામાં કુદરતી ઝેરને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે.
એલોવેરામાં રહેલા તત્વો જેવા કે 18 ધાતુ, 15 એમિનો એસિડ અને 12 વિટામીન હાજર હોય છે. જે શરીરમાં લોહીની ઉણપને દૂર કરે અને શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
એલોવેરાનું જ્યુસ પીવાથી ગર્ભાશયના રોગો તથા પેટના વિકારોને દૂર થાય છે.
એલોવેરા જ્યૂસ બ્લડશૂગરને કંટ્રોલ કરવામાં એક ચમત્કારી દવા તરીકે કામ કરે છે. દરરોજ સવારે એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે.
એલોવેરા શરીર પરના ઘા, છોલાયેલી ત્વચા, તડકાની બળતરા અને ખંજવાળને ઓછી કરવામાં મદદ કરે છે.
જો તમને કાનમાં સખત દુખાવો થતો હોય તો કાનમાં એલોવેરાના રસના કેટલાક ટીપાં નાખવાથી તમને દુખાવામાં તરત રાહત મળે છે.
એલોવેરા એ અસ્થમા-દમની સમસ્યામાં પણ રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.
એલોવેરા એ વાળ માટે એક વરદાન સ્વરૂપ છે. એલોવેરા જેલને વાળ ધોતી વખતે તમે થોડાક સમય માટે વાળના મૂળિયામાં મસાજ કરો અને થોડીક વાર માટે રહેવા દો ત્યાર બાદ વાળને ધોઈ નાખો. આમ કરવાથી તમારા વાળ મુલાયમ, ચમકીલા અને સ્વસ્થ બને છે. આ એલોવેરા જેલ એ એક ઉત્તમ હેર કંડીશનર છે.
એલોવેરાનો રસ એક ગ્લાસ ઠંડા નારિયેળ પાણીમાં બેથી ચાર ચમચી ભેળવીને પીવાથી તમારા શરીરને ઠંડક મળે છે.
એલોવેરાનો નિયમિત ઉપયોગ કરવાથી જે લોકોને ટાલ પડવાની સમસ્યા છે તે દૂર કરે છે.
એલોવેરા મચ્છરો સામે ત્વચાની સુરક્ષા કરે છે.
જે લોકો અલ્સરથી પરેશાન હોય છે તેમના માટે એલોવેરા અત્યંત કારગર સાબિત થાય છે.
દરરોજ થોડી માત્રામાં એલોવેરાનું જ્યૂસ પીવાથી શરીરનું વજન નિયંત્રણમાં રહે છે.
એલોવેરા એ સાંધાના દુખાવામાં પણ અત્યંત ફાયદાકારક છે. એલોવેરાની જેલને ઘઉંના લોટમાં મિક્ષ કરીને તેની બાટી બનાવીને ખાવાથી પગના સાંધાના દુખાવાની સમસ્યા જડમૂળથી દૂર થઈ જાય છે.
એલોવેરા એ તમારા સ્વસ્થ અને સ્વચ્છ દાંત માટે તેમજ તમારા મોં અને પેઢા માટે ખુબ ફાયદાકારક છે.
શરીરની સ્કીનને સ્મુધ બનાવવા માટે એક એલોવેરા સ્લાઈસ લઈને શરીર પર હળવા હાથે રગડો અને થોડી વાર પછી શાવર લો. આમ કરવાથી સ્કીન એકદમ સ્મુધ થઈ જાય છે.
જો તમને વધુ કામ કરવાથી થાક લાગી જાય છે અથવા તો તમારું શરીર કમજોરી અનુભવે છે તો દરરોજ થોડી માત્રામાં એલોવેરા જ્યુસનું સેવન કરવું જરૂરી છે.
Read more : https://takshlifes.com/benefits-of-eating-banana/
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જ્ઞાન આધારિત છે. જેની વિસ્તૃત જાણકારી માટે યોગ્ય તજજ્ઞની મુલાકાત લેવી.