કંકોડા
કંકોડા એ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં થાય છે. આ આપણા ભારતીય બજારમાં ચોમાસામાં વધુ જોવા મળે છે. કંકોડામાં ઘણા એવા પોષકતત્ત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જેના કારણે આ કંકોડાની ખેતીની શરૂઆત દુનિયાભરમાં શરૂ થઈ ગઈ છે. કંકોડાની ખેતી મુખ્યરૂપે ભારત દેશના પર્વતીય ક્ષેત્રોમાં થાય છે.
કંકોડા એ લીલા રંગની દેખાતી ખૂબ જ સ્વાસ્થવર્ધક એવી એક શાકભાજી છે. આ કંકોડા ચોમાસાની ઋતુમાં થતા હોવાથી ચોમાસાની શાકભાજી તરીકે ઓળખવામાં આવે છે. કંકોડાના સેવનના અનેક સ્વાસ્થ્ય ફાયદા હોવાના કારણે તેને સૌથી શક્તિશાળી શાકભાજીમાંથી એક ગણવામાં આવે છે. બધા લોકો કંકોડાને દુનિયાની સૌથી પૌષ્ટિક અને પાવરફુલ શાકભાજી કહે છે.
આજકાલના મોર્ડન યુગના જમાનામાં જંકફૂડનો ક્રેજ એટલો બધો વધી ગયો છે કે લોકો પોતાના શરીરને જરૂરી તાકાત આપનાર સબ્જી, દાળનું સેવન ઓછું કરે છે. પરંતુ, ખૂબ જ ઓછા લોકો એવું જાણતા હોય છે કે કેટલીક શાકભાજીઓ એવી હોય છે, જેનું સેવન ઋતુ પ્રમાણે કરવાથી તેનો ખૂબ જ ફાયદો થાય છે. અહીં, આ એવી જ એક શાકભાજી છે કંકોડા. આ કંકોડાને દુનિયાની સૌથી વધુ તાકતવર સબ્જી ગણવામાં આવે છે. આ કંકોડાનો ઔષધિના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ કંકોડાની સબ્જીમાં એટલી તાકાત હોય છે કે તેનું માત્ર ઋતુ અનુસાર સેવન કરવાથી જ તમારું શરીર તંદુરસ્ત બની જાય છે. આ કંકોડાને મીઠા કારેલાના નામથી પણ ઓળખવામાં આવે છે.
દરેક વ્યક્તિ પોતાના દરરોજના ડાયટ પ્લાનમાં કંકોડાને સામેલ કરો છો તો તે તમારા શરીરમાં બીજા તત્વો અને ફાઈબરની ઉણપને પણ દૂર કરે છે. કંકોડા એટલે મીઠા કારેલા. આ કંકોડાને શરીર માટે સેહતમંદ ગણવામાં આવે છે. આયુર્વેદમાં પણ કંકોડાને સૌથી વધુ તાકાતવર સબ્જીના રૂપમાં ગણવામાં આવે છે.
કંકોડા ખાવાના ફાયદા
કંકોડાની જેમ બીજા ઘણાં ફળ અને શાકભાજી પણ મોસમી હોય છે, જેનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણાં ફાયદા થાય છે. કંકોડા એ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. જેને હિન્દીમાં કંટોલા અથવા કંકોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કંકોડા શાકભાજી આપણા સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયક છે અને તેનું વિવિધ પ્રકારે સેવન કરી શકાય છે. આયુર્વેદમાં આપના પ્રાચીન ભારતમાં કૃષિ મંડળીઓ દ્વારા આ કંકોડાના અસંખ્ય સ્વાસ્થ્યના લાભો ઓળખાવ્યા છે. હવે, આ કંકોડાને ખાવાની રીત પણ જુદી જુદી હોય છે. કંકોડાને તમે ફ્રાય કરી શકો છો, તેની સબ્જી બનાવી શકો છો, તેના ભજીયા બનાવી શકો છો અને તેને સ્ટાર્ટરની જેમ બનાવીને પણ ખાઈ શકો છો. કંકોડાનું જ્યુસ બનાવીને પી શકો છો. તો ચાલો કંકોડા ખાવાના ફાયદા વિશે જાણીએ.
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે
કંકોડાનું તાજુ જ્યુસ બનાવીને પીવાથી શરીરમાં બ્લડપ્રેશરને નિયમિત કરવામાં મદદ મળે છે. કંકોડામાં હાજર એન્ટિ-લિપિડ પેરોક્સિડેટિવ ગુણધર્મો હોય છે, જે શરીરમાં ધમનીની દિવાલો અને તેમા થયેલ તુટફુટને સુધારવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
કંકોડા એ ઓછી કેલરીવાળી શાકભાજી હોવાથી તેનું સેવન શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. કંકોડાના સેવનથી શરીરમાં સારી માત્રામાં ભેજ આવે છે.
સામાન્ય ચેપ અટકાવે
કંકોડામાં શરીરને લાગતા સામાન્ય વાયરલ ચેપને અટકાવવાની ક્ષમતા છે. જે શરીરમાં શરદી અને ફેફસાના અન્ય ચેપનું કારણ બને છે. કંકોડામાં એન્ટી-એલર્જિક, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી નામના ગુણો પણ છે.
કિડની સ્વસ્થ રાખે
કંકોડા ખાવાથી કિડનીમાં થતા પથરીની સમસ્યાઓ ઘટાડે છે અને કિડની અને મૂત્રાશયમાંથી પત્થરોને અસરકારક રીતે દૂર કરે છે.
આંખની દ્રષ્ટિ વધારે
કંકોળામાં રહેલ વિટામિન એ મુખ્ય પોષક તત્વો છે. તેથી, આ કંકોડાની શાકભાજીમાં વિટામિન એ ભરપૂર હોવાથી તે આંખોની દૃષ્ટિ સુધારવામાં મદદ કરે છે.
મુક્ત રેડીકલ
શરીરમાં મુક્ત રેડિકલ્સ આપણા શરીરમાં વધતા કોષોના વિકાસ અને અસ્તિત્વમાં અવરોધે છે. તેથી, આ કંકોડામાં રહેલ હાજર એન્ટીઑકિસડન્ટો અને ફલેવોનોઈડ્સ આ મુક્ત રેડિકલને શરીરમાંથી બહાર કાઢી શકે છે. જેના કારણે વ્યક્તિના આયુષ્યમાં વધારો થાય છે. કંકોડાની સેવન લીવરનું રક્ષણ કરે છે અને શરીરમાં થતો ચરબીનો સંચય અટકાવે છે.
વૃદ્ધત્વ વિરોધી ગુણ
કંકોડામાં વૃદ્ધત્વ વિરોધી ગુણ હોય છે. કંકોડા રહેલા બીટા કેરોટિન, લ્યુટિન, ઝેન્થાઇન્સ વગેરે જેવા ગુણો હોય છે, જે તમારી ત્વચાને સ્વસ્થ, સારી અને તેમાં નિખાર લાવવામાં મદદ કરે છે.
પેપ્ટીક અલ્સર
પેપ્ટીક અલ્સર એ એક પ્રકારનો ઘા છે. જે સામાન્ય રીતે પેટની અંદર અસ્તર, નીચલી અન્નનળી અને નાના આંતરડાના બળતરાના પરિણામે રચાય છે. પેપ્ટીક અલ્સર અને મસા માટે મસાલા વિનાની વગરની આ કંકોડાની શ્રેષ્ઠ છે.
મગજના વિકાસ માટે
આ કંકોડાની શાકભાજીમાં શરીર માટે રક્ષણાત્મક ગુણધર્મો હોય છે અને તે મગજના કોષોને વિકસિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, કંકોડાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ત્વચાની સમસ્યામાં રાહત આપે
આપણને ત્વચાની ઘણી સમસ્યાઓ હોય છે, જેનાથી કેટલાક લોકો જીવનભર પરેશાન રહે છે. કંકોડાના શેકેલા બીજ ખરજવું અને ત્વચા સબંધિત અન્ય મુશ્કેલીઓમાં ફાયદો આપે છે.
આ કંકોડાની શાકભાજી આખા વર્ષ દરમિયાન બજારમાં મળતી હોતી નથી. પરંતુ, જ્યારે આ કંકોડા ચોમાસાની ઋતુમાં થાય છે ત્યારે તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ કંકોડા ખાવાથી માથાના વાળથી લઈને પગના નખ સુધી અનેક ઘણા ફાયદાઓ થાય છે.
Read more : લીલાં મરચાંના ફાયદા https://takshlifes.com/benefits-of-green-chilies/
કંકોડાના ફાયદા
આ કંકોડામાં એટલી તાકાત હોય છે કે તેનો થોડા જ દિવસ તેનું સેવન કરવાથી તમારું શરીર સ્વસ્થ થઈ જાય છે. આ શાકભાજીનું નામ છે કંકોડા. આ કંકોડાની શાકભાજીને મીઠા કારેલાના નામથી પણ ઓળખવામાં આવે છે. કંકોડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. આ કંકોડામાં મીટથી 50 ગણી વધારે તાકાત અને પ્રોટીન હોય છે. કંકોડાની ખેતી દુનિયાભરમાં દરેક જગ્યાએ શરૂ થઈ ગઈ છે. કંકોડાના મુખ્ય રૂપથી ભારતના પર્વતીય ક્ષેત્રમાં ખેતી કરાય છે.
શરીરમાં શરદી-ખાંસી મટાડે
કંકોડામાં રહેલ પોષક તત્વો જેવા કે એંટી એલર્જન અને એનાલ્જેસિક શરદી ખાંસીથી તમને રાહત આપે છે અને તેને વધારે થતી રોકવામાં ખૂબ મદદ કરે છે.
શરીરમાં પાચનક્રિયાને મજબૂત બનાવે
જો તમે આ કંકોડાની સબ્જી બનાવીને ખાવા નહી ઈચ્છતા તો તેનું અથાણું બનાવીને પણ ખાઈ શકો છો. આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે આ કંકોડાને ઔષધિના રૂપમાં પ્રયોગ કરે છે. આ કંકોડાનું સેવન શરીરમાં પાચનક્રિયાને તંદુરસ્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
શરીરમાં બીપીને કંટ્રોલ કરે
કંકોડામાં રહેલ મોમોરડીસિન નામનું તત્વ ફાઈબરની વધારે માત્રા માટે રામબાણ ઈલાજ છે. આ કંકોડામાં રહેલું મોમોરેડીસિન તત્વ એંટીઓક્સીડેંટ, એંટીડાયબિટીજ અને એંટીસ્ટેર્સની રીતે કામ કરે છે. આથી, કંકોડા એ વજન અને હાઈ બ્લ્ડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.
શરીરનું વજન ઘટાડે
કંકોડા એ પ્રોટીન અને આયરનથી ભરપૂર હોય છે જ્યારે તેમાં કેલોરી ઓછી માત્રામાં હોય છે. જો તમે 100 ગ્રામ કંકોડાની સબ્જીનું બનાવીને ખાવ છો તો તમને 17 કેલેરી મળે છે. જેનાથી તમારા શરીરનું વજન ઘટે છે, આ લોકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
કંકોડા ખાવાના ફાયદા
આ કંકોડાની શાકભાજી સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પ્રોટીનથી પણ ભરપૂર હોય છે. કંકોડાને ઋતુ દરમિયાન દરરોજ ખાવાથી તમારું શરીર તાકાતવર બને છે. કંકોડામાં મીટ કરતાં 50 ગણી વધુ તાકાત અને પ્રોટીનયુક્ત હોય છે. કંકોડામાં રહેલ ફાઈટોકેમિકલ્સ સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ મદદ કરે છે. આ કંકોડા એંટીઓક્સીડેંટથી ભરપૂર સબ્જી છે. આ કંકોડાનું સેવન શરીરને સાફ રાખવામાં ખૂબ મદદ કરે છે. તો નીચે મુજબ કંકોડાના ફાયદા વિશે જાણો.
પાચનક્રિયા સુધરે
કંકોડાની સબ્જીનું સેવન તમે નથી કરતા તો તેનું અથાણું બનાવીને પણ કંકોડાનું સેવન કરી શકો છો. અહીં, આયુર્વેદમાં ઘણા એવા રોગોની સારવાર માટે કંકોડાનો ઔષધિના રૂપમાં ઉપયોગ કરે છે. આ કંકોડા શરીરમાં પાચનક્રિયાને તંદુરસ્ત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.
વજન ઘટાડવામાં સક્ષમ
કંકોડામાં રહેલ પ્રોટીન અને આયરન ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે તેમાં કેલેરી ઓછી માત્રામાં હોય છે. જો 100 ગ્રામ કંકોડાની સબ્જીનું સેવન કરો છો તો 17 કેલેરી જેટલી મળે છે. જેથી, કંકોડાનું સેવન શરીરમાં વજન ઘટાડવામાં લોકો માટે આ એક સારો વિકલ્પ છે.
હાઈબ્લડ પ્રેશરને દૂર કરે
કંકોડામાં હજાર રહેલ મોમોરડીસિન નામનું તત્વ હોય છે તેમજ તેમાં ફાઈબરની વધુ પ્રમાણ શરીર માટે રામબાણ ઈલાજ છે. કંકોડામાં રહેલ મોમોરેડીસિન નામનું તત્વ એંટીઓક્સિડેંટ, એંટીડાયબિટીઝ અને એંટીસ્ટેરસની જેમ કામ કરે છે અને હાઈ બ્લડ પ્રેશરને દૂર કરે છે.
કેંસરથી બચાવે
કંકોડામાં રહેલ લ્યુટેન જેવા કેરોટોનોઈડસ શરીરમાં થતા વિભિન્ન આંખના રોગ, હદય રોગ અને કેંસરની સારવારમાં મદદ કરે છે.
ડાયાબિટિસને નિયંત્રણમાં રાખે
આ કંકોડાનું સેવન ડાયાબિટિસના દર્દીને બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે. કંકોડામાં પ્લાન્ટ ઈંસુલિન વધારે પ્રમાણમાં હોય છે. કંકોડામાં ફાઈબર અને પાણીની માત્રા ભરપૂર હોય છે. જેના કારણે આ કંકોડાનું સેવન ડાયાબિટિસના દર્દીઓ માટે એક સારો વિકલ્પ છે. આ કંકોડા શરીરમાં ઈમ્યૂનિટી વધારે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડે
આ કંકોડાને ઘણી જગ્યાએ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. કંકોડામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે શરીરના આંતરડાને મળની સાથે સાફ કરે છે એ સાથે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને પણ દૂર કરે છે.
Disclaimer: આ ઉપરોક્ત આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ પ્રકારની માહિતીને ધ્યાનમાં લઈ શકાય છે. પરંતુ, આ માહિતી વિશે સચોટ અને વધારે ઉંડાણપૂર્વક જાણવા માટે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે નિષ્ણાતની સલાહ લેવી.