Site icon takshlifes.com

શ્રાવણ મહિનાનું મહત્વ 2024 | Shravan Month 2024

પ્રસ્તાવના

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે, જે વ્યક્તિ આ પવિત્ર માસમાં સાચા મનથી ભગવાન શંકરની પૂજા-અર્ચના કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

શ્રાવણ મહિનો ક્યારે ચાલુ થાય છે?

આ વર્ષે શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024 થી શરુ થશે અને 2 સપ્ટેમ્બર સુધી ચાલશે એટલે કે 2 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.

આજથી શરૂ થતાં આ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. આપણા સનાતન હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખુબ જ ખાસ મહત્વ છે. શ્રાવણ મહિનો એટલે શિવજીની પૂજા અર્ચના કરવાનો પવિત્ર મહિનો. આ માસમાં શિવજીના દરેક મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે.

શ્રાવણ માસનું મહત્વ

લોકોને ભગવાન સાથે જોડવા અને ભગવાનની ભક્તિ માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ છે. દરેક જગ્યાએ મંદિરોમાં લોકોની ભીડ, ભજન-કીર્તનનો નાદ, મંત્રોચ્ચાર અને મોટા મેળાઓનું આયોજન આ મહિનાનું મહત્વ વધારે છે.

શ્રાવણ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય છે. સમગ્ર માસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે. શ્રાવણના આ મહિનામાં ઘણા વિશેષ તહેવારો ઉજવવામાં આવે છે. આપણા દેશની પરંપરાઓ આપણને હંમેશા ભગવાન સાથે જોડે છે, પછી તે એક દિવસનો તહેવાર હોય કે એક મહિનાનો ઉત્સવ હોય. દરેકનું પોતાનું મહત્વ છે. અહીં ઋતુઓની પણ પૂજા થાય છે.

શ્રાવણ મહિનાને ભગવાન શિવની ભક્તિનો મહિનો પણ કહેવામાં આવે છે. તે ઉનાળાની ઋતુ પછી આવે છે અને લોકોને ઉનાળાના પ્રકોપથી રાહત આપે છે. શ્રાવણ મહિનામાં પુષ્કળ વરસાદ પડે છે જેના કારણે વાતાવરણ ખુશનુમા બની જાય છે. આવા સમયે લોકો તેમના પરિવાર સાથે ફરવા જાય છે અને શ્રાવણ ના ખુશનુમા વાતાવરણનો આનંદ માણે છે. શ્રાવણ મહિનામાં સર્વત્ર હરિયાળી જોવા મળે છે અને વાતાવરણ ઠંડું થઈ જાય છે. શ્રાવણ મહિનામાં હવાની ગુણવત્તામાં પણ વધારો થાય છે.

શ્રાવણ માસ 2024

થોડા જ દિવસોમાં મહાદેવને સૌથી અધિક પ્રિય એવો આ પવિત્ર શ્રાવણ મહિનો (Shravan Month 2024) શરુ થવાનો છે. આ મહિનામાં મહાદેવજીની ઉપાસના કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે, તમને દરેક પૂજાનું બે ગણુ ફળ મળે છે. પણ આ વર્ષે એક પ્રશ્ન દરેકના મનમાં ઉદ્ભવી રહ્યો છે કે આખરે શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવો ક્યારે?

શ્રાવણ મહિનાનો ઉપવાસ ક્યારે કરવો?

આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો જ્યારે પણ અધિક+શ્રાવણનો અદ્ભુત સંયોગ રચાતો હોય ત્યારે 2 મહિના ઉપવાસ કરવા હિતાવહ છે. જો આ વર્ષે એકલો શ્રાવણ મહિનો છે. તો શ્રાવણ મહિનો ઉપવાસ કરવો હોય તો 5 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી કરી શકો છો.

શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે?

5 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરુ થાય છે તે દિવસે પહેલો સોમવાર આવે છે. તેથી 2 ઓગસ્ટે પણ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. આ શ્રાવણ માસ અને તેમાં પણ ખાસ કરીને સોમવારે ભગવાનની પૂજાનું ખુબ જ અનોખું મહત્વ રહેલું છે.

શ્રાવણ મહિનામાં આવતા મુખ્ય તહેવાર

રક્ષા બંધન- 19 ઓગસ્ટ

જન્માષ્ટમી- 26 ઓગસ્ટ

શ્રાવણ મહિનો માત્ર ભક્તિ માટે જ પ્રસિદ્ધ નથી, પરંતુ આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ હિંદુ તહેવારો પણ આવે છે. આ પણ એક કારણ છે જેના કારણે હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાની માન્યતા આટલી વધારે છે. શ્રાવણ મહિનામાં ઉજવાતા મુખ્ય હિંદુ તહેવારો રક્ષાબંધન, નાગ પંચમી અને શીતળા સાતમ છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના 7 દિવસ પછી અષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે.

શ્રાવણ માસની પૂજા વિધિ

શ્રાવણ મહિનામાં વહેલી સવારે સોમવારના દિવસે સવારે સ્નાન કરીને શિવ મંદિરમાં જવું. ઘરની બહાર ખુલ્લા પગે નીકળો અને ઘરમાંથી જ પાણી ભરેલા વાસણમાં પાણી લઈ જાઓ. મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચઢાવો, ભગવાનને પ્રણામ કરો. ત્યાં ઉભા રહીને 108 વાર શિવ મંત્રનો જાપ કરો. સાંજે ફરીથી ભગવાનના મંત્રોનો જાપ કરો અને તેમની આરતી કરો. પૂજાના અંતે માત્ર જળ અન્ન જ લેવું. બીજા દિવસે પહેલા અન્ન અને વસ્ત્રોનું દાન કરો, પછી જઈને વ્રતનો પાઠ કરો.

શ્રાવણ મહિનાની વિશેષતા?

શ્રાવણ સોમવારે ભારતના તમામ મંદિરોમાં હર હર મહાદેવ અને બોલ બમ બમ ભોલેના ગુંજ સંભળાશે. શ્રાવણ માસમાં શિવ-પાર્વતીની પૂજા ખૂબ જ ફળદાયી છે. તેથી જ શ્રાવણ માસનું ખૂબ મહત્વ છે. શ્રાવણ કેમ ખાસ છે? હિંદુ ધર્મની પૌરાણિક માન્યતા અનુસાર સાવન માસને દેવતાઓના દેવતા ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે.

શ્રાવણ મહિનાનો મહિમા

આ શ્રાવણ માસમાં ભગવાન શિવના ભક્તો તેમની ભક્તિમાં લીન થઈ જાય છે. પંચાંગ અનુસાર જો જોવામાં આવે તો વર્ષના પાંચમા માસને શ્રાવણ માસ કહેવાય છે. હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની તમામ મુશ્કેલીઓનો નાશ કરે છે.

શ્રાવણ માસમાં શું કરવું ?

શ્રાવણ માસ ભગવાન શિવની આરાધનાનો મહિનો છે. આ મહિનામાં કેટલાય લોકો બંને સમયે વ્રત રાખે છે તો કેટલાય લોકો એક સમયે ભોજનનું વ્રત કરે છે. જે લોકો આખો મહિનો વ્રત ન રાખી શકે તેમણે ઓછામાંઓછા દરેક સોમવારે વ્રત રાખવું જોઈએ. આ મહિનામાં ભગવાન શિવનો વિવિધ પદાર્થોથી અભિષેક, પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. પ્રતિદિન શિવલિંગ પર જળ અર્પિત કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત કરી શકાય છે. આ મહિને વાળ, દઢી, નખ ન કાપવા જોઈએ. શ્રાવણ માસમાં શિવજીના આંકડાના ફૂલ, બિલીપત્ર, ધતૂરા જરૂર અર્પિત કરવાં જોઈએ. શ્રાવણ મહિનામાં માંસ-મદિરા, નશીલી વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.

શ્રાવણ મહિના માં ગુજરાત માં ઘણા મંદિરો માં સોમવાર ના દિવસે મેળાઓ પણ ભરાય છે અને લોકો હોંશે હોંશે એમાં પૂજા કરવાનો ભાગ લે છે.

તમને અને તમારા પરિવારજનો માટે શ્રાવણ મહિનો લાભદાયી રહે એવી શુભકામના….

।। હર હર મહાદેવ ।।

Exit mobile version