Surya Grahan 2024
આ 2024 ના વર્ષમાં ધુળેટીના દિવસે ચંદ્રગ્રહણ થયું હતું. જે આપણા ભારત દેશમાં દેખાયું ન હતું, તેથી જ આપણા ભારત દેશમાં ગ્રહણના સૂતક કાળના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. હવે, થોડા જ દિવસોમાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ 2 ઓક્ટોમ્બરે નવરાત્રિ પહેલા થવા જઈ રહ્યું છે. આ ગ્રહણને ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ, અમુક લોકો દ્વારા ગ્રહણને અશુભ માનવામાં આવે છે. તો આવી સ્થિતિમાં, આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે તે વિશે જાણીએ.
2 ઓક્ટોબર, 2024નું સૂર્યગ્રહણ
2 ઑક્ટોબરે થઈ રહેલા આ વલયાકાર સૂર્યગ્રહણને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ એક વલયાકાર સૂર્યગ્રહણ હશે, જેમાં ગ્રહણ દરમિયાન આકાશમાં અગ્નિની રીંગ દેખાશે એટલે કે સૂર્યનો આકાર એવો દેખાશે.
2 ઓક્ટોબર, 2024ના રોજ સૂર્યગ્રહણ 0.9326ની તીવ્રતાની સાથે ચંદ્રના ઉતરતા નોડ પર એક વલયાકાર સૂર્યગ્રહણ થશે. હવે, આ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર એ પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે. જેના કારણે પૃથ્વી પર રહેતા લોકો માટે સૂર્યની છબી સંપૂર્ણપણે અથવા તો આંશિક રીતે અસ્પષ્ટ થઈ જાય છે, એટલે કે દેખાતી નથી. આ વલયાકાર સૂર્યગ્રહણ ત્યારે થાય છે, જ્યારે આ ચંદ્રનો દેખાતો વ્યાસ સૂર્ય કરતા નાનો હોય છે. જે સૂર્યપ્રકાશના મોટાભાગના પ્રકાશને અવરોધે છે અને તે સૂર્યને એન્યુલસ (રિંગ) જેવો દેખાય છે. આ વલયાકાર સૂર્ય ગ્રહણ પૃથ્વીના હજારો કિલોમીટર પહોળા વિસ્તારમાં આંશિક ગ્રહણ તરીકે પણ દેખાય છે. (2 ઓક્ટોબર, 2024 ના રોજ , 20:40 UTC પર), આ ચંદ્રનો દેખાતો વ્યાસ નાનો હશે.
સૂર્યગ્રહણનો સમય અને તારીખ
બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર 2024ને બુધવારના રોજ અમાસના રોજ રાત્રે થવા જઈ રહ્યું છે. આ દિવસે સૂર્યગ્રહણ રાત્રે 9:13 વાગે શરૂ થશે અને સવારે 3:17 વાગે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો લગભગ 6 કલાક અને 4 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ કન્યા રાશિ અને હસ્ત નક્ષત્રમાં થવાનું છે.
સૂર્યગ્રહણ ગ્રહણનો પ્રકાર
કુદરત વલયાકાર
ગામા -0.3509
તીવ્રતા 0.9326
મહત્તમ ગ્રહણ
અવધિ 445 સે (7 મિનિટ 25 સે)
કોઓર્ડિનેટ્સ 22°સે 114.5°W
મહત્તમ બેન્ડની પહોળાઈ 266 કિમી (165 માઇલ)
ટાઇમ્સ ( UTC )
મહાન ગ્રહણ 18:46:13
સંદર્ભો
સરોસ 144 (70 માંથી 17)
કેટલોગ # (SE5000) 9562 છે
ગ્રહણ ઋતુ
આ બધા જે ગ્રહણ થાય છે,જે ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ એ ગ્રહણની મોસમનો એક ભાગ ગણવામાં આવે છે. આ ગ્રહણનો એક સમયગાળો હોય છે, જે લગભગ દર છ મહિને, જ્યારે ગ્રહણ થાય છે. ત્યારે દર વર્ષે માત્ર બે અથવા તો ક્યારેક ક્યારેક ત્રણ ગ્રહણ થાય છે. આ ગ્રહણની દરેક ઋતુ લગભગ 35 દિવસ સુધી ચાલે છે અને જે છ મહિના એટલે કે લગભગ 173 દિવસ પછી પુનરાવર્તિત થાય છે. આમ, આ દર વર્ષે બે પૂર્ણ ગ્રહણ ઋતુઓ હંમેશા આવે છે. દરેક ગ્રહણ ઋતુમાં બે કે ત્રણ ગ્રહણ તો થાય જ છે. નીચેના ક્રમમાં, દરેક ગ્રહણને પખવાડિયાથી અલગ કરવામાં આવે છે.
સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024ની ગ્રહણની ઋતુ
18 સપ્ટેમ્બર એસેન્ડિંગ નોડ (પૂર્ણ ચંદ્ર) આંશિક ચંદ્રગ્રહણ ચંદ્ર સરોસ 118
2 ઑક્ટોબર ડિસેન્ડિંગ નોડ (નવો ચંદ્ર) વલયાકાર સૂર્યગ્રહણ સૂર્ય સરોસ 144
સંબંધિત ગ્રહણ 2024 માં ગ્રહણ
25 માર્ચના રોજ પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ
8 એપ્રિલે સંપૂર્ણ સૂર્યગ્રહણ
18 સપ્ટેમ્બરે આંશિક ચંદ્રગ્રહણ
2 ઓક્ટોમ્બર વલયાકાર સૂર્યગ્રહણ
સૂર્યગ્રહણ 2024
સૂર્યગ્રહણ એ એક પ્રાકૃતિક ઘટના છે. જેમાં સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને જેના કારણે પૃથ્વી પર અંધારું છવાઈ જાય છે. આ પૃથ્વીનો કોઈ ભાગ ચંદ્રની છાયામાં પડેલો હોય છે જે સૂર્યપ્રકાશને સંપૂર્ણ અથવા તો આંશિક રૂપે અવરોધે છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી ત્રણેય એક જ રેખામાં આવે છે ત્યારે સામાન્ય રીતે સૂર્યગ્રહણ થાય છે. જ્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણમાં સૂર્ય પૂરી રીતે ચંદ્ર વડે ઢંકાઈ જાય છે. જ્યારે ખગ્રાસ અને કોણીય ગ્રહણમાં સૂર્યનો માત્ર અમુક ભાગ જ ઢંકાય છે.
આ ગ્રહણ એ એક કુદરતી ઘટના છે. જો કે કેટલીક પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિઓમાં, આ સૂર્યગ્રહણ અલૌકિક કારણોને આભારી છે. જેમ કે, આપણા ભારત દેશના લોકોમાં એવી અંધશ્રદ્ધા છે કે રાહુ અને કેતુ આ ગ્રહણના સમય દરમિયાન સૂર્યનું ભક્ષણ કરતા હોય છે. તેથી, આ સંપૂર્ણ સૂર્યગ્રહણ જે લોકોની કુંડળીમાં રાહુ અને કેતુ હોય એવા લોકો માટે ભયાનક બની શકે છે. જે લોકો આ ગ્રહણના ખગોળીય વિવરણના માધ્યમથી અજાણ હોય છે, કારણ કે જ્યારે ગ્રહણ થાય તે સમય દરમિયાન સૂર્ય આખો દિવસ અદૃશ્ય થઈ જાય છે અને આખા આકાશમાં થોડીવાર માટે અંધકાર છવાઈ જાય છે.
સૂર્યગ્રહણ વખતે સૂર્યને પ્રત્યક્ષ રીતે સીધો જોવાથી તમારી આંખને કાયમી ધોરણે નુકસાન થાય છે અથવા તો તમને અંધત્વ પણ થઈ શકે છે. તેથી, આ સૂર્યગ્રહણ જોતી વખતે આંખની વિશેષ સુરક્ષા કે સૂર્યગ્રહણ જોવા માટેની તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ.
બીજું સૂર્યગ્રહણ 2024માં ક્યારે થશે?
બીજું સૂર્યગ્રહણ આ વર્ષ 2024માં ભાદરવા મહિનાની અમાસના દિવસે થશે. આ 2 ઓક્ટોમ્બરના દિવસે સૂર્યગ્રહણ રાત્રે 9:13 વાગ્યથી શરૂ થશે, અને જે સવારના 3:17 વાગ્યા સુધી ચાલશે એટલે કે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો લગભગ 6 કલાક અને 4 મિનિટનો રહેશે.
સૂર્યગ્રહણ શું ભારતમાં જોવા મળશે?
આ ચાલુ વર્ષનું બીજું સૂર્યગ્રહણ છે પરંતુ, તે આપણા ભારત દેશમાં દેખાશે નહીં, કારણ કે તે સૂર્યગ્રહણ રાત્રે થવા જઈ રહ્યું છે. આમ, તમને જણાવીએ કે, 8 એપ્રિલના રોજ થયેલું જે સૂર્યગ્રહણ તે પણ ભારતમાં દેખાયું ન હતું.
બીજું સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે?
આ વર્ષનું બીજુ સૂર્યગ્રહણ જે 2 ઓક્ટોમ્બર, 2024 ના રોજ થવાનું છે જે ભારતમાં દેખાશે નહીં. પરંતુ, તે સૂર્યગ્રહણ ભારત સિવાયના બ્રાઝિલ, આર્કટિક, કૂક આઇલેન્ડ, ફીઝી, આર્કટિક, ચિલી, પેરુ, હોનોલુલુ, એન્ટાર્કટિકા, આર્જેન્ટિના, ઉરુગ્વે, બ્યુનોસ આયર્સ અને બેકા આઇલેન્ડ, મેક્સિકો, ન્યૂઝીલેન્ડ વગેરે સ્થળોએ જોવા મળશે.
Read more: પહેલું સૂર્યગ્રહણ https://takshlifes.com/surya-grahan-2024
સૂર્યગ્રહણ સુતક કાળ
આપણા શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણ થવાના 12 કલાક પહેલા જ સુતક કાળ લાગી જાય છે. પરંતુ, આ સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાં નહીં દેખાય. અહીં, આવી સ્થિતિમાં સુતક કાળ માન્ય ગણાશે નહીં. અમે તમને જણાવીશું કે જ્યારે પણ સૂતક કાળ લાગે છે ત્યારે સારા અને શુભ કાર્યોની સાથે પૂજા પણ થતી નથી. આ સુતક કાળ જ્યારે લાગે ત્યારે મંદિરોમાં પૂજા પાઠ થતા નથી અને મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. તેમજ સૂર્ય ગ્રહણ સમાપ્ત થયા બાદ ગંગા જળ વડે દરેક જગ્યાને શુદ્ધ કરી મંદિરના દરવાજા ખોલીને ભગવાનને સ્નાન કરાવીને તેમની આરતી કરવામાં આવે છે.
રીંગ એન્ડ ફાયર (વલયાકાર સૂર્યગ્રહણ)
2 ઓક્ટોબર 2024 ને બુધવારના રોજ થનારું આ સૂર્યગ્રહણને અલગ અલગ નામ આપવામાં આવ્યું છે. જેમ કે, રીંગ એન્ડ ફાયર, વલાકાર સૂર્યગ્રહણ, કંકનાકૃતિ સૂર્યગ્રહણ છે. આપણને પૂર્ણ સૂર્યગ્રહણ અને આંશિક સૂર્યગ્રહણ દરમિયાન એક અલગ જ પ્રકારનું સૂર્યગ્રહણ પણ જોવા મળે છે. સૂર્યની ચારેબાજુ ચક્કર લગાવીને પૃથ્વી અને પૃથ્વીની ચારેબાજુ ચક્કર લગાવતો ચંદ્ર આ બંને એક પ્રકારની સ્થિતિમાં આવી જાય છે. હવે, પૃથ્વી ઉપરથી જોવાથી ચંદ્ર એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. એટલે કે પૃથ્વી ઉપર ચંદ્રનો પડછાયો એવી રીતે પડે છે કે ત્યાંથી જોવાથી સૂર્ય વચ્ચેથી અંધકારમય બની જાય છે અને બીજી બધી બાજુએથી ચમકદાર દેખાય છે. આ સૂર્ય એક વીટી કે બંગડી જેવો દેખાય છે આ સ્થિતિને ‘કંકણા કૃતિ સૂર્યગ્રહણ’ કહે છે.
આ સૂર્ય વચ્ચેની દૂરી આ ગ્રહણનું મુખ્ય કારણ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ગ્રહણને ‘વલાકાર સૂર્યગ્રહણ’ એટલે કે ‘રીંગ એન્ડ ફાયર’ કહેવામાં આવે છે. આ ગ્રહણની મુખ્ય વાત એ છે કે આવી સ્થિતિ બહુ ઓછા સમય માટે ઊભી થતી હોય છે. આ સ્થિતિમાં ચંદ્ર સૂર્યને 93% જેટલો ઢાંકી દે છે. આ સ્થિતિમાં 7 થી 25 મિનિટ સુધી “રિંગ ઓફ ફાયર” દેખાય છે. જેને “વલયાકાર સૂર્યગ્રહણ” કહે છે.
સૂર્યગ્રહણના પ્રકાર
1 પૂર્ણ સૂર્ય ગ્રહણ – ખગ્રાસ સૂર્યગ્રહણ
2 આંશિક સૂર્યગ્રહણ – ખંડગ્રાસ સૂર્યગ્રહણ
3 વલયાકાર સૂર્યગ્રહણ – કંકનાકૃતી સૂર્યગ્રહણ
પૂર્ણ સૂર્યગ્રહણ – ખગ્રાસ સૂર્યગ્રહણ
આ ગ્રહણની સ્થિતિ એવી હોય છે કે જ્યારે ચંદ્ર એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ ચંદ્ર એટલી દૂરી પર હોય છે કે જે સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર થોડા સમય માટે પડતો નથી. આ ચંદ્રની પૂર્ણ છાયા પૃથ્વી ઉપર પડે છે. જેનાથી લગભગ પૃથ્વી ઉપર બધે જ અંધારું છવાઈ જાય છે. આ સમય દરમિયાન સૂર્ય પ્રકાશ થોડા સમય માટે પૃથ્વી ઉપર દેખાતો બંધ થઈ જાય છે. આ આખી ઘટનાને ‘પૂર્ણ સૂર્યગ્રહણ’ કહે છે. અને આને ‘ખગ્રાસ સૂર્યગ્રહણ’ પણ કહે છે. આ પૂર્ણ ગ્રહણનો પ્રભાવ સૌથી વધારે માનવામાં આવે છે.
આંશિક સૂર્યગ્રહણ – ખંડગ્રાસ સૂર્યગ્રહણ
પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન ક્યારેક એવી સ્થિતિ સર્જાય છે કે જ્યારે ચંદ્ર પરિભ્રમણમાં સૂર્ય અને પૃથ્વીની દૂરી એટલી હોય છે કે ચંદ્ર સૂર્યના પ્રકાશને પૂરી રીતે ઢાંકી દે છે. તે સૂર્યના પ્રકાશને પૃથ્વી ઉપર પડવા દેતો નથી અને એટલા માટે જ ચંદ્રમાંનો થોડો પડછાયો પૃથ્વી ઉપર પડે છે. એટલા માટે જ પૃથ્વી ઉપરથી જોવાથી તે અંધકાર અને અદ્રશ્ય થતો નથી. પરંતુ, તેનો અમુક ભાગ દેખાય છે આ ઘટનાને જ ‘આંશિક સૂર્યગ્રહણ’ કહે છે.
વલયાકાર સૂર્યગ્રહણ – કંકણાકૃતિ સૂર્યગ્રહણ
આ સૂર્યગ્રહણમાં ચંદ્રનો પડછાયો સૂર્ય ઉપર એવી રીતે પડે છે કે સૂર્યનો વચ્ચેનો ભાગ પૃથ્વી પર પડતાં અંધકારમય બની જાય છે અને બીજી બધી બાજુએથી ચમકદાર દેખાય છે. આ ગ્રહણમાં સૂર્ય એક વીટી કે બંગડી જેવો દેખાય છે આ ઘટનાને જ ‘કંકનાકૃતિ સૂર્યગ્રહણ’ કહે છે. બીજા શબ્દોમાં તેને “વલયાકાર સૂર્યગ્રહણ” કહે છે.
Read more: પહેલું ચંદ્રગ્રહણ
https://takshlifes.com/chandra-grahan-2024/
બીજું ચંદ્રગ્રહણ https://takshlifes.com/lchandra-grahan-2024/
સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે?
પૃથ્વી હમેશા સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને જ્યારે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આ રોજના પરિભ્રમણમાં ચંદ્ર અમુક સમયે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે, ત્યારે તે સમયે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શક્તો નથી અથવા તો તે સમયે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. પૃથ્વી પર આ ચંદ્રનો પડછાયો જેટલા વિસ્તારમાં પડે ત્યાં અંધકાર છવાઈ જાય છે એટલે તે જગ્યાએ સૂર્ય દેખાવાનો બંધ થઈ જાય છે.
સૂર્યગ્રહણને ખગ્રાસ ગ્રહણ પણ કહે છે. અમુક સમયે ચંદ્ર પૃથ્વીથી વધુ અંતરે હોય એટલે કે દૂર હોય ત્યારે આ સૂર્ય પુરેપૂરો ઢંકાતો નથી. પરંતુ, ચંદ્રની આસપાસ સૂર્યની કિનારી જોવા મળે છે. આ સ્થિતિને “કંકણાકૃતિ ગ્રહણ” કહે છે. આ સૂર્યગ્રહણ હમેશાં અમાસના દિવસે જ થાય છે. તેમજ આ ગ્રહણને પૃથ્વી પરના અમુક વિસ્તારોમાં જ જોઈ શકાય છે.
જ્યારે પૃથ્વી અને ચંદ્ર સતત ફરવાની ગતિ કરે છે. એટલે સૂર્યગ્રહણ શરૂ થાય ત્યારે ધીમે ધીમે સૂર્ય પ્રકાશ દેખાતો બંધ થાય છે. તેમજ પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર આવતા પૃથ્વી પૂરેપૂરી ઢંકાઈ જાય આ સ્થિતિ પાંચ કે સાત મિનિટ જ રહે છે. જેમ જેમ આ ચંદ્ર વચ્ચેથી ખસે છે તેમ તેમ સૂર્ય બહાર આવતો જાય છે. આ સૂર્યગ્રહણ નરી આંખે જોવાથી તમારી આંખોને પણ નુકસાન થઈ શકે છે.
સૂર્યગ્રહણ 2024 છેલ્લું
આ ખગોળશાસ્ત્રમાં સૂર્યગ્રહણને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સૂર્યગ્રહણ જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે દેશ અને વિશ્વમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને હકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે. તેમજ તેની અસર તમામ રાશિઓ પર પણ જોવા મળે છે. તેમાંય મુખ્ય ત્રણ રાશિઓ માટે ખૂબજ લાભદાયક ગણવામાં આવશે. જેમાં વૃશ્ચિક, તુલા અને કુંભ રાશિના લોકોનો સમાવેશ થશે. આ વર્ષ 2 ઓક્ટોમ્બર 2024નું છેલ્લું સૂર્યગ્રહણ ઓક્ટોબરની શરૂઆતમાં જ થવા જઈ રહ્યું છે.
આપણા હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણનું ખૂબ ઘણું મહત્વ છે. આ સૂર્યગ્રહણ અમાસના દિવસે જ થાય છે. આ વર્ષ 2ઓક્ટોમ્બર 2024નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ છે. જે 2 ઓક્ટોબરની રાતથી 9,:13 વાગ્યાથી શરૂ થશે અને 3 ઓક્ટોબરની સવારે 3:17 વાગ્યા સુધી ચાલશે. આપણા શાસ્ત્રો અનુસાર આ સૂર્યગ્રહણ દરમિયાન જો કોઈ તીર્થસ્થળ પર ગંગા સ્નાન કરે તો તેને વિશેષ ફળ મળે છે. આ ગ્રહણ સમયે તીર્થસ્થળ પર ગંગા સ્નાન કરવાથી તમારા તમામ દોષો દૂર થાય છે અને તે વ્યક્તિને શુભ ફળ મળે છે.
Disclaimer: આ ઉપરોક્ત આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ પ્રકારની માહિતી જ્યોતિષશાસ્ત્ર અને સામાન્ય માહિતી આધારિત છે. જેની વિસ્તૃત જાણકારી માટે તમારે યોગ્ય તજજ્ઞની સલાહ લેવી.