શિવ પંચાક્ષર સ્તોત્રના રચિયતા આદિ ગુરૂ શંકરાચાર્ય છે. જે ભગવાન શિવના પરમ શિવભક્ત હતા. શિવ પંચાક્ષર સ્તોત્ર એ પંચાક્ષરી મંત્ર “ૐ નમઃ શિવાય” પર આધારિત છે.
ૐ – ભગવાન શિવનું ધ્યાન ધરવું.
ન –પૃથ્વી તત્વનું
મ –જળ તત્વનું
શિ –અગ્નિ તત્વનું
વા–વાયુ તત્વનું અને
ય–આકાશ તત્વનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આ પાંચ તત્વો નમઃ શિવાય પર આધારિત છે.
શિવ પંચાક્ષર સ્તોત્ર મંત્ર
અહીં શિવ પંચાક્ષર સ્તોત્ર મંત્રની વાત કરવામાં આવી છે. જેનું નીચે પ્રમાણે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ શિવ પંચાક્ષર સ્તોત્ર મંત્રમાં ભગવાન શિવજીનો મહિમા વર્ણવ્યો છે. ભગવાન શિવજીનો દેખાવ અને તેમના કરેલા કલ્યાણ વિશે દર્શાવવામાં આવ્યું છે. ભગવાન શિવજીની આ શિવ પંચાક્ષર સ્તોત્ર મંત્રમાં પૂજા, આરાધના અને ઉપાસનાની ગાથા ગાવામાં આવી છે.
1.नागेन्द्रहाराय त्रिलोचनाय,
भस्माङ्गरागाय महेश्वराय ।
नित्याय शुद्धाय दिगम्बराय,
तस्मै न काराय नमः शिवाय ॥१॥
ભાષાંતર: ભગવાન શિવના કંઠમાં સાપોનો હાર છે. તે શિવના ત્રણ નેત્ર છે. ભસ્મ જ તે શિવનું અંગરાગ છે અને ચારેય દિશાઓ જ શિવનું વસ્ત્ર છે અથવા જે દિગમ્બર છે. એ આ શુદ્ધ અવિનાશી એવા મહેશ્વરને ન-કાર સ્વરૂપ શિવને નમસ્કાર છે.
વિસ્તૃત વર્ણન: આ શ્લોકમાં ભગવાન શિવનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. જેમના ગળામાં એટલે કે કંઠમાં સાપનો હાર હોય છે. જે ત્રણ નેત્રો ધરાવે છે એટલે તેમને ત્રિનેત્રધારી કહેવાય છે. શિવના આખા શરીર પર ભસ્મ લાગેલી હોય છે તેથી તે ભસ્મને તેમનું અંગરાગ કહે છે. અહીં ચારેય તરફની દિશાઓને તમનું વસ્ત્ર ગણ્યુ છે અથવા તો તે દિગમ્બર છે. આવા શુદ્ધ અને અવિનાશી ભગવાન મ્હેશ્વરને મારા નમસ્કાર છે. જેમનો આ પૃથ્વી પર મહિમા અપરંપાર છે. એવા ભગવાન શિવજીને હું નમસ્કાર કરું છું.
2.मन्दाकिनी सलिलचन्दन चर्चिताय,
नन्दीश्वर प्रमथनाथ महेश्वराय ।
मन्दारपुष्प बहुपुष्प सुपूजिताय,
तस्मै म काराय नमः शिवाय ॥२॥
ભાષાંતર: ગંગાજળ અને ચંદનથી શિવજીની અર્ચના થાય છે. મંદાર –પુષ્પ તથા અન્ય પુષ્પોથી ભગવાન શિવની ખૂબ સારી રીતે પૂજા થાય છે, નંદીના અધિપતિ શિવગણોના સ્વામી એવા મહેશ્વર અને મ-કાર સ્વરૂપ શિવને નમસ્કાર છે.
વિસ્તૃત વર્ણન: આ ઉપર દર્શાવેલ સ્તોત્રમાં ભગવાન શિવજીની પૂજાનો મહિમા બતાવ્યો છે. ભગવાન શિવજીની ગંગાજળ અને ચંદનથી પૂજા અર્ચના કરવામાં આવે છે. મંદાર પુષ્પ અને બીજા ઘણા અન્ય ફૂલો ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે અને શિવની પૂજા કરવામાં આવે છે. નંદીના અધિપતિ એવા આ શિવ ગણોના સ્વામી મ્હેશ્વરને મારા નમસ્કાર છે. જે શિવજીને જળ અર્પણ કરવાનો ઘણો મહિમા છે, એવા ભગવાન શિવજીને હું નમસ્કાર કરું છું.
3.शिवाय गौरीवदनाब्जवृन्द,
सूर्याय दक्षाध्वरनाशकाय ।
श्रीनीलकण्ठाय वृषध्वजाय,
तस्मै शि काराय नमः शिवाय ॥३॥
ભાષાંતર: જે શિવ કલ્યાણ સ્વરૂપ છે, જે માં પાર્વતીજીના મુખકમળને પ્રસન્ન કરવા માટે સૂર્ય સ્વરૂપ છે, જે શિવ દક્ષના યજ્ઞનો નાશ કરવાવાળો છે, જે શિવની ધજામાં બળદનું ચિન્હ શોભે છે, એવા આ નીલકંઠેશ્વર અને શિ-કાર સ્વરૂપ શિવને નમસ્કાર છે.
વિસ્તૃત વર્ણન: આ સ્ત્રોત્રમાં ભગવાન શિવના કલ્યાણની વાત કરવામાં આવી છે. ભગવાન શિવ માં પાર્વતીના કલ્યાણ માટે તમને પ્રસન્ન કરવા માટે સૂર્યનું સ્વરૂપ ધારણ કરે છે. જે ભગવાન શિવ દક્ષના યજ્ઞનો નાશ કરે છે. જે ભગવાન શિવની જે ધજા હોય છે તેમાં બળદનું ચિન્હ શોભતું જોવા મળે છે. જે શિવ મંદિર પર ચઢાવવામાં આવે છે. એવા ભગવાન નીલકંઠેશ્વરને મારા નમસ્કાર છે. એ આ શિવજીના મંદિરમાં શિ – અગ્નિ તત્વ આધારિત શિવને નમસ્કાર કરું છું.
Read More : Lord Shivas Mantras https://takshlifes.com/lord-shivas-mantras/
ગણેશજીના પાંચ મંત્રો https://takshlifes.com/lord-ganeshs-five-mantras/?amp=1
4.वसिष्ठकुम्भोद्भवगौतमार्य,
मुनीन्द्रदेवार्चितशेखराय।
चन्द्रार्क वैश्वानरलोचनाय,
तस्मै व काराय नमः शिवाय ॥४॥
ભાષાંતર: વસિષ્ઠ મુનિ, અગત્સ્ય ઋષિ અને ગૌતમ ઋષિ તથા
ઇન્દ્ર વગેરે દેવતાઓએ જેના મસ્તકની પૂજા કરી છે, ચંદ્રમાં,સૂર્ય અને અગ્નિ જે તેના નેત્રો છે, એવા વા–કાર સ્વરૂપ શિવને નમસ્કાર છે.
વિસ્તૃત વર્ણન: આ સ્ત્રોતમાં વાયુ સ્વરૂપ ધારણ કરનાર ભગવાન શિવની વાત કરવામાં આવી છે. અહીં મુનિઓ, ઋષિઓ અને ઇન્દ્ર દેવતા જેની માથું નમાવીને પૂજા અર્ચના કરે છે. જે ત્રિનેત્રધારી છે. જે ભગવાન શિવના સૂર્ય, ચંદ્ર અને અગ્નિ ત્રણ નેત્રો છે. એવા વા- કાર વાયુ સ્વરૂપ તત્વ ધારણ કરનાર શિવને નમસ્કાર છે. આ વાયુ તત્વને ધારણ કરનાર ભગવાન શિવજીને હું નમસ્કાર કરું છું.
5.यक्षस्वरूपाय जटाधराय,
पिनाकहस्ताय सनातनाय ।
दिव्याय देवाय दिगम्बराय,
तस्मै य काराय नमः शिवाय ॥५||
ભાષાંતર: જેમણે યક્ષ સ્વરૂપ ધારણ કર્યું છે, જે જટાધારી છે, જેના હાથમાં શિવધનુષ છે, જે દિવ્ય સનાતન પુરુષ છે, એવા દિગમ્બર દેવ અને ય-કાર સ્વરૂપ શિવને નમસ્કાર છે.
વિસ્તૃત વર્ણન: આ સ્ત્રોત્રમાં ભગવાન શિવજીના ધારણ કરેલ સ્વરૂપની વાત કરવામાં આવી છે. જે ભગવાન શિવ એ યક્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે. જે શિવ જટા ધારણ કરનાર છે. જે શિવના હાથમાં શિવ ધનુષ છે,જે પૂરા વિશ્વના દિવ્ય સનાતન પુરુષ છે. એવા આ શિવ દિગમ્બર દેવ છે. આ શિવના ય – કાર આકાશ તત્વ ધરાવતા શિવને નમસ્કાર છે. આ આકાશ સમાન ભગવાન શિવને હું નમસ્કાર કરું છું.
જે લોકો ભગવાન શિવની નજીક રહી આ પવિત્ર પાંચ સ્તોત્રનો પાઠ કરે છે. તે લોકો શિવલોકને પ્રાપ્ત થાય છે અને તે શિવજીની ભક્તિમાં આનંદમય રહે છે.