Site icon takshlifes.com

સૂર્યગ્રહણ 2024 | Surya Grahan 2024

સૂર્યગ્રહણ સોમવાર, 8 એપ્રિલ, 2024 ના રોજ ચંદ્રના ચડતા નોડ પર થશે, જે સૂર્યગ્રહણ સમગ્ર ઉત્તર અમેરિકામાં દેખાશે અને કેટલાક મીડિયા દ્વારા તેને ગ્રેટ નોર્થ અમેરિકન ગ્રહણ તરીકે પણ બતાવવામાં આવશે.

Surya Grahan 2024

આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આપણા જ્યોતિષ શાસ્ત્રની મુજબ ખૂબ જ ખાસ રહેવાનું કહેવાય છે. જે સૂર્યગ્રહણ ચૈત્ર મહિનાની અમાસના દિવસે થવાનું છે. અહીં પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. આ ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે એવી રીતે આવે છે કે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો નથી, અને થોડા સમય માટે તે સૂર્યપ્રકાશ સંપૂર્ણપણે અવરોધાય છે. જેના કારણે પૃથ્વી પર અંધારું થઈ જાય છે. આ ગ્રહણને સૂર્યગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રથમ ગ્રહણને સંપૂર્ણ સૂર્યગ્રહણ કહેવાશે. જેને “ખગ્રાસ સૂર્યગ્રહણ” પણ કહેવામાં આવે છે. આપણા રિપોર્ટરોના જણાવ્યા મુજબ, 8 એપ્રિલે 2024 એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે 4 કલાક 25 મિનિટ માટે ચંદ્ર આવી જશે. અહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સૂર્યગ્રહણ 50 વર્ષ બાદ આવું ગ્રહણ થવાનું છે. તો આ સૂર્યગ્રહણ વિશેની રસપ્રદ માહિતી વિશે વિસ્તૃત જાણકારી મેળવીશું.

સૂર્યગ્રહણની તારીખ અને સમય

આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ 8 એપ્રિલે 2024 ની રાત્રે 9:12 થી રાત્રે 01:25 સુધી ચાલશે. આ ગ્રહણ ચૈત્ર માસની અમાસના દિવસે થવાનું છે.

આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણનો સમય

આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ 2024ના રોજ રાત્રે 9:12 વાગ્યાથી 9 એપ્રિલના રોજ રાત્રે 01:25 વાગ્યા સુધી ચાલશે. આ સૂર્યગ્રહણ દેખવાનો કુલ સમયગાળો 4 કલાક 25 મિનિટનો રહેશે.

પહેલું સૂર્યગ્રહણ 2024 ક્યારે છે?

આ વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ 8 એપ્રિલના દિવસે સોમવારે ચૈત્ર અમાસની તિથિએ થશે. આ વર્ષે ચૈત્ર અમાસની તિથિ એ 8 એપ્રિલ છે તો ગ્રહણનો સમય આપણા ભારત દેશમાં રાત્રે 9:12 થી શરુ થઈને 01:25 સુધી ચાલશે. આ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 25 મિનિટનો રહેશે અને બીજા દિવસે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે.

8 એપ્રિલ, 2024નું સૂર્યગ્રહણ

સૂર્યગ્રહણ ક્યારે થાય છે?

જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. જે ગ્રહણ થવાથી પૃથ્વી પર રહેતા લોકો અને પૃથ્વી પરના દર્શકો માટે સૂર્યનું તેજ અસ્પષ્ટ થઈ જાય છે. અહીં સંપૂર્ણપણે સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રનો દેખાતો વ્યાસ સૂર્ય કરતા મોટો હોય છે. જે તમામ સીધા સૂર્યપ્રકાશને અવરોધે છે, દિવસને અંધકારમાં ફેરવે છે. સમગ્ર પૃથ્વીની સપાટી પરના સાંકડા માર્ગમાં જ સમગ્રતા જોવા મળે છે, જેમાં આંશિક સૂર્યગ્રહણ હજારો કિલોમીટર પહોળા આસપાસના પ્રદેશમાં દેખાય છે.

ખગ્રાસ સૂર્ય ગ્રહણ ક્યારે લાગશે?

આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ 2024ને સોમવારના દિવસે લાગશે. આ વર્ષનું આ પહેલું સૂર્ય ગ્રહણ એક ખગ્રાસ સૂર્ય ગ્રહણ માનવામાં આવી રહ્યું છે. પૌરાણિક કથા અનુસાર ખગ્રાસ સૂર્ય ગ્રહણ ત્યારે લાગે છે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી ચંદ્રમા પસાર થાય છે અને સૂર્ય ગ્રહણ દરમિયાન ચંદ્રમા સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી દે છે. એટલે કે સમગ્ર પૃથ્વી પર અંધારું થઈ જાય છે. આ સૂર્ય ગ્રહણ દરમિયાન 4 ગ્રહણ લાગશે, જેમાંથી 2 સૂર્ય ગ્રહણ હશે.

2024 ના ગ્રહણના નામ

Solar Eclipse (સૂર્યગ્રહણ 2024)

આપણા સૌના માનવજીવન પર સૂર્યગ્રહણનો પ્રભાવ દરેક પ્રકારે પડે છે, પછી ભલે તે વૈજ્ઞાનિક હોય કે ધાર્મિક હોય. આ સૂર્યગ્રહણનો પ્રભાવ બંને રીતે પડતો જ હોય છે. આ વર્ષ 2024માં પહેલુ ગ્રહણ ચંદ્ર ગ્રહણ હશે, જે હોળીના દિવસે લાગ્યું હતું, હવે, આ વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ જે 8 એપ્રિલે થશે. આ સૂર્ય ગ્રહણ રાત્રે 09.12 મિનિટથી રાત્રે 01.25 મિનિટ સુધી રહેશે. આ સૂર્ય ગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 25 મિનિટ સુધીનો રહેશે. આ ગ્રહણ એક પૂર્ણ સૂર્ય ગ્રહણ છે એટલે કે “ખગ્રાસ સૂર્ય ગ્રહણ” હશે.

આ વર્ષ 2024નું પહેલું સૂર્ય ગ્રહણ જે ચૈત્ર મહિનાની અમાસના દિવસે લાગશે. આપણા હિન્દુ ધર્મમાં પૌરાણિક માન્યતા અનુસાર, સૂર્યગ્રહણ રાહુ અને કેતુના કારણે લાગે છે અને આ સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે થાય છે. આ રાહુ અને કેતુ સૂર્યને ગ્રાસ કરવા માટે આવે છે, આ જ કારણે સૂર્યગ્રહણ લાગે છે. આ પાછળનું મુખ્ય કારણ સમુદ્ર મંથનથી પ્રાપ્ત અમૃત સાથે જોડાયેલું હોય છે. જો તમને ખબર હશે કે સૂર્યદેવ પ્રત્યક્ષ દેવ છે અને જયારે પણ એમના પર ગ્રહણ લાગે એટલે કે સૂર્યગ્રહણ લાગે છે, ત્યારે તેનો સૂતક કાળ 12 કલાક પહેલા જ શરુ થઇ જાય છે. આ સમયમાં સૂર્ય ગ્રહણના સૂતક કાળમાં બધા માંગલિક પ્રસંગો-કાર્યો બંધ થઈ જાય છે. સૂર્યગ્રહણ પત્યા બાદ આ કાર્યો કરી શકાય છે.

સૂર્ય ગ્રહણના પ્રકાર

આ પ્રકૃતિમાં જે તે સમયે ફેરફાર થાય કે આવી ગ્રહણ સબંધિત ઘટના થાય છે, ત્યારે આ હંમેશા અમારા માટે આ એક નવી ઉત્સુકતા લઈને આવે છે કારણ કે મીડિયાથી લઈને બધી જ જગ્યાએ આ વિષય પર ઘણી ચર્ચાઓ થાય છે અને બધા જ લોકો જાણવા માંગે છે કે સૂર્ય ગ્રહણની ઘટના થવાની છે, ત્યારે એ કયા રૂપમાં અમારી સામે આવશે. અહીં ગ્રહણ ઘણા પ્રકારના હોઈ શકે છે તો આજે આપણે આ આર્ટિકલમાં બધા જ સૂર્ય ગ્રહણ વિશે બતાવીશું. હવે, જાણીયે કે સૂર્યગ્રહણ કેટલા પ્રકારના હોય છે…

પૂર્ણ સૂર્ય ગ્રહણ – ખગ્રાસ સૂર્યગ્રહણ

સૂર્ય ગ્રહણ કેવું દેખાય છે,એ તો આપણે પહેલા જ જાણી ચુક્યા છીએ. તો હવે, ચાલો જાણીએ કે પૂર્ણ સૂર્ય ગ્રહણ શું છે? આ ગ્રહણની એ સ્થિતિ હોય છે કે જયારે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે અને એની એટલી દુરી ઉપર હોય છે કે સૂર્યનો પ્રકાશ થોડા સમય માટે પૃથ્વી ઉપર પડતો નથી અને ચંદ્રની પૂર્ણ છાયા જે હોય છે તે પૃથ્વી ઉપર પડે છે. જેનાથી લગભગ પૃથ્વી પર બધે જ અંધારું થઈ જાય છે અને આ સમય દરમિયાન સૂર્ય પુરી રીતે દેખાતો બંધ થઈ જાય છે. આ જ ઘટનાને “પૂર્ણ સૂર્ય ગ્રહણ” કહેવામાં આવે છે. બીજા શબ્દો માં કહીએ તો તેને “ખગ્રાસ સૂર્ય ગ્રહણ” પણ કહેવાય છે. આ ગ્રહણનો પ્રભાવ સૌથી વધારે માનવામાં આવે છે.

આંશિક સૂર્યગ્રહણ – ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ

પૂર્ણ સૂર્ય ગ્રહણ દરમિયાન ક્યારેક-ક્યારેક એવી સ્થિતિ પર હોય છે કે જયારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની વચ્ચેની દુરી એટલી હોય છે કે ચંદ્ર સૂર્યના પ્રકાશને પુરી રીતે ઢાંકી દે છે જેને તે પૃથ્વી ઉપર પડવા દેતો નથી અને એટલા માટે જ ચંદ્રમાનો થોડો પડછાયો જ પૃથ્વી ઉપર પડે છે અને પૃથ્વી ઉપરથી જોવાથી તે કાળો અને અદ્રસ્ય થતો નથી પરંતુ, એનો થોડો ભાગ દેખાય છે. આ સ્થિતિને “આંશિક સૂર્ય ગ્રહણ” કહેવામાં આવે છે. તેને બીજા શબ્દોમાં કહીએ તો, “ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ” પણ કહેવામાં આવે છે.

કંકણાકૃતિ સૂર્યગ્રહણ – વલયાકાર સૂર્ય ગ્રહણ

પૂર્ણ સૂર્ય ગ્રહણ અને આંશિક સૂર્ય ગ્રહણ દરમિયાન એક અલગ જ પ્રકારનું સૂર્ય ગ્રહણ પણ જોવા મળે છે. સૂર્યની ચારેય તરફ ચક્કર લગાવીને પૃથ્વી અને પૃથ્વીની ચારેય તરફ ચક્કર લગાવતો ચંદ્ર એ પ્રકારની સ્થિતિમાં આવી જાય છે. પૃથ્વી ઉપરથી જોવાથી ચંદ્રમા સૂર્યની વચ્ચે દેખાય છે એટલે કે પૃથ્વી ઉપર ચંદ્રનો પડછાયો એવો પડે છે કે ત્યાંથી જોવાથી સૂર્ય વચ્ચેથી કાળો અને બીજા બધા તરફથી ચમકદાર દેખાય આવે છે.આ સૂર્ય એક વીંટી કે બંગળી જેવો દેખાય છે. આ સ્થિતિને “કંકણાકૃતિ સૂર્યગ્રહણ” કહેવામાં આવે છે. આ સૂર્ય વચ્ચેની દુરી આ ગ્રહણનું મુખ્ય કારણ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો આ સૂર્ય ગ્રહણને “વલયાકાર સૂર્ય ગ્રહણ” પણ કહેવામાં આવે છે. આ ગ્રહણની ખાસ વાત એ છે કે આ સ્થિતિ બહુ ઓછા સમય માટે થતી હોય છે.

સૂર્યગ્રહણ ક્યાં-ક્યાં દેખાશે?

આ સંપૂર્ણ સૂર્યગ્રહણ દક્ષિણ પ્રશાંત મહાસાગર, ઉત્તર અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં જોવા મળશે. જ્યારે ક્યુબા, ડોમિનિકા, ફ્રેન્ચ પોલિનેશિયા, કોસ્ટારિકા અને જમૈકા જેવા દેશોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. જો કે, આ સૂર્યગ્રહણના દિવસે આપણા ભારત દેશમાં રાત હોવાથી તે ભારતમાં જોવા નહી મળે.  

સૂર્યગ્રહણ વખતે શું કરવું જોઈએ?

આપણે સૌ એ સૂર્યગ્રહણ થાય ત્યારે તમારે એક જગ્યાએ સ્થિર બેસી રહેવું જોઈએ અને તમારા મનપસંદ દેવતાનું, ભગવાનનું અને માતાજીનું ધ્યાન ધરવું જોઈએ. જો તમે તમારા મનપસંદ દેવતાના નામનો જાપ કરવો અથવા તમે કોઈપણ મંત્રનો જાપ કરવો. જ્યારે પણ સૂર્યગ્રહણ સમાપ્ત થાય છે, ત્યારે ઘર સાફ કરો. ત્યાર પછી પછી સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. ઘઉં, ગોળ વગેરેનું અન્નનું દાન કરવું.

સૂર્યગ્રહણ શું છે, ક્યારે થાય છે?

સૂર્યગ્રહણ એ અવકાશીય એક ખગોળીય ઘટના છે. જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. આ કારણે સૂર્ય થોડા સમય માટે ચંદ્રના પડછાયામાં સંતાઈ જાય છે એટલે કે સૂર્ય ઢંકાઈ જાય છે, ત્યારે તે જોઈ શકાતો નથી અને સૂર્યનું તેજ બધે પહોચતું નથી. આ કારણે પૃથ્વી પર અંધારું થઈ જાય છે. આ ઘટનાને “સૂર્યગ્રહણ” કહેવાય છે.

આ સૂર્યગ્રહણની ઘટના હંમેશા અમાસના દિવસે જ બને છે. બીજી તરફ, ચંદ્રગ્રહણની ઘટના જે પૂનમની રાત્રે થાય છે. આ ગ્રહણમાં, ચંદ્ર પૃથ્વીની પાછળ તેની છાયામાં દેખાતો નથી. ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ બંને, ખગોળીય ઘટનાઓ છે. એ ક્યારેક આંશિક અને ક્યારેક સંપૂર્ણ રીતે થાય છે.

ભારતમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ ન દેખાવાનું કારણ

આ વર્ષે, 8 એપ્રિલે 2024માં, પ્રથમ સંપૂર્ણ સૂર્યગ્રહણ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાંથી શરૂ થશે. આ પછી,આ સૂર્યગ્રહણ અમેરિકાના લગભગ 13 રાજ્યોમાં જોવા મળશે. આ સૂર્યગ્રહણની અસર ઉત્તર અમેરિકા અને મેક્સિકોથી લઈને કેનેડા સુધી વિસ્તરશે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ કોસ્ટા રિકા, ક્યુબા, ડોમિનિકા, ફ્રેન્ચ પોલિનેશિયા અને જમૈકા જેવા દેશોમાં પણ આંશિક રીતે દેખાશે. આ સંપૂર્ણ સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાં ન દેખાવાનું કારણ એ છે કે, તે સૂર્યગ્રહણના સમયે આપણા ભારત દેશમાં રાત્રિનો સમય હશે. અહીં રાત્રીના સમયે સૂર્ય દેખાતો નથી. જેથી અહીંયા સૂર્ય ગ્રહણ નહિ દેખાય.

જો, તમે 8 એપ્રિલ 2024ના રોજ આ ઉપર બતાવેલા શહેરોમાં રહો છો, તો તમે એક્સ-રે અને આંખના ગિયર કે બિલોરી કાચની મદદ વગેરે જેવી સલામતીનો ઉપયોગ કરીને પૂર્ણ સૂર્યગ્રહણનો જીવંત અનુભવ કરી શકો છો.

પૂર્ણ અને આંશિક સૂર્ય ગ્રહણ 2024

અહીં સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્રનો પડછાયો સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે. આ સમય દરમિયાન સૂર્યનો કોઈપણ ભાગ તમને દેખાતો નથી. જેથી પૃથ્વી પર બધે જ અંધારું થઈ જાય છે.

આ પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન માત્ર સૂર્યનો કોરોના જ દેખાય છે. આ એ સૂચવે છે કે સૂર્ય ચંદ્રની પાછળ છે એટલે કે સૂર્ય ચંદ્રમાના પડછાયામાં ઢંકાયેલ છે.

અહીં સંપૂર્ણ સૂર્યગ્રહણ ફક્ત પૂર્ણતાના માર્ગ પર દેખાય છે, જે ખૂબ જ પાતળું હોય છે. અહીં બાકીનું સૂર્યગ્રહણ દેખાય છે.

આંશિક સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યનો માત્ર કેટલોક ભાગ ઢંકાયેલો દેખાય છે. જેથી સૂર્યગ્રહણ થાય છે.

સૂર્ય ગ્રહણ સંબંધિત જરૂરી વાતો

સૂર્યગ્રહણ એ અવકાશીય સૌથી દુર્લભ આ ખગોળીય ઘટનાઓમાંની એક છે. આ પૂર્ણ સૂર્યગ્રહણ આપણને 18 મહિનામાં એકવાર દેખાય છે. પરંતુ, તે જ સ્થળે ફરીથી સૂર્યગ્રહણ થવા માટે 100 વર્ષથી પણ વધુનો સમય લાગે છે.

સૂર્યગ્રહણ થવાનું હોય ત્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી તમને સીધી રેખામાં જોવા મળે છે.

પૂર્ણ સૂર્ય ગ્રહણમાં સૂર્ય પોતાના સંપૂર્ણ ભાગને આવરી લે છે. આ સૂર્યના સંપૂર્ણ આવરણનો ભાગ થોડી મિનિટોનો જ હોય છે. આ સાથે જ બાકીનું સૂર્યગ્રહણ અનેક કલાકો સુધી ચાલી શકે છે.

આપણે સૌ લોકોએ સૂર્યગ્રહણને લઈને અમુક સાવધાની સુરક્ષા રાખવી જોઈએ. જેમ કે, આ સૂર્યગ્રહણને સામાન્ય ગ્લાસથી જોવાને બદલે ખાસ ચશ્માથી અથવા તો દુરબીનથી જોવું જોઈએ.

ચૈત્ર નવરાત્રી પહેલા વર્ષનું પહેલું સૂર્યગ્રહણ

આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 8 એપ્રિલે, 2024ના રોજ થઈ રહ્યું છે. આ ગ્રહણને ખગોળીય ઘટના માનવામાં આવે છે. પરંતુ, આ ગ્રહણનું આપણા હિન્દુ ધર્મના જ્યોતિષ શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે. આ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યને આત્માનું પરિબળ માનવામાં આવે છે. આ જ્યોતિષનું માનવું છે કે આ સ્થિતિમાં જો સૂર્ય સાથે જોડાયેલી કોઈ ઘટના બને છે તો તેની સીધી અસર દેશ અને દુનિયાના લોકો પર જરૂર પડે છે.

તમને જણાવાનું છે કે, આ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. પરંતુ, આ સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાં જોવા નહીં મળે. પરંતુ, દરેક રાશિના લોકોના જીવનમાં તેની અસર કોઈને કોઈ રીતે અસર જરૂર પડી શકે છે. ચૈત્ર નવરાત્રી પહેલા થનાર આ સૂર્યગ્રહણની અસર અમુક રાશિના લોકો પર સકારાત્મક અસર થવાની છે, તો અમુક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. અમુક રાશિ પર સૂર્યગ્રહણની અનુકુળ અસર થશે.

Disclaimer: આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.


Exit mobile version