શિયાળા અને ચોમાસામાં 7 શાકભાજીના સેવનથી થતા શરીરને ફાયદા
શિયાળાની ઋતુ એટલે તાજાં શાકભાજી ખાઇને તાજામાજા રહેવાની ઋતુ. શિયાળાની ઋતુ સામાન્ય રીતે દરેકને પસંદ હોય છે. શિયાળામાં ખાવા માટેના ઘણા સારા વિકલ્પો પણ છે. શિયાળા અને ચોમાસામાં ખાવાથી ઉનાળાની સરખામણીમાં ઓછી બીમારીઓ થાય છે. આ જ કારણ છે કે લોકો શિયાળામાં અલગ-અલગ વાનગીઓ ખાવાનું પસંદ કરે છે જેમા શાકભાજી પણ છે. શિયાળા અને ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારના શાકભાજી મળે છે. આ સિઝનમાં કેટલાક એવા શાકભાજી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
આ 7 પ્રકારના શાકભાજીથી ખાવાથી શરીરને ખુબ જ સારો ફાયદો થાય છે:
1.ભીંડા
1.ડાયાબિટીસ
ભીંડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે તેથી આ ડાયાબિટીઝના રોગીઓ માટે ખૂબ લાભકારી છે.
2.ઘૂંટણનો દુ:ખાવો
જો તમારા ઘૂંટણમાં દુ:ખાવો રહે છે તો શાકભાજીમાં ભીંડા ખાઓ. ભીંડામાં કેલ્શિયમ વધારે હોય છે. જે હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુ:ખાવામાં રાહત આપે છે. તેમા રહેલા ચીકાશ વાળો પદાર્થ પણ આપણા હાડકાને જોડી રાખે છે માટે ખૂબ સારો ફાયદો થાય છે.
3.અસ્થમા
ભીંડામાં વિટામીન સી જોવા મળે છે. જે અસ્થમાના લક્ષણને પાંગરતા રોકે છે. આ અસ્થમાના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારી છે. આ ઉપરાંત ભીંડા ફેફ્સામાં સોજો આવ્યો હોય તો અને ગળામાં ખરાશ થઈ હોય ત્યારે રાહત અપાવવામાં પણ મદદરૂપ છે.
4.આંખો માટે ફાયદાકારી
જે લોકોની આંખો નબળી છે. નંબર આવ્યા હોય, આખોયે ઝાખ મારતી હોય કે મોતિયો આવ્યો હોય આવા લોકોને ભીંડા ખાવાથી ખૂબ ફાયદો થાય છે. તેમા જોવા મળતા વિટામીન એ આંખો માટે ખૂબ જ લાભકરી હોય છે. તેનાથી આંખોની રોશની વધે છે.
5.સ્વસ્થ વાળ
જો તમારા વાળ ડ્રાય અને નિસ્તેજ છે તો ભીંડા તમારા માટે ફાયદાકારી છે.. વાળને ચમકદાર બનાવવા માટે ભીંડાને ઉકાળો. જ્યારે તે એકદમ પાતળા થઈ જાય ત્યારે તેમા લીંબુ નીચોવી વાળમાં લગાવો. આનાથી વાળની કંડીશનિંગ થઈ જશે અને વાળ સિલ્કી તેમજ સ્મૂથ બની જશે.
2.કંકોડા
આ શાકમાં આટલી તાકાત છે કે તેનું થોડા જ દિવસ સેવન કરવાથી શરીર ફોલાદી થઈ જશે. આ શાકનું નામ છે “કંકોડા”. આ શાકને મીઠા કારેલાના નામથી પણ ઓળખાય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તેના વિશે આવું પણ કહેવાય છે કે તેમાં મીટથી 50 ગણું વધારે તાકાત અને પ્રોટીન હોય છે. કંકોડાની ખેતી દુનિયાભરમાં શરૂ થઈ ગઈ છે. એ ઉપરાંત ગામડાંના વાડાઓમાં અને ખેતરોની વાળો પર કંકોડાના વેલા થતા હોય છે.તેના મુખ્ય રૂપથી ભારતના પર્વતીય ક્ષેત્રમાં ખેતી કરાય છે.
1.બીપી
કંકોડામાં રહેલ મોમોરડીસિન તત્વ ફાઈબરની વધારે માત્રા માટે રામબાણ છે. મોમોરેડીસિન તત્વ એંટીઓક્સીડેંટ, એંટીડાયબિટીજ અને એંટીસ્ટેર્સની રીતે કામ કરે છે. અને વજન અને હાઈ બ્લ્ડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.
2.પાચન ક્રિયા
જો તમે આ શાક ખાવા નહી ઈચ્છતા તો તેનો અથાણું બનાવીને પણ સેવન કરી શકો છો. આ કંકોડા જે સ્વાદમાં તૂરા લાગે છે. તે કડવા નથી હોતા. આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે આ ઔષધિના રૂપમાં પ્રયોગ કરે છે. આ પાચન ક્રિયાને તંદુરૂસ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
3.શરદી-ખાંસી
કંકોડામાં એંટી એલર્જન અને એનાલ્જેસિક શરદી ખાંસીથી રાહત આપતા અને તેને રોકવામાં ખૂબ સહાયક છે.
4.વેટ લૉસ
કંકોડામાં પ્રોટીન અને આયરનથી ભરપૂર હોય છે. જ્યારે કેલેરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. જો 100 ગ્રામ કંકોડાના શાકનું સેવન કરો છો તો 17 કેલેરી મળે છે. જેનાથી વજન ઘટાડતા લોકો માટે આ સારું વિકલ્પ છે.
3.પાલક
પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તેવી વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ સારો ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે.
પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.
પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે.પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ ‘એન્ટિ ઓકિસ્ડેન્ટ’ શરીરમાં રખડતો કચરો દૂર કરનાર રસાયણનું કામ કરે છે અને પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.પાલક નિયમિત ખાવાથી હૃદયસંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.પાલકની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા પણ નિખરશે.વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ. પાલકનું શુપ બનાવીને પીવું જોઈએ. બાળકોને પાલક ભાજી ખાવાની ન ફાવે તો તેમના માટે પાલક પનીર બનાવી ખાવું જોઈએ. પાલક દાળમાં નાખી, પાલક પૂરી બનાવી, પાલક થેપલા બનાવી કે પાલક ભજિયાં બનાવી કોઈ પણ વસ્તુમાં પાલક નાખીને બનાવવામાં આવેલી વસ્તુ ખાવ તો શરીર માટે ખૂબ જ સારી રહે છે.
4.દૂધી
ખૂબ તાવ હોય અને તાવ મગજે ગરમી ચડી ગઈ હોય તો દૂધી છીણી અથવા બે ફાડિયાં કરી માથે કે કપાળે બાંધવાથી ઠંડક થઈ અને તાવમાં રાહત થાય છે.
દૂધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી તથા માથાના દુ:ખાવમાં લાભ થાય છે.
ઘી અને જીરુ, વડે બનાવેલું દૂધીનું શાક ખાવાથી અને દૂધીના પાનનો રસ હરસ પર ચોપડવાથી હરસ મટે છે.
દાઝી જવાથી થયેલા વ્રણ પર દૂધીના ગર્ભની લુગદી લગાડવાથી ફાયદો થાય છે.
મધમાખી, કાનખજૂરી જેવાં ઝેરી જતુના ડંખ કરદેલા પર દૂધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વિષનો નાશ થાય છે.
દૂધી નાખી પકાવેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક મળે છે અને વાળ ખરતાં અટકે છે.
5.ગુવાર
લીલાછમ ગુવાર અચૂક તમને મળશે અને ઘણા લોકો ગુવારને જોઇને જ મો બગાડતા હોય છે પરંતુ તેઓ પણ જો ગુવારના આ ફાયદાને જાણશે તો ચોક્કસથી ચાલુ કરી દેસે ખાવાનુ. માટે ગુવારનુ શાક બનાવીને પણ ખાવામા આવે છે અને ગુવાર ઢોકળી બનાવીને પણ ખાવામા આવે છે માટે ગુવારના અદભુત ફાયદા ચોક્કસથી જાણવા જેવા છે.
હ્રદય માટે ખુબ ફાયદાકારક ગુવારમા કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ અતિઉત્તમ ગુણ હોય છે. અને તેમા ફાઇબર અને પોટેશિયમ ભરપૂર માત્રામા હોય છે. જેના કારણે શરીરમા કોલેસ્ટ્રોલ વધતુ અટકાવે છે અને જે હ્રદય માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.ગુવાર ખાવાથી હાડકા મજબૂત બને છે અને ગુવારમા કેલ્શિયમ અને મિનરલ અને પોષક તત્વો હોય છે જેનાથી હાડકા મજબૂત બને છે અને ગુવારમા ફોસ્ફરસ પણ સારી માત્રામા હોય છે માટે જે હાડકા મજબૂત બનાવે છે.
ગુવાર ડાયાબિટિસમાં પણ ફાયદાકારક છે જો આ શાકનું નિયમિત સેવન કરવાથી શરીરના સુગરમા ઘટાડો થાય છે અને ઈન્સ્યુલિનની માત્રામા વધારો થાય છે.ગુવાર બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે છે અને ગુવારમા હાઈપોગ્લેસેમિક અને હાઇપોલિપિડેમિક હોય છે જેનાથી હાઇપર ટેન્શનને દૂર ભગાડે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે છે.
ગર્ભાવસ્થા દરમિયાન તો ગુવારનુ ખાસ સેવન કરવુ જ જોઇએ. કારણ કે ગુવારના શાકનુ સેવન કરવાથી શરીરના બધા જ પોષકતત્વોની ખોટ પૂરાઇ જાય છે અને ગુવારમા ફોલિક એસિડ ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.
6.કારેલા
કારેલામાં ખૂબ જ પ્રમાણમાં વિટામીન એ, બી અને સી મળી આવે છે. આ ઉપરાંત કેરોટીન, લુટિન, ઝીંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેગનીઝી જેવા તત્વો મળી આવે છે.
કારેલામાં રહેલા ખનીજ અને વિટામીન શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. જેનાથી કેન્સર જેવી બિમારીનો સામનો કરવાની શક્તિ મળે છે. કડવા કારેલામાં અઢળક પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન મળી આવે છે. કારેલાની ખેતી ચોમાસા અને શિયાળા દરમિયાન વધારે થાય છે. ગામડાંમાં વાળ કરેલા વધારે થતા હોય છે. જેની કડવાશ પણ ઓછી માત્રામાં હોય છે. જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને પ્રોટીનથી ભરપુર હોય છે.
કારેલાનું સેવન આપણે ઘણા રૂપોથી કરી શકીએ છીએ. આપણે ઇચ્છીએ તો એનો જ્યુસ પણ પી શકીએ છીએ. શાક અથવા અથાણું બનાવી શકીએ છીએ. ભરેલા કારેલાનું શાક પણ બનાવી શકાય છે. કારેલા ઠંડા હોય છે. એટલા માટે આ ગરમીથી પેદા થયેલી બિમારીઓના સારવાર માટે ખૂબ લાભકારી છે. જો તમારી પાચન શક્તિ નબળી હોય તો કારેલાનું દરરોજ સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે.
7.લીલું લસણ
લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયરનને વધારવામાં મદદ કરે છે. લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં આયરન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયરન વધે છે.
લીલા લસણમાં જે પોલીસલ્ફાઈડ હોય છે તે હૃદયની બીમારીથી બચાવે છે. લીલા લસણમાં મેગ્જીનનું ઉચ્ચ પ્રમાણ હોય છે. આ તત્વ શરીરમાં સારો એવો કોલેસ્ટ્રોલ વધારે છે અને દિલને સંતુલિત રાખવાનું કામ કરે છે. જો તમને હાઈ બીપીની તકલીફ હોય તો લીલું લસણ ખાવાની શરૂઆત તુરંત કરી દો. લસણના લીલા પાન ખાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે. આ માટે લીલું લસણ ફાયદાકારક છે.
ડાયાબિટિસના દર્દીઓએ ખાસ લીલું લસણ ખાવું જોઈએ. હાઈ બીપીને પણ લીલું લસણ કાબુમાં રાખે છે. મગજ સુધી રક્ત સંચાર બરાબર ન થતો હોય તેવી તકલીફ જેમને હોય તેમણે લીલું લસણ ખાસ ખાવું. લીલા લસણના સેવનથી રક્ત પરીભ્રમણ સારી રીતે થાય છે.
દરેક શાકમાં લીલું લસણ રામ બાણનું કામ કરે છે. લીલાં લસણની પેસ્ટ બનાવી શકાય છે. લીલાં લસણની રોટલી, થેપલા અને પૂરી પણ બનાવી શકાય છે. કોઈપણ રીતે લીલાં લસણના સેવનથી શરીરને ખુબ જ સારું લોહીનું પરિભ્રમણ અને અન્ય બિમારીઓથી રાહત મળે છે.